21/11/2023
ICMR’s research debunks the supposed vaccine-related deaths:
In response to concerns about the potential link between COVID-19 vaccines and sudden deaths, ICMR has conducted a comprehensive study. The study, conducted from October 1, 2021, to March 31, 2023, across 47 hospitals in the country, focused on people aged 18 to 45 who were seemingly healthy. More than 2 billion vaccine doses have been administered in India as part of the government's vaccination campaign. Despite reports of young people experiencing heart attacks leading to speculation about vaccine involvement, the ICMR's findings refute any association between the administered vaccines and sudden deaths, and highlights other factors, such as alcohol consumption, drug use, etc as contributors.
ICMR રિસર્ચ ; રસીના કારણે અચાનક મૃત્યુ સાથે કોઈ સંબંધ નથી
કોવિડ -19 રોગચાળા પછી, સરકારે લોકોના જીવન બચાવવા માટે મોટા પાયે રસીકરણ અભિયાન શરૂ કર્યું. દેશમાં લોકોને રસીના 2 અબજથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. પરંતુ, છેલ્લા એકથી દોઢ વર્ષમાં દેશમાં હાર્ટ એટેકના કારણે યુવાનોના મોતના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આવી સ્થિતિમાં, આની પાછળ રસીનું કારણ છે કે કેમ તે અંગે ચર્ચા શરૂ થઈ. જો કે હવે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ આનો જવાબ આપ્યો છે. ICMR અભ્યાસ જણાવે છે કે રસીના કારણે અચાનક મૃત્યુ સાથે કોઈ સંબંધ નથી. મૃત્યુના 48 કલાક પહેલા દારૂ પીવો, દવાઓ લેવી અથવા મૃત્યુના 48 કલાક પહેલા જોરદાર કસરત કરવી એ કેટલાક પરિબળો છે. જેમાં અચાનક મૃત્યુનું જોખમ વધી જાય છે. આ અભ્યાસ ICMR દ્વારા 1 ઓક્ટોબર, 2021 થી માર્ચ 31, 2023 દરમિયાન કરવામાં આવ્યો હતો. તેમાં દેશભરની 47 હોસ્પિટલોનો સમાવેશ થાય છે. 18 થી 45 વર્ષની વયના લોકો, જે દેખીતી રીતે સ્વસ્થ હતા, તેમને અભ્યાસ માટે સામેલ કરવામાં આવ્યા હતા