Samay Gujarat News

  • Home
  • Samay Gujarat News

Samay Gujarat News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Samay Gujarat News, Media/News Company, .

17/11/2023
અરવલ્લી                 * બાયડ એસટી ડેપો ખાતે " વ્યસન મુક્તિ " અભિયાન ચલાવવામાં આવ્યું...                    * તા.૨૩/૦૫/...
23/05/2022

અરવલ્લી
* બાયડ એસટી ડેપો ખાતે " વ્યસન મુક્તિ " અભિયાન ચલાવવામાં આવ્યું...

* તા.૨૩/૦૫/૨૦૨૨ ના રોજ અરવલ્લી જિલ્લાના બાયડ એસટી ડેપો ખાતે " શ્રી પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ " અંતર્ગત " વ્યસન મુક્તિ " અભિયાન ચલાવવામાં આવ્યું હતું...

* વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ડેપોમાં પ્રમુખ સ્વામી મહારાજના અનુયાયીઓ તથા ડેપો મેનેજર રાજેશભાઇ પટેલ દ્વારા ડેપોમાં હાજર તમામ મુસાફરો, વિદ્યાર્થીઓ અને એસટી ડેપોમાં ફરજ બજાવતા કર્મચારી ઓને વ્યસનથી આરોગ્યને થતાં નુકશાન વિશે ઉંડાણ પૂર્વક સમજણ આપવામાં આવી હતી, તેમજ પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી નિમિત્તે વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લેવડાવી હતી તેમજ અન્ય લોકોને પણ વ્યસન મુક્ત બનવા અપીલ કરવામાં આવી હતી...

રિપોર્ટ...મનિષ પટેલ
સમય ગુજરાત ન્યુઝ
બાયડ

અરવલ્લી                * શીકા - હિંમતનગર રોડ પર  શીણોલ પાસે અકસ્માત સર્જાયો,સદ નસીબે જાનહાનિ ટળી...                  * શ...
06/03/2022

અરવલ્લી
* શીકા - હિંમતનગર રોડ પર શીણોલ પાસે અકસ્માત સર્જાયો,સદ નસીબે જાનહાનિ ટળી...

* શીકા - હિંમતનગર રોડ પર નવી શીણોલ પાસે માજુમ નદીના પુલ પર બે ટ્રકો સામ સામે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો જેમાં એક ટ્રક પુલ પર આવેલી રેલીંગ તોડી લટકી પડી હતી,અકસ્માતમાં ટ્રક ચાલકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી,સદ નસીબે અક સ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી હતી.પુલ સાંકળો હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું વિસ્તારના લોકો જણાવી રહ્યા છે.અકસ્માતના પગલે થોડોક સમય ટ્રાફિક જામ સર્જાયો હતો...

* ઉલ્લેખનીય છેકે,નવી શીણોલ પાસે આવેલી માજુમ નદી પર પુલ સાંકળો હોવાને કારણે અકસ્માત સર્જાયો હોવાનું વિસ્તારના લોકો જણાવી રહ્યા છે અને પુલ સાંકળો હોવાના કારણે ઘણી વખત આવા નાના મોટા અકસ્માતો સર્જાય છે,જેના કારણે વર્ષોથી વિસ્તારના લોકો પુલને પહોળો કરવાની માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્ર કોઈ મોટો અકસ્માત સર્જાય તેની રાહ જોઈને બેસી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે..!

રિપોર્ટ...નિલેષ પટેલ
સમય ગુજરાત ન્યુઝ
ધનસુરા ગ્રામ્ય

06/03/2022

અમદાવાદ
* અમદાવાદ સાયન્સ સિટી ખાતે ગુજરાત STEM ક્વિઝની ફાઈનલ યોજાઈ...

* આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જોયેલું વિજ્ઞાન આધારિત સમાજનું સપનું વિદ્યાર્થીઓ સાકાર કરી રહ્યા છે.ત્યારે અમદાવાદ સાયન્સ સિટી ખાતે ગુજરાત STEM ક્વિઝની ફાઈનલ યોજાઈ જેમાં વડોદરાની ટીમ વિજેતા બની જે અંતર્ગત વિજેતા વિદ્યાર્થીઓને રૂ.1 કરોડ ના આકર્ષક ઈનામ અપાયા હતા...

* માન.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં અનેકવિધ પહેલ કરવામાં આવી છે,જે પૈકી STEM ક્વિઝ એક છે ત્યારે આ અવસરે જિલ્લા સ્તર સુધી આ પ્રકારની સ્પર્ધા ના આયોજન માટેની કટિબદ્ધતા પણ વ્યક્ત કરું છું...શ્રી જીતુભાઈ વાઘાણી (કેબિનેટ મંત્રી શ્રી)

* ગુજરાત સાયન્સ સિટી ખાતે ગુજરાત STEM ક્વિઝ મેગા પ્રિલીમ યોજાઇ હતી જેમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ટોપર રહેલા 410 વિદ્યાર્થીમાં 176 છોકરીઓ અને 234 છોકરાઓ ઉપસ્થિત રહ્યા હતા.અને થીમેટીક રીતે ડિઝાઇન કરાયેલી આ STEM ક્વિઝનો આરંભ પ્રારંભિક કસોટી માંથી થયા બાદ 16 વિદ્યાર્થીઓની 8 ટીમને હોટ સીટ પર આમંત્રિત કરાઈ હતી...

રિપોર્ટ...સંજય ઈટાલીયા
સમય ગુજરાત ન્યુઝ
જામનગર

05/03/2022

બનાસકાંઠા
* બનાસકાંઠા જિલ્લામાં તલાટી કમ મંત્રીશ્રીઓની ગેરહાજરી બાબતે પરિપત્ર કરાયોઃ તલાટી કયા વારે મળશે તે નોટીસ બોર્ડ ઉપર દર્શાવવું પડશે: DDO...

* દાંતા તાલુકામાં અનેક ગુલ્લી બાજ તલાટીઓ માં ફફડાટ...

* બનાસકાંઠા જિલ્લામાં તલાટી કમ મંત્રીશ્રીઓની સેજામાં ગેરહાજરી બાબતે મળતી ફરિયાદો અન્વયે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એક પરિપત્ર કરી સૂચના આપવામાં આવી છે કે, ગ્રામ પંચાયતના નોટીસ બોર્ડ ઉપર ગામના લોકો સહેલાઈથી વાંચી શકે તે રીતે તલાટી કમ મંત્રીશ્રીનું નામ- કોન્ટેકટ નંબ૨,કયા વારે,કઈ જગ્યાએ તલાટી હાજર મળશે તે જણાવવામાં આવેલ છે તેમ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરેએ મીડિયાને મુલાકાત આપતાં જણાવ્યું છે...

* તેમણે કહ્યું કે, પંચાયત સેવાનો લાભ લોકોને સરળતાથી મળી શકે તે માટે ગ્રામ પંચાયતના નોટીસ બોર્ડ ઉપર ગામના લોકો સહેલાઈથી વાંચી શકે તે રીતે તલાટી ના નામ અને સંપર્ક નંબર લખવામાં આવશે. આ નોટીસ બોર્ડમાં તલાટી કમ મંત્રીશ્રી આ નક્કી કરેલ દિવસે ગેરહા જર હોય તો વિસ્તરણ અધિકારીશ્રી (પંચાયત) નો સંપર્ક નંબર પણ આપવામાં આવેલ છે જેના ઉ૫૨ તલાટી કમ મંત્રીશ્રીની ગેરહાજરી બાબતે ટેલિફોનીક જાણ કરી શકાશે. તલાટી કમ મંત્રીશ્રીની ગેરહાજરી બાબતે તાલુકા કક્ષાએ રજીસ્ટર નિભાવી તેમાં નોંધ કરી આ અંગે કરેલ કાર્યવાહીની વિગતો રજીસ્ટ૨માં નોંધવા અને આવી મળે લ ફરિયાદોની વિગત દર માસની ૫ મી તારીખે જિલ્લા કક્ષા એ મોકલી આપવામાં આવશે તેની સમીક્ષા કરવામાં આવશે...

રિપોર્ટ...લક્ષ્મણ ઠાકોર
સમય ગુજરાત ન્યુઝ
બનાસકાંઠા

અરવલ્લી                         * સાંસદ મનસુખ વસાવા અસભ્ય વર્તન સામે મામલતદાર કચેરીના કર્મચારીઓમાં ભારે નારાજગી...      ...
04/03/2022

અરવલ્લી
* સાંસદ મનસુખ વસાવા અસભ્ય વર્તન સામે મામલતદાર કચેરીના કર્મચારીઓમાં ભારે નારાજગી...

* સાંસદ મનસુખ વસાવાના અસભ્ય વર્તનના સામે ભિલોડા મામલતદાર કચેરીના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ માસ સી.એલ.પર ઉતરી વિરોધ દર્શાવ્યો...

* ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને માજી ધારાસભ્ય સતીષ નિશાળીયા માલોદ ગામે તા.૨૧ ફેબ્રુઆરીના રોજ અકસ્માતમાં મૃત્યુ પામનાર નાગરિકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા તા.૨૨ ફેબ્રુઆરીના રોજ ગયા હતા,તેમની સાથે પ્રોટોકોલ મુજબ મામલતદાર અને નાય બ મામલતદાર પણ ગયા હતા,ત્યારે અકસ્માત સ્થળે ભાન ભૂલેલા સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં મામલ તદારને ઉશ્કેરાટમાં આવી બિભસ્ત ગાળો બોલી અસભ્ય વર્તન કર્યું હતું અને મામલતદારશ્રી તથા સ્ટાફ દ્વારા સાંસદ સામે સંયમ પૂર્વક વર્તન કરવામાં આવ્યું હતું. અકસ્માતની ઘટનામાં પોલીસ ખાતાની ફરજ હોય છે તેમ છતાં સાંસદ દ્વારા મામલતદાર સામે અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું, અને જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો...

* ઉપરોક્ત ઘટના સમગ્ર રાજ્યના વહીવટી તંત્ર માટે કલંકરૂપ ઘટના છે, આ સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો રાજ્યના તમામ અધિકારીઓ અને કર્મ ચારીઓમાં પડ્યા છે,અને રાજ્યના મામલતદાર કચેરીના કર્મચારીઓએ આવા અસભ્ય વર્તનની સખત શબ્દોમાં ટીકા કરી છે અને સાંસદ દ્વારા સંબંધિત મામલતદારની જાહેરમાં માફી માંગવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે...

* જે અંતર્ગત આજરોજ ભિલોડા મામલતદાર કચેરી ખાતે કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો,તેમજ સરકાર દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ ણી કરી હતી.વધુમાં કર્મચારીઓએ સાંસદ મનસુખ વસાવા સામે ન્યાયિક કાર્યવાહી કરવામાં નહી આવે તો આંદોલન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી...

રિપોર્ટ...પરેશ ભગોરા
સમય ગુજરાત ન્યુઝ
ભિલોડા

બનાસકાંઠા                      * દાંતા તાલુકાના ગંગવા ગામમાં તલાટી ગેરહાજર રહેવા છતાં પણ દાખલાઓ આપવામાં આવી રહ્યા છે... ...
04/03/2022

બનાસકાંઠા
* દાંતા તાલુકાના ગંગવા ગામમાં તલાટી ગેરહાજર રહેવા છતાં પણ દાખલાઓ આપવામાં આવી રહ્યા છે...

* ગંગવા ગ્રામ પંચાયતમાં તલાટીના સહી સિક્કાનો દુરુપયોગ થતો હોવાની રાવ...

* દાંતા તાલુકાના ગંગવા ગામમાં તલાટી ગેરહાજર રહેવાની અનેક ફરિયાદો ઉઠવા પામી રહી હતી સાથે સાથે ગૌચર જમીન પર પણ ગામના લોકો દ્વારા દબા ણો કરીને બાંધકામ કરવામાં આવ્યા છે.અને સાથે સાથે તલાટી ગેરહાજર રહેવા છતાં પણ તલાટીની સહી સિક્કા વાળા દાખલા મળી રહ્યા છે.ત્યારે ખરેખર તલાટી ગેરહા જર હોય તો દાખલો મેળવવા પાત્ર છે કે નહીં તે પણ તંત્ર દ્વારા તપાસ થવી જોઈએ અને જો મળવા પાત્ર ન હોય તો યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો દાંતા તાલુકામાં એવી તો કેટલી ગ્રામ પંચાયતોમાં પોલમ-પોલ ચાલતું હશે અને બજી તરફ દાંતા તાલુકામાં અનેક લોકો ગૌચર જમીનનુ દબાણ કરીને દાંતા તાલુકામાં પાકાં બાંધકામ કરવામાં આવી રહ્યા છે તે બાબતે અનેક લોકો દ્વારા રજુઆતો પણ કરવામાં આવી છે.છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કે તપાસ કરવામાં નથી આવી તેવી અરજદારો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે...

રિપોર્ટ...લક્ષ્મણ ઠાકોર
સમય ગુજરાત ન્યુઝ
બનાસકાંઠા

અરવલ્લી                * પાણી માટે બનાવેલા સંપ ના વીજ જોડાણ કૃષિમાંથી જ્યોતિગ્રામ ફિડરોમાં ફેરવવા લોકમાંગ...            ...
03/03/2022

અરવલ્લી
* પાણી માટે બનાવેલા સંપ ના વીજ જોડાણ કૃષિમાંથી જ્યોતિગ્રામ ફિડરોમાં ફેરવવા લોકમાંગ...

* ફક્ત અરવલ્લી જિલ્લામાં જ નહીં,પરંતુ સમગ્ર રાજ્યના ઘણા બધા આંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં "નલ સે જલ" યોજના અંતર્ગત ઘર ઘર સુધી પાણી પહોંચે તે હેતુથી બનાવેલા સંપ કૃષિ વીજ જોડાણના કારણે શોભાના ગાંઠીયા સમાન નજરે પડી રહ્યા છે...

* ગ્રામ્ય તેમજ આંતરિયાળ વિસ્તારોમાં લોકોને પીવાના પાણીની સમસ્યા હલ થાય તે માટે સરકારી યોજના અંતર્ગત પાણી પુરવઠા વિભાગ દ્વારા સરકારી પડતર જમીનો પર સંપ બનાવવામાં આવ્યા ત્યારે વિસ્તારના લોકોની વર્ષો જૂની પાણીની સમસ્યા દૂર થશે તેવી આશા હતી, પરંતુ નવા બનાવેલા સંપ પર કૃષિ વીજ જોડાણ આપવામાં આવ્યું હોવાથી રાબેતા મુજબ વીજ પુરવઠો ન મળવાના કારણે નવા બનાવેલા સંપ શોભાના ગાંઠીયા સમાન સાબિત થયા છે...

* અરવલ્લી જિલ્લાના વિવિધ ગામોના સરપંચોના જણાવ્યા મુજબ વીજ કંપની દ્વારા સંપો પર કૃષિ વીજ જોડાણ આપવામાં આવ્યું હોવાથી અને શિડ્યુલ પ્રમાણે થ્રી ફેઝ પાવર મોટા ભાગે રાત્રિના ૧૨.૩૦ કલાક પછી આવતો હોય છે, જ્યારે સંપમાં પાણી દર બીજા દિવસે આવતું હોવાથી સંપની ક્ષમતા અનુસાર ત્રીસથી ચાલીસ હજાર લિટર પાણીનો સંગ્રહ કરી શકાય છે અને દિવસ દરમિયાન થ્રી ફેઝ પાવર ન હોવાથી વધારા ના પાણીનો સંગ્રહ કે સપ્લાય કરી શકાતો નથી,ત્યારે દર બીજા દિવસે ફક્ત ત્રીસ થી ચાળીસ હજાર લિટર પાણી નો સંગ્રહ થતો હોવાથી દરેક ઘર સુધી પાણી પુરૂ થઈ શકે તે શક્ય નથી.જેના કારણે વિસ્તારોમાં દરેક ઘર સુધી પાણી સપ્લાય કરી શકાતું નથી, અને લોકો રાત્રિ દરમિ યાન પાણી માટે ઉજાગરા વેઠી રહ્યા છે.જેને લઇ અરવ લ્લી જિલ્લાના ઘણા સરપંચો દ્વારા કૃષિ વીજ જોડાણ ધરાવતા સંપોનું વીજ જોડાણ જ્યોતિ ગ્રામ યોજનાના ફિડરોમાં ફેરવવા માંગ કરી રહ્યા છે...

રિપોર્ટ...હેતન જોષી
સમય ગુજરાત ન્યુઝ
અરવલ્લી

બનાસકાંઠા                     * દાંતા તાલુકાના ભેમાળ વિસ્તારમાં લીલા લાકડા નું નિંદાણ કરવામાં આવી રહ્યું છે છતાં પણ ફોરે...
03/03/2022

બનાસકાંઠા
* દાંતા તાલુકાના ભેમાળ વિસ્તારમાં લીલા લાકડા નું નિંદાણ કરવામાં આવી રહ્યું છે છતાં પણ ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં...

* ભેમાળ વિસ્તારમાં લીલા લાકડા ભરીને ટ્રેક્ટર ચાલકો બન્યા બેફામ...

* દાંતા તાલુકાના ભેમાળ ગામમાં જ્યારે ફોરેસ્ટ ઓફિસર નો કોઈ ડર જ ના રહ્યો હોય તેમ લાગી રહ્યું છે અને લીલાં લાકડઓ નું નિંદાણ કરવામાં આવી રહ્યું છે અને લીલાં લાકડઓ કાપીને બિન્દાસ ટ્રેક્ટર ચાલકો તંત્રના ડર વગર ભેમાળ વિસ્તારમાંથી જ લીલા લાકડા ભરીને હેરાફેરી કરી રહ્યા છે.ત્યારે દાંતા ફોરેસ્ટ વિભાગ જ્યારે ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે અને ભેમાળ વિસ્તારમાંથી લીલા લાકડા ભરીને હેરાફેરી કરવા માં આવી રહી છતાં પણ ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ નાં પેટનાં પાણી પણ નથી હલતું શું...? ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓનું સેટિંગ હશે કે શું તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે હવે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા દાંતા વિસ્તારમાં લીલા લાકડા નું નિંદાણ થતું અટકાવશે ખરા કે પછી લીલા જંગલોમાં લીલા લાકડા ઓનો નિંદણ થતું રહેશે તે જોવાનું રહ્યું,હવે ફોરેસ્ટ વિભાગનાં અધિકા રીઓ કેટલાં સમયમાં ટ્રેક્ટર ચાલકની તલાશી કરીને ટ્રેક્ટર ચાલકને પકડી કાયદેસરની કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું...

રિપોર્ટ...લક્ષ્મણ ઠાકોર
સમય ગુજરાત ન્યુઝ
બનાસકાંઠા

ભરૂચ              * આમોદ: નગર પાલિકામાં આજ રોજ પ્રમુખ ઉપપ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત પસાર...        * ૧૭ સદસ્યોએ ઉભા...
03/03/2022

ભરૂચ
* આમોદ: નગર પાલિકામાં આજ રોજ પ્રમુખ ઉપપ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત પસાર...

* ૧૭ સદસ્યોએ ઉભા થઈને પ્રમુખ ઉપપ્રમુખ વિરૂદ્ધ મતદાન કરતાં ભાજપ છાવણીમાં નિરાશા...

* આમોદ પાલિકાના હાલ ભાજપનું શાસન છે જેમાં ભાજપના ૧૪ સદસ્યો તેમજ અપક્ષના ૧૦ સદસ્યો છે.આમોદ પાલિકામાં ભાજપના ચૂંટાયેલા સદસ્યોમાં સંકલનના અભાવને કારણે આમોદ નગરમાં અનેક પ્રાથમિક જરૂરિતાના પ્રશ્નોનું નિરાકરણ આવતું નહોતું.જેથી આમોદ પાલિકાના વિપક્ષી નેતા મહેન્દ્રભાઈ દેસાઈ તથા અન્ય સદસ્યોએ આમોદ પાલિકા પ્રમુખ મહેશભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ ઉષાબેન પટેલ સામે ૯ મી ફેબ્રુઆરીના રોજ અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે નોટીસ મોકલી હતી...

* જેમાં આમોદ પાલિકા પ્રમુખ મહેશભાઈ પટેલના તેમના ૧૫ દિવસ વીતવા છતાં તેમણે કોઈ મીટિંગ બોલાવી નહોતી. ત્યારે આજ રોજ આમોદ પાલિકાના ઉપપ્રમુખ અવિશ્વાસની દરખાસ્ત બાબતે ખાસ એજન્ડા બહાર પાડ્યો હતો.જેથી આજ રોજ આમોદ પાલિકાના કારોબારી અધ્યક્ષ બીજલભાઈ ભરવાડના અધ્યક્ષ સ્થાને આમોદ પાલિકાની ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં પ્રમુખ મહેશભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ ઉષાબેન પટેલની વિરોધમાં ૧૭ સદસ્યોની બહુમતી સાથે અવિશ્વા સ દરખાસ્ત પસાર થઈ હતી જેથી ભાજપની છાવણીમાં ભૂકંપ સર્જાયો હતો...

* આ બાબતે ભરૂચ જિલ્લા ભાજપના મહામંત્રી ફતેસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લા સંગઠન દ્વારા ભાજપના ૧૪ સદસ્યોને વ્હીપ જાહેર કર્યા હતા.જે સદસ્યોએ વ્હીપનો અનાદર કરીને મતદાન કર્યું છે તેમની સામે જિલ્લા સંકલન અને પ્રદેશ ભાજપ સાથે પરામર્સ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.વધુમાં જણા વ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને વિધાનસભા ની ચૂંટણીમાં બહુ મોટો ફર્ક હોય છે જેથી આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કોઈ નુકશાન જવાનું નથી...

* આ બાબતે આમોદ પાલિકાના વિપક્ષી નેતા મહેન્દ્રભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આમોદ પાલિકામાં ગટર,લાઈટ, સફાઈના પ્રશ્નો હતા. જેથી અમોએ ૯ મી ફેબ્રુઆરીના રોજ આમોદ પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસ ની દરખાસ્ત લાવ્યા હતાં.જેમાં પાલિકા પ્રમુખ મહેસભાઈ પટેલના ૧૫ દિવસ વીતવા છતાં તેઓ એ અવિશ્વાસ ની દરખાસ્ત બાબતે કોઈ એજન્ડા બહાર પાડ્યો નહોતો.જેથી આજ રોજ ઉપપ્રમુખ ઉષાબેન પટેલે અવિશ્વાસની દરખાસ્ત માટે ખાસ સામાન્ય સભા બોલા વી હતી.જેમાં ૧૭ સદસ્યોની બહુમતી સાથે પ્રમુખ ઉપ- પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી હતી...

* ભાજપના સાત સદસ્યોએ પ્રમુખ ઉપ-પ્રમુખની વિરોધમાં મતદાન કર્યું..

૧)કમલેશભાઈ રસિકભાઈ સોલંકી
૨)ગીતાબેન ગીરીશભાઈ પટેલ
૩)દક્ષાબેન દિનેશભાઇ પરમાર
૪)બાનુંબેન છત્રસિંહ ચૌહાણ
૫)કૈલાસબેન દલસુખભાઈ વસાવા
૬)રમેશભાઈ ભીખાભાઇ વાઘેલા

* અપક્ષ ભાજપના ગઢમાં ગાબડું પાડવામાં સફળ રહ્યા.આમોદ નગરમાં વોર્ડ નંબર ત્રણ તેમજ વોર્ડ નંબર ચાર ભાજપનો ગઢ ગણાય છે.જેમાં પણ વોર્ડ નંબર ત્રણ એ આમોદ શહેર ભાજપના મહામંત્રી ભીખાભાઇ લીંબચીયાનો વોર્ડ છે જેમાં ત્રણ સદસ્યોએ જીલ્લા ભાજ પે આપેલા વ્હીપની વિરોધમાં પ્રમુખ ઉપપ્રમુખની વિરોધમાં મતદાન કર્યું હતું.જ્યારે વોર્ડ નંબર ચાર પણ ભાજપનો ગઢ ગણાય છે.જેમાં આમોદ શહેર ભાજપ પ્રમુખ મહેશ ભાઈ શાહ અને મહામંત્રી મનીષભાઈ ઠક્કરનો વિસ્તાર હોવાં છતાં તેમાંથી બે ભાજપના સદસ્યોએ પ્રમુખ ઉપ- પ્રમુખની વિરોધમાં મતદાન કરી ભાજપના વ્હીપનો અનાદર કર્યો હતો...

રિપોર્ટ...નઈમ દિવાન
સમય ગુજરાત ન્યુઝ
ભરૂચ

ભરૂચ           * ગાયને પીડા મુક્ત કરાવતા ફરતા પશુદવાખનાની ટીમ ભરૂચ...                * અબોલ પ્રાણીઓ માટે આશીર્વાદરૂપ બને...
03/03/2022

ભરૂચ
* ગાયને પીડા મુક્ત કરાવતા ફરતા પશુદવાખનાની ટીમ ભરૂચ...

* અબોલ પ્રાણીઓ માટે આશીર્વાદરૂપ બનેલ ફરતા પશુ દવાખાનાની સેવાભાવી ટીમે ખુબ જહેમત કરી ગાયના શિગડાનું સફળ ઓપરેશન કરવામાં સફળતા મળી..

* મુખ્યમંત્રી સરકાર‌ની યોજના અંતર્ગત દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાનાની યોજના ચાલે‌ છે જેમાં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામમાં સરકાર દ્વારા એક એમ્બ્યુલન્સ મુકાયેલી છે એમાં નજીકના દસ ગામ આવરી લેવામાં આવેલ છે. તા.૨૮/૦૨/૨૦૨૨ના રોજ નહાર ગામમાં ફરતાં પશુ દવાખાનામાં કાર્યરત ડૉ.સમીર ભાઈ ડોડીયા તથા પાયલોટ નીલેશભાઈ ચારેલ જયારે સિડ્યુલ માટે કનગામ ગામમાં ગયા ત્યારે ગામના વતની જીભાઈ રબારી ગાયની સારવાર માટે ત્યાં આવ્યા હતા તપાસ કરતા ગાયને સિંગડાનું કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે ડો.સમીરભાઈ ડોડીયા એ તેમને તા.૦૨/ ૦૩/૨૦૨૨ ના રોજ ઓપરેશન માટેની સલાહ આપી હતી...

* તા.૦૨/૦૩/૨૦૨૨ ના રોજ સાંજે ૦૩:૦૦ વાગે ઑપરેશનની કામગરી ડૉ.સમીરભાઈ ડોડીયા અને તેમના સાથે છીદ્રાના ડૉ.વિશાલ અને બંને પાઇલોટ દ્વારા ચાલું કરી 3 કલાકની મેહનતથી ઓપરેશન પૂરું કર્યું હતું અને ગાયને પીડા મુકત કરી હતી.આ બદલ માલિક અને બીજા ગામ લોકોએ ડોક્ટર અને એમની ટીમનો આભાર વ્યક્ત કરયો હતો...

રિપોર્ટ...નઈમ દિવાન
સમય ગુજરાત ન્યુઝ
ભરૂચ

ભરૂચ                     * યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલ અંકલેશ્વરની વિદ્યાર્થીનીના પરિવારજનોની મુલાકાત લઈ જાત માહિતી મે...
03/03/2022

ભરૂચ
* યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલ અંકલેશ્વરની વિદ્યાર્થીનીના પરિવારજનોની મુલાકાત લઈ જાત માહિતી મેળવતા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા...

* ભરૂચ જિલ્લા પ્રશાસનના અધિકારીશ્રીઓએ યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોને મળી આશ્વાસન આપ્યું...

* “ઓપરેશન ગંગા” અંતર્ગત વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લાવવા સરકારશ્રી દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાથી અવગત કર્યા...

* યુક્રેનમાં પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિને કારણે ફસાઈ પડેલા અંકલેશ્વરની જીઆઈડીસી વિસ્તારમાં રહેતા નવિનભાઈ માલીના પરિવારની કલેકટર તુષાર સુમેરાએ આજે મુલાકાત લીધી હતી.કલેકટર તુષાર સુમેરા તથા પ્રાંત અધિકારી નૈતિકા પટેલ ધ્વારા અંકલેશ્વર ની જીઆઈડીસી વિસ્તારમાં રહેતા નવિનભાઈ માલીના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં જઈ ને તેમણે તેમની પુત્રી જીનલ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી.દિકરીના પિતા શ્રી નવિનભાઈ માલીએ જણાવ્યું હતું કે, મારી પુત્રી યુક્રેનના ખારીકીવ વિસ્તારમાં આવેલ મેડીકલ યુનિવર્સિટીમાં એમ બીબીએસમાં અભ્યાસ કરે છે. મારી દિકરી જીનલ તથા અન્ય વિદ્યાર્થીઓ સાથે હોસ્ટેલના બેઝમેન્ટમાં આશરો લીધેલ છે. અમો સતત ચિંતિત છે,અમો અમારી દિકરી સાથે મોબાઈલ ફોન પર સંપર્ક માં હતા તેમજ ભારત સરકાર ધ્વારા ઓપરેશન ગંગા હાથ ધરતાં મારી દિકરી જીનલ ખારીકીવથી નિકળી સરકારની એડવાઈઝરી મુજ બ સ્થાયી જગ્યાએ પહોંચી ગઈ છે તેમ જણાવ્યું હતું...

* કલેક્ટર તુષાર સુમેરાએ દિકરી જીનલના પિતાને આશ્વાસન આપતા કહ્યું કે, ભારત સરકારના ઓપરેશન ગંગા અંતર્ગત વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લાવવા સરકાર શ્રી ધ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાથી અવગત કર્યા હતા.મુખ્યમંત્રી સતત કેન્દ્ર સરકાર સાથે સંપર્કમાં છે. આ માટે ગુજરાત સરકાર પણ પરિવારજનો સાથે છે. યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના તમામના પરિવારોનો જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ધ્વારા સંપર્ક કરી આશ્વાસન આપવા માં આવી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તેમજ ભરૂચ જિલ્લા પ્રશાસન દ્વારા લેવાઈ રહેલા પગલાંની પણ માહિતી આપવામાં આવી રહી છે...

રિપોર્ટ...નઈમ દિવાન
સમય ગુજરાત ન્યુઝ
ભરૂચ

ભરૂચ                 * ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪ તથા ગુજરાત એ...
03/03/2022

ભરૂચ
* ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪ તથા ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન–૨૦૨૦ મજબનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું...

* નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા મુકવામાં આવેલ નિયંત્રણો લંબાવાયા...

* નોવેલ કોરોના વાયરસને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે.આ સબંધમાં કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે. અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ જે.ડી.પટેલે ફોજદારી કાર્યરી તી અધિનિયમ – ૧૯૭૩ ની કલમ-૧૪૪ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪ તથા ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન–૨૦૨૦ અન્વયે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નોટીફીકેશન નં.જી.પી/૯-એનસીવી/૧૦૨૦૨૦/એસએફ-૧/૦,તા.૧૩/૦૩/૨૦ ૨૦ અન્વયે મળેલ સત્તાની રૂએ નીચે મુજબ અમલવારી કરવા ફરમાવ્યું છું...

* કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૨૫/૦૨/૨૦૨૨ ના હુકમથી જાહેર કરવામાં આવેલ નીચે મુજબના National Directives for Govil-19 નું તમામે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે...

(૧) જાહેર સ્થળોએ કામના સ્થળોએ તથા મુસાફરી દરમ્યાન ફરજીયાત માસ્ક/ફેસ કવર પહેરવાનું રહેશે.
(૨) દરેક વ્યક્તિઓએ જાહેર સ્થળોએ સામાજીક અંતર(દો ગજ કી દુરી) રાખવાનું રહેશે. ગ્રાહકો શારીરિક અંતર રાખે તે દુકાનદાર માલિકોએ સુનિશ્ચત કરવાનું રહેશે.
(૩) પ્રવર્તમાન નિયમો અને કાયદાનુસાર જાહેરમાં થૂંકવા બદલ દંડ શિક્ષાને પાત્ર થશે.
(૪) કામના સ્થળોએ સેનીટાઈઝર તથા હેન્ડવોશની વ્યવરથા કરવાની રહેશે.
(૫) બંધ સ્થળોએ હવાની પુરતી અવર-જવર રહે તે સુનિશ્ચત કરવાનું રહેશે...

* આ જાહેરનામ તા.૩૧/૦૩/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૫૧ થી ૫૮ ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થરશે. ભરૂચ જીલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી હેડ કોન્સ્ટેબ લ સુધીનો હોદો તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવેલ છે...

રિપોર્ટ...નઈમ દિવાન
સમય ગુજરાત ન્યુઝ
ભરૂચ

ભરૂચ                       *  રૂ.૪૪૬ કરોડની ઉઘરાણી કરી નાસી છૂટેલા દિલીપ જૈન પર ફાસ્ટટ્રેક કોર્ટમાં કાર્યવાહી કરવા રોકાણ...
03/03/2022

ભરૂચ
* રૂ.૪૪૬ કરોડની ઉઘરાણી કરી નાસી છૂટેલા દિલીપ જૈન પર ફાસ્ટટ્રેક કોર્ટમાં કાર્યવાહી કરવા રોકાણકારોની માંગ...

* ભરૂચમાં “જેનિસ ફોર યુ” નામની કંપનીના નામે લોભમણી સ્કીમો આપી શહેરીજનોના રૂ.૪૪૬ કરોડની ઉઘરાણી કરી શહેર છોડી નાસી છૂટેલા દિલીપ બાબુલાલ જૈન વિરુદ્ધનો દાવો ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની માંગ સાથે રોકાણકારો એ કલેકટર સમક્ષ આવેદન પાઠવ્યું છે...

* ભરૂચમાં વર્ષ ૨૦૧૪ ની સાલમાં “જેનિસ ફોર યુ” નામની કંપની દિલીપ બાબુલાલ જૈન નામનો વ્યક્તિ ચલા વતો હતો. જેને ધર્મનગર સોસા યટી ભોલાવ ખાતે પોતા ની કંપનીમાં તથા બેન્ક એકાઉન્ટ માં લેવડ-દેવડ ચાલતી હતી. માલિક દ્વારા ગુજરાત નાં અલગ-અલગ શહેરોમાં કુલ રૂ.૪૪૬ કરોડ રૂપિયાનું ટર્ન ઓવર કરેલ ત્યારબાદ વર્ષ ૨૦૨૦ માં જીએસટી ની રેડ પાડવામાં આવેલ અને ત્યાર બાદ સી.આઇ.ડી ને સાથે રાખીને તેના કાર્યના સ્થળે રેડ પાડીને હાઇકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ જેમાં હાઇ કોર્ટ માંથી કોઈ ઓર્ડર ના આવ્યો અને જીએસટી દ્વારા પણ કોઈ કાર્યવાહી કર વામાંના આવતા દિલીપ બાબુ લાલ જૈન પોતાના મોબાઈલ નંબર બંધ કરી તથા સોશ્યલ મીડિયાના એકાઉન્ટ બંધ કરી ભરૂચ છોડી નાસી છૂટયો હોય તેની પાસે સેવિંગ કરવા આપેલા રૂપિયા પરત ન મળ તા તેમજ નાના-મોટા વેપારીઓના રૂપિયા આ કંપનીમાં ફસાયેલા હોય આવા અનેક લોકોની અપીલ છે કે આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલા વવામાં આવે નહીં તો અમારે આત્મ હત્યા કરવાનો વારો આવશે,નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે ઝાડેશ્વર સ્થિત દિલીપ જૈનના બંગલા પાસે બધાજ રોકા ણકારો ભેગા થઈને આંદોલન કરીશું તેમ જણાવ્યું છે...

રિપોર્ટ...નઈમ દિવાન
સમય ગુજરાત ન્યુઝ
ભરૂચ

સમય ગુજરાત ન્યુઝ અમદાવાદ...✍️
02/03/2022

સમય ગુજરાત ન્યુઝ
અમદાવાદ...✍️

BanaskanthaSamay Gujarat News
27/02/2022

Banaskantha
Samay Gujarat News

સમય ગુજરાત ન્યુઝમાં જોડાવવા માટે અંદર આપેલ નંબર પર WhatsApp Message થી સંર્પક કરવા વિનંતી... ગાંધીનગર...✍️
26/02/2022

સમય ગુજરાત ન્યુઝમાં જોડાવવા માટે અંદર આપેલ નંબર પર WhatsApp Message થી સંર્પક કરવા વિનંતી... ગાંધીનગર...✍️

બનાસકાંઠા                   * બનાસકાંઠા દાંતા તાલુકામા ડિગ્રી વગરના બોગસ ડૉક્ટરો વિરુદ્ધ કાર્યવાહી ક્યારે..??           ...
26/02/2022

બનાસકાંઠા
* બનાસકાંઠા દાંતા તાલુકામા ડિગ્રી વગરના બોગસ ડૉક્ટરો વિરુદ્ધ કાર્યવાહી ક્યારે..??

* દાંતા મોકડી નવાવાસ હડાદ જીતપુર જેવાં વિસ્તારોમાં ઠેર ઠેર બોગસ તબીબો મનુષ્ય જીવન સાથે ચેડા કરીને દાખલ કરતા નજરે જોવા મળી રહ્યા તેમજ ડિગ્રી વગરના હાર્ડવેર પણ પોતાનું એક્સરે મશીન લઈ લોકો જોડેથી પાટા પેટ્ટી ના નામે હાજારો રૂપિયા ખંખેરી રહ્યા છે...

* દાંતા ગામમાં અને આખા તાલુકામાં જ્યા જુઓ ત્યાં ડિગ્રી વગર ના બોગસ ડૉક્ટરો નો રાફડો ફાટ્યો હોય તેવું નજરે દેખાઈ રહ્યું છે તેમ છતાં તંત્ર અજા ણ દાંતા તાલુકામાં રોજનો એક બોગસ ડોક્ટર પોતાનું દવાખાનું ખોલી બેસી જતો હોય છે અને જાણે પોતે એમબીબીએસ હોય તેમ મનુષ્ય જીવન સાથે ચેડા કરી પોતાની પ્રેક્ટિસ કરી રહ્યા છે આમ જોવા જઈએ તો દાંતા તાલુકા ની ઘણના એક પછાત એરિયામા થાય છે. અહીંના લોકો ને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ ના હોવાથી આવા બોગસ ડૉક્ટરો પાસે જવા મજબુર થવું પડતું હોય છે અને આનો ફાયદો ઉઠાવી મન ફાવે તેમ ડૉક્ટરો લૂંટતા હોય છે વધુ મા વાત કરવામાં આવે દાંતા આરોગ્ય કેન્દ્રની તો દાંતા આરોગ્ય કેન્દ્રમા પણ કંઈક અલગજ બહાના જોવા મળતા હોય છે કોઈ નાનો મોટો પ્રેશન્ટ આવે તો તેનો ઈલાજ કરવાના બદલે તે પ્રેશન્ટને તાત્કાલિક પાલન પુર જ રીફર કરી દેવામાં આવતો હોય છે તો ક્યાંક ને ક્યાંક દાંતા આરોગ્ય કેન્દ્ર મા પણ સારા એવા ડોક્ટરોને ખોટ વર્તાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે...

રિપોર્ટ... લક્ષ્મણ ઠાકોર
સમય ગુજરાત ન્યુઝ
અંબાજી

અરવલ્લી                  * મેઘરજ બી.આર.સી.ભવન ખાતે તાલુકા પ્રાથમિક શાળાની કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઇ...             * ...
26/02/2022

અરવલ્લી
* મેઘરજ બી.આર.સી.ભવન ખાતે તાલુકા પ્રાથમિક શાળાની કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઇ...

* આજ રોજ મેઘરજ તાલુકાની પ્રાથમિક શાળા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી,જેમાં તાલુકાની મોટાભાગની પ્રાથમિક શાળાના વિધાર્થીઓએ ભાગ લીધો હતો. તાલુકા કક્ષાએ યોજાયેલી સ્પર્ધાઓમાં ભાટકોટા પ્રાથમિક શાળાના બાળકો શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું...

* મેઘરજ બી.આર.સી.ભવન ખાતે યોજાયેલ સ્પર્ધામાં ભાટકોટા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી સૃષ્ટિ સુરેશભાઇ ખોખરે નૃત્ય સ્પર્ધામાં પ્રથમ નંબર મેળ વ્યો હતો અને વિધ્નેશ હરિશભાઇ ભગોરાએ ચિત્ર સ્પર્ધા માં તૃતીય નંબર પ્રાપ્ત કરી ભાટકોટા પ્રાથમિક શાળાનુ ગૌરવ વધારેલ છે.

* ભાટકોટા શાળાના બે વિદ્યાર્થીએ તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કરતાં ભાટકોટા શાળાના આચાર્યશ્રી,શિક્ષક મિત્રો તેમજ મેઘરજ આ.શિ. એસો. મહામંત્રી શ્રી હરીશભાઇ ડામોરે બંને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.....

રીપોર્ટ - પરેશ ભગોરા, ભિલોડા.
સમય ગુજરાત ન્યૂઝ.

પાટણ             * ચાણસ્મા શહેરમાં જર્જરીત મકાન તાત્કાલિક ઉતારી લેવા માટે નગરપાલિકા જાગે...                        * પાટ...
02/06/2021

પાટણ
* ચાણસ્મા શહેરમાં જર્જરીત મકાન તાત્કાલિક ઉતારી લેવા માટે નગરપાલિકા જાગે...

* પાટણ જિલ્લાના ચાણસ્મા શહેરમાં આવેલા ઘાંચી વાસમાં એક મકાન જર્જરીત હાલતમાં છે જેની ઉતારી દેવાની નોટિસ તા.૧૭/૫/૨૦૨૧ ના દિવસે મકાન ઉપર લગાવવામાં આવી હતી.મકાન માલિક બોમ્બે રહેતા હોવાના કારણે આ નોટિસ એમના જર્જરિત મકાન ઉપર લગાવવામાં આવી હતી.મકાન માલિકને ટેલિફોનથી જાણ કરવામાં આવી છે તેવું નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા જાણવા મળ્યું હતું.આજે ઘણા દિવસો થઈ ગયા છતાં કોઇ કાર્યવાહી થઇ નથી.મકાનની પછીતે (પાછળ) પીંપળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.તેમજ વાડી આવે લી છે અને વાડીનું રસોડું આ મકાનના બરાબર પાછળના ભાગમાં આવેલ છે.આ મકાનની દિવાલો એટલી જર્જરીત થઈ ગઈ છે કે ધક્કો મારીએ તો પણ પડી જાય તેવી હાલતમાં છે.શું નગરપાલિકાની જવાબદારી નથી આવતી લોકોની સુખાકારી જોવાની..?

* વાડીમાં નાનો મોટો પ્રસંગ હશે અને આ દિવાલ ધારાશાહી થશે અને કોઈ જાનહાનિ થશે તો જવાબદારી કોની.? આ બાબતે બાજુના મકાન માલિકે પણ તેમના મકાનને ધક્કોના લાગે તે માટે નગરપા લિકામાં રજૂઆત કરેલી છે તેવું જાણવા મળેલ છે.શું.?? ચાણસ્મા નગરપાલિકા આ મકાન ઉતરાવી લેવાની કાર્ય વાહી સત્વરે કરશે ખરા..?ઉત્તર ગુજરાતની અંદર વરસાદ ની શરૂઆત થવાની આગાહી પણ કરવામાં આવી રહી છે.તો આ સમય પહેલા આ જર્જરીત મકાન ઉતારી લેવા ની કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરવી જરૂરી છે.તો આ બાબતે ચાણસ્મા નગરપાલિકાના ચીફ ઓફિસર સત્વરે પગલાં ભરશે એવી આજુબાજુના રહીશોની લાગણી અને માગણી છે...

રિપોર્ટ...અમૃતલાલ પટેલ
સમય ગુજરાત ન્યુઝ
ચાણસ્મા

02/06/2021

ભરૂચ
* વાગરાના મુલેર ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતા 2 બોગસ તબીબ ઝડપાયા...

* ડિગ્રી વગના ઝોલા છાપ ઉંટવૈદીયા ડોક્ટરો ઝડપાયા...

* વાગરા તાલુકાના મુલેર ગામે દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર પોલીસે ઝડપીને તેની પાસેથી દવાઓ બી.પી.માપવાનું સાધન સ્ટેથોસ્કોપ વિ.કબજે લઇને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.લોકોની જીંદગી સાથે ચેડા કરતા અા બોગસ ડોકટરને પકડીને જેલ ભેગો કરાયો હતો.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાગરા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી.કે મુલેર ગામે બોગસ તબીબ દવાખાનુ ચલાવી રહ્યો છે.ત્યારે પોલીસે બાતમી મળેલ જગ્યાએ જઇને તપાસ કરતા મુલેર ચોકરી પાસે સૂરજ સમીર બીશ્વાસ અને પરેસભાઈ મનહરલાલ કસારાનો મુળ પશ્ચિમ બંગાળનો રહેવાસી મુલેર ગામમાં દવાખાનું ચલાવતો માલુમ પડ્યુ હતુ.પોલીસે આ ઇસમને તેની ડિગ્રી બાબતે પુછતા કોઈ જવાબ આપી નથી અને એ સિવાય મેડિકલ પ્રેક્ટિસ કરવા માટેની બીજી કોઇ ડિગ્રી મળી નહતી.મેડિકલ ડિગ્રીનું પ્રમાણપત્ર માંગતા મળી શકેલ નહિ.તેથી તે બોગસ ડોક્ટર હોવાનું જાણવા માં આવતા પોલીસે પંચનામું કરીને તેની પાસેથી એલોપ થી દવાઓ અને અન્ય મુદ્દામાલ કબ્જે લઇને તેની ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી...

* વાગરા પોલીસે મુલેર ગામે દવાખાનું ચલાવતા બે ઝડપાયેલા અા બોગસ તબીબ સૂરજ સમીર બીશ્વાસ અને પરેસભાઈ મનહરલાલ કંસારા વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.આ સાથે અન્ય સ્થળોએ પણ બોગસ ડોકટરો પ્રેક્ટિસ કરી રહ્યા છે કે કેમ તે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે...

રિપોર્ટ...સફરાજ સોલંકી
સમય ગુજરાત ન્યુઝ
વાગરા

બનાસકાંઠા                     * દાદાએ છુટક મજુરી કરી પુત્રને ભણાવ્યો તો પૌત્ર એ ડોકટર બની દાદાનું સપનું પૂર્ણ કર્યુ...  ...
02/06/2021

બનાસકાંઠા
* દાદાએ છુટક મજુરી કરી પુત્રને ભણાવ્યો તો પૌત્ર એ ડોકટર બની દાદાનું સપનું પૂર્ણ કર્યુ...

* વડગામના માનપુરા ગામના યુવાને દાદાનું સપનું પૂર્ણ કરતા પરિવાર માં ખુશી...

* વડગામ તાલુકાના માનપુર ગામના દલાભાઈ ચૌહાણ ના પૌત્ર પીયુષ ચૌહાણે અથાક મહેનત કરી દાદાનું સપનું પુરૂ કર્યું હતું.વડગામ તાલુકાના માનપુરા ગામના દલાભાઈ ચૌહાણ જેમને એક દિકરો અને છ દિકરીઓ હતી.પોતાની આર્થિક સ્થિતિ નબળી હોવા છંતા પણ મહેનતની પાઈપાઈ ભેગી કરી પોતાના દિકરાને ઉચ્ચ શિક્ષણ આપ્યું જેથી હાલમાં તેઓનો દિકરો ખોડાભાઈ ચૌહાણ પાણીપુરવઠા વિભાગ પાલનપુરમાં સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવે જોકે તેમના ધર્મપત્ની પુષ્પાબેન ચૌહાણ પણ ફતેપુરા પ્રાથમિક શાળા માં શિક્ષિકા તરીકે ફરજ નિભાવી રહ્યા છે શરૂઆતથી જ શિક્ષણને પ્રાધાન્ય આપતા આ બંન્ને દંપતિ ને પોતાના ત્રણે સંતાનોને અવ્વલ શિક્ષણ મળે તે દિશામાં કામ કરતા રહ્યા છે.ત્યારે હાલમાં મોટો દિકરો ધવલ અને દિકરી મનિષા બંન્ને શિક્ષક તરીકે ની ફરજ બજાવી રહ્યા છે.અને પોતાના દાદાએ કરેલ અથાક મહેનતથી પેરણા લઈ નાનો દિકરો પીયૂષ પણ સુરતના સ્મીમેર મેડિકલ કોલેજ ખાતે અભ્યા સ કરી ગુજરાત મેડિકલ હેલ્થ સર્વિસ (કલાસ 2) માટે ડિસેમ્બર 2019માં લેખીત પરીક્ષા આપી હતી.અને 2020 માં રિઝલ્ટ આવ્યું હતું...

* જેમાં ફેબ્રુઆરી 2021 માં ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા અને પિયુષ ચૌહાણ એ પરીક્ષામાં પાસ થયો હતો અત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઓર્ડર આપવામાં આવ્યો છે. ગુજરાતી કહેવત છે કે કદમ હો અસ્થિર જેના એને કદી રસ્તો નથી જડતો અડગ મનના મુસાફર ને હિમાલય પણ નથી.નડતો તે કહેવતને પીયૂષ ચૌહાણ ખરી કરી બતાવી છે.હાલમાં ડોક્ટર તરીકેની સેવા કરવાનો મોકો મળતાજ ગામ,સમાજ અને પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે...

* આ બાબતે ડોકટર પિયુષ ચૌહાણએ જણાવ્યું હતું કે જ્યારે નાનો હતો ત્યારે દાદા પિતાજીને કહેતાં હતા હું મજૂરી કરીશ પણ તમે સમાજ માટે કંઈક કરજો અને ખાસ તો ડોકટર બનજો જેથી કોઈને સારવાર માટે બહાર ન જવું પડે.આ સાંભળી મને લાગ્યું કે હું દાદાનું સપનું પૂર્ણ કરીશ અને મહેનત કરી આજે ડોકટર બની દાદા,પરિવાર સહિત સમાજનું નામ રોશન કર્યું છે.તેમજ હજું ઉચ્ચ અભ્યાસ માટે નોકરી સાથે સાથે પણ મહેનત કરતો રહીશ...

અહેવાલ...પ્રદિપ પરમાર
સમય ગુજરાત ન્યુઝ
વડગામ

સાબરકાંઠા                       * હિંમતનગર માહિતી કચેરી ખાતે સેવક તરીકે ફરજ બજાવતા શ્રી બાબુલાલ કલાસવાની સન્માન સાથે વિદ...
02/06/2021

સાબરકાંઠા
* હિંમતનગર માહિતી કચેરી ખાતે સેવક તરીકે ફરજ બજાવતા શ્રી બાબુલાલ કલાસવાની સન્માન સાથે વિદાય...

* વર્ગ ચાર કર્મચારી બાબુલાલ કલાસવાને કલાસ વન અધિકારીએ એક કલાકના સુલતાન બનાવી પોતાની ખુરશીમાં બેસાડી પૂરા સન્માન સાથે વિદાય આપી...

* વયમર્યાદા ના કારણે નિવૃત્ત થતાં શ્રી બાબુલાલ કલાસવાની વિદાયવેળાએ પ્રાદેશિક માહિતી કચેરીના અમદાવાદના સંયુક્ત માહિતી નિયામક,ગાંધીન ગર હેડ ઓફિસના નાયબ માહિતી નિયામક,હિંમતગનર ના DDI અને સમગ્ર સ્ટાફે ઉપસ્થિતિ રહી ભાવસભર વિદાય આપી,સ્વસ્થ તંદુરસ્તી માટે સૌએ શુભેચ્છાઓ પાઠવી...

* એક અદના સેવક શ્રી બાબુલાલ કલાસવાએ ૧૭ જેટલા અધિકારીઓ સાથે કામ કર્યુ છે અને સૌ તેમની સેવાની કદર કરતા રહ્યા છે...

* સરકારી ઓફિસમાં સેવકનું એક આગવું અને અગત્યનું કાર્ય હોય છે.ઓફિસની ચોકીદારી મોટાભાગે સેવકના હાથમાં હોય છે.અધિકારી અને સેવક નો સૂમેળ હોય તો ઓફિસનું વાતાવરણ સંચાલન સરળ અને સહજ બની રહે છે,ફરજ નિષ્ઠા,હુકમ પાલન અને કામકાજનું કઇ રીતે કાર્યપાલન કરવું તે અદના સેવકનું કર્તવ્ય હોય છે. ઓફિસમાં અધિકારીઓનું આગમનથી અંતે ઓફિસ બંધ થાય ત્યાં સુધી સેવક અને અધિકારી સાથે સંવાદ ચાલતો હોય છે.તેમાં સંવેદના સાથે સૂર મળે તો કામ દિપી ઉઠે અને કામમાં કયાંય કચાશ રહેતી નથી, "સારા અધિકારી મળે તો ભાગ્યશાળી,પણ સારા સેવક મળે તો પુણ્યશાળી ગણાય" સેવકનું સર્વર અધિકારીની સફળતાની નિશાની હોય છે.સમગ્ર ઓફિસમાં પચાસ ટકા માહિતી સેવકના સર્વરમાં સંગ્રહાયેલી હોય જ છે.સેવા અને શિસ્તના પાલનનો પહેલાં પહેરેદાર સેવક હોય છે...

* સરકારી સેવામાં નિમણૂક અને નિવૃત્તિ નિશ્ચિત હોય છે.પણ કર્મચારી જયારે નિવૃત થાય છે,ત્યારે તેની સેવાની સુગંધ પ્રસર્યા વિના રહેતી નથી તમે કેવી સેવા કરી છે, તે નિવૃત્તિ વેળાએ સન્માનમાં કહે વાતા બે શબ્દોમાં આખી સેવાનો નિચોડ આવી જતો હોય છે,પરંતુ સૌ કોઈના ભાગ્યમાં આવુ બનતુ નથી.સેવકની સુવાસ દિલમાં ઉતરે તેમણે સાથી કર્મીઓ અધિકારીઓ આપેલા પ્રેમ હૂંફ નિષ્ઠા વફાદારી સાથે વિશ્વાસ સંપાદન કરો ત્યારે આ બધી નિપજ બહાર આવે છે...

* " આવો આજે આપણે એક અદકેરા અદના સેવક શ્રી બાબુલાલ કલાસવાના જીવનની વાત કરીએ તો રાજસ્થાનના આંતરિયાળ વિસ્તારના ગામ.ગુમાનપુરા, તા.દરીયાવત,જિ. પ્રતાપગઢ ના મૂળ વતની અને માત્ર ધોરણ ૮ પાસ, સ્વમાની અને તરવરીયા બાબુલાલ કલસવા યુવાવયે દિલ્હી ખાતે ૧ જૂલાઇ ૧૯૮૩ થી સેવક તરીકે પોતાની ફરજ શરૂ કરી,પાંચ વર્ષ દિલ્હીમાં સેવક તરીકે ફરજ બજાવી, ત્યાંથી ૧૯૮૮ માં પાલનપુર ખાતે બદલી થતાં ગુજરાતમાં આવ્યા એકાદ વર્ષ પાલન પુર નોકરી કરી, ત્યારબાદ ૧૯૮૯થી જિલ્લા માહિતી કચેરી હિંમતનગર - સાબરકાંઠામાં સતત સેવારત રહ્યા તેમના નોકરીના કાર્યકાળ દરમિયાન ૧૭ જેટલા અધિકારી ઓ સાથે પડછાયાની જેમ ખડેપગે રહ્યા અધિકારી - કર્મચારીઓનો વિશ્વાસ સંપાદન કરી સેવક તરીકે પોતાની ફરજની સુવાસ પ્રસરાવતા રહ્યા છે. આજે વયમર્યાદાના કારણે ૬૦ વર્ષેની ઉંમરે તેઓ નિવૃત થયા છે...

* ઉલ્લેખનીય છે કે, તેમની સેવાની કદરના ભાગરૂપે પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદના સંયુક્ત માહિતી નિયામક શ્રી હિમાંશુ ઉપાધ્યાય પણ આ કચેરીમાં ઇન્ચાર્જ ના.નિયામક રહી ચુક્યા છે અને વડી કચેરીના નાયબ માહિતી નિયામક શ્રી આર.એસ.પટેલ પણ આ જિલ્લા માહિતી કચેરીના હિસા બનીસ તરીકે સેવા આપતા હતા તે સમયના નાતે ખાસ ઉપસ્થિત રહીને સેવાની કદર કરી નિવૃત્તિની શુભેચ્છા પાઠવી તે સેવકની સેવાની સુગંધ અને પ્રેમની પારાશિશી છે, અને સૌ અધિકારીઓના પ્રિય એવા અને સાથી કર્મી ઓમાં લોકચાહના ધરાવતા શ્રી બાબુલાલ કલાસવા તંદુ રસ્ત રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.કોરોના મહમા રીમાં પણ સેવા પ્રત્યે વફાદારી તેમણે બખૂબી ફરજની અંતિમ ક્ષણ સુધી નિભાવી છે.અને તેમના ધર્મપત્નીએ પણ ઉપસ્થિત રહીને સંકટના સમયે સાથ આપ્યો છે.તેમ ણે કરેલા કામો ડગલે ને પગલે આ કચેરીને યાદ રહેશે તેમ ણે આપેલો પ્રેમ - સેવા સદાય આ કચેરીને યાદ રહેશે,આ સાથે જિલ્લા માહિતી કચેરીમાંથી બદલી થઇને ગાંધીનગર જતા એસ.એચ.અસારીને પણ ભાવસભર વિદાય આપ વામાં આવી હતી...

* સેવક બાબુલાલ કલાસવાની નિવૃત્તિ પ્રસંગે જિલ્લા માહિતી કચેરીના હિંમતનગર તથા અરવલ્લીના સ્ટાફ ગણ સહિત અન્ય કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટ...હેતન જોષી
સમય ગુજરાત ન્યુઝ
અરવલ્લી

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Samay Gujarat News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Samay Gujarat News:

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share