***** આંખોદેખી ન્યૂઝ *****
આંખોદેખી ન્યૂઝ ગાંધીનગર બ્યુરોથી જેપી પરમાર જણાવે છે કે,ગાંધીનગર સ્થિત TVS નાં શૉ રૂમ અગવાન ખાતે, વર્કશોપ ઓન વ્હીલ્સનો આજરોજ થી, શુભારંભ કરવામાં આવ્યો છે,આ વર્કશોપનું ઉદ્ઘાટન કરતાં TVSનાં વાઈસ ચેરમેન રજત ગુપ્તાએ કહ્યું કે, પાવર અને સેફ્ટી સાથે કન્ઝ્યુમર માટે શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતાં TVS વ્હિકલમાં ખાસ કરીને કાર્ગો થ્રી વ્હીલર્સ ભારતભરમાં બેસ્ટ છે,TVS દ્વારા કોમર્શિયલ ક્ષેત્ર વિકાસ સાથે ,સર્વિસ અને સ્પેરપાર્ટસ નવી પ્રોડક્ટ્સથી આગળ વધીને, નંબર વન બનવાનો સંકલ્પ છે,મુસાફરોને ધ્યાનમાં રાખી, આ વર્ષે નવી 6 પ્રોડક્ટ્સ બજારમાં મુકાશે, વેસ્ટર્ન ઝોનનાં કાર્ગો થ્રીવ્હીલર્સથી, માર્કેટનો સીનારિયો બદલાઈ જશે,TVS ઉત્તર ગુજરાતનાં મુખ્ય ડીલર ,ઈસ્માઈલભાઈ લુહારએ કહ્યું કે, આ શુભારંભથી ગાંધીનગર સમગ્ર રાજયમાં લીડ કરશે, કમલેશ રાવળ સાથે જેપી પરમાર આંખોદ
***** આંખોદેખી ન્યૂઝ *****
આંખોદેખી ન્યૂઝ અમદાવાદ બ્યૂરો થી,કલ્પેશ ઓઝા જણાવે છે કે,ગુફા આર્ટ ઓપન ગેલેરી ખાતે,ધ્રુવ પટેલ દ્વારા ચિત્રિત, વિશ્વભરના ડૂડલ્સ, સ્પ્લેશ અને સ્કેચનો એક દાયકાના પોતાના સંસ્મરણ અનુભવ,સુઝ સમજ સહીત, ખુબજ પરિશ્રમ થી તૈયાર કરેલ,સ્કેચ પેઈન્ટિંગ્સ એક્ઝિબિશન ,તારીખ 21 નવેમ્બર થી 24 નવેમ્બર સુધી, સાંજ ના ચાર થી આઠ સૂધી, આયોજિત કરેલ છે, આમંત્રિત મહેમાનશ્રીઓ ના હસ્તે દિપ પ્રાગટ્ય કરીને આ અજોડ ચિત્ર કલા પ્રદર્શન ખુલ્લુ મુકેલ છે,આ એક્ઝિબિશન મા આપ પેન થી લઈ ને ,મીક્ષ મિડીયા ના માધ્યમ ને લઈ ને, ખળભળાટ વાળી શેરીઓ,અને શહેર ના ખુણાઓ ને નિહાળશો, આર્ટીસ્ટ ની સુંદર કળા અહી રંગ લાવેછે,કેમેરામેન નલિન જાડાવાલા સાથે,કલ્પેશ ઓઝા આંખોદેખી ન્યૂઝ અમદાવાદ
***** આંખોદેખી ન્યૂઝ *****
ગામ કંસારાકુઈ, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા, અહીંયા શૌચાલય બનાવવામાં આવ્યું છે, પરંતુ આ શૌચાલય નો ઉપયોગ કરવો, એ વિકલાંગોને તકલીફ ઉભી કરેછે, જવા માટેનો રસ્તો છે, પણ વિકલાંગ જાય કઈ રીતે સરકારી તંત્ર ની બેદરકારી જોવા મળેછે,ફકત
ઢાળ આપવાના બદલે,ઢાળ મા બમ્પ આપવામા આવેલ છે,તો આ સઞવડ ને સુધારો કરી સવલત ભરી કરવા આંખોદેખી ન્યૂઝ દ્વારા જણાવવામા આવેછે,ગાંધીનગર બ્યુરો આંખોદેખી ન્યૂઝ ,
***** આંખોદેખી ન્યૂઝ *****
આંખોદેખી ન્યૂઝ અમદાવાદ બ્યુરોથી,કલ્પેશ ઓઝા જણાવે છે કે,ગુફા આર્ટ કે એલ કેમ્પસ ગેલેરી ખાતે,સ્ફૂર્તિ ગ્રુપ દ્વારા સિનિયર તેમજ જુનિયર ચિત્રકાર ભાઈઓ તેમજ બહેનો દ્વારા ચિત્રીત,ખુબજ સુંદર આકર્ષક પેઈન્ટિંગ્સ ,સ્કલ્પચર, ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરતા ગ્રુપ એક્ઝિબિશન નુ ,આમંત્રિત મહેમાનશ્રીઓ તથા, ચિત્રકારો ના હસ્તે, દિપ પ્રાગટ્ય કરીને ખુલ્લુ મુકેલ છે, આ એક્ઝિબિશન મા વિવિધ માધ્યમો ને લઈ ને,ચિત્રકારોએ ,પોતાની સુઝ સમજ પરિશ્રમ દ્વારા, વિવિધ વિષયાનુસાર, ખુબજ મનમોહક રમણિય ચિત્રો પ્રદર્શિત કરેલ છે,આ ચિત્રો નિહાળનાર સૌ દર્શકો એ, ચિત્રકારો ની કળા ની પ્રશંસા કરીને,અભિનંદન પાઠવ્યા હતા,આ એક્ઝિબિશન ઉદ્ધાટન પ્રસંગે,અન્ય ચિત્રકાર મિત્રો સહિત ,કલારસિક ભાઈઓ તેમજ બહેનો
ની ઉપસ્થિતિ રહી હતી,આ એક્ઝિબિશન તારીખ 19 નવેમ્બર થી ,તારીખ 24 નવેમ્બર સુધી રોજ સાંજ
***** આંખોદેખી ન્યૂઝ *****
વડોદરાના સાવલી તાલુકાના ભાદરવા સ્ટેટ ગામ ખાતે, મસાણી મેલડી માતાજી ના ભવ્ય નવરંગ માંડવાનું,સતિષભાઈ કેશવ લાલ ચૌહાણ પરિવાર દ્વારા ,વહેલી સવારથી માતાજીના વિવિધ ધાર્મિક પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું હતું,માતાજી નું સામૈયુ, માતાજીની સવારી ગામમાં ફરીને, ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, રાતના 10 વાગ્યાથી સવારે વહેલી સવાર સુધી, નવરંગ માંડવાની રમઝટ ચાલી હતી, આ ધાર્મિક પ્રસંગમાં ભાદરવા ગામ ઉત્સાહભેર જોડાયું હતું ,સાથે માતાજીના પરચા નો જેમને અનુભવ થયેલો તેવા મા ના ભક્તો પણ ,રાજ્યભરમાંથી ઉમટી પડ્યા હતા, કેમેરામેન અંજન ઓઝા સાથે ,કલ્પેશ ઓઝા આંખો દેખી ન્યુઝ
***** આંખોદેખી ન્યૂઝ *****
રામુજી વાઘેલા માહિતી આપતા જણાવે છે કે,ઉત્તર ગુજરાત માં સૌ પ્રથમ વખત ,42 લેઉવા પાટીદાર સમાજ દ્વારા, સમૂહ લગ્નનું જાજરમાન ભવ્યાતિભવ્ય આયોજન, 17 નવેમ્બર ના રોજ યોજાનાર છે, જે અન્ય સમાજ માટે પણ પ્રેરણારૂપ બનશે,હેરિટેજ થીમ સાથે 1100 બાય 132 ફૂટ લાંબો જર્મન ફાયર વૉટર પ્રૂફ ડૉમ ની તૈયારીઓ કરવામા આવેલ છે,દરેક કન્યાને અઢી લાખની ભેટો સાથે, 20 હજાર લોકોની જમવાની રસોઈ દેશી ચૂલા પર તૈયાર કરાશે,સમૂહ લગ્નોત્સવ મા જોડાનાર 61 નવદંપતીનો 18 કરોડ 60 લાખ નો વીમો ઉતારવામાં આવ્યો છે,ગુજરાતમાં સૌપ્રથમવાર 42 લેઉવા પાટીદાર યુવા સંગઠન ,તેમજ 42 લેઉવા પાટીદાર મહિલા સંગઠન દ્વારા, પાટણ,મહેસાણા અને બનાસકાંઠાના 53 ગામના, મધ્યમ પરીવારના દીકરા દીકરીઓના સમૂહ લગ્ન, તારીખ 17 નવેમ્બરને રવિવારના રોજ, પાટણ નજીક આવેલા સંડેર ખાતે, નવનિર્માણ પામનાર શ્રી ખોડલધામ મંદિર પરિસર ખાતે, જાજરમાન આ
સોમનાથ મંદિરમાં કાર્તિકી પૂર્ણિમાની મધ્ય રાત્રિએ અદ્ભુત અમૃત વર્ષા યોગ રચાયો
સોમનાથ જ્યોતિર્લિંગ, ધ્વજદંડ, અને ચંદ્ર એક હરોળમાં આવ્યા
વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રીએ થોડી મિનિટો માટે સર્જાય છે "સોમનાથ અમૃત વર્ષા સંયોગ"
ચંદ્ર પોતાના નાથ સોમનાથ મહાદેવની પોતાની પ્રભા એટલે કે પ્રકાશથી કરે છે અભિષેક
આ સંયુગના દર્શન કરવા દેશ-વિદેશના શ્રદ્ધાળુ પ્રતિવર્ષ સોમનાથ પહોંચે છે
કરોડો ભક્તોની અખંડ આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની મધ્ય રાત્રીના 12 કલાકે અદભુત ખગોળીય સંયોગ રચાય છે. જેમાં વર્ષમાં માત્ર 1 જ વખત ખાસ કાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્રદેવ, શ્રી સોમનાથ મંદિરનાં શિખર પરનું ત્રિશુલ ધ્વજદંડ, અને શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ એક જ ક્ષિતિજમાં આવે છે....
માનવામાં આવે છે કે જે સ્થાન
ગાંધીનગર....
કૃષિ પાકો અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી....
શિયાળુ પાક માટે આ વાતાવરણ યોગ્ય નથી....
રવિ પાક, અને જીરું માટે યોગ્ય વતાવરણની ખેડૂતોને જરૂરિયાત ગણાવી રહી છે....
ઠડી સિઝન મોઢી શરૂ થતાં પાક શિયાળુ લેટ થયું છે....
હળવો પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તરીય પ્રદેશોમાં તેની અસર થતા રાજ્યમાં 17મી થી ઠડી પડવાની શરૂઆત થઈ શકે છે....
17મી થી ન્યૂનતમ તાપમાન ઘટે પરંતુ મહત્તમ તપમાન ઘટવાની હજુ વાર છે....
નવેમ્બર 23,24,25માં મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે....
આ પશ્ચિમી વિક્ષેપના કારણે ન્યૂનતમ તાપમાન અને મહત્તમ તાપમાન ઘટવાની શકયતા રહેશે...
અત્યારે ઘણી જગ્યા ન્યૂનતમ તાપમાન વધી રહ્યો છે અને મહત્તમ તાપમાન ઘટી રહ્યો છે....
ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 16 ડીગ્રી રહેવાની શક્યતા રહેશે...
રાજ્યમાં સવારના સમયે ઠડી રહેશે અને 15 ડીગ્રી તાપમાન રહેવાની શક્યતા અંબાલાલ દ્વારા વ
***** આંખોદેખી ન્યૂઝ *****
આંખોદેખી ન્યૂઝ અમદાવાદ બ્યુરોથી,કલ્પેશ ઓઝા જણાવે છે કે, તાજેતર મા અમદાવાદ શહેર સ્થિત જોધપુર આર્ટ ગેલેરી ખાતે,સિનિયર ચિત્રકાર બંસી ખત્રી દ્વારા ચિત્રીત ખુબજ સુંદર પેઈન્ટિંગ્સ પ્રદર્શિત કરતુ એક્ઝિબિશન તારીખ 13નવેમ્બર થી 15 નવેમ્બર સુધી યોજાઈ ઞયુ,આ એક્ઝિબિશન મા વિવિધ માધ્યમ દ્વારા અલગ અલગ વિષયાનુસાર ખુબજ સુંદર પેઈન્ટિંગ્સ પ્રસારિત કરાયા હતા,કલા રસિક મિત્રોએ આ એક્ઝિબિશન નિહાળી ને,શુભેચ્છાઓ પાઠવેલ,હવે તારીખ 3 ડિસેમ્બર થી 8 ડીસેમ્બર સુધી નિપ્પોન આર્ટ ગેલેરી ફોર્ટ મુંબઇ ખાતે યોજાનાર છે, ખુબજ સુઝ સમજ પરિશ્રમ દ્વારા ચિત્રેલ ,સુંદર પેઈન્ટિંગ્સ જોયા બાદ સૌકોઈ મુલાકાતીઓ એ ખુબજ પ્રશંસા દાખવી હતી,કેમેરા નલિન જાડાવાલા સાથે કલ્પેશ ઓઝા આંખોદેખી ન્યૂઝ અમદાવાદ
***** આંખોદેખી ન્યૂઝ *****
આંખોદેખી ન્યૂઝ અમદાવાદ બ્યુરોથી,કલ્પેશ ઓઝા જણાવે છે કે,ચિત્રકાર ધરમ પરમારે પોતાનો પ્રકૃતિમય સુંદર ચિત્રોનો સોલોશો,મુખૌટે આર્ટ ગેલેરી નારણપુરા ખાતે યોજીને ફરી એકવાર, કલાજગત મા પોતાનો આગવો પરિચય આપવાનો સફળ પ્રયાસ કર્યો છે,આ એક્ઝિબિશન ને આમંત્રિત મહેમાનશ્રીઓ ના હસ્તે દિપ પ્રાગટ્ય કરી ખુલ્લુ મુકેલ છે, ૩૫ જેટલા કુદરતી દ્રસ્યોનાં ચિત્રો પ્રદર્શિત કરી, કલા રસિકોને પ્રભાવિત કર્યા છે,ઉપસ્થિત સૌકોઈ કલારસિક મિત્રો એ અભિનંદન પાઠવ્યા હતા, આ પેઈન્ટિંગ પ્રદર્શન ૧૪ થી ૧૯ નવેમ્બર ના રોજ મુલાકાત દરમિયાન સાંજે ૪ થી ૮ સુધી માણી શકાશે,કેમેરા નલિન જાડાવાલા સાથે,કલ્પેશ ઓઝા આંખોદેખી ન્યૂઝ અમદાવાદ
***** આંખોદેખી ન્યૂઝ *****
આંખોદેખી ન્યૂઝ મહેસાણા બ્યુરોથી,પાર્થ વ્યાસ જણાવે છે કે,તાજેતર મા શ્રીરાષ્ટ્રીય પરશુરામ સેના દ્વારા, શ્રી પાટણવાડિયા ઔદિરચ ,સહસ્ત્ર બ્રાહમણ સમાજના કાર્યલય ખાતે,પરશુરામ સેનાનું સંગઠન કરવા, તેમજ બટેંગે તો કટેંગે નારાને મજબૂત બનાવવા, ગુજરાત પ્રદેશના અધ્યક્ષશ્રી,મહામંત્રીશ્રી એ હાજર રહી સમાજ ને સંગઠીત કરી, રચનાત્મક વિકાસના કાર્યો કરવા , તમામ ભુદેવોને અપીલ કરેલ છે, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ બ્રાહમણ સમાજ ના તમામ ભુદેવ ભાઈ બહેનો, અને યુવાનોની હાજરીમાં , મહેસાણા જિલ્લાના પ્રમુખ તરીકે, પાર્થ વ્યાસ તથા જિલ્લાના મહામંત્રી તરીકે ,હરવદનભાઈ વ્યાસ તેમજ જિલ્લાના સંગઠન મંત્રી તરીકે, જનકભાઈ ભટ્ટ ની વરણી કરવામાં આવેલ, સમાજલક્ષી કાર્યો માટે તમામ હોદેદારો ને મહિનામાં, બે વાર મીટીંગ કરવા અને તમામ કામનું રીવ્યુ કરી , પરિણામ લક્ષી કામગીરી
***** આંખોદેખી ન્યૂઝ *****
ગુજરાતનો બીજા નંબરનો સુપ્રસિધ્ધ વૌઠાનો લોક મેળા નો પ્રારંભ થયેલ છે,ધોળકા તાલુકા ના વૌઠાનો લોક મેળો, માંનનિય ખેડા સાંસદ દેવુસિંહ ના હસ્તે,રીબીન ઓપરેટિંગ કરીને ખુલ્લો મુકવામા આવ્યો છે, વૌઠાનો લોક મેળો દર વર્ષે પાંચ દિવસ માટે ભરાય છે, પરંતુ આ વર્ષે આ વૌઠાના મેળોનુ છ દિવસ સુધી નુ આયોજન હાથ ધરેલ છે,વૌઠાના મેળાના રાઇડ્સ મનોરંજન ના યત્રો ને મંજૂરી આપવામા આવી છે,આ વૌઠા ગામમાં ભરાતા લોક મેળાનું ચકલેશ્વર મહાદેવ ,અને સપ્ત નદીના ના સંગમનુ મહત્વ માનવામા આવે છે ,આ વર્ષે ચોમાસામા ભારે વરસાદ ના કારણે નદીઓમા ભારે પૂર આવ્યા હતા, તેને કારણે નદીમા મોટા વહેણ અને ખાડા પડી ગયા હોવાથી, નદીમા સ્નાન કરવાની પ્રક્રિયા બંધ રાખવામાં આવી છે,આ વૌઠા ગામનો મેળો 17નવેમ્બર ના દિવસે પૂર્ણ થશે, રીપોર્ટ અક્ષય રાણા આંખોદેખી ન્યૂઝ અમદાવાદ બ્યુરો