27/06/2024
આણંદ જિલ્લામા આવેલ જળાશયો, નદી, તળાવ, નહેર અને દરિયાકાંઠો તમામ સ્થળો ખાતે આવતા પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોને ન્હાવા/સ્વીમીંગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો
**********
ખંભાત તાલુકાના કાણીસા કામનાથ મહાવેદ મંદિર કુંડ, ખડોધી તળાવ, ધુવારણ દરીયો ડોસલી માતાના મંદિરે, તડા તલાવ વડગામ ખંભાત ખાતે ખંભાત દરિયાઈ ડંકો નારેશ્વર તળાવ કંસારી તલાવડી આંબાખાળ તલાવડી અને માદળા તળાવ ખાતે
**†******
બોરસદ તાલુકાના બદલપુર તળાવ,અમીયાદ તળાવ, જંત્રાલ તળાવ, કાળુ તળાવ, કણભા તળાવ,ભચુડીયા તલાવડી, કંકાપુરા
તાજેતરમાં રાજ્યમાં જુદા જુદા જીલ્લાઓમાં આવેલ જળાશયો (નદી, તળાવ, નહેર, દરીયા) માં નહાવા પડેલ વ્યક્તિઓના ડુબી જવાથી મરણ થવાની ઘટનાઓ ધ્યાને આવેલ છે. આ બાબત અતિ ગંભીર છે. જેમાં છેલ્લા એક માસમાં ઘણા બધા વ્યક્તિઓના મરણ થયેલ છે.
જેથી આણંદ જીલ્લાના જળાશયો ખાતે જયાં જયાં આવી ઘટનાઓ બનવાની શક્યતા હોય તેવા ભયજનક સ્થળોએ કોઈ પણ વ્યક્તિઓ/પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે જરૂરી પ્રતિબંધાત્મક હુકમ ઋતુરાજ દેસાઇ (GAS), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, આણંદ એ તેમને મળેલ સત્તાની રૂએ આણંદ જિલ્લાના આવા તમામ સ્થળો ખાતે આવતા તમામ પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોને ન્હાવા/સ્વીમીંગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામા મુજબ આણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના સામરખા ગામ પાસેથી પસાર થતી નહેર, લાંભવેલ ગામ પાસેથી પસાર થતી નહેર, રાવળાપુરા ગામ પાસેથી પસાર થતી નહેર, વાસદ મહીસાગર નદી(વાસદ મહીસાગર નદી પાસે), મોગર મહી કેનાલ (મોટી નહેર) જેઠાપુરા, વહોરાખાડી મહીસાગર નદી, ખાનપુર મહીસાગર નદી, ઉમરેઠ તાલુકાના થામણા-ખીજલપુર રોડ શેઢી નદી, સુંદલપુરા -લાલપુરા, મહીસાગર નદી, ભાટપુરા મહી કેનાલ, રતનપુરા મહી કેનાલ, બેચરી મહીકનાલ, અહીમા મહીસાગર નદી,
શીલી મહીસાગર નદી સિદ્ધનાથ મહાદેવ મંદિર આગળ,પ્રતાપપુરા તથા ખોરવાડ મહીસાગર નદી, પેટલાદ તાલુકાના ઈસરામાં ગામ ખાતે ઈસરામા તળાવ, દાવલપુરા મલાવ તળાવ, જોગણ નહેર, પેટલાદ, પરમણીયા તળાવ,પેટલાદ લક્કડપુરા જવાના રસ્તા પર ગરનાળા, પેટલાદ કબ્રસ્તાન નજીક આવેલ મલાવ તળાવ માં, પેટલાદ શહેરમાં મલાવ તળાવ, રામનાથ તળાવ પાસે, ધર્મજ સુરજબા પાર્ક વોટરપાર્ક, બોરસદ તાલુકામાં દેદરડા ગામનું તળાવ, નાપા તળપદ ટોલ પાસેનું તળાવ, બોચાસણ ગામનું તળાવ, મહીસાગર નદીનો કાંઠો વિસ્તાર, આંકલાવ તાલુકામાં મહીસાગર નદી નો કાંઠો, ઉમેટા મહીસાગર નદી પર બાંધેલ આડ બંધ (ઓવારો), ઉમેટા બ્રિજ નીચે મહીસાગર નદી નો કાંઠો, બોરસદ તાલુકાના અમીયાદ તળાવ, જંત્રાલ તળાવ, કાળુ તળાવ, કણભા તળાવ,ભચુડીયા તલાવડી, કંકાપુરા, કાંધરોટી સ્મશાન ગૃહ પાસે આવેલ આણંદ મોગરી કાસમાં, વિરસદ તળાવ,અંબેરાવપુરા તળાવ, રાસ તળાવ,ખાજપુર તળાવ, બદલપુર તળાવ, સોજીત્રા તાલુકાના દેવાવાટા ગામ ખાતે, દેવાવાટા સીમ લીમ્બાસી શાખા નહેર, ડભોઉ ઝીરો ચોકી નજીક કેનાલ, લીબાસી બ્રાન્ચ દેવા ગામની સીમ ત્રેવીસ હજારના નાળા રેલ્વે ફાટક પાસે કેનાલ, સોજીત્રા ગામ સીમ ના પંચૌતેર હજારના બચ્ચો ઘર નજીક આવેલ ગરનાળા નજીક, કેનાલ, મલાતજ ગામની સીમ અડવા વિસ્તાર એકાવન સોગેટ નજીક કેનાલ, મહીયારી વી શાખા નહેર ડાલી સીમ જેઠી તલાવડી, ખંભાત તાલુકાના કાણીસા કામનાથ મહાવેદ મંદિર કુંડ, ખડોધી તળાવ, ધુવારણ દરીયો ડોસલી માતાના મંદિરે, તડા તલાવ વડગામ ખંભાત ખાતે ખંભાત દરિયાઈ ડંકો નારેશ્વર તળાવ કંસારી તલાવડી આંબાખાળ તલાવડી અને માદળા તળાવ ખાતે આવતા તમામ પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોને નાહવા, સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામું તા. ૩૧/૦૭/૨૦૨૪ સુધી અમલમાં રહેશે.