16/12/2021
ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશને આપેલા રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓની હડતાળ માં ગુજરાતના 70,000 બેન્ક કર્મચારીઓ અને દેશના કુલ ૯ લાખ કર્મચારીઓ જોડાયા છે . . આ હડતાળથી ગુજરાતમાં રાષ્ટ્રીય કૃત બેન્કોની 4800 બ્રાન્ચનું કામકાજ અટકી જશે અને અંદાજે ૨૦ હજાર કરોડના આર્થિક વ્યવહારો અટકી જશે આજથી શરુ થયેલી બે દિવસની રાષ્ટ્રીય હડતાલમાં જોડાયેલા કર્મચારીઓએ જે તે બ્રાંચની બહારના ભાગે દેખાવો પણ કર્યા હતા . રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણ સામે બેંક કર્મચારીઓએ બાયો ચઢાવી છે . બેંક કર્મચારીઓ શિયાળુ સત્રમાં આવનાર બેન્કિંગ એમેન્ડમેન્ટ લો સુધારા વિધેયકનો વિરોધ કરશે . આ અંગે બેંક કર્મચારીઓનું માનવુ છે કે સરકાર રાષ્ટ્રીયકૃત બેંકને ખાનગી માલિકને સોપી શકે છે . જેને લઈને થાપણદારોએ બેંકમાં મુકેલી થાપણ એક જ ઠરાવથી ખાનગી માલિકના હાથમાં જવાનો ભય છે . આ નિર્ણયથી ગ્રાહકોને સૌથી મોટી અસર થશે . આ હડતાળની ચીમકીથી દેશમાંથી ૯ લાખ જેટલા બેન્ક કર્મી હડતાળમાં જોડાયા છે .