Kem Chho-BAGASARA

Kem Chho-BAGASARA Our team main purpose is to provide our area's all positive news and useful information every day.

29/04/2023

અમરેલી જીલ્લામાં ખેલે ગુજરાત સમર કોચિંગ કેમ્પ યોજાશે.        આથી તમામ ખેલાડીઓ/વિદ્યાર્થીઓને જણાવવાનું કે ખેલ મહાકુંભ અંડ...
27/04/2023

અમરેલી જીલ્લામાં ખેલે ગુજરાત સમર કોચિંગ કેમ્પ યોજાશે.
આથી તમામ ખેલાડીઓ/વિદ્યાર્થીઓને જણાવવાનું કે ખેલ મહાકુંભ અંડર ૧૧ ,૧૪ અને ૧૭ વય જૂથમાં તાલુકા,જિલ્લા અને રાજ્ય કક્ષાએ પ્રથમ,દ્વિતીય,તૃતીય ક્રમે વિજેતા થયેલા ખેલાડીઓ તેમજ અન્ય પ્રતિભાશાળી ખેલાડીઓ માટે માટે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા દરેક જિલ્લામાં તાલુકા અને જિલ્લા કક્ષાએ સમર કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં અમરેલી જિલ્લામાં જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા જિલ્લા કક્ષા સમર કોચિંગ કેમ્પ નીચે મુજબ સ્થળ પર આયોજન કરવામાં આવનાર છે.

કેમ્પનું સ્થળ:સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ચિતલ રોડ ગોળ હોસ્પિટલ પાસે,અમરેલી.

તારીખ=૦૧/૦૫/૨૦૨૩ થી ૧૦/૦૫/૨૦૨૩ સુધી કરવામાં આવશે.
જે ખેલાડીઓ/વિદ્યાર્થીઓ ભાગ લેવા માંગતા હોય તે તા.૩૦/૦૪/૨૦૨૩ સુધીમાં નીચે આપેલ નંબર પર સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા સુધીમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લેવું.
મોબાઈલ નંબર:-૮૪૮૮૮૦૭૪૮૮/૦૨૭૯૨ ૨૨૧૯૬૧
નોંધ= સમર કોચિંગ કેમ્પમાં મર્યાદીત ખેલાડીઓ/વિદ્યાર્થીઓ લેવાના હોવાથી ખેલ મહાકુંભ-૨૦૨૨માં ભાગ લીધેલ ખેલાડીઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.

ખેલાડીઓને મળવાપાત્ર લાભ.
(૧) સમર કોચિંગ કેમ્પનું પ્રમાણ પત્ર.
(૨) સ્પોર્ટ્સ કીટ (ટીશર્ટ, કેપ).
(૩) સવારનો નાસ્તો.
(૪) પ્રવાસ ખર્ચ એક દિવસના ૫૦ લેખે ૧૦ દિવસના ૫૦૦ રૂપિયા ખેલાડીઓના ખાતામાં જમા કરવામાં આવશે.
(૫) કોચ દ્વારા તાલીમ.

ભાવનગર હરિદ્વાર ભાવનગર સાપ્તાહિક ટ્રેનનો શુભારંભ...
27/04/2023

ભાવનગર હરિદ્વાર ભાવનગર સાપ્તાહિક ટ્રેનનો શુભારંભ...

બગસરાના તથા આસપાસના તાલુકાના સર્વે સમાજનાં બાળકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તથા વાલીઓને મૂંઝવતા મોટાભાગના પ્રશ્નોનું નિર...
25/04/2023

બગસરાના તથા આસપાસના તાલુકાના સર્વે સમાજનાં બાળકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તથા વાલીઓને મૂંઝવતા મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ મેળવવા ઉપર આપેલ લિંક પરથી અથવા બારકોડ સ્કેન કરી રજીસ્ટ્રેશન કરાવીને અવશ્ય પધારો...

https://forms.gle/9LJwsCo7rEApcBZ16

19/04/2023

તારીખ 20.04.2023 ગુરુવારના રોજ બગસરા સબ ડિવિઝન ના ભૂતનાથ સિટી ફીડરનો નવા કનેક્શનની કામગીરી હોવાથી સવારે 8.00 થી 10.00 વાગ્યા સુધી પાવર સપ્લાય બંધ રહેશે.
કામગીરી પૂર્ણ થતાં કોઈપણ જાણ વગર પાવર ચાલુ કરવામાં આવશે...
PGVCL -BAGASARA

19/04/2023

*જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા “ગીર સાવજ” મગફળી અને સોયાબીન (સર્ટીફાઈડ/ ટ્રુથફુલ) બિયારણના વેચાણની ઓનલાઈન નોંધણી બાબત*
(તા.૧૫-૦૪-૨૦૨૩ થી તા.૨૪-૦૪-૨૦૨૩)

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગામી ખરીફ-૨૦૨૩ ઋતુમાંવાવેતર માટે મગફળીની GJG-22 અને GJG-32 ના સર્ટીફાઇડ/ ટ્રુથફૂલ તથા સોયાબીનની GJS-3 જાતનું ટ્રુથફુલ બિયારણના વેચાણ માટેની ઓનલાઈન નોંધણી માટેની અરજી જૂ.કૃ.યુ.ની વેબસાઈટ www.jau.in ઉપર તા.૧૫-૦૪-૨૦૨૩ થી તા.૨૪-૦૪-૨૦૨૩ સુધી કરવાની રહેશે. ખેડૂત મિત્રોએ બંને પાકમાંથી કોઈ પણ એક પાકનું એક જાતનું બિયારણ મેળવવા માટે અરજી કરવી એટલે કે જે ખેડૂતમિત્રએ જે પાક અને જાત માટે અરજી કરી હશે તેજ પાક અને જાતનું બિયારણ મળવાપાત્ર થશે. ખેડૂતમિત્રોની જેમની અરજી મંજુર થશે તેઓને અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઇલ નંબર ઉપર બિયારણના વેચાણ/વિતરણ અંગેની SMS થી જાણ કરવામાં આવશે. બિયારણ બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય,જૂ.કૃ.યુ., જૂનાગઢ (મેગાસીડ)ના સીડ હબ ગોડાઉન (યુનિવર્સીટી ગેટ નંબર-3) ખાતે લેવા આવવું પડશે. ખેડૂત મિત્રોએ કરેલ અરજીના અનુસંધાનમાં તેમણે પસંદ કરેલ મગફળી અથવા સોયાબીનની જાતનું બિયારણ તે જાતનો જથ્થો ઉપલબ્ધ હશે ત્યાં સુધી અરજી દીઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં મગફળીમાં ૧૦ બેગ (300 કિ.ગ્રા. ડોડવા), અને સોયાબીનમાં ૫ બેગ (૧૨૫ કિ.ગ્રા) સુધી મળવાપાત્ર થશે. વધુ માહિતી માટે ઓનલાઈન અરજી કરવા માંગતા ખેડૂતભાઈઓએ જૂ.કૃ.યુ.ની વેબસાઈટ www.jau.in પર જઈ બિયારણ મેળવવા માટેની ઓનલાઈન નોંધણીની અરજી કરતા પહેલા અરજી માટેની શરતોનો અભ્યાસ કરી લેવો. તેમજ બિયારણ વિતરણ સંબંધીત માહિતી માટે જૂ.કૃ.યુ.ની વેબસાઈટ www.jau.in જોતા રહેવું.વધુ માહિતી માટે બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢનો ફોન ૦૨૮૫-૨૬૭૨૦૮૦-૯૦ પીબીએક્ષ ૪૫૦ થી સંપર્ક કરવા સંબંધિત વિભાગ દ્વારા જણાવેલ છે.

Junagadh Agricultural University, Junagadh

12/03/2023
12/03/2023
19/02/2023

*Positive Story*

*Thanks God*
8 साल का एक बच्चा 1 रूपये का सिक्का मुट्ठी में लेकर एक दुकान पर जाकर बोला,

*--क्या आपकी दुकान में ईश्वर मिलेंगे?*

दुकानदार ने यह बात सुनकर सिक्का नीचे फेंक दिया और बच्चे को निकाल दिया।

बच्चा पास की दुकान में जाकर 1 रूपये का सिक्का लेकर चुपचाप खड़ा रहा!

-- ए लड़के.. 1 रूपये में तुम क्या चाहते हो?
-- मुझे ईश्वर चाहिए। आपके दुकान में है?

दूसरे दुकानदार ने भी भगा दिया।

लेकिन, उस अबोध बालकने हार नहीं मानी। एक दुकान से दूसरी दुकान, दूसरी से तीसरी, ऐसा करते करते कुल चालीस दुकानों के चक्कर काटने के बाद एक बूढ़े दुकानदार के पास पहुंचा। उस बूढ़े दुकानदार ने पूछा,

-- तुम ईश्वर को क्यों खरीदना चाहते हो? क्या करोगे ईश्वरको लेकर?

पहली बार एक दुकानदार के मुंह से यह प्रश्न सुनकर बच्चे के चेहरे पर आशा की किरणें लहराईं৷ लगता है इसी दुकान पर ही ईश्वर मिलेंगे !
बच्चे ने बड़े उत्साह से उत्तर दिया।

----इस दुनिया में मां के अलावा मेरा और कोई नहीं है। मेरी मां दिनभर काम करके मेरे लिए खाना लाती है। मेरी मां अब अस्पताल में हैं। अगर मेरी मां मर गई तो मुझे कौन खिलाएगा ? डाक्टर ने कहा है कि अब सिर्फ ईश्वर ही तुम्हारी मां को बचा सकते हैं। क्या आपके दुकान में ईश्वर मिलेंगे?

-- हां, मिलेंगे...! कितने पैसे हैं तुम्हारे पास?

-- सिर्फ एक रूपए।

-- कोई दिक्कत नहीं है। एक रूपए में ही ईश्वर मिल सकते हैं।

दुकानदार बच्चे के हाथ से एक रूपए लेकर उसने पाया कि एक रूपए में एक गिलास पानी के अलावा बेचने के लिए और कुछ भी नहीं है। इसलिए उस बच्चे को फिल्टर से एक गिलास पानी भरकर दिया और कहा, यह पानी पिलाने से ही तुम्हारी मां ठीक हो जाएगी।

अगले दिन कुछ मेडिकल स्पेशलिस्ट उस अस्पताल में गए। बच्चेकी मां का ऑपरेशन हुआ। और बहुत जल्द ही वह स्वस्थ हो उठीं।

डिस्चार्ज के कागज़ पर अस्पताल का बिल देखकर उस महिला के होश उड़ गए। डॉक्टर ने उन्हें आश्वासन देकर कहा, "टेंशन की कोई बात नहीं है। एक वृद्ध सज्जनने आपके सारे बिल चुका दिए हैं। साथ में एक चिट्ठी भी दी है"।

महिला चिट्ठी खोलकर पढ़ने लगी, उसमें लिखा था-
"मुझे धन्यवाद देने की कोई आवश्यकता नहीं है। आपको तो स्वयं ईश्वर ने ही बचाया है ... मैं तो सिर्फ एक ज़रिया हूं। यदि आप धन्यवाद देना ही चाहती हैं तो अपने अबोध बच्चे को दिजिए जो सिर्फ एक रूपए लेकर नासमझों की तरह ईश्वर को ढूंढने निकल पड़ा। उसके मन में यह दृढ़ विश्वास था कि एकमात्र ईश्वर ही आपको बचा सकते है। विश्वास इसी को ही कहते हैं। ईश्वर को ढूंढने के लिए करोड़ों रुपए दान करने की ज़रूरत नहीं होती, यदि मन में अटूट विश्वास हो तो वे एक रूपए में भी मिल सकते हैं।"

*आइए, इस महामारी से बचने के लिए हम सभी मन से ईश्वर को ढूंढे ... उनसे प्रार्थना करें... उनसे माफ़ी मांगे..!!!*

*Collection, it's not Sakhi but lesson of faith, forwarding for building faith !*

🙏🙏🙏 🙏

17/02/2023

*Positive Story*

પોરબંદરના સામાન્ય પરિવારનો એક છોકરો પાંચમાં ધોરણની પરિક્ષામાં નાપાસ થયો. આ છોકરાનું મન ભણવામાં નહોતું લાગતું કારણકે પિતાજીને સિંગ-દાળીયા વેંચતા જોઇને એનું હૈયુ વલોવાતું. કાયમ એક જ વિચાર આવે કે પિતાજીને કંઇક મદદ કરવી છે. એમણે ભણવાનું પડતુ મુકીને પોરબંદરના એક સ્ટોરમાં કામ કરવાનું શરુ કર્યુ.

એકદિવસ આ છોકરો શેઠે આપેલો પગાર લઇને ઘરે આવી રહ્યો હતો. રસ્તામાં એક મેડીકલ સ્ટોર પર કોઇ વૃધ્ધ માણસને લાચાર અવસ્થામાં જોયો. આ છોકરો એમની પાસે ગયો અને વાત કરી તો ખબર પડી કે વૃધ્ધનો યુવાન દિકરો કોઇ બિમારીમાં પટકાયો છે. દિકરાની દવા લેવા આવેલા બાપ પાસે દવા ખરીદવાના પુરતા પૈસા નહોતા. પેલા છોકરાએ એમના ખીસ્સામાં હાથ નાંખ્યો અને શેઠે પગારપેટે આપેલી રકમ પેલા વૃધ્ધના હાથમાં મુકી દીધી.

આ તરુણ છોકરાની દરીયાદિલી જોઇને વૃધ્ધની આંખો છલકાઇ ગઇ. કોઇપણ જાતની ઓળખાણ વગર મદદ કરનાર આ છોકરાના પિતાને મળવા વૃધ્ધ એમની ઘરે આવ્યા ત્યારે ખબર પડી કે છોકરાની આર્થિક પરિસ્થિતી પણ સાવ સામાન્ય છે. પેલા વૃધ્ધે છોકરાને ખુબ આશિર્વાદ આપ્યા.

આ છોકરો 1986માં 16 વર્ષની ઉંમરે પોરબંદર છોડીને આફ્રિકાના કોંગો ખાતે નોકરી કરવા માટે ગયો. એ વખતે છોકરાના ખીસ્સામાં માત્ર 200 રૂપિયા હતા. આફ્રિકામાં જઇને એણે સામાન્ય નોકરીની શરૂઆત કરી. સમયપસાર થતા આ છોકરો એના અનોખા વિચારો અને કાર્યશૈલીને કારણે આફ્રીકાના કેટલાય દેશોમાં પ્રસિધ્ધિ પામ્યો.

માત્ર 200 રૂપિયા ખીસ્સામાં મુકીને આફ્રિકા ગયેલા આ છોકરાનું નામ રીઝવાન આડતીયા છે અને આજે આફ્રીકાના 10 દેશોમાં ફેલાયેલા 2000 કરોડના બિઝનેશનો એ માલિક છે. આફ્રીકા અને વતનમાં શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે અદભૂત સેવાકિય કાર્ય કરે છે. દર વર્ષે કરોડોના દાન દ્વારા અનેકના જીવનને નવો વળાંક આપે છે.

મિત્રો, બીજા માટે નિસ્વાર્થભાવે કંઇક કર્યુ હોય તો પ્રભુ એનો બદલો ચોક્કસપણે આપે છે. આપણે આર્થિક રીતે સુખી સંપન્ન હોય તો જ લોકોને કંઇક મદદ કરી શકાય એવુ બિલકુલ નથી આપણી નાની એવી આવકમાંથી પણ નાની મદદ કરીને કોઇના અંધારીયા જીવનને અજવાળી શકાય છે.

*આભાર સહ..*
*શૈલેષભાઈ સગપરિયા ની પોસ્ટ*

17/02/2023

*Positive Story*

જ્યારે મારી મોટી પુત્રીએ લગ્ન કરીને મારું ઘર છોડી દીધું ત્યારે મને લાગ્યું કે મારું એક અંગ કપાઈ ગયું.

એક પુત્રી અને પુત્રનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે તે હું જાણું છું.

જ્યારે તે કિશોરાવસ્થામાં હતી ત્યારે મને લાગતું હતું કે તે મારા જ શરીરનો વિકસિત થઈ રહેલો એક ભાગ છે.

તેથી જ્યારે તેણીએ લગ્ન કરીને મારું ઘર છોડ્યું, ત્યારે મને લાગ્યું કે મેં એક અંગ ગુમાવ્યું છે.

લગ્ન કર્યા પછી થોડા વખત બાદ તે જ્યારે અમારી સાથે રહેવા આવી ત્યારે મને આશ્ચર્ય થયું કે તેની પ્રાયોરિટી બદલાઈ ગઈ છે !

આપણે પણ આપણા પોતાના માતા-પિતાને ભૂતકાળમાં આવો જ આંચકો આપ્યો હશે !

જ્યારે તે અમ્મા કહેતી ત્યારે એનો અર્થ એની સાસુ હતી, હું નહીં !

મને લાગતું કે તે હંમેશા તેના ઘરે પાછા જવાની ઉતાવળમાં જ રહેતી અને મારી સાથે થોડા દિવસો પણ વધારે ના રોકાતી.

ત્યારે મને પહેલી વાર એવો અહેસાસ થયો કે મારે મારી આ માયા અને મમતાને સંકોચવી પડશે. એના વગર જીવતાં શીખવું જ પડશે.

મારી પુત્રીના લગ્નના બે વર્ષ પછી મારો પુત્ર ઉચ્ચ અભ્યાસ માટે યુએસ ગયો.

એકવાર બાળકના અલગ થવાનો અનુભવ કર્યા પછી, હું હવે ભાવનાત્મક રીતે વધુ સારી રીતે સજ્જ હતી.

મેં શહેરમાં વેદાંતથી શરૂ કરીને હીલિંગ સુધીના જુદા જુદા વર્ગોમાં મન પરોવ્યું.

હું ઘરમાં એકલી જ હતી એટલે ઘરથી દૂર રહેવા માંગતી હતી..કારણ કે મારા પતિ 24/7 વર્કહોલિક હતા.

મારો દીકરો યુએસ થી લખતો હતો કે કેવી રીતે તેને મારી બનાવેલી રસોઈની યાદ આવતી હતી. એ બને એટલા ઘરે જલ્દી પાછા આવી જવાની રાહ જોતો હતો ....!

થોડા વર્ષો પછી તે પાછો આવ્યો અને અમે તેનાં લગ્ન કર્યા.

બસ લગ્ન કરીને એણે એની પત્ની સાથે અલગ રહેવાનું શરૂ કર્યું અને અમે પણ ખુશ હતા કે તેઓ શરૂઆતથી જ સ્વતંત્ર બનવા માંગે છે...

પરંતુ હવે, બધું બદલાઈ ગયું હતું....!

જ્યારે યુએસ માં એને મારી રસોઈ યાદ આવતી હતી તો અહીં ચેન્નાઈમાં હું એને તેની પત્ની સાથે જમવા માટે ક્યારેક બોલાવતી તો તે હંમેશા કોઈને કોઈ બહાનું કાઢતો. જેમ કે ....

"ઓહ અમ્મા, અમારી પાસે બીજાં પણ કામ છે. મહેરબાની કરી કોઈ ગેરસમજ ના કરતી. આજે નહીં આવી શકીએ ! "

હું જોઈ શકતી હતી કે તેની તમામ પ્રાયોરિટી સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. હવે એ ' મારો' નહોતો રહ્યો ! .....

આપણે ઘણી બધી વાતો કરીએ છીએ અને બીજાંને ઘણી બધી સલાહ પણ આપીએ છીએ, પરંતુ જ્યારે આપણા પોતાનાં જ સંતાનોની વાત આવે છે, ત્યારે આપણું મન જલ્દી સ્વીકાર કરી શકતું નથી કે આ એ જ સંતાન છે !

*સલાહ એક જ છે કે બધું સમય ઉપર છોડી દેવું.*

મેં મારી જીવવાની શૈલી બદલી નાખી. દરેક રિએક્શન પ્રતિ-રિએક્શન માંથી હું બહાર આવી ગઈ છું. હું મારું સર્વશ્રેષ્ઠ આપું છું પણ બદલાની અપેક્ષા રાખતી જ નથી. હું મારા સંતાનોને આજે પણ ભરપૂર પ્રેમ કરું છું પરંતુ એમને એમની જિંદગી ઉપર છોડી દીધાં છે. જો કે તેમની સાથે મારો લગાવ પૂરેપૂરો છે.

તેઓ જે જીવન જીવવાનું પસંદ કરે છે તેના પર *દખલગીરી* કે માગ્યા વગર *મારી સલાહ* ન આપવાં એ મેં નક્કી કરી લીધું છે. આ સમજથી મારામાં સહનશીલતા વિકસી છે.

હવે મને સમજાઈ ગયું છે કે બાળકો ઘરની બહાર નીકળ્યા પછી જ આપણે માનસિક રીતે વધુ વિકાસ કરવાનું શરૂ કરીએ છીએ.
*-સુધા મૂર્તિ*

🥇🥇

બગસરા ખાતે મહા શિવરાત્રની ઉજવણી..
17/02/2023

બગસરા ખાતે મહા શિવરાત્રની ઉજવણી..

15/02/2023

*ટીપ* .....
ટેબલ ઉપર વાનગીની ટ્રે લઈને આવેલો સુખદેવ ટેબલ પરના મહેમાનો જોઈને હેબતાઈ ગયો.

હેબતાઈ જવાઈ તેવું કારણ પણ હતું, પોતાના શાળાના સમયના ખાસ મિત્રો મોટા ઉધોગપતિઓના ઠાઠમાં આવ્યા હતા, અને પોતે એક વેઈટરના રૂપમાં...

સહેજે પચીસ વર્ષ પછી આ ચહેરાઓને જોઈ રહ્યો હતો. પેલા ચાર જણાએ કદાચ એને ઓળખ્યો ન હતો કે પછી ઓળખવા માંગતા ન હતા. ચારમાંથી બે મોબાઈલ પર વ્યસ્ત હતા .. અને બાકીના બે લેપટોપ પર... કદાચ હમણાં જ થયેલી કોઈ મોટી ડીલના આંકડા ગણી રહ્યા હતા... સ્કૂલના મિત્રો ઘણા આગળ વધી ગયા હતા અને પોતે પરિસ્થિતિને તાબે થઈ ને કોલેજ સુધી પણ પહોંચ્યો ન હતો...

વચ્ચે બે - ત્રણ વાર ટેબલ પર જવાનું થયું, પણ સુખદેવે સિફતથી પોતાની નેમ પ્લેટ છુપાવીને વાનગી સર્વ કરતો રહ્યો ....

ચારે બિઝનેસમેન ડિનર પતાવીને નીકળી ગયા...

હવે પાછા અહીં ક્યારેય ન આવે તો સારું...પોતાની નિષ્ફળતાને કારણે શાળાકાળના મિત્રો સાથે ઓળખાણ તાજી કરતાં સુખદેવને ભારે સંકોચ થયો હતો...ત્રણ હજારનું બિલ ને સાલાઓએ એક પૈસો પણ ટીપમાં નથી મૂક્યો ? સુખદેવ બબડતો હતો...ટેબલ સાફ કરતા સુખદેવે ટેબલ પર પડેલો પેપર નેપ્કિન ઉપાડ્યો... બિઝનેસ ચલાવતા લોકોને પેનથી પેપર નેપ્કિન પર આંકડા માંડવાની ટેવ હોય છે ...

નેપકીન ફેંકી દેતા પહેલાં એનાથી પેપર નેપ્કિન તરફ જોવાઈ ગયું...
નેપ્કિન પર નું લખાણ વાંચી સુખદેવની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.

તને ટીપ આપતાં જીવ ચાલ્યો નહીં સુખલા. આ હોટેલ પાસે જ ફેક્ટરી લીધી છે, એટલે અહીં જમવા આવ્યા હતાં.
સુખલા તું અમારી સાથે જમતો ન હોય અને અમારે માટે જમવાનું લાવતો હોય એ કેવું લાગે આપણે તો નાસ્તાના એકજ ડબ્બામાંથી ભાગ પડાવતા હતા ...સુખલા.

આજે આ નોકરીનો તારો છેલ્લો દિવસ છે. ફેક્ટરીમાં કેન્ટીન તારે ચાલું કરવી પડશે.

તેં અંગેની તમામ જવાબદારી તારે સંભાળવાની રહેશેવર્ષો પછી ફરી આપણે સ્કુલમાં સાથે ડબ્બા ખોલી ખાતા હતાં તેમ ખાઇશું.

લિ.નવચેતન સ્કૂલના તારા નામચીન દોસ્તો...

નીચે ફેક્ટરીનું નામ અને ફોન નંબર લખેલા હતા.

અત્યાર સુધીમાં મળેલી સૌથી મોટી ટીપને સુખદેવે ચૂમીને છાતી સરસી ચાંપીને ખિસ્સામાં મૂકી દીધી.

*This is the Quality of*
*Real Freinds*

*After God*
*Freind Is God Gift*
🌹🌹🌹🌹🌹🌹🌹

🎯🎯 *Positive Story - સારા વિચારો* Facebook પેજમાં જોડાવા માટે..⤵️

https://www.facebook.com/profile.php?id=100090285879470&mibextid=ZbWKwL

આપ ઉપર આપેલ લિંક થી જોડાઈ શકો છો...

*ખાસ નોંધ :- જો તમારી પાસે આવી કોઈ પોઝીટીવ સ્ટોરી, મોટીવેશનલ વાતો હોય તો અમોને મોકલી આપશો.. અમો સાભાર પ્રગટ કરીશું..*

WhatsApp :-
http://Wa.me/7862918255

Email:-
[email protected]

✒️✒️✒️✒️

આ પેજમાં માત્ર પોઝીટીવ સ્ટોરી, સારા વિચારો, સકસેસ સ્ટોરી, તથા મોટીવેશનલ વાતો જ મુકવામાં આવે છે.

Address

Bagasara
365440

Opening Hours

Monday 11am - 5pm

Telephone

+917862918255

Alerts

Be the first to know and let us send you an email when Kem Chho-BAGASARA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kem Chho-BAGASARA:

Share

Nearby media companies


Other News & Media Websites in Bagasara

Show All