ધ્યાન રાખજો.....
કોરોનાની કમાણી તમારી જિંદગી ના છીનવી લે....
ભારત, ગુજરાત, અમદાવાદ અને આપણા સૌના માટે આ જુલાઈ – ઓગષ્ટ બે મહિના સૌથી વધુ ખતરનાક પુરવાર થવાના છે. કેમ કે કોરોના હવે પૂર્ણ રીતે ફેલાઈ રહ્યો છે. અનલોકને કારણે એના ફેલાવાના માધ્યમો અનેકગણા થઈ ગયા છે.
કોરોનાને હજી ઘર ઘરમાં લાવવાની - ફેલાવવાની તૈયારી આપણે સૌ કરી રહ્યા છીએ. મેં અગાઉ પણ લખ્યું છે કે ચાર લોકડાઉનના બે મહિના પછી આવડો મોટો દેશ બંધ ના રાખી શકાય. તેથી સરકારે તો લોકડાઉન ખોલી નાખ્યું. અને બે મહિનાના લોકડાઉનથી દેશ અને દુનિયાના તમામ લોકોને કોરોનાની ભયાનકતાનો ખ્યાલ આવી ગયો છે.
આમ છતાંય લોકડાઉન ખૂલતા જ લોકો જાણે જેલમાંથી છૂટ્યા હોય એમ ફરી રહ્યા છે. ધીમે ધીમે બધુ જ નૉર્મલ થઈ રહ્યું છે. બજારોની ભીડ વધી રહી છે. પણ કોરોનાનો સાચો ખેલ હવે શરું થઈ રહ્યો છે, આજે વિશ્વભરમાં રોજના એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. આવતી કાલે ભારતમાં રોજના એક લાખ કેસ સામે આવશે ત્યારે શું સ્થિતિ હશે ? એની કલ્પના કરી જોજો.
અત્યારની સ્થિતિ જોતા લાગે છે કે કોરોના એક પણ વ્યક્તિને છોડવાનો નથી. કેમ કે ધારો કે તમે ખૂબ જ સાવધાની રાખીને બહાર નીકળો છો. નોકરી ધંધે જાવ છો. માસ્ક પહેરો છો. સામાજિક ડિસ્ટન્સ રાખો છો. અને રોજનું કામ કરો છો. ઘેર આવો છો ત્યારે જૂત્તા બહાર ઉતારી સીધા જ બાથરૂમમાં જઈને સ્નાન કરો છો, પહેરેલા કપડાં ધોવામાં નાખો છો. સવારે સાંજે ગરમ પાણીમાં લીમ્બુ, હળદર, સૂંઠ, મરી, આદુ, નાખીને ઉકાળો પીવો છો. એટલે તમે બહાર ક્યાંય સંક્રમિત થશો તો પણ કદાચ બચી જશો, પણ જો તમારા ઘરમાં બીજા સભ્યો છે, વળી એમાય ખાસ માતા પિતા કે કોઈ વૃદ્ધ કે અન્ય શારીરિક બીમારીવાળું કોઈ છે અને તમારાથી સહેજ નાની અમથી ભૂલ થઈ ગઈ તો ? કેમ કે બહારથી આપણા ઘરમાં કોરોના આવવાના હવે તમામ દરવાજાઓ ખૂલી ગયા છે.
તમે ગમે તેટલીવાર સાબુથી હાથ ધોવો, પણ એવું જરૂરી નથી કે કોરોના માત્ર હાથ દ્વારા જ સંક્રમિત કરે છે એ હવાથી પણ સંક્રમિત કરે છે. અથવા ઘરની અસંખ્ય વસ્તુઓમાં રહીને ગમે ત્યારે આપણામાં પ્રવેશી શકે છે.
જો નોકરીએ જાવ છો, બિઝનેસ માટે ઓફિસે જાવ છો. પહેલાની જેમ કામ શરું કરી દીધુ છે તો યાદ રાખજો તમારા સંક્રમિત થવાના ચાન્સ પૂરેપૂરા છે. કેમ કે તમારા શહેરમાં આજે કદાચ પચાસ સો કેસ જ છે પણ તેઓ બીજા પાંચ સો હજારને ચેપ લગાવીને જ આવ્યા છે અને એ પાંચ સો હજારના લક્ષણો બહાર દેખાય એ પહેલા તેઓ બીજા દસ વીસ હજારને ચેપ લગાવીને બહાર આવશે, અને આ દસ વીસ હજાર પછી લાખ બે લાખને...અને આમાં આજે નહીં તો કાલે તમે પણ હશો જ...
મિત્રો, જે કોરોનાથી વિશ્વ આખું ડરી રહ્યું છે. ખૂદ ડબલ્યૂ.એચ.ઓ. આને વિશ્વ માટે ખતરનાક માને છે. તેમ છતાંય આપણે પહેલાની જેમ કામે લાગી ગયા છીએ. જે અતિ ગંભીર પરિણામ લાવશે.
કોરોના જેવું કશું છે જ નહીં, આવા મેસેજો પણ સોશિયલ મીડિયા ઉપર ફરતા થયા છે.
પણ જ્યારે ઘરમાં કોરોના આવશે ત્યારે ખબર પડશે કે કોરોના શું છે ? આજે ભારતમાં રોજના વીસ હજાર નવા કેસ સામે આવી રહ્યા છે... જે ધીમે ધીમે એક લાખ બે લાખે પહોંચશે... જે શહેરમાં આજે રોજના દસ વીસ કેસ સામે આવે છે ત્યા દિવસે દિવસે આંકડો વધતો જ જવાનો છે.
આ વર્ષ ખૂબ જ સાચવવાનું છે. અગાઉના વર્ષોમાં જેટલું કમાયા છો, જે કાંઈ બચત કરી છે તેનાથી આ વર્ષ ઘરમાં બેસીને પસાર કરશો તો આખો પરિવાર બચી જશે. અથવા પરિવારમાં કોરોના આવશે જ એની તૈયારી રાખજો. મિત્રો, ધારો કે આપણે ડિસેમ્બર સુધી દુકાને કે ઓફિસે જઈ ધંધો નથી કરતા તો માર્ચથી ડિસેમ્બરના નવ મહિનાની ખોટ જઈ જઈને કેટલી જવાની ?
આની સામે તમારા ઘરના કોઈપણ એક સભ્યની જિંદગી મૂકો. જે કિંમતી લાગે એને બચાવજો. અને ધારો કે તમારે સરકારી નોકરી છે. તો તો નોકરીએ ગયા વિના છૂટકો જ નથી. પણ જેઓ પ્રાઈવેટમાં ફિક્સ પગારમાં, દસ વીસ હજારમાં નોકરી કરે છે. અને જો આર્થિક સ્થિતિ નબળી ના હોય નોકરી માત્ર શોખ માટે કરતા હોય તો એવી વ્યક્તિઓએ તો હાલ નોકરી છોડી દેવી આખા પરિવાર માટે હિતાવહ છે.
બાકી જો બહારથી કોરોના ઘરમાં લાવ્યા અને ઘરમાં કોઈને લાગી ગયો તો હવે બહાર હોસ્પિટલોમાં પણ જગ્યા નથી. પછી ના વિચારેલી દર્દનાક પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે. એના કરતા એવી નોકરીઓ છોડી આ વર્ષ ડિસેમ્બર સુધી સાચવશો તો તમે અને તમારો પરિવાર બચી જશે. નોકરી તો બીજી પણ મળી જશે. જિંદગી બીજી નહીં મળે.
અત્યારે મુંબઈ ને દિલ્હીની જે સ્થિતિ છે તેવી અમદાવાદની સ્થિતિ થોડા દિવસોમાં થવાની છે. અને જ્યારે એક લાખ લોકો અમદાવાદમાં સંક્રમિત થાય ત્યારે સમજી લેવાનું બીજા દસ વીસ લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. અને તેઓ આખા અમદાવાદને સંક્રમિત કરી રહ્યા છે. જેમાં તમે આવી શકો છો. મિત્રો, જો ઘરમાં કમાવવાવાળી વ્યક્તિ તમે જ છો અને તમને કોરોના થયો અને રિકવર ના થયો તો ? તમારા વિના તમારા પરિવારનું શું થશે ? એ પણ એક વખત શાંત ચિત્તે વિચારવાની જરૂર છે. કેમ કે દેશભરના બજારો ધમધમવા લાગ્યા છે.
જે લોકોને બીજો કોઈ વિકલ્પ જ નથી. ઘરમાં કે બેન્કમાં કોઈ બચત જ નથી તેવા લોકોની તો મજબૂરી છે કે કામ ધંધે જાય. પણ જેઓ એક બે વર્ષ ઘરમાં બેસી રહે તો પણ કશો જ વાંધો ના આવે એવા વેપારીઓ, દુકાનદારો, વહિવટદારોએ પણ પોતાનું કામ શરું કરી દીધું છે. પણ આ જુનથી ડિસેમ્બરના છ મહિનાની આવક જાવકનો હિસાબ જ્યારે નવા વર્ષે કરશો ત્યારે શક્ય છે કે તમે કંઈક એવું ગુમાવી ચૂક્યા હશો કે જેની ખોટ જિંદગીભર રહેશે. કેમ કે કોરોના હવે બે મહિના હજીએ એની ફૂલ સ્પીડમાં દોડવાનો છે.
આપણી ગુજરાતી પ્રજા વેપારપ્રિય છે. જાનનું જોખમ ગમે તેટલું હોય પણ વેપાર તો કરવાનો જ. ઘરમાં ક્યા સુધી બેસવું ? એવું વિચારીને સૌ કોઈ.... પણ હમણા જો ત્રીજું વિશ્વયુદ્ધ શરું થઈ ગયું તો ? આખા દેશમાં અમર્યાદિત સમયનો કરફ્યું લાગી ગયો તો ? રાત્રે સંપૂર્ણ અંધારપટ થયો તો ? તો સરકારનો પણ કશો વિરોધ નહી કરી શકો અને આવી સ્થિતિમાં છ કે બાર મહિના રહેવાનું થયું તો ?
માટે આ કોરોનાને અત્યારે વિશ્વયુદ્ધની સ્થિતિ સમજીને હજી બે ચાર મહિના ઘરમાં રહી જશો તો બચી જશો. અન્યથા રામ રાખે એનેય કોરોના તો ચાખે જ છે. જુલાઈના અંત સુધીમાં હજી ઘણુ બધુ બંધ કરવું પડશે.
મિત્રો, માત્ર એટલું વિચારો કે જે ડૉકટરો આખો પીપીઈ સૂટ પહેરીને સૂરક્ષાના તમામ આવરણૉની અંદર રહીને દર્દીઓને જૂએ છે છતાંય અસંખ્ય ડોકટરો કોરોનાથી સંક્રમિત થઈને મૃત્યુ પામ્યા છે. તો આપણે તો ગમે તેટલી સાવધાની રાખીએ, માત્ર એક જ ભૂલ અને ખેલ ખતમ. હજી આ આવતા બે ચાર મહિનામાં વિશ્વભરમાં અને ભારતમાં કોરોનાથી મહાવિનાશ થવાનો છે.
એક સૂનામી અને એક મહા ભૂકંપ પણ આવશે. પરંતુ એ પહેલા કોરોના મોટાભાગનો ખેલ ખતમ કરી ચૂક્યો હશે. અને આ સમયમાં જેઓ બચી ગયા એમને માટે આવતું વર્ષ સુખ અને સમૃદ્ધિનું છે.
કોરોનાના આરંભકાળે રસ્તા ઉપર પડેલી રૂપિયાની નોટોથી સૌ ડરતા હતા. કેમ કે એમાં કોરોના હોય તો ? જ્યારે આજે આપણે સૌ આરામથી વિના સંકોચે બધી જ દુકાને ચીજ વસ્તુઓની ખરીદીમાં રૂપિયાની લેવડ દેવડ કોઈપણ જાતની સાવધાની રાખ્યા વિના કરીએ છીએ.
શક્ય છે કે આપણે ઘણા સમયથી આપણા જ ખિસ્સામાં કોરોના લઈને ફરતા હોઈએ. કોરોનાને આપણા સુધી આવવા માટે આજે અનેક માધ્યમો છે. અને એ આવશે જ. ગમે તેટલી સાવધાની રાખશો તો ય...
એને રોકવાનો એકમાત્ર ઉપાય છે હજીયે બે ત્રણ મહિના ઘરમાં રહો, બહુ જ અનિવાર્ય હોય તો જ થોડા સમય માટે ઘરની બહાર નીકળો અને કામ પુરું કરી જલદી ઘેર પાછા ફરો.
(આ લખાણ ગમે તો આગળ ગમતા ને શેર કરશોજી.) ઉપર 👆 Like Page પર કિલક કરો