31/03/2023
*ભીમા બાપુ ભગત રબારી નો ઈતિહાસ...*
ભીમા કરીને ભડાકો ,
લાંબી કરને નેહ મોરબીસર મહારાજ ,
ગજબ ઉતાર્યો તમે ગોરખા તોપે ગઢ તોડી દિયે ,
એવા જોયા અનેક ,
( પણ ) સેપટને થી છેક ,
( તે ) ગઢને પાડયો આપા !
મિસાઈલ શોધાઈ નોતી ઈ જમાના મા આપા ભીમા રબારી એ તેર ગાઉ છેટા સોનગઢ થી નાળ્ય ના ઘા થી મોરબી ગઢ ની ઘોડાહાર તોડી ગોરહર ગાય છોડાવી હતી .આ હતી પરાક્રમી ભીમા રબારી અને સંત ગોરખા ની ઠાકર ભક્તિ ની ફલશ્રુતિ.
આપા ભીમા નુ જન્મસ્થળ-નોલી(હાલ તા.સાયલા)
આપા ભીમા ની કર્મભુમી-સોનગઢ (હાલ તા.થાનગઢ)
વર્ષો પૂર્વે સોનગઢ મા એ સમયે મહાન કાઠી સંત આપા ગોરખા થઇ ગયા. ઠાકર ની ભકિત મા લીન એવા કે જાણે ઠાકર એમના માળા ના મણકા પર બિરાજે છે એવુ સત!! જગ્યા સ્થાપી ઠાકર નુ ધ્યાન ધરી બેસે અને સત્કર્મ થી સોનગઢ ની ધરા પવિત્ર કરી. આ જગ્યા મા મૂળે ગામ નોલી નો એક પરાક્રમી ગોવાળ રબારી આપા ભીમા(શાખે - લોહ/લોઢા) સેવા આપતા હતા. આપા ભીમા ને પણ ઠાકર નો તાર લાગેલો સીમ મા જગ્યા નુ ગૌધણ ચારે અને ઠાકર જાણે સીમ મા ભીમા રાયકા નો ભેરુ બની હાજર હોય તેવુ વરતાય જીભ પર બસ તૂહી ઠાકર તૂહી ઠાકર ના જાપ!! આ આપા ભીમા રબારી આપા ગોરખા ને ગુરુ સમજી સેવા કરે......
એક દિવસ એક ઘટના બની સોનગઢ ની
સીમમાંથી ધા નાખતો ગોવાળ ભીમો રબારી જગ્યામાં આવ્યાં . આવીને ગોરખા ભગતને કહયુઃ “ આપા ! જગ્યાનું ધણ વાળી ગયા ! ” સંત ગોરખા:“ અરે આવો કાળો મો . ? ! કોને આ ગાયુ ને દુભાવાની કમત્ય હુજી બાપ ? કોણ વાળી ગયુ ? ”
આપા ભીમા
:“ મોરબી દરબારનાં માણસો . ”
સંત ગોરખો: “ કાંઈ વાધો નહિ , હવે તઈ ભાઈ ગોવાળો ! આપણે તો વાંસે વાછરીયું પણ દઈ મેલો.નકર માતાજીયું કામધેનુ દુભાશે . એમ કહીને ગોરખા ભગતે વાછરુ પણ મોરબી મોક્લી દીધા .
બીજો દિવસ થતાતો સૌના આશ્ચર્ય વચ્ચે મોરબીથી ધણ પાછુ આવ્યું ચોરનારા ચેતી ગયા કે ભગતનો જીવ કોચવાશે તો ઉલટપાલટ કરી નાખશે . બધા ગાયુ જોઈને હર્ષીત થયા પણ ભીમો રબારી ધ્રુસકા મેલીને રોવા લાગ્યો કે , “ આમા મારી ગોરહર ગા નથી દેખાતી ! મારી ગોરહર વગર હું નહિં જીવું . ” ભગત ગોરખાએ મોરબી દરબાર ને સંદેશો કેહવરાવ્યો ગા વગર ગોવાળ ઝૂરે છે.ગોવાળ અને ગાય ની પ્રત્યે નો વિચાર કરો , દરબાર ! તમને બીજી ઘણીયું ગા મળી રહેશે.અમારી ગોરહર પાછી દઈ મેલજો . ” મોરબીનો ઠાકોર ન માન્યા.ફરી ગોરખા ભગતે કેહવડાવ્યું કે “ દરબારને કહો કે ગોરહરના દૂધ નહિ ઝરે , બાપ ! ” તોયે દરબારને ડાહપણ ના આવ્યું ગાય ને ધરાર ના જ મોકલાવી . હવે એમણે મોરબી ને શીક્ષા કરવા નો નિર્ણય કર્યો . થાનમાં બેઠાં બેઠાં હોકો પીતા પરાક્રમી ભીમા રાયકા(શાખે:લોહ/લોઢા) ને ભગતે પૂછ્યું ” ભીમડા ! તારા હાથમાં શું છે બાપ ? ”
આપા ભીમા“ હોકાની ને ’ છે બાપુ ! ”
સંત ગોરખો“ હઅઅ .. ! પણ એનું બીજુ નામ શું ?
ભીમો રાયકો:” નાળ્ય”
સંત ગોરખો“ હાં બાપ ! ઈયે નાળ્યઃ તોપની નાભ જેવી . કર અને મોરબીના ગઢ સામી લાંબી અને માર કુંક .
ભીમડાએ પેહલી ડુંક દીધી . અને ગોરખા ભગત બોલ્યાઃ “ શાબાશ ! મોરબીનો ગઢ તૂટ્યો . હાં ડુંક ફરીને ! ” “ વાહ ! એ ..... ઘોડાહારના ભુક્કા ! બસ ! એ કુંવર ઊડ્યો ! ”
આપા ભીમા રબારી ના નાળ્ય ના ઘા થી તેર ગાઉ છેટો મોરબી નો ગઢ તૂટ્યો અને ગોરહર ગાય છુટી આ રબારી ના પરાક્રમ અને સંત ગોરખા ના સત ની પાછડ ઠાકર પર નો અપાર વિશ્વાસ અને શ્રદ્ધા જવાબદાર હતી.હાલની તારીખે એ મોરબી ના ગઢ ના તુટેલા ભાગ બંધાતો નથી......
નોલી ગામ મા ઠાકર ભક્ત પરાક્રમી આપા ભીમા લોહ/લોઢા રબારી ની જગ્યા ,
સતીયા સંત ગોરખા અને પરાક્રમી ભીમા રબારી બંને ઠાકર ભક્તો ની આજે સમાધિ સોનગઢ ની જગ્યા મા છે અને નોલી નો લોહ પરીવાર ભીમા રબારી ની સમાધિ ની માટી નોલી ગામમા લઈ જઈ ત્યા પરાક્રમી આપા ભીમા ઠાકર ની જગ્યા સ્થાપી હતી. આજે પણ રબારી અને કાઠી કોમ મા સંત આપા ગોરખા કાઠી(શાખે-ઝળુ)અને પરાક્રમી આપા ભીમા રબારી(શાખે-લોહ) ના રાહડા ગવાય છે...
જય સુરજનારાયણ
🙏🙏🙏🌞🌞🌞🌞🌞