લાલપુર
અયોધ્યા - શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગ અનુલક્ષીને
ચાર થાંભલા વિસ્તારમાં ગઈ કાલે એક વિશાળ ધ્વજાનું આરોહણ થયું
બહું જોવા જેવું છે
જુઓ
તે સૌ યુવકોને ખૂબ ખૂબ ધન્યવાદ 🙏
લાલપુર
શ્રી જ્ઞાનદીપ વિદ્યા મંદિર
પતંગ બનાવવાની સ્પર્ધા -૧૨-૧-૨૦૨૪
પતંગ ઉત્સવ ની ઉજવણી
શ્રી જ્ઞાનદીપ વિદ્યા મંદિર લાલપુરમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તેમજ કલાશક્તિને બહાર લાવવા માટે સંસ્થાના સંચાલકશ્રી ના માર્ગદર્શન હેઠળ પતંગ બનાવવાની સ્પર્ધા તેમજ પતંગ ઉત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ. આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ,વિદ્યાર્થીઓએ પતંગ બનાવ્યા , જેમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ.🌹🌹👌👌👌👍👍
લાલપુર
આજરોજ શ્રી ગાયત્રી પરિવાર આયોજિત ૨૪ કુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન , પટેલ સમાજ કૈલાસ વાડીમાં સંપન્ન કરવામાં આવ્યું હતું જેમાં ઘણાં દંપતીઓએ આ યજ્ઞનો લાભ લીધો પૂજા વિધિ બાદ ગાયત્રી મંત્રથી યજ્ઞ દેવને આહૂતિ આપવામાં આવી , સમગ્ર વાતાવરણમાં પવિત્રતા અને ધૃત સુવાસનો અહેસાસ જોવા મળ્યો
આ પવિત્ર કાર્યથી લોકોએ ધન્યતા અનુભવી, અંતમાં મધ્યાન કાલે પ્રસાદી ગ્રહણ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું
જય ગાયત્રી માં 🙏
લાલપુર તાલુકા ના ઇતિહાસ માં સૌ પ્રથમ વખત હવે નવી સુવિધા
લાલપુર માં સૌ પ્રથમ વાર આંખ ની દરેક સમસ્યા નું ઝડપી તપાસ , સચોટ નિદાન તથા યોગ્ય સારવાર કરતી હોસ્પિટલ એટલે સુદર્શન આંખ ની હોસ્પિટલ
👁️ સુદર્શન આંખની હોસ્પિટલ 👁️
ડો. વિવેક પરમાર
Mo. 92650 41692
સરનામું : સોસાયટી મેઇન રોડ, વિકાસ કોલોની સામે, ( જુની ગ્રામીણ બેંક વાળી જગ્યા)
આ હોસ્પિટલમાં આંખ માં થતી દરેક નાની તથા મોટી તકલીફ માટે ઘણી આધુનિક સારવાર ઉપલબ્ધ છે.
હવે નાની મોટી કોઈ પણ આંખની તકલીફ માટે હવે તમારે મોટા શહેરમાં મોંઘીદાટ ટ્રીટમેન્ટ માટે જવું નહીં પડે.
અમારી હોસ્પિટલમાં બધી જ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે, તથા દરેક બાબતે ખૂબ ચોક્કસાઈ પૂર્વક, જરૂરી તથા યોગ્ય સારવાર આપવામાં આવે છે .
મોતિયા,ઝામર,વેલ તથા આંખ ને લગતા તમામ ઓપરેશન લેસર થી આધુનિક સાધનો વડે અમારી હોસ્પિટલમાં કરી આપવામાં આવે છે.
આંખ સંબંધી કોઈ પણ નાની
લાલપુર
છેલ્લા ૩ દિવસથી
શ્રી લાલપુર ગાયત્રી પરિવાર આયોજિત
પટેલ સમાજ, કૈલાસ વાડીમાં
પ્રજ્ઞા પુરાણ કથા ચાલી રહી છે,
ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં શ્રવણ કરવા ઉપસ્થિત રહે છે, કથાનો લાભ સૌ કોઈ ભાવિકો લઈ રહ્યા છે
સાંયકાલે આરતી બાદ ધૂન, ગીત સંગીત વાજીંત્રોના સૂરે વક્તા બહેન શ્રી જ્યોત્સનાબેન મહેતા ખંજરીના તાલે શ્રોતાઓને પ્રભુ સ્મરણ કરાવે છે, બધાને ખૂબ આનંદ આવે છે
લાલપુરના આંગણે આ કથા સત્સંગ ની ભારે જમાવટ થઈ છે
જય ગાયત્રી માં 🙏
લાલપુર
શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર દ્વારા પ્રતિકરૂપ પાઠવેલ
અક્ષત કળશનું આજે રાત્રે ૯. કલાકે
સરદાર ચોકમાં ભવ્યાતિભવ્ય સ્વાગત થયું
ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, બહેનોની હાજરી નોંધપાત્ર જોવા મળી
નાની મોટી કુમારિકાઓ એ શિર પર કળશ ધારણ કરીને આ સ્વાગત યાત્રા ને દિપાવી
બહેનોએ રાસની રમઝટ બોલાવી, યુવાનો ઢોલ શરણાઈના તાલે ઝૂમી ઉઠ્યા, લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો,
જય જય શ્રી રામ ના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું અને લોકો ભક્તિના રંગે રંગાઈ ગયા
ઠેકઠેકાણે આતશબાજી કરવામાં આવી,
સરદાર ચોકથી લઈને રામચંદ્ર મંદિરે સ્વાગત યાત્રા નું સમાપન થયું
આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો
જયશ્રી રામ 🙏
લાલપુરના
કલાકારોનું સંગીત - તબલા વાદન
With
Hardik Teraiya &
Om Dave
લાલપુર
રામચંદ્ર મંદિર
રામધૂન દરમિયાન
એક મીટીંગ નું આયોજન
શનિવાર
તા.૨૩/૧૨/'૨૩ રાત્રે ૯ કલાકે
ઉપસ્થિત +- શ્રી સમીરભાઈ ભેસદડિયા,
જયેશભાઈ તેરૈયા, ગ્રામજનો તથા
શ્રી રામમંદિરનાં ટ્રસ્ટીઓ વગેરે
દ્રારિકા નગરીમાં
૩૭ હજાર આહિરાણીઓ નો મહારાસ એક વિશ્વ રેકોર્ડ
અદ્ભુત, અતિ સુંદર
જુઓ વીડિયોમાં એક ઝલક
લાલપુરમાં
શ્રી હનુમાન ભક્ત વાનર
કોઈ કારણસર આ વાંદરો આપણા ગામમાં આવી ગયો, સૌ પ્રથમ તો
આપણા રામચંદ્ર મંદિર ( ચોરા) પાસે
દેખા દીધી ત્યાર બાદ સોસાયટી વિસ્તારમાં પણ ઘણાં લોકોએ જોયો
પછી ક્યાં ફરે છે તે ખ્યાલ ન આવે
એક રામભક્ત એ મને વાત કરી કે
આ તો આગામી ૨૨ જાન્યુઆરી ના રોજ અયોધ્યામાં શ્રી રામ પધારવાના છે એનું આમંત્રણ આપવા માટે આ વાનર ખાસ લાલપુરમાં આવ્યો છે
મિત્રો,
શ્રધ્ધા બહુ મોટી વાત છે
જય જય શ્રી રામ
લાલપુરમાં તાલુકાના કક્ષાએ
વીર સાવરકર હાઈસ્કૂલ યોજાયેલ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં
શિશુ મંદિર ના આચાર્ય શ્રી
Dipak Trivedi
પ્રથમ નંબરે આવ્યા તે બદલ ખુબ ખુબ અભિનંદન
ભૂજ
એટલે કચ્છ ની રાજધાની
આગામી તા.૨૬/૧૨/'૨૩ ના રોજ અહીં નવા એસ.ટી.બસ સ્ટેશન નું
લોકાર્પણ થશે, આ ખૂબ આધુનિક છે ત્યારે જુઓ એક ઝલક
લાલપુર
સી. સી. રોડનું કામ પૂરું
બીજા વિસ્તારમાં રોડનું કામ ચાલુ છે
સરપંચ શ્રી જયેશભાઈ તેરૈયા અને
રોડ વિસ્તારના ગ્રામ પંચાયતના સભ્ય શ્રી દિલીપસિંહ જાડેજા એ રસ દાખવી
આ કામ સંપન્ન કરાવ્યું
લોકો એ પણ આભાર વ્યક્ત કર્યો
લાલપુરથી ડબાસંગ
રોડનું કામ ચાલુ છે