દુષ્કર્મ-અપહરણ કરનારા આરોપીને આજીવન કેદ
ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ભારે ચકચાર જગાવનારા સગીરા અપહરણ કેસમ નામદાર અદાલતે ચુકાદો આપ્યો છે.વર્ષ 2021માં બનાસકાંઠાના દાંતા પોલીસ મથકમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી,દાંતા પોલીસે આરોપી નાથાભાઈ ગુજરાભાઈ બુબડીયા સામે દુષ્કર્મ અને અપહરણ માટે પોક્સો મુજબ ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી હતી દરમિયાન આ કેસ પાલનપુર સેશન્સ કોર્ટમાં ચાલી જતા પાલનપુર સેશન્સ કોર્ટે આરોપી નાથાભાઈ ગુજરાભાઈ બુબડીયાને આજીવન કેદની સજા અને 50 હજારનો દંડ ફટકાર્યો હતો.
GSRTCની બસ બળી ભસ્મ!
વધુ એક સરકારી બસ આગમાં બળીને રાખ થઇ હતી,ગાંધીનગર-મહેસાણા હાઇવે પર GSRTCની બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.આગમાં GSRTCની બસ બળીને સંપૂર્ણ ખાખ થઇ ગઈ હતી.
શામળાજીમાં 3D લાઇટ એન્ડ સાઉન્ડ શો
પૌરાણિક યાત્રાધામ શામળાજીમાં લેસર એન્ડ સાઉન્ડ શો દ્વારા ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આ શોનું મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક વિરાસતો અને કૃષ્ણભક્તિના દૃશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.આ લેસર શોમાં યાત્રાધામ શામળાજી અને તેની ઐતિહાસિક ધરોહરને તેમાં કંડારવામાં આવી છે. ભગવાન શામળિયાનું આબેહૂબ કલરફુલ સ્વરૂપ, મહાભારતના પ્રસંગો ભગવાન શ્રીકૃષ્ણની કલાત્મક પ્રતિમાના દર્શન પણ લેસર શોમાં દર્શાવવામાં આવ્યા છે.
રવિપાકના વાવેતર માટે મળશે નર્મદાનું પાણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને રવિ મોસમના પાક વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર પાણીની સુવિધા પુરી પાડવા નર્મદાનું કુલ 30,504 એમસીએફટી પાણી તારીખ 15મી માર્ચ 205 સુધીના સમયગાળા માટે ફાળવવાનો નિર્ણય કર્યો છે. નર્મદાના આ પાણીની ફાળવણીથી ઉત્તર ગુજરાત વિસ્તારના 952 તળાવો અને સુજલામ સુફલામ સ્પ્રેડીંગ નહેર તથા સૌની યોજનાથી સૌરાષ્ટ્ર વિસ્તારના 243 તળાવો અને 1820 ચેકડેમ થકી અંદાજે 60 હજાર એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. સુજલામ સુફલામ સ્પ્રેડીંગ નહેર તથા સૌની યોજનાથી સૌરાષ્ટ્ર વિસ્તારના 243 તળાવો અને 1820 ચેકડેમ થકી અંદાજે 60 હજાર એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.
ખાનગી શાળાના સંચાલકોને શિક્ષણમંત્રીની ચીમકી
રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયા તરફથી રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીને જણાવવામાં આવ્યું છે કે, કોઈ પણ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા પોતાના ગણવેશને અનુરૂપ પાતળું, નિમ્ન કક્ષાના કાપડ ધરાવતું સ્વેટર પહેરવા કોઈ પણ બાળક પર દબાણ કરી શકશે નહિ, જો કોઈ શાળાના સંચાલક એમની શાળાના નિર્ધારિત સ્વેટર બાળકને પહેરવા માટે આગ્રહ કરે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરીને કરવાની રહેશે.
ડમ્પિંગ સાઈટથી ગ્રામજનો ત્રાહિમામ
કડી તાલુકાના લક્ષ્મીપુરા ગામે પ્રદૂષણથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે તેમજ રાત્રિ દરમિયાન કચરો સળગાવતા દુર્ગંધ મારતો ધુમાડો થતાં તેની બાજુમાં આવેલ લક્ષ્મીપુરા ગામના લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. છેલ્લા દસ વર્ષથી આ સમસ્યાનો હલના આવતા લોકોમાં રોષ ભભુકી ઉઠ્યો હતો. ગ્રામજનો દ્વારા વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી પરંતુ આનું નિરાકરણ ન આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
વેપારી પર લોખંડના સળીયા વડે હુમલો
માલપુર માર્કેયયાર્ડમાં પશુ આહારનો વ્યવસાય કરતા અને માલપુરના નદી વાળા ગોવિંદપૂર ગામના વતની દિનેશ મૂળજી પટેલ પોતાની દુકાનમાં હતા. તે સમયે દુકાનના ઉપરના મજલા પરથી કોઈ શખ્સો દ્વારા પતરાના શેડ પર પાણી રેડવામાં આવતા વેપારીએ આ બાબતે ઉપરના માળે જે બે યુવકો હતા તેઓને નીચે પશુદાણની બેગો મૂકી હોવાથી પાણી ન રેડવા માટે ટકોર કરી હતી.જેથી બે સ્થાનિક શખ્સો દિનેશ ઠાકોર અને ધર્મેન્દ્ર ઠાકોર ઉશ્કેરાઈ ગયા હતા અને વેપારીને લોખંડનો સડીયો અને હાથપાઈ કરી માર માર્યો હતો.
સ્વરૂપજી રામરામ કરવા માગતા હતા પણ ગુલાબસિંહે હાથ જ ન મિલાવ્યો
બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. યુવાનોથી લઈને વડીલોમાં મતદાનને લઇને ઉત્સાહ જોવા મળ્યો છે. તેવામાં ભાજપના સ્વરુપજી ઠાકોર અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત સામસામે આવ્યા પછી વિચિત્ર ઘટના બની હોવાનો વીડિયો સામે આવ્યો છે. સ્વરૂપજીએ હાથ મિલાવવા હાથ લંબાવ્યો તો ગુલાબસિંહ હાથ ન મિલાવતા હાથ જોડી રામરામ કર્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. ગુલાબસિંહ બોલ્યા ગુલાબ ખીલશે કહી હરખાતા નજરે પડ્યા હતા.
CMએ મનપા અને નપાને ફાળવ્યા 253.94 કરોડ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસવાટ કરતા નાગરિકોની સુખાકારીમાં વૃદ્ધિથી ઈઝ ઓફ લિવિંગ વધારવાના હેતુસર 14 નગરો અને એક મહાનગરમાં બહુવિધ વિકાસ કામો માટે 253.94 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. જેમાં જસદણ નગરપાલિકા, હાલોલ નગરપાલિકા, વિરમગામ નગરપાલિકા,જુનાગઢ મહાનગરપાલિકા,પારડી નગરપાલિકા, પાટણ નગરપાલિકા, વેરાવળ-પાટણ નગરપાલિકા,કરમસદ નગરપાલિકા , ઉમરગામ નગરપાલિકા, બિલીમોરા નગરપાલિકા, બોટાદ નગરપાલિકા, પોરબંદર-છાયા નગરપાલિકાનો સમાવેશ થાય છે.
ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે આજે વહેલી સવારે ભગવાનના દર્શન કરી મતદાન કર્યું
કાર ડેમમાં ખાબકી, બેના મોત
વિજયનગરના વણજ પાસે સેડલ ડેમ પાસે એક જોરદાર અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનથી બે લોકો કાર લઈને અંબાજી જતાં હતા. ત્યારે અચાનક કારચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતાં કાર ડેમમાં ખાબકી હતી. જ્યાં કારના દરવાજા ઓટો લોક થઈ જતાં ખુલી શક્યા ન હતા. જેથી ગૂંગળામણ અને પાણીમાં ડૂબી જવાથી બંનેના મોત નીપજ્યાં હતા.પોલીસે કારચાલક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
પાટણમાં ટ્રાફિકની સમસ્યાથી હાલાકી
પાટણ શહેરમાં ટ્રાફિક સમસ્યાથી વાહનચાલકો અને રાહદારીઓ દરરોજ પરેશાની ભોગવી રહ્યા છે. શહેરના અનેક રોડ રસ્તાઓ, ચોક, ક્રોસિંગ પર રોજ સવારે અને સાંજે પિક અવર્સમાં જે રીતે ટ્રાફિક જામ થાય છે. ત્યારે આવા સ્થળોએ પોલીસ પોઈન્ટ મુકવાની માંગ શહેર કોંગ્રેસ પ્રમુખે કરી છે.પાટણમાં રેલવેના પહેલા નાળે અને રેલવે સ્ટેશન પર વળાકમાં રાબેતા મુજબ ટ્રાફિક જામ થાય છે. રેલવે ગરનાળા પાસે બન્ને તરફ મોટા મોટા ખાડા હોવાથી વાહનો અટકી અટકીને પસાર થતા હોવાથી બંને તરફ ટ્રાફિક જામ સર્જાય છે.