18/11/2022
આપણી સંસ્કૃતિમાં ચરણસ્પર્શ કરવાની પ્રાચીન પરંપરા છે.
વ્યક્તિ પોતાનાથી આયુષ્ય તથા સંબંધમાં મોટી વ્યક્તિના ચરણસ્પર્શ કરે છે. સ્ત્રી-પુરુષો પોતાના ગુરુના ચરણસ્પર્શ કરે છે. સ્ત્રીઓ પતિના પણ ચરણસ્પર્શ કરે છે. જેના ચરણસ્પર્શ કરવામાં આવે છે તે દુવાઓ, આશીર્વાદ, આશિષ આપતાં સદ્વચન બોલે છે. ચરણસ્પર્શ કરવાથી વ્યક્તિની શાલીનતા, વિનમ્રતા, શિષ્ટાચાર વ્યક્ત થાય છે. તેને સંસ્કારી માનવામાં આવે છે
કા ઈ વ્યક્તિ ભલે ગમે તેટલી મલિન સ્વભાવની હોય, ગમે તેટલી દૂષિત ચરિત્રવાળી હોય, અપવિત્ર કે અહંકારી હોય, પરંતુ જો તેના ચરણસ્પર્શ કરવામાં આવે તો તેના મુખમાંથી પણ આશીર્વાદ અને સદ્વચન જ નીકળે છે. તે ચરણસ્પર્શ પછી મૌન રહે, કંઈ પણ ન બોલે તે તેની અંતર્મુખતાને દર્શાવે છે. સામાન્ય રીતે અંતરમનથી કોઈ પણ વ્યક્તિ સકારાત્મક જ વિચારે છે, નકારાત્મક નહીં. જગતના વ્યવહારમાં પણ એવું કહેવાય છે કે, "મૌનં સ્વીકૃતિ લક્ષણમ્" અર્થાત્ મૌન વ્યક્તિ તમારા પ્રત્યે મૌન દ્વારા સ્વીકૃતિ આપી રહી છે, તેથી જ ચરણસ્પર્શ, ચરણવંદન, ચરણસ્તુતિ, ચરણપૂજા, ચરણસ્મૃતિ વગેરે ક્યારેય વ્યર્થ નથી જતાં, તેનાં સારાં પરિણામ જરૂર મળે છે. તમે જેને ચરણસ્પર્શ કરીને મોટા બનાવો છો, તે હંમેશાં મોટા જ રહે છે, તમારા માટે મનમાં ક્યારેય ખરાબ વિચાર લાવી શકતા નથી, ભલે પછી તેઓ આશીર્વાદ બોલીને આપે કે પછી મૌન રહીને.
ચરણસ્પર્શ કેવી રીતે કરાય?
ચરણસ્પર્શ કરતી વખતે જો જમણા હાથથી જમણા પગનો અને ડાબા હાથથી ડાબા પગનો સ્પર્શ કરવામાં આવે તો સકારાત્મક ઊર્જા મળે છે, જ્યારે વિપરીત રીતે એટલે કે જમણા હાથે ડાબા પગનો સ્પર્શ કરવાથી સકારાત્મક ઊર્જાના પ્રવાહને અવરોધ નડે છે. ચરણસ્પર્શની બીજી બાબત જોઈએ તો જ્યારે વ્યક્તિ ચરણસ્પર્શ કરે છે ત્યારે ચરણસ્પર્શ કરનારના હાથ સહજ ચરણસ્પર્શ કરનાર વ્યક્તિના માથા પર જાય છે અને તેના સહસ્રારચક્રનો સ્પર્શ થાય છે, જેથી સહસ્રારચક્રમાં સક્રિયતા ઉત્પન્ન થાય છે. તેનાથી જ્ઞાાન, બુદ્ધિ અને વિવેકનો વિકાસ થાય છે. આ ઊર્જા ઉત્સાહ, શક્તિ અને દીર્ઘાયુ પ્રદાન કરે છે. જેનાથી શરીરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ શરૂ થઈ જાય છે.
ચરણસ્પર્શનો મહિમા
ગૌતમ ઋષિની પત્ની અહલ્યા શાપને કારણે પથ્થરની શિલા બની ગઈ હતી અને ભગવાન શ્રીરામના ચરણસ્પર્શ થવાથી શાપમુક્ત થઈને પાછી મનુષ્ય રૂપમાં આવી ગઈ. પ્રભુનાં ચરણોનો મહિમા અનેક ગ્રંથોમાં ર્વિણત છે. આપણે જ્યારે મંદિરમાં જઈએ છીએ ત્યારે તાંબાના