Our Kutch

Our Kutch Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Our Kutch, Media/News Company, .

28/01/2024

Bihar Big Breaking: Major Political Shift in Bihar as CM Nitish Kumar Resigns

Chief Minister Nitish Kumar has officially stepped down from his position, submitting his resignation to the Governor at Raj Bhavan. Nitish Kumar is expected to take the oath as Bihar's Caretaker Chief Minister at 4 pm today, with BJP President JP Nadda likely to be present at the swearing-in ceremony.

મુખ્યમંત્રી પદેથી નીતિશનું રાજીનામુ

બિહારના રાજકારણમાં મોટો બદલાવ આવ્યો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાજભવન ખાતે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું છે. નીતિશ કુમાર આજે સાંજે 4 વાગ્યે બિહારના કેરટેકર સીએમ તરીકે શપથ લઈ શકે છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા શપથ ગ્રહણમાં હાજરી આપી શકે છે.

28/01/2024

Coast Guard Super Heroes, Midsea Helicopter Rescue of Injured Fisherman

The Indian Coast Guard conducted a daring rescue of fisherman Makwana Manu Ala aboard IFB Siddheshwari, located approximately 40 km from Dwarka. Manu Ala suffered severe injuries while handling a fishing net, with steel wires entangled around his ankle, nearly severing his right leg above the ankle. Responding swiftly, the Indian Coast Guard deployed an ICG Advanced Light Helicopter from the ICG Air Enclave Porbandar to airlift the patient. The injured fisherman was transported to ICG District Headquarters-15, Okha, for further medical attention.

મધદરિયે ઘાયલ માછીમારનું હેલિકોપ્ટર વડે રેસ્ક્યૂ

ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા દ્વારકાથી લગભગ 40 કિમી દૂર દરિયામાં IFB સિધ્ધેશ્વરી જહાજમાં સવાર એક માછીમારને બચાવવા આવ્યા હતા. દરિયામાં માછીમારી જાળ સંભાળતી વખતે મકવાણા મનુ આલાને ગંભીર ઇજાઓ થઈ હતી. ફિશિંગ નેટના સ્ટીલના તાર ખેચાવાને કારણે તેના પગની ઘૂંટીની આસપાસ ફસાઈ ગયા હતા અને તેનો જમણો પગ ઘૂંટીના ભાગથી લગભગ કપાઈ ગયો હતો.Iસંદેશો મળતા ભારતીય કોસ્ટ ગાર્ડ એક્શનમાં આવ્યું અને ICG એર એન્ક્લેવ પોરબંદરે બચાવ માટે ઝડપથી ICG એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર વડે ટીમ ઘટનાસ્થળે પહોંચીને, દર્દીને હેલિકોપ્ટરમાં બેસાડીને ICG ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર-15, ઓખા લઈ જવામાં આવ્યો હતો.

Source X

Millenials, don't worry cause we got you covered! Here are some popular Gen-Z slangs from 2023: decoded!
28/01/2024

Millenials, don't worry cause we got you covered! Here are some popular Gen-Z slangs from 2023: decoded!

સુડધ્રો ગામને જોડતા જર્જરિત બ્રિજની મરામત ક્યારે ?અબડાસા તાલુકાના નાની અને મોટી સુડધ્રો ગામને જોડતો બ્રિજ  હવે ભયજનક જણા...
27/01/2024

સુડધ્રો ગામને જોડતા જર્જરિત બ્રિજની મરામત ક્યારે ?

અબડાસા તાલુકાના નાની અને મોટી સુડધ્રો ગામને જોડતો બ્રિજ હવે ભયજનક જણાય રહ્યો છે.લાંબા સમયથી બ્રિજની હાલત બિસ્માર સ્થિતિમાં છે. અનેક વખત રજૂઆત છતાં તંત્ર દ્વારા અસરકારક પગલાં ભરવામાં આવ્યા નથી. હાલ સત્વરે સમારકામ કરવામાં આવે એવી અબડાસા તાલુકા પંચાયતના ઉપપ્રમુખે રજુઆત કરી છે.

27/01/2024

Global Echo of Jai Shri Ram

A heartwarming video surfaces on social media as a Gujarati youth, receiving his degree abroad, chants 'Jai Shri Ram' during the graduation ceremony. The powerful resonance of Sanatan Dharma and cultural pride spreads joy, showcasing the enduring spirit of tradition among Gujaratis worldwide. The young man's name is Megh Barot, he lives in and studies in the University of Leicester. When it was his graduation ceremony, he gained worldwide popularity by taking the name of Jai Shri Ram on stage.

વિદેશમાં પણ જયશ્રી રામ... ની ગૂંજ

વિશ્વના ખૂણે ખૂણે વસતા ગુજરાતીઓ આપણી પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર જરૂરથી કરે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં જોઈ શકશો કે એક યુવાન ગ્રેજ્યુએશન સેરમનીમાં જ્યારે પોતાની ડિગ્રી લેવા જાય છે, ત્યારે તે જય શ્રી રામ નો નારો લગાવે છે. જે સાથે જ સમગ્ર હોલ શ્રી રામ નામથી ગુંજી ઉઠ્યો હતો. આમ, યુવાને સંસ્કૃતિ અને સનાતન ધર્મના પ્રચારની સાથોસાથ સૌને રામમય બનાવ્યાં હતા. યુવાનનું નામ મેઘ બારોટ છે, તે ઇંગ્લેંડમાં રહે છે તેમજ તે University of Leicester માં અભ્યાસ કરે છે. જ્યારે તેનું ગ્રેજ્યુએશન સેરમની હતું ત્યારે તેને સ્ટેજ પર જય શ્રી રામનું નામ લઈને વિશ્વ ફલકે લોકપ્રિયતા હાંસિલ કરી લીધી.

Source

ટ્રેલર પાછળ ડમ્પર ઘૂસી જતા બે ના ઘટના સ્થળે જ મોતસામખયાળી રાધનપુર નેશનલ હાઈવે પરના ચિત્રોડ શિવલખા વચ્ચેના માર્ગે ગત રાત્...
27/01/2024

ટ્રેલર પાછળ ડમ્પર ઘૂસી જતા બે ના ઘટના સ્થળે જ મોત

સામખયાળી રાધનપુર નેશનલ હાઈવે પરના ચિત્રોડ શિવલખા વચ્ચેના માર્ગે ગત રાત્રે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં આગળ જતા ટ્રેલરની પાછળ પૂરપાટ જતું ડમ્પર ઘૂસી જતા 2 યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. ગાગોદર પોલીસે કાયદેસરની કાર્યવાહી તપાસ હાથ ધરી છે.

26/01/2024

From the historic roots of the Constitution to the grand parade in New Delhi, Republic Day is a celebration of , , and .

Happy Republic Day!

26/01/2024

કર્તવ્ય પથ કચ્છના 'ધોરડો'ની ઝાંખીએ જમાવ્યું આક્રર્ષણ

75 માં ગણતંત્ર દિવસની પરેડમાં કર્તવ્ય પથ ખાતે ગુજરાતની ઝાંખી કચ્છનું સૌથી શ્રેષ્ઠ વિલેઝ 'ધોરડોની ઝાંખીએ અનેરું આક્રર્ષણ જગાવ્યું હતું, ગુજરાતના કચ્છનું બોર્ડર ટુરીઝમનું વૈશ્વિક ચિહ્ન' થીમ પર રજુ કરવામાં આવેલ ઝાંખી જોઈ કર્તવ્ય પથ પર પણ લોકો મંત્ર મુગ્ધ નજરે પડયા હતા.

કચ્છ ભૂકંપની 23મી વરસી આજે 26 જાન્યુઆરી,દેશ ગણતંત્ર દિવસની દેશદાઝ સાથે ભવ્ય ઉજવણી કરી રહ્યું છે,અને આજથી 23 વર્ષ પહેલા પ...
26/01/2024

કચ્છ ભૂકંપની 23મી વરસી

આજે 26 જાન્યુઆરી,દેશ ગણતંત્ર દિવસની દેશદાઝ સાથે ભવ્ય ઉજવણી કરી રહ્યું છે,અને આજથી 23 વર્ષ પહેલા પણ આ જ ગણતંત્ર દિવસના દિને ગુજરાતના કચ્છમાં એક ગોજારી ઘટના બની,કચ્છમાં ભયાનક ભૂકંપે દેશ સાથે આખી દુનિયાને હલબલાવી મૂક્યું હતું,ત્યારે આ ભયાનક ભૂકંપને આજે 23 વર્ષ થયા અને આજે પણ ભૂકંપના અવાર નવાર આવતા ભૂકંપના આંચકાઓ કચ્છવાસીઓને ભૂંકપની પીડા ભૂલવા દેતા નથી,આજે કચ્છમાં ગણતંત્ર દિવસની ઉજવણી વચ્ચે ભૂકંપના હતભાગીઓને પણ યાદ કરી શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

Corruption Scandal Unveiled: Woman Sarpanch, Family Members Caught Accepting BribeSarpanch Geeta Dehlaji Solanki, along ...
26/01/2024

Corruption Scandal Unveiled: Woman Sarpanch, Family Members Caught Accepting Bribe

Sarpanch Geeta Dehlaji Solanki, along with her husband, son, and nephew, all from Chhatrala Gram Panchayat in Disa Taluka, Banaskantha District, were apprehended by ACB. They were found accepting a bribe of Rs. 40,000 in connection with a bill for the completion of an R.C.C. road worth Rs. 5,00,000.

મહિલા સરપંચ, પતિ, દીકરો, ભત્રીજો લાંચ લેતા ઝડપાયા

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની છત્રાલા ગ્રામ પંચાયતના સરપંચ ગીતા દેહળાજી સોલંકી, સરપંચના પતિ દેહળાજી મોબતાજી સોલંકી, સરપંચનો દીકરો વિક્રમસિંહ દેહળાજી સોલંકી અને સરપંચના ભત્રીજા જયપાલસિંહ શાંતીજી સોલંકી રૂા.૪૦,૦૦૦/-ની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાતા ચકચાર મચી છે. ફરિયાદીએ છત્રાલા ગ્રામ પંચાયતનું આર સી.સી.રોડનું રૂ. 5,00,000 નું કામ પૂરું કર્યું હતુ, જેના બિલનાં નાણાંનો ચેક ફરિયાદી લેવા જતા આ લાંચ માંગી હતી.

source:

26/01/2024

Wishing you a Happy Republic Day filled with pride, patriotism, and the joy of being an Indian. Let's cherish the values of our Constitution and work towards a stronger, more inclusive India.

કચ્છમાં ધાડ..વૃધ્ધ દંપતી પર હુમલો કરી લૂંટ કચ્છમાં વધી રહેલ ગુનાખોરીએ પોલીસની ઉંઘ ઉડાડી મૂકી છે,કચ્છમાં દિન પ્રતિદિન ચોર...
25/01/2024

કચ્છમાં ધાડ..વૃધ્ધ દંપતી પર હુમલો કરી લૂંટ

કચ્છમાં વધી રહેલ ગુનાખોરીએ પોલીસની ઉંઘ ઉડાડી મૂકી છે,કચ્છમાં દિન પ્રતિદિન ચોરી,લૂંટ ઠગાઈ જેવી ઘટનાઓ બની રહી છે,ત્યારે અંજારના પૉશ વિસ્તારમાં જૈન કોલોનીમાં મોડીરાત્રે દરવાજો તોડીને ઘરમાં ઘૂસેલાં બે લૂંટારૂઓએ આતક મચાવ્યો હતો,લૂંટારૃઓએ વૃદ્ધ દંપતી પર છરીથી હુમલો કરી સોનાની બે બંગડી લૂંટી લીધી હતી,ઘટનાની જાણ થતા જ પોલીસ દોડતી થઇ હતી,પોલીસે ગુનો નોંધી લૂંટારૂઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

ખનીજ ચોરી સામે તંત્રની લાલઆંખ...કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં વધી રહેલ ખનીજ ચોરી સામે તંત્રે લાલઆંખ કરી છે, ઢોરી-કુનરિયા ર...
25/01/2024

ખનીજ ચોરી સામે તંત્રની લાલઆંખ...

કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં વધી રહેલ ખનીજ ચોરી સામે તંત્રે લાલઆંખ કરી છે, ઢોરી-કુનરિયા રોડ પર આવેલી સરકારી જમીનમાં ખનિજચોરો બેફામ બની માટી ઉસેડતા હોવાની ફરિયાદ પ્રાંત અધિકારીને મળતા ખાન ખનીજ વિભાગે દરોડા પડયા હતા જેમાં 3 ડમ્પર અને 2 લોડર કબ્જે કરવામાં આવ્યા હતા સ્થળ પર ખનીજચોરીનો મોટો ખાડો જોવા મળતા ખાણ ખનિજ વિભાગે તપાસ હાથ ધરી છે.હવે આરટીઓમાંથી ડેટા મંગાવી માલિકો સુધી પહોંચી દંડ ફટકારાશે તેમ જાણવા મળ્યું છે.

કચ્છી વાદ્ય ‘સંતાર’ના સૂરોથી જ મંગળધ્વનીનો શુભારંભ25 રાજ્યોના કલાકારોએ અયોધ્યા ખાતે 22મી જાન્યુઆરીએ રામ મંદિર મૂર્તિ પ્ર...
25/01/2024

કચ્છી વાદ્ય ‘સંતાર’ના સૂરોથી જ મંગળધ્વનીનો શુભારંભ

25 રાજ્યોના કલાકારોએ અયોધ્યા ખાતે 22મી જાન્યુઆરીએ રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનાં સામુહિક ‘મંગળધ્વની’ કાર્યક્રમમાં કર્યો હતો જેમાં સૌ કચ્છી વાદ્ય ‘સંતાર’ના સૂરોથી જ મંગળધ્વનીનો શુભારંભ કરાવ્યો હતો ત્યારે કચ્છી સંતાર’ના સૂરો રેલાવનાર વેરશી મારવાડાએ એજણાવ્યું હતું કે.એ ક્ષણ ભીરંડિયારાથી લઇને મારવાડા સમાજ અને સમસ્ત કચ્છ અને ગુજરાતના પરંપરાગત લોકવાદ્યોનાં ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાતા ગર્વની લાગણીની અનુભૂતિ થાય છે.

24/01/2024

Ayodhya Rising: Witness the historic transformation as India invests $4.5 billion in the holy city, set to welcome the grand inauguration of Ram Mandir on 22nd!

Explore the booming tourism and real estate, inspired by iconic cities worldwide.

"

નિર્જન ટાપુઓ પર પ્રતિબંધના જાહેરનામાના અમલ માટે મરિન પોલીસ એક્શનમાં કચ્છ જિલ્લાના માનવ રહિત દરિયાઈ ટાપુઓ પર પોલીસની પકડ ...
24/01/2024

નિર્જન ટાપુઓ પર પ્રતિબંધના જાહેરનામાના અમલ માટે મરિન પોલીસ એક્શનમાં


કચ્છ જિલ્લાના માનવ રહિત દરિયાઈ ટાપુઓ પર પોલીસની પકડ વધુ મજબૂત બને તથા ગુનાહિત પ્રવૃત્તિઓને ડામી શકાય તે હેતુથી કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના 21 ટાપુઓ જ્યાં માનવ વસવાટ નથી તે નિર્જન ટાપુઓ પર મંજૂરી સિવાય અવર જવર પર પ્રતિબંધ લગાવાયો છે.જાહેરનામા અંગે જખૌ મરીન પોલીસ દ્વારા બંદર આસપાસના લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

શિવમનું અંગદાન કચ્છમાં શિવમ નામના 15 વર્ષના કિશોરને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યો હતો,કિશોરના મોતથી પરિવાર આઘાતમાં હતો જ...
24/01/2024

શિવમનું અંગદાન

કચ્છમાં શિવમ નામના 15 વર્ષના કિશોરને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યો હતો,કિશોરના મોતથી પરિવાર આઘાતમાં હતો જોકે માતાપિતાએ તેના અંગોનું દાન કરવાની પહેલ કરી શિવમને નયમાં જીવંત રાખવાનો પ્રેરણાદાયક પ્રયાસ કર્યો હતો,શિવમના અંગદાન થકી પાંચ લોકોને નવજીવન મળ્યું છે.

Election Commission Clarifies Viral Circular on Lok Sabha Election DateThe Election Commission has addressed concerns ar...
24/01/2024

Election Commission Clarifies Viral Circular on Lok Sabha Election Date

The Election Commission has addressed concerns arising from a circulated circular issued by the Delhi Election Commission. Questions were raised about the possibility of Lok Sabha elections on April 16, 2024. The Election Commission clarified that the mentioned date was part of the planning context for the movement of officers and has not confirmed the actual election date, which is yet to be determined.

લોકસભા ચૂંટણી માટે હજુ વાસ્તવિક તારીખની પુષ્ટિ નથી થઈ

વાયરલ સર્ક્યુલર મુદ્દે ચૂંટણી પંચએ સ્પષ્ટતા કરી છે.દિલ્હી ચૂંટણી પંચ તરફથી જાહેર એક સર્ક્યુલર મુદ્દે મીડિયામાં કેટલાક સવાલ ઊભા થયા છે. તેમાં પૂછવામાં આવી રહ્યું છે કે, શું 16 એપ્રિલ 2024 લોકસભા ચૂંટણીની સંભવિત તારીખ છે? આ અંગે સ્પષ્ટતા કરાઈ છે કે, આ તારીખનો ઉલ્લેખ માત્ર અધિકારીઓ માટે ચૂંટણી પંચની ચૂંટણી યોજના અનુસાર ગતિવિધિની યોજના બનાવવાના 'સંદર્ભ'માં કરાયો હતો. આ નોટિફિકેશન દિલ્હીના તમામ 11 જિલ્લા ચૂંટણી અધિકારીઓને જાહેર કરાયું હતું. લોકસભા ચૂંટણી માટે વાસ્તવિક તારીખની હજુ પુષ્ટિ થઈ નથી

24/01/2024

Tejaswini Vidhanesh' Inaugurated at Gujarat Vidhan Sabha on National Girl Child Day

In a historic moment, the 'Tejaswini Vidhanesh' assembly took place at Gujarat Vidhan Sabha, Gandhinagar, marking the first-of-its-kind event. Chief Minister Bhupendra Patel inaugurated the assembly, where daughters assumed management responsibilities within the legislative house. Chaired by Assembly Speaker Shankarbhai Chaudhary, this unique session addresses a spectrum of crucial issues affecting children, including birth, education, health, nutrition, safety, security, and leadership development. The 'Tejaswini Vidhanesh' is a collaborative effort between the Women and Child Development Department and the Ganesh Vasudev Mavlankar Parliamentary Studies and Training Bureau, organized in celebration of 'National Girl Child Day'.

વિધાનસભા ખાતે પ્રથમ વખત તેજસ્વીની વિધાનસભાનું આયોજન

રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે 'તેજસ્વીની વિધાનસભા' ગુજરાત વિધાનસભા, ગાંધીનગર ખાતે યોજાઈ છે. વિધાનસભા ગૃહમાં સમગ્ર સંચાલન દીકરીઓ કરી રહી છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાનાર તેજસ્વિની વિધાનસભાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ઉદ્ધાટન કર્યું હતું. આ તેજસ્વિની વિધાનસભામાં દિકરીઓના જન્મ, શિક્ષણ, આરોગ્ય, પોષણ તથા સલામતી, સુરક્ષા અને નેતૃત્વના વિકાસ જેવા દિકરીઓને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો, ગુજરાત વિધાનસભાના સંયુક્ત ઉપક્રમે “રાષ્ટ્રીય બાલિકા દિવસ' નિમિત્તે ‘તેજસ્વિની વિધાનસભા’નું આયોજન કરવામાં આવ્યું છે.

source:

Video: X

અંજાર હત્યાંકાંડના આરોપીઓ ઝડપાયા કચ્છના અંજાર તાલુકાના મીઠા પસવારિયાના વાડી વિસ્તારમાં રાણાભાઈ વીરાની નિર્મમ હત્યા થઇ હત...
24/01/2024

અંજાર હત્યાંકાંડના આરોપીઓ ઝડપાયા

કચ્છના અંજાર તાલુકાના મીઠા પસવારિયાના વાડી વિસ્તારમાં રાણાભાઈ વીરાની નિર્મમ હત્યા થઇ હતી આ હત્યા પ્રકરણમાં નાસતા-ફરતા ત્રણેય આરોપીઓને હવે પોલીસે પકડી પાડયા હતા.રાપરના ડેડરવા રોડ ઉપર પોલીસે નાકાબંધી કરી વોચમાં હતી દરમ્યાન આ ત્રણેય આરોપી નજરે પડતાં ત્રણેયને પકડી પાડી અંજાર પોલીના હવાલે કર્યા હતા.

પ્રભારી મંત્રીની ભુજમાં સમીક્ષા બેઠક રાજ્ય કક્ષાના મંત્રી  તથા પ્રભારી મંત્રી પ્રફુલભાઇ પાનસેરિયાએ ભુજ કલેક્ટર કચેરી ખાત...
24/01/2024

પ્રભારી મંત્રીની ભુજમાં સમીક્ષા બેઠક

રાજ્ય કક્ષાના મંત્રી તથા પ્રભારી મંત્રી પ્રફુલભાઇ પાનસેરિયાએ ભુજ કલેક્ટર કચેરી ખાતે વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં ધારાસભ્યોના પ્રશ્નો સાંભળવા સાથે વિવિધ વિભાગની કામગીરી, પ્રગતિ હેઠળના કામ, સૂચિત કામ સહિતની કામગીરીની સમીક્ષા કરી હતી.અધિકારીઓને કચ્છના વિકાસમાં સહભાગી થવા તેમજ પીવાનાં પાણીની ચોરી અટકાવવા, દબાણ, સ્વચ્છતા સહિતના પ્રશ્નો પર કડક વલણ અપનાવીને કાર્યવાહી કરવા તાકીદ કરી હતી.

Gujarat CM Bhupendra Patel to Host 'Swagat' Online Grievance Redressal ProgramChief Minister Bhupendra Patel will chair ...
24/01/2024

Gujarat CM Bhupendra Patel to Host 'Swagat' Online Grievance Redressal Program

Chief Minister Bhupendra Patel will chair the state-level "Swagat" online public grievance redressal on January 25 at 12:30 PM. The event, held at Swarnim Complex-2, will provide with an opportunity to present their grievances to the Chief Minister's Public Relations Unit.

મુખ્યમંત્રીનો ‘સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઓનલાઈન જન ફરિયાદ નિવારણનો જાન્યુઆરી મહિનાનો રાજ્ય કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તારીખ 25 જાન્યુઆરીના રોજ બપોરે સાડા બાર કલાકે યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં સ્વર્ણિમ સંકુલ-2, મુખ્યમંત્રી જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે

26 જાન્યુઆરએ ગોઝારા ભૂકંપના 23 વર્ષ પુરા થશે..આગામી 26મી જાન્યુઆરીના દિવસે કચ્છની ધરતી પર આવેલ ભૂકંપને 23 વર્ષ પૂર્ણ થશે...
24/01/2024

26 જાન્યુઆરએ ગોઝારા ભૂકંપના 23 વર્ષ પુરા થશે..

આગામી 26મી જાન્યુઆરીના દિવસે કચ્છની ધરતી પર આવેલ ભૂકંપને 23 વર્ષ પૂર્ણ થશે,ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે "સ્મૃતિવન, અન અનપેરેલલ્ડ એપોથિઓસિસ ઓફ કોમેમોરેશન ટુ 2001 વિક્ટીમ્સ ઓફ ગુજરાત અર્થક્વેક" પુસ્તકનું ગાંધીનગરમાં વિમોચન કર્યું હતું. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી-જી.એસ.ડી.એમ.એ દ્વારા આ કોફીટેબલ બૂક પ્રકાશિત કરવામાં આવી છે.

23/01/2024

Culinary Clash in Delhi! Moti Mahal vs. Daryaganj - A Butter Chicken Battle in the Delhi High Court!

23/01/2024

Magic behind the camera:
Ditch the ordinary, embrace DhanushVibesinary! Dive headfirst into 'Captain Miller' with Dhanush. This reel will ignite your soul with freedom's fire, epic action, and a love story that sizzles. ‍ Hit play and get ready to be blown away!

કચ્છના સંતોએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી આયોધ્યામાં ગઈકાલે યોજાયેલ ભવ્ય રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહો...
23/01/2024

કચ્છના સંતોએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી

આયોધ્યામાં ગઈકાલે યોજાયેલ ભવ્ય રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કચ્છના સંતો અગ્રણીઓ પણ પહોંચ્યા હતા.કચ્છના સંતોને અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આમંત્રણ મળ્યું હતું જેથી સંતો અવધપુરી પહોંચી આ દિવ્ય મહોત્સવમાં ભાગીદાર બન્યા હતા.જાણવા મળ્યા મુજબ કચ્છમાંથી 14 જેટલા સંતો અયોધ્યા પહોંચ્યા હતા.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Our Kutch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share