Vanraj News

Vanraj News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vanraj News, Media, .

16/06/2023

રાજુલા તાલુકાના મોરંગી ગામે ઓચીતી બપોર ના ચાર વાગ્યા ની આસપાસ પવન ની ડમરી વંટોળ આવતા અનેક કાચા મકાન ની લિવાલો ધરાસય આસરે (50) (પસાષેક) કમાન ના નળીયા છાપરા પતરા ઊડ્યા અને પાસ થી છ વ્યક્તિ ને સામાન્ય ઈજા પણ થયેલ અને અનેક ના અનાજ કઠોળ રાસન કરીયાણા સીધા સામગ્રી પલળિ ગયેલ વરસાદ સતત ચાલુ હોવાથી લોકો ની કફોડી હાલત મોરંગી ગામના સરપંચ ભાણજીભાઈ રાઠોડ તેમજ ઊપ સરપંચ રાકેશભાઈ શિયાળ તેમજ મહેશ ભાઈ રાઠોડ તેમજ તેમજ ચેવાભાવી યુવાનો બનાવ સ્થળે દોડી ગયા અને જરુરી મદદે લાગી ગયા આ બનાવ ની જાણરાજુલા તાલુકા વિકસ અધીકારી શ્રી હીતેશભાઈ પરમાર ને થતા TDO દ્ધારા વેગડાભાઈ તેમજ પ્રતીકભાઈ કાલસરીયા so વીગેરે બચાવકામગીરી માટે રવાના કરેલ અને ડુંગર પોલીસ ને પણ આ બાબતે જાણ થતા ડુગર પોલીસ સ્ટેશન ના PSI શ્રી એ મોરંગી જઈ જરૂરિ મદદ કરેલ તેમજ આ બનાવ ની જાણ રાજુલા પ્રાત અધીકારી શ્રી વાળા સાહેબ ને તેમજ રાજુલા મામલતદાર સાહેબ ને થતા બચાવકામગીરી ની ટુકડી ને રવાના કરેલ આ પવન ની ડમરી થી મોટી કોઈ જાની થયેલ નથી તેવુ જાણવા મળેલ રીપૉટ આતાભાઈ વાઘ

13/07/2022

અખબારી યાદી.... તા.13/07/2022

*ગુરુપૂર્ણિમા નાં પાવન પ્રસંગે ભાલકા તીર્થ ક્ષેત્રમા આવેલ નિરાલી ખોડિયાર મંદિર ઉદાસીન આશ્રમના મહંત શ્રી બજરંગદાસ બાપુના આશીર્વાદ મેળવતા કોંગ્રેસ અગ્રણી ભગુભાઈ વાળા...*

ભારતીય સંસ્કૃતિમા ગુરુનું અનેરું મૂલ્ય છે ગુરુને ગોવિંદની સમકક્ષ ગણવામાં આવ્યા છે આવા ગુરુ પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરવા ભાલકા તીર્થ ક્ષેત્રમાં આવેલ નિરાલી ખોડિયાર મંદિર ઉદાસીન આશ્રમની ખાસ મુલાકાત લઈ ગુરુ પૂજા અર્ચના પાદુકા પૂજન જલાભિષેક સહિતનો આસ્થાભેર લાભ લઈ આશ્રમના મહંત એવા શ્રી મહા મંડલેશ્વર સ્વામી બજરંગદાસ ઉદાસીન નિર્વાણ બાપુને પુષ્પમાળા અર્પણ કરી શાલ ઓઢાડી સન્માન કરી આશીર્વાદ મેળવ્યા હતા આ તકે અમદાવાદ આશ્રમ નાં મહિલા મહંત એવા સાધ્વી અગ્નીશિખાજી પણ ખાસ ઊપસ્થિત રહિયા હતા મહા પ્રસાદ બાદ કોંગ્રેસ અગ્રણી ભગુભાઈ વાળાએ આ આશ્રમની સુવિધાઓ જેવી કે સત્સંગ હોલ, સંત નિવાસ, સેવક નિવાસ, ભોજનાલય, યજ્ઞકુંડ સહિતની જગ્યાનું નિરીક્ષણ કરી વરસતા વરસાદમાં ભક્તિ ભર્યા વાતાવરણમાં આશ્રમના નેસર્ગીક વાતાવરણની અનુભૂતિ સાથે સસ્મિત ભાવ પ્રગટ કરેલ હતો અને આ આશ્રમ દ્વારા ભૂતકાળમાં થયેલ અનેક વિધ ધાર્મિક પ્રસંગો વિશે આશ્રમ નાં મહંત શ્રી બજરંગદાસ બાપુ પાસે થી જરૂરી માહિતી મેળવી આનંદિત થયાં હતા....આતાભાઇ વાઘ...

રાજુલા જાફરાબાદ ખાંભા ના લોક લાડીલા ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર ને ગુજરાર પ્રદેશ ના કાયૅકારી અધ્યક્ષ બનવા બદલ લાખ લાખ વાર...
09/07/2022

રાજુલા જાફરાબાદ ખાંભા ના લોક લાડીલા ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર ને ગુજરાર પ્રદેશ ના કાયૅકારી અધ્યક્ષ બનવા બદલ લાખ લાખ વાર અભીનંદન. સહ શુભેચ્છા... શુભેચ્છક.....આતાભાઇ વાઘ કથીવદર. ટપુભાઇ રામ ભેરાઇ.ભીખાભાઇ પીજર હડમતીયા .વીષ્ણુભાઇ શિયાળ.કથીવદર...નાગજીભાઇ બાભણીયા કથીવદર..

રાજુલા જાફરાબાદ ખાંભા ના લોક લાડીલા ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર ને તેમની કામ કરવા ની કળા કામ કરાવવા ની કળા ને બીજા આગળ થી...
08/07/2022

રાજુલા જાફરાબાદ ખાંભા ના લોક લાડીલા ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર ને તેમની કામ કરવા ની કળા કામ કરાવવા ની કળા ને બીજા આગળ થી કામ કઢાવવા ની આવડત અને તેમની પ્રમાણીકતા અને તેમની નિષ્ઠા ના કારણે કોગ્રેસ પક્ષ દ્ધારા ભાઇ શ્રી અમરીશભાઈ ડેર ને ગુજરાત પ્રદેશ કાયૅકારી પ્રમુખતરીકે ની જવાબદારી સોપવા મા આવી છે ત્યારે સમગ્ર રાજુલા તાલુકા ની જનતા જનાદન તરફ થી ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર ને શુભકામના ઓ અને અભીનંદન ના ધોધ વષૉવી રહયા છે આગામી આવનાર દિવશો મા હવે કોગ્રેસપક્ષ ને વધુ ને વધુ મજબુત કરવા મા આવશે અને મજબુત થશે તેવુ લોક મુખે ચચૉઇ રહયુ છે..રીપૉટ આતાભાઇ વાઘ..

જીએચસીએલ ફાઉન્ડેશન વિક્ટર દ્વારા લોક સુખાકારીના અલગઅલગ પોજેકટ ચલાવામા આવેછે  જેમા હેલ્થ એજ્યુકેશન સ્કીલ ડેવલોપમેન્ટ તથા ...
30/06/2022

જીએચસીએલ ફાઉન્ડેશન વિક્ટર દ્વારા લોક સુખાકારીના અલગઅલગ પોજેકટ ચલાવામા આવેછે જેમા હેલ્થ એજ્યુકેશન સ્કીલ ડેવલોપમેન્ટ તથા એગ્રિકલ્ચર તથા વરસાદી જળસંગ્રહ ભૂગર્ભ ટાંકા જેવા કાયૅક્રમ ચલાવા આવેછે તેમા આજરોજ કથીવદર પરા વિસ્તાર માં સ્નાન ઘાટ ફાળવવામાં આવ્યું હતું.
જેના પગલે આજરોજ સ્નાનઘાટનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું.જેમાં ઉપસ્થિતિ જી.એમ શ્રી જોશી સાહેબ સીએસઆર મેનેજર શ્રી રમેશભાઈ મકવાણા.સીએસઆર ઑફિસર ડૉ.રવિભાઈ સોલંકી પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર હિતેશભાઈ મકવાણા અને જીવાભાઈ મોરી તથા આંગણવાડી કાર્યકર બહેનોતેમજ ગામની મહિલાઓ,ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.કથીવદર ગ્રામજનો ની ઘણા સમય ની સ્નાન ઘાટ ની સમયથી માંગ હતી તે પણ‌ GHCL કંપની દ્ધારા મંજુર કરી આપવાથી કથીવદર ગ્રામજનો એ GHCL કંપની ના મનેજમેન્ટ નો આભાર માન્યો GHCL કંપની આવા તો વિકાસ ના કામ પોતાના ક્રાઈટ એરીયા મા હર હંમેશ કરતી જ આવી છે અને જરુરીયાત મુજબ ના વિકાસ ના કામો કરતી પણ રહેશે તેવુ ,GHCL કંપની ના મેનેજમેન્ટ દ્ધારા જણાવેલ છે..રીપૉટ.આતાભાઈ વાઘ

રાજુલા તાલુકા ના રામપરા ગામ નુ તેમજ રાજુલા સમસત આહીર સમાજ નુ  વધાયુ ગરૌવ...મારું નામ વાઘ ભીખાભાઇ દુલાભાઇ છે, મેં 2019 મા...
29/06/2022

રાજુલા તાલુકા ના રામપરા ગામ નુ તેમજ રાજુલા સમસત આહીર સમાજ નુ વધાયુ ગરૌવ...મારું નામ વાઘ ભીખાભાઇ દુલાભાઇ છે, મેં 2019 માં BE mechanical નો અભ્યાસ પૂર્ણ કરેલ છે જે પછી સરકારી નોકરી નીdx તૈયારી કરવા રાજકોટ ગયેલો પણ બદનાશીબે કોરોના જેવી મહામારી ને કારણે પાછુ ઘરે આવી જવું પડ્યું, પછી 2020 માં મેં પીપાવાવ પોર્ટ માં mechanical એન્જીનીર તરીકે એકાદ વર્ષ નોકરી કરી અને સાથે તૈયારી પણ શરુ રાખી અને ત્યારબાદ મેં રાજુલા પાણીપુરવઠ્ઠા માં નોકરી કરતા કરતા રાજુલા માંજ રહીને PSI/ASI ની તૈયારી શરુ રાખી અને સાથે કોન્સ્ટેબલ ની પણ પરીક્ષા આપી અને હાલ જે કોન્સ્ટેબલ નું પરિણામ જાહેર થયું તેમાં સમગ્ર ગુજરાત માં 71 માં નંબરે સફળ થયો અને હાલ મેં ASI/PSI ની મુખ્ય પરીક્ષા પણ આપી છે જેના પરિણામ ની રાહ જોવ છું જો કદાચ એમાં મેળ ના આવે તો કોન્સ્ટેબલ માં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવી ને દેશ ની સેવા માં જોડાવા ની ઈચ્છા ધરાવું છું....રીપૉટ..આતાભાઇ વાઘ.....

જય હિન્દ 🙏🏻

લોક સેવક સંઘ થોરડી ખાતે શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં પંચપર્વ કાર્યક્રમ યોજાયો.તા.17-6-22ના રોજ પંચપર્વ કાર્યક્રમનું આયોજન...
18/06/2022

લોક સેવક સંઘ થોરડી ખાતે શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં પંચપર્વ કાર્યક્રમ યોજાયો.
તા.17-6-22ના રોજ પંચપર્વ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અતિથિ વિશેષ તરીકે યુ.એસ.એ સ્થિત હિંમતભાઈ ટાંક ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિઓમાં શ્રીનારણભાઈ કાછડીયા સાંસદ-અમરેલી, શ્રીમહેશભાઈ કસવાળા ગુજરાત પ્રદેશ મંત્રીશ્રી-ભાજપ, શ્રી કૌશિક ભાઈ વેકરીયા પ્રમુખશ્રી અમરેલી જિલ્લા ભાજપ તથા શ્રી વિપુલભાઈ દુધાત, શ્રી રેખાબેન મોવલિયા તથા અન્ય ભાજપ અગ્રણીઓમાં શ્રી કાળુભાઈ વિરાણી, સુરેશભાઈ પાનસુરીયા, શ્રી દીપકભાઈ માલાણી, શ્રી પુનાભાઈ ગજેરા તથા અન્ય શૈક્ષણિક લોક શાળાઓ, સરકારી અધિકારીશ્રીઓ તથા ગ્રામજનો વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પંચપર્વ કાર્યક્રમમાં સ્વિમિંગ પુલનું ખાતમુર્હૂત અને ગોબરગેસ પ્લાન્ટનું ઉદ્ઘાટન શ્રી જીતુભાઈ વાઘાણી ના હસ્તે થયું હતું. શિક્ષણ સન્માન કાર્યક્રમ શ્રી હિંમતભાઈ ટાંક દ્વારા ટાંક ફેમીલી ફાઉન્ડેશન યુએસએ તરફથી ધોરણ 10-12 ના વિદ્યાર્થીઓને અને સિદ્ધિ ગૌરવ સન્માન એનાયત થયા હતા.
વાલી સંમેલનમાં વાલીઓએ પોતાના યોગ્ય પ્રતિભાવ આપ્યા હતા. પ્રવેશોત્સવ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓને કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યા હતા.
માન.શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી નારણભાઈ કાછડીયા અને શ્રી મહેશભાઈ કસવાળા સંસ્થાની કામગીરી અર્થે રાજીપો વ્યક્ત કર્યો હતો અને આર્થિક મદદ અને અન્ય રીતે મદદરૂપ થવાની વાત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કાંતિદાદા દ્વારા અને આભારવિધિ સંસ્થાના પ્રમુખ શ્રીનાનુભાઈ શિરોયા દ્વારા કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમમાં ઉદઘોષક તરીકેની ભૂમિકા શ્રી વિજયભાઈ મહેતા દ્વારા નિભાવવામાં આવી હતી. શાળાના સૌ શિક્ષકો ભાઈઓ-બહેનોને અને સૌ કર્મચારીગણની જહેમત થી સફળ રહ્યો હતો..રીપૉટ..આતાભાઇ વાઘ..

આજ રોજ રાજુલા તાલુકા ના ઉટીયા ગામે તારીખ.5/ મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ઊંટિયા ગામ ના સ્મશાન...(મોક્ષ ધામ) મા...
05/06/2022

આજ રોજ રાજુલા તાલુકા ના ઉટીયા ગામે તારીખ.5/ મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ઊંટિયા ગામ ના સ્મશાન...(મોક્ષ ધામ) માં ઉંટીયા ગામ ના સરપંચ તથા ઉંટિયા ગામ ના યુવાનો દ્વારા વૃ્ક્ષારોપણ કરી લોકો ને નવી રાહ સીધી.. રીપૉટ.આતાભાઇ વાઘ..

પોપટભાઈ ફાઉન્ડેશન દ્વારા અમરેલી જિલ્લા ના રાજુલા તાલુકા ના ગામડાની મુલાકાતે.રાજુલાના મોરંગી અને મોભિયાણા ગામે વૃદ્ધ માતા...
31/05/2022

પોપટભાઈ ફાઉન્ડેશન દ્વારા અમરેલી જિલ્લા ના રાજુલા તાલુકા ના ગામડાની મુલાકાતે.

રાજુલાના મોરંગી અને મોભિયાણા ગામે વૃદ્ધ માતાને રેશન કીટ વિતરણ કરી

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પોપટભાઈ લોકોની સેવા કરી રહ્યા છે જેમનું પોપટભાઈ ફાઉન્ડેશન નામનું ટ્રસ્ટ ચાલુ છે જેમની તમામ ટિમ જરૂરિયાત મંદ લોકોની સેવા કરે છે રોજની જેમ પોપટભાઈ ને એમના મિત્ર મોરંગીના એવા લિયાકતઅલી જલાલી વૃદ્ધ માતા ની જાણ થતાં તેમણે પોપટભાઈને ફોન દ્વારા માહિતી આપી, પોપટભાઈ અને તેમની ટીમ અને મોરંગીના સેવાભાવી એવા લિયાકતઅલી જલાલી, અનુપભાઈ જોશી, કવસરભાઈ જલાલી, વશરામભાઈ કાતરિયા, અલીભાઈ જલાલી, મનસુખભાઈ ઝિંઝાલા તેઓ મોરંગી અને મોભીયાણાના ગામના વૃદ્ધ માજીના ઘરે ગયા હતા માજી પોતાની હાલત જણાવતા જાતે મહેનત કરીને પોતાનું જીવનગુજરી રહ્યા છે માજીએ જણાવ્યું હતું કે આજુબાજુના લોકો એમને બનતી મદદ કરે છે ઘઉં અને ચોખા આજુબાજુના લોકો આપીને મદદ કરે છે.
વૃદ્ધ માજીને પોપટભાઈએ એક વર્ષની રેશન કીટ પણ માજીને આપી હતી અને વૃદ્ધ માજી એ પોપટભાઈ ને આશીર્વાદ આપ્યા હતા. અને ગામના સેવાભાવી દ્વારા પોપટભાઈ નો આભાર વ્યક્ત કર્યો.
પોપટભાઈ એ કહ્યું આજુબાજુ ક્યાંય આવા જરૂરિયાતમંદ લોકો જણાય તો અચૂક મદદ કરજો ઉપરવાળો રાજી થશે.રીપૉટ આતાભાઇ વાઘ...

આવતી કાલે રાજુલા તાલુકા  ના રાભડા  ગામના આહીર સમાજ ના આગેવાન  જોરૂભાઈ ભુકણ  ના લાડકવાયા ખુશાલ જોરુભાઈ. નો જન્મ દિવસ હોય ...
29/05/2022

આવતી કાલે રાજુલા તાલુકા ના રાભડા ગામના આહીર સમાજ ના આગેવાન જોરૂભાઈ ભુકણ ના લાડકવાયા ખુશાલ જોરુભાઈ. નો જન્મ દિવસ હોય 🎂🎂🎂🎂સગા સ્નેહી મિત્ર સકૅલ દ્ધારા ભાઇ ખુશાલ ને જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવી રહયા છે ભાઇ ખુશાલ હર હંમેશા તંદુરસ્ત રહે નીરોઞી રહે.તેવી શુભેચ્છા.... રીપૉટ આતાભાઇ વાઘ..

ડૉ.ડી.સી.મકવાણા ની ધારી "તાલુકા હેલ્થ ઓફિસર" તરીકે રેગ્યુલર પદે બઢતી.આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ...
26/05/2022

ડૉ.ડી.સી.મકવાણા ની ધારી "તાલુકા હેલ્થ ઓફિસર" તરીકે રેગ્યુલર પદે બઢતી.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા તા.૨૪/૫/૨૨ ના રોજ ૧૮૮ તબીબી અધિકારી વર્ગ -૨ની જાહેર હિતાર્થે બદલી કરવામાં આવી જેમા છેલ્લા ૫ વર્ષથી ખેરા મેડિકલ ઓફિસર તેમજ રાજુલા શહેરી આરોગ્ય અધિકારી તરીકે નિષ્ઠાથી ફરજ બજાવતા ખેડૂતપુત્ર ડૉ.ડી.સી.મકવાણાની કોરોના કાળમા સારી કામગીરી કરવા બદલ ધારી ખાતે રેગ્યુલર નિમણૂક તરીકે બઢતી આપવામા આવતા તેમની સેવાનો બહોળો લાભ હવે ધારી તાલુકાના લોકોને મળશે તેમજ સ્વભાવે સરળ એવા ડૉ.ડી.સી.મકવાણાના જણાવ્યા અનુસાર આગામી સમય દરમિયાન ધારી તાલુકાના લોકોની આરોગ્ય સુખાકારીમા વધારો થાય, લોકોને આરોગ્ય સેવાઓ સમયસર મળી રહે અને આરોગ્યની દૃષ્ટિએ ધારી તાલુકાને અગ્રેસર કરવા માટે લોકોના સાથ-સહકાર સાથે અથાગ પ્રયત્નો કરવા જણાવેલ...રીપૉટ.આતાભાઇ વાઘ

રાજુલા  તાલુકા  ના  કથીવદર ગામના  ઘનશયામ વાઘે આહીર સમાજ નુ વધાયુ  ગૌરવ....જાણવા મ ળતી વિગત મુજબ હાલ થોડા જ દિવશ પહેલા 12...
19/05/2022

રાજુલા તાલુકા ના કથીવદર ગામના ઘનશયામ વાઘે આહીર સમાજ નુ વધાયુ ગૌરવ....જાણવા મ ળતી વિગત મુજબ હાલ થોડા જ દિવશ પહેલા 12. સાઇનસ.નુ રીજટ આવયુ તેમા રાજુલા તાલુકા ના કથીવદર ગામના અભણ આહીર પરીવાર ના વાઘ સોમાભાઇ નગાજણભાઇ વાઘ ના સુ પુત્ર અને વિવિધ સામાજીક સંસ્થાઓસાથે જોડાયેલા તેમજ.પત્રકાર આતાભાઇ વાઘ ના કાકા ના દિકરા ઘનશ્યામભાઈ વાઘ બેલુર વિધ્યા લય મા રહી ને ધોરણ 12 મા અભ્યાસ કરી ને 98.88P.R.તેમજ.ગુજકેટ મા 96.88P.R મેળવી ને પોતાનુ તેમજ પોતાના સમગ્ર આહીર સમાજ નુ તેમજ બેલુર વિધ્યા લય નુ ગૌરવ વધાયુ.. ભાઇ ઘનશયામ વાઘે પોતાના મા બાપ સહપરીવાર નુ ને રાજુલા તાલુકા ના આહીર સમાજ તેમજ સવૅ સમાજ દ્ધારા અભીનંદન નો વરસાદ વરસાવી રહયા છે...અને પરમ‌ કૂપાળુ પરમાત્મા આપને ખુબ હોશીયારી પૂવૅક ભણી ને દરેક સીધી ઓ હાસલ કરી પ્રગતી ના શીખરો સર કરી આપની દરેક મનો કામના પૂણૅ કરો પ્રભુ પાછે પ્રાથૅના .,....રીપોટ.. આરાભાઇ વાઘ..

રાજુલા  તાલુકા  ના  કથીવદર ગામે  ચાલી  રહેલ શ્રી મદ ભાગવત કથા  મા શ્રૌતાજનો  નુ  ઘોડાપુર.. જાણવા મળતી વિગત મુજબ.રાજુલા ત...
12/05/2022

રાજુલા તાલુકા ના કથીવદર ગામે ચાલી રહેલ શ્રી મદ ભાગવત કથા મા શ્રૌતાજનો નુ ઘોડાપુર.. જાણવા મળતી વિગત મુજબ.રાજુલા તાલુકા ના કથીવદર ગામે ઓઝા પરીવાર દ્ધારા ચાલી રહેલ શ્રીમદ ભાગવત કથા ના પાચ મા દીવશે ભકત જનો હજારો માનવ મેદની કથા સાંભળવા નો લાભ લીધો.. આ .કથા ના પાચ દિવસ ની અંદર અનેક સાધુ સંતો મહતો વીદવાનો તેમજ દરેક સમાજ ના આગેવાનો અને ભકતજનો એ આ ચાલી રહેલ શ્રીમદભાગવત કથા સાંભળી ને ધન્ય તા અનુભવેલ આ કથા સાભળવા આવનાર સાધુ સંતો નુ યજમાન પરીવાર..દ્ધારા ભેટપુજા તેમજ શાલ અને ફુલ હાર પહેરાવી ને ઉમળકાભેર સ્વાગત કરવા મા આવે છે. આ. કથા ના પ્રથમ દિવશે ગામઠી રીત રીવાજ મુજબ શ્રી મદ ભાગવદ ભગવાન નુ તેમજ વકતા શ્રી ચંદ્રકાન્ત ભાઇ ઓઝા નુ તેમજ શિહોર મોઘીબા જગ્યા ના મંહત શ્રી જીણામજી મહારાજ નુ વાજતે ગાજતે ઢોલ નગારા ને બેન્ડ વગડાવી બળદગાડા ને ચણગારી ને તેના માફા મા બેસાડી સ્વાગત કરવામા આવેલ. કથા ના પાચ દિવશે માનવ મહેરામણ ઉમટી પડયો. કથીવદર ગામ. હાલ ભક્તિ ભય બની ગયુ હોય તેવી લાગી રહયુ છે આજ રોજ આ. કથા મા રાજુલા ના લોક લાડીલા ધારાસભ્ય શ્રી #અંબરીષભાઈ_ડેર કથા સાભળી ધનય યા અનુભવેલ યજમાર પરીવારશ્રી એ અમરીશભાઈ ડેર ને શાલ ઓઢાડી ને સનમાનીત કરેલ આવતી કાલ એટલે કે તારીખ 13/5/2022 નુ મહાપ્રસાદ ભોજન પણ ધારા સભ્ય શ્રી #અંબરીષભાઈ_ડેર દ્ધારા આપવા મા આવેલ આવી તો ઉદારતા તેમજ ભુદેવ પ્રતયે નો પ્રેમ લાગણી છે હવે પછી ના કથા ના દીવ સો મા હજુ શ્રૌતાજનો બહોળી સંખ્યા મા પધારી ને ધન્ય તા અનુભવશે.આ. તકે આ ઓઝા પરીવાર ના આગણે ચાલી રહેલ કથા મા આહીર સમાજે તન મન ને ધન થી ચેવા બજાવી રહયો યજમાન પરીવાર કથા શ્રવણ કરવા આવનાર તેમજ કથા મા ચેવા આપનાર બહુ ભકતજનો નો આભાર માની રહયા છે છે વકતા શ્રી ચંદ્રકાન્ત ભાઇ ઓઝા ના સ્વમુખેથી નીકળતા મધુર કંઠે શ્રીમદ ભાગવત ના અધયાય ની જ્ઞાન પીરસાઇ રહયુ છે ...‌રીપૉટ આતાભાઇ વાઘ

રાજુલા  તાલુકા  ના  કથીવદર ગામે  ચાલી  રહેલ શ્રી મદ ભાગવત કથા  મા શ્રૌતાજનો  નુ  ઘોડાપુર.. જાણવા મળતી વિગત મુજબ.રાજુલા ત...
10/05/2022

રાજુલા તાલુકા ના કથીવદર ગામે ચાલી રહેલ શ્રી મદ ભાગવત કથા મા શ્રૌતાજનો નુ ઘોડાપુર.. જાણવા મળતી વિગત મુજબ.રાજુલા તાલુકા ના કથીવદર ગામે ઓઝા પરીવાર દ્ધારા ચાલી રહેલ શ્રીમદ ભાગવત કથા ના ત્રીજા દીવશે ભકત જનો હજારો માનવ મેદની કથા સાંભળવા નો લાભ લીધો.. આ .કથા ના ત્રણ દિવસ ની અંદર અનેક સાધુ સંતો મહતો વીદવાનો તેમજ દરેક સમાજ ના આગેવાનો અને ભકતજનો એ આ ચાલી રહેલ શ્રીમદભાગવત કથા સાંભળી ને ધન્ય તા અનુભવેલ આ કથા સાભળવા આવનાર સાધુ સંતો નુ યજમાન પરીવાર..દ્ધારા ભેટપુજા તેમજ શાલ અને ફુલ હાર પહેરાવી ને ઉમળકાભેર સ્વાગત કરવા મા આવે છે. આ. કથા ના પ્રથમ દિવશે ગામઠી રીત રીવાજ મુજબ શ્રી મદ ભાગવદ ભગવાન નુ તેમજ વકતા શ્રી ચંદ્રકાન્ત ભાઇ ઓઝા નુ તેમજ શિહોર મોઘીબા જગ્યા ના મંહત શ્રી જીણામજી મહારાજ નુ વાજતે ગાજતે ઢોલ નગારા ને બેન્ડ વગડાવી બળદગાડા ને ચણગારી ને તેના માફા મા બેસાડી સ્વાગત કરવામા આવેલ. કથા ના ત્રિજા દિવશે માનવ મહેરામણ ઉમટી પડયો. કથીવદર ગામ. હાલ ભક્તિ ભય બની ગયુ હોય તેવી લાગી રહયુ છે હવે પછી ના કથા ના દીવ સો મા હજુ શ્રૌતાજનો બહોળી સંખ્યા મા પડધરી ને ધન્ય તા અનુભવશે.આ. તકે આ ઓઝા પરીવાર ના આગણે ચાલી રહેલ કથા મા આહીર સમાજે તન મન ને ધન થી ચેવા બજાવી રહયો યજમાન પરીવાર કથા શ્રવણ કરવા આવનાર તેમજ કથા મા ચેવા આપનાર બહુ ભકતજનો નો આભાર માની રહયા છે છે વકતા શ્રી ચંદ્રકાન્ત ભાઇ ઓઝા ના સ્વમુખેથી નીકળતા મધુર કંઠે શ્રીમદ ભાગવત ના અધયાય ની જ્ઞાન પીરસાઇ રહયુ છે ...‌રીપૉટ આતાભાઇ વાઘ

રાજુલા  તાલુકા  ના  કથીવદર ગામે તારીખ .8/5/22 ના  દિવશ થી મોહનલાલ જીવનલાલ ઓઝા ના આગણે પીત્રૂ ઓના મોક્ષાથૅ શ્રીમદભાગવત કથ...
06/05/2022

રાજુલા તાલુકા ના કથીવદર ગામે તારીખ .8/5/22 ના દિવશ થી મોહનલાલ જીવનલાલ ઓઝા ના આગણે પીત્રૂ ઓના મોક્ષાથૅ શ્રીમદભાગવત કથા નુ થશે સુંદર આયોજન.... ...જાણવા મળતી વિગત મુજબ રાજુલા તાલુકા ના કથીવદર ગામે આવતી તારીખ 8/5/22 થી ઓઝા પરીવાર ના આગણે શ્રીમદ ભાગવત કથા નુ ભવ્ય આયોજન..આ. કથા ના વક્તા શ્રી શંદ્રકાતભાઇ ઓઝા( સાદીપની વિધ્યાનિકેતન) ના શ્રી મુખે થી કથા નુ મધુર રસ પાન કરાવશે...આ અવસરે આ. વિસ્તાર ના દરેક સમાજ ના વડીલો એ. આગેવાનો એ તેમજ ભકતજનો એ આ ભગીરથી વહેતી ગંગા ડૂબકીમારવા અમારુ સમસ્ત ઓઝા પરીવાર નુ ભાવભયુ આમંત્રણ છે આ. તકે અનેક નામાધારી સાધુસંતો.કથાકારો..રાજકીય આગેવાનો આ કથા સાંભળવા પધારશે આ. કથા ના રસપાન બાદ ડેયલી મહાપ્રસાદ નુ પણ સુદર આયોજન કરવા મા આવેલ છે આ. કથા પધારવા મોહનલાલ જીવનલાલા ઓઝા આપ સવૉ પરીવાર ને આ ચાલી રહેલ કથીવદર ગામ ને આગણે ભગીરથી ગંગા મા પાવન થવા સમસ્ત ઓઝા પરીવાર આપ સવૅ ભક્ત જનો ને ઉમળકાભેર આમંત્રણ પાઠવે છે....રીપૉટ..આતાભાઇ વાઘ...

*"સ્પે. ખેલમહાકુંભ – 2022 માં શ્રી નિવાસી અંધવિદ્યાલય - થોરડીની ભવ્ય સફળતા"* ગત તા.29/04/2022 ના રોજ અમરેલી મુકામે સ્પોર...
30/04/2022

*"સ્પે. ખેલમહાકુંભ – 2022 માં શ્રી નિવાસી અંધવિદ્યાલય - થોરડીની ભવ્ય સફળતા"*

ગત તા.29/04/2022 ના રોજ અમરેલી મુકામે સ્પોર્ટ્સ એકેડેમી ઓફ ગુજરાત ગ્રાઉન્ડ ઉપર દિવ્યાંગ દ્રષ્ટિહીન બાળકોનો સ્પે.ખેલમહાકુંભ-2022 યોજાયો હતો. જેમાં એથ્લેટિકસ રમતો જેવી કે, લાંબીકુદ, 100 મીટર દોડ, ચક્રફેંક, ગોળા ફેંક અને બરછી ફેંક જેવી રમતો રમાઈ હતી. આ બધી રમતોમાં ખૂબ બહોળી સંખ્યામા દિવ્યાંગ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ સ્પે. ખેલ મહાકુંભમાં થોરડીની શ્રી નિવાસી અંધવિદ્યાલયના બાળકોએ પ્રથમ નંબરના 16 તેમજ દ્વિતીય નંબરના 12 અને તૃતીય નંબરના 14 એમ કુલ મળીને 42 નંબરો પ્રાપ્ત કરી ખૂબ જ મોટી સિદ્ધિ નોંધાવી હતી. આ સ્પે. ખેલમહાકુંભમાં વિદ્યાર્થીઓને ઉત્સાહભેર પરિણામો મેળવવા બદલ શાળાના ટ્રસ્ટીશ્રી કાંતિદાદાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા તમામ દિવ્યાંગ વિધાર્થીઓને શાળાના આચાર્ય શ્રી હિતેશભાઈ દેસાઈ અને શિક્ષક શ્રી આરતી બેન જોષી અને શ્રી સંજયભાઈ પંડ્યા તથા સમગ્ર કર્મચારી ગણ દ્વારા વિશેષ મહેનત કરી તૈયારી કરાવવામાં આવી હતી

આ તકે જિલ્લા રમત ગમત અધિકારીશ્રી કુરેશી સાહેબે સૌ ખેલાડીઓને તથા સમગ્ર કર્મચારી ઓને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા.રીપૉટ..આતાભાઇ વાઘ

આવતી  કાલે રાજુલા તાલુકાના ભેરાઈ ગામે કોગ્રેસ પક્ષ ના લીડર એવા બાબુભાઇ રામ દ્ધારા બલાડ માતાજી ના મંદિરે લાપશી નુ આયોજન.....
23/04/2022

આવતી કાલે રાજુલા તાલુકાના ભેરાઈ ગામે કોગ્રેસ પક્ષ ના લીડર એવા બાબુભાઇ રામ દ્ધારા બલાડ માતાજી ના મંદિરે લાપશી નુ આયોજન...આ. તકે બાબુભાઇ રામ દ્ધારા બલાડમાની લાપશી મા આશરે 25/30 હજાર મા ના ભકતો મહાપ્રશાદ નો લાભ લેશે...તેવુ જણાવેલ છે. આ પાવન પ્રસગે સંજયભાઈ રાવળ પોતાની આગવી શૈલી મા સફળતા નો સવાદ ની રસ ભરેલ વાતો પીરસશે.તેમજ આ. તકે દરેક રાજકિય પક્ષ ના નેતા તેમજ કાયૅકરો પધારશે.તેમજ ભેરાઈ ની આજુબાજુ ના દરેક ગામ ના હરીભકતો પધારી પ્રસાદ લઈ ધન્ય તા અનુભવશે આ. તકે દરેક સમાજ ના આગેવાનો એ તેમજ માના ભકતો એ મસાપ્રસાદી નો લાભ લહેવા પઘારવા શ્રી બાબુભાઇ રામ તેમજ લાલાભાઇ રામ દ્ધારા જાહેર આમત્રણઆપવા આમ આવે છે....રીપૉટ. આતાભાઇ વાઘ

આજરોજ રાજુલા માં બની રહેલ. નવુ શ્રી મહાકાળી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા માં પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીના પ્રતિનિધિ તરીક...
23/04/2022

આજરોજ રાજુલા માં બની રહેલ. નવુ શ્રી મહાકાળી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા માં પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીના પ્રતિનિધિ તરીકે જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ શિયાળ અને રીનાબેન શિયાળ દ્વારા હાજરી આપી યજ્ઞ માં આહુતિ આપી હતી.આ મંદિરમાં મૂર્તિ આપવાનું સદભાગ્ય પ્રાપ્ત થતા હીરાભાઈ સોલંકીએ ધન્યતા અનુભવી હતી.

સાથે કાનભાઈ ગોહિલ રણછોડભાઈ મકવાણા શાસ્ત્રી ભાવેશદાદા શાસ્ત્રી ભીખુભાઇ બોરીસાગર સહિતના જોડાયા હતા...રીપૉટ.આતાભાઇ વાઘ

આજરોજ રાજુલા માં બની રહેલ નવુ શ્રી મહાકાળી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા માં પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીના પ્રતિનિધિ તરીકે...
23/04/2022

આજરોજ રાજુલા માં બની રહેલ નવુ શ્રી મહાકાળી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા માં પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીના પ્રતિનિધિ તરીકે જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ શિયાળ અને રીનાબેન શિયાળ દ્વારા હાજરી આપી યજ્ઞ માં આહુતિ આપી હતી.આ મંદિરમાં મૂર્તિ આપવાનું સદભાગ્ય પ્રાપ્ત થતા હીરાભાઈ સોલંકીએ ધન્યતા અનુભવી હતી.

સાથે કાનભાઈ ગોહિલ રણછોડભાઈ મકવાણા શાસ્ત્રી ભાવેશદાદા શાસ્ત્રી ભીખુભાઇ બોરીસાગર સહિતના જોડાયા હતા..રીપૉટ. આતાભાઇ વાઘ

આવતી  કાલે તારીખ 24/4/2022 ને રવીવાર. ના  રોજ રાજુલા તાલુકાના ભેરાઈ ગામે કોગ્રેસ પક્ષ ના લીડર એવા બાબુભાઇ રામ દ્ધારા બલા...
23/04/2022

આવતી કાલે તારીખ 24/4/2022 ને રવીવાર. ના રોજ રાજુલા તાલુકાના ભેરાઈ ગામે કોગ્રેસ પક્ષ ના લીડર એવા બાબુભાઇ રામ દ્ધારા બલાડ માતાજી ના મંદિરે લાપશી નૉ આયોજન...આ. તકે બાબુભાઇ રામ દ્ધારા બલાડમાની લાપશી મા આશરે 25/30 હજાર મા ના ભકતો મહાપ્રશાદ નો લાભ લેશે આ પાવન પ્રસગે દરેક રાજકિય પક્ષ ના નેતા તેમજ કાયૅકરો પધારશે.તેમજ ભેરાઈ ની આજુબાજુ ના દરેક ગામ ના હરીભકતો પધારી પ્રસાદ લઈ ધન્ય તા અનુભવશે આ. તકે દરેક સમાજ ના આગેવાનો એ તેમજ માના ભકતો એ મસાપ્રસાદી નો લાભ લહેવા પઘારવા શ્રી બાબુભાઇ રામ તેમજ લાલાભાઇ રામ દ્ધારા જાહેર આમત્રણઆપવા આમ આવે છે....રીપૉટ. આતાભાઇ વાઘ

આજ રોજ લીલીયા તાલુકાના અંટાળિયા મહાદેવ ના સાનિધ્ય માં સમગ્ર અમરેલી જિલ્લા કોંગ્રેસ સહિતની કારોબારી બેઠક નું આયોજન કરવામા...
18/04/2022

આજ રોજ લીલીયા તાલુકાના અંટાળિયા મહાદેવ ના સાનિધ્ય માં સમગ્ર અમરેલી જિલ્લા કોંગ્રેસ સહિતની કારોબારી બેઠક નું આયોજન કરવામાં આવ્યું તેમાં સમગ્ર જિલ્લામાંથી આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ તકે અમરેલી જિલ્લા કોંગ્રેસ નાં પ્રમુખ ઉપપ્રમુખ તરીકેનો નિમણૂંક પત્ર આપવામાં આવ્યો તેમજ અમરેલી જીલ્લા મંત્રી સંગઠન મંત્રી જીલ્લા કારોબારી સભ્યો બનાવવા બદલ તેમજ જવાબદારી સોંપવામાં આવી તે બદલ પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર, ધારાસભ્ય શ્રી પરેશભાઈ ધાનાણી, વિરજીભાઈ ઠુંમર, અંબરીશભાઈ ડેર, પ્રતાપભાઈ દુધાત અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી. કે. રૈયાણી સહિત તમામ આગેવાનો નો આભાર વ્યક્ત કરીએ છીએ. અમારા ઉપર વિશ્વાસ મુકી આ જવાબદારી સોંપવામાં આવી તેને નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીથી દરેક હોદેદારો નિભાવી જનતા જનાર્દન નાં પ્રશ્નો ને વાચા આપવા હરહંમેશ પ્રયત્નશીલ રહીશ...રીપૉટ.‌આતાભાઇ વાઘ

રાજુલા તાલુકા ના કોવાયા ગામે આતાભાઇ ભગવાનભાઇ લાખણોત્રા ને તયા  ચાલતી શિવકથા ના વકતા પરમ‌પુજયશ્રી  ગીરી બાપુ આજ રોજ જોલાપ...
16/04/2022

રાજુલા તાલુકા ના કોવાયા ગામે આતાભાઇ ભગવાનભાઇ લાખણોત્રા ને તયા ચાલતી શિવકથા ના વકતા પરમ‌પુજયશ્રી ગીરી બાપુ આજ રોજ જોલાપુર ગામે અતી પૌરાણીક શિવ મંદિર ના દશૅને પધારી ધન્યતા અનુભવી...આજ રોજ પરમ પુજય ગીરીબાપુ રાજુલા તાલુકા ના જોલાપર ગામે જે આશરે. ૫૫૦ .વષૅ પૌરાણિક કોટેશ્વર મહાદેવ નુ મંદીર આવેલુ છે ત્યા ગીરી બાપુ પધારી સાજ ની સધયા આરતી અને દીપમાળા ના કયા બાપુ એ દશૅન. જોલાપર આહીર સમાજે તેમજ શિવમંદિર ના પુજારી પરીવારે બાપુ નુ કયુ ભાવભેર સ્વાગત..ગીરીબાપુ એ. પણ કયો પોતાનો રાજીપો વ્યક્ત. અસંખ્ય હરીભકતો એ લીધો દશૅન નો લાભ...રીપૉટ. આતાભાઇ વાઘ...

રાજુલા તાલુકા ના કડીયાળી ગામના યુવા જોસીલા યુવા મદૅ  શીવાભાઇ મકવાણા ની રાજુલા તાલુકા  યુવાકોળી સેના ના પ્રમુખ તરીકે નિમણ...
15/04/2022

રાજુલા તાલુકા ના કડીયાળી ગામના યુવા જોસીલા યુવા મદૅ શીવાભાઇ મકવાણા ની રાજુલા તાલુકા યુવાકોળી સેના ના પ્રમુખ તરીકે નિમણૂક....જાણવા મળતી વિગત મુજબ યુવા કોળી સંગઠન દ્ધારા રાજુલા તાલુકા ના પ્રમુખ તરીકે રાજુલા તાલુકા ના કડીયાળી ગામના હર હંમેશ સમાજ ના નાના મા નાના માણસ ની જરુરીયાત દુખ દદૅ ને સમજનાર એવા શિવાભાઇ મકવાણા ને પ્રમૂખ નો તાજ પહેરાવવા મા આવયો હોય તયારે આ વિસ્તાર અણ ઉકેલ તમામ પ્રશ્રો ની હવે વહેલી તકે નિરાકરણ આવશે તેવી લોકો મા આશા ચેવાઈ રહી છે. શિવાભાઇ હર હંમેશ માટે સામાન્ય માણસ ના અટવાયેલા કામો ના ઉકેલ લાવવા મા માહીર છે. તેમની ચેવા ની ફોરમ સમગ્ર વિસ્તાર મા ફેલાયેલી છે .જેમકે પુર હોનારત.વાવાજોડા ના સમયે રાત દિવસ ગણયા વિના અવિરત ચેવા ચાલુ રાખનાર શિવાભાઇ મકવાણા નુ નામ હર હમેંશા મોખરે જ હોય છે .એક સામાન્ય પરીવાર મા જન્મેલ શિવાભાઇ મકવાણા ને નાની ઉમરે આવડા મોટા સમાજ નુ પ્રતિનિધીતવ કરવા નો મોકો(તક) મળવાથી આ વિસ્તારના લોકો એ શિવાભાઇ ને અભિનંદન ની ધોધ વરસાવી રહયા છે....સમાજ પ્રતયે ની લાગણી ને કામ કરી સુટવાની પરોપકારી ભાવના ને ધન્ય છે...રીપૉટ આતાભાઇ વાઘ...

આજ રોજ રાજુલા તાલુકા ના કોવાયા ગામે ચાલી રહેલ આતાભાઇ ભગવાનભાઇ લાખણોત્રા પરીવાર ને ત્યા ચાલી રહેલ શિવકથા ના સાતમા દિને ગુ...
14/04/2022

આજ રોજ રાજુલા તાલુકા ના કોવાયા ગામે ચાલી રહેલ આતાભાઇ ભગવાનભાઇ લાખણોત્રા પરીવાર ને ત્યા ચાલી રહેલ શિવકથા ના સાતમા દિને ગુજરાત રાજય ના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ બનયા આહીર મસાજ ના માનવંતા મહેમાન.... આજ રોજ તારીખ ૧૪/૪/૨૦૨૨.ના રોજ રાજુલા તાલુકાના કોવાયા ગામે ચાલી રહેલ(.સ્વ ભગવાનભાઇ જેઠુરભાઇ લાખણોત્રા પરીવાર) આતાભાઇભગવાનભાઇ તેમજ મીઠાભાઇ સાદુળભાઇ લાખણોત્રા ને તયા ચાલી રહેલ પરમપુજય શ્રી ગીરીબાપુ ના મુખે થી શિવકથા સાભળવા ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ. તેમજ તેમની સાથે અમરેલી ના સાસંદ શ્રી નારણભાઇ કાચડીયા .પ્રભારીમંત્રી શ્રી RCભાઇ મકવાણા.દિલીપભાઇ સંઘાણી ચેરમેન ઇફકો દિલહી.અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઇ વેકરીયા.પ્રદેશ મંત્રીશ્રી મહેશભાઈ કચવાળા.ઉપપ્રમુખ પ્રદેશ ભાજપ શ્રી ભરતભાઈ બોઘરા.પ્રમુખ જી‌. પ‌. અભરેલી શ્રી રેખાબેન મોવલીયા. પુવૅસંચદિય સચિવ શ્રી હીરાભાઇ સોલંકી.પ્રભારી અમરેલી જીલ્લા ભાજપ શ્રી શુરેસભાઇ ગોધાણી.ધારી MLA શ્રી જે વી કાકડીયા.શ્રી હરીભાઇ નકુમ આહીર અગ્રણી સૂરત.આહીર અગ્રણીશ્રી ડાયાભાઈ ગુદરાસીયા સેલવાશ.બાબુભાઇ રામ આહીર અગ્રણી ભેરાઇ.અમરેલી જીલ્લા મહામંત્રી શ્રી પીઠાભાઇ નકુમ.રાજુલા ખાંભા તાલુકા સંઘ પ્રમુખ શ્રીજીજ્ઞેશભાઇ પટેલ. રાજુલા તાલુકા ભાજપ પ્રમુખશ્રી હરસુરભાઇ લાખણોત્રા.રાજુલા શહેર પ્રમુખશ્રી પરેશભાઇ લાડુમોર.પ્રદેશ કારોબારી સભ્ય શ્રી શુકલભાઇ બલદાણીયા. પધારી ધન્ય તા અભુવેલ .આ તકે પધારેલ તમામ માનવંતા મહેમાન નુ યજમાન પરીવારે ઉમળકાભેર આશરાધરમ નિભાવી કરાયુ સ્વાગત...પધારેલ તમામ માનવંતા મહેમાને એ શ્રી ગીરીબાપુ ના ભુખે થી ગવાતી શિવકથા નુ કયુ રસપાન રીપૉટ આતાભાઇ વાઘ..

રાજુલાના રાજપરડા,સાજણાવાવ,પટવા ખેતીવાડી ફિડરોમાં વિજ ધાંધિયા , તાત્કાલિક પાવર નિયમિત કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં શુકલભા...
11/04/2022

રાજુલાના રાજપરડા,સાજણાવાવ,પટવા ખેતીવાડી ફિડરોમાં વિજ ધાંધિયા , તાત્કાલિક પાવર નિયમિત કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં શુકલભાઈ બલદાણીયા પ્રદેશ ભાજપ કારોબારી આમંત્રિત સભ્ય
યોગ્ય આયોજન નહીં થાયતો ખેડૂતો ને ડુંગળી નો પાક મા પંચાશ ટકા કાપ પડશે જેનિ ગંભીર નોંધ લેવા માગણી કરતાં શુકલભાઈ
આ બાબતની વિગત એવી છેકે ડુંગર અને આજુ બાજુના ગામના ખેડુતોનો ડુંગળી એ ઉનાળું મુખ્ય અને સૌરાષ્ટ્ર નો સૌથી વધુ ટકાવ શકિત ધરાવતો,સ્ટોક માટે ખાસ ભરવામાટેનુ ડુંગળી નુ આ વિસ્તાર પાક પકવેછે અને તેની પાછળ એવો અતિ ખર્ચ અને માવજત કરી પકવવામાં આવેછે .જેનો અંદાજે એક વીઘાના ઉત્પાદન નો ખર્ચ એંસી થી પંચ્યાસી હજાર જેવો થાયછે અને ઉત્પાદન ત્રણસો થી સાડા ત્રણસો મણનું ઉત્પાદન સખત માવજત , નિયમીત પિયત આપી લેજે .પરંતુ છેલ્લા પંદર દિવસથી લાઈટ(પાવર) સપ્લાઈ ની એટલી અનિયમિતતા છેકે ખેડુત દાડીયો કરી આખી રાત દિવસ રાહ જોવે છતાં પાવર નિયમિત ન મળતા છેલ્લા અગત્યના સમયના પિયત નિયમિત ન આપતા ડુંગળી નૉ ઉત્પાદન અડધું ઓછું થઈ જશે અને ગુણવતા,ટકાવ શક્તિ નબળી પડતા છેલ્લે ભાવ પણ કપાશે અને કહેવત છેકે " પાઘડીનો વળ છેડે જાય" એમ ખેડૂતોને મોંમાં આવેલ કોળીયો જુટવાય જશે.બીજી પણ કહેવત છેકે "શોલે ની કમાણી શાન માં સમાણી" એમ કપાસનો નફો ડુંગળી ખેચી જશે ને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો ન આવે એવા હેતુથી ખેડૂત પૂત્ર આને સતત ખેડૂતની ચિંતા કરતા શુકલભાઈ બલદાણીયા પ્રદેશ ભાજપ કારોબારી આમંત્રિત સભ્ય એ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે કે જો પાવરના લો સટીગ ના પ્રશ્ને નિયમિતતા લાવવામાં નહીં આવેતો ખેડૂતો ખુબ. પરેશાન થશે અને હવે જરુર માત્ર પંદર દિવસ છે પંદર દિવસ પછી પાવરની કોઈ જરુર નથી આ સમય ખેડૂતોના હીત ખાતર પોતાની ફરજ સમજી યોગ્ય કરે તેવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છેરીપૉટ આતાભાઇ વાઘ

દરેક સમાજની ધર્મપ્રેમી જનતાને અમો હર્ષ સાથે જણાવીએ છીએ કે અમારા આંગણે તારીખ.08/04/2022 થી 16/04/2022 દરમ્યાન ભવ્ય અને દિ...
05/04/2022

દરેક સમાજની ધર્મપ્રેમી જનતાને અમો હર્ષ સાથે જણાવીએ છીએ કે અમારા આંગણે તારીખ.08/04/2022 થી 16/04/2022 દરમ્યાન ભવ્ય અને દિવ્ય શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, આ શિવકથા રૂપી જ્ઞાન ગંગાનું રસપાન પૂજ્ય શ્રી ગીરીબાપુ કરાવવાના હોય તો આ જ્ઞાન ગંગામાં ડૂબકી દઈને પાવન થવાં અને મહાપ્રસાદ લેવા તેમજ અમારી શોભામાં અભિવૃદ્ધિ કરવાં અમે તમને અમારી હૃદય પૂર્વક લાગણી થી આવકારીએ છીએ.
હર હર મહાદેવ.🙏

નિમંત્રક.
શ્રી આતાભાઈ ભગવનાભાઈ લાખણોત્રા. (બાંસુરી પાન)
ગામ. કોવાયા, તાલુકો.રાજુલા, જિલ્લો.અમરેલી. ગુજરાત. 365541.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Vanraj News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share