31/12/2021
*આહવા ખાતે 'સુશાસન સપ્તાહ'નો પૂર્ણાહુતિ કાર્યક્રમ દંડક રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને યોજાયો* :
-
*ગ્રામ પંચાયતોના રૂ.૧૧૧ લાખના ૩૭ કામો, મનરેગાના રૂ.૧૮૦ લાખના ૨૩૫ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા*:
-
*નવનિયુક્ત સરપંચોનુ સન્માન, અભિવાદન કરવા સાથે સમરસ પંચાયતોને પ્રોત્સાહક રાશી એનાયત કરાઇ* :
-
*(ડાંગ માહિતી બ્યૂરો): આહવા* :તા: ૩૧:
ગુજરાતના પનોતા પુત્ર એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિને કારણે, રાજ્ય સહિત સમસ્ત દેશને સુશાસનના ફળ પહોંચી રહ્યા છે. ત્યારે જરૂરિયાતમંદ માનવીઓને પણ જાગૃતિ સાથે, કલ્યાણલક્ષી યોજનાઓના લાભ લેવાની હિમાયત ગુજરાત વિધાનસભાના દંડક શ્રી રમેશભાઈ કટારાએ કરી હતી.
શ્રી રમેશભાઈ કટારાએ ગ્રામ પંચાયતોને મળેલી વિશેષ સત્તાના સુચારૂ ઉપયોગ થકી, ગ્રામ વિકાસના કામો, અને યોજનાકીય લાભો પહોંચાડવાની નવનિયુક્ત સરપંચોને અપીલ કરી હતી.
પદાધિકારીઓ, કાર્યકરો, સામાજિક અગ્રણીઓને, વહીવટી તંત્ર સાથે એકસૂત્રતા સાધીને પ્રજાકલ્યાણના કામો, યોજનાકીય લાભો પહોંચાડવામા સેતુરૂપ ભૂમિકા ભજવવાની પણ તેમણે હિમાયત કરી હતી.
દંડકશ્રીએ નવનિયુક્ત સરપંચોને ચૂંટણીની અદાવતથી દૂર રહી, સૌના સાથ-સૌના વિકાસની નેમ સાથે સાશનધુરા સંભાળવાની પણ અપીલ કરી હતી.
'સુશાસન સપ્તાહ' ઉજવણીનો ખ્યાલ આપતા, ડાંગના જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે ત્રિસ્તરીય પંચાયતીરાજ, અને સત્તાના વિકેન્દ્રીકરણ થકી, ગ્રામ પંચાયત જેવા એકમને માતબર સત્તાઓ સોંપીને ગ્રામોત્થાનના વ્યાપક કામો કરવા માટે સક્ષમ બનાવ્યા છે, જે સુશાસનની વિભાવનાને ચરિતાર્થ કરે છે, તેમ આહવા ખાતે જણાવ્યુ હતુ.
નવનિયુક્ત સરપંચોનુ સન્માન કરીને, ગ્રામ વિકાસની પાયાકિય જવાબદારીઓ, અને જરૂરિયાતોને સુપેરે પાર પાડવા અંગેનું માર્ગદર્શન આપતા પ્રમુખશ્રીએ, રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓના માધ્યમથી, છેક છેવાડાના માનવીઓના કલ્યાણની વિભાવના સાર્થક થઈ રહી છે, તેમ જણાવ્યુ હતુ.
આહવાના ડાંગ દરબાર હોલ ખાતે યોજાયેલા 'સુશાસન સપ્તાહ'ના પૂર્ણાહુતિ કાર્યક્રમમા આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કમળાબેન રાઉત, ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી નિલમ ચૌધરી, આરોગ્ય સમિતિના અધ્યક્ષા શ્રીમતી હેતલબેન, તાલુકા પંચાયતની સામાન્ય ન્યાય સમિતિના ચેરમેન શ્રી દિપક પિંપળે, સરપંચ શ્રી હરિચંદ ભોયે, ભાજપા મહામંત્રી શ્રી હરીરામ સાવંત, તાલુકા/જિલ્લા પંચાયતના પદાધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
કલેક્ટર શ્રી ભાવિન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગ, પ્રાયોજના વહીવટદાર શ્રી કે.એસ.ભગોરા વિગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.
શાબ્દિક સ્વાગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ડી.એન.ચૌધરીએ કર્યુ હતુ. જ્યારે આભારવિધિ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જોશીએ આટોપી હતી. ઉદ્દઘોષક તરીકે શ્રી સંદીપ પટેલે સેવા આપી હતી.
કાર્યક્રમના ભાગરૂપે રાજ્ય કક્ષાએથી પ્રસારીત થયેલા કાર્યક્રમોનુ જીવંત પ્રસારણ નિહાળવા સાથે સરપંચોનુ સન્માન, અને વિકાસ કામોનુ લોકાર્પણ/ખાતમુહૂર્ત તથા યોજનાકીય લાભોનુ વિતરણ કરાયુ હતુ.
સુશાસન દિવસના અંતિમ દિવસે પંચાયત વિભાગના ૧૫મા નાણાંપંચના કુલ રૂ.૧૧૧ લાખના ૩૭ કામોનુ ખાતમુહૂર્ત અને લોકાર્પણ, તથા ગ્રામ વિકાસ વિભાગના મનરેગાના કુલરૂ.૧૪૨.૨૦ લાખના ૧૬૭ કામોનુ ખાતમુહૂર્ત, અને રૂ.૩૭.૯૨ લાખના ૬૭ કામોનુ લોકાર્પણ કરાયુ હતુ. સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનાના વિવિધ કામોનુ ખાતમુહૂર્ત/લોકાર્પણ કરવા સાથે મહાનુભાવોએ નવનિયુક્ત સરપંચોનુ સન્માન, અભિવાદન પણ કર્યું હતુ.
દરમિયાન જિલ્લાના બે ગ્રામ્ય સખી સંઘને રૂ.૭ લાખ લેખે ૧૪ લાખ સીઆઈએફ, અને ૨૧ સ્વ સહાય જુથોને રૂ.૧૫ હજાર લેખે રૂ.૨ લાખ ૭૦ હજાર રિવોલ્વીંગ ફંડની પણ ચુકવણી કરવામા આવી હતી.
પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના કામો તરફ વિગતે નજર કરીએ તો ૧૫મા નાણાપંચના કામો અંતર્ગત, આહવા તાલુકામા છેલ્લા બે વર્ષમા કુલ ૧૭૫ કામો પૂર્ણ થયા છે. જેની રકમ રૂ.૩૨૫ લાખ થવા જાય છે. આગામી દિવસોમા ૧૫મા નાણાપંચ અંતર્ગત વિકાસના વિવિધ કામો માટે બીજા રૂ.૬૩૧ લાખનો ખર્ચ થનાર છે.
કાર્યક્રમ દરમિયાન આહવા તાલુકાના રૂ.૧૫ લાખના પાંચ કામોનુ લોકાર્પણ તથા ૨ કામોનુ ખાતમુર્હત થયુ છે. તો વઘઈ તાલુકાના રૂ.૩૪ લાખના પાંચ કામોનુ લોકાર્પણ, તથા ખાતમુર્હત થયુ છે. તાલુકામા ૧૫મા નાણાપંચના બે વર્ષમા કુલ ૧૬૮ કામો પૂર્ણ થયા છે. જેની રકમ રૂ.૩૦૮ લાખ જેટલી થાય છે. જ્યારે આગામી દિવસોમા વિકાસના વિવિધ કામો માટે બીજા રૂ.૩૮૦ લાખનો ખર્ચ થનાર છે.
તેજ રીતે સુબીર તાલુકામા ૧૫મા નાણાપંચના બે વર્ષમા કુલ ૧૩૦ કામો પૂર્ણ થયા છે. જેની રકમ રૂ.૨૬૧ લાખ જેટલી છે. તો આવનારા દિવસોમા વિકાસના વિવિધ કામો માટે બીજા રૂ.૨૯૭ લાખનો ખર્ચ થનાર છે. સુશાસન સપ્તાહના અંતિમ દિવસે સુબિર તાલુકાનવા રૂ.૬૨ લાખના ૧૦ કામોનુ લોકાર્પણ તથા ખાતમુર્હત દંડકશ્રીના હસ્તે કરાયુ છે.
આ ઉપરાંત ડાંગ જિલ્લાની વઘઈ તાલુકાની ચિંચોડ ગ્રામ પંચાયત મહિલા સમરસ થઇ છે. જેમા મહિલા સમરસ ગ્રામ પંચાયતને રૂ.૪,૫૦,૦૦૦/- આજ રોજ ઇ પેમેન્ટથી આપવામાં આવ્યા છે. જ્યારે આહવા તાલુકાની ઘોઘલી ગ્રામ પંચાયત સામાન્ય સમરસ થઈ છે. જેને રૂ.૩,૦૦,૦૦૦/- આજ રોજ ઇ પેમેન્ટથી મળ્યા છે.
રાજ્ય સરકારશ્રી દ્રારા સત્તાના વિકેન્દ્રીકરણને ધ્યાને રાખીને તથા વિવિધ ગ્રામ પંચાયતોના લોકોની માંગણી મુજબ કેટલીક ગ્રામ પંચાયતોનુ વિભાજન કરાયુ છે. જે અંતર્ગત ૨૯ ગ્રામ પંચાયતોનુ વિભાજન થતા કુલ ૫૯ ગ્રામ પંચાયતો અસ્તિત્વમા આવી છે.
ગ્રામ વિકાસની વાત કરીએ તો, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાંહેધરી એકટ, મનરેગા યોજના અંતર્ગત વાર્ષિક માનવ દિનના લક્ષ્યાંક ૩૦.૦૦ લાખ સામે ૧૨.૬૮ લાખ માનવદિન ઉત્પન્ન કરાયેલ છે.
મનરેગા યોજના અંતર્ગત વાર્ષિક નાણાકિય લક્ષ્યાંક ૧૦૫૫૭.૬૦ લાખ સામે ૩૦૮૫.૬૪ લાખની નાણાંકિય સિધ્ધિ હાંસલ થયેલ છે. મનરેગા યોજના અંતર્ગત આજ રોજ ૮૦૪ કામો ચાલુ છે અને ૮૭૧૯ શ્રમિકોની સંખ્યા નોંધાઈ છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૬-૧૭ના ૩૧૩ આવાસના લક્ષ્યાંક સામે ૩૧૧ આવાસ પૂર્ણ થયા છે. વર્ષ ૨૦૧૭–૧૮મા ૮૭૭ આવાસના લક્ષ્યાંક સામે ૮૬૮ આવાસ ભૌતિક રીતે પૂર્ણ થયા છે. વર્ષ ૨૦૧૯-૨૦મા ૫૨૯ આવાસના લક્ષ્યાંક સામે ૩૯૭ આવાસ ભૌતિક રીતે પૂર્ણ કરાયા છે. વર્ષ ૨૦૨૦-૨૧મા ૧૮૩૭ આવાસના લક્ષ્યાંક સામે ૧૭૨૩ આવાસ મંજુર કરવામા આવ્યા છે, અને ૧૭૦૧ આવાસને પ્રથમ હપ્તો આપવા સાથે, ૧૧૧ આવાસને બીજો હપ્તો ચુકવવામા અસવ્યો છે. જ્યારે ૧૦ લાભાર્થીઓને ત્રીજો હપ્તો આપવામા આવ્યો છે. ૧૯ આવાસો પૂર્ણ થયા છે.
વર્ષ ૨૦૨૧-૨૨ માટે ૩૫૫ આવાસના લક્ષ્યાંક સામે ૩૨૯ આવાસ મંજુર કરવામા આવ્યા છે, અને ૩૦૩ લાભાર્થીઓને આવાસનો પ્રથમ હપ્તો, ૮ આવાસને બીજો હપ્તો આપવામા આવ્યો છે.
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત NEW IHHL શૌચાલયના ૯૭૫ ના લક્ષ્યાંક સામે ૭૪૧ શૌચાલય પૂર્ણ થયા છે. ૧૦૦ દિવસના અભિયાન અંતર્ગત વ્યક્તિગત સોકપીટ ૬૨૨૦ ના લક્ષ્યાંક સામે, ૫૪૧૭ ને તાંત્રિક મંજુરી મળી છે, અને પર૯૬ ને વહિવટી મંજુરી મળી છે. ૧૧૦૨ વ્યક્તિગત સોકપીટ પૂર્ણ થયા છે. જ્યારે ૧૫૭૨ પ્રગતિ હેઠળ છે.
સામૂહિક સોકપીટ ૧૪૦૦ ના લક્ષ્યાંક સામે ૯૦૩ તાંત્રિક મંજૂરી મળી છે, અને ૮૭૯ ને વિહવટી મંજૂરી મળી છે. ૧૩૧ સામૂહિક સોકપીટ પૂર્ણ થયા છે, તથા ૧૯૧ પ્રગતી હેઠળ છે.
રેટ્રોફિટીંગ ૪૪૧ ના લક્ષ્યાંક સામે ૪૧૬ તાંત્રિક મંજૂરી મળી છે, અને ૪૧૬ ને વહિવટી મંજૂરી મળી છે. ૯ રેટ્રો ફિટીંગ પૂર્ણ થયા છે, તથા ૮૯ પ્રગતિ હેઠળ છે.
નવા રચાયેલ સ્વસહાય જૂથોના ૩૦૦ના લક્ષ્યાંક સામે ૨૬૪ સ્વ-સહાય જૂથોની રચના થયેલ છે. રિવોલ્વીંગ ફંડ ૫૦૦ના લક્ષ્યાંક સામે ૩૩૩ સ્વસહાય જૂથોને રિવોલવિંગ ફંડ આપવામા આવ્યુ છે.
SHG સશકિતકરણના ૨૦૦ ના લક્ષ્યાંક સામે ૨૦૯ ની સિધ્ધી હાંસલ થઈ છે. કેશ ક્રેડિટ અરજી ૧૧૫૬ના લક્ષ્યાંક સામે ૬૭૩ની સિધ્ધી થઇ છે.
વી.ઓ.ની રચના ૧૫૦ના સામે ૨૮ની સિધ્ધી થઇ છે. સી.એલ.એફ ની રચના ૩૩ ના સામે ૨, અને સી.આઈ.એફ.ટુ.એસ.એચ.જી. પ૦૦ના લક્ષ્યાંક સામે ૩૮૭ ની સિધ્ધી મેળવવામા આવી છે.
મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત ૮૨૮ ના લક્ષ્યાંક સામે ૨૫૪ લોન ડિસબર્સ થયેલ છે, અને ૧૭૩ અરજીઓ અંડર વેરિફીકેશન છે. તો ૭૧ અરજીઓ પ્રોસેસમા છે.
-