Mavji_Ahir_Official

Mavji_Ahir_Official Jay Jinam
(1)

18/02/2023
 #સંત_ભુમી_ધ્રંગધામ_કચ્છ
24/01/2023

#સંત_ભુમી_ધ્રંગધામ_કચ્છ

નગરઠઠાથી થરપારકર પસાર થઇ ચોરાડના સુખપર ગામે આવી એક ચોરા પર ધુણો નાખવાની તૈયારી કરે છે.સુથાર પાસેથી ધુણા માટે લાકડ....

05/10/2022

જીનામ
કાપડી ઉત્પતિ

પ્રથમ કાપડી પુરૂષ

કાયમરાજા કાપડી જેને
ભગવાન શિવજી અને
માં પાર્વતી એ ઉત્પન કર્યા

કાયમરાજા ની 257 મી પેઢીએ
દેવીરાજા કાપડી થયા તે
માં હિંગલાજ ના ઉપાસક હતા તયા થી કચ્છ અવ્યા દેવીરાજા ના ત્રણ શીષ્ય
1 જશરાજ કાપડી તે હિંગલાજ રહયા..

2 મોમાયા કાપડી તે બનાસકાઠા અને રાજસ્થાન ની સરહદ પર રહયા ત્યા
માં મોમાઇ ની સ્થાપના કરી મંદીર બનાવી ત્યા રહયા આજે દેવ કાપડી નામ નુ ગામ છે

3 લાલુ કાપડી તે
માં આશાપુરા માતા ના મઢ
રહયા.. આવી રીતે કાપડી સંપ્રદાય ની ત્રણ કુળદેવી છે
હિંગલાજ માં
આશાપુરા માં
મોમાઇ માં ....

દેવીરાજા કાપડી તેઓ મહાન તપસ્વી અને માં ના ઉપાસક હતા તેમની સમાધી માતા ના મઢ મા છે..

સંત શ્રી મેકણદાદા
જન્મ: આસો સુદ વિજ્યા દશમી વિ.સં. 1723
ખોંભડી ગામે..
દિક્ષા: આસો વદ ધનતેરસ વિ.સં. 1735
માતા ના મઢ ગામે..
સમાધી: આસો વદ કળીચૌદશ વિ.સં. 1786..
ધ્રંગ ગામે

ડાડા મેકણે માતા ના મઢ જાગીર ના
મહંત ગાંગારાજા પાસે ભેખ લીધો..

માતા ના મઢ
ગાંગારાજા ના ત્રણ શીષ્ય
1 ભાંગભર્યૌ રાજા
2 ગોવીંદ રાજા
3 મેકણ દાદા

મેકણદાદા ના પાંચ શીષ્ય
1 અરજણરાજા, ધ્રંગ
2 પુનોરાજા, સીંધ મા
3 પારભ્રમરાજા, સીંધ મા
4 મોમાયોરાજા, આડેસર
5 આશારાજા, જંગી

જંગી અખાડો
આશારાજા ના એક શિષ્ય
1 પ્રેમજીરાજા

પ્રેમજીરાજા ના છ શિષ્ય
1 નરસંગરાજા, જંગી
2 દામજીરાજા, ઉમિયા
3 પચાણરાજા, વિજપાસર
4 લાલજીરાજા, મોટી ચીરઇ
5 વાઘોરાજા, જંગી
6 હાજલરાજા, ભારાપર

ભારાપર અખાડો
હાજલરાજા ના સતર શિષ્ય
1 મેઘજીરાજા, ભારાપર
2 અરજણરાજા, પડાણા
3 હંશોરાજા, કીડાણા
4 સવજીરાજા, કીડાણા
5 પુંજલરાજા, મોરઝર
6 નાગજીરાજા, નલીયા કોઠારા
7 રાવરાજા
8 રાહુરાજા, કુનરીયા
9 રામબાઇ માં, ભારાપર
10 શામબાઇ માં ભારાપર
અન્ય સાત શિષ્ય સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડ મા

ડાડા મેકણ ના કચ્છ મા આવેલા અખાડા ઓ ના
મહંતો ની નામાવલી

જંગી અખાડો
સંત શ્રી મેકણદાદા
1 મહંત આશારાજા
2 મહંત પ્રેમજીરાજા
3 મહંત રતનજીરાજા
4 મહંત નરસંગરાજા
5 મહંત આણંદરામ રાજા
6 મહંત ખીમરાજા
7 મહંત દેવીદાસરાજા
8 મહંત જીવણદાસરાજા
9 મહંત દયારામરાજા
10 મહંત અરજણરાજા
11 મહંત રણછોડરાજા

લોડાઇ અખાડો
દાદા નો બાર વર્ષ નો ધુણો

1 મહંત ભાણજીરાજા
2 મહંત સેવારામરાજા
3 મહંત લખમનરામ રાજા
4 મહંત ગોપાલરાજા (વર્તમાન મહંત)

ધ્રંગ અખાડો
સંત શ્રી મેકણદાદા
1 મહંત અરજણરાજા
2 મહંત રાયમલરાજા
3 મહંત વિજયરાજા
4 મહંત માલોરાજા
5 મહંત માવજીરાજા
6 મહંત ગંગારામરાજા
7 મહંત મુળજીરાજા
8 મહંત કુંવરજીરાજા
9 મહંત મનજીરાજા
10 મહંત કાનજીરાજા
11 મહંત મુળજીરાજા
(વર્તમાન મહંત)

ભારાપર અખાડો

1 સંત શ્રી હાજલદાદા
2 મહંત મેધજીરાજા
3 મહંત કલ્યાણજીરાજા
4 મહંત સામજીરાજા
5 મહંત રામજીરાજા
6 મહંત મુળજીરાજા
7 મહંત દેવજીરાજા
(વર્તમાન મહંત)
લઘુ મહંત ભરતરાજા

મોરઝર અખાડો

1 સંત શ્રી પુંજલરાજા
2 મહંત મુળુરાજા
3 મહંત સુરારાજા
4 મહંત માંડણરાજા
5 મહંત વેલજીરાજા
6 મહંત દિલીપરાજા
(વર્તમાન મહંત)

જીનામ
સંત શ્રી હાજલદાદા

મહંત શ્રી દેવજીરાજા
લધુ મહંત શ્રી ભરતરાજા
સચીન કાપડી

ભારાપર અખાડો
તા. ગાંધીધામ (કચ્છ)

04/09/2022

સિંધ પ્રદેશના બદીના તાલુકાના જોક ગામેથી મહાત્મા મેકણ રવાના થઈ સિંધના ઉત્તર ભાગમાં માતા હિંગળાજ દેવીની યાત્રાએ જ....

15/08/2022
22/07/2022

કરુણા અને વાત્સ્લયની મુર્તિ એવા આપણા લોકપુજ્ય ગુરુદેવ બ્રહ્મલીન પરમપુજ્ય સંતશ્રી વાલરામજી ગુરુ શ્રી ઓધવરામજી મહારાજ (પુર્વાશ્રમનુ નામ શ્રી વાલજીભાઇ) નો જન્મ તા. ૧૬-૪-૧૯૨૬ ના કરાંચી શહેર(વર્તમાન પાકિસ્તાનનુ કરાચી)મા થયો હતો.પુજ્ય વાલરામજીના વડીલો મૂળ કચ્છના માતાનાઢવાળા કોટડાની બાજુના મુરચબાણા ગામના વતની હતા.પરંતુ આજીવિકા માટે કરાચીમા વસ્યા હતા. પુજ્ય વાલરામજીના પિતા ઠક્કર શ્રી રૂપારેલ તથા માતાજી ગોમમા સતત ઇશ્વરપ્રાયણ રહેતાં. જેથી પુજ્ય વાલરામજીના જીવનમા નાનપણથી જ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યના સંસ્કારોનુ સિંચન થયુ હતુ.

ભારત-પાકિસ્તાનના ભાગલા થતા આ પરિવારે મુંબઇ વસવાટ કર્યો, જેથી પુજ્ય વાલરામજીનુ શેષ શિક્ષણ મુંબઇમા પુર્ણ થયુ. બી.એસી. થયા પછી પુજ્ય વાલરામજીએ અમદાવાદમા ડી.એસ.પી કચેરીમા દેશસેવા કરી. પરંતુ ઇશ્વરપ્રાપ્તિની તીવ્ર ઝંખનાથી પ્રેરાઇને હિમાલયની ગોદમા ગંગાના સુરમ્ય કિનારે સ્થિત શિવાનંદ આશ્રમમા પધાર્યા. પુજ્ય સ્વામી શિવાનંદજીએ સાથે સત્સંગ કર્યો. થોડાક દિવસ પંજાબ-સિંધ ક્ષેત્ર ઋષિકેશમા મેનેજર પદે રહીએ સેવા કરી પરંતુ ઇશ્વર અનુભુતિ માટે સાચા સદગુરુની જીવનમા પ્રાપ્તિ અત્યંત જરૂરી છે અને સમજી સદગુરુની શોધમા નીકળી પડયા..

શ્રી કચ્છી લાલરામેશ્વર આશ્રમ સપ્તસરોવર હરિદ્વારની સ્થાપના કર્યા પછી પુજ્ય ઓધવરામજી મહારાજને સતત કિંતા રહેતી કે આ પવિત્ર આશ્રમની જવાબદારી કોને સોંપવી? સત શિષ્યની શોધમા એક દેવસ પુજ્ય શ્રી પ્ધવરામજી મહારાજની ભેટ સદગુરુની શોધમા નીક્ળેલા પુજ્ય શ્રી વાલરામજી સાથી થઇ. બન્ને ગુરુ શિષ્યની કામના પુર્ણ થઇ. પુજ્યશ્રી ઓધવરામજી મહારાજે શ્રી વાલરામજી મહારાજને પવિત્ર રામનવમીના દિવસે સાધુદીક્ષા આપી શિષ્ય પદે સ્થાપ્યા. પુજ્યશ્રી ઓધવરામજી મહારાજે કચ્છી લાલરામેશ્વર આસશ્રના સંરક્ષણ અને વહીવટ તંત્ર હેતુ ટ્રસ્ટ્ની રચના કરી, આશ્રમનો ભાર પુજ્યશ્રી વાલરામજી મહારાજને સોંપી કચ્છ પધાર્યા તથા તા ૧૩-૧-૧૯૫૭ મકરસંક્રાતિના શ્રી ઇશ્વર આશ્રમ, વાઢાય તીર્થ્ધામ-કચ્છ ખાતે બ્રહ્મલીન થયા. પુજ્ય શ્રી ઓધવરામજી મહારાજના બ્રહ્મલીન થયા પછી પુજ્યશ્રી વાલરામજી મહારાજે ત્યાગ, તપસ્યા અને ભજનના પ્રભાવથી શ્રી કચ્છી આશ્રમ, હરિદ્વારનો ખુબ જ વિકાસ કર્યો. આશ્રમમા નિવાસ કરતા સતો, સાધકો, સેવકો અને હિમાલયની યાત્રાએ આવતા તીર્થ્યાત્રીઓ માટે વિશાળ અન્ન્ક્ષેત્રની સ્થાપના કરી.સંસ્કૃતિની ધરોહર એવી સંસ્કૃત ભાષાના પ્રચાર અર્થે એક છાત્રાલયનુ નિર્માણ કર્યું. જેના ફળ રૂપે આજે અનેક સ્નાતકો આચાર્યપદની ઉપાધિથી સન્માનિત થઇ ઓસ્ટ્રેલિયા, નેપાલ આદી દેશોમાં તથા આપણા દેશમા ભારતીય સસ્કૃતિનો પ્રચાર કરી રહ્યા છે. શાસ્ત્રોના અધ્યયન તથા ઉપાસના હેતુ એક પુસ્તકાલય તથા એક શિવ મંદિર અને શ્રી કૃષ્ણમંદિરની સ્થાપના કરી. ભારતીય સસ્કૃતિનુ અંગ એવી આદર્શ ગૌશાળાની સ્થાપના કરી. આવાસીય વ્યવસ્થા હેતુ સંતનિવાસ તથા અતિથિનિવાસ જેવા અધતન વ્યવસ્થા ધરાવતા વિશાળ ભવનો નિર્માણ કર્યાં.

પરમાર્થસાધન જ જીવનનુ લક્ષ હોવુ જોઇએ એવો નિશ્ચય કરી શ્રી કચ્છી આશ્રમની સંપુર્ણ જવાબદારીઓ આશ્રમના ટ્ર્સ્ટીઓ તથા કારોબારી સમિતિના સલાહકાર સમિતિને સોંપી ઇશ્વર આરાધના થઇ લોકસેવાના કાર્યો કરતા રહ્યા.

માદરે વતન કચ્છના ભીષણ દુષ્કાળથી પીડાતા મૂગા પ્રાણીઓની પીડાથી પ્રેરાઇ આપશ્રી કચ્છ પધાર્યા અને અનેક સ્થાનોમા વાડા, ગૌશાળા અને પાજરાપોળો બનાવવાની ભક્તોને પ્રેરણા આપી આજે આ સસ્થાઓ નિરંતર એ સેવાકાર્યને આગળ ધપાવી રહી છે.

માનવસમાજના ઉત્થાન હેતુ છાત્રાલયો, પાઠશાળાઓ, ઉચ્ચશિક્ષા હેતુ કોલેજો, કન્યાકેળવણી હેતુ કન્યાશાળાઓ અને કન્યાછાત્રાલયો તથા જાતપાતના ભેદભાવ ભૂલી સનાતન ધર્મસ્થાપના હેતુથી શ્રી લક્ષ્મીનારાયણ,શિવમંદિર આદિ દેવાલયો નિર્માણ કરવાને પ્રેરણા આપી અને આપના કરકરમોથી ભુમિપુજન અને પ્રતિષ્ઠા આદિ મહોત્સવો સંપન્ન થયા. જીર્ણ થયેલા મંદિરોની જીર્ણોધાર કરવાની સેવકોને પ્રેરણા કરી.

અનેક સમાજોને પ્રેરણા આપી સમાજવાડીઓનુ નિર્માણ ભારતન એક સ્થાનોમા કરાવ્યુ. ભુમિપુજન તથા ઉદઘાટન વિધિ સંપન્ન કરી તથા સંધ્યાપાઠ અને સંત્સંગ આદિના આયોજનો અનેક વાર કરી સેવકોમા આધ્યાત્મિક સંસ્કારોનુ સિંચન કર્યુ તથા સમાજમા અંધશ્રધ્ધા, કુરીવાજો આદિ દુર કરવા સમજાવ્યા.

રામરાજ્યની સ્થાપના સાકાર કરવા વાઢાય તીર્થધામે શાસ્ત્રીય શિલ્પ પધ્ધ્તિથી વિશાળ રામમંદિરની સ્થાપના કરી. ગુજરાતમા એક આગવી શૈલીનુ શ્રી રામમંદિર આ પ્રથમ છે, જેની કીર્તિના ગાન સાંભળી દુર દુરથી દર્શનાર્થીઓ આવી દર્શનનો લાભ લઇ રહ્યા છે.

શ્રી ગુરુભક્તિથી પ્રેરાઇને શ્રી ઇશ્વર આશ્રમ સેવાટ્રસ્ટની પ્રેરણા આપી, શ્રી ઇશ્વર આશ્રમનુ જીર્ણોધાર કર્યો તથા અન્નક્ષેત્ર ટ્રસ્ટની સ્થાપના કરી, અન્નદાનનો મહિમા સેવકોને સમજાવ્યો. પાટીદાર સમાજની કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાનો વિકાસ કરવા શ્રી ઇશ્વરરામજી અન્ન્ક્ષેત્રની પ્રેરણા આપી, જે નિરંતર અન્નદાનની સરિતા પ્રવાહિત કરી રહ્યુ છે.

શ્રી નારાયણ સરોવર તીર્થમા આવતા સંતો તથા દર્શનાર્થીઓની સુવિધા હેતુ અન્નક્ષેત્ર અને ભોજનાલયની સ્થાપના કરી એક ટ્રસ્ટની રચના કરી, જે આજે પણ ગૌ સેવા તથા અન્નદાન માટે શિરમોર રહ્યું. છે.

અનાથાલયો, અંધપાઠશાળાઓ, કન્યા-કેળવણી સંસ્થાઓ, સંત-મહંતોના ધર્મસ્થાનો તથા તીર્થસ્થાનોની અવારનવાર મુલાકાત લઇ યોગ્ય માર્ગદર્શન આપતા રહ્યા. ઠેકઠેકાણે સમાજોના નિમંત્રણોને માના આપી પુજ્ય ઓધવરામજે મહારાજની નિર્વાણતિથિ મહોત્સવનુ આયોજન કરી ગુરુભક્તિનો પ્રચાર કર્યો તથા સનાતનધર્મનો પ્રચાર કર્યા.

કચ્છના વિકાસનુ એક માત્ર કિરણ નર્મદીના નીર કચ્છમા આવે એ ઝંખનાથી સમય સમય પર જલસંકટ નિવારણ સમિતિને માર્ગદર્શન તથા આશીર્વચન આપતા રહેતા. સત્ય સંકલ્પ મહાપુરુષનો જરૂર પુરો થશે, એવી આપણે આશા રાખીએ.

અંતે સમગ્ર રાષ્ટ્રન હિતચિંતક તથા જ્ઞાતિ, શિક્ષણ સસ્થાઓ, સેવા-સંસ્થાનોની ચાહના મેળવનાર એવા ધર્મ, ભક્તિ અને જ્ઞાનના મુર્તસ્વરૂપ, રાષ્ટ્રીય સંત ગુરુવર્ય પરમ પુજ્ય શ્રી વાલરામજી મહારજ સંવત ૨૦૪૮ જેઠ વદ-૧૧ ઇ.સ. ૧૯૯૩ તા. ૧૫ જુનના સાંજે સાડા આઠ વાગ્યે વાંઢાય તીર્થધામ, ક્ચ્છમા પંચભૌતિક દેહનો ત્યાગ કરી બ્રહ્મપદમા લીન થયા.

શિષ્યો, સંતો, સાધુઓ, સાધ્વીઓ તથા સૌ ભક્તો સાથી મળી પુજ્ય વાલરામજીના શિષ્ય શ્રી હરિદાસજી મહારાજે પુજ્ય વાલરામજીની શ્રી ચરણોનુ ગંગાજલ દ્વારા અભિષકપુજન કર્યું. તત્પશ્રાત વર્તમાન વાઢાય તીર્થસ્થાન, સાધનાકુટિરમા સમાધિ મંદિરમા પુજ્ય મહારાજશ્રીના પાર્થિવ શરીરને શાસ્ત્રોકત વિધિથી સંતોની હાજરીમા વેદપાઠ તથા જયઘોષ સાથે સમાધિ આપવામા આવી.

સંવત ૨૦૪૮ અષાઢ સુદ-૧૧ તા. ૩૦-૬-૧૯૯૩ ના સંતો, ભક્તો તથા શિષ્યોએ ઉત્સાહપુર્વક પુજ્યશ્રી વાલરામજીનો ભદ્રા ઉત્સવ કર્યો. પુજ્ય વાલરામજીના ઉત્તરાધિકારી રૂપે એમના શિષ્ય શ્રી હરીદાસજી મહારાજની વરણી કરી. પુજ્યશ્રી કરશનદાસજી મહારાજે ચાદર ઓઢાડીને ચાદરવિધિ કરી.

વાત્સલ્યમુર્તિ પ.પુ. શ્રી વાલરામજી મહારાજે પ્રસરાવેલી જ્ઞાનભક્તિની સુવાસ આજે પણ સૌને પ્રેરણા આપતી રહી છે.

21/07/2022

RJ Akash

14/07/2022

સંત મેકણ સરસ્વતી દેવીની કૃપાને કારણે સરસ કહેવતો ભજનો,સાખીઓની સરસ રચના કરી જનસમાજમાં ઉપદેશ તરીકે સંબોધતા અને માનવોને સુનીતિને ૫થે વાળવા કોશિશ કરતા. હરીદ્વારમાં મંગળ પ્રભાતે ગંગાનદીમાં સ્નાન કરી પૂજાપાઠ નિત્ય કર્મથી પરવારી કામધેનુ ચેતાવી રહ્યા બાદ સવારના સમયે હરિદ્વાર તીર્થક્ષેત્રમાં દરેક યાત્રાના સ્થળે દેવદર્શનનેા પણ લાભ લઈ રહ્યા છે. સાધુસંતો, તપસ્વીઓ, જોગીતિઓને પણ સંતસમાગમ કરે છે. આ રીતે આ પવિત્ર સ્થળે યાત્રાનેા ઉત્તમ લાભ લીધા બાદ માતા હિંગળાજની યાત્રાએ જવા માટે સિંધ પ્રદેશ બાજુ જવા રવાના થાય છે.
http://www.mavjiahirofficial.com/2022/07/12.html

મહાત્મા મેકણ સતાધારથી આગળ વધી, પ્રવાસ કરતા કરતા ઉત્તર ગુજરાતમાં થઈ હરીદ્વાર પહેાંચે છે. ગંગાકિનારે સપ્તસરોવરની બ...

13/07/2022

खवाहिश नही मुझे मशहुर होने की।
आप मुझे पहचानते हो बस इतना ही काफी है।
अच्छे ने अच्छा और बुरे ने बुरा जाना मुझे।
क्यों की जिसकी जितनी जरुरत थी उसने उतना ही पहचाना मुझे।
ज़िन्दगी का फ़लसफ़ा भी कितना अजीब है,
शामें कटती नहीं, और साल गुज़रते चले जा रहे हैं....!!
एक अजीब सी दौड़ है ये ज़िन्दगी,
जीत जाओ तो कई अपने पीछे छूट जाते हैं,
और हार जाओ तो अपने ही पीछे छोड़ जाते हैं।
बैठ जाता हूं मिट्टी पे अक्सर...
क्योंकि मुझे अपनी औकात अच्छी लगती है..
मैंने समंदर से सीखा है जीने का सलीक़ा,
चुपचाप से बहना और अपनी मौज में रहना ।।
ऐसा नहीं है कि मुझमें कोई ऐब नहीं है पर सच कहता हूँ मुझमे कोई फरेब नहीं है
जल जाते हैं मेरे अंदाज़ से मेरे दुश्मन क्यूंकि एक मुद्दत से मैंने न मोहब्बत बदली और न दोस्त बदले .!!.
एक घड़ी ख़रीदकर हाथ मे क्या बाँध ली..
वक़्त पीछे ही पड़ गया मेरे..!!
सोचा था घर बना कर बैठुंगा सुकून से..
पर घर की ज़रूरतों ने मुसाफ़िर बना डाला !!!
सुकून की बात मत कर ऐ ग़ालिब....
बचपन वाला 'इतवार' अब नहीं आता |
जीवन की भाग-दौड़ में -
क्यूँ वक़्त के साथ रंगत खो जाती है ?
हँसती-खेलती ज़िन्दगी भी आम हो जाती है..
एक सवेरा था जब हँस कर उठते थे हम
और आज कई बार बिना मुस्कुराये ही शाम हो जाती है..
कितने दूर निकल गए, रिश्तो को निभाते निभाते..
खुद को खो दिया हमने, अपनों को पाते पाते..
लोग कहते है हम मुस्कुराते बहुत है, और हम थक गए दर्द छुपाते छुपाते..
"खुश हूँ और सबको खुश रखता हूँ, लापरवाह हूँ फिर भी सबकी परवाह करता हूँ..
मालूम है कोई मोल नहीं मेरा,फिर भी,कुछ अनमोल लोगो से रिश्ता रखता हूँ...!
*लेखक ...हरिवंशराय बच्चन*

01/07/2022

Address

Anjar
370105

Alerts

Be the first to know and let us send you an email when Mavji_Ahir_Official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mavji_Ahir_Official:

Videos

Share