06/12/2023
જુનાદીવા ગામના અસ્લમભાઈ પીર, ઇમ્તિયાઝભાઈ બાણવા અને એમની ટીમ અને ખરોડ ગામના સામાજિક કાર્યકર્તા એવા મોહમદઝકરિયા હાંસરોડ દ્વારા ગાંધીનગર વિઠ્ઠલભાઈ પટેલ ભવન ( ગુજરાત વિધાનસભા ) ખાતે વિરોધ પક્ષના નેતા શ્રી અમિતભાઇ ચાવડા સાહેબ અને અમદાવાદ જમાલપુર-ખાડિયા ના લોકલાડીલા કોંગ્રેસના ધારાસભ્ય શ્રી ઇમરાનભાઈ ખેડાવાલા સાહેબ ની રૂબરુ મુલાકાત લઇ જુનાદીવા ગામના ખેડૂતોની એક્સપ્રેસ હાઇવે માં જમીન ફાળવણીના પડતર પ્રશ્નો ના ઉકેલ લાવવા માટે રજૂઆત કરી હતી.ગુજરાત સરકાર દ્વારા NHAI ને 2020 માં એક્સપ્રેસ હાઇવે માટે જુનાદીવા ગામના ખેડૂતોની જમીન ની ફાળવણી કરવામાં આવી હતી.2020 થી ચાલતી ખેડૂતોની આ લડાઈ નો અંત ક્યારે આવશે.2020 થી આજે 2023 માં દિલ્હી - મુંબઈ એક્સપ્રેસ હાઇવે ની કામગીરી ને 4 વર્ષ પુરા થઈ ગયા છે અને હાઇવે ની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ આજ દિન સુધી જુનાદીવા ગામના ઘણા બધા ખેડૂતો હજુ પણ એવા છે જેમને એવોર્ડ લેટર કે કોઈ પણ જાતનું યોગ્ય વણતર મળ્યું નથી અને સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું જમીન એકવાયર નું પણ હજુ સુધી કોઈ પણ જાતનું લેખિત રજૂઆત પણ ખેડૂતોને આપવામાં આવ્યું નથી.જે રજૂઆત બાદ વિરોધપક્ષ નેતા શ્રી અમિતભાઇ ચાવડા સાહેબ અને શ્રી ઇમરાનભાઈ ખેડાવાલા સાહેબ દ્વારા ટૂંક સમય માં અમારા પડતર પ્રશ્નો ને ગુજરાત વિધાનસભામાં રજૂ કરી જુનાદીવા ગામના ખેડૂતોને ન્યાય અપાવવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતુ.
👉 હંમેશા સત્ય અને ન્યાય માટે લડતા રહીશું 👈
⚖️⚖️⚖️ સત્ય મેવ જયતે ⚖️⚖️⚖️
Amit Chavda Imran Khedawala Aslam Pir Imtiyaz Banva Jack Kaka ભારતીય પત્રકાર સંઘ AIJ