Legal information academy

  • Home
  • Legal information academy

Legal information academy this page is usefull for who want know about our constitution and legal right

10/06/2020
આ કલમમાં સૌથી અગત્યનો શબ્દ છે 'ક્રૂરતા'. આ કલમ પ્રમાણે ક્રૂરતાની વ્યાખ્યા એટલે પતિ કે તેનાં સગાંવહાલાં દ્વારા ઈરાદાપૂર્વ...
07/02/2020

આ કલમમાં સૌથી અગત્યનો શબ્દ છે 'ક્રૂરતા'. આ કલમ પ્રમાણે ક્રૂરતાની વ્યાખ્યા એટલે પતિ કે તેનાં સગાંવહાલાં દ્વારા ઈરાદાપૂર્વક કરેલ એવા પ્રકારનું વર્તન જે સ્ત્રીને આત્મહત્યા કરવા પ્રેરે અથવા સ્ત્રીના શરીરને ગંભીર પ્રકારની ઈજા પહોંચાડે અથવા એવો માનસિક કે શારીરિક ત્રાસ ગુજારે કે જેથી સ્ત્રીનું આરોગ્ય, જિંદગી અથવા શરીરનો કોઈ અવયવ ભયમાં મુકાય. ત્રાસ એટલા માટે ગુજારાતો હોય છે કે સ્ત્રી અથવા તેનાં કોઈ સગાં જેમ કે, મા-બાપ કે ભાઈ દબાણથી કોઈ મિલકત કે કીમતી દસ્તાવેજ માટેની કોઈ પણ ગેરકાયદેસરની માંગણી પૂરી કરે. આવી ક્રૂરતા કે ત્રાસ માનસિક કે શારીરિક હોઈ શકે છે. કેટલીક વાર સ્ત્રીને સતત અપમાનિત કરવામાં આવતી હોય છે જેમ કે, સ્ત્રીને મેણાંટોણાં મારી માનસિક ત્રાસ આપવામાં આવતો હોય છે. પતિ તેની સાથે સહવાસ કરવાનો ઈન્કાર કરતો હોય, સાસુ અને નણંદ દ્વારા સતત અપમાનિત થતી હોય, પુત્ર સંતાનને જન્મ નથી આપી શકતી તેવાં મેણાંટોણાં સહન કરતી હોય, તેના ચારિત્ર્ય વિશે જેમ ફાવે તેમ ટોણાં મારતા હોય તો આ બધાં જ કૃત્યોને ક્રૂરતા ગણી લેવામાં આવે છે. આ કલમ માત્ર પતિ કે તેના સગાંને જ લાગુ પડે છે.

અગત્યની વાત છે કે આ કલમમાં પતિનાં સગાં કોણ તે જણાવેલ નથી, પરંતુ સામાન્ય રીતે પતિનાં સગાંમાં પતિનાં માતા-પિતા, બહેન, ભાભી વગેરેનો સમાવેશ થાય છે એટલે ૪૯૮(ક) નીચેની ફરિયાદ જ્યારે થતી હોય છે ત્યારે તેમાં ત્રાસ ગુજારનારામાં બધાં જ સગાંનો સમાવેશ કરવામાં આવતો હોય છે. ઘણાં કેસમાં કોર્ટે ઠરાવ્યું છે કે પરિણીતાને ઘરની ચાર દીવાલોમાં જ ત્રાસ આપવામાં આવે છે તેથી તેમાં ઘરના બધા જ સદસ્યો વિરુદ્ધ ફરિયાદ થઈ શકે તે સ્વાભાવિક છે. આ કલમ પ્રમાણે સ્ત્રી પ્રત્યે ક્રૂરતા આચરવામાં આવી હતી તેવું અનુમાન ના કરી શકાય. ત્રાસ આચરેલો તે સાબિત કરવું જરૂરી છે.

23/01/2020
23/01/2020
પોલીસનું કહેવું છે કે યુનિવર્સિટીના વહીવટીતંત્રની મંજૂરી મળતા જ પ્રવેશ કરાયો હતો. આ પહેલાં નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ...
11/01/2020

પોલીસનું કહેવું છે કે યુનિવર્સિટીના વહીવટીતંત્રની મંજૂરી મળતા જ પ્રવેશ કરાયો હતો. આ પહેલાં નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ દેશભરમાં થઈ રહ્યો હતો, ત્યારે હિંસક ઘર્ષણમાં દિલ્હીની વિખ્યાત યુનિવર્સિટી જામિયા મિલિયા ઇસ્લામિયાના કૅમ્પસમાં પોલીસ વાઇસ ચાન્સેલરની પરવાનગી વગર પ્રવેશી હતી અને વિવાદ ઊભો થયો હતો.

પોલીસની આ કાર્યવાહી બાદ ચર્ચા છેડાઈ છે કે વિશ્વવિદ્યાલયમાં પ્રવેશવા માટે પોલીસે પણ એક વિશેષ પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે.

વિશ્વવિદ્યાલય પરિસરમાં સંમતિ વગર પ્રવેશેલી પોલીસ વિરુદ્ધ યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર પ્રોફેસર નઝમા અખ્તરે એફઆઈઆર નોંધાવવાની તૈયારી દર્શાવી છે.

બીજી તરફ, દિલ્હી પોલીસના જનસંપર્ક અધિકારી એમ. એસ. રંધાવાએ કહ્યું હતું: "દિલ્હી પોલીસ ભીડને હઠાવવાના પ્રયાસો કરી રહી હતી, એ જ વખતે પથ્થરમારો થયો અને અમારે તેમનો પીછો કરવો પડ્યો. અમે લોકો આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ."

પરવાનગી વગર કૅમ્પસમાં પોલીસ પ્રવેશી એ અંગે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના પૂર્વ અધ્યક્ષ ડૉ. સુખદેવ થોરાટ કહે છે, "હવે જેએનયૂમાં પોલીસ આવવા લાગી છે. 40 વર્ષમાં પોલીસ ક્યારેય અંદર આવી નથી. પોલીસ આવીને ગેટ પર જ ઊભી રહેતી હતી."

પાટનગરની વિખ્યાત જવાહરલાલ નહેરુ યુનિ.માં રવિવારે થયેલી હિંસાના દેશભરમાં પડઘા પડયા છે અને મોડીરાત્રીના પણ જે.એન.યુ.ના વિદ...
11/01/2020

પાટનગરની વિખ્યાત જવાહરલાલ નહેરુ યુનિ.માં રવિવારે થયેલી હિંસાના દેશભરમાં પડઘા પડયા છે અને મોડીરાત્રીના પણ જે.એન.યુ.ના વિદ્યાર્થીઓએ પોલીસ મુખ્યાલયને ઘેરીને જે નકાબધારીઓએ યુનિ.માં ઘુસીને જે હુમલો કર્યો તેઓની ઓળખ મેળવીને ધરપકડ કરવાની માંગ કરી છે તો બીજી તરફ શિક્ષા મંત્રાલયે યુનિ.ના રજીસ્ટર રેકટર તથા પ્રોડકટસને આજે હાજર થવા આદેશ આપ્યો છે. ગઈકાલે મોડીરાત્રીના પોલીસે યુનિ.માં ફલેગમાર્ચ કરી હતી અને એન.આર.પી.ની ચાર કંપનીઓને અહી સુરક્ષા હેતુથી તૈનાત કરવામાં આવી છે. આજે દિલ્હીની વધુ એક જામીયા-મીલીયા ઈસ્લામીયા યુનિ. ક્રિસમસની રજા બાદ ફરી ખુલી રહી છે અને તેથી આ વિવાદ વધે તેવી ધારણા છે. જવાહરલાલ નહેરુ યુનિ.ની ઘટનાના દેશભરમાં પડઘા પડયા છે. મુંબઈમાં ગઈકાલે વિદ્યાર્થીઓએ ગેઈટ વે ઓફ ઈન્ડિયા પાસે દેખાવો કર્યા હતા તો કલકતા, બેંગ્લોર, પટણામાં પણ વિદ્યાર્થી સંગઠનો મેદાનમાં આવ્યા છે. પાટનગરમાં જામીયા-મીલીયા યુનિ. આજે ખુલ્લી રહી છે અને તેથી અહી પણ તનાવ છે. આ હિંસા પાછળ ભાજપના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સમર્થક મુંડાઓની ભૂમિકા હોવાનો આરોપ થયા છે. હુમલામાં જે.એન.યુ.ના વિદ્યાર્થી સંગઠનના વડા આઈ.સી.ઘોષને પણ માથા પર ગંભીર ઈજા થઈ છે તો અહીના શિક્ષક સુચારીતા શુકલા અને 18 જેટલા વિદ્યાર્થીઓને પણ ગંભીર ઈજા થઈ છે.

શુ છે CAB (Citizenship Amendment Bill) ? સમજો એક દમ સરળ ભાષા મા.• ભારત દેશ ૧૯૪૭ મા આઝાદ થયો ત્યાર બાદ આપણે બોર્ડર ને એટલ...
12/12/2019

શુ છે CAB (Citizenship Amendment Bill) ? સમજો એક દમ સરળ ભાષા મા.

• ભારત દેશ ૧૯૪૭ મા આઝાદ થયો ત્યાર બાદ આપણે બોર્ડર ને એટલી સુરક્ષિત ના કરી કે બોર્ડર પર થી ઘુસણખોરો ભારત મા ના આવી શકે. તે સમયે પણ ઘણા લોકો એ પાકિસ્તાન પસંદ કર્યું છતા પણ ભારત મા ઘુસણખોરી કરી જ હતી. ઘુસણખોરી એ ભારત ની સુરક્ષા માટે મોટું સંકટ છે આ સંકટ વિશે ખુદ ઈદિંરા ગાંધી પોતે પણ ચિંતા વ્યક્ત કરી ચુક્યા હતા. આજે પુર્વ ના રાજ્યો અને બંગાળ મા ઘુસણખોરો ની સમસ્યા વિકરાળ રુપ ધારણ કર્યું છે.

• આ સમસ્યા આટલી વિકરાળ હોવા છતા કોઈ રાજનેતાએ સોલ્યુશન લાવવાની હિમ્મત કરી નથી વોટ બેંક ની રાજનિતી અને ડર કે આ કામ કરીશું તો દેશ મા અરાજકતા ફેલાશે તો? આવો કાલ્પનિક ડર થતી કોઈએ હિમ્મત ના કરી.

• સવાલ એ થાય કે આ સમસ્યા નુ સમાધાન શું?

સમાધાન ના ભાગરુપે સૌપ્રથમ તો એક રજીસ્ટર તૈયાર થાય જેના કારણે તે ખબર પડે કે કોણ ભારતીય નાગરિક છે અને કોણ ભારતીય નાગરિક નથી તેના માટે NRC ( National Register of Citizen ( India ) લાગુ કરવા મા આવે જેથી ખબર પડે કે કોણ મૂળ ભારતીય છે ને કોણ બિનભારતીય.

• હવે જે બિનભારતીય છે તેમા બે પ્રકાર પડે છે.

૧. શરણાર્થી ઓ.

૨. ઘુસણખોરો.

શરણાર્થીઓ :- બીજા દેશ મા તેઓ ધર્મ જાતિ કે અન્ય કોઈ કારણસર ત્યાં ના લોકો તેમની સાથે ભેદભાવ કે અત્યાચાર કરે છે તે લોકો ભારત પાસે મદદ માંગે ફક્ત રહેવા માટે ભારત તેમને મદદ કરે હવે આવા લોકો ભારતીય ના હોય તેમને વોટ આપવો કે સરકારી લાભો ના મળે. માનવતા ના નાતે થોડા ઘણી મદદ મળે. આ લોકો ની જાણ સરકાર ને હોય છે.

ઘુસણખોરો:- આ લોકો ભારત મા આજીવિકા કમાવા માટે ગેરકાનૂની રીતે થી બોર્ડર ક્રોસ કરી ને અહિંયા આવે હવે અહિંયા આવ્યા બાદ તેમની કોઈ સરકારી ચોપડે નોંધ હોતી નથી એટલે ગમે તેવા ગુનાહિત કૃત્યો કરે તો પણ પકડાય નહી. આવા લોકો મોટા ભાગે જોખમકારક હોય છે જોકે આમાં ઘણા લોકો ફક્ત કમાવા ના ઉદેશ્ય થી આવે છે.

• NRC લાગુ કરવા થી ઉપર કહ્યું તેમ બિનભારતીયો ની ઓળખ થશે હવે સરકાર નક્કી કરશે કે આમાં થી કોને ભારત ની નાગરિકતા આપવી અને કોને ના આપવી. આ કામ કરવા માટે સરકારે નવો કાયદો લાવ્યો તે કાયદો એટયે જ Citizenships Amendment Bill એટલેકે CAB

• આ બિલ મુજબ બાગલાદેશ પાકીસ્તાન અને અફઘાનિસ્તાન થી આવેલા હિંદુ, શીખ, પારસી, ખ્રિસ્તી, બૌદ્ધ અને જૈન ધર્મ ના લોકો ને ભારતીય નાગરિકતા આપવી જ્યારે આ ત્રણ દેશ માથી આવેલા મુસલમાનો ને નાગરિકતા ના આપવી.

• સવાલ એ થયા કે મુસલમાનો ને કેમ નાગરિકતા ના આપવી? પરંતુ ઉપર મે જે ૦૬ ધર્મ ના લોકો ના નામ લીધા તે લોકો ત્રણેય દેશો મા પિડીત છે તે લોકો પર અત્યાચાર થાય છે આજે પાકિસ્તાન મા હિંદુ ૨૪% હતા તે ઘટી ને ફક્ત ૨% રહ્યા છે કે તો મારી નાખવા મા આવ્યા કે પછી તેમનું ધર્મ પરિવર્તન કરાવી દેવા મા આવ્યું.

18/09/2019

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Legal information academy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share