Maadhyam

Maadhyam Maadhyam is a digital media venture Based in Ahmedabad Gujarat.

27/12/2025

કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ભલગામ ટોલ પ્લાઝા વિસ્તારમાં રસ્તાની હાલત સારી ન હોવાથી "રોડ નહીં તો ટોલ નહીં" ની માંગ કરી. પોલીસે ધારાસભ્યની અટકાયત કરી

26/12/2025
25/12/2025

ઉન્નાવ રે*પ કેસ : સત્તા સામે ન્યાયની લડત, દુર્જનને દંડ ન આપી શકનાર નબળી ન્યાયવ્યવસ્થા | Maadhyam

ભારત | સિવિલ એવિએશન ક્ષેત્રે મોટી મંજૂરીકેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે બે નવી એરલાઇન્સને કામગીરી શરૂ કરવાની મંજૂરી આપ...
25/12/2025

ભારત | સિવિલ એવિએશન ક્ષેત્રે મોટી મંજૂરી

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે બે નવી એરલાઇન્સને કામગીરી શરૂ કરવાની મંજૂરી આપી છે. અલ હિન્દ એર (Al Hind Air) અને ફ્લાયએક્સપ્રેસ (FlyExpress) ને No Objection Certificate (NOC) મળ્યું છે. બંને એરલાઇન્સ આગામી વર્ષથી ઉડાન સેવા શરૂ કરે તેવી શક્યતા છે. જ્યારે ઉત્તરપ્રદેશ આધારિત **શંખ એર (Shankh Air)**ને પહેલેથી જ NOC મળી ચૂક્યો છે અને તે 2026માં લોન્ચ થવાની સંભાવના છે.

કેરળના અલહિન્દ ગ્રુપ દ્વારા પ્રોત્સાહિત અલ હિન્દ એર પ્રારંભમાં રિજનલ કોમ્યુટર એરલાઇન તરીકે કાર્ય કરશે. આ એરલાઇન ATR 72-600 વિમાનોનો ઉપયોગ કરશે અને કોચીન (કોચી)ને પોતાનું મુખ્ય હબ બનાવશે. સરકાર તરફથી મળેલી આ મંજૂરીઓ દેશના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં વધતી એકાધિકારની ચિંતા વચ્ચે આપવામાં આવી છે, કારણ કે હાલમાં ઇન્ડિગો અને એર ઇન્ડિયા ગ્રુપ મળીને દેશના 90 ટકાથી વધુ હવાઈ બજાર પર કબજો ધરાવે છે.

ફરીયાદીને વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખાનગી ગાડી પુરી પાડવાનો કોન્ટ્રાક્ટ મળેલ. આ કામે ફરિયાદીશ્રીની ગાડીનું બિલ તબીબી અધિ...
24/12/2025

ફરીયાદીને વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખાનગી ગાડી પુરી પાડવાનો કોન્ટ્રાક્ટ મળેલ. આ કામે ફરિયાદીશ્રીની ગાડીનું બિલ તબીબી અધિક્ષકનાઓ પાસે મંજુર કરવા તથા લોગબુકમાં સહીઓ કરાવવા સારુ આ કામના આરોપીએ લાંચ પેટે રૂ.૨૦,૦૦૦/- ની માંગણી કરેલ.
જે લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ના હોય, ફરિયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનુ‌‌ આયોજન કરતા આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, રૂ.૨૦,૦૦૦/-ની લાંચની માંગણી કરી, લાંચના છટકા દરમ્યાન લાંચના નાણાં સ્વીકારી, પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

અયોધ્યા | રામલલ્લા મંદિર પરિસરમાં ભવ્ય રત્નજડિત પ્રતિમા સ્થાપિત થશેઅયોધ્યામાં રામલલ્લા મંદિર કેમ્પસમાં જલ્દી જ એક અતિ ભવ...
24/12/2025

અયોધ્યા | રામલલ્લા મંદિર પરિસરમાં ભવ્ય રત્નજડિત પ્રતિમા સ્થાપિત થશે

અયોધ્યામાં રામલલ્લા મંદિર કેમ્પસમાં જલ્દી જ એક અતિ ભવ્ય અને કિંમતી પ્રતિમા સ્થાપિત થવાની છે. સોનાની ચમક ધરાવતી આ પ્રતિમામાં હીરા, પન્ના સહિત અનેક રત્નો જડેલા છે. પ્રતિમા કર્ણાટકના એક અજાણ્યા ભક્ત દ્વારા દાનમાં આપવામાં આવી છે અને મંગળવારે સાંજે કર્ણાટકથી અયોધ્યા લાવવામાં આવી હતી.

પ્રતિમા 10 ફૂટ ઊંચી અને 8 ફૂટ પહોળી છે, જ્યારે તેની અંદાજિત કિંમત 25થી 30 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે. આ પ્રતિમાનું નિર્માણ દક્ષિણ ભારતની પરંપરાગત શિલ્પકળા અનુસાર કરવામાં આવ્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ડો. અનિલ મિશ્રાના જણાવ્યા અનુસાર પ્રતિમા મોકલનાર ભક્તની ઓળખ હજી સુધી સામે આવી નથી અને પ્રતિમાનું વજન માપવાની પ્રક્રિયા ચાલી રહી છે. અંદાજ મુજબ પ્રતિમાનું વજન આશરે 5 ક્વિન્ટલ હોઈ શકે છે.

આ પ્રતિમાને સંત તુલસીદાસ મંદિર નજીક આવેલા અંગદ ટીલા પર સ્થાપિત કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. સ્થાપના પૂર્વે તેનું ભવ્ય અનાવરણ કરવામાં આવશે, ત્યારબાદ પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ યોજાશે, જેમાં દેશભરના સંતો અને મહંતોને આમંત્રણ આપવામાં આવશે.

24/12/2025

અમદાવાદના એસજી હાઇવે પર ચાલુ ટુ વ્હીલરે એક યુવક અને યુવતીનો પ્રેમ લીલા કરતો વિડીયો વાયરલ

Address

Ahmedabad

Telephone

+919057070906

Website

http://www.maadhyamnews.com/

Alerts

Be the first to know and let us send you an email when Maadhyam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Maadhyam:

Share