26/11/2020
૨૨ સર્જકો દ્વારા લખાયેલ સળંગ નવલકથા ‘તમાચો’ રહસ્યમય પ્રેમકથા
ગુજરાતી ભાષામાં એક સાથે ૨૨ લેખકો દ્વારા એક સળંગ નવલકથા ‘તમાચો’ રહસ્યમય પ્રેમકથા લખીને તાજેતરમાં zcad publication દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ.
ગુજરાતી સાહિત્ય માટે જ નહીં, વિશ્વ સાહિત્ય માટે પણ અનોખી કહી શકાય એવી આ પહેલને અનેક સાહિત્ય સર્જકોએ બીરદાવી છે.
એક માસના ટૂંકાગાળામાં ‘તમાચો’ રહસ્યમય પ્રેમકથાની બીજી આવૃત્તિ થઈ રહી છે
ગદ્યસેતુ વોટ્સઍપ ગ્રૂપમાં ધારાવાહી નવલકથા ‘તમાચો’ ૨૨ કલમ કસબીઓએ એક એક પ્રકરણ લખીને આ નવલકથા તમાચોનું નિર્માણ કરેલ છે.
નવલકથાને પુસ્તકનું સ્વરૂપ ઝેડ-કેડ પબ્લિકેશન, અમદાવાદના મનીષ પટેલે આ પુસ્તકનું નક્કર સ્વરૂપ આપીને પ્રકાશિત કરી છે. ગ્રૂપ દ્વારા વિવિધ લેખકો દ્વારા લખાયેલ ને પ્રકાશિત થયેલ કદાચ આ પ્રથમ નવલકથા છે. વાસુદેવ સોઢાની એક વાર્તા ‘તમાચો’ ગદ્યસેતુ વૉટ્સઍપ ગ્રૂપમાં મુકાઈ અને તે વાર્તાને બીજા લેખકો આગળ વધારતા ગયા. એક સળંગ નવલકથા રચાઈ. જેમાં નવોદિત અને અનુભવી લેખકો પણ જાેડાતા ગયા.
વાસુદેવ સોઢા (અમરેલી), વિજય મહેતા (સાવરકુંડલા), ડૉ. પ્રકાશ દવે (બાબરા), ભૂમિ પંડ્યા (રાજુલા), સરદારખાન મલેક (મહેસાણા), ગિરા પીનાકીન ભટ્ટ (ગાંધીનગર), વિજય દાફડા (સાવરકુંડલા), વર્ષા જાની (ભાવનગર), જગદીશન (ચીખલી), લીલાબેન પટેલ (નવસારી), ડૉ.કિશોર સાધુ (ગાંધીનગર), એ.પી. રામાનુજ (મોરબી), મેહુલ જાેશી (લુણાવાડા), હેતલ પટેલ (અમદાવાદ), કાળુભાઈભાડ(અમરેલી), પ્રજ્ઞા વશી (સુરત), ડૉ. પ્રીતિબેન કોટેચા (પોરબંદર), જિમિલ પટેલ (બારડોલી), જિજ્ઞા ઠકરાર (સાવરકુંડલા), ડૉ. અરૂણ ટંડેલ (નવસારી), ડૉ. તૃષ્ટિ પટેલ (અમદાવાદ) અને આશાબેન શિયાળ (બાબરા). આ લેખકોએ એકએક પ્રકરણ લખીને પડકાર જિલ્યો અને સફળતાપૂર્વક પાર પડ્યો.
આ નવલકથાને સાહિત્યકાર ગોરધનભાઈ ભેસાણિયા (જિ. અમરેલી)ની પ્રોત્સાહન જનક પ્રસ્તાવના મળી. ઉદયભાઈ દેસાઈ (અમરેલી) ને નવલનો ઉદભવ બતાવ્યો. પ્રસિદ્ધ હાસ્યકાર અને લેખક ડૉ. જગદીશભાઈ ત્રિવેદી (સુરેન્દ્રનગર) અને રવજીભાઈ ગાબાણી (ગાંધીનગર)ની શુભેચ્છા મળી. અને મનીષ પટેલે (અમદાવાદ) પુસ્તક સ્વરૂપ આપીને આ નજરાણું ગુજરાતી સાહિત્યને ભેટ ધર્યું.
ખાસ તો આ નવતર પ્રયોગ માણવા જેવો છે. એક અનોખી ભાત ઊભી કરનારો છે. આ નવલકથા સૌને વાંચીને માણવા જેવી છે.
#તમાચો રહસ્યમય પ્રેમકથા
#વાંચવા