નમસ્કાર વાચકમિત્રો,
વર્તમાન વૈશ્વિક પ્રવાહોને જોતાં, અત્યાધુનિક ટેકનોલોજીનો આવિષ્કાર અને તેના ઉપયોગને કારણે વેબપોર્ટલ ખુબ જ સરળતાથી ઉપલબ્ધ માધ્યમ છે. વેબપોર્ટલ દ્વારા સમાજ, રાજય, દેશ અને દુનિયાના વર્તમાન પ્રવાહો-સમાચારોથી દર્શકોને ખુબજ સહજતાથી માહિતગાર કરી શકાય છે.
અત્યારના સમયમાં દર્શકોને સાચા-સારા સમાચારોની સતત તલાશ હોય છે. તટસ્થાપૂર્વક અને સચ્ચાાઇને વર્ણવતા સમાચારોનો રસથાળ વાંચકોની પ્રથમ
પસંદગી બની રહે છે. વ્યવસાયિકતા આવકાર્ય છે પણ તટસ્થતાના ભોગે નહીં જ. લોકશાહીની ચોથી જાગીર એવી પ્રેસ-મીડીયાની સ્વતંત્રતા વિશે આજે અનેકવિધ સવાલો ઉઠી રહયાં છે ત્યારે અમો આ વેબપોર્ટલ દ્વારા તટસ્થ, ન્યાયસંગત અને લોકોને ઉપયોગી સમાચારો આપવા તૈયાર છીએ.. માત્ર રાજકીય અવલોકનો જ નહીં, પણ સમાજ, રાજય, રાષ્ટ્ર અને દુનિયામાં પ્રતિપળ બનતી તમામ ઘટનાઓને આવરી લેવાનો સ્તુત્ય પ્રયાસ અમારો રહેશે. રાજકારણ, રમતગમત, વિજ્ઞાન, અધ્યાત્મ, સાહિત્ય, સહીતના જ્ઞાનના વ્યાપક ફલકને આવરી લેવા અમો વિનમ્ર પ્રયાસો કરશું
અમોને આશા અને શ્રધ્ધા છે કે, આપને અમારો આ પ્રયાસ પસંદ આવશે.