BharuchNews

BharuchNews Connecting BHARUCH To The World .......

01/01/2025

: વ્યવસાય વેરા ૨૦૨૩-૨૪ ગ્રાન્ટમાંથી ૭૩,૫૭,૦૭૮/- ના ખર્ચે #ભરૂચ #દાંડિયાબજાર, #સુથીયાપુરા થી નર્મદેશ્વર મહાદેવ મંદિર સુધી પાઈપ ડ્રેઇન અને રોડની કામગીરીનો ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર અને #ભાજપના હોદ્દેદારોના હસ્તે પ્રારંભ કરાયો...

29/12/2024

: #દહેજની GFL કંપનીમાં ગેસ લાગતાં ચાર વ્યક્તિઓના મોત....
શનિવારે રાત્રે બનેલ ઘટનામાં ત્રણ કામદાર અને એક કર્મચારીનું ગેસ લાગતાં મોત.......
દહેજ પોલીસે તપાસ માટે દોડી આવી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરી...
ભરૂચ એસ ડી એમ અને દહેજ પોલીસના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.....
એસડીએમ એ યોગ્ય તપાસ અને વળતર માટે સૂચનાઓ આપી.....

28/12/2024

: #ભરૂચ રેલ્વે સ્ટેશનની મધરાતની ઘટના.....
ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે ફર્ઝ બજાવતી મહિલા કોન્સ્ટેબલોએ માનવતા મહેકાવી.....
ભરૂચ રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર બે પર મહિલા યાત્રી એ આપ્યો બાળકીને જન્મ...
અવંતિકા એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં મહિલાને પ્રસુતિની પીડા ઉપડી.....
ભરૂચ રેલ્વે પોલીસ અને આરપીએફ મહિલા કોન્સ્ટેબલની મદદથી મહિલાએ પ્લેટફોર્મ પર આપ્યો બાળકીને જન્મ.....
બાળકીના જન્મ બાદ વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે માતા અને દીકરીને ખસેડાયા.....

27/12/2024

: #ભરૂચના એસટી બસ ડેપો પાસે ઇન્દિરા નગરમાં બે આખલાએ અખાડો જમાવ્યો.....

26/12/2024

પેટ માટે માતાની ચૂલો ચેટાવાની
ચિંતામાં નિર્દોષ બાળાઓનું પરિશ્રમ કેમેરામાં કેદ.....

26/12/2024

: ઓનલાઇન ફ્રોડ ના ભોગ બનેલ ફરીયાદી સાથે આરોપીઓએ પૂર્વ આયોજીત ગુનાહિત કાવતરૂ રચી ઓનલાઇન ગુગલ રીવ્યુ ટાસ્ક પૂર્ણ કરી રૂપિયા કમાવવાના બહાના હેઠળ લોભામણી લાલચ આપી વિશ્વાસમાં લઇને શરૂઆતમાં નાની નાની રકમની ચુકવણી કરી અલગ-અલગ સમયે કુલ રૂ. ૧,૬૩,૩૮૦/- રીવોર્ડ તરીકે આપી તથા ત્યારબાદ ટેલિગ્રામ ઉપર લિંક દ્વારા ડમી એપ્લીકેશન ડાઉનલોડ કરાવી ઇન્વેસ્ટમેન્ટ કરાવી મોટુ વળતર મેળવવાની લાલચ આપી વિશ્વાસમાં લઇ અલગ-અલગ UPI આઇ.ડી. તથા અલગ-અલગ બેંક એકાઉન્ટમાં અલગ-અલગ સમયે કુલ રૂ.૧,૩૨,૪૮,૦૦૦/- ટ્રાન્સફર કરાવી તથા વળતર પેટે ફરીયાદીના બેંક એકાઉન્ટમાં અમુક રકમ જમા કરાવવા બેંક ટ્રાન્જેકશન કર્યા અંગેના બનાવટી સ્ક્રીનશોટ મોકલી આપી તથા રૂ. ૧,૬૩,૩૮૦/- વળતર પેટે પરત આપી વિશ્વાસમાં લઇ પોતાની અસલ ઓળખ છુપાવી પરરૂપ ધારણ કરી ફરીયાદી સાથે કુલ રૂ. ૧,૩૦,૮૪,૬૨૦/-ની છેતરપીંડી કરી ગુનો કર્યો તે વિગેરે બાબત.

આ ગુનાના કામે મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ તથા દસ્તાવેજો અંગેની તપાસ કરી માહિતી મેળવવામાં આવેલ. જેમાં આરોપીઓએ ફરીયાદી પાસેથી મેળવેલ નાણા બેંક એકાઉન્ટમાં જમા થયેલ તે નાણાકીય ટ્રાન્જેક્શનની માહિતી મેળવી ટેકનીકલ એનાલીસીસ કરી હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે ઓનલાઇન ગુગલ રીવ્યુ ટાસ્ક જેવી મોડસ ઓપરન્ડીથી છેતરપીડીં કરી ગુનો આચરતા ગેંગના સભ્યની ધરપકડ કરવામાં આવેલ છે.

26/12/2024

: #ઝઘડિયા રેપ વિથ મર્ડરનો મામલો...
#ભરૂચ જિલ્લા બાર એસોસિએશન વકીલો દ્વારા કેન્ડલ માર્ચ કાઢી કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું....
ભરૂચ બાર એસોસિએશન વકીલોની ડે ટુ ડે સુનાવણી કરી જલ્દી આરોપીને કડક સજા મળે એવી માંગ......

🕯

25/12/2024

: રસોડાની બારાખડી સાથે મહિલાઓને સ્વરક્ષણનું શિક્ષણ પણ જરૂરી....
અસુરક્ષિત પરિસ્થિતિઓમાં અપરાધીને જડબાતોડ જવાબ આપવા બાળકીઓએ સ્કૂલોમાં સ્વરક્ષણની તાલીમ આપવી અનિવાર્ય...

24/12/2024

: #ભરૂચ જીલ્લામાં વધુ એક દુષ્કર્મની ઘટના આમોદ તાલુકાના એક ગામે ૭૦ વર્ષની વૃદ્ધા ઉપર ગામના જ યુવાને દુષ્કર્મ કરતાં ચકચાર...

#આમોદ તાલુકાના એક ગામની એક ૭૦ વર્ષની વૃદ્ધ મહિલા ઉપર ૩૫ વર્ષના યુવકે બળાત્કાર કરતા આમોદ સહિત ભરૂચ જીલ્લામા ચકચાર મચી જવા પામી.....
35 વર્ષીય યુવાને #બળાત્કાર કર્યો બાદ કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેની આમોદ પોલીસ મથકે વૃદ્ધાએ ફરિયાદ આપતા આમોદ પોલીસ સહીત ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ. જી.સહિતની ટીમોએ ગામમાં પહોચી તેને પકડાવાના ચક્રો ગતિમાન કર્યા છે....
અત્રે ઉલ્લેખનીય છે કે આ જ વૃદ્ધા ઉપર એક વર્ષ અગાઉ આ જ આરોપીએ દુષ્કર્મ કર્યુ હતું.જે જેલમાંથી જામીન ઉપર છુટીને આવ્યા બાદ ફરીથી આજ વૃદ્ધા ઉપર ફરીથી દુષ્કર્મ કરતા તેની હેવાનિયત સામે લોકોમાં ફિટકારની લાગણી જોવા મળી હતી...

**e

24/12/2024

: #ઝઘડિયા દુષ્કર્મ પીડિત મોતનો મામલો....
500 થી વધુ જે. પી. કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા યોજાઈ મૌન રેલી.....
જે પી કોલેજ થી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી યોજાઇ.....
વિદ્યાર્થીનીઓએ સ્વ હસ્ત પત્ર લખી કલેકટરને પોતાની પીડિતા પ્રત્યેની સહાનુભૂતિ કાગળે કંડારી....
કોલેજ વિદ્યાર્થીનીઓની એક જ માંગ આરોપીને જાહેરમાં ફાંસી આપો.....

**e

23/12/2024

: હેવાનિયત સામે માસૂમિયત હારી ગઈ....
#ઝઘડિયા દુષ્કર્મ પીડિત માસુમ દીકરીએ #બરોડા ખાતે ઇલાજ દરમિયાન સાંજે 6.15 એ દુનિયાને કહી અલવિદા.....

**e

22/12/2024
22/12/2024

: અખૂટ પ્રેમ. અપાર આનંદ અને ભાઈચારાનું પર્વ એવા નાતાલની ઉજવણી અને પ્રભુ ઈસુની વધામણાંની ભાગરૂપે તેમજ પ્રેમ અને શાંતિનો સંદેશ આપવા માટે આરોગ્ય માતા દેવાલય (કેથોલિક ચર્ચ) ભરૂચ તરફથી એક ધાર્મિક સરઘસનું આયોજન કરવામાં આવેલ છે........
ધાર્મિક સરઘસ તારીખ ૨૨/૧૨/૨૦૨૪ રવિવારનાં રોજ સવારે ૯:૦૦ વાગ્યે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ (આરોગ્ય માતા દેવાલય) થી પગપાળા નીકળીને પાંચબત્તી સર્કલથી શાલીમાર ત્રણ રસ્તા, સ્ટેશન રોડ થઈ સ્ટેશન સર્કલ થી પરત આજ રૂટે સેન્ટ ઝેવિયર્સ સ્કુલ (આરોગ્ય માતા દેવાલય) ખાતે પૂર્ણ થયું......

🎄

18/12/2024

: અમદાવાદથી #દાંડી જવા વિવિધ જનજાગૃતિ સાથે નીકળેલ દાંડી યાત્રા #ભરૂચ આવી પહોંચી.

18/12/2024

: #ઝઘડિયા બાળકી પર રેપ કેસના મામલે વધુ ખુલાસા થયા....
આરોપીએ લોખંડની વસ્તુ ગુપ્તાંગમાં નાખી હતી.....
આરોપી દ્વારા મહિના પેહલા પણ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું....
આરોપીને કડકમાં કડક સજા માટે #ભરૂચ #પોલીસ કટિબંધ....
બરોડામાં બાળકીની સારવાર માટે ડોક્ટરોની ટીમ ખડા પગે....

**e

18/12/2024

:
સવારે ભરૂચના મુલદ ટોલ ટેક્સ પર સ્થાનિક બસ સંચાલકોનો વિરોધ પ્રદર્શન.......
ભરૂચના ને. હા. 48 પર મુલદ ટોલ પ્લાઝામાં GJ 16 ના વાહનો પાસે ટોલ ટેક્ષ માંગતા લોકોમાં રોષ......
ટોલનાકા પર વાહન ચાલકોનું હલ્લાબોલ,પોતાના બસો ટોલનાકા પર ઉભા રાખી કર્યો વિરોધ........
અંકલેશ્વરથી દહેજ અને ભરૂચથી ઝઘડિયા જતી કંપનીના કર્મચારીઓ ટ્રાફિક જામમાં અટવાય........
ભરૂચના ને. હા. 48 પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા......

17/12/2024

: સવારના સુમારે અચાનક ક્રેનમાં આગ....
દૂર દૂર ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા......
દહેજથી ભરૂચ તરફ આવતા અટાલી ગામ પાસેની ઘટના.....
કોઈ પણ પ્રકારની જાનહાની નહિ......
ફાયર ફાઇટરની ટીમે આગ પર કાબુ મેળવ્યો.....
આગની ઘટનામાં ક્રેન બળીને ખાક.......

🚒🔥

17/12/2024

:
#ઝગડિયા દુષ્કર્મની ઘટના...
દસ વર્ષની માસુમ બારકી પર દુષ્કર્મ આચારનાર ગણતરીના કલાકમાં પડોશમાં રહેતો 36 વર્ષીય ઝારખંડનો બળાત્કારી આરોપી ઝગડિયા પોલીસ ગિરફ્ટમાં....

**e

Address

Railway Station
Bharuch
392001

Website

Alerts

Be the first to know and let us send you an email when BharuchNews posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to BharuchNews:

Videos

Share