
02/07/2025
રાજકોટના ઘેલા સોમનાથ મંદિરનું 10 કરોડના ખર્ચે નવીનીકરણ
પીએમ નરેન્દ્ર મોદીની 'વિકાસ ભી, વિરાસત ભી'ની દૃષ્ટિને સાર્થક કરતી ગુજરાત સરકાર રાજ્યના ઐતિહાસિક, પૌરાણિક અને સાંસ્કૃતિક વારસાને નવા ઓપ સાથે વિકસાવવાનો સંકલ્પ લઈને આગળ વધી રહી છે. આ અનુસંધાનમાં રાજકોટ જિલ્લામાં ઘેલા ગામે આવેલ ઐતિહાસિક અને શૌર્યના પ્રતીક સમા ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના સર્વાંગી વિકાસ તરફ પણ નોંધપાત્ર પગલાં ભરવામાં આવ્યા છે.રાજકોટના વીંછિયામાં ઐતિહાસિક ઘેલા સોમનાથ મંદિરનું રૂ.10 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે.આ મંદિર ગુજરાતના સાંસ્કૃતિક વારસાનું પણ ગૌરવ છે. રાજ્ય સરકાર વિકાસ અને સંસ્કૃતિના સમન્વયથી આસ્થાના કેન્દ્રોને નવો આયામ આપતી થઈ છે.