Dwarka updates

  • Home
  • Dwarka updates

Dwarka updates mediya

01/09/2021

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકામાં વરસાદ નું આગમન
જામ કલ્યાણપુર તાલુકામાં રાત્રિ દરમિયાન વરસાદ નું આગમન થતાં ખેડૂતો માં ખુશી નિ લહેર જોવા મળી રહી છે
રાત્રિ દરમિયાન આસરે એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો
વરસાદ નું આગમન થતાં ખેડૂતો પાક જૈમ કે મગફળી,તલ,અળદ જેવા પાકો ને જીવનદાન મળ્યું છે

30/08/2021

બોલીવુડની અભિનેત્રી કનિષ્કા સોની દ્વારકા મંદિરે પહોંચી
ભગવાનના ચરણોમાં શીશ ઝુંકાવ્યું

14/08/2021

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ગામે પાર્થ ઈલેક્ટ્રીક નિ દુકાન માં આગ લાગી લાગિ

ભાટીયા ગામે સ્ટેશન રોડ પર આવેલ પાર્થ ઇલેક્ટ્રિક નામની દુકાન માં સોટ સર્કિટ ને કારણે આગ લગતા ઘટના સ્થળે કલ્યાણપુર psi ગગનિયા સાહેબ તેમજ ભાટીયા psi વાંદા સાહેબ પોલીસ કાફલા સાથે દોડી ગયા હતા તેમજ ક્રેનઇન્ડિયા તેમજ આર. એસ.પી.એલ કંપની ના ફાયર બ્રિગેડ સાથે ફાયર ફાઈટર દોડી જય આગ કાબુ માં કરેલ પરંતુ આગમાં ઇલેક્ટ્રિક માલસામાન બળી ને ખાખ થઈ ગયેલ આશરે આઠ થી દસ લાખ નું નુકસાન થયેલ તેમજ ઘટના સ્થળે ભાટીયા પી.જી.વી.સી એલ સ્ટાફ પણ દોડી આવેલ હતો
રિપોર્ટર વિજય સોનગરા દેવભૂમિ દ્વારકા
6352854454

23/07/2021

ચિન મા 48 કલાક માં 3 ડેમ તુટતા ભારે તબાહી વિડિયો સોસિયલ મિડિયા પર વાયરલ દ્વારકા અપડેટ્સ આ વિડિઓ નિ પુષ્ટિ કરતું નથી

13/07/2021

દ્વારકા બ્રેકિંગ..

યાત્રાધામ દ્વારકા ના જગત મંદિર પર વીજળી પડતાં દ્ર્શ્યો સામે આવ્યા..

ધ્વજા જી ના સ્તંભ ને નુકશાન સાથે ધ્વજા ને પણ નુકશાન

આ તકે લોકો એ દ્વારકા નું સંકટ ભગવાને લઇ ટાળી દીધા ના વીડિયો સોશ્યલ મીડિયા માં વાયરલ.

લોકો પણ સોશ્યલ મીડિયા માં વીડિયો સાથે અવનવી વાતો સેર કરી.

21/06/2021

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા માં ધડાકા સાથે જોવા મળી વિચિત્ર પ્રકારની ઘટના ખગોળિ ઘટના થિ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતો સમગ્ર ઘટના 8 વાગ્યા થિ 10 વાગ્યા નિ વચ્ચે નિ માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત

11/06/2021
જામ કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રહસ્યમય ભેદિ ધડાકોદેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ તાલુકાના હરિપર ના હરિપર ગામ ભે...
09/06/2021

જામ કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રહસ્યમય ભેદિ ધડાકો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ તાલુકાના હરિપર ના હરિપર ગામ ભેદી ધડાકા નું કેન્દ્ર બિંદુ બન્યુ લોકોમાં કુતૂહલ -
જામ કલ્યાણપુર તાલુકાના હરિપર ગામે સોવથિ વધુ અવાજ આવ્યો હોવાનું જાણવા મળ્યું

રિપોર્ટર વિજય સોનગરા

07/06/2021

ભાટિયા મેઇન બજારમાં i20 ગાડીમાં લાગી આગ. શોર્ટ સર્કિટના લીધે લાગી હોવાનું પ્રાથમિક તારણ. સદનસીબે હજાર લોકોએ પાણીથી આગ પર કાબૂ મેળવ્યો.

06/06/2021

જામનગર ખંભાળિયા હાયવે પર મોઢડપર પાટિયા પાસે ઈકો ગાડિ મા આગ લાગી આસપાસ ના લોકો દ્વારા આગ બુઝાવવા ના પ્રયાસો હાથ ધરાયા હતા

દ્વારકા - દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા ના ચાંદવડ ગામ નો બનાવ...ચાંદવડ ગામે પવનચક્કી માં આગ લાગી...આગ લાગતા પવનચ...
05/06/2021

દ્વારકા - દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા ના ચાંદવડ ગામ નો બનાવ...
ચાંદવડ ગામે પવનચક્કી માં આગ લાગી...
આગ લાગતા પવનચક્કી નો ટોચ નો ભાગ બળી ને ખાખ થયો...
પવનચક્કી માં ઇલેટ્રીક શોટસર્કિટ ના કારણે આગ લાગી હોવાનું પરસથમીક તારણ...
હજુ સુધી કોઈ જાનહાની ના સમાચાર નહિ...

રિપોર્ટર મોહમદ ચાકિ

નિમણુંક પામેલ તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐➡️મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્યના તમામ જિલ્લાઓમાં...
02/06/2021

નિમણુંક પામેલ તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐

➡️મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્યના તમામ જિલ્લાઓમાં બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકોને ભલામણ પત્ર અને નિમણૂંક હુકમ એનાયક કરવા માટે જિલ્લા સેવા સદન ખાતે સ્થિત સભાગૃહમાં વીડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કલેક્ટરશ્રી ડો.નરેન્દ્રકુમાર મીનાના હસ્તે જિલ્લામાં ૧૭ મહિલા ઉમેદવાર અને ૮ પુરુષ ઉમેદવાર મળીને કુલ ૨૫ ઉમેદવારોને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકોને ભલામણ પત્ર અને નિમણૂંક હુકમ એનાયત કરવામાં આવ્યા હતા.

➡️આ પ્રસંગે મુખ્યમંત્રીએ પ્રેરણાદાયી ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ભવિષ્યની પેઢીને ઘડવા માટે કોરોનાના સંક્રમણ વચ્ચે પણ રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આપણી સંસ્કૃતિમાં શિક્ષકોને ભગવાન સમાન ગૂરૂનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. કોરોનાની આવી કપરી પરિસ્થિતિમાં પણ શિક્ષકો તંત્ર સાથે ખભેખભો મિલાવી અસાક્ષરને સાક્ષર બનાવવાનું ઐશ્વર્યનું કાર્ય કરી રહ્યાં છે.

➡️રાજ્યના શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કોરોના કાળમાં પણ સતત કાર્યશીલ રહી છે, ત્યારે આવા સમયે પણ શિક્ષણ સહાયકોની નિમણૂંક કરવાની આ અવિરત કાર્યને રાજ્ય સરકારે પૂર્ણ કરી છે. વધુમાં તેમણે વૃક્ષારોપણ કરવું એ પૂર્ણનું કામ છે તેમ જણાવી રાજ્યના નાગરિકો અને શિક્ષકોને ફરજીયાત નહીં પરંતુ મરજીયાત પણે પાંચ-પાંચ વૃક્ષો વાવવા જોઈએ તેમ જણાવી નિમણૂંક પામેલા તમામ શિક્ષણ સહાયકોને શુભેચ્છા પાઠવી હતી.

➡️આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી ડો. નરેન્દ્ર કુમાર મીનાએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નિમણૂંક પામેલા શિક્ષણ સહાયકો પૈકી પુરૂષો સમકક્ષ મહિલાઓની સંખ્યા વધુ હોઈ સ્ત્રીઓ હવે શિક્ષણ તરફ આગળ વધી રહી છે, અને પોતાના પગ પર ઉભી થઈ ગૌરવવંતી બની રહી છે તેમ જણાવી તમામને શુભેચ્છા પાઠવી હતી.

PM મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં CBSE ધોરણ 12 ની પરિક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો . PM મોદીએ કહ્યું કે વિધાર્થીઓનું સ...
01/06/2021

PM મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં CBSE ધોરણ 12 ની પરિક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો . PM મોદીએ કહ્યું કે વિધાર્થીઓનું સ્વાસ્થ્યએ અમારી પ્રાથમિકતા. જો CBSE ની પરિક્ષા રદ થતી હોઈ તો ગુજરાત બોર્ડની પરિક્ષા રદ થવી જોઈએ કે નહિ???

નાના બાળકોથી લઈને મોટી ઉંમરના વડીલોના દિલમાં સ્થાન ધરાવતા આપણા જિલ્લાનું ગૌરવ એવા ઈશુદાનભાઈ ગઢવી   . સાંજે 7:45 થાઈ એટલે...
01/06/2021

નાના બાળકોથી લઈને મોટી ઉંમરના વડીલોના દિલમાં સ્થાન ધરાવતા આપણા જિલ્લાનું ગૌરવ એવા ઈશુદાનભાઈ ગઢવી . સાંજે 7:45 થાઈ એટલે મહમંથન જોવા ટીવી સામે બેસી જતાં. ખાસ કરીને ઇશુદાનભાઈ ખેડૂતોના પ્રશ્નો પર વધુ ધ્યાન આપતા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના માળી ગામનાં ઈશુદાનભાઈ ગઢવી છેલ્લા 5 વર્ષથી VTV ન્યુઝમાં ચેનલ હેડ તરીકેની જવાબદારી સંભાળતા હતા. નોંધનીય છે કે ઈશુદાન ગઢવી મહમંથન ડીબેટ તેમજ તેમની તટસ્થતાં કારણે અબાલ વૃધ્ધ સહિત યુવાનોમાં ખુબજ લોકપ્રિય થયા હતાં.


29/05/2021

*દ્વારકા*

ભાટીયા લીંબડી હાઇવે પર નંદાણાથી આગળ હાઇવે પર બાઇકમા લાગી આગ

શોર્ટ સર્કિટના કારણે બાઇકમાં આગ લાગતા રોડ પર બાઇક સળગી

બાઇકમાં આગ લાગતા બાઇક પર સવાર 2 લોકોનો આબાદ બચાવ

સમય સુચકતા વાપરી બાઇક પરથી ઉતરી જતા આબાદ બચાવ

જામ-કલ્યાણપુર માં તારીખ ૨૪-૦૫-૨૦૨૧ થી ચણાના ટેકાના ભાવથી ખરીદી ચાલુ થસે
23/05/2021

જામ-કલ્યાણપુર માં તારીખ ૨૪-૦૫-૨૦૨૧ થી ચણાના ટેકાના ભાવથી ખરીદી ચાલુ થસે

રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન27 મે સુધી અમલી રહેશે આંશિક લોકડાઉનસવારે 9 થી બપોરે 3 સુધી ખુલ્લી રાખી શકાશે દુકાનોમુખ્ય...
20/05/2021

રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન
27 મે સુધી અમલી રહેશે આંશિક લોકડાઉન
સવારે 9 થી બપોરે 3 સુધી ખુલ્લી રાખી શકાશે દુકાનો
મુખ્યમંત્રીની પીપાવાવમાં મોટી જાહેરાત
લારી,ગલ્લા,વેપારીઓને મોટી રાહત...

17/05/2021

દીવમાં તૌકતે વાવાઝોડાની અસરો થઈ શરૂ : ભારે પવન સાથે દીવમાં વરસાદી માહોલ, દીવમાં 50 કીમીથી વધુની ઝડપે ફૂંકાયો પવન

16/05/2021

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તોકતે વાવાઝોડાને ધ્યાને લઇ વધુ 9 108 એમ્બ્યુલન્સ સજ્જ કરાઈ...

અરબ સાગરમાં લો પ્રેશર સાયકલોનમાં પરિણામે તોકતે વાવાઝોડુ બનશે . જેની કચ્છ તેમજ સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં અસર થવાની સંભાવના છે . જેને લીધે તમામ દરિયાકાંઠે આવતા વિસ્તારોમાં ૧૦૮ ની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે . ત્યારે વધુ 9 108 એમ્બ્યુલન્સ વાવાઝોડાની અસરને દયાને લઈ હંગામી ધોરણે મૂકવામાં આવી છે. પહેલા 11 108 એમ્બ્યુલન્સ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાર્યરત હતી હવે 108 એમ્બ્યુલન્સ નો આંકડો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 20 નો થઈ જશે કે જે સંભવિત અસરગ્રત વિસ્તારો જેવા કે ખાસ કરીને દરિયાઈ વિસ્તારને આવરી લઈ ઇમર્જન્સી પરિસ્થિતિ મા ઝડપથી પહોંચી સેવા આપવા સજ્જ રહેશે

#108

જામનગર: સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની પૂર્વ તૈયારીના ભાગરુપે NDRFની 30 ટીમો સ્ટેન્ડબાયપંજાબ અને ઓરિસ્સાથી NDRF ની 15 ટીમો જામન...
15/05/2021

જામનગર: સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની પૂર્વ તૈયારીના ભાગરુપે NDRFની 30 ટીમો સ્ટેન્ડબાય

પંજાબ અને ઓરિસ્સાથી NDRF ની 15 ટીમો જામનગર પહોંચી

જામનગરથી દ્વારકા, રાજકોટ, પોરબંદર, અમરેલી, કચ્છ અને ભાવનગર ટીમો મોકલાશે

દેવભૂમિ દ્વારકા તંત્ર તોકતે વાવાઝોડા પર એલર્ટસંભવિત વવાઝોડાના પગલે ઓખા બંદરે 2 નંબરનું સિગ્નલ લગાવાયુંદરિયા કાંઠાના ગામો...
15/05/2021

દેવભૂમિ દ્વારકા તંત્ર તોકતે વાવાઝોડા પર એલર્ટ
સંભવિત વવાઝોડાના પગલે ઓખા બંદરે 2 નંબરનું સિગ્નલ લગાવાયું
દરિયા કાંઠાના ગામો એલર્ટ કરાયા , તલાટી તેમજ સરપંચને અપાઈ સૂચના

દેવભૂમિ દ્વારકા તંત્ર તોકતે વાવાઝોડા પર એલર્ટસંભવિત વવાઝોડાના પગલે ઓખા બંદરે 2 નંબરનું સિગ્નલ લગાવાયુંદરિયા કાંઠાના ગામો...
15/05/2021

દેવભૂમિ દ્વારકા તંત્ર તોકતે વાવાઝોડા પર એલર્ટ
સંભવિત વવાઝોડાના પગલે ઓખા બંદરે 2 નંબરનું સિગ્નલ લગાવાયું
દરિયા કાંઠાના ગામો એલર્ટ કરાયા , તલાટી તેમજ સરપંચને અપાઈ સૂચના


Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Dwarka updates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share