VAPI to DAMAN

  • Home
  • VAPI to DAMAN

VAPI to DAMAN � OFFICIAL ACCOUNT OF VAPI TO DAMAN
� FOLLOW FOR VAPI TO DAMAN AND NEAR CITY
� NEWS

વાપી ચાર રસ્તા પર ખાડાથી બચવા ઝાડની ડાળી રોપીવાપી હાઇવે ચાર રસ્તા પર મુંબઇ તરફ જવાના માર્ગ પર મસ મોટો ખાડો પડી ગયો હોવાથ...
01/08/2023

વાપી ચાર રસ્તા પર ખાડાથી બચવા ઝાડની ડાળી રોપી
વાપી હાઇવે ચાર રસ્તા પર મુંબઇ તરફ જવાના માર્ગ પર મસ મોટો ખાડો પડી ગયો હોવાથી વાહનચાલકો
અકસ્માતનો ભોગ બને તેવી ભીતિ છે ત્યારે સ્થાનિક કોઇક દુકાનદારે આ ખાડામાં ઝાડની ડાળી લગાવી છે.જોકે
હાઇવે ઓથોરિટી તંત્ર હજુ કુંભકર્ણની નિદ્રામાં છે.

વાપી પાલિકાની સોમવારે મળેલી સામાન્ય સભામાંપણ ખરાબ રસ્તાઓનો મુદો સૌથી વધારે ગાજયોહતો.વિપક્ષના સભ્યોની સાથે ભાજપના સભ્યોએ ...
01/08/2023

વાપી પાલિકાની સોમવારે મળેલી સામાન્ય સભામાં
પણ ખરાબ રસ્તાઓનો મુદો સૌથી વધારે ગાજયો
હતો.વિપક્ષના સભ્યોની સાથે ભાજપના સભ્યોએ પણ
ખરાબ રોડ અને પાણી-ડ્રેનેજ વેરા વધારા મામલે પાલિકા
પ્રમુખ,ચીફ ઓફિસરને ભીંસમાં લેતા સભા ગરમાઇ હતી.
નવા રોડ બનાવનાર એજન્સીને પેમેન્ટ ન કરવા તથા બ્લેક
લિસ્ટ કરવાની માગ સભ્યોએ કરી હતી. સભામાં ભારે
વિરોધ બાદ એન્જિનિયરે તબક્કાવાર મેજર રોડ તરીકે
કામગીરી કરવાની ખાતરી આપી હતી.
વાપી પાલિકાની ત્રિમાસિક સામાન્ય સભા પાલિકા પ્રમુખ
કાશ્મીરા હેમલ શાહની અધ્યક્ષતામાં મળી હતી.સભાની
શરૂઆતમાં વિપક્ષના સભ્ય ખંડુભાઇ પટેલે જણાવ્યું હતું કે
રોડ રસ્તાની દશા ખરાબ છે. વાપીને દુબઇ-સિંગાપુર પછી
બનાવીશું પહેલા ખાડાઓ પુરવા જોઇએ. આ મુદ્દે ભાવુક
થઇ પ્રમુખે જણાવ્યુ હતું કે લોકોની પિડાથી હું વાકેફ
છું.રોજ તમામ રસ્તાઓની સમીક્ષા કરુ છું.અનેક માર્ગોના
સ્થળ નિરીક્ષણ કર્યા છે. આ ચર્ચા વચ્ચે વિપક્ષના સભ્યએ
કયા પ્રકારનો ડામર વાપરવામાં આવે છે તેવો વેધક સવાલ
પુછતાં પ્રમુખે એન્જીનિયરને તમામ રોડની માહિતી આપવા
જણાવ્યું હતું.

વાપી સ્ટેશને રવિવારે મધ્યરાત્રિએ એક તસ્કર ફોટોગ્રાફરનીચાર કેમેરા અને સામાન ભરેલી બેગની ચોરી કરી ચાલુટ્રેનમાં ઉતરી ગયો હત...
01/08/2023

વાપી સ્ટેશને રવિવારે મધ્યરાત્રિએ એક તસ્કર ફોટોગ્રાફરની
ચાર કેમેરા અને સામાન ભરેલી બેગની ચોરી કરી ચાલુ
ટ્રેનમાં ઉતરી ગયો હતો. આ બનાવ અંગે મહારાષ્ટ્રના
ફોટોગ્રાફરે વાપી રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી
છે.મહારાષ્ટ્રના જલગાવ જિલ્લાના અમલનેર ખાતે રહેતો
ચેતન પ્રકાશ મહાજન અમલનેરમાં સ્ટુડિયો ખોલીને
ફોટોગ્રાફીનું કામ કરે છે. રવિવારે મુંબઇ ખાતે એક ઇવેન્ટમાં
ફોટોગ્રાફી કરવા માટે તેમના મિત્ર જયેશ નારાયણ સાથે
ગયો હતો. ફોટોગ્રાફી પતાવીને ચેતન અને જયેશ ઘરે
પરત ફરવા માટે રાત્રિએ મુંબઇથી ભુસાવલ ટ્રેનના જનરલ
કોચમાં બેસેલા હતા.
કોચમાં ભીડ ન હોવાથી જયેશ અને ચેતન પોતાનો સામાન
સીટ ઉપર મુકીને સુઇ ગયા હતા. આ દરમિયાન વાપી
સ્ટેનશે ટ્રેન પહોંચતા કોઇ અજાણ્યો ઇસમ તેમની કેમેરા
ભરેલી બેગની ચોરી કરીને ચાલુ ટ્રેને વાપી સ્ટેશને ઉતરી
ગયો હતો. પડોશના યાત્રીએ જ્યારે ચેતનને કહ્યું કે એક
હાથ ધરાવતો દિવ્યાંગ ચોર તમારી બેગની ચોરી કરીને
ફરાર થઇ ગયો છે. વલસાડથી પરત ફરીને ચેતન મહાજને
વાપી રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ મુજબ ચોરી થયેલી બેગમાં કેનેન કંપનીના ત્રણ
કેમેરા, લેન્સ અને અન્ય સામાન મળીને કુલ 2.45 લાખની
મત્તા ચોરાય હતી. વાપી રેલવે સ્ટેશને છાસવારે ટ્રેનમાંથી
ચોરીની ઘટના બનતી હોય છે. મહારાષ્ટ્રના ફોટોગ્રાફરની
કેમેરા ભરેલી બેગ જ તસ્કર ચોરી કરીને નીચે ઉતરી ગયો
હતો. રેલવે પોલીસે પ્લેટફોર્મ ઉપર લાગેલા સીસીટીવી
ફૂટેજથી આરોપીની ઓળખ કરવા માટેના પ્રયાસો હાથ
ધર્યા છે. જોકે, હજુ સુધી આરોપીની કોઇ કડી પોલીસને
હાથ લાગી નથી.

વાપી સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપની ટીમે શનિવારે ટાઉનપોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ઇમરાન નગરમસ્જીદ સામે અનમોલ ટાવરના શોપ ...
01/08/2023

વાપી સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપની ટીમે શનિવારે ટાઉન
પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ઇમરાન નગર
મસ્જીદ સામે અનમોલ ટાવરના શોપ નં.218માં આવેલ
એલએન્ડટી ફાયનાન્સની ઓફિસમાં પહોંચી મેનેજર
અજય મેવાલાલ પાલને પોલીસની ઓળખ આપી પૂછપરછ
કરતા જાણવા મળ્યું કે, ફ્રન્ટ લાઇન ઓફીસર ભાવિક
પટેલને લોન લેવાવાળા કસ્ટમરોનો સંપર્ક બે સ્ત્રીઓ કરી
આપે છે. જે બાદ પારડી દિપકવાડીમાં રહેતા ભાવિકે
પૂછપરછમાં જણાવ્યું કે, પુજા અશોકકુમાર બિશ્નોઇ રહે.
સન સીટી ટાવર છરવાડા કોઇ કામ ધંધો કરતી નથી અને
લોનના કસ્ટમરો શોધી આપે છે.
પરંતુ મોટા ભાગના કસ્ટમરો પરપ્રાંતિયો હોય જેના કારણે
કંપની તેઓની લોન મંજૂર કરતી ન હોવાથી પુજા પારડીના
પરિયા રોડ સ્થિત ભેંસલપાડામાં રહેતી તેમની મિત્ર
રૂબીના કમરૂદ્દીન શેખ જે વાપી છરવાડા રમઝાનવાડીમાં
આધારકાર્ડ બનાવવાની ઓફિસ ધરાવે છે અને તેની પાસે
કસ્ટમરોના ઇલેક્શન કાર્ડ, આધાર કાર્ડ બીજા અન્ય
ડોક્યુમેન્ટમાં મૂળ વતનના સરનામા તથા નામમાં જરૂરિયાત
મુજબની ફેરફાર કરી ખોટી રીતે ડોક્યુમેન્ટ તૈયાર કરી
આપતી હતી.
ડોક્યુમેનટ બનાવ્યા બાદ પુજાને વોટ્સએપ કરતી હતી.
પુજાએ આપેલા ખોટા ડોક્યુમેન્ટને ભાવિક ઓનલાઇન
સબમીટ કરે છે. ફ્રન્ટલાઇન ઓફિસર ભાવિક પટેલ ખોટા
ડોક્યુમેન્ટ ઉપયોગ કરી ખોટી રીતે લોન મંજૂર કરાવતો
હોય તેની ધરપકડ કરી હતી. જ્યારે આ કેસમાં પોલીસે
ડોક્યુમેન્ટ બનાવનાર પૂજા બિશ્નોઇ અને રૂબીના શેખ
સહિત અન્ય એક આરોપી મોઇઝની ધરપકડ કરીને વધુ
તપાસ હાથ ધરી છે.

ડાંગના સાપુતારા બોટિંગ કલબના પટાંગણમાં મેઘ મલ્હાર પર્વનો પ્રારંભ રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ કરાવ્યો હતો. એકમહિ...
31/07/2023

ડાંગના સાપુતારા બોટિંગ કલબના પટાંગણમાં મેઘ મલ્હાર પર્વનો પ્રારંભ રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ કરાવ્યો હતો. એક
મહિના સુધી ચાલનાર પર્વના પ્રારંભ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, ભીના ભીના વરસાદી વૈભવ વચ્ચે જ્યારે ગિરિમથક સાપુતારાનું સૌંદર્ય
સોળે કળાએ ખીલી ઉઠે છે ત્યારે સહ્યાદ્રિની આ ગિરિકન્દ્રાઓ કાશ્મીરની વાદીઓથી જરા પણ ઉતરતી ભાસતી નથી. પર્યટકોને સતત
મહિના સુધી અનેક મનોરંજક પ્રવૃત્તિઓ માણવા મળશે.

વાપી પાલિકા વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં રોડ પાછળ 10કરોડથી વધુનો ખર્ચ થયો છે.જેમાં ડામર ,આરસીસી અનેપેવર બ્લોકના નવા રસ્ત...
30/07/2023

વાપી પાલિકા વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં રોડ પાછળ 10
કરોડથી વધુનો ખર્ચ થયો છે.જેમાં ડામર ,આરસીસી અને
પેવર બ્લોકના નવા રસ્તાઓનો પણ સમાવેશ થાય છે. 10
કરોડનું આંધણ છતાં પણ પાલિકા વિસ્તારમાં રહેતા 50
હજારથી વધુ લોકો રોજ ખરાબ રસ્તાઓમાંથી ચાલવા
મજબુર બની રહ્યાં છે.
અત્યાર સુધીમામાં સિઝનનો કુલ 80 ઇંચ જેટલો વરસાદ
ખાબકતાં પાલિકા વિસ્તારના મોટા ભાગના રસ્તાઓ પર
માત્ર ખાડાઓ જ જોવા મળી રહ્યાં છે. પાલિકા કચેરીમાં
ખરાબ રસ્તા અંગે રોજના 20થી વધુ ફરિયાદ આવી
રહી છે. સૌથી વધારે માર્ગો મરામત કરવા શહેરીજનો
રજૂઆત કરી રહ્યાં છે. લોકોમાં રસ્તાને મુદ્દાને લોકોમાં
આક્રોશ વધી રહ્યો છે. બીજી તરફ મોડે-મોડે પાલિકાએ
મરામત કામગીરી ચાલુ કરી દીધી છે.પરંતુ ટકાઉ રોડ માટે
પાલિકાના પદાધિકારી નિષ્ફળ ગયા છે. દર વર્ષે પાલિકા
વિસ્તારમાં નવા રોડ બને છે અને તૂટે છે.પ્રજાના પૈસાનો
વ્યય થઇ રહ્યો છે.
નાણામંત્રીની સૂચના અધિકારીઓ ગંભીરતાથી લેતા નથી
વાપી શહેર અને હાઇવેની આજુબાજુ
વિસ્તારનાખાડાઓની તાત્કાલિક મરામત માટે નાણામંત્રી
કનુભાઇદેસાઇએ માર્ગ અને મકાન વિભાગના મુખ્ય
અધિકારીકાર્યપાલક ઇજનેર જતિન પટેલને સૂચના આપી
હતી.વાપીમાં મહિલાઓને કસુવાવડ થઇ જાય તેવા
રસ્તાહોવા છતાં અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી
નલેતા હોવાનું જણાય છે. હંગામી રાહે પણ ખાડાપૂરવામાં
આવતા નથી. જેને લઇ લોકોમાં ભારે રોષ છે.
પાલિકા વિસ્તારમાં આ સૌથી ખરાબ માર્ગો
વાપી ટાઉન ગોલ્ડ કોઇન સર્કલથી ઝંડા ચોક, હાલના
હંગામી ફાટક, પૂર્વમાં જૂનાં ફાટકથી લઇ સર્કિટ હાઉસ
સુધી, વાપી ટાઉન મુખ્ય બજાર રોડ, નાના રેલ્વે
ગરનાળાથી ગીતાનગર અને સર્કિટ હાઉસ સુધી, પૂર્વમાં
મોટાં ગરનાળાથી જે ટાઇપ જોડતો રોડ,વાપી ટાઉન મચ્છી
માર્કેટથી આશિયાના કોમલેક્સ, ડુગરી ફળિયા,હરિયા
પાર્ક,સુલપડ,ડુંગરા સહિતનો સમાવેશ થાય છે.
પાલિકાને રોજ મળી રહી 20થી વધુ ફરિયાદ
પાલિકાએ રસ્તાની કામગીરી ચાલુ કરી દીધી છે,અંદાજે
લેખિત અને મૌખિક 20 જેટલી ફરિયાદો આવી રહી
છે. તબક્કાવાર રસ્તાની મરામત કામગીરી કરાશે. ગૅરંટી
પિરિયડ વાળા રસ્તાઓની મરામત કોન્ટ્રાકટર પાસે જ
કરાશે. - કશ્મિરા શાહ, પ્રમુખ વાપી પાલિકા

ઉમરગામ પોલીસે મહારાષ્ટ્રીય યુવકને દેશી તમંચા અનેજીવતા કારતુસ સાથે ઝડપી પાડી તેને આ વેપન્સ વેચનારદહાડ ગામના ઇસમની પણ ધરપક...
30/07/2023

ઉમરગામ પોલીસે મહારાષ્ટ્રીય યુવકને દેશી તમંચા અને
જીવતા કારતુસ સાથે ઝડપી પાડી તેને આ વેપન્સ વેચનાર
દહાડ ગામના ઇસમની પણ ધરપકડ કરી હતી.
શુક્રવાર રાત્રે 9 કલાકે ઉમરગામ પોલીસ પેટ્રોલિંગમાં હતી
ત્યારે બાતમી આધારે જીઆઇડીસી કોલોનીમાં રહેતા
મૂળ મુંબઈના દાદર કલ્યાણ હાજીઅલંગના અનુજ પ્રેમ
શિવાજી જાદવ નામના યુવકને દેશી તમંચા અને જીવતા
કારતુસ
સાથે ઝડપી પાડ્યો હતો હતો. પૂછપરછમાં
અનુજે જણાવ્યું હતું કે,તેણે આ દેશી તમંચો દહાડ ગામે
રહેતા તેના મિત્ર પિયુષ સિંગ મનોજ સિંગ પાસેથી ખરીદ્યો
હતો.પિયુષ સિંગે તેના મિત્ર અનુજ જાદવને વિડીયો કોલ
કરી તમંચો બતાવી સોદો કરી પિયુષ સિંગ અનુજને આ
તમંચો લાવી આપ્યો હતો. પોલીસે બંનેની આર્મસ એકટ
હેઠળ ધરપકડ કરી આ તમંચાનો કયા ગુના માટે ઉપયોગ
કરવાના હતા તે અંતે તપાસ હાથ ધરી છે.

વાપી રેલવેફાટક પર ટેમ્પો ફસાયો,હવા કાઢી બહારકઢાયોવાપી રેલવે ફાટક પર શુક્રવારે એક પીકઅપ ટેમ્પો નૂતનનગર તરફથી ટાઉન બાજુ આવ...
30/07/2023

વાપી રેલવેફાટક પર ટેમ્પો ફસાયો,હવા કાઢી બહારકઢાયો
વાપી રેલવે ફાટક પર શુક્રવારે એક પીકઅપ ટેમ્પો નૂતનનગર તરફથી ટાઉન બાજુ આવતી વખતે ફાટકના
એંગલ સાથે અડી જતાં ફસાઈ ગયો હતો, જેને જોઈ રેલના કર્મીઓ સાથે અન્ય લોકો તાત્કાલિક ટેમ્પોને
બહાર કાઢવા સ્થળ પર દોડી ગયા હતા. અંતે ટાયરમાંથી હવા કાઢી ટેમ્પોને હેમખેમ બહાર કઢાયો હતો.

વાપીના કરવડ ગામમાં પટેલ ફળિયા ખાતે પિનલભાઈનીચાલમાં રહેતો 14 વર્ષીય મનિષકુમાર મુકેશ સીંગ (મૂળરહે. ચકરામી પોસ્ટ, નારણપુર, ...
30/07/2023

વાપીના કરવડ ગામમાં પટેલ ફળિયા ખાતે પિનલભાઈની
ચાલમાં રહેતો 14 વર્ષીય મનિષકુમાર મુકેશ સીંગ (મૂળ
રહે. ચકરામી પોસ્ટ, નારણપુર, થાના બિહપુર, જિ.
ભાગલપુર, બિહાર)નું તા. 28 ઓગસ્ટ 2022ના રોજ
તેના વાલીપણામાંથી કોઈ ઈસમ અપહરણ કરી લઈ ગયો
હતો અથવા કોઈ કારણોસર રાત્રિના 10.30 કલાકે કયાંક
ચાલી ગયો હતો. જે અંગે વાપીના ડુંગરા પોલીસ મથકે
અપહરણનો ગુનો દાખલ કરાયો હતો. આ કેસની તપાસ
એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર
એસ.પી.ગોહિલને સોંપાઇ હતી.
જિલ્લા પોલીસ વડા ડો.રાજદિપસિંહ ઝાલાની સૂચના
અને વાપીના નાયબ પોલીસ અધિક્ષક બી.એન.દવેના
માર્ગદર્શન હેઠળ પીઆઈ ગોહિલે ટેક્નિકલ આધારે તપાસ
કરતા મનિષકુમાર સીંગ મહારાષ્ટ્રના સીરસાદ (વિરાર)
ખાતે હોવાનું જણાતા યુક્તિ પ્રયુક્તિ રીતે તપાસ કરી
તા. 27 જુલાઈ 2023ના રોજ રાત્રે ઈન્ચાર્જ પીઆઈ
એસ.પી.ગોહિલ, હે.કો. હર્ષદરાવ કેશવરાવ અને પો.કો.
રીંકલભાઈ ગોવિંદભાઈ મહારાષ્ટ્ર પહોંચ્યા હતા. જ્યાંથી
મનિષ સિંગને રેસ્ક્યુ કરી તેનો કબજો માતા પિતાને
સોંપાયો હતો. એક વર્ષ બાદ પુત્રનું પરિવાર સાથે મિલન
થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. જિલ્લા પોલીસમાં એન્ટી
હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની કામગીરીને પોલીસ તેમજ અન્ય
સંસ્થાએ બિરદાવી હતી.

વાપી છરવાડા ક્રોસિંગ આગળ બની રહેલા અંડરપાસનીકામગીરી પૂર્ણ થઇ છે.શનિવારે નાણામંત્રી,વાપીડીવાયએસપી સહિતની ટીમે સ્થળ નિરીક્...
30/07/2023

વાપી છરવાડા ક્રોસિંગ આગળ બની રહેલા અંડરપાસની
કામગીરી પૂર્ણ થઇ છે.શનિવારે નાણામંત્રી,વાપી
ડીવાયએસપી સહિતની ટીમે સ્થળ નિરીક્ષણ કરી જરૂરી
નિર્દેશ આપ્યા હતાં. આ સાથે ટેકનિકલ ટીમ સાથે સ્થળ
મુલાકાત દરમિયાન લોકોની સલામતી બાબતે જરૂરી
ટેકનિકલ કાળજીઓ બાબતની ચર્ચા કરવામાં આવી
હતી. અઠવાડિયામાં છરવાડા ક્રોસિંગ અંડરપાસ હવે
અઠવાડિયામાં શહેરીજનો માટે કાર્યરત થશે.
વાપી શહેરના આસોપાલવ,ભોલેબાબા વિસ્તારથી વાપી
નોટિફાઇડ વિસ્તારમાં થઈ છરવાડા તરફ જતા રસ્તા પર
નેશનલ હાઇવે 48 પાસે અંડરપાસ હવે ગણતરી દિવસોમાં
શહેરીજનો માટે ખુલ્લો મુકાશે. બહુ ઓછા સમયમાં
અંડરપાસની કામગીરી પૂર્ણ થઇ છે. શનિવારે નાણામંત્રી
અને પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ અંડરપાસની
કામગીરીની મુલાકાત લીધી હતી.
ટેકનિકલ ટીમ સાથે સ્થળ મુલાકાત દરમિયાન લોકોની
સલામતી બાબતે જરૂરી ટેકનીકલ કાળજીઓ બાબતની
ચર્ચા કરી હતી. અઠવાડિયામાં અંડરપાસને જાહેર જનતા
માટે ખુલ્લો મુકવામાં આવશે.સ્થળ મુલાકાત દરમિયાન
વાપી VIA પ્રમુખ સતિષભાઈ પટેલ ,વાપી નોટિફાઇડ
ભાજપ પ્રમુખ હેમંતભાઈ પટેલ,વાપી ડીવાયએસપી
બી.એન. દવે,તેમજ દક્ષિણ ગુજરાત સોશિયલ મીડિયા
સભ્ય અને ટેકનિકલ ટીમના સભ્યો સાથે હાજર રહ્યા
હતા. અંડરપાસ કાર્યરત થવાથી લોકોને રાહત થશે. જો કે
હાઇવે પર ટ્રાફિક જામનો પ્રશ્ન હળવો થશે.
વાપી Dyspને જવાબદારી સોંપાઇ સ્થળ નિરીક્ષણ
કર્યા બાદ નાણામંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે
આગામી રવિવારે અંડરપાસ લોકો માટે ખુલ્લો મુકવામાં
આવશે. ટ્રાફિક અને ટેકનિકલ બાબતો અંગે ડીવાયએસપી
દવેને જવાબદારી સોંપવામાં આવી છે. છરવાડા ક્રોંસિગ
આગળની બંને તરફની સોસાયટીના લોકોને સુવિધા મળી
રહેશે.

વાપી જીઆઇડીસીની એક કંપનીમાં કામ કરતી વખતેજાળી પાસે સાફ સફાઇ કરવા જતા કામદારને કરંટલાગતા તે જાળીમાં જ ચોંટી ગયો હતો. જેને...
30/07/2023

વાપી જીઆઇડીસીની એક કંપનીમાં કામ કરતી વખતે
જાળી પાસે સાફ સફાઇ કરવા જતા કામદારને કરંટ
લાગતા તે જાળીમાં જ ચોંટી ગયો હતો. જેને છોડાવવા
જતા બીજા કામદારને પણ કરંટ લાગ્યો હતો. ઇજાગ્રસ્ત
કામદારને હોસ્પિટલમાં લઇ જતા તબીબે મૃત જાહેર કર્યો
હતો.
વાપી હરિયાપાર્ક ખાતે રહેતા કમલેશ જટાશંકર સિંગ
જીઆઇડીસી સ્થિત ગજાનંદ પેપર એન્ડ બોર્ડ પ્રા. લિ.
કંપનીમાં નોકરી કરે છે. શનિવારે સવારે તેઓ કામદાર
વિક્રમ વર્મા સાથે સાઇડ કિચન ડિપાર્ટમેન્ટ એરિયામાં સ્ટાર્ચ
બનાવવાનું મશીન જે મશીનમાં પાવડર નાખી પકાડવવાનું
મશીન આવેલ તે મશીન પાસે બંને જણા કામ કરતા હતા.
પાવડર નાખતા જાળી હલવાનું બંધ થઇ જતા વિક્રમ
ઓફિસમાં કહેવા માટે ગયો હતો અને ત્યાંથી પાછો આવી
તે જાળી પાસે સાફ સફાઇ કરવા જતા જમણા હાથથી
જાળી પકડવા જતા તેને વીજ કરંટ લાગ્યો હતો અને હાથ
જાળીમાં જ ચોંટી જતા કમલેશે લોખંડના પાઇપથી તેનો
હાથ ખેંચવા જતા તેને પણ કરંટનો ઝાટકો લાગ્યો હતો.
ત્યારે વિક્રમનો હાથ જાળીથી છુટો પડી ગયો હતો. જે બાદ
તાત્કાલિક ઇજાગ્રસ્ત વિક્રમને ઇએસઆઇસી હોસ્પિટલમાં
લઇ જતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની
જાણ પોલીસને કરતા લાશને પીએમ માટે મોકલાવી તપાસ
હાથ ધરાઇ છે. કામદારોને નોકરી વખતે સુરક્ષાના સાધનો
અપાયા હતા કે નહીં તેની સઘન તપાસ કરવાની જરૂર છે.

ટૂકવાડા ગામે આવેલ અવધ ઉથોપીયામાં જાન્યુઆરી 2023થી બેન્ડ યુટ સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે જોડાયેલા લાલબાગ, મુંબઈના સંકેત દિને...
30/07/2023

ટૂકવાડા ગામે આવેલ અવધ ઉથોપીયામાં જાન્યુઆરી 2023થી બેન્ડ યુટ સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે જોડાયેલા લાલબાગ, મુંબઈના સંકેત દિનેશભાઈ મહેતા ઉંમર વર્ષ 27 એપ્રિલ મહિનામાં અવધમાં સાથે જ કામ કરતા અને બેન્કવેટમાં સેલ્સ હેડ મેનેજર તરીકે કામ કરતા સુભાષ બ્રિજમોહન ગૌડ રહે. વાસ્તુવીલા ટુકવાડાતા.પારડીને સંકેતે સસ્તામાં મોબાઈલ અપાવવાની લાલચ આપી હતી. અગાઉ સંકેતે સાથે કામ કરતા સુરજ શેટ્ટી, હાર્મિક પટેલ, તૃપ્તિબેન, ઉમંગ અને ચેતનને મોબાઈલ અપાવ્યા હોવાનું કહીં વિશ્વાસ કેળવતા સુભાષે પોતાના માટે iphone 14 pro મેક્સ મોબાઇલ મંગાવતા સંકેતે 1લાખથી વધુની કિંમતનો આ ફોન ફક્ત 80,000 માં સુભાષભાઈને અપાવ્યો હતો. જે બાદ સુભાષે પોતાના ઘરના સભ્યોbબીજલ, કપિલ, સચિન અને અજય મળી અન્ય 4 આઇફોન 14 pro મેક્સ મોબાઈલ સંકેત પાસે મંગાવી આ મોબાઇલના બિલ પેટે 1.75લાખ રૂપિયા એડવાન્સ પેટે સંકેતને આપ્યા હતા. ત્યારબાદ સંકેતે નોકરી છોડી દેતા અને મોબાઈલ આપવા બહાના બતાવતા વારંવાર ઉઘરાણી કરી છતાં રૂપિયા અને મોબાઈલ ન આપતા સુભાષે સંકેત સામે છેતરપિંડી અંગે પારડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. હાલ આ મુદ્દે પારડી પોલીસે મુંબઇના ઇસમ સામે ગુનો નોંધીને ધરપકડ કરવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

કપરાડામાં ધોધમાર 8 , વાપી 4 ઇંચ, મધુબન ડેમમાંથી2.50 લાખ ક્યુસેક પાણી છોડાતા 37 ગામોને એલર્ટજિલ્લાના 80 રસ્તા બંધ, વલસાડ ...
29/07/2023

કપરાડામાં ધોધમાર 8 , વાપી 4 ઇંચ, મધુબન ડેમમાંથી
2.50 લાખ ક્યુસેક પાણી છોડાતા 37 ગામોને એલર્ટ
જિલ્લાના 80 રસ્તા બંધ, વલસાડ - ખેરગામ તાલુકાના
40 ગામને જોડતા બ્રિજ પર પાણી ફરી વળ્યા
દમણગંગા -ઔરંગામાં ધોડાપૂર | વલસાડમાં મોડી રાતે
ઘરોમાં પાણી ભરાતા લોકોને રાતોરાત ખસેડાયા
વાપી સહિત વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશમાં અતિ ભારે
વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં પણ વધુ વરસાદ
હોવાથી કપરાડા, પારડીના અનેક કોઝવે પાણીમાં ગરકાવ
થયાં છે. મધુબન ડેમમાંથી મોડી રાતે દર કલાકે 1 લાખ
ક્યુસેકથી વધુ પાણી છોડાતા ઘરોમાં પાણી ઘુસ્યા હતાં.
NDRFની ટીમે બોટ મારફતે દાનહમાં 21 જેટલા લોકોનું
રેસ્ક્યુ કર્યા હતાં. સ્કૂલોમાં રજા અપાઈ હતી.
જયારે વલસાડ જિલ્લામાં ભારે વરસાદ, કપરાડામાં 7,
વાપી 4 ,વલસાડ 3.5 ઇંચ વરસાદ, પારડી 2.5 ઇંચ,
ઔરંગા નદીના પ્રવાહ વધતા ખેરગામ વલસાડ વચ્ચેના
પુલ ઓવરફ્લો થયો હતો. દમણગંગા નદી ભયજનક સપાટી
નજીક વહી રહી છે. દમણગંગા નદી વાપી ખાતે રોદ્ર સ્વરૂપ
જોવા મળ્યું હતું.

વાપી ટાઉનના દેસાઈવાડ ખાતે રહેતા એક મહિલા વકીલ ગુરુવારે રાત્રે 8.30 કલાકે તેમના ભાઇ ભાભીના નહેરુ સ્ટ્રીટ ખાતેના ઘરે આવી ર...
29/07/2023

વાપી ટાઉનના દેસાઈવાડ ખાતે રહેતા એક મહિલા વકીલ ગુરુવારે રાત્રે 8.30 કલાકે તેમના ભાઇ ભાભીના નહેરુ સ્ટ્રીટ ખાતેના ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન એક બાઇક ઉપર આવેલા ચોરે અચાનક તેની બાઇક ધીમું પાડી રસ્તે ચાલતી મહિલા વકીલના ગળામાંથી સોનાની ચેઇન આંચકી લીધી હતી. જે બાદ બાઈકચાલક ભાગી જતા આ મહિલા વકીલે બુમાબુમ કરી હતી. પરંતુ પળવારમાં બાઇક ઉપર આવેલો શખ્સ બાઇક હંકારી ફરાર થઇ ગયો હતો. આ ઘટના અંગે વાપી ટાઉન પોલીસને તાત્કાલિક જાણ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી હતી. મોબાઇલ અને ચેઇન ખેંચી ફરાર થતી ગેંગ ફરીથી વાપી વિસ્તારમાં સક્રિય થઇ છે. આ જ વિસ્તારમાં આ જ સ્થળે લગભગ છ થી સાત મહિલાની ચેઇન સ્નેચીંગની ઘટના બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

વાપી ટાઉન વિસ્તારમાં જૂના ગરનાળાનજીક આગન એપાર્ટમેન્ટમાં 5મા માળે ભાડેથીરહેતા પરિવારનું 3 વર્ષીય બાળક ગુરૂવારે સવારે 10 વ...
29/07/2023

વાપી ટાઉન વિસ્તારમાં જૂના ગરનાળા
નજીક આગન એપાર્ટમેન્ટમાં 5મા માળે ભાડેથી
રહેતા પરિવારનું 3 વર્ષીય બાળક ગુરૂવારે સવારે 10 વાગે બાલ્કનીમાં રમી રહ્યું હતું. તે સમયે તેની માતા રસોડામાં કામ કરી રહી હતી. બાળક
બાલ્કનીથી નીચે પટકાતા માતાને જાણ થઇ હતી. ઘટના બનતા જ સ્થાનિકો સ્થળ ઉપર ભેગા થઇ ગયા હતા. મળેલી માહિતી મુજબ સ્થળ ઉપર જ બાળકે જીવ ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. જોકે બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ પણ ન કરાઇ હતી. અને શુક્રવારે તેના માતા-પિતા વતન નીકળી જતા અનેક શંકા કુશંકા
વર્તાઇ રહી છે. મૃત બાળકનો પિતા વાપી રેલવે વિભાગમાં નોકરી કરતા હોવાનું જાણવા મળી
રહ્યું છે.

પારડી તુલસી હોટલ પર ચ્હા નાસ્તો કર્યા બાદ હાઇવે પર ચઢવા ઊભેલી ટ્રકને પૂરપાટ ઝડપે આવેલી અન્ય એકટ્રકે અડફેટમાં લેતા સર્જાય...
29/07/2023

પારડી તુલસી હોટલ પર ચ્હા નાસ્તો કર્યા બાદ હાઇવે પર ચઢવા ઊભેલી ટ્રકને પૂરપાટ ઝડપે આવેલી અન્ય એક
ટ્રકે અડફેટમાં લેતા સર્જાયેલા અકસ્માતમાં ટ્રકના કેબિનના ભાગનો ખુરદો નીકળી ગયો હતો. જોકે ચાલક
ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો.

વલસાડ જિલ્લામાં રોડ અકસ્માતો ઘટાડવા અને લાયસન્સવગર વાહન હંકારતા વાહન ચાલકોને RTOના કાયદાનાપાઠ ભણાવવા સ્કૂલો બહાર વાહન ચે...
28/07/2023

વલસાડ જિલ્લામાં રોડ અકસ્માતો ઘટાડવા અને લાયસન્સ
વગર વાહન હંકારતા વાહન ચાલકોને RTOના કાયદાના
પાઠ ભણાવવા સ્કૂલો બહાર વાહન ચેકીંગ હાથ ધર્યું હતું.
લાયસન્સ વગર વાહન હંકારી RTOના નિયમોનો ભંગ
કરનાર અંડરએજ વિદ્યાર્થીઓ સામે વલસાડ RTO દ્વારા
કાર્યવાહી હાથ ધરતા વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાયો હતો.
વલસાડ જિલ્લા કક્ષાની રોડ સેફટી મીટિંગમાં જિલ્લા
કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ ખાનગી તથા સરકારી શાળા અને
ટ્યુશન ક્લાસમાં વાહન ઉપર આવતા બાળકોની સલામતી
જળવાઈ રહે તે બાબતની કામગીરી હાથ ધરવા RTO
કચેરીને સૂચના આપી હતી. જેથી વાહનો લઈને આવતા
સ્કૂલના બાળકોનું લાઇસન્સ, હેલ્મેટ અને રોડ સેફ્ટી
અંતર્ગત વલસાડ RTO કચેરીના સહાયક મોટર વાહન
નિરીક્ષક આર સી ચૌહાણ, આર જે પરમાર, જે ડી પટેલ,
આર એચ પટેલ, એમ વી પરમાર અને ડી આર પટેલ
દ્વારા અબ્રામાની સ્વામિનારાયણ સ્કૂલ અને સરસ્વતી
ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ચેકિંગની કામગીરી હાથ ધરવામાં
આવી હતી.
જેમાં લાઈસન્સ વિના ડ્રાઈવિંગ, સગીર વયના વિદ્યાર્થીઓ
દ્વારા વાહન હંકારવુ અને ઇન્સ્યોરન્સ, હેલ્મેટ તેમજ
પીયુસી બાબતે ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં
બંને સ્કૂલ
ઉપર કુલ 17 મેમો વિદ્યાર્થીઓને ઇસ્યુ કરવામાં
આવ્યા હતા. જેમાં કુલ રૂ. 65 હજારનો દંડ વસૂલ
કરવામાં આવ્યો હતો. સાથે જ RTO ઈન્સ્પેકટરો દ્વારા
વિદ્યાર્થીઓને રોડ સેફટી અંતર્ગત નિયમોના પાલન અંગે
સૂચનાઓ પણ આપવામાં આવી હતી. આ અંગે વલસાડ
જિલ્લા RTO અધિકારી એન.એચ.ગજેરાએ જણાવ્યું
કે, આગામી દિવસોમાં જિલ્લાની અન્ય સ્કૂલો તેમજ
ટ્યુશન કલાસીસો ઉપર પણ વાહન ચેકિંગ અભિયાન
હાથ ધરવામાં આવનાર છે. વાલીઓએ પોતાના બાળકોની
સલામતીને ધ્યાનમાં લઈ ટ્રાફિકના નિયમોનું પાલન થાય
તેની તકેદારી રાખવી જરૂરી છે. અંડરએજ ડ્રાઈવિંગમાં
વાલી સામે પણ કાર્યવાહી થઈ શકે તેમ છે. જેથી નિયમોનું
પાલન કરવામાં આવે એ હિતાવહ છે.

વાપી છરવાડા ક્રોસિંગ આગળ અંડરપાસની સુવિધા હવેથોડા સમયમાં વાહન ચાલકોને મળી રહેશે. અંડરપાસઆગળ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સ...
27/07/2023

વાપી છરવાડા ક્રોસિંગ આગળ અંડરપાસની સુવિધા હવે
થોડા સમયમાં વાહન ચાલકોને મળી રહેશે. અંડરપાસ
આગળ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સર્વિસ રોડને
પહોળો કરવામાં આવ્યો છે. પરંતુ અહીં હજુ સર્વિસ રોડને
પહોળો કરવાની તાતી જરૂરિયાત હોવાથી ગત નોટિફાઇડ
બોર્ડની બેઠકમાં આ મામલે ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં છરવાડા ક્રોસિંગથી ગિરીરાજ હોટલ હાઇવે સુધી
સર્વિસ રોડને પહોળો કરવાનો નિર્ણય લેવાયો હતો.
વાપી નોટિફાઇડ ચેરમેન સતિષ પટેલે જણાવ્યું હતું કે
છરવાડા અંડરપાસથી ગિરીરાજ હોટલ સુધી સર્વિસ રોડ
પર સતત વાહનોની અવર-જવર રહે છે. જેથી અહીં
સર્વિસ રોડ નોટિફાઇડ દ્વારા પહોળો કરવામાં આવશે.
આ માટે ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાશે. વરસાદ બંધ થતાની
સાથે જ કામગીરીનો પ્રારંભ કરાશે. નાણામંત્રી અને પારડી
ધારાસભ્ય કનુભાઇ દેસાઇના માર્ગદર્શન હેઠળ અંડરપાસના
કનેકટિવિટી માટે જરૂરી તમામ કામગીરી હાથ ધરવામાં
આવશે.
સ્પીડ બ્રેકરની કામગીરી ચાલુ કરી
વાપી છરવાડા ક્રોસિંગ આગળ અંડરપાસની બંને બાજુ
હાલ સ્પીડ બ્રેકરની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.
અંડરપાસને ખુલ્લા મુકવા પહેલા કામગરીને આખરી ઓપ
આપી રહ્યા છે. 15 ઓગષ્ટ પહેલા અંડરપાસનું લોકાર્પણ
નાણામંત્રીના હસ્તે કરાશે એવી માહિતી મળી છે. હાલ
અંડરપાસને ખુલ્લો મુકવાની કામગીરી અંતિમ તબક્કામાં
ચાલી રહી છે.

વલસાડ શહેર નજીક નનકવાડા વિસ્તારમાં આવેલાવજીફદાર મહોલ્લામાં છેલ્લા 10 વર્ષથી એક બંધજર્જરિત એપાર્ટમેન્ટની સાઇડની ગેલેરીનો ...
27/07/2023

વલસાડ શહેર નજીક નનકવાડા વિસ્તારમાં આવેલા
વજીફદાર મહોલ્લામાં છેલ્લા 10 વર્ષથી એક બંધ
જર્જરિત એપાર્ટમેન્ટની સાઇડની ગેલેરીનો ભાગ અચાનક
કકડભૂસ થઇ ગયો હતો.આ મહોલ્લામાં રહેતા રહીશો
અવાજ સાંભળીને દોડી આવ્યા હતા.ગેલેરીનો કોંક્રિટનો
કાટમાલ નીચેના ભાગે ખંખેરાઇ ગયો હતો.આ એપાર્ટમેન્ટ
નજીક રહેતા સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, 2 માસ
અગાઉ બિલ્ડિંગનો પાછળના ભાગ પણ તૂટી પડ્યો હતો
અને પંચાયતને જાણ કરી હતી.જેને લઇ હવે કલેકટરને
રજૂઆતો કરવા જવાના છે તેવું રહીશોએ ઉમેર્યું હતું.
આ બિલ્ડિંગ જૂની થઇ ગઇ છે અને બિલ્ડિંગને ઉતારી
લેવામાં આવે અને જો તેમ ન થાય તો જાનહાનિ
થવાની સંભાવના પણ સ્થાનિક રહીશો વ્યકત કરી રહ્યા
છે.તાજેતરમાં જ નનકવાડામાં ગ્રામ પંચાયત નજીક
સિવિલ રોડ ઉપર એક જર્જરિત એપાર્ટમેન્ટની ગેલેરીનો
સ્લેબ તૂટી પડ્યો હતો .જેમાં નીચે ઉભેલા 2 વ્યક્તિને થોડી
ઇજા પહોંચી હતી.જ્યારે 5 વ્યક્તિને રેસ્ક્યુ કરાયા હતા.
જેના પગલે નજીકના પંચાયત વિસ્તારમાં આવી જર્જરિત
બિલ્ડિંગ દૂર કરવા શું કાર્યવાહી થશે તે જોવું રહ્યું.

વાપી બલીઠાના સ્પા સંચાલકે પોલીસમાં ફરિયાદ નોંધાવ્યું હતું કે, આરોપી ક્રિષ્ના ઝા, સોનિયા ઉર્ફે સંધ્યા ચૌહાણ અને સેમ શર્મા...
27/07/2023

વાપી બલીઠાના સ્પા સંચાલકે પોલીસમાં ફરિયાદ નોંધાવ્યું હતું કે, આરોપી ક્રિષ્ના ઝા, સોનિયા ઉર્ફે સંધ્યા ચૌહાણ અને સેમ શર્મા તેની દુકાને આવ્યા હતા અને પોતે તેઓ પત્રકાર છે તેમ કહી સ્પામાં ખોટી રીતે યુવતીઓ મૂકી ધંધો કરાવો છો તેમ કહી વર્ષે 5 લાખ આપવા પડશે તેમ જણાવ્યું હતું. તે ન કરે તો દુકાનમાં કોન્ડમ મૂકી મીડિયામાં બદનામ કરી દઇશું. આ ફરિયાદ બાદ ઉમરગામના ફણસામાં ક્લિનિક ચલાવતા તબીબે ટાઉન પોલીસમાં ફરિયાદ કરતા જણાવેલ કે, આ જ ત્રિપુટી તેમની ક્લિનિક ઉપર પણ આવ્યા હતા અને ખોટી રીતે લોકોને દવા આપો છો બોગસ તબીબ છો કહી 5 લાખ રૂપિયાની માંગણી કરતા તબીબે વાપી પહોંચી આરોપી ક્રિષ્ના ઝાને રૂ.1.80 લાખ આપ્યા હતા.
પોલીસે બંનેની ફરિયાદમાં ખંડણીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં બુધવારે વાપી ટાઉન પોલીસે આરોપી સોનિયા ચૌહાણ રહે. દમણ અને સેમ શર્મા રહે. દાદરાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આરોપી ક્રિષ્ના ઝા હજી ફરાર હોવાથી વોન્ટેડ જાહેર કરાયો છે. 12 ભાગીદારોની પણ તપાસ થશે ઉમરગામનો તબીબ જ્યારે વાપી ખાતે મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટની ઓફિસમાં આવ્યો હતો ત્યારે રૂ. 10,000 આપતા સોનિયાએ જણાવેલ કે, આટલામાં અમારૂં શું થશે અમે 12 ભાગીદાર છીએ. જેમાં વાપી વિભાગના ડીવાયએસપી બી.એન.દવેએજણાવયું કે, એ 12 ભાગીદારો કોણ છે તેની પણ તપાસ હાથ ધરાશે.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલા HPના હરિઓમ બાવન પેટ્રોલ પમ્પ ઉપર ફરજ બજાવતા કર્મચારીનેબંધક બનાવી લૂંટ ચલાવી ગયા હો...
26/07/2023

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલા HPના હરિ
ઓમ બાવન પેટ્રોલ પમ્પ ઉપર ફરજ બજાવતા કર્મચારીને
બંધક બનાવી લૂંટ ચલાવી ગયા હોવાની ફરિયાદ પેટ્રોલ
પમ્પના કામદારે જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમની ટીમને કરતા
જિલ્લામાં પોલીસની ટીમે અલગ અલગ વિસ્તારોમાં
નાકાબંધી હાથ ધરી હતી. જે દરમ્યા. જિલ્લા પોલીસની
અલગ અલગ ટીમો SOG અને LCB તેમજ જિલ્લાના
પોલીસ અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈને ફરિયાદી
અને અન્ય કર્મચારીઓની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી
હતી. જે દરમ્યાન પેટ્રોલ પમ્પમાં ફરજ બજાવતો કર્મચારી
ગણેશ રમણભાઈ વરઠાએ તેમના સાળા પિન્ટુ ઇસરામ
વાઢુને પેટ્રોલ પમ્પના હિસાબમાંથી રૂ. 34 હજાર આપ્યા
હતા. જે પરત આવે તેમ ન હોવાથી પેટ્રોલ પમ્પ ઉપર
લૂંટનું ખોટું નાટક કરી લૂંટ થઈ હોવાનું જણાવી જિલ્લા
પોલીસની ટીમને દોડતી કરી દીધી હતી. વલસાડ પોલીસની
અલગ અલગ ટીમોની પૂછપરછ બાદ સમગ્ર હકીકત સામે
આવી હતી. ફરિયાદીની વધુ પૂછપરછ કરતા ફરિયાદોએ
કપરાડા તાલુકાના દિક્ષલ ખાતે આવેલા તેજસ પેટ્રોલ
પમ્પની તાજેતરમાં થયેલી લૂંટ જોતા ડમી લૂંટ નું કાવતરું
ઘડ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ખોટી ફરિયાદ
કરનાર હરિ ઓમ બાવન પેટ્રોલ પમ્પના કર્મચારી વિરુદ્ધ
કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ કપરાડા
પોલીસે પેટ્રોલ પમ્પના કર્મચારીએ જણાવ્યા અનુસાર લૂંટની
ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વાપી થી પારડી આવવાના ટ્રેક પર બલીઠા કિયા શોરૂમપાસે સોમવારે રાત્રે આવી જ એક ઘટના બનવા પામીહતી પારડી મોટા તાઈવાડ ખાતે રહેત...
26/07/2023

વાપી થી પારડી આવવાના ટ્રેક પર બલીઠા કિયા શોરૂમ
પાસે સોમવારે રાત્રે આવી જ એક ઘટના બનવા પામી
હતી પારડી મોટા તાઈવાડ ખાતે રહેતો અબ્દુલ રહેમાન
ઉંમરમીયા ઉ.વ. 30 વાપીથી નોકરી પતાવી પોતાની
યુનિકોર્ન બાઈક પર પરત ઘરે વલસાડ જઇ રહ્યો હતો. આ
દરમિયાન વાપી બલીઠા નજીક હાઇવે પર ખાડામાં બાઈક
પડતા તે દૂર ફંગોળાઈ જતા બાજુમાંથી પસાર થઈ રહેલ
કન્ટેનર નીચે આવતા માંડ માંડ બચ્યો હતો.
ખાડાથી વર્ષે અનેક જીવ ગુમાવે છે
પાછળ આવતી કારના ડેશબોર્ડમાં લાગેલ કેમેરામાં આ
સમગ્ર ઘટના કેદ થયો હતો. જેમાં સાફ સાફ નજરમાં આવે
છે કે ફકત એક સેકન્ડના અંતરમાં આ યુવકનો જીવ બચી
જાય છે. અત્યાર સુધીમાં કેટલાય લોકો આ રીતે પોતાના
જીવ ગુમાવી ચૂક્યા છે ત્યારે જવાબદાર તંત્ર પોતાની
જવાબદારી સમજી જલદીથી વરસો ની આ સમસ્યા નો
હલ લાવે તેવી માગ છે.

વલસાડ જિલ્લાના વાપીમાં દમણમાં અને દાદરા નગર હવેલીની યુટ્યુબ ચેનલના કથિત 2 મહિલા પત્રકારો સહિત 3 પત્રકારો સામે સ્પા સંચાલ...
26/07/2023

વલસાડ જિલ્લાના વાપીમાં દમણમાં અને દાદરા નગર હવેલીની યુટ્યુબ ચેનલના કથિત 2 મહિલા પત્રકારો સહિત 3 પત્રકારો સામે સ્પા સંચાલકે 5 લાખની ખાંડણી માંગી હોવાની FIR નોંધાવી હતી. જે ફરિયાદ બાદ ફરાર થઇ ગયેલા 3 કથિત પત્રકારો પૈકી 2 મહિલા પત્રકારોએ વાપીની એડિશનલ સેશન્સ કોર્ટમાં પોલીસ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી રજૂ કરી હતી. જે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વાપીની એડિશનલ સેશન્સ કોર્ટના જજ પુષ્પા સૈનીએ 2 મહિલા આરોપીઓના આગોતરા જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો..

મોટાપોંઢા વાડી ફળીયામાં રહેતા ઉપેન્દ્રભાઇ પટેલ અનેતેમની 50 વર્ષીય પત્ની સુમાબેન સાથે રહેતા હતા. રવિવારેમોડી રાત્રિએ બંને...
25/07/2023

મોટાપોંઢા વાડી ફળીયામાં રહેતા ઉપેન્દ્રભાઇ પટેલ અને
તેમની 50 વર્ષીય પત્ની સુમાબેન સાથે રહેતા હતા. રવિવારે
મોડી રાત્રિએ બંને વચ્ચે કોઇક બાબતને લઇ જોરદાર
ઝઘડો થયો હતો. લાંબા સમયથી ચાલતા ઘર કંકાસને લઇ
કંટાળીને સુમાબેને ઘરના પાછળ એંગલ સાથે દુપટ્ટા બાંધી
ગળે ફાંસો ખાઈ જીવતર ટુંકાવ્યું હતું. આ ઘટના તેના પતિ
ઉપેન્દ્રભાઈ એ જોઈ લેતા આજુબાજુના લોકોને જાણ
કરીને બોલાવ્યા હતા. લાશને ઉતારવા સાથે રહેલા પતિ
ઉપેન્દ્રભાઈ બે કલાક બાદ ઘરના પાછળ ભાગે આંબાના
ઝાડની સાથે નાઇલોન દોરી વડે ગળે ફાંસો ખાઈ તેમને પણ
જીવન લીલા સમાપ્ત કરી લેતા ચકચાર મચી જવા પામી
હતી.
ઘટના પાછળ મૂળ મુખ્ય કારણ ઘરમાં પતિ પત્ની વચ્ચે
નાનો ઝગડાનું કારણ હોવાનું બહાર આવ્યું હતું. ઘર કંકાસ
આત્મહત્યા સુધી પહોંચી જતા ગરીબ પરિવારમાં માતમ
છવાયો છે. મૃતક દંપતીની 20 વર્ષીય પુત્રી હોવાનું જાણવા
મળ્યું છે. ગામના સરપંચ રણજીત પટેલે આ ઘટનાની જાણ
કરતા પોલીસ રાત્રીના સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ
ધરી પંચ કેસ કરી બોડીનો કબજો લઈ પીએમ માટે મોકલી
આપી હતી. મૃતકના ભાણેજ પિયુશસિહ રાજેન્દ્રસિહે
નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીનામાર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ જિલ્લામાં બોગસ તબીબોનેનેસ્તનાબૂદ કરવા માટે ઝુંબેશરૂ...
24/07/2023

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીના
માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ જિલ્લામાં બોગસ તબીબોને
નેસ્તનાબૂદ કરવા માટે ઝુંબેશરૂપે આરોગ્ય શાખા દ્વારા રોજે
રોજ બોગસ ડોકટરોના ક્લિનિક ઉપર ચેકીંગ હાથ ધરવામાં
આવી રહ્યુ છે. શહેરના બેચર રોડ ઉપર આવેલ આકાશ
પોલી ક્લિનિકમાં જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે ચેકીંગ
કરતા બોગસ તબીબ હોવાનું સામે આવ્યું હતું. બોગસ
તબીબ ભારત સરકાર માન્ય ડિગ્રી કે માન્ય દસ્તાવેજ વિના
પ્રેકટીસ કરતાં જણાતા તેમના વિરૂધ્ધ પોલીસ ફરિયાદ
કરવામાં આવી છે. સર્ટી ઘરેથી લાવવાનો સમય માંગતા
સમય આપ્યા બાદ પરત ન આવતા નાસી જનાર બોગસ
ડોક્ટર વિરુદ્ધ સીટી પોલીસ મથકે FIR નોંધાવી હતી.
જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીને એક જાગૃત
નાગરિક દ્વારા બોગસ ડોકટર અંગેની માહિતી ઇ-મેલ દ્વારા
મળતા તેમના માર્ગદર્શન હેઠળ વલસાડમાં ખાનગી ક્લિનિક
ચલાવતા બોગસ તબીબ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી
છે. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે જિલ્લામાં
ખાનગી પ્રેક્ટિસ કરતા ડોક્ટરોના ક્લિનિક ઉપર ચેકીંગ હાથ
ધર્યું હતું. વલસાડ શહેરના બેચર રોડ ઉપર આવેલ આકાશ
પોલી ક્લિનિક નામના ક્લિનિકમાં આરોગ્ય વિભાગની ટીમે
ચેક કરતા બોગસ ડોક્ટર કિશોર મજમુદાર ડોકટર તરીકે
પ્રેક્ટિસ કરતા હોવાનું સામે આવ્યું હતું. જે બાદ વલસાડ
જોલ્લા આરોગ્ય વિભાગની ટીમે ડોક્ટર તરીકે પ્રેક્ટિસ
કરતા કિશોર મજમુદારને ગુજરાત સરકારનું પ્રેક્ટિસ
કરવાનું પ્રમાણ પત્ર માંગ્યું હતું. કિશોર મજમુદારે તેના ઘરે
તમામ સર્ટી હોવાનું જણાવી આરોગ્ય વિભાગ પાસે ઘરેથી
સર્ટી લેવા જાવા દેવા છૂટ માંગી હતી. ત્યાર બાદ પરત ન
આવયોન હતો. જેથી ગુજરાત સરકારનું નોંધણીનું પ્રમાણ
પત્ર ઘરેથી લેવા.જવાનું જણાવી નાસી જનાર બોગસ
ડોકટર કિશોર મજમુદાર વિરુદ્ધ બોગસ ડોકટરની ફરિયાદ
નોંધી નાસી જનાર બોગસ ડોક્ટર સામે કાર્યવાહી હાથ ધરી
છે.

વલસાડ નજીક આવેલી પાર નદીમાં 3 દિવસ પહેલાચણવઈના એક વૃદ્ધ માછલી પકડવા ગયા હતા. પારનદીની મધ્યમાં આવેલા ટાપુ ઉપર જઈને માછલી ...
24/07/2023

વલસાડ નજીક આવેલી પાર નદીમાં 3 દિવસ પહેલા
ચણવઈના એક વૃદ્ધ માછલી પકડવા ગયા હતા. પાર
નદીની મધ્યમાં આવેલા ટાપુ ઉપર જઈને માછલી પકડવા
ગયા હતા. ત્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને
પાર નદીમાં પાણી વધતા 65 વર્ષીય વૃદ્ધ ફસાઈ ગયા હતા.
3 દિવસ બાદ પાર નદીમાં પાણીનો પ્રવાહ ઓછો થતા
આ વ્યક્તિ ટાપુમાં ફસાયો હોવાની જાણ સ્થાનિકોને થઈ
હતી. જેથી માંગેલ લાઈફ સેવ ગ્રુપની ટીમે જાણ કરવામાં
આવતા વ્યક્તિનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણમાં એક 12 વર્ષીય સગીરા ઉપર બાજુમાં રહેતા વૃદ્ધે દુષ્કર્મ આચર્યું હતું. સગીરા ઉપ...
24/07/2023

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણમાં એક 12 વર્ષીય સગીરા ઉપર બાજુમાં રહેતા વૃદ્ધે દુષ્કર્મ આચર્યું હતું. સગીરા ઉપર વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી હતી. સગીરાની અચાનક તબિયત લથડતા નજીકના સરકારી દવાખાને ચેકઅપ માટે ખસેડતા સગીરા ગર્ભવતી બની હોવાની જાણ સગીરાના પરિવારના સભ્યોને થઈ હતી. જેથી પરિવારજનોએ સગીરાને પૂછતાં બાજુમાં રહેતા વૃદ્ધે મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. ઘટનાની જાણ દમણ પોલીસની ટીમને થતા પોલીસે તાત્કાલિક સગીરાના પરિવારની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
સંઘપ્રદેશ દમણના એક ગામમાં રહેતા પરિવારની 12 વર્ષીય પુત્રીને અચાનક પેટમાં દુખાવો અને શરીરમાં કમજોરી જેવું લાગતા તેના માતાપિતા નજીકના દવાખાને સારવાર અર્થે લઈ ગયા હતા, જ્યાં પ્રાથમિક તપાસમાં સગીરા ગર્ભવતી હોવાનું સામે આવતા માતા પિતા ઉપર આભ ફાટ્યું હતું. મામલાની ગંભીરતા જોઈને હોસ્પિટલ વિભાગ દ્વારા તરત જ ચાઈલ્ડ વેલ્ફેર કમિટી અને પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ અને દમણ CWC સભ્યોની દેખરેખ હેઠળ સગીરાને વધુ નિદાન માટે માતા પિતા સાથે અન્ય હોસ્પિટલમાં સોનોગ્રાફી કરવા મોકલવામાં આવી હતી. જ્યાં રિપોર્ટમાં 12 વર્ષીય સગીરાને 6 સપ્તાહનો ગર્ભ હોવાની જાણ થઇ હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત અલગ અલગ ધારાઓ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, સગીરા તેના રૂમની બાજુમાં આવેલી ચાલીમાં રમવા જતી હતી, જ્યાં રહેતા એક 65 વર્ષીય નરાધમ વૃદ્ધે બહેલાવી ફોસલાવીને સગીરા સાથે દુષકૃત્ય આચર્યું હતું. જેથી દમણ પોલીસે સગીરાનું નેવેદન નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

મહારાષ્ટ્ર સહિતના ઉપરવાસમાં ભારે વરસાદની સાથે સંઘપ્રદેશ દાનહમાં પણ સતતવરસાદ પડવાને કારણે મધુબનડેમમાં પાણીની આવક વધતા 10 ...
23/07/2023

મહારાષ્ટ્ર સહિતના ઉપરવાસમાં ભારે વરસાદની સાથે સંઘ
પ્રદેશ દાનહમાં પણ સતતવરસાદ પડવાને કારણે મધુબન
ડેમમાં પાણીની આવક વધતા 10 દરવાજા 1.7મીટર સુધી
ખોલી 88 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે
જેને પગલે ખાનવેલથી દુધની તરફ જતા રસ્તા પર કરેણે
નદીમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે શેલટી ખાડીપાડાનો
નવનિર્મિત પુલ તુટી પડતા 10થી વધુ ગામના લોકો સંપર્ક
વિહોણા બની ગયા છે. આ ગામના લોકોએ રાંધા ગામ
થઈને ફરીને જવાનો વારો આવ્યો હતો.
જોકે રાંધા ગામે પણ નદી પરના પુલ પરથી પાણીનો પ્રવાહ
વધવાને કારણે પગપાળા કે, વાહન લઈને જવામાં જીવનું
જોખમ હોવાથી 10 ગામના લોકોની હાલત જાયે તો જાયે
કહા જેવી થઇ ગઇ છે. શનિવારે સવારે 8 કલાકે પુરા થતા
24 કલાકમાં સેલવાસમાં 150.8એમએમ( 6 ઇંચ) વરસાદ
પડ્યો છે. ખાનવેલમાં 202.8 એમએમ( 8 ઇંચ) વરસાદ
પડ્યો છે.
આ સાથે સિઝનનો કુલ વરસાદ સેલવાસમાં 1583.6
એમએમ (62.35 ઇંચ) અને ખાનવેલમાં 1356.1
એમએમ (53.39 ઇંચ) થયો છે. મધુબન ડેમમાં પાણીની
સપાટી 71.40 મીટર છે. ડેમમાં પાણીની આવક 58279
ક્યુસેક છે અને પાણીની જાવક 83991 ક્યુસેક છે.

વલસાડ શહેરના ગોલવાડમાં બંધ મકાનમાં બારીતોડી પ્રવેશ કરવા જતાં 2 ચોરટાને સ્થાનિક યુવાનોએ જોઇ લેતાં મેથીપાક આપી પોલીસને સુપ...
23/07/2023

વલસાડ શહેરના ગોલવાડમાં બંધ મકાનમાં બારી
તોડી પ્રવેશ કરવા જતાં 2 ચોરટાને સ્થાનિક યુવાનોએ જોઇ લેતાં મેથીપાક આપી પોલીસને સુપરત કરી દીધા હતા.યુવાનોની સતર્કતાના કારણે ચોરીનો પ્રયાસ નિષ્ફળ થયો હતો. વલસાડના મોટાબજાર પાસે આવેલા ગોલવાડમાં અંકુર રાણાના ઘરની બાજુમાં બંધ મકાન હતું.રહીશો કામકાજ માટે બહાર ગયા હતા તે દરમિયાન બે ચોરટાઓ ભંગારની લારી લઇને મહોલ્લામાં આવ્યા હતા.બપોરના સુમારે સુમસામ મહોલ્લો હોવાથી આ ચોરટાઓ મકાનના વેન્ટિલેશનની બારી કોઇ સાધન વડે તોડી ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે દરમિયાન સ્થાનિક યુવાનોએ જોઇ લેતાં આ ઇસમો ભાગવા મંડ્યા હતા,પરંતું યુવાનોએ તેમને દોડીને પકડી પાડયા હતા.આસપાસના લોકોએ થોડો મેથીપાક આપી સિટી પોલીસને જાણ કરતા પોલીસ જીપ લઇને સ્થળ પર આવી પહોંચ્યા બાદ બંન્નેને સોંપી દેવાયા હતા.આ ચોર ઇસમો ભંગારની લારી લઇને મહોલ્લામાં આવ્યા હતા ત્યારે તેમની લારીમાં એક લોખંડનો હથોડો મળી આવ્યો હતો.પરંતું સ્થાનિકોની સતર્કતાને લઇ ચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવી દીધો હતો.

વલસાડ જિલ્લાના અતિચકચારિત એવા વાપી તાલુકાભાજપના ઉપાધ્યક્ષની હત્યાના 70 દિવસ પછી 19લાખની સોપારી લઇને હત્યા કરનારા ત્રણ પૈ...
23/07/2023

વલસાડ જિલ્લાના અતિચકચારિત એવા વાપી તાલુકા
ભાજપના ઉપાધ્યક્ષની હત્યાના 70 દિવસ પછી 19
લાખની સોપારી લઇને હત્યા કરનારા ત્રણ પૈકી બે શાર્પ
શુટરને વલસાડ પોલીસે ઝારખંડના ધનબાદથી ટ્રાન્ઝિટ
વોરંટથી કબજો લઇ ધરપકડ કરી છે. 8મી મેની સવારે
વાપી નજીકના રાતાગામે રહેતા શૈલેશ પટેલ અને તેમની
પત્નીને સ્કોર્પિયો કારમાં મંદિરે દર્શનાર્થે લઇ આવ્યો હતો
ત્યારે બાઇક ઉપર આવેલા ત્રણ ઇસમોએ આડેધડ ફાયર
કરીને શૈલેશ પટેલની હત્યા કરીને ફરાર થઇ ગયા હતા.
આ કેસમાં વલસાડ પોલીસે અગાઉ હત્યાની સોપારી
આપનાર સહિત શાર્પશુટર સાથે મીડિયેટરની ભૂમિકા
ભજવનાર સહિત આઠ આરોપીની ધરપકડ કરી હતી.
વર્ષોથી ચાલતી આવતી અગંત અદાવત અને દુશ્માવટમાં
વેર વાળવા માટે રાતાના જ શરદ પટેલ ઉર્ફે સદિયો અને
તેમના બે ભત્રીજા વિપુલ ઇશ્વરભાઇ પટેલ અને મિતેશ
ઇશ્વરભાઇ પટેલ સહિત આઠ આરોપીની ધરપકડ કરવામાં
આવી હતી. 19 લાખની સોપારી લઇને હત્યા કરનારી
ઉત્તરપ્રદેશ - ઝારખંડની ડી-16 ગેંગના ત્રણ શાર્પ શુટર પૈકી
બે દિનેશ મોતીચંદ ગૌડ અને વૈભવ હરીરામ યાદવ બંને
રહે. આઝમગઢ, ઉત્તરપ્રદેશની ધનબાદથી ધરપકડ કરવામાં
આવી છે. જ્યારે હજી વધુ એક શાર્પ શુટર અજય
સીતારામ યાદવ વોન્ટેડ છે.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when VAPI to DAMAN posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share