Good Day Gujarat News

Good Day Gujarat News Live Tv (1) તમે સાચા છો અને તમારી સાથે અન્યાય થયો છે. (2) તમારી વાતો પોલીસ કે પ્રશાસન નથી સાંભળતુ.

(3) તમારી પાસે જાતિ અને ધર્મના અને કુરિવાજોને
આગળ કરીને બહેન દીકરીઓ સાથે શોષણકરવામાં
આવે છે. (4) તમારી આજુબાજુના વિસ્તારમાં અસામાજિક
તત્વો દ્વારા સમાજને નુકસાન થતી પ્રવૃત્તિઓ થઈ
રહી છે અનેએનનો વિરોધ કરનાર કોઇ નથી. (5) તમારું સરકારી કામ અટકાવી રાખયુ હોય લાચ લેવા માટે.

તો સંપર્ક કરો
Jagdish Solanki �Good Day Gujarat News �
ફોન નંબર= 9825987310


સેવા 365 દિવસ અને(24�7)

જે યુવા ભાઈ બેહનો આવા સેવા ના કામ મા કોઇ લોભ લાલચ વગર જોડાવા માંગતા હોય તો આપેલ નંબર પર કોલ કરવો.

25/01/2025

અભિનેત્રી મમતા કુલકર્ણીએ સંન્યાસ લઈ લીધો છે. તેઓ કિન્નર અખાડાના મહામંડલેશ્વર બન્યા છે.

સંગમના કિનારે પિંડદાન થયું છે. તેમને મમતા નંદ ગિરિ નવું નામ મળ્યું છે. જો કે તેમનો પટ્ટાભિષેક હજી બાકી છે. ગઈ કાલે શુક્રવારે જ મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી

25/01/2025

રાજકોટમાં આવારા તત્વો અને ગુંડાઓ નો ત્રાસ,પોલીસના પેટ્રોલિંગ પર ઉઠિયા સવાલ, રાજકોટ ભગવતી પરા વિસ્તારમાં આવેલા મિયાણા વાસમાં આવારા તત્વોએ કોઈ કારણ વગર પાર્ક કરેલા વાહનોમાં કરી તોડ ફોડ, જુઓ વિડિયો

24/01/2025

ગુજરાતમાં વધુ એક ડ્રગ્સની ફેક્ટરી પકડાઇ

ગુજરાતમાં વધુ એક ડ્રગ્સની ફેક્ટરી પકડાઇ છે. ખંભાતના લુણેજ ખાતે ATSએ મેડિસિન ફેક્ટરીમાં દરોડો પાડી ડ્રગ્સ કૌભાંડ પકડી પાડ્યું છે. ફેક્ટરીમાં ઘેનની ગોળીનું રો-મટિરિયલ બનાવવાની આડમાં ડ્રગ્સની મોટા પાયે બનાવટ ચાલી રહી હતી. ફેક્ટરી માલિક સહિત 6 લોકોની પૂછપરછ ચાલી રહી છે.
પકડાયેલા ડ્રગ્સના તાર ઉત્તર ભારત સુધી જોડાયેલા છે, અને સપ્લાય વિશે તપાસ ગતિમાન છે.

24/01/2025

મામલતદાર કચેરી, વિજયનગર, જિ.સાબરકાંઠા ખાતે જન સેવા કેન્દ્રના ઈ-સ્ટેમ્પિંગ શાખામાં કોમ્પ્યુટર ઓપરેટર (આઉટસોર્સ) તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રભાઈ અમરાજી સોલંકી અને ઈ-ધરા શાખામાં ફરજ બજાવતા રેવન્યુ તલાટી મહાવીર અર્જુનભાઈ અસારી રૂા.૧,૫૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.

Dial 1064

.information Corruption

24/01/2025

રાજકોટ: સિનર્જી હોસ્પિટલના ડોક્ટર જય પટેલે આપઘાત કર્યો

રાજકોટમાં વધુ એક સિનર્જી હોસ્પિટલના ડોક્ટર જય પટેલે આપઘાત કર્યો હોય તેવી ઘટના સામે આવી છે. સામે આવેલી માહિતી અનુસાર ઘરકંકાસ કારણભૂત હોવાની ચર્ચા દવાનો ઓવરડોઝ લઈ અંતિમ પગલું ભર્યું છે. આ ડોક્ટરે દવાનો ઓવરડોઝ લઈ અંતિમ પગલું ભર્યું હતું. હાલ બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

23/01/2025

જૂનાગઢમાં બે કરોડથી વધુની છેતરપિંડીનો મામલો

23/01/2025

જૂનાગઢમાં બે કરોડથી વધુની છેતરપિંડીનો મામલો

તાજેતરમાં જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં બે કરોડ 43 લાખની છેતરપિંડી થયાની પૂજન ઇન્ફ્રા પેઢી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જૂનાગઢના બે ઈસમો મનીષ કારીયા અને સંજય ભંડારી સામે ફરિયાદ દાખલ થતા જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સહિત જિલ્લા પોલીસે રાજસ્થાનના કોટા શહેરમાંથી બંને ઈસમોને પકડી પાડીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

23/01/2025

નલિયા સામૂહિક દુષ્કર્મ કેસ મામલે 8 આરોપીઓ નિર્દોષ

23/01/2025

નલિયા સામૂહિક દુષ્કર્મ કેસ મામલે 8 આરોપીઓ નિર્દોષ

નલિયા સામૂહિક દુષ્કર્મ કેસની ચકચારી ઘટનાને લઈને સરકારે કેસની તપાસ માટે SITની રચના કરાઈ હતી. ભાજપના નેતાઓને સાંકળતા નલિયા દુષ્કર્મ કેસ મામલે ભુજ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. જેમાં ભુજ સેશન્સ કોર્ટ દ્વારા 2017ના નલિયા સામૂહિક દુષ્કર્મ કેસમાં ચુકાદો આપીને તમામ 8 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. કેસના ટ્રાયલ માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ સરકારી વકીલની પણ નિમણૂક કરવામાં આવી હતી

23/01/2025

મજૂરીકામ કરતા યુવાનને મળી 1.96 કરોડનો ટેક્સ ભરવાની નોટીસ

23/01/2025

કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી લઇ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી સાબરમતી પોલીસ

23/01/2025

કોમેડિયન કપિલ શર્માને પાકિસ્તાનથી ઈમેલ દ્વારા મારી નાખવાની ધમકી મળી છે. કપિલ ઉપરાંત અભિનેતા રાજપાલ યાદવ, કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને કોમેડિયન સુગંધા મિશ્રાને પણ ધમકી આપવામાં આવી હતી. ઈ-મેલમાં લખ્યું છે - અમે તમારા પર નજર રાખી રહ્યા છીએ. આ કોઈ સ્ટંટ નથી કે તમને હેરાન કરવાનો પ્રયાસ નથી. ઇમેઇલમાં લખેલું છે અમે બિશ્નોઇ નથી, અમે કહીએ છીએ તે કરીશું.

23/01/2025

વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પર્સ ઝુંટવી ને ફરાર

23/01/2025

ચાંદખેડામાં તસ્કરોનો આતંક ફરી એક ઘરમાં ચોરી

23/01/2025

ગૌરક્ષક પર હુમલો, 2 શખ્સો ઝડપાયા, અન્ય ફરાર

અમદાવાદના લાલ દરવાજા પાસે ગૌરક્ષક પર હુમલો થયો હોવાનો બનાવ સામે આવ્યો. જૂની અદાવતમાં લાકડી અને તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો. કારંજ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ સહિતનો ગુનો દાખલ થતાં પોલીસે 2 શખ્સોને ઝડપ્યા છે અન્ય આરોપીઓ ફરાર છે. ગૌરક્ષકે 2 મહિના અગાઉ ગૌમાંસ મુદ્દે કેસ કર્યો હતો. હુમલાખોરોએ અદાવત રાખી ગૌરક્ષક પર હુમલો કર્યો.

23/01/2025

રાજકોટ પોલીસે કર્યું બુદ્ધિનું પ્રદર્શન, પોલીસે રોડ રોલર ફેરવ્યું પરંતુ એકેય સાયલેન્સર તૂટ્યાં જ નહીં....!

.

Address

Ahmedabad
382480

Telephone

+919725816625

Website

Alerts

Be the first to know and let us send you an email when Good Day Gujarat News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share