Pratilipi Gujarati

Pratilipi Gujarati ત્રીસ હજાર કરતા વધુ ગુજરાતી લેખકો દ્વારા લખાયેલ વાર્તાઓ, કવિતાઓ અને પુસ્તકો વાંચો gujarati.pratilipi.
(823)

ત્રીસ હજાર કરતા વધુ ગુજરાતી લેખકો દ્વારા લખાયેલ વાર્તાઓ, કવિતાઓ અને પુસ્તકો વાંચો gujarati.pratilipi.com પર.

પ્રતિલિપિ ક્રિએટર્સ પ્રોગ્રામ | સીઝન 3 આજે રાત્રે શરૂ થઈ રહી છે... 🚀✨ તો, શું તમે તમારી લેખનયાત્રાને સફળ બનાવવા માટે પહે...
09/12/2024

પ્રતિલિપિ ક્રિએટર્સ પ્રોગ્રામ | સીઝન 3 આજે રાત્રે શરૂ થઈ રહી છે... 🚀

✨ તો, શું તમે તમારી લેખનયાત્રાને સફળ બનાવવા માટે પહેલું પગથિયું ચડવા તૈયાર છો? નીચેની તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને અમારી સાથે આ પ્રોગ્રામનો ભાગ બનો! 🖋️

🗓️ આજે 9 ડિસેમ્બર, 2024 થી પ્રતિલિપિ ટીમ 5 દિવસ માટે દરરોજ રાત્રે 8થી 9 વાગ્યા સુધી 1 કલાકના લાઈવ વિડિયો સેશનનું આયોજન કરશે.

✨ અમે 12 ભારતીય ભાષાઓમાં રિસર્ચ અને એનાલિસિસ કરીને આ માટે ખાસ માહિતી એકત્રિત કરી છે! તમે સૌથી વધુ આવક મેળવતા લેખક હોવ, નવા લેખક હોવ કે પછી, આવક વધારવા માટે સંઘર્ષ કરતા લેખક હોવ, આ માહિતી તમને વધુ સફળ લેખક બનવા માટે ચોક્કસ ઉપયોગી થશે!

🌟 વાચકોને તમારી વાર્તા અને પ્રોફાઈલ સાથે જોડી રાખવા માટે ટ્રેન્ડિંગ થીમ્સ, અસરકારક લેખન શૈલીઓ અને સ્પેશિયલ ટેક્નિક્સ વિશે જાણકારી મેળવો. 📖

📌 નોંધશો કે, આ ફ્રી પ્રોગ્રામમાં જોડાવા માટે નીચેની લિંક દ્વારા ફોર્મ ભરીને પ્રતિલિપિ વોટ્સએપ કોમ્યુનીટીમાં જોડાવું ફરજિયાત છે:

1️⃣ અહીં રજીસ્ટર કરો: https://forms.gle/xKGE7nub7nfqWtD27
2️⃣ કોમ્યુનિટી જોઈન કરો: https://chat.whatsapp.com/FUeahusIajALJncqdExxzF
📢 આગળની તમામ માહિતી અને અપડેટ ફક્ત આ વોટ્સએપ કોમ્યુનીટીમાં શેર કરવામાં આવશે.

આ માહિતી તમને નિયમિત લેખન સાથે દર મહિને આવક પ્રાપ્ત કરવામાં મદદ કરશે. 🚀

આ લાઈવ સેશનમાં તમારી સાથે જોડાઈને અમને આનંદ થશે! તમારી સફળતાની ચાવી જલ્દી જ તમારા હાથમાં હશે! 💖

   'આવી ગયો દિકરા!'આલીશાન બંગલામાં એન્ટર થતાં જ સુનય ને હંમેશની જેમ સુશીલા દેવી નો સ્વર સંભળાયો. સોફા ખુરસીમાં બેઠેલા સુ...
06/12/2024


'આવી ગયો દિકરા!'
આલીશાન બંગલામાં એન્ટર થતાં જ સુનય ને હંમેશની જેમ સુશીલા દેવી નો સ્વર સંભળાયો. સોફા ખુરસીમાં બેઠેલા સુશીલા દેવી સામે જોઈ, લાપરવાહી થી દાદર
તરફ આગળ વધ્યો.

આંગળી માં કારની ચાવી ગોળ ફેરવતો દાદર નાં પગથિયાં
પર પગ મૂક્યો ત્યાં તો ફરીથી સુશીલા એ કહ્યું --'સુનય બેટા.....' એમને કહેવું હતું કે, આજે તો બહુ મોડું કર્યું. હું
ક્યારની તારી રાહ જોતી ચિંતા કરતી હતી હજુ સુધી કેમ
આવ્યો નહીં?

પણ‌.. એમના બોલ્યા વિના જ સુનય સમજી ગયો હોય તેમ બીજા પગથિયા પર એક પગ મુકી ઉભો રહ્યો અને આદમકદ જર્મન બનાવટની બેઠક ખંડમાં મુકેલી ઘડિયાળ સામે જોઈ લીધું ....આઠ વાગ્યા હતાં.

કોઈ જવાબ આપ્યા વગર એ પીઠ ફેરવીને આગળ વધ્યો.
સુશીલા દેવી સાથે ના સંબંધ ને તેણે હંમેશા એ રીતે પીઠ
બતાવી હતી .

'બેટા......' સુશીલા કંઈ કહે એ પહેલાં પગથિયાં ચડતો સુનય અટક્યો અને આંગળીમાં ફરતી ચાવી પણ.

દિકરા નું સંબોધન હંમેશની જેમ એને અણગમતું જ રહ્યું.સુનય પોતાનો બળાપો કેટલીયવાર સુશીલા સામે કરી ચૂક્યો હતો.....એમ આજે પણ બોલ્યો -' મેં તમને કહ્યું છે કે હું તમારો દીકરો નથી... તમે મારી મા નથી.'

અને સુશીલા એ પણ કાયમનો જવાબ આપ્યો - ' તું મને મા ભલે ના માને , છતાં કહેતી રહીશ... તું મારો દીકરો છે.તારા પિતા મને તારી મા તરીકે આ ઘરમાં લાવ્યા છે.'

' સોતેલી મા....' સુનયના સ્વરમાં કડવાશ આવી ગઈ.' આ
ઘરમાં તમારૂં સ્થાન મારા પિતા શ્રી રાજનાથ ની પત્ની તરીકે છે.' સુનયના શબ્દો ની કડવાશ વધી.

સુશીલા દેવી ઊભા થઈ આગળ વધી દાદરા થી થોડા દૂર
ઊભા રહીને સ્મિત સાથે કહ્યું -
' એ સંબંધ થી પણ હું તારી મા તરીકે નું સ્થાન પામુ છું. મેં
તને જ્ન્મ નથી આપ્યો તો શું થયું ......' સુશીલા દેવી નો મમતા ભર્યો સ્વર અંતર માંથી નીકળતા અમી ઝરણાં જેટલો જ પાવન હતો ...' હું તારા પિતાની પત્ની અને તારી મા .'

' માતા અને પુત્ર નો સંબંધ મમતામય હોય છે એ તમે શું જાણો .'

' એક માં થી વધારે કોણ સમજી શકે છે ? મારી મમતાને
લુટાવવા ની એક તક તો આપી જો .'

'મમતા કોઈ વસ્તુ નથી જેને લૂંટી શકાય કે લુટાવી શકાય.'

'આવી ગયો દિકરા!' આલીશાન બંગલામાં એન્ટર થતાં જ સુનય ને હંમેશની જેમ સુશીલા દેવી નો સ્વર સંભળાયો. સોફા ખુરસીમાં બેઠેલા ...

   ક્રિશા અત્યારે ચંડીગઢની મલ્ટનેશનલ કંપનીમાં હેડ ટેકનીશિયનની પોસ્ટ પર છે, ચંડીગઢમાં ૩ વર્ષની કડી મહેનતમાં ક્રિશાએ ઘણું-...
06/12/2024


ક્રિશા અત્યારે ચંડીગઢની મલ્ટનેશનલ કંપનીમાં હેડ ટેકનીશિયનની પોસ્ટ પર છે, ચંડીગઢમાં ૩ વર્ષની કડી મહેનતમાં ક્રિશાએ ઘણું-ખરું મેળવી લીધું હતું...અત્યારે ક્રિશા પાસે ચંડીગઢમાં પોતાનો એક બંગલો, કાર અને સારું એવું બેંક બેલેન્સ પણ હતું.કમી હતી તો ફક્ત એક ફેમિલીની જે તેનાથી ઘણે દૂર ગુજરાતના આણંદ જિલ્લામાં રહેતું હતું. તેના ફેમિલીમાં મમ્મી સરોજ-બેન,મોટો ભાઈ હાર્દિક, ભાભી સ્વાતિ, ભત્રીજો દર્શ અને નાનો ભાઈ સ્નેહલ એમ ૬ સભ્ય હતા.

ક્રિશા અત્યારે ચંદીગઢમાં એકલી રહેતી હતી,અહીં ક્રિશા ઓફિસના કામમાં વ્યસ્ત રહેતી હોવાથી સરોજબેન એકલા પડી ગયા હતા.જેના કારણે તેમની માનસિક સ્વાસ્થ્ય થોડી બગડી ગઈ હતી.તેથી હાર્દિક અને ક્રિશા બંનેએ ભેગા મળીને સરોજબેન ને હાર્દિક સાથે આણંદમાં રહેવા માટે દબાણ કર્યું હતું.અને તેના પરિણામ હેઠળ ...

મિત્રો મારી આગળની વાર્તા "મિત્રતા કે બદલો" ને તમે ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે....તેના માટે હું તમારા વાંચક મિત્રો ની ખ....

   આરવ  એક શ્રીમંત પરિવાર માં થી આવતો હતો જે ભણવામાં ગણો કે , ખેલ કુદ માં ગણો કે , મસ્તી માં ગણો કે પછી સ્કુલ ની કોઈ સ્પ...
06/12/2024


આરવ એક શ્રીમંત પરિવાર માં થી આવતો હતો જે ભણવામાં ગણો કે , ખેલ કુદ માં ગણો કે , મસ્તી માં ગણો કે પછી સ્કુલ ની કોઈ સ્પર્દ્ધા હોય દરેક માં એનું નામ એના પપ્પા સંજય ભાઈ ની જેમ પહેલા ક્રમાંક માં હોય જ ને, દરેક ગેમ માં એનો મહત્વનો ફાળો પણ હોય. ને કોઈ પણ સ્પર્દ્ધા હોય એમાં એના નામનું ઇનામ તો ચોક્કસ હોય હોય ને હોય જ.

સંજય ભાઈ પોતે એક શહેર ના નામચીન બહુ મોટા બિલ્ડર હતા. એટલે પૈસે ટકે સુખી, કોઈ વાંધો આવે એમ નહોતો ને એમને પોતે જાત મહેનત કરીને ખુબ મહેનત થી પોતાનું એક મોટું એમ્પાયર ઉભું કર્યું હતું. કુટુંબ નાનું હતું પણ ખાનદાની હતા. એમનો એકનો એક દીકરો આરવ એટલે જરા લાડકોડ માં ઉછરયો હતો એ ૧ વસ્તુ માંગે તો ૪૦ હાજર થઇ જાય પણ એને બીજું કઈ નહી બસ પ્રેમ જોઈતો હતો પણ એને બીજા નબીરા જેવો નહોતો. સંસ્સ્કારી ખુબ હતો. પણ હા એના પપ્પા ને ધધો મોટો હતો એટલે એ મોટે ભાગે કામ માં વ્યસ્ત રહેતા હતા જેથી ઘરે જરા ઓછો ટાઈમ આપી શકતા હતા.

આરવ જેવું નામ એવો જ એ પહેલેથી જ મહત્વાકાક્ષી હતો. લગભગ ૯ માં ધોરણ થી એને એની લાઈફ નો ગોલ સેટ કરી રાખ્યો હતો કે આ ટાઈમે આટલું આટલું કરી લેવું, આટલા મુકામ સુધી પહોચી જવું. પણ કહેવાય છે ને કે ” ધાર્યું ધણી નું થાય ”.

આરવ ની સાથે પણ કઈંક એવું જ થયું ૧૧ માં ધોરણ માં આવ્યો ને એને નેહા જોડે મિત્રતા થઇ જોકે મિત્રતા તો પહેલેથી હતી જ પણ જેમ જેમ મોટા થતા ગયા એમ એમ એ મિત્રતા વધુ ને વધુ ગાઢ બનતી ગઈ. હવે ૧૧ મુ ધોરણ એટલે લગભગ ૧૬ માં વર્ષ માં પ્રવેશી ચુક્યા હોય ને કહેવાય છે ને કે “સોળે સાન ને વિસે ભાન ” આવી જાય. એમ આરવ ને નેહા બન્ને પુક્ત વયના તો ના કહેવાય પણ એમને સાન તો આવી ગઈ હતી. પણ એમને હજુ ભાન આવવાનું બાકી હતું પણ હજુ એમને ખબર નહોતી કે એ મિત્રતા કહેવાય કે પ્રેમ. જોકે આજકાલ ના છોકરાઓ ને તો આ બધું કહેવું કે સમજાવું નથી પડતું એમને તો આજના ઈન્ટરનેટ ના જમાના માં બધી સમજ ૨૦ વર્ષ પહેલા જ આવી જાય છે. આજનો જમાનો બહુ ફાસ્ટ અને ફોરવર્ડ થઇ ગયો છે ઈન્ટરનેટ ની સ્પીડ ની જેમ.

પણ આપડા આરવ અને નેહા ના મૈત્રી સંબંધ માં એવું નહોતું એ બહુ પ્યોર હતો કેમકે બન્ને ખુબ જ સંસ્કારી ને વેલસેટ ને શ્રીમંત કુટુંબ માં થી આવતા હતા.

નમસ્કાર લેખક મિત્રો હું મારી નવી ધારાવાહિક રુહાનુંબંધ લઈને આપની સમક્ષ હાજર થઇ રહ્યો છું તો આશા છે કે આપને પસંદ આવશ...

   "મમ્મી ઓ મમ્મી આજે જમવામાં શું છે? ખૂબ ભૂખ લાગી છે." શિમલા સ્થિત પોતાના હવેલીનૂમા બંગલામાં પ્રવેશતાં જ એણે બૂમ મારી. ...
06/12/2024


"મમ્મી ઓ મમ્મી આજે જમવામાં શું છે? ખૂબ ભૂખ લાગી છે." શિમલા સ્થિત પોતાના હવેલીનૂમા બંગલામાં પ્રવેશતાં જ એણે બૂમ મારી. રસોડામાંથી અવાજ આવ્યો જાણે કોયલ ટહુકી, "એ ઘરે નથી ઈમર્જન્સી આવી ગઈ એટલે હોસ્પિટલ ગયા છે."
"તો આજે જમવાનું શું?"
" એ તો હું બનાવું છું. "
"તો તો આજે મારે ઉપવાસ છે."
"હમણાં તો બરાડા પાડી પાડીને ખાવાનું માંગતા હતા હવે શું થયું?"
"તારા હાથનું ખાવાનું ખાવા કરતાં ગળે ફાંસો ખાઇ લેવો સારો"
" થોડી વાર રહો, હું મજબૂત દુપટ્ટો લઈ આવું."
આ સંવાદ છે બે વર્ષ અગાઉ અમેરિકા હમેશ માટે છોડી શિમલા સ્થાયી થયેલા દેવપ્રતાપના ત્રણ પુત્રો પૈકી સૌથી મોટા પુત્ર રુદ્ર અને

બંગલામાં
કેર
ટેકર તરીકે કામ કરતા રતનસિંહ અને અજવાળીબાના જીવનમાં અજવાળું ફેલાવનાર રતન એમની પૌત્રી નેહાના. નેહાના માતાપિતા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા ત્યારે નેહા દસ વર્ષની હતી. દેવપ્રતાપ રતનસિંહને તેમના પરિવાર સહિત અમેરિકા લઈ ગયા હતા ત્યારથી નેહા ત્રણે ભાઈઓ માટે નાની બહેન સમાન હતી. બે વર્ષ પહેલા
બંને પરિવાર અહીં
સ્થાયી થયા હતા. પાંચ સભ્યો દેવપ્રતાપના પરિવારના અને ત્રણ રતનસિંહના એમ કુલ આઠ સભ્યો કિલ્લોલ કરતા.
છેલ્લા છ મહિનાથી આ ઘરમાં રસોઈને લઈને ચકમક ઝરતી. ચકમક તો ન કહી શકાય પણ મીઠી તકરાર થતી. રુદ્રને ઘરની વ્યકિત જ રસોઈ કરે તેવો આગ્રહ હતો. હવે અજવાળીબા વૃદ્ધ હોવાથી રસોઈ કરી શકે તેમ નથી તો નેહાને કોલેજ અને હોમવર્ક હોય એટલે દેવપ્રતાપે તેના માટે રસોડામાં પ્રવેશ નિષેધ કર્યો હતો ને વળી કોઈ દિવસ કરેલી ન હોવાથી એની રસોઈ કયા ગ્રહની છે એ નક્કી કરવું પણ મુશ્કેલ બની જતું તેથી કોઈક દીવસ તેની ઈમર્જન્સીમાં બનાવેલી રસોઈ બધાં પરાણે ગળે ઉતરતા હતાં. અને હવે રહ્યા રુદ્રના માતા શ્વેતા. તેઓ એક ગાયનેક હોવાથી ક્યારેક અચાનક ઈમર્જન્સી આવે તો વેળા કવેળાએ તેમને ભાગવું પડતું અને પછી તો રુદ્ર આખું ઘર માથે કરતો.

"મમ્મી ઓ મમ્મી આજે જમવામાં શું છે? ખૂબ ભૂખ લાગી છે." શિમલા સ્થિત પોતાના હવેલીનૂમા બંગલામાં પ્રવેશતાં જ એણે બૂમ મારી. ....

   લતાબેન: બેટા રાજવી, લે આ તારુ ટિફિન તૈયાર છે. આજે ઓફિસ થી જલ્દી ઘેર આવજે, મારી મિત્ર આરતીની  દિકરી સંધ્યાના લગ્નમાં જ...
06/12/2024


લતાબેન: બેટા રાજવી, લે આ તારુ ટિફિન તૈયાર છે. આજે ઓફિસ થી જલ્દી ઘેર આવજે, મારી મિત્ર આરતીની દિકરી સંધ્યાના લગ્નમાં જવાનું છે.

રાજવી: આરતીમાસીની નાની દિકરી સંધ્યાના લગ્ન છે?

લતાબેન: હા, મેં તને ક્હ્યું હતું પણ તું ભૂલી ગઈ હશે..
રાજવી આગળ કંઈ બોલે તે પહેલાજ લતાબેન બોલ્યા.." રાજવી,માનસી પાસે તારો યલો ડ્રેસ આયર્ન કરાવીને રાખીશ..પણ તું જલ્દી આવજે બેટા "
રાજવી: મમ્મી, ઓફિસના કામનો કંઈ ભરોસો નહીં. મોડું થાય તો તમે લોકો ચાલ્યા જજો " કહેતા એકટિવાની ચાવી લઈને રાજવી સડસડાટ નિકળી ગઈ.

લતાબેનને ખબર હતી આવો જ જવાબ મળશે..
લતાબેનની મોટી દિકરી રાજવી ત્રેવીસ વર્ષની હતી. રાજવી સત્તર વર્ષની હતી ત્યારેજ તેના પિતાનું અવસાન થઈ ગયું હતું. રાજવી થી બે વર્ષ નાની માનસી અને માનસી થી બે વર્ષ નાની શીતલ અને સોળ વર્ષનો દિકરો અંશ એમ ચાર બાળકોને મુકીને પતિ સીધાવી ગયા એ વખતે લતાબેનના માથે આભ તૂટી પડ્યું હતું.

મોટી દિકરી તરીકે રાજવી પર પરિવારની જવાબદારી આવી પડી. સ્ટડી સાથે એણે નાની મોટી જોબ અને ટયૂશન ચાલુ કરી દીધા. પિતાનું પેન્શન આવતું હતું અને લતાબેન પણ ઘરમાં થોડું સિલાઈકામ કરતા એમ ગાડું ગબડી રહ્યું હતું.રાજવી છ વર્ષ થી સખત મહેનત કરતી હતી. ગ્રેજ્યુએટ થયા પછી એને જોબમાં પ્રમોશન મળ્યું હતું હવે એ સારુ કમાતી હતી, પણ આ મોંઘવારીના જમાનામાં પાંચ જણાના પરિવાર માટે એની કમાણી ટૂંકી જ પડતી.

રાજવીના ગયા પછી લતાબેન રસોડાનું બાકી રહેલું કામ પતાવતા વિચારે ચડી ગયા હતા. એ જાણતા હતા રાજવી લગ્ન લાયક થઈ ગઈ છે પણ...એના લગ્ન થઈ જશે પછી પરિવારનું શું? એ વિચારીને લતાબેનને ખૂબ ટેન્શન થઈ જતું. જાણ્યે અજાણ્યે એ રાજવીના લગ્ન ટાળતા હતા. પોતાના આ સ્વાર્થી વર્તાવ પર એ મનોમન ઘણી શરમ અનુભવતા પણ પોતાની જાતને નિ:સહાય અનુભવીને મનોમન એમ આશ્ર્વાસન લેતા કે દિકરો અંશ ભણીગણીને સારુ કમાતો થઈ જાય કે તરત રાજવીના લગ્ન કરી નાખીશ..ઘણી છોકરીઓના મોડા લગ્ન થાય જ છે ને..આમ વિચારીને એ રડી પણ લેતા...

🌺🌺 નમસ્તે વાંચકમિત્રો, આજે હું મારી બીજી ધારાવાહિક ની શરૂઆત કરી રહી છું. મારી પહેલી ધારાવાહિક ' પ્રેમની તરસ ' વાંચી....

   સરલાકાકી ને ટ્રેન માં બેસાડી વીણા ધીરે ધીરે ઘર ભણી ડગ ભરતી હતી.. સરાલકાકી , એ  વીણા ના પિયર માં જૂના પાડોશી. એમની મોટ...
06/12/2024


સરલાકાકી ને ટ્રેન માં બેસાડી વીણા ધીરે ધીરે ઘર ભણી ડગ ભરતી હતી.. સરાલકાકી , એ વીણા ના પિયર માં જૂના પાડોશી. એમની મોટી દીકરી માધવી અને વીણા નાનપણ ના મિત્ર. કેટકેટલી વાતો કરી, જૂના પાડોશીઓ ને ફોન કર્યા, એકબીજા ના હાલચાલ પૂછ્યા. કાકી ની એક વાત થી જાણે કેટકેટલા પ્રશ્ન અને ગડમથલ ની વણઝાર માં વીણા ફસાઈ ગઈ હતી.

"શું તને ભાસ્કર જરાય પસંદ ના હતો?"

આ એક પ્રશ્ન વારંવાર વીણા ના મન માં ઉઠવા લાગ્યો.. સરલા કાકી એ આવો પ્રશ્ન કેમ કર્યો? શું તેમને નિરવ ના વ્યવહાર માં કંઈ ખોટ લાગી કે સ્વભાવ માં? કે રહેણી - કરણી માં કે આવક માં ? એમને ક્યારે એવી ભાળ મળી કે હું અને ભાસ્કર.... એવી તો મારા અને ભાસ્કર વચ્ચે ક્યારેય આંખ ના ઇશારે પણ વાત નથી થઈ.

સરલાકાકી ને ટ્રેન માં બેસાડી વીણા ધીરે ધીરે ઘર ભણી ડગ ભરતી હતી.. સરાલકાકી , એ વીણા ના પિયર માં જૂના પાડોશી. એમની મોટી .....

   જસ્ટિન ને આજે પણ રોજની જેમ મોડું થઈ ગયું હતું. કસ્ટમરને ટાઇમસર છોડીને જસ્ટિન કાર ટ્રાન્સપોર્ટ ઓફિસ પર મૂકવા જઈ રહ્યો ...
06/12/2024


જસ્ટિન ને આજે પણ રોજની જેમ મોડું થઈ ગયું હતું. કસ્ટમરને ટાઇમસર છોડીને જસ્ટિન કાર ટ્રાન્સપોર્ટ ઓફિસ પર મૂકવા જઈ રહ્યો હોય છે. મોડું ઘણું થઈ ગયું હોય છે માટે આજે પણ જસ્ટિન રોજની જેમ જંગલ વાળો શોર્ટ કટ રસ્તો પકડે છે. પૂર જડપે કાર હંકારી જંગલવાળા સૂમસામ રસ્તેથી જઈ રહ્યો હોય છે. જસ્ટિનનું મન આજે દિવસ દરમિયાન બનેલી ઘટનાઓ તરફ એનું ધ્યાન દોરવી રહ્યું હોય છે. કોલેજમાં આજે પણ ફરી વાર પોતાની સાથે થયેલા પ્રેંક વિશે વિચારીને ગુસ્સે થાય છે. કોલેજમાં બધા છોકરા છોકરીઓએ એની હસી ઉડાવે છે. જસ્ટિન કરી પણ શું શકતો હતો કેમ કે પોતે અનાથ છે. ચર્ચમાં રહીને મોટો થયો હતો અને હવે સેન્ટ જેવિયર્સ કોલેજમાં અભ્યાસ કરતો હોય છે. પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે એ પાર્ટ ટાઇમ કેબ ચલાવતો હોય છે.

જસ્ટિન ને આજે પણ રોજની જેમ મોડું થઈ ગયું હતું. કસ્ટમરને ટાઇમસર છોડીને જસ્ટિન કાર ટ્રાન્સપોર્ટ ઓફિસ પર મૂકવા જઈ રહ્...

   " માહિર...... " જોરથી માહિરના નામની બૂમ પાડીને નિશાએ માહિરને રોકવા પ્રયત્ન કર્યો. પણ માહિર હવે કોઈના રોક્યો રોકાય એમ ...
06/12/2024


" માહિર...... " જોરથી માહિરના નામની બૂમ પાડીને નિશાએ માહિરને રોકવા પ્રયત્ન કર્યો. પણ માહિર હવે કોઈના રોક્યો રોકાય એમ ન હતો. બેધ્યાનપણે ચાલતો માહિર અચાનક કોઈની સાથે અથડાયો અને ત્યાં જ રોકાઈ ગયો.

********
આજે માહિર અને નિશા ઘણા દિવસ પછી મળવાના હતા. બંને કોલેજ સમયના પ્રેમીઓ હતા અને ત્યારથી જ બંને એકબીજાની સાથે લગ્ન કરવાનું નક્કી કરેલ હતું. પણ કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષાના પહેલા જ દિવસે માહિરના પિતાનું એક અકસ્માતમાં મૃત્યુ થયું, એના લીધે માહિર છેલ્લા વર્ષની પરીક્ષા એ સમયે ન આપી શક્યો અને એ પછી એને પરીક્ષા આપવાની કોઈ તક પણ ન મળી. કેમ કે, એ પરિવારનો મોટો દીકરો હતો. પિતાના મૃત્યુ પછી બે નાની બહેનોની જવાબદારી માહિરના માથે આવી પડી.

માહિરના પિતા ચંદ્રકાંતભાઈ એક દરજી હતા અને એ પોતાના કામમાં ખૂબ માહેર હતા. એટલે શહેરના ખ્યાતનામ વ્યક્તિઓ પણ એમના ગ્રાહકોમાં સામેલ હતા. ચંદ્રકાંતભાઈએ પોતાના લગ્ન પહેલાથી એ દુકાનની શરૂઆત કરેલી હતી. વધુ ભણેલા ન હોવાને લીધે એમણે પોતાનો પરંપરાગત પારિવારિક વ્યવસાય કરવાની ફરજ પડી હતી. પણ ચંદ્રકાંતભાઈ ઇચ્છતા હતા કે, એમના ત્રણે બાળકો ભણી ગણીને આગળ વધે, એમની જેમ પરંપરાગત વ્યવસાયમાં અટવાયેલા ન રહે. એમાં એમને સૌથી વધુ આશા પોતાના સૌથી મોટા દીકરા માહિર પર જ હતી. માહિર નાનપણથી જ એકદમ શાંત અને હોશિયાર હતો. પણ ચંદ્રકાંતભાઈની ઈચ્છા પૂરી ન થઈ શકી અને એમની જ પાછળ મૂકેલી જવાબદારીઓને લીધે માહિર આગળ અભ્યાસ ન કરી શક્યો. છતાં માહિરને એ વાતનો કોઈ અફસોસ ન હતો અને અફસોસ કરવાનો વિચાર કરવાનો પણ એને ક્યારેય સમય ક્યાં મળ્યો હતો?

" માહિર...... " જોરથી માહિરના નામની બૂમ પાડીને નિશાએ માહિરને રોકવા પ્રયત્ન કર્યો. પણ માહિર હવે કોઈના રોક્યો રોકાય એમ ન હ...

શું તમે ટ્રેન્ડિંગ થીમ્સ અને બેસ્ટ પ્લોટ આઈડિયાઝના આધારે વાર્તા બનાવી વધુ વાચકો સાથે આવક મેળવવા તૈયાર છો?✨ અમારા 5 દિવસન...
06/12/2024

શું તમે ટ્રેન્ડિંગ થીમ્સ અને બેસ્ટ પ્લોટ આઈડિયાઝના આધારે વાર્તા બનાવી વધુ વાચકો સાથે આવક મેળવવા તૈયાર છો?

✨ અમારા 5 દિવસના લાઈવ ટ્રેનિંગ સેશન્સમાં ભાગ લઈને જાણો બેસ્ટ વાર્તાઓના રહસ્યો, વિવિધ ઉદાહરણો અને પ્રતિલિપિમાં તમારા ગ્રોથ માટેના વિકલ્પો! 🚀

→ આ પ્રોગ્રામની સામાન્ય રૂપરેખા જાણો:
🔍 પ્રતિલિપિ તેમના લેખકોને સફળ થવા માટે કેવી રીતે સપોર્ટ કરે છે?
📖 વિવિધ ભાષાઓમાં ટ્રેન્ડિંગ થીમ્સ અને બેસ્ટ પ્લોટ આઈડિયા કયા છે?
✍️ વાચકોને ગમતી લોકપ્રિય થીમ્સનો ઉપયોગ કરીને વાર્તા કેવી રીતે લખવી?
🧩 રસપ્રદ પાત્રો અને સબ-પ્લોટ સાથે બેસ્ટ વાર્તા કેવી રીતે ઘડવી?
🎬 વાર્તાનો આકર્ષક ઓપનિંગ સીન કેવી રીતે વિકસાવવો?
🌟 પ્રથમ 10 ભાગમાં સફળતા મેળવવાનું રહસ્ય શું?
📝 તમારી વાર્તાને શ્રેષ્ઠ અંત કેવી રીતે આપવો?
🖋️ વાચકોને ધારાવાહિક સાથે જોડી રાખવા કેવું લેખન રાખવું?
📜 માર્ગદર્શિકા અને નિયમો જે તમને પ્રતિલિપિમાં મદદ કરશે!

📌 આ ફ્રી પ્રોગ્રામમાં જોડાવા માટે નીચેની લિંક દ્વારા ફોર્મ ભરીને પ્રતિલિપિ વોટ્સએપ કોમ્યુનીટીમાં જોડાવું ફરજિયાત છે:

1️⃣ અહીં રજીસ્ટર કરો: https://forms.gle/xKGE7nub7nfqWtD27
2️⃣ કોમ્યુનિટી જોઈન કરો: https://chat.whatsapp.com/FUeahusIajALJncqdExxzF

📢 નોંધ: આગળની તમામ માહિતી અને અપડેટ ફક્ત આ વોટ્સએપ કોમ્યુનીટીમાં શેર કરવામાં આવશે.

🗓️ 9 ડિસેમ્બર, 2024 થી પ્રતિલિપિ ટીમ 5 દિવસ માટે દરરોજ રાત્રે 8થી 9 વાગ્યા સુધી 1 કલાકના લાઈવ વિડિયો સેશનનું આયોજન કરશે.

🏆 વધુ માહિતી અહીં મેળવો: https://gujarati.pratilipi.com/event/5iuzdg1uui

આ લાઈવ સેશનમાં તમારી સાથે જોડાઈને અમને આનંદ થશે! તમારી સફળતાની ચાવી જલ્દી જ તમારા હાથમાં હશે! 💖

   એક મોટું ઘર છે. આસપાસ  શાંત વાતાવરણ જણાય છે. એક મોટી ઓસરી છે. ઘરના આગળના ભાગમાં ચાર પાંચ સ્ત્રીઓ અંદર અંદર કંઈક વાતો ...
06/12/2024


એક મોટું ઘર છે. આસપાસ શાંત વાતાવરણ જણાય છે. એક મોટી ઓસરી છે. ઘરના આગળના ભાગમાં ચાર પાંચ સ્ત્રીઓ અંદર અંદર કંઈક વાતો કરે છે. લાંબી મોટી ચટાઈ પાથરેલી છે. ઓસરી ના આગળના ભાગમાં એક ઇષ્ટદેવ નું મોટું મંદિર છે..એમાં અખંડ દીવો બળતો હોય છે અને ધૂપ ચાલુ છે.....

પંડિતજી આવે છે અને ઇષ્ટદેવને હાથ જોડી સાષ્ટાંગ પ્રણામ કરીને શાંત ચિત્તે પોતાની ગાદી પર બેસે છે. એ કંઈક શ્લોક મનમાં ગણગણે છે અને બધી સ્ત્રીઓ એમને જુએ છે.

લાઈનમાં પડેલી બધી કુંડલીઓમાંથી એ પહેલી કુંડલી ઉઠાવે છે.

એક સ્ત્રી આગળ આવે અને બોલે છે

"મહારાજ, મારી દીકરી ની કુંડલી છે. 40 વર્ષ થયા છે. બધા પ્રયત્નો કરી જોયા છતાં એનું ક્યાંય ગોઠવાતું નથી"

પંડિતજી આંખ જીણી કરી અને બિલોરી કાચ લઈને કુંડલી ના બધા ખાનાઓ જોવે છે અને કંઈક આંગળા ના વેઢાએ ગણતરીઓ માંડવા માંડે છે.

" લગ્નન ના બે ત્રણ યોગ જતા રહ્યા હોય એવું લાગે છે. કુંડલીમાં મંગળ છે. મોડા લગ્ન થવાના ચાન્સ હતા, પણ એ પણ યોગ જતો રહ્યો છે."

" મહારાજ કાંઈક ઉપાય બતાવો. દીકરીની જાત છે.....ક્યાં સુધી ઘરે બેસાડી રાખશું? "

" મને કુંડલીનો ઊંડાણમાં અભ્યાસ કરવો પડશે. નવમાંસ્ કુંડલી જોવી પડશે....જે લગ્નન નું ભવિષ્ય બતાવી શકે....આવી રીતે હું ભવિષ્યવાણી ના કરી શકું...."

" મહારાજ તમે કુંડલી રાખો. તમે કહો ત્યારે હું પાછી આવીશ....તમે કંઈક ઉપાય બતાવો. મા-બાપ તરીકે અમે હવે મૂંઝાઈ ગયા છે. "

એક મોટું ઘર છે. આસપાસ શાંત વાતાવરણ જણાય છે. એક મોટી ઓસરી છે. ઘરના આગળના ભાગમાં ચાર પાંચ સ્ત્રીઓ અંદર અંદર કંઈક વાતો ક....

   "ક્યારેક ક્યારેક જીવન આપણને એવો બોધપાઠ આપી જાય છે જેની નોંધ લઇને આપણે બસ આગળ વધતા રહેવાનું હોય છે.""તો શું જીવન આવું ...
06/12/2024


"ક્યારેક ક્યારેક જીવન આપણને એવો બોધપાઠ આપી જાય છે જેની નોંધ લઇને આપણે બસ આગળ વધતા રહેવાનું હોય છે."

"તો શું જીવન આવું જ હૉય છે?"

"હા જીવન આવું જ હૉય છે, ભૂલો કરી હોય એનો સહજ રીતે સ્વિકાર કરો અને મળેલા બોધપાઠને યાદ રાખી સકારાત્મક આગળ વધતા રહો."

"તો શું હું તમારી નજરમાં એક સકારાત્મક જીવન જીવી રહી છું ડૉક્ટર?"

એનો સવાલ સાંભળીને ડૉક્ટરનાં ચહેરા ઉપર હાસ્ય પાથરી ગયું.

૧૮૦ સેમી હાઇટ, સાથે એકદમ એટ્રિકટિવ લંબગોળ ચહેરો ધરાવતો એ યુવાન ડોકટરે પોતાના ફ્રેમલેશ ચશ્માં કાઢીને પોતાના ટેબલ ઉપર મૂક્યા અને એ ઊભો થઇ અને એની પાસે આવી પહોચ્યો.

ઉભડક પગે એની સામે બેસવાની ઇચ્છા તો થઇ આવી એને પણ તેને યાદ આવ્યુ અત્યારે એ ડૉક્ટર છે અને સામે બેઠેલ ખૂબસૂરત યુવતી એની દર્દી!

તેણે એની પાસે પડેલી ખુરશી ઉપર બેઠક લીધી.

તેનાં હાથને પોતાના હાથમાં લિધો અને તેણીની આંખોમાં આંખો પરોવીને કહ્યું,"વિચારી જો, તું કેવું જીવન જીવી છો અત્યાર સુધી."

સામે બેઠેલી યુવતી એની આંખોમાં જોઈ રહી અને એના શબ્દોની ધારી અસર એના માનસપટ ઊપર છવાઇ ગઇ.

એ પોતાના ભૂતકાળમાં સરી પડી...

લગભગ એ નવ વર્ષની હતી જ્યારે ભારતથી તેઓ આ દેશમાં આવી પહોંચ્યાં હતાં.

એના પપ્પાને એમની કંપની તરફથી પ્રમોશન મળ્યું ત્યારે કોઈ એક દેશ ઉપર ચુનાવ કરવાનો હતો આગળ કામ કરવા માટે અને એનાં પપ્પાએ જાપાન પસંદ કર્યું.

એરપોર્ટ ઉપર ઉતરતા આજુબાજુ સાવ ચૂંચી આંખો અને ચિબા નાકવાળા લોકોને ફરતા જોઈ એ ડરી ગઇ હતી. એરપોર્ટ ઉપર બધા જ ગોરીયા દેખાઇ રહ્યાં હતાં.

એણે કસીને પોતાના પપ્પાનો હાથ પકડ્યો. એ આશા સાથે કે એનાં પપ્પા એને તેડી લેશે.

આમ પણ ઉંમર કરતા એ સાવ નાનકડી અને નાજુક નમણી દેખાતી હતી.

એના પપ્પા હસ્યા અને એનો ડર સમજી જતા એમણે એને તેડી લીધી અને એનાં કપાળ ઉપર ચુંબન કર્યું.

"પપ્પા તમે જાપાન કેમ પસંદ કર્યું કામ કરવા માટે?" એમનાં હાથની હૂંફ મળતાં એણે તરત જ સવાલ કર્યો.

"દિકરા તું જાણે છે આ પ્રજા કામ કેટલી ખંત સાથે કરે છે?"

"પપ્પા ખંત ઍટલે?"એમની વાત સાંભળીને એનું બાળ માનસ સહેજ કુતૂહલ થતા પૂછી બેઠું.

જાપાન: ઊગતા સૂર્યનો દેશ શહેર: ઓસાકા મનોચિકિત્સ્ય રુગણાલય : "ક્યારેક ક્યારેક જીવન આપણને એવો બોધપાઠ આપી જાય છે જેની ન....

   દુલારી બી એસ સી કરી લીધું. કોલેજ માં મિત્ર હોય અને બધા ની કાળજી રાખવી એની ટેવ હતી એના મન માં કોઈ બીજો ભાવ ના હોય પણ જ...
06/12/2024


દુલારી બી એસ સી કરી લીધું. કોલેજ માં મિત્ર હોય અને બધા ની કાળજી રાખવી એની ટેવ હતી એના મન માં કોઈ બીજો ભાવ ના હોય પણ જ્યારે કોઈ છોકરી છોકરા ને કઈ સારું કહે તો છોકરા પ્રેમ વિચારે પણ બધા એવાં નથી હોતા. એકવાર પરીક્ષા હતી અને દુલારી એની સાથે ભણતા છોકરા ને પણ એ એક વર્ષ આગળ હતો એને કહ્યું કે તુ સરસ વાચજે એને મન માં એમ થઈ ગયું કે આજ સુધી કોઈ મિત્ર એ મારું આવું ધ્યાન નથી રાખ્યું માટે એને એવું લાગ્યું કે દુલારી ને એના પ્રત્યે પ્રેમ હશે. આથી એ રીત થી વર્તન કરવાં લાગ્યો. પછી દુલારી એ પણ એની સાથે વાત કરવાનું બંધ કર્યું. દુલારી એક સારા પરિવાર માં રહેતી હતી છતાં કયારેક એને એકલતા લાગતી આથી તેણે પોતાના વિશે થોડું લખવાનું ચાલુ કર્યું થોડી ગઝલ અને જ્યારે કંઈ ના ગમતું થાય ત્યારે કોઈને કેવાને બદલે એ લખી નાખતી આમ ધીમે ધીમે એમ એ નું એક વર્ષ પણ પુરું થયુ. ત્યારે એમ એસી મા પણ એક છોકરો જે દુલારી ની સાથે મિત્રતા કરવાનું વિચાર્યું એટલે દુલારી એ ના પાડી દીધી, ત્યારે એ છોકરા એ કહ્યું કે મારી ઘણી છોકરીઓ મિત્ર છે જેની સાથે ઘર જેવા સંબંધ છે તેઓના માતા પિતા પણ મારાં પર વિશ્વાસ કરે છે એવું મારું વ્યક્તિત્વ છે માટે એવુ કઈ હુ નથી વિચારતો તુ મિત્રતા રાખ પણ હું જાણતી હતી કે મારે આ નથી કરવાનું એમ વિચારી દુલારી એની સાથે વાત ચીત કરે પણ ઘરે આવવું નહિ એમ કહેલું એમ એ ની પરીક્ષા હતી છેલ્લું પેપર હતું ત્યારે એ છોકરા એ વાત કરી મે તને કહ્યું હતું કે મારે ઘણી મિત્ર છે હું માત્ર મિત્રતા રાખું છું પણ તારા માં હું હારી ગયો હુ મિત્ર થી આગળ સબંધ વધારવા ઇચ્છુ છું એટલે દુલારી એ ના પાડી.

નમસ્કાર વાચક મિત્રો હુ એક પતિ પત્નીની ધારાવાહિક લખવા જઈ રહી છું જેના પાત્ર, સ્થળ એ કાલ્પનિક છે. દિકરી ઘરમાં બધાને વ....

   આજ ની રાત રોજ કરતા થોડી અલગ હતી,અત્યારે ઘડિયાલ માં નવ વાગ્યાં હતા પણ પાર્ટી માં ઘણા બધા પેગ પીવા થી માહી ની હાલત ખરાબ...
06/12/2024


આજ ની રાત રોજ કરતા થોડી અલગ હતી,
અત્યારે ઘડિયાલ માં નવ વાગ્યાં હતા પણ પાર્ટી માં ઘણા બધા પેગ પીવા થી માહી ની હાલત ખરાબ થઇ ગઈ હતી.
તેનો મંગેતર પાર્ટી માંથી તેને પોતાની ઘરે લઇ આવ્યો હતો.
ઘરે આવતા ની સાથે જ માહી તુરંત જ સુઈ ગઈ હતી.
......
થોડી વાર પછી જયારે માહી ઉઠી ત્યારે તેને પોતાનું માથું થોડું ભારે લાગતું હતું.
ખુબજ મુશ્કેલી થી તે પોતાની આંખો ખોલી રહી હતી.
રૂમ માં લાઈટ પણ સાવ ના બરાબર હતી, એટલે તેને લાગ્યું કે રૂમ માં કોઈ નથી.
પણ જયારે માહી એ ઉભી થઇ ને જોયું તો કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રી ને ખુબજ આવેશ માં કિસ કરી રહ્યો હતો.
માહી એ થોડા વધુ આગળ આવી ને લાઈટ માં જોવાનો પ્રયાસ કર્યો તો તેના ગુસ્સા નો પર ના રહ્યો..........
યુવીકા તું હવે અહીંથી જા...
માહી ગમે ત્યારે ઉઠશે...
તે વ્યક્તિ તે સ્ત્રી ને પોતાના થી દૂર કરતા બોલ્યો...
શું?
તું એ વાત થી ડરે છે કે ક્યાંક તારી મંગેતર ઉઠી ના જાય?
કાલે તારા લગ્ન થવાના છે અને હું માત્ર તારી પાસે આજ ની રાત માંગુ છું..
શું તું મારાં માટે આટલુ પણ નથી કરી શકતો?
યુવીકા એ ગુસ્સા માં કહ્યું...

બેબી તું સાચે માં મારાં માટે કોઈ પ્રોબ્લેમ ઉભી કરી દઈશ...
તે વ્યક્તિ બોલ્યો...
ઓકે ચાલ આપડે બીજા રૂમ માં જઈએ.
એ વ્યક્તિ એ વાસના ભરેલા સ્મિત સાથે કહ્યું...
ના...
મારે બીજા રૂમ માં નથી જવું...
અહીંયા...
આજ રૂમ માં...
અને તે પણ તેની જ સામે...
એટલું કહીને તેને તે વ્યક્તિ ના શર્ટ ના બટન ખોલવા નું શરુ કરી દીધું.

આજ ની રાત રોજ કરતા થોડી અલગ હતી, અત્યારે ઘડિયાલ માં નવ વાગ્યાં હતા પણ પાર્ટી માં ઘણા બધા પેગ પીવા થી માહી ની હાલત ખરા....

   "મમ્મી મારા નાસ્તા નો ડબ્બો તે ભર્યો. જો મારી રીક્ષા આવી ગઈ છે. આજે પણ હું લેટ થઈશ તો રિક્ષાવાળા ભાઈ મારી રાહ નહીં જો...
06/12/2024


"મમ્મી મારા નાસ્તા નો ડબ્બો તે ભર્યો. જો મારી રીક્ષા આવી ગઈ છે. આજે પણ હું લેટ થઈશ તો રિક્ષાવાળા ભાઈ મારી રાહ નહીં જોવે. તને મેં કાલે જ કહ્યું હતું કે મારે સવારે ઈડલી લઈ જવાની છે. તે હજુ સુધી બનાવી નથી. તારા પૂજાપાઠ તો ક્યારેય પૂરા થતા જ નથી. તને પણ ઓફિસે જવાનું મોડું નથી થતું. આજે પણ મારે નાસ્તામાં કાંઈ નથી લઈ જાવું . હું બહારથી જ કંઈક લઈને ખાઈ લઈશ". વૈદહી પ્રતિભા બહેન ઉપર ગુસ્સે થતાં પોતાનું બેગ લઈ રિક્ષામાં બેસી ગઈ....

"ઓ રિક્ષાવાળા ભાઈ! પાંચ મિનિટ ઉભા રહો! ડાઇનિંગ ટેબલ ઉપર તારી ઈડલી તૈયાર જ કરીને મેં મૂકી છે, પણ તને જોવાનો સમય નથી રહેતો. એમાં હું શું કરું રોજનું તારું આ થયું છે .તારે મોડું ઉઠવાનું હોય અને પોતાનું કામ જાતે કરતા તને બહુ જ હાલ આવે છે. સવાર સવારમાં મારે રોજ તારી સાથે આ ભેજા મારી કરવાની. હવે તું મોટી થઈ છે. કાલે સવારે તું કોલેજમાં આવીશ હજુ પણ બાળક જેવું વર્તન કરે છે. થોડું પોતાના વર્તનમાં ફેરફાર લાવ." પ્રતિભાબેન પણ સામે ગુસ્સે થતા બોલ્યા.....

વૈદહી 12 સાયન્સમાં હતી પ્રતિભાબેન પણ કોલેજના પ્રોફેસર હતા. બંને માં દીકરી નો સમય એક જ હતો પણ પ્રતિભાબેન કોલેજે હંમેશા મોડા જ હતા. વૈદહી જ્યારે ઘરમાંથી જતી રહે પછી જ તે પોતાની કોલેજ જતા હતા. વૈદ્હી ઘરે આવી જાય પછી જ તે કોલેજેથી ઘરે આવતા હતા? બંને માં દીકરી ના સમય અનુકૂળતા રહેતી નહીં અને એકબીજા સાથે નાનું મોટું ઘર્ષણ થયા કરતો હતું....

વૈદ્હી જેમ જેમ મોટી થતી હતી તેમ તેમ તેના શરીરમાં ફેરફાર થતા હતા અને આ શરીર વિજ્ઞાન તેને જાણવામાં ખૂબ જ રસ રહેતો હતો. નાના મોટા ફેરફારો તો તે પોતાની જાતે જ જોતી હતી. તેના નાના નાના સ્તન મોટા થઈ રહ્યા હતા. તે પિરિયડ્સમાં આવતી હતી એટલે તેના લાગણીના ભાવો પણ ફરતા હતા. તેને હવે દરેક છોકરામાં એક હીરો દેખાતો હતો અને એ પણ તેની હિરોઈન હોય એ રીતે વર્તન કરતી હતી..

ઘણા સમયથી મારા મગજમાં એક વાત છંછેડાતી હતી. સમાજની અંદર રેપ નાની મોટી બાળાઓ ઉપર થતો રહે છે . એક એવો એરીયા કે જેને હંમે....

   "સમર....અમદાવાદ નો જાણીતો અને એક સફર બિઝનેસ મેન ". એક એવી વ્યક્તિ કે જેને માત્ર 3 જ વર્ષમાં પોતાનું આગવું સ્થાન ઊભું ...
06/12/2024


"સમર....અમદાવાદ નો જાણીતો અને એક સફર બિઝનેસ મેન ". એક એવી વ્યક્તિ કે જેને માત્ર 3 જ વર્ષમાં પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું છે.જેના માટે એનું કામ જ બધું છે.સમર ને એના કામ મા બધું જ પરફેક્ટ જોઈ,જો કોઈ વ્યક્તિ થી ભૂલ થી પણ ભૂલ થાઈ તો એ એના કામ નો છેલ્લો દિવસ.સમર બે જ વાત માટે પ્રખ્યાત છે, એક એના કામ અને બીજો એનો ગુસ્સો.જ્યારે એ ગુસ્સા માં હોય ત્યારે કોઈ નું ના સાંભળે.આ જ કારણે બધા કર્મચારીઓ તેના થી બની શકે તેટલા દૂર જ રહે.

સમર માટે દુનિયા માં બે જ વસ્તુ મહત્વની છે એક એનું કામ જેના લીધે તે આટલો પ્રખ્યાત બન્યો અને એક એની મા જે એના માટે બધું જ છે. સમર ની જિંદગી મા એનું પોતાનું કહી શકાય એવી ખાલી એક જ વ્યક્તિ છે એ છે એની મા.એના પિતા તો એ માત્ર 10 વર્ષ નો હતો ત્યારે જ એને અને એની મા ને મૂકી ને એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા તો હવે સમર માટે જે છે એ બધું એની મા એટલે કે સવિતા બેન જ છે.

સમર માટે જીવવા નું એક જ કારણ છે એ છે એની મા સવિતા બેન.સમર ખુદ માટે ક્યારેય જીવ્યો જ નથી કે નથી એની પાસે ખુદ માટે સમય.

કહેવાય છે ને કે,ક્યારેક જિંદગી એટલા દુઃખ દીયે છે કે માણસ ખુદ માટે જીવવા નું છોડી દીયે છે.આવું જ કંઈક સમર સાથે પણ બન્યું છે જેના લીધે સમર એ જીવવા નું જ છોડી દીધું છે,એ માત્ર મશીન બની કામ જ કર્યા કરે છે.. સમર ના આવા વર્તન અને દુઃખ ની ખાલી એક જ સાક્ષી છે સવિતા બેન.સવિતા બેન બધું જાણતા હોવા છતાં પોતાના દીકરા માટે કંઈક જ નથી કરી શકતા એ માત્ર સવાર સાંજ બસ એક જ દુઆ માંગે છે કે "એના સમર ની જિંદગી મા કોઈ એવું આવે જે એની જિંદગી ખુશી થી ભરી દીયે."

કહેવાય છે ને કે,મા ની દુઆ અને બદદુઆ ખાલી નથી જતી,એટલે જ થોડા સમય થી સવિતા બેન ને એક એવો અહેસાસ થાય છે કે,એના સમર ની જિંદગી મા પણ ખુશીઓ આવા ની છે.અને પોતાના દીકરા ની ખુશી અને એના દુઃખ ની આવવા ની જાણ હમેશા એક મા ને પહેલા જ થતી હોય છે.

આવો જ કંઈક અહેસાસ સવિતા બેન ને થાય છે.સવિતા બેન હમેશા સમર ને સમજાવે છે કે એ થોડો સમય પોતાના માટે પણ કાઢે.અને પોતાના મિત્રો સાથે સમય પસાર કરે પણ સમર ક્યારેય આ વાત માં એની મા સવિતા બેન નો સાથ નથી આપતો. આમ પણ એને મિત્રો કહી શકાય એવી એક જ વ્યક્તિ છે "એનો મિત્ર અને બિઝનેસ પાર્ટનર પાર્થ".

"નફરત સે બની એક કહાની પ્યાર કી" પ્રિય વાચક મિત્રો, આજે હું તમારી સામે મારી પહેલી નોવેલ રજૂ કરી રહી છું. આ મારી પહેલી શ.....

   મુંબઈ નું ઇન્ટરનેશનલ એરપોર્ટ હંમેશા ની જેમ યાત્રીઓ થી ખચાખચ ભરેલું હતું. તેમાં બેગેજ ડિપાર્ટમેન્ટ આગળ એક છોકરી ઉંમર લ...
06/12/2024


મુંબઈ નું ઇન્ટરનેશનલ એરપોર્ટ હંમેશા ની જેમ યાત્રીઓ થી ખચાખચ ભરેલું હતું. તેમાં બેગેજ ડિપાર્ટમેન્ટ આગળ એક છોકરી ઉંમર લગભગ વીસ વર્ષ ની આસપાસ, ગોરો વાન, સુંદર દેખાવ, ગોળ આકર્ષક ચહેરો, તીખા નેણ નકશ, ભૂરી આંખો, ગુલાબી હોઠ, ખભા સુધી કપાયેલા કથ્થાઈ વાળ જેને તેણે ખુલ્લા છોડેલા હતા. કાળા રંગ નું ટી શર્ટ, કાળી જિન્સ અને તેની સાથે ઓવર સાઇઝ કોટ જે તેણે હાથ માં સ્ટાઈલ માં પકડેલો હતો. તેણે પગ માં વ્હાઇટ રંગ ના સનીકર પહેરેલા હતા. અને સાથે હાથ માં કાળા રંગ ની બ્રાન્ડેડ ન્યુ ફીચર ની ઘડિયાળ પહેરેલી હતી જેમાં તે વારે ઘડીએ ટાઇમ જોઈ રહી હતી. ત્યારે જ તેની ઘડિયાળ માં કોલિંગ શો થયું. અને તેના ફોન ની રીંગ વાગી. તેણે ફોન કોટ ના ખિસ્સા માંથી કાઢ્યો તો "મોમ" નામ શો થઈ રહ્યું હતું. તેણે બે પળ કઈક સોચ્યું અને ફોન ઉઠાવી લીધો. પણ, તે કંઇપણ બોલી નહિ. ત્યારે સામે થી અવાજ આવ્યો," ક્યાં છે? ફ્લાઇટ તો લેન્ડ થઈ ગઈ હશે ને? શું ભાઈ મળ્યો? તમે લોકો નીકળી ગયા?"
પેલી છોકરીએ ધીમે થી કહ્યું," મોમ! હું હમણાં લગેજ કાઉન્ટર પર છું. શિવન્યા ના લગેજ સાથે કોઈ પ્રોબ્લેમ થઈ છે એટલે તે તેનું લગેજ લઈને આવે એટલે બહાર નીકળીશ. પછી જ ભાઈ ને જોઇશ."
તેની મોમ એ કહ્યું," ઓહ ઓકે! તો જલ્દી આવ....તારી વાર જોવાય છે."
છોકરીએ કહ્યું," કોણ જોવે છે? તમે ને ભાઈ, ભાભી?....એમાં ભાઈ તો લેવા આવી ગયો. અને ઓફ્કોર્સ ભાભી સાથે જ હશે. એન્ડ તમે તો ઓલરેડી મને બહુ વાર કૉલ કરીને પૂછી લીધું. બીજા કોણ રહ્યું?"
તેની મોમ એ થોડા હિચકિચાઈ ને કહ્યું," કેમ આમ કહે છે? તારા ડેડ!"
તે આગળ કઈ કહેતા તે પહેલાં જ પેલી છોકરીએ કહ્યું," ઓહ પ્લીઝ મોમ! હમણાં નઈ! ઘરે આવીશ જ! બાય!" તેણે આટલું કહી આગળ કંઇપણ સાંભળ્યા કે બોલ્યા વગર જ ફોન મૂકી દીધો.
તેણે ફોન મૂકી આજુબાજુ જોયુ અને કહ્યું," શિવન્યા! વેર આર યુ?" તેણે ફરી થી ફોન ઓન કર્યો અને શિવુ નામ શોધી ને કૉલ લગાવી દીધો. હજી તો એક રીંગ ગઈ હશે ને પાછળ થી કોઇક એ તે છોકરીના ખભે થપથપાવી કહ્યું," હે નમસ્વી! આ રહી યાર!"
નમસ્વી એ અવાજ સાંભળી કૉલ કટ કરીને તરત પાછળ ફરીને જોયું. તેની સામે તેની જ ઉંમર ની એક છોકરી ઊભી હતી. તે પણ દેખાવ માં ખૂબ જ સુંદર લાગતી હતી. ઉજળો વાન, કાળી આંખો, મધ્યમ કદ અને લંબાઈ, લાલ અને કાળા રંગ ના મિશ્રિત વાળ જેણે તેણે પોની માં બાંધ્યા હતા. તેણે કાળા અને સફેદ રંગ ના ઓવર સાઇઝ પેન્ટ ટીશર્ટ પહેર્યા હતા અને પગ માં નોર્મલ પણ મોંઘા ફ્લેટ ચપ્પલ પહેર્યા હતા.
તેના ચેહરા પર હમણાં ગુસ્સાના ભાવ હતા.

આ કહાની પૂર્ણ રૂપે કાલ્પનિક કહાની છે. અને આ કહાની એક સ્પર્ધા ના અંતર્ગત લખાઈ રહી છે.....આઈ હોપ કે તમને આ કહાની ગમશે. સ્ટ...

"જ્યારે આપણે બીજાને નવી ઉંચાઈએ પહોંચવામાં મદદ કરીએ ત્યારે આપણો ગ્રોથ પણ આપોઆપ થાય છે!" 🌱✨શું તમે ક્યારેય વિચાર્યું છે કે...
05/12/2024

"જ્યારે આપણે બીજાને નવી ઉંચાઈએ પહોંચવામાં મદદ કરીએ ત્યારે આપણો ગ્રોથ પણ આપોઆપ થાય છે!" 🌱✨

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે તમારા સાથી લેખકમિત્રોને કેવી રીતે આગળ વધવામાં મદદ કરી શકો? 🤔

જો તમારા કોઈ મિત્ર તમારી પ્રેરણાથી લેખનની સફર શરૂ કરે અથવા એમનો ગ્રોથ તમારા કારણે થાય તો તમને કેવો ગર્વ થાય, નહીં? 🥰

જો પ્રતિલિપિના વિવિધ પ્રોગ્રામ અને સ્પર્ધાઓ થકી તમને પ્રેરણા મળી હોય અથવા તમને આગળ વધવામાં મદદ મળી હોય, તો હવે સમય છે આ સુવર્ણ તકને અન્ય લોકો સાથે શેર કરવાનો! ચાલો આપણે સાથે મળીને એ ખાતરી કરીએ કે દરેક વાર્તાકાર પ્રતિલિપિ ક્રિએટર્સ પ્રોગ્રામ વિશે જાણે અને તમારી સાથે શીખવાની, આગળ વધવાની અને સફળ થવાની તક મેળવે! 🚀

આ માટે આ રીતે તમે અમારી મદદ કરી શકો છો:

👉 નીચેની લિંકનો ઉપયોગ કરીને પ્રતિલિપિ ક્રિએટર્સ પ્રોગ્રામ વિશે પ્રતિલિપિમાં એક પોસ્ટ શેર કરો. 🖋️
👉 તમારા સાથી લેખકમિત્રો અને વાચકોને આમંત્રિત કરો જેઓ તેમની લેખન યાત્રા શરૂ કરવા માંગે છે. 🌟
👉 તમારો અનુભવ શેર કરીને તેમને આ પ્રોગ્રામમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરો! 💬

🔗 પ્રોગ્રામની લિંક: https://gujarati.pratilipi.com/event/5iuzdg1uui

ચાલો સાથે મળીને આપણા લેખકોની એક મજબૂત કોમ્યુનિટી બનાવીએ! 🌍💖

તમારો આ સપોર્ટ કોઈને તેમના લેખનના સ્વપ્ન તરફ પહેલું પગલું ભરવા માટે પ્રેરણા આપી શકે છે. 🖋️✨

કૃપા કરી આજે તમારી પોસ્ટ શેર કરો અને યાદ રાખશો કે આ લાઈવ સેશનમાં અમે તમારી પણ રાહ જોઈશું! 🎉

તમારી સફળતાની ચાવી જલ્દી જ તમારા હાથમાં હશે! 💖

Address

Nasadiya Technologies Private Limited, Sona Towers, 4th Floor, No. 2, 26, 27 And 3, Krishna Nagar Industrial Area, Hosur Main Road
Bangalore
560029

Alerts

Be the first to know and let us send you an email when Pratilipi Gujarati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Pratilipi Gujarati:

Videos

Share

The largest Indian language storytelling platform

પ્રિય લેખકો અને વાચકો,

પ્રતિલિપિ ગુજરાતીમાં આપનું સ્વાગત છે.

પ્રતિલિપિ ભારતનું સૌથી મોટું ભારતીય ભાષામાં લેખન અને વાંચનનું પ્લેટફોર્મ છે. આપ પ્રતિલિપિ એન્ડ્રોઈડ એપ્લિકેશન અને વેબસાઈટમાં આપની રચનાઓ લખી અને પ્રકાશિત કરી શકો છો, તે પણ તદ્દન નિ:શુલ્ક! તે જ રીતે આપ ૧૨ભારતીય ભાષામાં વાર્તાઓ વાંચી શકો છો.

પ્રતિલિપિની મૂળ એપ્લિકેશન - વાંચન અને લેખન - ૧૨ ભાષાઓમાં ૩,૦૦,૦૦૦થી વધુ લેખકો અને ૨,૫૦,૦૦,૦૦૦થી વધુ માસિક સક્રિય વાચકોનું ઘર છે. હાલ પ્રતિલિપિ હિન્દી, ગુજરાતી, મરાઠી, બંગાળી, અંગ્રેજી, તમિલ, તેલુગુ, કન્નડ,મલ્યાલમ, પંજાબી, ઉર્દુ અને ઓડિઆમાં વાંચન અને લેખન માટે ઉપલબ્ધ છે. અમે ટૂંક સમયમાં જ અન્ય ભારતીય ભાષાનો પણ સમાવેશ કરીશું.