Gujarat Nu Gamdu

  • Home
  • Gujarat Nu Gamdu

Gujarat Nu Gamdu આપણા મલકની વાતો !! ❤️
Digital Media Platform Of Gujarat™

 #કાઠીયાવાડમાં"""ખડ,પાણી ને ખાખરો,વળી પાણાં નો નહીં પાર।।પણ... #માનવડા એવા મતવાલા"વગર દિવે  #વાળું કરે,પછી ભલે ને હોય ઘર...
13/11/2022

#કાઠીયાવાડમાં"""
ખડ,પાણી ને ખાખરો,વળી પાણાં નો નહીં પાર।।
પણ... #માનવડા એવા મતવાલા"
વગર દિવે #વાળું કરે,પછી ભલે ને હોય ઘર,ડુંગર કે ધાર।।

'ભવ્ય મારો ભૂતકાળ છે, ભલે તમે કહો મને ખંડેર,અમે તો હજુ અડિખમ છીએ, તમે થયા વેર વિખેર.આમ જોવા જઈએ તો ઘર, ખોરડુ, મકાન, નિવા...
12/11/2022

'ભવ્ય મારો ભૂતકાળ છે, ભલે તમે કહો મને ખંડેર,
અમે તો હજુ અડિખમ છીએ, તમે થયા વેર વિખેર.
આમ જોવા જઈએ તો ઘર, ખોરડુ, મકાન, નિવાસ, આવાસ, બંગલો આ બધુ ગુજરાતી શબ્દકોશ મુજબ સરખું જ ગણાય અથવા નજીકનાં જ સમાનાર્થી શબ્દો છે પરંતુ આજે આપણને 'ઘર' શબ્દ હ્રદયને ખુબ શાતા આપે છે, ટાઢક આપે છે. જુના વખતમાં આવુ એક જ ઘર હોઈ, અંદરનાં ભાગે એક ઓરડી રહેતી અને આગળનો ભાગ પરસાળ કહેવાતો. આટલા નાના ઘરમાં ઘરના સાત-આઠ સભ્ય રહેતા. નાના બાળકોથી લઈને બુઝૂર્ગો રહેતા અને મે'માન આવે તો પણ સંકડાશ ન પડતી. આજે બે ત્રણ માળની હવેલી હોઈ અને અલગ અલગ રૂમો હોઈ પરંતુ રહેનાર સભ્ય ૨ થી ૪ જ હોઈ, જેમા માતા-પિતા અને બે બાળકો.
હવે ઉપરની બે પંક્તિ તરફ જઈએ તો આજે પણ ગામડામાં હજુ જર્જરિત હાલતમાં ખોરડાઓ જોવા મળે છે જેને આપણે ખંડેર કહીએ છે. આપણે જેને ખંડેર કહીએ એ ખોરડું આપણને કહે છે કે.. તમે ભલે મને ખંડેર કહો પરંતુ મારો ભૂતકાળ ભવ્ય છે. આજે કદાચ તમે સદ્ધર થયા એટલે બંગલા/હવેલીમાં રહીને આ બધુ ભૂલી ગયા બાકી તમારા એ દિવસો મે જોયા છે. ભર ચોમાસે બેશુમાર વરસતા વરસાદ અને સાથે પવનનાં સુચવાટા વખતે તમે મારા આધારે જ સુરક્ષીત રહ્યા હતા. બે પાંચ મહેમાન હોઈ અને પુરતા ખાટલા ન હોઈ ત્યારે મારી ઓસરીમાં જ નીચે સુતા હતા. આવો તમારો બધો ભૂતકાળ મારી પાસે અકબંધ પડ્યો છે. અને આ બધુ સંઘરી અમે તુટવાને બદલે અડિખમ ઉભા છીએ જ્યારે તમે આ ખંડેરને છોડ્યું ત્યારથી વેર-વિખેર થઈ ગયા છો. હું ભલે ખોરડું કાચું હતું પણ તમને એક સાથે જોડીને રાખતું હતુ. બસ વધુ કહેવાનો કોઈ ફાયદો નથી. મારી વેદના કે વ્યથાથી કોઈ કશો ફર્ક નહિ પડે એ મને ખબર જ છે પણ હું અહિ આ બધુ ઠાલવીશ એટલે મારા હ્રદયમાં થોડી શાંતિ થશે. મારુ હ્રદય હળવુ થશે અને એ હળવાશનાં શ્વાસને હ્દયમાં ભરીને હું જીવી જાણીશ.

ઉમરની ઢળતી સંધ્યાએ; વીતી ગયેલ વાતો વાગોળીએ,થોડુ હસીએ અને પછી એકમેકને ભેટીને થોડુક રડીએ.કોઈ શાયરની એક પંક્તિ છે જેનુ નામ ...
11/11/2022

ઉમરની ઢળતી સંધ્યાએ; વીતી ગયેલ વાતો વાગોળીએ,
થોડુ હસીએ અને પછી એકમેકને ભેટીને થોડુક રડીએ.
કોઈ શાયરની એક પંક્તિ છે જેનુ નામ તો યાદ નથી પરંતુ એમણે ખુબ સરસ પંક્તિ લખી કે...!

"સુબહ હોતી હૈ ઔર શ્યામ હોતી
જિંદગી બસ યૂં હી તમામ હોતી હૈ.
બાળપણથી સૂર્યાસ્તથી લઈને ધીરે ધીરે જીવન સંધ્યા સુધી કેમ પહોચી જાય એ આપણને ખબર રહેતી નથી. જીવવનો પડાવ ધીરે ધીરે વૃદ્ધત્વ સુધી પહોંચે છે ત્યારે આપણને એમ થાય કે જિંદગી કેમ પુરી થવા આવી એની ખબર જ ન રહી. આદિલ મન્સુરીનો એક શેર આ તકે યાદ યાદ આવે છે, આદિલ મન્સુરી કહે છે કે... ...
"પરીચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા આ મીઠી નજર મળે ન મળે."
જીવનનો આનંદ લેવા આપણે અમુક વાતો ભુલવી જ પડશે અને અમુક વાતો વાગોળવી પડશે. આપણે જોઈએ છે કે ગાય/ભેંસ/બકરા વિગેરે દિવસ દરમ્યાન પેટ ભરીને ખાઈ લે અને પછી રાત્રે બેઠા બેઠા આરામથી વાગોળે જેથી બધુ પચી જાય. અમુક વાતો આપણે વાગોળવી જોઈએ. આપણે બાળપણને યાદ કરીએ ત્યારે આપણે વર્તમાન ભૂલી જઈએ છીએ અને એ જુની વાતો યાદ કરીએ ત્યાં સુધી ખુબ આનંદ આવતો હોઈ છે. જીવનમાં ઘટેલ સારી ઘટનાઓ યાદ કરીએ ત્યારે આનંદ આવે એટલે જ્યારે વર્તમાન સમય થોડો ખરાબ ચાલતો હોઈ ત્યારે આવી વાતો આપણા માટે સંજીવની બની રહે છે. જીવનમાં થયેલ ખરાબ અનુભવો, ખરાબ ઘટનાઓ હમેંશા ભૂલી જવી જોઈએ.

મોરબીનો ઝૂલતો પુલ :'કલાત્મક અને ટેકનૉલૉજિકલ ચમત્કાર'સૌરાષ્ટ્રના પેરિસ કહેવાતા મોરબીના રાજા વાઘજી ઠાકોર દ્વારા મચ્છુ નદી ...
10/11/2022

મોરબીનો ઝૂલતો પુલ :'કલાત્મક અને ટેકનૉલૉજિકલ ચમત્કાર'

સૌરાષ્ટ્રના પેરિસ કહેવાતા મોરબીના રાજા વાઘજી ઠાકોર દ્વારા મચ્છુ નદી પર ઝૂલતો પુલ બનાવવામાં આવ્યો હતો. જેનું બાંધકામ વર્ષ ૧૮૭૯ કરવામાં આવ્યું હતું. આ પુલ મોરબીના રાજશાહી વખતની યાદ અપાવતો આ ઝૂલતા પુલનું,એ વખતે આધુનિક ગણાતી યુરોપિયન ટેકનૉલૉજી થકી મોરબીના રાજા સર વાઘજી ઠાકોરે લગભગ દોઢસો વર્ષ પહેલાં નિર્માણ કરાવ્યું હતું.
ઝૂલતો પુલ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી શહેર ખાતે મચ્છુ નદી પર બાંધવામાં આવેલ પુલ છે, જે એક યુરોપિયન શૈલીનું સ્થાપ્ત્ય છે,જે આજથી દોઢસો વર્ષ પહેલાં લંડનનાં મહારાણી વિક્ટોરિયાએ નાઈટ કમાન્ડર ઓફ ધ સ્ટેટ ઓફ ઈન્ડિયાનો ખિતાબ જેમને આપ્યો હતો એવા મોરબીના મહારાજા વાઘજી ઠાકોરે રુ. ૩.૫ લાખના ખર્ચે બનાવડાવ્યો હતો. આ પુલ સાતસો પાંસઠ ફૂટ લંબાઈ અને સાડાચાર ફૂટ (૪.૬ ફૂટ) પહોળાઈ ધરાવે છે.ઈ.સ. ૧૮૮૭માં આ પુલનું નિર્માણ થયું, ત્યારે તેની જમીનથી સાઠ ફૂટ ઊંચાઈ હતી.
20મી ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઇના ગવર્નર રિચર્ડ ટેમ્પલ ના હસ્તે આ પુલનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે સમયે આશરે 3.5 લાખના ખર્ચે ઇ.સ.1880માં બનીને પૂરો થયો હતો.આ સમયે પુલનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો. દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ આ ઝૂલતો પૂલ મહાપ્રભુજીની બેઠક અને સમગ્ર સામાકાંઠા વિસ્તારને જોડે છે. મોરબીનો આ ઝૂલતો પુલ 140 વર્ષથી પણ વધારો જૂનો છે.માત્ર ગુજરાતના મોરબી જ નહીં પરંતુસમગ્ર દેશ માટે આ ઝૂલતો પુલ ઐતિહાસિક વિરાસત છે.દરબારગઢથી નજરબાગ પેલેસ જવા માટે ઝુલતા બ્રિજનું નિર્માણ કરાયું ત્યારે રાજા વાઘજી ઠાકોરે એક સમયે ૧૫ લોકોને જ બ્રિજ પરથી પસાર થવાની મંજૂરી આપી હતી.
આ બ્રિજ બનાવાનું કામ મુંબઇની રિચાર્ડન એન્ડ ટુડોસ કંપનીએ કર્યું હતું.જેમાં તમામ મટીરિયલ્સ ઇગ્લેન્ડથી આવ્યું હતું.
જો કે કોલકાતાના હાવરા બિજ અને ઋષિકેશમાં લક્ષ્મણ ઝુલા આ બંને બ્રિજમાં પણ મોરબીના ઝુલતા બ્રિજ જેવા સસ્પેન્શન
નથી. એટલે દેશમાં સસ્પેન્શન વાળો એકમાત્ર બ્રિજ મોરબીનો હોવાનો દાવો પણ મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રકાશીત કરેલી બુકમાં કરાયો છે.
અત્રે નોંધનીય છે કે, વર્ષ ૧૮૭૦ થી ૧૯૨૨ સુધી મોરબીમાં રાજ કરનારા રાજા વાઘજી ઠાકોરે ૧૮૮૦માં તેમના પ્રાઇવેટ એરક્રાફ્ટ માટે એરપોર્ટ પણ બનાવ્યું હતું. ઝૂલતો પૂલ એ સદીની શરૂઆતમાં એક એન્જિનિયરિંગ અજાયબી હતી,મોરબીના શાસકોની પ્રગતિશીલ અને વૈજ્ઞાનિક પ્રકૃતિને પ્રતિબિંબિત કરે છે.યુરોપમાં તે દિવસોમાં ઉપલબ્ધ નવીનતમ તકનીકનો ઉપયોગ કરીને મોરબીને એક અનન્ય ઓળખ આપવા માટે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો.આ પુલ દરબારગઢ પૅલેસ અને રાજવી નિવાસ નઝરબાગ પૅલેસને પણ જોડતો હતો.આ પુલના નિર્માણ પાછળ સર વાઘજી ઠાકોર પર કૉલોનિયલ કાળના સ્થાપત્યો પ્રભાવ સ્પષ્ટ હતો અને એમણે એનાથી પ્રેરીત થઈને મોરબી શહેરના નગરનિર્માણને વેગ આપ્યો હતો.1922 સુધી સર વાઘજી ઠાકોરે મોરબી પર રાજ કર્યું હતું.રાજાશાહી વખતના મોરબી શહેરના નગરનિયોજનમાં યુરોપિયન શૈલીનો પ્રભાવ સ્પષ્ટ જોઈ શકાતો હતો. 'ગ્રીન ચોક' નામે જાણીતા શહેરના મુખ્ય ચોક તરફ ત્રણ અલગઅલગ દરવાજાથી પ્રવેશ કરી શકાતો હતો. આ ત્રણેય દરવાજાના નિર્માણમાં રાજપુત અને ઇટાલિયન શૈલીનું મિશ્રણ સ્પષ્ટ જોઈ શકાય છે.
ઝૂલતો પૂલ એ સદીની શરૂઆતમાં એક એન્જિનિયરિંગ અજાયબી હતી, મોરર્બીના શાસકોની પ્રગતિશીલ અને વૈજ્ઞાનિક પ્રકૃતિને પ્રતિબિંબિત કરે છે. યુરોપમાં તેદિવસોમાં ઉપલબ્ધ નવીનતમ તકનીકનો ઉપયોગ કરીને મોરબીને એક અનન્ય ઓળખ આપવા માટે આ બનાવવામાં આવ્યું હતું. મચ્છુ નદી પર દરબારગઢ પેલેસ અને લાખધીરજી એન્જિનિયરિંગ કૉલેજને જોડે છે.

#મોરબી

02/11/2022

પોતાના ખિસ્સામાંથી ૫૦ ₹ ની નોટ પડી જાય તો રઘવાયો બની જનારો 'માણસ' પોતાના જીવનમાંથી ૫૦ વર્ષ નીકળી ગયા હોય , તો ય પરિવર્તિત થતો નથી...!! છે ને કરૂણતા...!!
સ્મશાનનું સિક્યુરીટીનું ચેકીંગ એટલું કડક અને જોરદાર હોય છે ને સાહેબ કે ના પૂછો વાત...!!
પૈસા તો બહુ દુરની વાત છે ,
અરે સાહેબ , શ્વાસ પણ સાથે લઈને નથી જવા દેતા...!! ભલે ને પછી તમારી ગમે તેટલી મોટી કે ઉપર સુધી ઓળખાણ જ કેમ ના હોય...!!
જિંદગીની ગાગર પર બેઠો સમયનો કાગડો , દિવસ-રાત ઉંમર ને પી રહ્યો છે . ને માણસ સમજે , હું જીવી રહ્યો છું...!!
માણસ નીચે બેઠો બેઠો પૈસા અને સંપત્તિ ગણે છે કે
કાલે આટલા હતા 'ને આજે આટલા વધ્યા...!! અને ઉપરવાળો હસતાં હસતાં માણસના શ્વાસ ગણે છે કે કાલે આટલા હતા 'ને આજે આટલા બચ્યા...!!
ચાલો , જિંદગી જે શેષ બચી છે તે અવશેષ બની જાય તે પહેલા તેને વિશેષ બનાવી લઈએ...!!
"પાસબુક" અને "શ્વાસબુક" બંને ખાલી થાય ત્યારે ભરવી પડે છે...!! "પાસબુક" ને બેલેન્સથી , અને "શ્વાસબુક" ને તપ,સેવા,સુમિરન અને સત્કર્મોથી...!!

06/10/2022

આપણા જુના ફિલ્મોના અમુક ગરબાઓ મળ્યા છે..મન થયું કે તમારા માટે આજે પંગત પીરસુ ! ખરેખર તમને ભાગ્યેજ ખબર હશે કે આજના આધુનિક ગરબાના મૂળ અહીંયા હતા ! શેર ચોક્કસ કરજો..

04/09/2022

1997 નો આ ભાતીગળ ગરબો !

આજના સમયમાં આવા દ્રશ્યો જોવા અતિ દુર્લભ છે. આજના સમયના પાર્ટી પ્લોટ અને મોંઘા દાટ ગરબાઓએ આપણી સંસ્કૃતિની ક્યાંક ને ક્યાંક ચીંટીયો ભર્યો છે ! પશ્ચિમી સંસ્કૃતિના પબ જેવું વાતાવરણ સર્જાવા જઈ રહ્યું છે ! ત્યારે આ ગરબો જોઇને તમને જરુર મજા આવશે. વધુ માં વધુ શેર જરૂર કરજો મિત્રો !

03/09/2022

નદી કિનારે નાળીયેરી રે ભાઈ નાળીયેરી રે !
કેસરિયો રંગ તને લાગ્યો એલા ગરબા !

આ હતી આપણી ગામડાની જૂની નવરાત !
વિડીઓ બહું જુના છે ! Special અને રેર કલેક્શન તમારી સામે મૂકી રહ્યો છું !

પહેલાંનુ જીવન એટલે કેટલા સમય પહેલાંનું?ટ્વિટર પર ઇન્ડીયન હિસ્ટરી પીક્સ પર આ બે ફોટાઓ જોયા અને એના ઉપર નોંધ જોઈ. ૧૯૭૨ ના ...
01/09/2022

પહેલાંનુ જીવન એટલે કેટલા સમય પહેલાંનું?

ટ્વિટર પર ઇન્ડીયન હિસ્ટરી પીક્સ પર આ બે ફોટાઓ જોયા અને એના ઉપર નોંધ જોઈ. ૧૯૭૨ ના સોશિયાલીસ્ટ ભારતની. સોવિયેત અસરથી પ્રભાવિત ભારતની.

એમાં યંગ જનરેશનની કોમેન્ટ્સ બધી જ આઘાત અને આશ્ચર્ય ની હતી. એમના માટે આ તંગી, અછત અને રેશનીંગ એટલે જાણે ત્રીજા વિશ્વ ની વાત હોય. બાળપણના એ દિવસો ખરા અર્થમાં ટફ હતા.

અનાજ (ઘંઉ, ચોખા, બાજરી કે જુવાર) પામોલિન તેલ, ખાંડ, કેરોસીન, કાપડ (સસ્તું કોટન - માદરપાટ), સિમેન્ટ વગેરે તમામ વસ્તુઓ માટે રેશનકાર્ડ અનિવાર્ય હતું. દુકાન ખુલે એ પહેલાં લાઈનો લાગી જતી. અને છ-આઠ કલાક પ્રતીક્ષા સાહજીક ગણાતી. અને એકવાર માં જ બધી વસ્તુઓ મળે એ સંભાવના નહીંવત રહેતી.

પાછું દરેક વસ્તુઓ ઘરમાં સભ્યોદીઠ જ મળે. સરકારી ધારણા અનુસાર એક વ્યક્તિ મહીને પાંચસો ગ્રામ ખાંડ ખાય અને બે કીલો ચોખા.કદાચ એટલે જ ઓબેસિટી ત્યારે ન હતી. અને જણ દીઠ પોણો લીટર કેરોસીન. કેરોસીન તો રાત્રે ફાનસ માટે રાખવું પડતું.

કોઈના ઘરમાં રીનોવેશન કે નવું ઘર બનાવતા હોય તો સિમેન્ટ માટે રેશનકાર્ડ નું આગોતરું આયોજન અનીવાર્ય હતું. દિવાળી કે જન્માષ્ટમી તહેવારો ઉલ્લાસની સાથે ઉચાટ પણ લાવતા.

તહેવારો વખતે સાત આઠ કલાક લાઈનમાં ઉભો રહ્યો છું. ઘંઉ ખાંડ અને પામોલિન તેલ માટે.

અછતની એક આડ અસર એ થઈ કે લોકોને સંગ્રહખોરીની ટેવ પડી ગઈ. અગાઉ દુષ્કાળ વખતે પણ આ સંગ્રહખોરી થતી.

રેડિયો, ટેલિવિઝન કે ઈવન સાયકલ માટે પરમીટ અનિવાર્ય હતી. આ પરમીટ રાખવા માટે, ઉત્પાદન માટે પાછું આખું અલગ જ લાયસન્સ રાજ હતું.

આજે તો આ સ્વપ્નવત લાગે. આર્થિક રીતે, સામાજીક રીતે દેશમાં ઘણી પ્રગતિ થઈ.

#ગુજરાત

Address

Bordi Gir

365640

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Nu Gamdu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujarat Nu Gamdu:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share