Amb

Amb Praise be to Allaah. In the Lord of the worlds, I am a memorizer of the Holy Qur'aan and a teacher.

11/04/2024

💔 *" માં "* ની *"ઈદ"* ની ખરીદી નું *લિસ્ટ* 💔
🩵 💚 💜 💔 💜 💚 🩵

*ઈદ* પહેલા *માં* ની મમતા થી ભરેલ ઈમોશનલ *ગીફટ*
💐 💐 💐 💐 💐 💐

એક દંપતી (ફેમિલી) ઈદ ની ખરીદી કરવા જઇ રહ્યું હતું પતિ એ કહ્યું જલ્દી કર મારી પાસે ટાઈમ નથી એટલું કહીને બેડરૂમ માથી બહાર નીકળી ગયો ત્યારે *બહાર બેઠેલી તેની " માં "* ઉપર તેની નજર ગઈ....!

કઈ વિચાર કરીને પાછો રૂમમાં આવ્યો અને તેની પત્ની ને કીધુ કે શબાના તે *માં* ને પૂછ્યું તેમને કઈ *"ઈદ"* ઉપર લેવું હોય તો....?

શબાના કહે નથી પૂછ્યું..., અને *આ ઉંમરમાં એમને લેવાનુંgf છે.., બાકી તો દરેક વખતે આપણા ગામમાં જ નાના ભાઈ પાસે જ હોય છે...!

અરે..., એટલો બધો પ્રેમ *માં* ઉપર ઉભરાઈ છે તો ખુદ જઇને પૂછી લો ને.....??
આટલું કહી ને શબાના ખમ્ભે બેગ લગાવીને બહાર નીકળી ગઈ...!

દિકરા એ *માં* પાસે જઈને કહ્યું કે *માં* અમેં ઈદ ની ખરીદી કરવા જઈએ છીએ તમારે કઈ મંગાવવું છે...?

*માં* કહે " મારે કંઈ નથી જોઈતું બેટા....! "

બેટા એ કહ્યું, વિચારી લો *માં* અગર કઈ લેવું હોય તો કહી દેજો..!

દિકરા એ બહુ જોર દઈને કીધું..., એટલે, *માં* એ કહ્યુ " *ઉભો રહે બેટા !! હું લખી ને આપૂ છું, તમે ખરીદીમાં ભૂલી નો જાવ એટલે..* એટલું કહીને *માં* અંદર ગઈ થોડી વાર પછી આવી લિસ્ટ દિકરા ને આપી દીધુ...!

સદ્દામે ગાડી માં બેસતા બેસતા કહ્યું જોયું શબાના *માં* ને પણ કઈ લેવું હતું , પણ કહેતી નહોતી મેં જોર દીધું , પછી લિસ્ટ બનાવીને આપ્યું માણસ ને રોટી કપડાં સિવાય બીજી પણ ચીજોની ની જરૂર હોય છે...!

ઠીક છે.., શબાના એ કહ્યુ પહેલા હું મારી દરેક વસ્તુ ખરીદી લઉં પછી તમારી *માં* નુ લિસ્ટ જોય રાખજો...!

બધી ખરીદી કરી લીધા પછી શબાના કહે હું AC ચાલું કરીને ગાડીમાં બેઠી છું તમે તમારી *માં* ના લિસ્ટ ની ખરીદી કરીને આવજો...!

અરે શબાના ઉભી રહે, મારે પણ ઉતાવળ છે , *માં* ના લિસ્ટ ની ખરીદી કરીને સાથે જ જઈએ...!

સદ્દામે ખીસ્સામાંથી ચિઠ્ઠી કાઢીને જોઈ કે તરત જ શબાના બોલી બાપ રે આટલું.. લાંબુ... લિસ્ટ...!

શબાના કહે ખબર નહિ શુ - શું મંગાવ્યું હશે ? જરૂર એમના ગામ માં રહેતા તેના નાના દીકરા ના પરિવાર માટે ઘણો બધો સામાન મંગાવ્યો હશે ? શબાના એ ગુસ્સામાં ને ગુસ્સામાં સદ્દામ સામે જોયું...!

પણ આ શું સદ્દામ ની *આંખમાં આંસુ હતા* અને આખું શરીર ધ્રુજી રહ્યું હતું..., લિસ્ટ ની ચિઠ્ઠી વાળો હાથ પણ ધ્રુજી રહ્યો હતો...!

શબાના બહુ જ ગભરાઈ ગઈ શું મંગાવ્યું છે તમારી *માં* એ કહીને ચિઠ્ઠી હાથમાંથી ઝૂંટવી લીધી..!

*હેરાન હતી શબાના...*
બોલી : આટલી મોટી ચિઠ્ઠી,‌ શબ્દો થોડા જ લખેલા છે...!

*ચિઠ્ઠી માં લખ્યું હતું........*
*બેટા ! મને ઈદ પર તો શું ,પણ કોઈ પણ અવસર પર કંઈ જ નથી જોઈતું, પરંતુ તું જીદ કરે છે ને એટલે..." તારા શહેર ની કોઈ દુકાને થી અગર થોડો ટાઈમ ( સમય ) મારા માટે મળતો હોય તો લેતો આવજે "*,
*હું તો હવે એક આથમતી સાંજ છું બેટા....,*
*ક્યારેક મને એકલા - એકલા આ અંધકારમય જીવન થી ડર લાગે છે...*
*પલ - પલ હું " મૌત " ની નજીક - નજીક જઈ રહી છું,*
*હું જાણું છું બેટા ! " મૌત " ને બદલી શકાતું નથી કે પાછું ઠેલાતું પણ નથી , મૌત તો બધાંને આવવાં ની જ છે.. પણ, બેટા ! આ એકલાપણું મને ડરાવે છે, મને ગભરામણ થાય છે* *થોડો સમય મારી પાસે બેસ બેટા !!...*
*થોડા સમય માટે પણ મારા બુઢ્ઢાપા નું એકલાપણું દૂર થઈ જશે..!!!*

*કેટલાય વર્ષ થઇ ગયા બેટા..!* મેં તને સ્પર્શ પણ નથી કર્યો.
*એક વાર આવ બેટા.. !! મારી ગોદ માં માથું રાખીને સુઈ જા* હું તારા માથામાં *મમતા ભર્યો* હાથ ફેરવું....,
*શું ખબર બેટા ? ? ?*
*હું આવતી " ઈદ " સુધી રહું કે ના રહું...! ! !*

*ચિઠ્ઠી ની છેલ્લી લીટી વાંચતા - વાંચતા શબાના પણ રડવા લાગી...!*

*" માં.... માં... માં.... " આવી હોય છે માં......! ! !*

*માં - બાપ ની ખીદમત તે મોટી નેકી છે.* આપણા ઘરમાં રહેતા વિશાળ દિલ🩵વાળા માણસો જેને આપણે ઘરડાની શ્રેણીમાં રાખીએ છીએ , જે આપણા જીવનનું કલ્પતરું છે, આપણું માર્ગદર્શન છે એટલે વધારે મા વધારે એમની ખીદમત કરો, માન સન્માન ઈઝ્ઝત આપો અને હંમેશા યાદ રાખો આપણો પણ બુઢ્ઢાપો નજીક જ છે..., એની તૈયારી આજ થી જ કરી દઇયે...
*આપણા કરેલા સારા - ખરાબ કામ ગમે ત્યારે આપણી પાસે જ પાછા આવે છે* ...!!

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Amb posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Media Company?

Share