All Gujarat News

All Gujarat News An Alternative Media. Supporting Independent Journalism, Democracy & Justice. Read real news in Guj.

05/11/2024

કોણ જીતશે? ટ્રમ્પ કે કમળાબહેન???
***
-કૌશિક અમીન, યુએસએ.
***
હજી ૨૪ કલાક રાહ જુઓ, ચૂંટણીની પ્રસૂતિ પીડાને પણ ૧૨ કલાક બાકી છે, તમારી બપોર પહેલાં બાબો અવતરે છે કે બેબી તેની ખબર પડશે. ઈવીએમનો જાદુ અમેરિકામાં ચાલતો નથી.!!!!!
કોણ આવશે કહેવું મુશ્કેલ છે. પરંતુ કોરોના કાળ પછી અગાઉની બેલેટ પેપર અને હવે વહેલાસર મતદાનના આંકડા પોણા બે કરોડે પહોંચ્યા છે, એ ઝુકાવ કમળાબહેન તરફી જણાય છે. પરંતુ અમેરિકી પન્ના પ્રમુખો મતદાનના આ આંકડા જોઈને કમર કસે તો નવેંબર પાંચના રોજ પરિવર્તન લાવી શકે. ટ્રમ્પ તરફી માહૌલ બનાવી શકે.
બાકી કટ ટુ કટ પરિણામો દર્શાવતા પોલસ્ટર્સ એ ભૂલી જાય છે કે મોટા ભાગના રિપબ્લિકન જે ગોરી પ્રજા છે, તે પોલના જવાબ આપવાનું ટાળે છે, મૌની બાબા બની રહે છે. પોલ કરનાર એજન્સીઓ પણ +/- ૩% નો ગાળો પોતે ખોટા ન પડે તેવી ગણતરી કરી આંક જાહેર કરતી હોય છે.
પરંતુ આ પોપ્યુલર વોટ છે. સાત સ્વીંગ સ્ટેટ્સ પૈકી ઓછામાં ઓછા ત્રણ રાજ્યોના કોલેજિયમ વોટ કમળાબહેન અંકે કરી શકે તો તેઓ ઈતિહાસ સર્જી શકે. જીતવા માટે ૨૭૦નો આંક હાંસલ કરવો પડે!
કાલની રાહ જુઓ.
🙏🏻🎉

03/11/2024
છઠના તહેવાર પર દરેક વ્યક્તિ ઘરે જશે, 120 વધારાની બસો દોડશે, બિહાર જતી આ સ્પેશિયલ ટ્રેનમાં સીટો ખાલી છે.  હે ભગવાન!  વૃદ્...
03/11/2024

છઠના તહેવાર પર દરેક વ્યક્તિ ઘરે જશે, 120 વધારાની બસો દોડશે, બિહાર જતી આ સ્પેશિયલ ટ્રેનમાં સીટો ખાલી છે.

હે ભગવાન! વૃદ્ધ દંપતીને નશો ખવડાવીને બેભાન કર્યા, દિલ્હીમાં કેર ટેકરે લાખોની લૂંટ કરી.

AC બંધ, પંખા પણ ઓછા, શનિવારની સિઝનની સૌથી ઠંડી સવાર, જાણો ક્યારે શરૂ થશે દિલ્હીમાં ધુમ્મસ.

રૂબીનો ગોસાઈગંજનો પરિવાર પ્રથમ શૂન્ય ગરીબી લાભાર્થી બન્યો, મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહ તેમની પત્ની સાથે ઘરે પહોંચ્યા.

ગુરુગ્રામ: પવન નબળો પડ્યો, શ્વાસ લેવામાં તકલીફ વધી, મોર્નિંગ વોક માટે નીકળેલા લોકોની આંખોમાં બળતરા.

વકફ જમીન વિવાદ પર ખેડૂતોને મોકલેલી નોટિસ પાછી ખેંચોઃ કર્ણાટકના સીએમનો આદેશ.

શ્વાસ લેવામાં તકલીફ! જાળીનો ધુમાડો દિલ્હી પહોંચી રહ્યો છે, એક દિવસમાં 861 કેસ નોંધાયા.

ક્રિપ્ટો કરન્સી અને ફિલ્મોના પ્રમોશનનો નફો રૂ. 5 કરોડ બતાવવામાં આવ્યો, ગ્રેટર નોઈડાના માસ્ટરમાઇન્ડે 100 લોકો સાથે છેતરપિંડી કરી.

પીડીએની લડાઈ 'જો તમે ભાગલા પાડશો, તો તમને કાપવામાં આવશે'થી 'ન તો તમે ભાગલા કરશો, ન કાપશો' સુધી ગયા, રાજકીય લડાઈ શેરીઓમાં દેખાતી હતી.

દિલ્હીમાં સવારે રહેશે ધુમ્મસ, દેશના કયા કયા રાજ્યોમાં દસ્તક આપી રહી છે ગુલાબી ઠંડી? હવામાન અપડેટ્સ વાંચો.

યુપીમાં ટૂંક સમયમાં 27 હજારથી વધુ પાયાની શાળાઓ બંધ થઈ શકે છે, BSA ચેતવણી આપી રહી છે.

સંબંધો પર થશે ગંભીર અસર... વિદેશ મંત્રાલયે કટાક્ષ કર્યો, અમિત શાહ કેસ પર હાઈ કમિશને કેનેડાને બોલાવ્યા.
કેનેડા અમારા રાજદ્વારીઓ પર નજર રાખી રહ્યું છે... ભારતે વ્યક્ત કર્યો વિરોધ, કહ્યું- આ કરારોની વિરુદ્ધ છે.

'દરેક ધરપકડ કે અટકાયત કસ્ટોડિયલ ટોર્ચર સમાન નથી', અલ્હાબાદ હાઈકોર્ટે ફૈઝલને ઝાટકો આપ્યો.

છોટુ સાથે મારી કોઈ દુશ્મની નથી, રાશિદ કેબલવાલાએ દિલ્હી ડબલ મર્ડરમાં સંડોવણીનો ઈન્કાર કર્યો, જાણો કોના પર તેણે વ્યક્ત કરી શંકા

77 બોલમાં સદી અને 14 બાઉન્ડ્રી... ODIમાં લિયામ લિવિંગસ્ટોનનું તોફાન, ઈંગ્લેન્ડનો વિસ્ફોટક વિજય.

ગ્રેટર નોઈડા સોસાયટીમાં યુવકે તેની પ્રેમિકાને માર્યો થપ્પડ, વીડિયો સામે આવ્યો, કાર્યવાહી થઈ.

દિવાળી પર બોનસ કે ભેટ મળી? વધારે ખુશ થવાની જરૂર નથી, આનાથી તમારું દિલ દુભાશે.

મહારાષ્ટ્રમાં, એક ઝડપી બોલેરોએ 3 બાઇક સાથે રસ્તા પર ઉભેલા લોકોને કચડી નાખ્યા, 5ના મોત, 1 ગંભીર.

નોઈડામાં પ્લોટની છેતરપિંડી, પ્લોટ વેચાયા પછી કબજો આપવાનો ઈન્કાર, વધુ બે વાર વેચાણ... કોર્ટનો આદેશ, FIR દાખલ કરો.

બ્રજેશ પાઠક અને દિનેશ શર્માએ મેળાવડામાં પતંગ ઉડાવી હતી, પરંતુ બંને ભાજપના નેતાઓ અલગ રહ્યા હતા.

ઈઝરાયેલ પર ફરી હુમલો થશે તો... અમેરિકાએ ઈરાનને આપી ખુલ્લી ધમકી, ખમેનીને કહ્યું શું પરિણામ આવશે.

ધારદાર સમાચારો વાંચો......

allgujaratnews.in

03/11/2024
02/11/2024

બોન્સાઈ ગાર્ડન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સરદાર સરોવર ડેમ એક્સપીરિયન્સ સેન્ટર જેવા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ટ્રાફિક સર્કલ્સ, સ્માર્ટ બસ સ્ટોપનું ઉદ્ઘાટન થવાનું છે, જે એકતા નગરના વિકાસને વેગ આપશે.

31 ઓક્ટોબરે એકતાનગર ખાતે સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ટ્રાફિક સર્કલ્સ, સ્માર્ટ બસ સ્ટોપ, CESL-કાર ચાર્જિંગ પોર્ટ, 4 મેગાવોટ સોલર પ્રોજેક્ટ, ICU ઓન-વ્હીલ્સનું લોકાર્પણ કરશે. નાગરિકોને મૂળભૂત તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટે ₹22 કરોડના ખર્ચે 50 બેડની ક્ષમતા ધરાવતી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં ટ્રોમા સેન્ટર, ગાયનેક ઓટી, માઈનોર ઓટી, ઓટી રૂમ, સીટી સ્કેન, ICU, લેબર રૂમ, સ્પેશિયલ વોર્ડ, ફિઝિયોથેરાપી વોર્ડ, સર્જન કેબિન, મેડિકલ સ્ટોર, 1 એમ્બ્યુલન્સ વગેરે સુવિધા મળશે. આ ઉપરાંત, 2 ICU ઓન-વ્હીલ્સનું પણ લોકાર્પણ થશે.

એકતા નગરમાં પ્રવાસીઓની સગવડ માટે સ્ટેચ્યુ ઑફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન, સતામંડળ, એકતા નગર (SoUADTGA) દ્વારા 10 સ્માર્ટ બસ સ્ટોપ અને 10 પિક-અપ સ્ટેન્ડનું નિર્માણ કરી રહ્યું છે, જેના ફેઝ-1નું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત, ટ્રાફિકનું સુવ્યવસ્થિત મેનેજમેન્ટ અને શહેરની સુંદરતા વધારવાના હેતુથી ₹2.58 કરોડના ખર્ચે એકતાનગર 3 રસ્તા, ગરૂડેશ્વર ચોક, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કની સામે અને સહકાર ભવન પાસે ટ્રાફિક સર્કલ
બનાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, પદયાત્રીઓની સલામતી માટે એકતા નગરમાં 10 સ્થળે પુશ બટન પેડેસ્ટ્રિયન ક્રોસિંગ, રેવા ભવન પાસે કાર ચાર્જીંગ પોઈન્ટ, SRP ફોર્સ માટે રનિંગ ટ્રેકનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

એકતાનગરમાં 24 સ્થળોએ સુંદર શિલ્પો મૂકાશે, 4 મેગાવોટ સોલાર પ્રોજેક્ટનું પણ લોકાર્પણ થશે

સ્ટેચ્યુ ઑફ યુનિટી ઓથોરિટીએ SAPTI સંસ્થાના સહયોગથી જુલાઈ-2024માં એકતાનગર ખાતે 20-દિવસીય શિલ્પ સિમ્પોઝિયમનું આયોજન કર્યું હતું જેમાં પાણી, પ્રકૃતિ અને એકતાની થીમ પર દેશભરના પ્રખ્યાત શિલ્પકારોએ 24 શિલ્પો બનાવ્યા હતા. એકતા નગરનું સૌંદર્ય વધારવા માટે આ શિલ્પાકૃતિઓને 24 સ્થળોએ ઇન્સ્ટોલ કરવામાં આવશે. તો બસ ખાડીથી વ્યુપોઈન્ટ-1 સુધીનો વૉકવે, એકતા દ્વારથી શ્રેષ્ઠ ભારત ભવન સુધીનો વૉકવે (ફેઝ-1)નું પણ લોકાર્પણ કરશે. આ ઉપરાંત, પ્રવાસીઓ મિયાવાકી ફોરેસ્ટના વિસ્તરણ અને હેલીપેડ રોડના બ્યુટીફિકેશનના પણ સાક્ષી બનશે. ₹23.26 કરોડના ખર્ચે 4 મેગાવોટ સોલાર પ્રોજેક્ટનું પણ લોકાર્પણ થશે જે રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપશે.

સસ્ટેનેબિલિટીના લક્ષ્ય સાથે વિશ્વ કક્ષાનું બોન્સાઈ ગાર્ડન બનશે; અન્ય પ્રોજેક્ટ્સનું પણ ખાતમુહૂર્ત થશે

₹75 કરોડના ખર્ચે બનવા જઈ રહેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે જે અંદાજે 4000 ઘરો, સરકારી ક્વાર્ટર્સ અને અન્ય હોસ્પિટાલિટી બિઝનેસમાંથી નીકળતા ગંદા પાણીનો વ્યવસ્થિત નિકાલ કરીને લોકોના સ્વાસ્થ્ય અને સલામતીની ખાતરી કરશે. આ ઉપરાંત, ફાયર સ્ટાફ રેસિડેન્શિયલ ક્વાર્ટર્સ, સરદાર સરોવર ડેમ એક્સપીરિયન્સ સેન્ટરનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. સરદાર સરોવર ડેમ એક્સપીરિયન્સ સેન્ટર નર્મદા ડેમની સંપૂર્ણ કામગીરી અને તેની પરિવર્તનકારી અસરો દર્શાવશે. આ સેન્ટરમાં દુરદર્શિતા, નિર્માણ, જ્ઞાન, પ્રભાવ, પ્રગતિ, ઊર્જા એમ 6 ગેલેરી બનાવવામાં આવશે. વડાપ્રધાનશ્રી ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપતા બોન્સાઈ ગાર્ડનનું પણ ખાતમુહૂર્ત કરશે જે જૈવ વિવિધતા સંરક્ષણને પ્રોત્સાહન આપશે. આ વિશ્વ કક્ષાનું બોન્સાઈ ગાર્ડન જટિલ બોન્સાઈ કળાને પ્રોત્સાહન આપશે અને બાગાયત, સૌંદર્યશાસ્ત્ર અને સાંસ્કૃતિક વારસાને જોડશે.

સાતપુડા પ્રોટેક્શન વૉલ અને જેટીનો વિકાસ

2023માં આવેલા પૂરના પ્રભાવને ધ્યાનમાં લેતાં કેક્ટસ ગાર્ડનની નજીક પ્રોટેક્શન વોલનું વિસ્તરણ કરવામાં આવશે જેથી તે પૂર સામે રક્ષણ ઉપરાંત, પ્રવાસીઓને રિવરફ્રન્ટ, ફૂડ સ્ટોલ, વોકવેની સુવિધા આપશે અને જેટીનો વિકાસ થવાથી પરિવહનની સુવિધામાં પણ વધારો થશે. એટલું જ નહીં, પૂરને કારણે ગરૂડેશ્વર ખાતે હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટના વિકાસ માટે નિયુક્ત કરાયેલ વિસ્તાર ડૂબી જતાં ભવિષ્યમાં પૂર સામે આ જમીનને બચાવવા માટે ₹60 કરોડથી વધુના ખર્ચે જમીનનું સ્તર વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

02/11/2024

એલોપેથિક ડૉકટરોએ ગુજરાત રાજ્યમાં પ્રેક્ટિસ કરવા ગુજરાત મેડિકલ

કાઉન્સિલમાંથી લાઇસન્સ લેવું ફરજિયાત

***

ગુજરાત રાજ્યમાં પ્રેક્ટિસ કરતા ડૉકટરોને તેઓની MCI/ NMC દ્વારા માન્યતાપ્રાપ્ત
તમામ સ્પેશ્યાલિટી કે સુપર સ્પેશ્યાલિટી ડિગ્રીનું લાઇસન્સ/ રજિસ્ટ્રેશન ગુજરાત

મેડિકલ કાઉન્સિલમાં કરાવવું આવશ્યક

**

ભારત દેશ બહાર MBBS પાસ થઈને આવતા કેટલાક એલોપેથિક ડૉક્ટર્સ (ફોરેન
મેડિકલ ગ્રેજ્યુએટસ (FMGs)) કે જે ભારત દેશની M.B.B.S. લાયકાતને સમકક્ષ ડિગ્રી ધરાવતા
હોવા છતાં પોતે M.D. PHYSICIAN અથવા Doctor of Medicine લાયકાતધારક હોવાનું
દર્શાવી/લખી જાહેર જનતાને ગેરમાર્ગે દોરતા હોય છે, તો આવા તમામ ફોરેન મેડિકલ
ગ્રેજ્યુએટ્સ (FMGs) એ તેઓના પ્રિસ્ક્રીપ્શન, વિઝિટિંગ કાર્ડ, લેટર પેડ, સાઈન બોર્ડ, રબર
સ્ટેમ્પ, ફીની પહોંચ, મેડિકલ સર્ટિફિકેટ વગેરે જેવી તમામ જગ્યાઓ પર ફક્ત M.B.B.S. જ
લખવાનું રહેશે અન્યથા તેમના વિરુદ્ધ નેશનલ મેડિકલ કમિશન/ ગુજરાત મેડિકલ કાઉન્સિલના
નીતિ-નિયમો મુજબ લાઇસન્સ સસ્પેન્ડ કરવા સુધીનાં પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવામાં
આવશે.
આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં પ્રેક્ટિસ કરતા તમામ એલોપેથિક ડૉકટરોએ તેઓના
પ્રિસ્ક્રીપ્શન, લેટર પેડ/ રબર સ્ટેમ્પ, ફીની પહોંચ, મેડિકલ સર્ટિફિકેટ વગેરે પર તેઓને
ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા ઇશ્યુ કરવામાં આવેલ લાઇસન્સ નંબર ફરજિયાતપણે
દર્શાવવાનો રહેશે અન્યથા તેમના વિરુદ્ધ નેશનલ મેડિકલ કમિશન/ ગુજરાત મેડિકલ
કાઉન્સિલના નીતિ-નિયમો મુજબ લાઇસન્સ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરવા અંગેની
કાર્યવાહી કરવામાં આવશે.

એટલું જ નહીં, તમામ એલોપેથિક ડૉક્ટરોએ ગુજરાત રાજ્યમાં પ્રેક્ટિસ કરવા ગુજરાત
મેડિકલ કાઉન્સિલમાંથી લાઇસન્સ લેવું ફરજિયાત છે. અન્ય રાજ્યનું કે MCI/NMCનું
રજિસ્ટ્રેશન/ લાઇસન્સ હોય છતાં ગુજરાત રાજ્યમાં પ્રેક્ટિસ કરવા માટે ગુજરાત મેડિકલ
કાઉન્સિલનું રજિસ્ટ્રેશન/ લાયસન્સ લેવું ફરજિયાત છે અન્યથા તેમના વિરુદ્ધ નેશનલ મેડિકલ
કમિશન/ ગુજરાત મેડિકલ કાઉન્સિલના નીતિ-નિયમો મુજબ લાઇસન્સ સસ્પેન્ડ કરવા સુધીનાં
પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.
અગત્યની વાત એ છે કે, ગુજરાત મેડિકલ કાઉન્સિલના ધ્યાન પર આવ્યું છે કે,
ગુજરાતમાં પ્રેક્ટિસ કરતા કેટલાક સ્પેશ્યાલિસ્ટ/ સુપર-સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરો ગુજરાત મેડિકલ
કાઉન્સિલનું ફક્ત MBBSનું જ રજિસ્ટ્રેશન/ લાઇસન્સ ધરાવે છે પરંતુ તેમની પોસ્ટ ગ્રેજ્યુએટ
MD/ MS જેવી સ્પેશ્યાલિટી કે MCH/ DM જેવી સુપર સ્પેશ્યાલિટી ડિગ્રીનું રજિસ્ટ્રેશન/
લાઇસન્સ લીધું નથી, તો આવા ગુજરાત રાજ્યમાં પ્રેક્ટિસ કરતા ડૉક્ટરોને તેઓની MCI/ NMC
દ્વારા માન્યતાપ્રાપ્ત તમામ સ્પેશ્યાલિટી કે સુપર સ્પેશ્યાલિટી ડિગ્રીનું લાઇસન્સ/ રજિસ્ટ્રેશન
ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં કરાવવું આવશ્યક હોઈ સત્વરે કરાવી લેવા જણાવવામાં આવે છે
અન્યથા તેમના વિરુદ્ધ નેશનલ મેડિકલ કમિશન/ ગુજરાત મેડીકલ કાઉન્સિલના નીતિ-નિયમો
મુજબ લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીનાં પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે, એવું
ગુજરાત મેડિકલ કાઉન્સિલરના રજિસ્ટ્રારની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

02/11/2024

શહેરી વિકાસ યોજનાના ૫૦૨ કામો માટે કુલ ૧૬૬૪ કરોડ રૂપિયા ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ-આઉટગ્રોથ અને ફ્લાય ઓવરબ્રિજના મળીને કુલ ૧૨,૧૨૨ કરોડ રૂપિયા છેલ્લાં ત્રણ વર્ષમાં ફાળવવામાં આવ્યા.

રાજ્યના નગરો-મહાનગરોમાં વસતા લોકોના જીવનધોરણમાં ઉન્નતિ અને સુખાકારી માટે ઈઝ ઓફ લીવિંગમાં વૃદ્ધિનો અભિગમ અપનાવ્યો છે.

શહેરી વિકાસ યોજના અંતર્ગત અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગર મહાનગરોને વિવિધ ૫૦૨ જેટલા વિકાસકામો માટે સમગ્રતયા ૧૬૬૪ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

રાજ્યની ચાર નગરપાલિકાઓ ભચાઉ, ધાનેરા, ડાકોર અને ખેડબ્રહ્માને ભૂગર્ભ ગટર યોજના ભાગ-૨ના કામો માટે કુલ રૂ. ૬૭.૭૦ કરોડની ફાળવણી કરવાની પણ સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.

આ બહુહેતુક યોજનામાંથી નગરો-મહાનગરોમાં ટ્રાફિકભારણ સરળ કરવા, ફ્લાયઓવરબ્રિજ નિર્માણ માટે, અર્બન મોબિલિટી માટે, તેમજ નગરની આગવી ઓળખ ઊભી કરતાં કામો સાથે રોડરસ્તા, ડ્રેનેજ, પાણી પુરવઠા, સ્ટ્રીટલાઈટ, જેવા સામાજિક અને ભૌતિક આંતર-માળખાકીય વિકાસના કામો માટે નાણાં ફાળવણી કરવામાં આવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તદઅનુસાર, સુરત મહાનગરમાં યાતાયાત સરળ બને અને માર્ગ પરના ટ્રાફિકનું ભારણ હળવું થાય તે હેતુથી સુરત મહાનગરપાલિકાને ૩૮૦ કરોડ રૂપિયા ૬ ફ્લાય ઓવરબ્રિજના કામો માટે ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.

મુખ્યમંત્રીએ સુરતમાં જે ૬ ફ્લાય ઓવરબ્રિજના કામો માટે રૂ. ૩૮૦ કરોડ મંજૂર કર્યા છે, તેમાં ઈસ્ટ ઝોન એ(વરાછા) વિસ્તારમાં સુરત-કામરેજ રોડ ઉપર એન્ટ્રી એક્ઝિટ રેમ્પ અને શ્યામધામ મંદિર જંક્શન પર ફ્લાયઓવરબ્રિજ, સુરત-બારડોલી રોડ ઉપર એ.પી.એમ.સી. જંક્શન નજીક ફ્લાયઓવર બ્રિજ, વલ્લભાચાર્ય રોડ પર હયાત શ્રીનાથજી ફ્લાયઓવર બ્રિજ પર જવા માટેનો એન્ટ્રી રેમ્પ, સાઉથ ઈસ્ટ(લિંબાયત) ઝોન વિસ્તારમાં મીડલ રીંગરોડ મહારાણા પ્રતાપ જંક્શન પર ફ્લાયઓવર બ્રિજ અને નીલગીરી સર્કલ જંક્શન પર ફ્લાયઓવર બ્રિજ વગેરેનો સમાવેશ થાય છે.

અમદાવાદ મહાનગરના આઉટગ્રોથ વિસ્તારના ૪૬ જેટલા વિકાસકામો માટે ૩૧૬ કરોડ રૂપિયા પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ ૪૬ કામોમાં ડ્રેનેજ, સ્યુએઝ પ્લાન્ટ, રોડરસ્તાના કામો તેમ જ પશ્ચિમ ઝોન, ઉત્તર ઝોન અને ઉત્તર પશ્ચિમ ઝોન તેમ જ દક્ષિણ પશ્ચિમ ઝોનના કામો સમાવિષ્ટ છે.

તેમણે વડોદરા મહાનગરપાલિકાને પણ આઉટગ્રોથ વિસ્તારના ૫૦ કામો માટે ૬૮.૦૪ કરોડ રૂપિયા ફાળવવા અનુમતિ આપી છે.

વડોદરા મહાનગરમાં આ કામો અંતર્ગત પાણી પુરવઠા, ડ્રેનેજ, વરસાદી ગટરના કામો, રોડના કામો, સ્ટ્રીટ લાઈટના કામો સાથે પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ ઝોનના વિવિધ કામો હાથ ધરાશે.

વડોદરા મહાનગર પાલિકાને ભૌતિક આંતર-માળખાકીય સુવિધાના પાણી પુરવઠા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ, બિલ્ડિંગ પ્રોજેક્ટ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને જુદાજુદા ઝોનમાં ગટર, વરસાદી ગટર, બિલ્ડિંગ, બ્રિજ પ્રોજેક્ટ, પાર્ક્સ, ગાર્ડનના કામો વગેરે મળી ૩૭૦ કામો માટે ૭૫૫.૯૬ કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ૧૪૪.૪૩ કરોડ રૂપિયા આંતર-માળખાકીય વિકાસ માટે મંજૂર કર્યા છે. આ રકમમાંથી ૩૬ કરોડ રૂપિયા શહેરની આગવી ઓળખના પાંચ કામો માટે ખર્ચ થશે.

આ કામોમાં કોબા સર્કલથી ઈન્દિરા બ્રિજ, કોબા સર્કલથી તપોવન તથાકોબા સર્કલથી રક્ષાશક્તિ સર્કલ અને રક્ષાશક્તિ સર્કલથી શાહપુર સર્કલ સુધીના રસ્તાની બન્ને બાજુ લેન્ડસ્કેપિંગ, બ્યુટિફિકેશન તથા પબ્લિક સ્પેસ વિકસાવવાના વિવિધ કામો હાથ ધરાશે.

ઉપરાંત પી.ડી.પી.યુ.-ગિફ્ટ સિટી રોડ પર બ્યુટિફિકેશનની કામીગીરી હાથ ધરાશે.

આ ઉપરાંત રાયસણ, સરગાસણ સહિતના વિસ્તારોમાં રોડરસ્તાનાં ત્રણ કામો, છ બગીચાઓનાં નવીનીકરણ, સ્ટોર્મ વોટર વોટર ડિસ્પોઝલ અને ડ્રેનેજ લાઈન સહિતના કામો માટે પણ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે.

ભૌતિક આંતરમાળખાકીય સુવિધાના આવા કુલ ૧૩ કામો માટે ૯૭.૪૩ કરોડ રૂપિયાને મંજૂરી આપી છે.

ગાંધીનગર મહાનગરપાલિકામાં સામાજિક આંતર-માળખાકીય સુવિધા માટે રાયસણ ખાતે સ્વર્ણિમ સાંસ્કૃતિક કેન્દ્ર તથા રાંદેસણ ખાતે નવીન પાર્ટી પ્લોટના નિર્માણની કામગીરી, મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા આંગણવાડીઓ અને પી.એચ.સી. કેન્દ્રોના રિનોવેશન અને બાંધકામની કામગીરી સહિતના કામો માટે ૧૧ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

સમગ્રતયા ગાંધીનગરને ૨૨ કામો માટે ૧૪૪.૪૩ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.

આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ૨૦૨૧-૨૨થી ૨૪-૨૫ના વર્ષોમાં રાજ્ય સરકારે ૮ મહાનગરોમાં આંતર-માળખાકીય વિકાસના કામો માટે કુલ ૯૫૯૧.૪૯ કરોડ, આઉટગ્રોથ એરિયાના કામો માટે ૧૩૮૮.૮૫ કરોડ અને ફ્લાય ઓવર બ્રિજ માટે ૧૧૪૧.૮૮ કરોડ મળીને સમગ્રતયા રૂપિયા ૧૨,૧૨૨ કરોડ ફાળવ્યા છે.

02/11/2024

ભેળસેળિયા વેપારીઓ પાસેથી રૂ.૭.૩ કરોડથી વધુનો શંકાસ્પદ ખાદ્ય ચીજોનો જથ્થો જપ્ત

*********

રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત જીવન જરૂરી ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર ખૂબ સતર્ક છે. જે અંતર્ગત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તા.૦૩ થી ૧૭ઓક્ટોબર દરમિયાન "ફૂડ સેફટી પખવાડિયા"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પખવાડિયાની અભૂતપૂર્વ સફળતા જોતા તા.૨૫ઓક્ટોબર સુધી ઉજવવામાં આવ્યું હતું. જે દરમિયાન તંત્ર દ્વારા રૂ. ૭.૩ કરોડથી વધુનો શંકાસ્પદ ખાદ્ય પદાર્થો પકડી ભેળસેળિયા વેપારીઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી હતી.



રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ તહેવારો દરમિયાન નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજો મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ખાદ્ય ચીજોના ધંધા સાથે સંકળાયેલા ઉત્પાદકો, હોલેસેલરો, રીટેલર તથા કોલ્ડસ્ટોરેજ વગેરે જગ્યાએથી ફૂડ સેફટી પખવાડિયામાં અત્યાર સુધી કુલ ૯૯૦૦થી વધુ નમુનાઓ લેવામાં આવ્યા હતા, જયારે ૪૭૦૦ જેટલા ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યા હતા.



વધુ વિગતો આપતા તેમણે ઉમેર્યું હતું કે, ફુડ સેફ્ટી પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે તા.૨૫ ઓકટોબર સુધીમાં વિવિધ કચેરીઓ દ્વારા ૩૨૭૪ એન્ફોર્સમેન્‍ટ નમુના અને ૬૬૨૯ સર્વેલન્‍સ નમુના એમ કુલ ૯૯૦૩ જેટલા નમુના લેવામાં આવ્યા હતા, જયારે ૪૬૬૧ થી વધુ ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યા હતા. અત્યાર સુધી તંત્ર દ્વારા રાજ્યમાં વિવિધ જગ્યાએ આકસ્મિક કુલ ૧૭૫ રેડ કરી ૨૬૦ ટન જેટલો આશરે રૂ. ૭.૩ કરોડનો શંકાસ્પદ ખાદ્યચીજનો જથ્થો તહેવારો દરમ્યાન ગ્રાહક સુધી ન પહોંચે તે માટે તંત્ર દ્વારા સીઝ કરવામાં આવ્યો હતો. આ ખાદ્ય પદાર્થો બિનઆરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, નાગરિકોના આરોગ્યના હિતમાં ૧૨,૦૯૫ કિલોગ્રામ બિનઆરોગ્યપ્રદ ખોરાક, જેની કિંમત અંદાજે રૂ. ૨૨.૩ લાખ થાય છે, તેનો નાશ પણ કરવામાં આવ્યો હતો.



ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવેલ શંકાસ્પદ ખાદ્યપદાર્થોની વિગતો આ મુજબ છે.

ક્રમ

ખાદ્યપદાર્થનું નામ

જપ્તીની વિગત (કિગ્રા)

જપ્તીની વિગત (રૂ.)



ઘી

૧,૦૧,૬૧૦

૪,૩૯,૯૭,૧૪૬/-



મીઠાઈ અને માવો

૩૭૮૨૦

૮૩,૭૨,૦૪૦/-



અનાજ

૩૭૦૮૨

૪૯,૪૭,૬૬૪/-



મરી મસાલા

૩૨૯૬૨

૪૯,૩૨,૯૩૬/



ખાદ્યતેલ

૩૨૪૦૫

૪૭,૪૬,૦૨૪/-



સુકા મેવા

૧૭૪૬

૨૮,૩૫,૫૦૦/-



નમકીન

૧૮૫૮

૨,૨૬,૨૨૦/-



અન્ય ખાદ્યપદાર્થ

૧૪૯૮૦

૨૬,૬૫,૧૩૯/-



કુલ

૨૬૦૪૬૩

૭,૨૭,૨૨,૬૬૯/-



આ ફૂડસેફટી પખવાડિયા દરમિયાન તંત્રની જીલ્લા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીઓ દ્વારા એન્ફોર્સમેન્ટ, અવેરનેશ,ટ્રેનિંગની વિવિધ પ્રવૃતિઓ અને લાયસન્‍સ/રજીસ્ટ્રેશનના કેમ્પ, ફૂડસેફટીવ્હીલ્સનો ઉપયોગ કરી ટ્રેનીંગ,ટેસ્ટીંગ અને અવેરનેશ, નવરાત્રી દરમિયાન રાત્રી કાલીન નવરાત્રીયોજતા પાર્ટી પ્લોટો અને મંડળોવાળી જગ્યાએ ફૂડસ્ટોલની તપાસની કામગીરી કરવામાં આવી હતી.

02/11/2024

બોન્સાઈ ગાર્ડન સુધીના વિવિધ વિકાસકાર્યોનું શ્રેષ્ઠ

રૂ.
૨૮૪ કરોડથી વધુના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.
આ અવસરે તેમણે નવા પ્રવાસન અને આકર્ષણ કેન્દ્રોની સાથે સાથે પ્રવાસન કાર્યના
વિકાસને પ્રોત્સાહન આપતાં પ્રોજેક્ટ્સનું અનાવરણ કર્યું હતું, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને
વધુ વૈશ્વિક પ્રતિષ્ઠા અપાવશે.તેમજ એકતાનગર ખાતે આવતા પ્રવાસીઓને વૈશ્વિક કક્ષાની
સવલતો પ્રાપ્ત થશે.
વિશ્વની ઊંચી પ્રતિમા આસપાસ નવી સગવડો અને આરોગ્યપ્રદ સેવાઓનો ઉમેરોઃ
વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી આજકાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
આ વૈશ્વિક પ્રવાસન સ્થળની સ્થાપનાને વધુ મજબૂત બનાવવા માટે આજે વિવિધ પ્રોજેક્ટ્સનું
લોકાર્પણ થયું. બોન્સાઈ ગાર્ડન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સરદાર સરોવર ડેમ એક્સપીરિયન્સ

સેન્ટર જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ અને ૫૦ બેડની ક્ષમતા ધરાવતી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના
ઉદ્ઘાટન સાથે હવે એકતા નગરમાં આરોગ્ય અને જનસુવિધાઓ બંનેને નવી ઉંચાઈ મળી છે.
૨૨ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું
ઉદ્ઘાટન કર્યું, જેની સાથે ટ્રોમા સેન્ટર, સિટી સ્કેન, ICU, લેબર રૂમ અને ઓપરેશન થિયેટર જેવી
પ્રાથમિક આરોગ્યસુવિધાઓ નાગરિકો માટે ઉપલબ્ધ થશે. આ સાથે, ICU ઓન-વ્હીલ્સની નવી
સેવાઓ પણ શરુ કરવામાં આવી છે, જેને કારણે વિકટ પરિસ્થિતિઓમાં પણ તાત્કાલિક સારવાર
ઉપલબ્ધ થશે.
ટ્રાફિક વ્યવસ્થાપન અને એકતાનગરની સુંદરતાને વધારવા માટે એકતા નગરના
વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક સર્કલ્સ બ્યુટીફિકેશન બનાવવામાં આવ્યા છે. ૧૦ સ્માર્ટ બસ સ્ટોપ
અને ૧૦ પિક-અપ સ્ટેન્ડના નિર્માણ સાથે નગરની સગવડો વધારવામાં આવી છે, જેના પ્રથમ
તબક્કાનું લોકાર્પણ આ સમારોહમાં થયું.
શિલ્પકલા અને સૌંદર્ય સાથે પ્રવાસન વિકાસને વેગઃ
જુલાઈ ૨૦૨૪માં SAPTI સંસ્થાના સહયોગથી યોજાયેલા ૨૦ દિવસના શિલ્પ
સિમ્પોઝિયમના ભાગરૂપે ‘પાણી, પ્રકૃતિ અને એકતા’ પર આધારિત ૨૪ શિલ્પકૃતિઓ
બનાવવામાં આવી હતી. આ શિલ્પો હવે એકતા નગરના વિવિધ જાહેર સ્થળોએ સ્થાપિત
કરવામાં આવ્યા છે, જે શહેરના પ્રવાસન અને આકર્ષણમાં વધારો કરશે. વડાપ્રધાનશ્રીએ
બસખાડીથી વ્યુપોઈન્ટ-૧ સુધીના વૉકવે તેમજ એકતા દ્વારથી શ્રેષ્ઠ ભારત ભવન સુધીના
નવનિર્મિત માર્ગોના પ્રથમ તબક્કાનું પણ ઉદ્ઘાટન કર્યું.
રૂ. ૨૩.૨૬ કરોડના ખર્ચે ૪ મેગાવોટ સોલાર પ્રોજેક્ટનું પણ લોકાર્પણ
કર્યું, જે એકતા નગરને હરિત ઉર્જાના માર્ગે આગળ વધારશે. પર્યાવરણ સંરક્ષણના હેતુથી
બોન્સાઈ ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટના વિસ્તરણ સાથે પ્રકૃતિપ્રેમીઓને અનોખો અનુભવ
મળશે.
સુરક્ષા અને લચીલા વિકાસ માટેની મહત્વની યોજનાઃ
૨૦૨૩માં આવેલા પૂરનાં નુકસાનને ધ્યાનમાં રાખીને કેક્ટસ ગાર્ડન નજીક પ્રોટેક્શન વોલનો
વિસ્તાર કરવામાં આવશે, જે પ્રવાસીઓને સુરક્ષિત પર્યાવરણ અને વધુ સગવડો આપશે. સાથે
જ, ગરૂડેશ્વર ખાતે રૂ. ૬૦ કરોડના ખર્ચે હૉસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટના પુનર્વિકાસ માટે જમીનનું સ્તર

ઊંચું કરવાનું કામ હાથ ધરાયું છે, જેથી ભવિષ્યમાં પૂરથી સુરક્ષા મળે અને વિકાસ યથાવત્
રહે.
નિગમિત વિકાસ અને સુંદર ભવિષ્યની દિશામાં પ્રગતિઃ
આ પ્રોજેક્ટ્સના લોકાર્પણ સાથે એકતા નગર માત્ર પ્રવાસન માટે નહીં, પરંતુ ટકાઉ
વિકાસ અને નાગરિક સુવિધાઓ માટે પણ દેશભરમાં મોડેલ બનશે.એકતા નગર મજબૂત
માળખાગત વિકાસ અને પર્યાવરણપ્રેમી નીતિઓના સંગમનું પ્રતિક બનશે.આ પ્રવાસન સ્થળ
પ્રવાસીઓ માટે મનમોહક બની રહેશે.પ્રધાનમંત્રીશ્રીએ એકતાનગર ખાતે સાકાર થઇ રહેલા
પ્રકલ્પ-પ્રોજેક્ટ પ્રદર્શનિનું નિરિક્ષણ કર્યું હતું.

02/11/2024

૧૬ ગૌશાળા-પાંજરાપોળના ૨૬

હજારથી વધુ પશુઓ માટે રૂ. ૭.૧૩ કરોડની સહાય ચૂકવાઈ

***

વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ તબક્કામાં અત્યાર સુધીમાં કુલ ૧,૪૭૧ ગૌશાળા-
પાંજરાપોળના ૪.૪૦ લાખથી વધુ પશુઓના નિભાવ માટે રૂ. ૧૨૦ કરોડથી વધુની

સહાય અપાઈ
****

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળાઓ અને પાંજરાપોળોને
પશુ નિભાવ સહાયની ચૂકવણી કરવા માટે ગાંધીનગર ખાતે રાજ્ય સમિતિની બીજી બેઠક મળી
હતી. આ બેઠકમાં વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ તબક્કામાં એટલે કે, એપ્રિલ-૨૦૨૪ થી જૂન-
૨૦૨૪ માટે રાજ્યની વધુ ૧૬ ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય ચૂકવવાનો
નિર્ણય કરવામાં આવ્યો છે. પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી આ ગૌશાળા અને
પાંજરાપોળના આશરે ૨૬,૦૦૦થી વધુ પશુઓ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૭.૧૩ કરોડની
સહાય ચૂકવવામાં આવી છે, તેમ ગૌસેવા આયોગની અખબારી યાદીમાં જણાવાયું છે.
આ યોજના અંતર્ગત રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ તબક્કા હેઠળ અત્યાર
સુધીમાં રાજ્યની ૧,૪૭૧ ગૌશાળા-પાંજરાપોળના આશરે ૪.૪૦ લાખથી વધુ પશુઓના નિભાવ
માટે કુલ રૂ. ૧૨૦ કરોડથી વધુની સહાય DBTના માધ્યમથી સીધી સેવાભાવી સંસ્થાઓના
ખાતામાં ચૂકવવામાં આવી છે. જેના પરિણામે રાજ્યની તમામ ગૌશાળા અને પાંજરાપોળને પશુ
નિભાવ માટે સહાય આપી, આર્થિક રીતે મદદરૂપ થવાનો રાજ્ય સરકારનો ઉદ્દેશ ખરા અર્થમાં
ચરિતાર્થ થઈ રહ્યો છે.
ગુજરાતમાં રૂ. ૫૦૦ કરોડના પ્રાવધાન સાથે ‘મુખ્યમંત્રી
ગૌમાતા પોષણ યોજના’ શરુ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળા કે
પાંજરાપોળ દ્વારા ગાય અને ભેંસ વર્ગના પશુઓનો નિભાવ કરવામાં આવતો હોય, તેવી
સેવાભાવી સંસ્થાઓને ગૌવંશના પોષણ અને નિભાવ માટે દૈનિક પશુદીઠ રૂ. ૩૦ લેખે આર્થિક
સહાય આપવામાં આવે છે.

02/11/2024

તહેવારોમાં પોલીસ ‘પાવતી બુક’
લઇને નહિ, પરંતુ ફુલ અને ટ્રાફિક અવેરનેસ પેમ્ફલેટ લઇને ઉભેલી જોવા મળશે
....

વાહન ચાલકે જે નિયમ ભંગ કર્યો છે તેનું અવેરનેસ પેમ્ફલેટ આપવામાં આવશે
....

ગુજરાત પોલીસ દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યભરમાં ટ્રાફિક અવેરનેસ માટે
એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ તહેવારોમાં અલગ અલગ માર્કેટ પ્લેસ,
હાઇવે કે વિવિધ સર્કલ ઉપર ઉભી રહેતી પોલીસ ‘પાવતી બુક’ લઇને નહિ, પરંતુ ફુલ અને
ટ્રાફિક અવેરનેસ પેમ્ફલેટ લઇને ઉભેલી જોવા મળશે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર
વાહન ચાલકને પોલીસ દ્વારા ફુલ આપીને તેમણે જે નિયમનો ભંગ કરવાની ભુલ કરી છે
તેનાથી તેમને તથા તેમના પરિવારને શુ નુક્શાન થઇ શકે છે અને માનવજીવનનુ મુલ્ય
વાહનચાલકના પોતાના પરિવાર માટે કેટલુ વિશેષ છે તેની સમજ આપવામાં આવશે.
દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યમાં વાહનોની અવર-જવર વધુ પ્રમાણમાં રહેશે.
જેથી, રાજ્યભરમાં માર્ગ સલામતિ અંતર્ગત ટ્રાફિકના નિયમોની અમલવારી કરાવવા માટે
તેમજ વાહન ચાલકોમાં જાગૃતિ લાવવા ઉપરાંત માર્ગ અકસ્માતોના બનાવો ન બને અને
વાહન ચાલક તેમજ તેમના પરિવારની સલામતિ જળવાય તે માટે ટ્રાફિક અવેરનેસનો આ
નવતર અભિગમ અપનાવ્યો છે.

આજે તા.૩૦મી ઓક્ટોબર થી તા.૦૬ઠ્ઠી નવેમ્બર ૨૦૨૪ દરમિયાન હેલ્મેટ, સીટ બેલ્ટ,
ઓવર સ્પીડ, રોંગ સાઇટ ડ્રાઇવીંગ તેમજ લેન ભંગ સહિતના ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન

કરતા વાહન ચાલકને તેમણે જે નિયમ ભંગ કર્યો છે તે મુજબનું અવેરનેસ પેમ્ફલેટ પોલીસ
દ્વારા આપવામાં આવશે. તેની સાથે સાંકેતિકરૂપે વાહન ચાલકને ફુલ આપી ટ્રાફિક નિયમોની
સમજ આપવામાં આવશે અને હવેથી ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સમજાવવામાં
આવશે.

02/11/2024

રૂ. ૮,૪૭૪ કરોડના મુલ્યની આશરે ૧૨.૭૮ લાખ મેટ્રિક ટન જણસીની ટેકાના ભાવે ખરીદી કરાશે

*****

સૌથી વધુ કુલ રૂ. ૭,૬૪૫ કરોડના મૂલ્યની ૧૧.૨૭ લાખ મેટ્રિક ટન મગફળીની

ટેકાના ભાવે ખરીદી કરાશે

*****

ગુજરાતના ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ખેડૂતો નોંધણી કરાવી શકે તે માટે નાફેડનું ઈ-સમૃધ્ધિ પોર્ટલ તા. ૦૩-૧૦-૨૦૨૪ થી
તા. ૩૧-૧૦-૨૦૨૪ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. રાજ્યનો કોઈપણ ખેડૂત ટેકાના ભાવે
ખરીદીના લાભથી વંચિત ન રહી જાય તે માટે આ નોંધણી પ્રક્રિયા આગામી તા. ૧૧ નવેમ્બર,
૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કુલ રૂ. ૭,૬૪૫ કરોડના મૂલ્યની ૧૧.૨૭ લાખ મેટ્રિક
ટન મગફળી, રૂ. ૪૫૦ કરોડના મૂલ્યની ૯૨,૦૦૦ મેટ્રિક ટન સોયાબીન, રૂ. ૩૭૦ કરોડના

મૂલ્યની ૫૦,૯૭૦ મેટ્રિક ટન અડદ અને રૂ. ૭૦ કરોડના મૂલ્યની ૮,૦૦૦ મેટ્રિક ટન મગની
મળીને કુલ રૂ. ૮,૪૭૪ કરોડના મુલ્યની આશરે ૧૨.૭૮ લાખ મેટ્રિક ટન જણસીની ટેકાના
ભાવે ખરીદી કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા
પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન
હાથ ધરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે મગફળીનો ટેકાનો
ભાવ માટે રૂ. ૬,૭૮૩ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૩૫૬ પ્રતિ મણ), મગનો ટેકાનો ભાવ રૂ. ૮,૬૮૨
પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૭૩૬ પ્રતિ મણ), અડદનો ટેકાનો ભાવ રૂ. ૭,૪૦૦ પ્રતિ ક્વિન્ટલ (રૂ.
૧,૪૮૦ પ્રતિ મણ) તથા સોયાબિનનો ટેકાનો ભાવ રૂ. ૪,૮૯૨ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૯૭૮ પ્રતિ
મણ) જાહેર કરવામાં આવ્યો છે.
રાજ્યના ૧૬૦ જેટલા ખરીદ કેન્દ્રો પર રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની
ટેકાના ભાવે ખરીદી લાભ પાંચમ બાદ તા. ૧૧-૧૧-૨૦૨૪ના રોજથી શરૂ કરવામાં આવશે
અને તા. ૦૮-૦૨-૨૦૨૫ના રોજ પૂર્ણ થશે.

02/11/2024

વાવ વિધાનસભા બેઠક માટે કુલ ૧૦ ઉમેદવારો જનમત મેળવશે

………………………..

૦૭-વાવ વિધાનસભા બેઠક માટે તા.૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ યોજાશે મતદાન
...........................

૦૭-વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી માટે આગામી તા.૧૩ નવેમ્બર, ૨૦૨૪ના
રોજ મતદાન યોજાનાર છે. તા.૧૮ ઑક્ટોબરથી તા.૨૫ ઑક્ટોબર દરમિયાન કુલ ૨૧
ઉમેદવારીપત્રો ભરાયા હતા. જેની તા.૨૮ ઑક્ટોબરના રોજ ચકાસણી અને તા.૩૦ ઑક્ટોબર
સુધીમાં ઉમેદવારી પત્રો પાછા ખેંચાયા બાદ હવે કુલ ૧૦ ઉમેદવારો વાવ વિધાનસભા બેઠક
માટે જનમત મેળવશે.
વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ભરાયેલા કુલ ૨૧ ઉમેદવારો પૈકી ચકાસણી
અને ફોર્મ પાછા ખેંચાવાની પ્રક્રિયા બાદ માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય સ્તરના રાજકીય પક્ષના બે
(૦૨) ઉમેદવારો, નોંધાયેલા રાજકીય પક્ષના એક (૦૧) ઉમેદવાર ઉપરાંત સાત (૦૭) અપક્ષ
ઉમેદવાર મળી કુલ દસ (૧૦) ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.
ગુજરાતની ૦૭-વાવ વિધાનસભા બેઠક માટે તા.૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ મતદાન
યોજાશે. ઉલ્લેખનીય છે કે, વાવ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૩૨૧ પોલીંગ સ્ટેશન આવેલા
છે. જેમાં તા.૧૫ ઑક્ટોબર, ૨૦૨૪ સુધીમાં ૧,૬૧,૨૯૩ પુરૂષ, ૧,૪૯,૩૮૭ સ્ત્રી અને ૦૧ થર્ડ
જેન્ડર મળી કુલ ૩,૧૦,૬૮૧ મતદારોનો સમાવેશ થાય છે.

02/11/2024

રાજ્યના ૭૪ લાખ રેશન કાર્ડ 3 કરોડ લોકો સસ્તુ અનાજ ખાય છે

*******

દિવાળીના તહેવાર દરમ્યાન રાજ્યના ૭૪ લાખથી વધુ રેશનકાર્ડધારક કુટુંબોને ખાદ્યતેલ
(સીંગતેલ) તથા ૩૨ લાખ રેશન કાર્ડધારક કુટુંબોને વધારાની ખાંડનું વિતરણ કરવામાં આવી
રહ્યુ છે એમ અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવાયાનુસાર રાજ્ય સરકાર દ્વારા “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા”
(N.F.S.A.) હેઠળ સમાવિષ્ટ ૭૪ લાખથી વધુ રેશનકાર્ડધારક કુટુંબોની ૩.૬૮ કરોડ
જનસંખ્યાને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંતર્ગત ચાલુ માસ ઓક્ટોબરમાં
દિવાળીના તહેવારો દરમ્યાન ઘઉં અને ચોખાનું વિનામૂલ્યે વિતરણ રાજ્યની ૧૭૦૦૦ થી વધુ
વાજબી ભાવની દુકાનો ખાતે થઇ રહ્યું છે.તેમજ રાજ્યના ૮ લાખ જેટલા અંત્યોદય અન્ન
યોજનાના (A.A.Y.) કુટુંબોને પ્રતિ કાર્ડ ૧૫ કિલો ઘઉં અને ૨૦ કિલો ચોખા મળી કુલ ૩૫ કિલો
અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.
રાજ્યના ૬૬ લાખ જેટલા “અગ્રતા ધરાવતા કુટુંબો” ની ( Priority House Hold – P.H.H. )
૩.૩૨ કરોડ જનસંખ્યાને પ્રતિ વ્યક્તિ ૨ કિલો ઘઉં અને ૩ કિલો ચોખા મળી પ્રતિ વ્યક્તિ કુલ
૫ કિલો અનાજનું વિતરણ કરવામાં આવે છે. આમ, P.H.H. કુટુંબમાં પાંચ વ્યક્તિઓ હોય તો
૧૦ કિલો ઘઉં અને ૧૫ કિલો ચોખા મળી કુલ ૨૫ કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં
આવે છે.
રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને દિવાળીના તહેવાર નિમિત્તે N.F.S.A. હેઠળ સમાવિષ્ટ તમામ
૭૪ લાખ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્યતેલ (સીંગતેલ) બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે
કાર્ડદીઠ ૧ લિટર પાઉચ રૂ.૧૦૦ પ્રતિ લિટરના રાહત દરે વિતરણ કરવામાં આવે છે.

રાજ્યના બીપીએલ અને અંત્યોદય કુટુંબો મળી કુલ ૩૨ લાખ જેટલા કુટુંબો મળવાપાત્ર ખાંડના
જથ્થા ઉપરાંત વધારાની ૧ કિ.ગ્રા. ખાંડનું અંત્યોદય કુટુંબોને કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. રૂ.૧૫ ના
રાહતદરે તથા બી.પી.એલ કુટુંબોને કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. રૂ. ૨૨ પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે
વિતરણ કરવામાં આવી રહેલ છે.
રાજ્ય સરકારની યોજના હેઠળ, N.F.S.A. હેઠળના તમામ ૭૪ લાખ કુટુંબોને “અન્ન સુરક્ષા”ની
સાથેસાથે પોષણયુક્ત પુરી પાડવા માટે પ્રોટીન સભર આહાર મળી રહે તે માટે ચણા કાર્ડદીઠ
૧ કિ.ગ્રા. રૂ. ૩૦ પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે તથા તુવેરદાળ કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. રૂ. ૫૦ પ્રતિ
કિ.ગ્રા.ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહેલ છે. વધુમાં, રાજ્યમાં લોકલાગણીને ધ્યાને
લઇને પ્રથમવાર તેલવાળી તુવેરદાળનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેનો લાભાર્થીઓ
તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
રાજ્ય સરકારની યોજના હેઠળ, N.F.S.A. હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક
કુટુંબોને ડબલ ફોર્ટીફાઇડ મીઠું કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. રૂ. ૧ પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે વિતરણ
કરવામાં આવી રહેલ છે.
આમ, રાજ્ય સરકાર N.F.S.A. હેઠળ સમાવિષ્ટ અંત્યોદય તથા અગ્રતા ધરાવતા કુટુંબો મળી
તમામ કુટુંબોને અન્ન સલામતી પૂરી પાડવા સાથે પોષણ સલામતી પણ મળી રહે તે માટે
ભારત સરકાર તથા રાજ્ય સરકારની યોજનાઓનું સુચારૂ અમલીકરણ કરીને લોકો તહેવારો
સારી રીતે રીતે ઉજવી શકે તે માટે સતત કાર્યરત છે.
રાજ્ય સરકાર દ્વારા “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા” (N.F.S.A.) હેઠળ સમાવિષ્ટ ૭૪
લાખથી વધુ રેશનકાર્ડધારક કુટુંબોની ૩.૬૮ કરોડ જનસંખ્યાને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ
અન્ન યોજના” અંતર્ગત ચાલુ માસ ઓક્ટોબરમાં દિવાળીના તહેવારો દરમ્યાન ઘઉં અને ચોખાનું
વિનામૂલ્યે વિતરણ રાજ્યની ૧૭૦૦૦ થી વધુ વાજબી ભાવની દુકાનો ખાતે થઇ રહ્યું છે.
• રાજ્યના ૮ લાખ જેટલા અંત્યોદય અન્ન યોજનાના (A.A.Y.) કુટુંબોને પ્રતિ કાર્ડ ૧૫ કિલો
ઘઉં અને ૨૦ કિલો ચોખા મળી કુલ ૩૫ કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.
• રાજ્યના ૬૬ લાખ જેટલા “અગ્રતા ધરાવતા કુટુંબો” ની ( Priority House Hold – P.H.H.
) ૩.૩૨ કરોડ જનસંખ્યાને પ્રતિ વ્યક્તિ ૨ કિલો ઘઉં અને ૩ કિલો ચોખા મળી પ્રતિ વ્યક્તિ કુલ
૫ કિલો અનાજનું વિતરણ કરવામાં આવે છે. આમ, P.H.H. કુટુંબમાં પાંચ વ્યક્તિઓ હોય તો
૧૦ કિલો ઘઉં અને ૧૫ કિલો ચોખા મળી કુલ ૨૫ કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં
આવે છે.
• રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને દિવાળીના તહેવાર નિમિત્તે N.F.S.A. હેઠળ સમાવિષ્ટ
તમામ ૭૪ લાખ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્યતેલ (સીંગતેલ) બજાર ભાવથી ઘણી ઓછી
કિંમતે કાર્ડદીઠ ૧ લિટર પાઉચ રૂ.૧૦૦ પ્રતિ લિટરના રાહત દરે વિતરણ કરવામાં આવે છે.
રાજ્યના બીપીએલ અને અંત્યોદય કુટુંબો મળી કુલ ૩૨ લાખ જેટલા કુટુંબો મળવાપાત્ર
ખાંડના જથ્થા ઉપરાંત વધારાની ૧ કિ.ગ્રા. ખાંડનું અંત્યોદય કુટુંબોને કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. રૂ.૧૫
ના રાહતદરે તથા બી.પી.એલ કુટુંબોને કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. રૂ. ૨૨ પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે
વિતરણ કરવામાં આવી રહેલ છે.
આમ, દિવાળીના તહેવાર દરમ્યાન રાજ્યના ૭૪ લાખથી વધુ રેશનકાર્ડધારક કુટુંબોને
ખાદ્યતેલ (સીંગતેલ) તથા ૩૨ લાખ રેશનકાર્ડધારક કુટુંબોને વધારાની ખાંડનું વિતરણ
કરવામાં આવે છે.
• રાજ્ય સરકારની યોજના હેઠળ, N.F.S.A. હેઠળના તમામ ૭૪ લાખ કુટુંબોને “અન્ન
સુરક્ષા”ની સાથેસાથે પોષણયુક્ત પુરી પાડવા માટે પ્રોટીનસભર આહાર મળી રહે તે માટે ચણા
કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. રૂ. ૩૦ પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે તથા તુવેરદાળ કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. રૂ. ૫૦
પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહેલ છે. વધુમાં, રાજ્યમાં લોકલાગણીને

ધ્યાને લઇને પ્રથમવાર તેલવાળી તુવેરદાળનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેનો
લાભાર્થીઓ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહેલ છે.
• રાજ્ય સરકારની યોજના હેઠળ, N.F.S.A. હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક
કુટુંબોને ડબલ ફોર્ટીફાઇડ મીઠું કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. રૂ. ૧ પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે વિતરણ
કરવામાં આવી રહેલ છે.
આમ, રાજ્ય સરકાર N.F.S.A. હેઠળ સમાવિષ્ટ અંત્યોદય તથા અગ્રતા ધરાવતા કુટુંબો મળી
તમામ કુટુંબોને અન્ન સલામતી પૂરી પાડવા સાથે પોષણ સલામતી પણ મળી રહે તે માટે
ભારત સરકાર તથા રાજ્ય સરકારની યોજનાઓનું સુચારૂ અમલીકરણ કરીને લોકો તહેવારો
સારી રીતે રીતે ઉજવી શકે તે માટે સતત કાર્યરત છે.

02/11/2024

સોમનાથના સાનિધ્યમાં દિવાળીના તેહવારો પર અનેકવિધ ધાર્મિક અને યાત્રી લક્ષી આયોજનો...
------
શ્રી સોમનાથ મંદિરમાં રંગોળી, મંદિરનું દીવડાઓથી સુશોભન, મહાદેવને દીપમાળા, વિશેષ શ્રૃંગાર, ઓનલાઈન અને પ્રત્યક્ષ લક્ષ્મી પૂજન, અન્નકૂટ મનોરથ સહિતના ધાર્મિક આયોજન
------
ટ્રસ્ટના તમામ ગેસ્ટ હાઉસ ને રોશની, રંગોળીથી સુશોભિત કરી રાત્રે યાત્રીઓ સાથે ટ્રસ્ટ પરિવાર દીપોત્સવી ઉજવશે

સોમનાથ, 26 ઓક્ટોબર, 2024:

આગામી દિવાળી મહોત્સવ-2024 અંતર્ગત શ્રી સોમનાથ મંદિર ખાતે અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે. વિવિધ મુહૂર્ત અને દિવસો દરમિયાન ભક્તજનો માટે વિશેષ શૃંગાર અને પૂજાઓની આયોજનો રાખવામાં આવ્યા છે. દિવાળીના પાંચ દિવસ માટે ભક્તિપૂર્ણ આયોજન કરાયેલા છે.

રંગોળી, વિશેષ શ્રૃંગાર અને પ્રકાશમાન પરિસર:
દર વર્ષની જેમ આ વર્ષે પણ દિપાવલી પર્વે શ્રી સોમનાથ મંદિર પરિસરમાં ટ્રસ્ટ પરિવાર દ્વારા ભકતો સાથે મળીને નૃત્ય મંડપમાં વિશેષ રંગોળી તૈયાર કરવામાં આવશે. સમગ્ર મંદિર પરિસરને હજારો દિવડાઓથી સુશોભિત કરવામાં આવશે. સમગ્ર તહેવારોમાં મંદિરમાં પ્રત્યેક દિવસે સોમનાથ મહાદેવને વિશેષ શ્રૃંગાર કરવામાં આવશે. દિવાળી મહોત્સવના દરેક દિવસે શ્રી સોમનાથ મંદિર પરિસર, ટ્રસ્ટના તમામ અતિથિગૃહ અને પરિસર પ્રકાશિત કરવામાં આવશે. જેથી આવનાર ભક્તોને ઉત્સવ દરમિયાન ઘર જેવી જ લાગણી ઉત્પન્ન થાય.

ઓનલાઈન લક્ષ્મી પૂજન:
દિપાવલી પર્વ પર દેશ ભરમાંથી લક્ષ્મી પૂજન નોંધાવનાર ભક્તોને ઓનલાઈન માધ્યમ પર લક્ષ્મી પૂજન કરી પૂજન કરેલ શ્રી યંત્ર, રોજમેળ પેન, અને નમન ભસ્મ પ્રસાદ એમના સરનામા પર પહોચાડવામાં આવશે. આ ઉપરાંત સ્વયં સોમનાથ આવીને લક્ષ્મી પૂજન કરવા માંગતા ભક્તોને પણ પૂજા કરાવવામા આવશે.

લાઈટ એન્ડ સાઉન્ડ શો, દીપોત્સવી:
ચોમાસામાં બંધ કરાયેલ યાત્રીઓનો પ્રિય એવો 3Dલાઈટ એન્ડ સાઉન્ડ શો ભકતો માટે ફરી શરૂ કરાયો છે. તેહવારોમાં 2 શો કરવામાં આવશે જેથી આવનાર યાત્રીઓને બમણો લાભ મળી શકશે. આ ઉપરાંત ટ્રસ્ટના અતિથિગૃહ ના મેદાનમાં દિવાળીના દિવસે યાત્રીઓને સાથે રાખી ટ્રસ્ટ પરિવાર દીપોત્સવી ઉજવશે જેથી આવનાર યાત્રીઓને પરિવારનો ભાગ હોવાનો અનુભવ કરાવવામાં આવશે

નૂતન વર્ષે અન્નકૂટ:
નવા વર્ષના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શન કરી પોતાના દિવસની શરૂઆત કરવા માટે સોમનાથ પધારનાર ભાવિકોને ઉત્તમ દર્શન અનુભવ થાય તેવી વ્યવસ્થા ઉપરાંત જનકલ્યાણની પ્રાર્થના સાથે મહાદેવને અન્નકૂટ ભોગ લગાવવામાં કરવામાં આવશે.

આમ શ્રી સોમનાથ મંદિર, ટ્રસ્ટના ગેસ્ટ હાઉસ, ભોજનાલય, પાર્કિંગ સહિતમાં યાત્રીઓને ઉત્તમ આતિથ્ય મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

Address

Near VTV
Ahmedabad
260322

Website

https://www.allgujaratnews.in/en/, https://www.allgujaratnews.in/hn/

Alerts

Be the first to know and let us send you an email when All Gujarat News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to All Gujarat News:

Videos

Share

Nearby media companies


Other News & Media Websites in Ahmedabad

Show All