Vadodara bhumi News

  • Home
  • Vadodara bhumi News

Vadodara bhumi News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vadodara bhumi News, Media/News Company, .

16/01/2022
02/08/2021

આજરોજ 5 વર્ષ આપડી સરકારના કાર્યક્રમનાં ભાગ રૂપે આજે મુખ્યમંત્રી ના જ્ન્મ દિવસ નિમીતે સંવેદના દિવસ ના રોજ કામલાનગર જાગતા હનુમાનજી મંદિર જયસીયારામ ગ્રૂપ સાથે ફ્રૂટ વિતરણ કાર્યક્રમ તથા વૃક્ષારોપણ નો કાર્યક્રમ કર્યો

06/06/2021

વિશ્વપર્યાવરણ દીવસ નીમીતે શીવરાજપુર રેન્જ દ્વારા વ્રુક્ષા રોપણ નો કાર્યક્રમ ઝંડ હનુમાન મંદીરે કરવામા આવ્યો જેમા શીવરાજપુર રેન્જ ના આર એફ ઓ ખત્રી સાહેબ તરગોળ બીટ ના ફોરેસ્ટર રાઠવા સાહેબ વન રક્ષક કે કે ઝાલા સાહેબ ઝંડહનુમાન મંદીર ના ટ્રસ્ટીઓ દુકાનદાર ભાઈ ઓ ઝંડ ગામ ના સરપંચ હરસીંગભાઈ રાઠવા તલાટી કમ મંત્રી પુનમબેન પટેલ તેમજ અન્ય ફોરેસ્ટ નો સ્ટાફ વૃક્ષારોપણ કર્યુ હતુ આ નીમીતે શીવરાજપુર રેન્જ ના આર એફ ઓ ખત્રી સાહેબ લોકો ને વૃક્ષારોપણ નુ મહત્વ અને ગીચ જંગલ નુ મહત્વ અને લોકો ને વધારે વૃક્ષો વાવવા માટે ની અપીલ કરી હતી

14/03/2021
04/03/2021

કૂતરાઓ માટે ખાસ કરીને રોટલી ,ખીચડી અને ભાત સારું .ઘરમાં જમતા વધેલું મોટા ભાગની વસ્તુ ચાલે.અને નાં ખાતા હોય તો બીજું કઈ આપશો નહીં પછી ભૂખ લાગે એટલે ખાવું જ પડશે. એમને ય માણસો નાં જેવું છે ,ચટપટું મળે તો સારું સાદું ભોજન નહિ ખાવાનું...

27/02/2021

કેજરીવાલનું આહવાન: 5 વર્ષ અમને આપો તમે ભાજપના 25 વર્ષ ભુલી જશો.
સુરત નગર નીગમની ચુંટણીમાં AAPને મળેલ 27 સીટોની સફળતા માટે અરવીંદ કેજરીવાલે સુરતની જનતાનો આભાર માન્યો.

24/02/2021

સાંસદ રંજનબેન ભટ્ટ પાસે કાર્ડ ન હોવા છતાં મતદાન મથકમાં જતાં એક નાગરિક એ વાંધો ઉઠાવ્યો.તેઓ મતદાન મથકની અંદર પ્રવેશ કરી રહ્યા હતા તે દરમિયાન કૉંગ્રેસના ઉમેદવારના ભાઈએ તેમને અંદર જતા રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ સાંસદ છેક મતદાન મથકની અંદર પહોંચી ગયા હતા. કૉંગ્રેસના ઉમેદવારના ભાઈ સાંસદ રંજન ભટ્ટનો વીડિયો ઉતારતા છેક મતદાન મથકની અંદર તેમના સુધી ગયા હતા અને ચૂંટણી કાર્ડ કે અન્ય મંજૂરી વિના પ્રવેશવા બદલ તેમને બહાર મોકલવા અધિકારીને ફરિયાદ કરી હતી

04/02/2021

વડોદરાઃ શહેર માં જી.એસ.પી.સી.એ .અને સામાજિક વનીકરણ વિભાગ ના ઘર માં મુકેલ વન્ય જીવ મુક્ત કરવા દરોડા ......... રોજ અમારી ગુજરાત.એસ.પી.સી.એ ના રાજ ભાવસાર ને છેલા એક મહિનાથી વડોદરાઃ શહેરના અલઅલગ વિસ્તાર માં ઘર માં ગેર કયદેસર ગોંધી રાખવામાં આવેલા કેટલાક વન્ય જીવ વિશે માહિતી મળી હતી તે અનુસંધાને છેલા ૩ દિવસ થી જી.એસ.પી.સી.એ ના રાજ ભાવસાર ની સુચના મુજબ સવ્યમ્ સેવક અને સામાજિક વનીકરણ વિભાગ અને વડોદરાઃ વાઈલ્ડ લાઈફ સર્કલ નો ટાસ્ફ સાથે રાખી વડોદરાઃ શહેરના માં આવેલ અલગ અલગ વિસ્તાર માં રેડ કરી દરોડો પાડતા અલગ અલગ વન્ય જીવ જેવા કે(૧) પોપટ (૨) તુઈ (૩) કાચબા (૪) મકડા જેવા વન્ય જીવ મુક્ત કરવાયા હતા અને ક્યદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.રાજ ભાવસાર એ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ટોટલ...૩૯. નગ પોપોટ / કાચબા ટોટલ ૨ નગ/ અને માંકડ નગ ૨ તેમ ટોટલ (૪૩) વન્ય જીવ કબ્જો લીધો છે

27/01/2021

વડોદરા શહેરમાં કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ દ્વારા ડસ્ટબીન વિતરણ કરવામાં આવે છે જાહેર સ્થળો પર ડસ્ટબીન મુકવામાં આવે છે પરંતુ એક કોર્પોરેશનના અધિકારી તેમજ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા ડસ્ટબીન એક સોસાયટીના મકાનમાં મુકવામાં આવ્યા હતા આ સાહેબનું નામ પુછતાં જણાવ્યું હતું કે અશોક શાહ તેઓ (સુએઝ) વિભાગ માં નોકરી કરુ છું તેમ જણાવ્યું હતું અને આ અધિકારનએ જણાવ્યું હતું કે મારું ઘર છે એટલે મારા ઘરમાં ડસ્ટબીન મુકીએ છે બીજી બાજુ ડ્રાઈવરને પણ પુછતાં તેમણે જણાવ્યું હતું કે હું તો ચિઠ્ઠીનો ચાકર છું. આવા ડસ્ટબીન કોને કોને આપવામાં આવ્યા છે અને કેટલા ડસ્ટબીન ક્યાં મુકવામાં આવ્યા છે તેની તપાસ થવી જોઈએ અને આ ડસ્ટબીન કેટલા વેચાણ કરવામાં આવ્યા છે

26/01/2021

આજરોજ શહેરના કારેલીબાગ ખાતે આવેલા જલારામનગર-૧માં રહેતા બ્રિજપાલસિંહ ઠાકુરે સવારે એક પાલતુ કુતરા (જર્મન શેફર્ડ) જેના માલિક સવારે કૂતરાને ફરાવવા માટે નિકળેલ તે સમયે બ્રિજપાલસિંહ ઠાકુરના ઘર સામેના રોડપર કૂતરાએ કુદરતી હાજત કરતા આ નજીવી બાબતે ઉશ્કેરાઈ બ્રિજપાલસિંહે કૂતરાના માથામાં લોખંડનો રોડ મારી ગંભીર ઈજા પહોંચાડી હતી સાથે જ તેના માલિક કે જેના હાથમાં કૂતરાનો પટ્ટો પકડેલો હતો

25/01/2021

વડોદરા શહેર સંસ્કારી નગરી છે વડોદરા શહેરમાં ઘણા કામો કરવામાં આવ્યા છે પરંતુ રોડ રસ્તા,પીવાનું પાણી,ડ્રેનેજ અને આવાસ યોજના તેમજ અન્ય કામગીરી કોન્ટ્રાક્ટરો, નેતાઓ સુપરવાઇઝર તેમજ જેતે અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે પરંતુ આ તમામ કોર્પોરેશનની કામગીરીમાં ભ્રષ્ટાચાર ખુલ્લો જોવા મળે છે સાથે સાથે આવતીકાલે 26 મી જાન્યુઆરી ના દિવસે સમા ખાતે વડોદરા શહેરમાં સૌથી ઊંચામાં ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને સૌથી મોટો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો પરંતુ હાલ વડોદરા શહેરમાં લાખો કરોડના ખર્ચે જે પણ કામ થયા છે તેને આજદિન સુધીમાં પૂર્ણ નથી કર્યા અને કોન્ટ્રાક્ટરો ને ફાયદો કરવાનું ષડયંત્ર જોવા મળી રહ્યું છે

21/01/2021

વાલ્મિકી સમાજ દ્વારા એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આજવા રોડ લેપ્રેસી ગ્રાઉન્ડ

16/01/2021

s.s.g.hospital વડોદરા ખાતે શ્રી જી મેડિકલ બોરીવલી મુંબઈ ના પ્રમુખ શ્રી મહેન્દ્ર ભાઈ વસાણી અને હલ્પિંગ હેન્ડ વડોદરા ના સેક્રેટરી જનાબ શાહનવાઝ ખાન પઠાણ એ સંયુક્ત પણે 550. સવેટેર નું વિસ્તરણ કર્યું જેમાં સરફરાઝ સૈયદ . જોની ભાઈ. ઈસ્માઈલ ભાઈ એ સાથ સહકાર આપ્યો.

07/01/2021

*તમારે પણ દંડ ભરવો પડશે..!
*વગર માસ્ક સાથે ચાલુ ગાડીએ મોબાઈલ પર વાત કરતા પોલીસ દાદા નો જાગૃત નાગરિકે બનાવ્યો વિડિઓ અને કર્યો વાયરલ..!

06/01/2021

સયાજીપુરા સામે બ્રહ્મા નગર ના ખુલ્લા મેદાનમાં ટીશર્ટ હથિયાર વડે હત્યા કરવામાં આવી

04/01/2021

સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે પીવાના શુદ્ધ પાણી વારે ઘડીએ એકજ જગ્યાએ લીકેજ જોવા મળે છે પરંતુ ત્યાંના સ્થાનિક અધિકારીઓ સુપરવાઇઝરો તેમજ કોર્પોરેટરો પણ ધ્યાન ન આપતા હોય તેમ ચોક્કસ લાગી રહ્યું છે હાલ પીવાનું શુદ્ધ પાણી લોકોને મળી નથી રહ્યું.બીજી બાજુ પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ જોવા મળે છે વડોદરા શહેરના મેયરશ્રી,કમિશનર શ્રી, ચેરમેન શ્રી તમામ ને વિનંતી છે આવા તમામ કોન્ટ્રાક્ટરોને સુપરવાઇઝરોની સામે દંડનીય પગલા લેવા જોઈએ તેવી અમારી માંગ છે.

04/01/2021

આમ આદમી પાર્ટીના ઈલેકશન વોર્ડ નં - ૪ ના પ્રમુખ અને ચર્ચામાં રહેનારા યોગેન્દ્ર પરમાર સાથે ખાસ ચર્ચા

19/12/2020

વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ જઇ રહ્યું છે બીજી બાજુ વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં કોર્પોરેશનની ગાડીઓ રોડ પર ફસાતી જોવા મળે છે રોડ રસ્તામાં ચાલતા ભ્રષ્ટાચારને કારણે આજરોજ કાસમ આલા કબ્રસ્તાન હાથીખાના પાસે ડ્રેનેજ શાખાની ગાડી ગરકાવ થતી જોવા મળી હતી ત્યારબાદ અનેક લોકોના ટોળા ઉમટયા હતા તેવા સમયે પરમાર કમલેશ સામાજીક કાર્યકર ની માંગ હતી કે વડોદરા શહેરના કમિશનર શ્રી, મેયર શ્રી,ચેરમેન શ્રી ને વિનંતી કરવામાં આવે છે

16/12/2020

વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે વૈશ્વિક કોરોના મહામારી સમય દરમિયાન અર્બન હેલ્થ સેન્ટર ના તમામ ડોક્ટરો,નર્સ,સિક્યુરિટી ગાર્ડ,આશાવર્કરો,કર્મચારીઓ તેમજ ધન્વંતરી રથ ના તમામ કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવનારને પરમાર કમલેશ સામાજિક કાર્યકર તેમજ તેઓની ટીમ દ્વારા તમામ કોરોના વોરિયર્સને ગુલાબનું ફૂલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

12/12/2020

ખોડીયાર નગર પાસે ફાયર બ્રિગેડનું પીવાના પાણીના ટેન્કર રિક્ષા સાથે અકસ્માત

03/12/2020

આજ રોજ વડોદરાની જાણીતી એવી ગુજરાત.એસ.પી.સી.એ ના રાજ ભાવસાર ને ૧૦ દિવસ પહેલા એક માહિતી મળી હતી કે તિલકવાડા તાલુકામાં કેટલાક ઈસમો વન્ય જીવ કાટા સેરો ઉંદર વેચવાની ફિરાક માં છે ત્યાર પછી ગુજરાત .એસ.પી.સી.એ ના રાજ ભાવસાર અને સંથા ના સભ્યો મળેલ બાતમીના આધારે તપાસ માં હતા અને આજ રોજ તિલકવાડા માં ઈસમો જોડે(૧૪.૫૦૦૦૦ ) માં સોદો નકકી થતા તરતજ વડોદરા વન વિભાગ ના વાઈલ્ડ લાઈફ ક્રાઈમ ટીમ ને જાણ કરતા તરતજ એક ટીમ બનાવી હતી જેમાં વન વિભાગ ના અલગ અલગ રેન્જ ના કર્મચરીઓને સાથે રાખી આજ રોજ જેમાં વડોદરા ડી.એફ. ઓ વાઘેલા સિર અને શિવરાજપુર ના એ.સી.એફ. રાવલ જી અને જી.એસ.પી.સી.એ ના કર્મચારી જોડે આજ રોજ તિલકવાડા પોચી ગોઠવેલ છટકું જે માં પેહલા દલાલ તિલક વાડા ના સહપુરા ગામ પાસે થી લીધો જેનું નામ અરવિંદ ભાઈ વીથલ ભાઈ તડવી. જે ખેતીકામ કરે છે તે પછી આગળ લઈ જતા તે તિલકવાડા ના ખન્ડુપૌર ગામ લાઈગયો જ્યાં બીજો દલાલ કેતન અરવિંદ ભાઈ તડવી રહે સહપૂરા ગામ .જમીન લે વેચ નું કામ કરે છે

30/11/2020

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજવા રોડ એકતાનગર સોસાયટી ના ગેરકાયદેસર ના મકાનો દબાણો ૩ ડિસેમ્બર 2020 ના રોજ દૂર કરવાના છે

28/11/2020

વડોદરા ડભોઇ રોડ પર ભયાનક અકસ્માત..
થુવાવી પાસે પેટ્રોલ પંપ ની બાજુમાં એક કાર ચાલાક ને અજાણ્યા વાહન દ્વારા પાછળ થી ટક્કર મારતા કાર ખાડામાં...
અંદર બેઠેલા વ્યક્તિ ઓને નાની મોટી અને ગંભીર ઈજવો થવા પામી..
108 દ્વારા હોસ્પિટલ મા રીફર કરવામાં આવ્યા...

28/11/2020

વડોદરા શહેર-જિલ્લા રિક્ષાચાલક યુનિયન દ્વારા આજરોજ આજવા રોડ કમલાનગર જાગતા હનુમાન મંદિર પાસે રિક્ષા ચાલકોને કોરોનાની મહામારી ને લઈને રીક્ષા ચાલકોને સેટર માસ અને હેન્ડ ગ્લોસ આપવામાં આવ્યા વડોદરા શહેર-જિલ્લા રિક્ષાચાલક યુનિયનના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા તેમજ તમામ આજવારોડ રિક્ષાચાલકોને 60 થી 70 setani તો આપવામાં આવી

26/11/2020

ડભોઈ નાંદોદી ભાગોળ હરિહર આશ્રમ ખાતે કોરોનાને સંપૂર્ણ નષ્ટ કરવા મહાદેવ નું યજ્ઞ યોજાયું

અગિયાર પંડિતો ને લઈ બાર કલાક નું દેવોના દેવ મહાદેવ ને રીઝવવા મહાદેવ યજ્ઞ કરાયું
હાલની કોરોનાની વિકટ પરિસ્થિતિ ને જોતા નવનાથ કાવડ યાત્રા ના પ્રેરિત હરિહર આશ્રમના મહંત પ.પું. વિજય મહારાજ ના નેતૃત્વ માં કોરોના જેવી મહામારી જલ્દી સમગ્ર વિશ્વ અને ભારત દેશ માંથી નષ્ટ થાય તે હેતુ મહાદેવ યજ્ઞ નું પ્રારંભ કરાયું.

23/11/2020

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાંથી અવારનવાર પશુઓને કુરતા પૂર્વક બાંધી ગેરકાયદેસર હેરાફેરી થતી હોવાની બાતની મંડી હતી

22/11/2020

વડોદરામાં કરશો જાહેર કરવામાં આવ્યું રાતના નવ થી સવારના છ વાગ્યા સુધી

18/11/2020

વડોદરા શહેર inorbit મોલ શહેરના ઉત્તર વિસ્તારમાં આવેલ છે કોરોનાની મહામારી ના હજુ થોડાક દિવસો વિત્યા છે પણ હજુ કોરોનાની મહામારી નો પ્રકોપ યથાવત છે પણ વિષય ચિંતા એ છે કે દિવાળીના તહેવારોમાં લોકો પોતાના પરિવાર સાથે જાહેર જગ્યાઓ અને મોલ માં ફરતા હોય છે પણ મોલ ની ખાસિયત એ છે કે અહીંયા કોઈ પણ પ્રકારનું સોશિયલ distance ની કાળજી લેવામાં આવતી નથી અને બાળકો સાથે પોતાના પરિવારજનો પણ માર્ક્સ પેરીર્યા વગર અહીંયા ફરતા જોવા મળ્યા છે જેટલી જવાબદારી પરિવારની હોય છે તેમના બાળકો પ્રત્યે એટલી જવાબદારી મોલ ના મૂળ માલિક તથા તેમના કર્મચારીઓને હોય છે

13/11/2020

સમાજ સેવાના હેતુ થી મુઆવિન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવીન એમ્બ્યુલન્સ ના લોકાર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યુ.

12/11/2020

વડોદરા શહેર સંસ્કારી નગરી છે હિન્દૂ સંસ્કૃતિ માં ત્યોહારો નું આગવું મહત્વ છે ત્યારે હાલમાં દિવાળી નો તહેવાર સામે આવી રહ્યો છે ત્યારે વડોદરા શહેર ના ચોખંડી વિસ્તાર માં મીઠાઈ ની અનેક દુકાનો માં અવનવી મીઠાઈ અને ફરસાણ ની વાનગી જોવા મળી રહી છે કોરોના વાયરસ ની મહામારી વચ્ચે વેપારીઓ સોશ્યિલ ડિસ્ટન્સ જાળવી અને સરકાર ના આદેશ અનુસાર મીઠાઈ નું વેચાણ કરી રહ્યા છે. ગત વર્ષ કરતા મીઠાઈ ની દુકાનો માં ખાસ ઘરાઘી જોવા મળી રહી નથી તેવું દુકાનદાર નું માનવું છે.

11/11/2020

રોજ સંયુક્ત કામદાર સમિતિ તેમજ સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ સહીત ૧૦ કેન્દ્રીય ટ્રેડ યુનિયન સમિતિ તથા દેશના તમામ સ્થાનિક ટ્રેડ યુનિયનો કામદાર ખેડૂત વિરોધી કાયદાઓ તથા સરકારી જાહેર સાહસોના ખાનગીકરણના વિરોધમાં દેશવ્યાપી સામાન્ય હડતાલ કરવા જઈ રહ્યા છે

11/11/2020

શહેરના ગેંડીગેટ વિસ્તારમાં આવેલી હેલ્પીંગ હેન્ડ સંસ્થા એ મુંબઈ બોરીવલી માં આવેલી રોટરી ક્લબ ઓફ બોરીવલી સાથે મળીને શહેરના જરૂરિયાત મંદ લોકો ને અનાજ તેમજ જીવન જરુરિયાતની વસ્તુઓ પૂરી પાડીને હિન્દુ મુસ્લિમ ની એકતા નો એક ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો છે.

10/11/2020

વડોદરા : રાજ્યસભા ની ચૂંટણી વખતે ગુજરાત ના ચૂંટાયેલા કોંગ્રેસ પક્ષ ના ૮ ધારાસભ્યો એ કોંગ્રેસ પક્ષ અને ધારાસભ્ય પદે થી રાજીનામું આપી અને કેસરિયો ધારણ કર્યો અને ખાલી પડેલી સીટો પર પેટા ચૂંટણી આવી એમની એક સીટ એટલે વડોદરા જિલ્લા ની કરજણ વિધાનસભા તારીખ ૩ નવેમ્બર ના રોજ મતદાન યોજાયું અને ૧૦ નવેમ્બર ના રોજ વડોદરા મહારાજા સયાજીરાવ પોલીટેકનીક કોલેજ ખાતે મત ગણતરી હાથ ધરાશે ત્યારે આપ જોઈ શકો છો કે ચૂંટણી પંચ દ્વારા ખુબ જ સુંદર મજાની તૈયારી કરવામાં આવી છે

09/11/2020

આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી પ્રતિમા બેન પટેલ અને તેમની ટીમ દ્વારા શ્રી સ્વરૂપ પી. સાહેબ ને જે હાલમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર છે, તેમને વડસર બ્રીજ નીચેના શાકમાર્કેટ અને કારેલીબાગમાં ભરાતા શુક્રવારી બજાર ફરીથી શરૂ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું.*

09/11/2020

વડોદરા શહેર પોલીસ કમિશ્નર શ્રી આર.બી. બ્રહ્મભટ્ટ સા. તથા એડી.પો.કમિ. શ્રી ચિરાગ કોરડીયા સા. તથા ઇન્ચાર્જ ના.પો.કમિ. ઝોન-04, શ્રી ડૉ. કરણરાજ વાઘેલા સા. નાઓની સુચનાથી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી દિવાળીના તહેવારો નિમિત્તે બહોળી સંખ્યામાં શહેરના પ્રજાજનો ખરીદી કરવા

09/11/2020

કારેલીબાગ વિસ્તારમાં માં આવેલ ફાગવેલ નગર માંથી મનોજ ભાઈ નો કોલ મળ્યો હતો કે એક ખુબજ મોટો મગર આવી ગયો છે તરતજ અમારા સ્વયમ સેવક રીનવ કદમ .રમેશ ભાઈ યાઇસ અનેં નરેન્દ્ર ચવ્હાણ અને વડોદરાઃ વન વિભાગ ના નીતિન પટેલ .લાલુ નિઝામ તરતજ ફાગવેલ નગર પોચી ત્યાં ના લોકો ની મદદ થી એક મોટો વિશાલ ૧૫. ફૂટ નો લાંબો મગર સાવચેતી પૂર્વક પકડી પાડવામાં આવ્યો હતો અને વન વિભાગ ને સોંપેલ હતો આ મગર ઘણા સમય થી ત્યાં કૂતરા અને બકરા જેવા પશુ પક્ષી નો શિકાર કરતો હતો અને ત્યાં ના

08/11/2020

માંજલપુર
વિસ્તાર માં આવેલ સૂર્યદીપ ટાઉનશિપ ખાતે પારુલ આર્યુવેદ હોસ્પિટલ અને અન્ય મિત્ર મંડળ ના ભદ્રેશ ભાઈ કંસારા દ્વારા સ્થાનિકો માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં ડૉક્ટર ના અલગ અલગ વિભાગ માંથી નિઃશુલ્ક નિદાન કરવામાં આવ્યું હતું.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Vadodara bhumi News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share