ભાવનગરમાં ફરસાણની દુકાનમાં આગ
ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં આજે વહેલી સવારે એક ફરસાણની દુકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ફાયર વિભાગને જાણ થતાં જ તાત્કાલિક બે ફાયર ફાઈટર્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગની ગંભીરતાને જોતાં ફાયર વિભાગે પાણીનો સતત મારો ચલાવ્યો હતો. દુકાનમાંથી બે ગેસના બાટલા અને 5થી 7 જેટલા તેલના ડબ્બા સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા, જેથી મોટી દુર્ઘટના ટાળી હતી.
મોરબીમાં શ્વાન ટોળકીનો ત્રાસ
મોરબી જિલ્લામાં છેલ્લા બે મહિનાની વાત કરીએ તો ડીસેમ્બર મહિનામાં ૫૮૭, જયારે જાન્યુઆરી મહિનામાં 506 લોકો મળી કુલ 1093 લોકોને આ શ્વાને બચકા ભર્યા હોવાની સત્તાવાર માહિતી સામે આવી છે. મોરબીના નવલખી રોડ ના કુબેર નગર વિસ્તારમાં આવેલી અલગ અલગ સોસાયટીમાં એક શ્વાનને હડકવાની અસર થતા એક જ વિસ્તારના 14 જેટલા લોકો ટની શ્વાનની ઝપટે ચડ્યા હતા જેનો એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા
જામનગરના માછીમારોને દિલ્હી પરેડમાં ઉપસ્થિત રહેવા મળ્યું આમંત્રણ
જામનગરના માછીમારોને દિલ્હી પરેડમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ મળ્યું છે. મુસ્લિમ વસ્તી ધરાવતા સચાના ગામના 6 માછીમાર ભાઈઓ પ્રજાસ્તાક પર્વ નિમિત્તે કર્તવ્ય પથ પર યોજાતી પરેડમાં ઉપસ્થિત રહેશે. ત્યારે આમંત્રણ મળતા ગામ સહિત 6 માછીમાર ભાઈઓમાં ખુશી નો માહોલ છવાયો છે.
બેટ દ્વારકામાં મેગા ડીમોલેસનની કામગીરી શરૂ
દેવભૂમિ દ્વારકાના ઓખામંડળ પંથકના યાત્રાધામ સહિતના મહત્વપૂર્ણ જગ્યાઓમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા યાત્રાધામ દ્વારકાના આવળપરા વિસ્તાર, રૂપેણ બંદરના શાંતિનગર વિસ્તાર તેમજ બેટ દ્વારકામાં ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, હાલ બેટ દ્વારકામાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મંદિરમાં પ્રવાસીઓને જવાની પરવાનગી પણ આપવામાં આવી નથી.
Tragic Stampede During Darshan!
At Tirupati Temple, near Vishnu Nivas close to Vaikuntha Dwar, a massive crowd gathered to collect tokens for darshan, leading to a tragic stampede. The incident resulted in the loss of 7 devotees' lives and left many injured.
દર્શનમાં દર્દનાક દુર્ઘટના!
તિરુપપતિ મંદિરમાંવિષ્ણુ નિવાસ નજીક વૈકુંઠ દ્વાર પાસે દર્શનના ટોકન લેવા અપાર ભીડ ઉમટી પડી હતી જ્યાં ભગદડની દર્દનાક દુર્ઘટના બની હતી જેમાં 7 શ્રધ્ધાળુઓના મોત થયા હતા અને અનેક ઈજાગ્રસ્ત થયા હતા
Helicopter Crash Claims Lives of Three, Including Two Pilots
A tragic helicopter crash occurred at the Coast Guard Airport in Porbandar. An ALH Dhruv helicopter of the Coast Guard crashed at the Air Enclave, leading to the loss of three lives, including two pilots and one other individual. The crash caused a massive explosion at the Coast Guard Air Enclave in Porbandar.
હેલિકોપ્ટરમાં સવાર બે પાઇલટ સહિત 3ના મોત
પોરબંદરના કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થયાની ઘટના સામે આવી છે. કોસ્ટગાર્ડના એર એન્કલવ પર ALH ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થતા 3 લોકોના મોત થયા છે. જેમાં બે પાઇલટ અને 1 અન્ય વ્યક્તિનો સમાવેશ થાય છે. પોરબંદરના કોસ્ટગાર્ડ એર એન્કલેવ પર હેલિકોપ્ટર ક્રેશ થતા જોરદાર વિસ્ફોટ થયો હતો.
શિકાર કરવા ખાંભામાં ઘુસ્યા હાવજો..!
ગીર જંગલ ડાલામથ્થા સાવજોનું ઘર છે,પરંતુ છેલ્લા ઘણા સમયથી આ હાવજો શિકાર માટે માનવવસ્તી તરફ દોટ મૂકી રહ્યા છે.ગામમાં અને શહેરોમાં હવે સિંહોની હાજરી અવારનવાર વાયરલ થતા વિડીયોમાં જોવા મળે છે,શિકારની શોધમાં શહેરો તરફ આવી રહેલા સાવજો અમરેલીના અનેક શહેરો ગામોમાં જોવા મળે છે ત્યારે ખાંભા શહેરમાં 4 જેટલા હાવજોના રહેણાંક વિસ્તારમાં આંટાફેરાનો વિડીયો સામે આવ્યો છે.રહેણાંક વિસ્તારમાં આવી પોહોંચેલા સિંહોના વિડીયો બાદ ખાંભાના લોકોના જીવ તાળવે ચોંટ્યા છેલોકોને ડર લાગી રહ્યો છે.
અમરેલીના રાજુલામાં રાસોત્સવ
સૌરાષ્ટ્રના અમરેલીના રાજુલામાં આહીર સમાજની મહિલાઓના ભવ્ય રાસોત્સવે અનેરું આક્રર્ષણ જગાવ્યું હતું.રાજુલાના બાલકૃષ્ણ વિધાપીઠ મુકામે આ આયોજિત આ ભવ્ય રાસોત્સવમાં અસમાજના અગ્રણી મહાનુભાવો સાથે મોટીસંખ્યામાં આહીર બહેનોએ ભાગ લીધો હતો અને ગત વર્ષે દેવભૂમિ દ્વારકામાં યોજાયેલા આહીરાણી મહારાસની ઝાંખી કરાવી હતી.આહિર રાસોત્સવમાં સાધુ સંતો અને આહીર અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી મહિલાઓના ઉત્સાહને વધાર્યો હતો.
ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ..!
સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથના કોડીનારમાં ભંગારના ડેલામાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.આજ્ઞા ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા ભાગદોડ મચી ગઈ હતી,ભીષણ આગની જાણ થતા જ ફાયરબ્રિગેડની ટીમ લાવલશ્કર સાથે સ્થળ પર પોહોચી હતી અને આગને કાબુમાં લીધી હતી જોકે આ ભીષણ આગમાં ભંગારના ડેલો બાળીને ભસ્મીભૂત થઇ ગયો હતો.માલસામાન સાથે બાઈક પણ બળીને ખાક થઇ ગયું હતું.ભંગારના ગોડાઉનમાં આગ લાગવાનું કારણ હજી જાણી શકાયું નથી.
કાઠીયાવાડના લાહા લાડુ કુંભમાં સંતો ભક્તોના પેટ ઠારશે
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં આગામી કુંભમેળાની તડામાર તૈયારી ચાલી રહી છે,દેશ-વિદેશથી હજારો સાધુ સંતો સહિત કરોડોની સંખ્યામાં ભાવિક ભક્તો પ્રયાગરાજના શરણે પહોંચવાના છે.ત્યારે સૌરાષ્ટ્રમાંથી પણ સંતોનો વિશાળ પ્રવાહ કુંભમેળા તરફ પ્રયાણ કરશે,આ કુંભમેળામાં ભક્તો સાથે ગુજરાતના કાઠીયાવાડથી લાડુ મશીન પણ જશે,સંતો-ભક્તો માટે લાડુની પ્રસાદી બનાવતું આ ઑટોમેટિક મશીન 1 કલાકમાં 4000 લાડુ બનાવશે અને લોકોને કાઠીયાવાડના લાહા લાડુનો આનંદ આપશે.
કાઠીયાવાડના લાહા લાડુ કુંભમાં સંતો ભક્તોના પેટ ઠારશે
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં આગામી કુંભમેળાની તડામાર તૈયારી ચાલી રહી છે,દેશ-વિદેશથી હજારો સાધુ સંતો સહિત કરોડોની સંખ્યામાં ભાવિક ભક્તો પ્રયાગરાજના શરણે પહોંચવાના છે.ત્યારે સૌરાષ્ટ્રમાંથી પણ સંતોનો વિશાળ પ્રવાહ કુંભમેળા તરફ પ્રયાણ કરશે,આ કુંભમેળામાં ભક્તો સાથે ગુજરાતના કાઠીયાવાડથી લાડુ મશીન પણ જશે,સંતો-ભક્તો માટે લાડુની પ્રસાદી બનાવતું આ ઑટોમેટિક મશીન 1 કલાકમાં 4000 લાડુ બનાવશે અને લોકોને કાઠીયાવાડના લાહા લાડુનો આનંદ આપશે.