08/08/2022
7 August,2022
🌹આજે સંળગ ચોવીસમો રવિવાર વાંચે વિશ્વ પુસ્તક પરબ નો ...💗
💐પણ, આ રવિવાર થી એક બદલાવ આવ્યો છે કે "વાંચે વિશ્વ પુસ્તક પરબ" હવે માતૃભાષા અભિયાન સાથે પણ જોડાઈ અને એમના દ્વારા 63 ગુજરાતી, 25 અંગ્રેજી અને 5 હિન્દી પુસ્તકો નાં સહયોગ થી કૃષ્ણનગર વિસ્તારનાં વાંચકો ને વધારે પુસ્તકો ની પસંદગી મળશે.
વાંચે વિશ્વ પુસ્તક પરબ પરિવાર તરફથી માતૃભાષા અભિયાન પરિવાર નો આભાર..🙏
સવારે નિલેષભાઈ નો 7:55 ફોન આવી ગયો. મોડું થઈ રહ્યું હોઈ તે સમય નાં ચુસ્ત આગ્રહી હોઈ ઝડપથી પરબ પર પહોંચવા આગ્રહ કર્યો. એમની સમર્પિત ભાવના અનુકરણીય સૌ માટે છે. તીર્થ સાથે પહોંચી પુસ્તક પરબ ગોઠવી..!
ત્યારબાદ,દર્શીલભાઈ,હર્ષભાઈ, નિખિલભાઈ,જયભાઈ,યશભાઈ,ઉમેશભાઈ-જીગાભાઈ( ctm)
વગેરે કાર્યકર્તા મિત્રો દ્વારા પરબ નું સંચાલન સવારે 8 થી 12:30 સુધી થયું.
મિત્ર મયંક જેઠવા ને દર્શકભાઈ જાધવ "ચા" લઈ ને આવ્યાં તો શ્રી રમેશભાઈ પ્રજાપતિ ( ક્રીડા ભારતી) પણ આવ્યા તો શ્રી નટુભાઈ રાવલ પુસ્તકો લઈ ને આવ્યાં ને તેમને ગયા રવિવારે શ્રી મનહર ઉધાસ ના હસ્તે મળેલ 2જા નંબર ના પ્રાઈઝ માટે સૌએ અભિનંદન આપી આગ્રહ કર્યો કે એક ગીત ગાઓ અને એમણે "ન મુહ છુપાકે જીઓ " ગાયું ને મોજ કરાવી દીધી.ત્યારબાદ મિત્ર જીગાભાઈ ને ઉમેશ ctm થી ખાસ આવ્યા તો મિત્ર વિકી મહેતા આજે ખાસ મિત્ર દેવેન્દ્રભાઈ સોલંકી ( કોલમિસ્ટ ને જાણીતી ચેનલોમાં ડિબેટ પાર્ટીસીપેન્ટ) પણ આવ્યા તો સુભાષભાઈ- આશિષભાઈ પરિવાર સાથે આવ્યા ને પૂરો સમય સાથે રહ્યા....👍
તો દીક્ષિતભાઈ પટેલ કોર્પોરેટર પણ છેલ્લે છેલ્લે આવ્યા. મિત્ર મહેશભાઈ અને પરેશભાઈ પણ આવ્યા...નિલેષભાઈ ના મિત્રો વિવેકભાઈ ને અન્યો પણ આવ્યાં...!!!
કારણ, આજે મિત્રતા દિવસ હતો ને
મિત્ર મયુર ગઢિયા ને ત્યાં થી ખમણ અને ઉમેશભાઈ "ચા" લઈ આવ્યા ને પછી સૌ એ સાથે મિત્રતા દિવસ ઉજવ્યો...👍💐❤️
💐આજે કુલ 68 જેટલા પુસ્તક ગયા. વંચાય ને 30 પુસ્તક પરત આવ્યા. તો 93 પુસ્તકો માતૃભાષા અભિયાન થકી અને 25 જેટલા પુસ્તકો વાંચકો તરફથી પરબ ને પ્રાપ્ત થયા.
🌹ઓગસ્ટ મહિનાના એક રવિવારે પરબ સાથે વાંચક ગોષ્ઠી કરવાની સંમતિ ને સહમતી બનાવી રહ્યા છીએ. 20 થી 25 જેટલા લોકો તૈયાર છે. તો તે દિવસે ગઢેશ્રી ખમણ હાઉસ તરફથી અલ્પાહાર ની વ્યવસ્થા ની તૈયારી છે.
વાંચે વિશ્વ પુસ્તક પરબ તરફથી નમ્ર અપીલ...🙏🏾🕉️🙏🏾
પુસ્તક પરબની શરૂઆત 200 પુસ્તકો સાથે 24 સપ્તાહ પહેલા થયેલી. ત્યારબાદ સમાજ દ્વારા બીજા 400 જેટલા પુસ્તકો પ્રાપ્ત થયા. અને તેમાંથી 200 જેટલા પુસ્તકો હાલ બહાર વાંચવા ગયેલ હોય છે. નિયમિત પરબ નાં વાંચક વર્ગ ને નવું પીરસવા માટે આપની પાસે પડેલ કે ખરીદી ને આપશ્રી આપી શકો તે હેતુ સાથે આ અપીલ આપને કરેલ છે.
💐 આપના જન્મ દિવસે કે એનિવર્સરી કે અન્ય શુભપ્રસંગ ની યાદગીરી રૂપે પુસ્તક પરબ ને "પુસ્તકનું " દાન આવકાર્ય છે.
તત્વંમસી,દરિયાલાલ, ન હનયતે, પાટણ ની પ્રભુતા,ગુજરાતનો નાથ, બક્ષીનામાં, જડ- ચેતન, ઓથાર, ફાસલો, અરેબિયન નાઈટસ, અમૃતલાલ વેગડ ની નર્મદા પરિક્રમા, ચેતન ભગત અંગ્રેજી, હિન્દી કે મરાઠી ભાષા નાં સાહિત્ય, ધર્મ, કર્મ, વિજ્ઞાન,રાષ્ટ્ર, ઇતિહાસ,આરોગ્ય,બોધ કથાઓ, સંસ્કૃતિ,રસોઈ, નાટકો,બાળ સાહિત્ય કે અન્ય કોઈ સારા સાહિત્ય ના પુસ્તકો
અગર આપ ની પાસે હોય તો તે વાંચે વિશ્વ પુસ્તક પરબને આપી શકે છે.....🙏🏾🕉️🙏🏾
ખાસ નોધ:-
પુસ્તક પરબ ઉપર કોઈપણ જાત નું રોકડ દાન લેવાતું નથી.સહયોગ રૂપે પુસ્તકો કે જરૂરિયાત ની વસ્તુ આપી શકાય...🙏
🙏શુભમ ભવતું.
Articles by prajapati