Mehsana Reporter

  • Home
  • Mehsana Reporter

Mehsana Reporter Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mehsana Reporter, Media/News Company, .

રતન ટાટા જી..સાચા અર્થમાં હિન્દુસ્થાન નું અનમોલ રતન હતું. રતન ટાટા જી નાની ઉંમર માં બીઝનેશ માં જોડાઈ ને ઉંચા શિખરે પહોંચ...
10/10/2024

રતન ટાટા જી..સાચા અર્થમાં હિન્દુસ્થાન નું અનમોલ રતન હતું. રતન ટાટા જી નાની ઉંમર માં બીઝનેશ માં જોડાઈ ને ઉંચા શિખરે પહોંચ્યા હતા. જીવનમાં ગ્રાઉન્ડ લેવલ થી ઉંચા શિખરે કઈ રીતે પહોંચવું ભારતના યુવાનો એ રતન ટાટા જી ની પ્રેરણા લઈ આગળ વધવું જોઈએ ... ઓમ્ શાંતિ..

23/08/2024

*બહુચરાજી માતાજીના મંદિરના પુન: નિર્માણની પ્રથમ ફેઝની કામગીરીનું મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું*
-----
*પ્રથમ ફેઝની કામગીરી અંતર્ગત રૂપિયા ૭૬.૫૧ કરોડના ખર્ચે મંદિરનું પુન:નિર્માણ કરીને શિખરની ઊંચાઈ ૮૬ ફૂટ ૧ ઇંચ સુધી વધારવામાં આવશે*
-----
*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે બહુચરાજી માતાના દર્શન તેમજ પૂજા અર્ચના કરી જન સુખાકારીની પ્રાર્થના કરી*
-----
*મંદિર પરિસરમાં ઉપસ્થિત દર્શનાર્થીઓ તેમજ સ્થાનિકોનું ઉમળકાભેર અભિવાદન ઝીલતા મુખ્યમંત્રીશ્રી*
*****
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ બહુચરાજીમાં બહુચર માતાના મંદિરના પુન: નિર્માણના પ્રથમ ફેઝની કામગીરીનું ખાતમુહૂર્ત શાસ્ત્રોક્ત વિધિથી સંપન કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે બહુચરાજી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીશ્રીએ બહુચર માતાજીની પૂજા અર્ચના કરીને જન સુખાકારીની પ્રાર્થના કરી હતી.

મંદિર પુન: નિર્માણનો સમગ્ર નકશો મુખ્યમંત્રીશ્રી સમક્ષ પ્રવાસન વિભાગ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ મંદિર પરિસર સહિત ત્રણે ફેઝની સમગ્ર પુન: નિર્માણ કામગીરીની બાબતોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ મંદિર પરિસરમાં ઉપસ્થિત દર્શનાર્થીઓ તેમજ સ્થાનિકોનું ઉમળકાભેર અભિવાદન ઝીલ્યુ હતું.

બહુચરાજી મંદિરના પુન: નિર્માણની પ્રથમ ફેઝની કામગીરીના આ ખાતમુહૂર્ત પ્રસંગે ઉદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા.

આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ મંત્રીશ્રી રજનીભાઈ પટેલ, રાજ્ય સભા સાંસદશ્રી મયંકભાઈ નાયક, લોકસભા સાંસદશ્રી હરિભાઈ પટેલ, ધારાસભ્યશ્રી સુખાજી ઠાકોર, અગ્રણી સર્વશ્રી ગીરીશભાઈ રાજગોર, શ્રીમતી વર્ષાબેન દોશી, શ્રી યજ્ઞેશ દવે, પ્રવાસન વિભાગના સચિવશ્રી રાજેન્દ્ર કુમાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રીમતી એસ. છાકછુઆક, ઇન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રી ડૉ. હસરત જૈસમીન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે બહુચરાજી માતાજીના મંદિરના પુન: નિર્માણની પ્રથમ ફેઝની કામગીરી અંતર્ગત રૂપિયા ૭૬.૫૧ કરોડના ખર્ચે શ્રી બહુચરાજી માતાજી મંદિરનું પુન:નિર્માણ કરી શિખરની ઊંચાઈ ૮૬ ફૂટ ૧ ઇંચ સુધી વધારવામાં આવશે.
_*****_

દેશની દિકરી સંગીતાબેને ગુજરાત, ભારત, અને પરિવારોનું નામ રોશન કર્યું.
08/08/2024

દેશની દિકરી સંગીતાબેને ગુજરાત, ભારત, અને પરિવારોનું નામ રોશન કર્યું.

02/07/2024
પ્રભાસ પાટણ એટલે હાલનું સોમનાથ જેનુ ઐતિહાસિક નામ દેવ પાટણ હતું. ભગવાન શિવનાં ૧૨ પવિત્ર જ્યોર્તિલિંગમાંનુ એક જ્યોતિર્લિગ ...
11/04/2024

પ્રભાસ પાટણ એટલે હાલનું સોમનાથ જેનુ ઐતિહાસિક નામ દેવ પાટણ હતું. ભગવાન શિવનાં ૧૨ પવિત્ર જ્યોર્તિલિંગમાંનુ એક જ્યોતિર્લિગ અહીં આવેલું છે. ભગવાન શિવ નટરાજ સ્વરુપે સૌ કલાકારોના આધ્યગુરુ છે .
ચૈત્ર પ્રતિપ્રદા (ચૈત્ર સુદ એકમ અથવા ચૈત્ર સુદ પડવો )એટલે માં આદિશક્તિની ઉપાસનાંનું પર્વ એવા ચૈત્રી નોરતાં કે ગુપ્ત નોરતાં નો પ્રથમ દિવસ . આ જ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના આધ્ય સ્થાપક શ્રી કેશવ બલીરામ હેડગેવારની જન્મ તિથી પણ છે.
ચૈત્ર પ્રતિપ્રદાની પૂર્વ સંધ્યા થી સુર્યોદય સુધી સોમનાથ જ્યોર્તિલિંગની પાવન ભુમિ પર તેમજ હેડગેવારજીની જન્મ તિથિએ સાહિત્ય, રંગમંચ, તથા લલિતકલાઓ ને સમર્પિત અખિલ ભારતીય સંસ્થા સંસ્કાર ભારતીની ગુજરાત પ્રાંત ૨૦૧૦ થી પ્રભાતોત્સવનું આયોજન કરે છે.
આ પ્રભાતોત્સવ એટલે હિન્દુ નવવર્ષનાં પ્રારંભે સુર્યદેવ નાં પ્રથમ કિરણોને વધાવવાની સાથે સાથે કલાસંસ્કૃતિનાં સમન્વય, સંવર્ધન,અને કલાકારોની આદ્યાત્મિક ઉન્નતિ સાધવા નુ પર્વ.
ગુજરાતનાં ૧૯ જીલ્લાઓના ૩૫૦થી વધુ કલાકારોની લગભગ ૯ કલાક સુધીની વિવિધ પ્રસ્તુતિઓ જોતાં આપણી ધરાં સાચે જ બહુ રત્ન વસુંધરા છે એવી પ્રતીતિ સહ ગૌરવની અનૂભુતિ થઇ.
સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત ના અધ્યક્ષ શ્રી અભેસિંહ રાઠોડ અને ઉપાધ્યક્ષ શ્રી રમણીક ઝાપડીયાના પ્રેરણાત્મક અભિગમે સમગ્ર કાર્યક્મ સૌ કાર્યકર્તાઓ દ્વારા સ્વયં સંચાલિત હોય તેવું લાગ્યું. સમગ્ર સોમનાથ જાણે કલા- સંસ્કૃતિ મય થઇ ગયું હતું.
ગીર સોમનાથ સમિતિનાં સુરુભાની અગ્રેસરતામાં સમગ્ર સમિતિ દ્વારા આતિથ્ય ભાવમાં કે વ્યવસ્થાં ક્યાંય ઉણપ ના જણાઇ. આગમન થી પ્રસ્થાન સુધી કાર્યક્રમ પ્રતિ સૌ કલાકારો ના ચહેરા પર સમરસતાની અદ્ભુત અનુભૂતિ જાણે સ્પષ્ટ તરી આવતી હતી.
આ ઉત્સવનાં પ્રમુખ સંયોજક પંકજભાઇ ની કુશળ અનુભવી સંકલન પધ્ધતિએ સૌ કાર્યકર્તાઓ તેમજ સદસ્યોના સમર્પણને એક સૂત્રે બાંધી પરસ્પર આત્મિતાની ભાવના કેળવી હતી.
નવલભાઇ, જયદીપભાઇ, જગદીશભાઇ,વિપુલ ભાઇ , મનીષભાઇ, પ્રસાદભાઇ, માયાબેન તથા અન્ય ઘણાં બધાં આ કાર્યક્રમની સફળતાનાં હકદાર છે. પ્રવિણભાઇ ખાયર ખુબ જ કુશળતાપૂર્વક કાર્યક્રમની શરુઆતથી છેક છેલ્લે શ્રી નિરજ પરીખની પ્રસ્તુતિ સુધી મંચ સંચાલન કરી સમગ્ર કાર્યક્રમમાં છવાઇ ગયાં હતાં .
અન્ય કેટલું લખવું એ સમજાતુ નથી .
અંતે માત્ર એટલું જ કે સંસ્કાર ભારતી સંસ્થા સાથે મને જોડવા માટે સંસ્થાના ઉપાધ્યક્ષ શ્રી રમણીકભાઇનો ખુબ ખુબ આભાર.તસ્વીર: અહેવાલ: મહેન્દ્રપ્રજાપતિ માં થી કોપી પોસ્ટ...

મહેસાણા જિલ્લા ના લોકસભાના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ હરિભાઈ પટેલ ની પસંદગી કરવામાં આવી છે.----------------------...
25/03/2024

મહેસાણા જિલ્લા ના લોકસભાના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ હરિભાઈ પટેલ ની પસંદગી કરવામાં આવી છે.
-----------------------------------------------
સમગ્ર કાર્યકર્તાઓ માં ખુશી નો માહોલ
-----------------------------------------------

આજરોજ મહેસાણા જિલ્લા કાર્યાલય ખાતે મહેસાણા લોકસભાના પ્રતિનિધિ તરીકે પાર્ટી દ્રારા પસંદ કર્યા બાદ માનનીય ‌શ્રી હરિભાઈ પટેલને મહેસાણા જિલ્લા સંગઠન વતી તથા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓ દ્વારા સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ઉપરોક્ત કાર્યક્રમ માં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ મહેસાણા જિલ્લાના અધ્યક્ષ શ્રી ગીરીશભાઈ રાજગોર, લોકપ્રિય સાંસદ શ્રી શારદાબેન પટેલ મહેસાણા વિધાનસભાના ઉર્જાવાન ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, મહામંત્રી શ્રી જે.એફ. ચૌધરી, ભગાજી ઠાકોર મહેશભાઈ પટેલ દુધ સાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષાબેન પટેલ મહેસાણા નગરપાલિકાના પ્રમુખશ્રી મિહિરભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ દ્વારા પોતાના પ્રતિનિધિ નું સન્માન કરી વધાવી લીધા હતા..

24/03/2024

ગુજરાતમાં ભાજપે પાંચ સીટ ઉપર આપી સરપ્રાઈઝ.. ચર્ચાતા નામો ના આવ્યા ! નવા જ નામો આવી ગયા !!!
-------------------------------------------------
મહેસાણા માં આમ જુનું નામ પરંતુ ચર્ચા માં ન હતું માટે નવું નામ ચોર્યાસી સમાજ ના હરિભાઈ પટેલ મહેસાણા જીલ્લા પંચાયત ના કારોબારી ના પૂર્વ ચેરમેન નું નામ આવ્યું છે.
---------------------------------------------------
એકમાત્ર જુનાગઢમાં જ રાજેશ ચુડાસમા રીપીટ...અમરેલીમાં જિલ્લાપંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરીયા...
સુરેન્દ્રનગરમાં પણ નવું નામ આપ્યું.. હળવદ તાલુકાના ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ સિહોરા ની પસંદગી...
સાબરકાંઠા સીટ ઉપર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ના પત્ની શોભનાબેન બારૈયા નું નામ આવ્યું.
વડોદરામાં અનેક નામો ચાલ્યા પણ શિક્ષણ સમિતિના યુવા ઉપાધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશીનું નામ આવ્યું...

11/03/2024

*ગુજરાતમાં પવિત્ર
યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા
નર્મદા કિનારાના ૩૨૦
કિ.મી.ના સમગ્ર પરિક્રમાપથને અંદાજે રૂ.૪૦ કરોડના ખર્ચે વિવિધ સુવિધાયુકત બનાવવાનું આયોજન હાથ ધરાયું*.............................
પરિક્રમાપથ પર પરિક્રમાવાસીઓ માટે ૧૦૦૦ બેડની ક્ષમતાવાળો હંગામી વિસામો તૈયાર કરાશે..........................
ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીનું આધ્યાત્મિક મહત્વ પણ એટલું જ અદભૂત છે. મા નર્મદાની પરિક્રમા એ માત્ર યાત્રા નથી પણ પાપોમાંથી મુકત થવાનો આધ્યાત્મિક માર્ગ છે અને એટલે જ ભારતમાં નર્મદા નદી માતા સ્વરૂપમાં ઓળખાય છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના નર્મદા કિનારાના ૩૨૦ કિ.મીના સમગ્ર પરિક્રમાપથને અંદાજીત રૂ. ૪૦ કરોડના ખર્ચે સંપૂર્ણ સુવિધાયુકત બનાવવા માટેનું ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કે વમળેશ્વર ખાતે યાત્રિકોની કાયમી સુવિધા વધારવામાં આવશે. જેમાં ડોરમેટરી, પાર્કિંગ, ગેસ્ટ હાઉસ, જુદા-જુદા પ્રવેશ દ્વાર, પાથ-વે, શૌચાલય વગેરે કામોનું કાયમી ધોરણે વિવિધ સુવિધાઓ ઉભી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવનારા દિવસોમાં પરિક્રમા પથ પર સુવિધાઓ ઉભી થવાથી ધર્મપ્રેમી જનતા સુખરૂપ અને સુવિધાયુકત રીતે મા નર્મદાની પરિક્રમા સંપન્ન કરી શકશે તેમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી આર. આર. રાવલે જણાવ્યું હતું.

સચિવ શ્રી રાવલે વિગતો આપતાં કહ્યું હતું કે, ગુજરાતમાં ૩૨૦ કિ.મીના પરિક્રમાપથ ઉપર પરિક્રમાવાસીઓને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સૂચનાનુસાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પીવાના શુદ્ધ પાણી, શૌચાલય તથા સી.સી.ટી.વી અને અગ્નિશામક સાધનો, હેલ્પ ડેસ્ક, સુરક્ષા વ્યવસ્થા, હાઉસકીપીંગ, ટેમ્પરરી રસોડાઓ સાથેની તમામ સુવિધાઓ સાથેના ૧,૦૦૦ બેડની ક્ષમતાવાળા હંગામી વિસામાની વ્યવસ્થા કરવામાં આવી છે.

વધુમાં આ અંગે સચિવ શ્રી રાવલે જણાવ્યું છે કે, ભરૂચ જિલ્લાના વમલેશ્વર ખાતે રાત્રી રોકાણની પરંપરા છે અને આ પરંપરા અનુસાર વમલેશ્વર ખાતે રાત્રીરોકાણ કરતા યાત્રિકોને કોઈ અગવડતા પડે નહી અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે એ માટેની આવશ્યક વ્યવસ્થાઓ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા હાલમાં રૂ. ૨.૧૭ કરોડના ખર્ચે ઉભી કરવામાં આવી છે.

તદુપરાંત ભરૂચ જિલ્લાના મઢી આશ્રમ, રામકુંડ આશ્રમ તથા બલબલા કુંડ ખાતે યાત્રિકો માટેની રાત્રીરોકાણ માટેની કાયમી સુવિધાઓ રૂ. ૪.૦૬ કરોડના ખર્ચે ઉભી કરવામાં આવી રહી છે. જેનાથી પરિક્રમાવાસીઓમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું. ............................

10/03/2024

આજ રોજ તા.૧૦/૦૩/૨૦૨૪ ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ મહેસાણા જિલ્લાની બેઠક અન્નપૂર્ણા મંદિર મોદીપુર ગામ તા.જી.મહેસાણા ખાતે યોજાઈ . જીલ્લા ના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મંત્રી, સહમંત્રી વિગેરે કાર્યકર્તાઓ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. - નરેશ નાયક મહેસાણા.

*પશ્ચિમ બંગાળના સંદેશખાલી વિસ્તારમાં આદિવાસી-દલિત મહિલાઓ ઉપર અમાનુષી, અમાનવીય અને હિસાત્મક અત્યાચારનો મહેસાણા જિલ્લામાં ...
07/03/2024

*પશ્ચિમ બંગાળના સંદેશખાલી વિસ્તારમાં આદિવાસી-દલિત મહિલાઓ ઉપર અમાનુષી, અમાનવીય અને હિસાત્મક અત્યાચારનો મહેસાણા જિલ્લામાં પડઘો પડ્યો*

પશ્ચિમ બંગાળના સંદેશખાલી ખાતે તાજેતરમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિનાના પરિવારો પર અને ખાસ કરીને મહિલાઓ પર પશ્ચિમ બંગાળમા તૃણમૂલ કોંગ્રેસના લોકો તથા શાહજહાં અને તેમના લોકો દ્વારા અમાનવીય અત્યાચારો અને હિંસાના કિસ્સાઓનો *સામાજિક સમરસતા મંચ અને સામાજિક સમરસતા ગતિવિધિ મહેસાણા જિલ્લો* સખત વિરોધ કરે છે.

છેલ્લાં ઘણા સમયથી અત્યાચારનો આ સીલસીલો ચાલુ હતો અને ૫૦ દિવસ પહેલાં કેન્દ્ર સરકારના ઈ.ડી.ના અધિકારીઓ પર હુમલાઓ અને ત્યાર બાદ શહજાદ શેખ નામના મુખ્ય આરોપી ફરાર થવાથી મીડિયા સમક્ષ ઊજાગર થઈ છે. રાજકારણ અને ધાર્મિક કારમઓથી પ્રેરિત આ જધન્ય અપરાધ પોલીસ પ્રશાસન અને પશ્ચિમ બંગાળની સરકારની નાકામિયાબીનો પુરાવો સાબિત થઈ છે.

બાળકો અને મહિલાઓ સાથે બર્બરતાપૂર્ણ વ્યવહાર બળાત્કાર અને મારામારીની અનેક ઘટનાો સામે આવી રહી છે. આ ઘટનાઓથી પશ્ચિમ બંગાળની મહિલાઓ ને બાળકોની સુરક્ષાની ભયાનક સ્થિતિ સામે આવી છે. કેટલાયે દિવસોના ઘટનનો બાદ પણ પોલીસે કોઈ એફ.આઈ.આર નોંધી નહોતી. રાજકીય, આર્થિક અને ધાર્મિક મુદ્દાઓને નિશાન બનાવીને મહિલાઓ અને બાળકો પર અત્યંત નિર્દયી અપમાનજનક ઘટનાઓનો અમે સખત વિરોધ કરીએ છીએ.
અમે સામાજિક સમરસતા મંચ અને સમરસતા ગતિવિધિ (મહેસાણા જિલ્લા) દ્વારા અનુરોધ કરીએ છીએ કે,

• પશ્ચિમ બંગાળમાં થઈ રહેલા આ કૃત્યો માટે દોપિતો પર તુરંત કાર્યવાહી કરવામાં આવે.

• બધા દોષિતો સામે એફઆઈઆર નોંધીને જલ્દીથી ફાસ્ટટ્રેક કોર્ટ દ્વારા કેસ ચલાવી ન્યાય આપવામાં આવે.

• બધી પીડિત મહિલાઓ, બાળકો અને પરિવારોને યોગ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવે તથા તુરંત તેમને આર્થિક સહાય પ્રદાન કરવામાં આવે.

• પશ્ચિમ બંગાળ સરકાર તથા પોલીસ ઝડપથી કામગીરી કરે.

• કેન્દ્રીય ગૃહમંત્રાલય તુરંત આ ઘટનાો ધ્યાને લઈ ભારતીય સંવિધાન અને અન્ય કાનૂનો દ્વારા દોષિતો પર કડક કાર્યવાહી કરે.
આ મામલે મુખ્ય આરોપી અને ગુનેગારોની ધરપકડ કરીને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સામાજિક સમરસતા મંચ અને સમરસતા ગતિવિધિ (મહેસાણા જિલ્લા) દ્વારા તારીખ 07/03/2024, ગુરુવારના આજ રોજ મહેસાણા જિલ્લા ક્લેકટર શ્રી એન. નાગરાજન સાહેબ મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવ્યું.

રાષ્ટ્રીય મહિલા આયોગ, રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનું અમે સ્વાગત કરીએ છીએ.

*મહેસાણાના તરભ ખાતે શ્રી વાળીનાથ મહાદેવ સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠાનો ધર્મોત્સવ બન્યો વિકાસનો આગવો ઉત્સવ :  પ્રધાનમંત્રીશ...
22/02/2024

*મહેસાણાના તરભ ખાતે શ્રી વાળીનાથ મહાદેવ સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠાનો ધર્મોત્સવ બન્યો વિકાસનો આગવો ઉત્સવ : પ્રધાનમંત્રીશ્રીના હસ્તે ₹13,000 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત સંપન્ન*
=================
*ભારતની વિકાસયાત્રાનો વર્તમાન કાલખંડ મહત્ત્વપૂર્ણ: આજે દેવકાર્ય સાથે દેશકાર્ય પણ તેજ ગતિથી આગળ વધી રહ્યાં છે - વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી*
=================
*: વડાપ્રધાનશ્રી :*.....
*◆ કોઈ પણ દેશની પ્રગતિ તેની વિરાસતના સંવર્ધનથી આગળ વધે છે, કેન્દ્ર સરકારે સાર્વત્રિક વિકાસ સાથે વિરાસતનું શ્રેષ્ઠ જતન કર્યું છે*
*◆ મંદિર માત્ર પૂજા-અર્ચનાનું સ્થાન નહિ, હજારો વર્ષ પુરાણી સંસ્કૃતિ-પરંપરા અને આધ્યાત્મિક ચેતનાના પ્રેરણાસ્રોત*
*◆ અમારી સરકાર જે સંકલ્પ કરે છે તે હંમેશાં પૂર્ણ કરે છે, આજનાં વિકાસકાર્યો તેનું ઉત્તમ ઉદાહરણ છે*
==================
*ઉત્તર ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*

*ગુજરાતમાં થયેલાં વિકાસ કામોથી વિકાસની પરિભાષા બદલાઈ છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
=================
ભારતના વડાપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહેસાણાના તરભ ખાતે શ્રી વાળીનાથ મહાદેવ સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અવસરે ₹13,000 કરોડના વિકાસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરતાં જણાવ્યું છે કે ભારતની વિકાસયાત્રાનો વર્તમાન કાલખંડ આજે મહત્ત્વપૂર્ણ બની રહ્યો છે. આજે દેશભરમાં દેવકાર્ય સાથે દેશકાર્ય તેજ ગતિથી આગળ વધી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે આજે શ્રી વાળીનાથ મહાદેવ સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠાનો ધર્મોત્સવ વિકાસનો આગવો ઉત્સવ બની રહ્યો છે. આજના વિકાસ ઉત્સવથી યુવાનોને રોજગારીના નવા અવસરો પ્રાપ્ત થશે એટલું જ નહીં, લોકોનું જીવન સરળ બનશે.
વડાપ્રધાનશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે મંદિર માત્ર પૂજાપાઠના સ્થાન નહીં, પરંતુ હજારો વર્ષ પુરાણી સાંસ્કૃતિક પરંપરા અને આધ્યાત્મિક ચેતનાના પ્રતીક છે.

મંદિરને જ્ઞાન - વિજ્ઞાનના કેન્દ્ર તરીકે ગણાવતા વડાપ્રધાન શ્રી મોદીએ જણાવ્યું હતું કે મંદિર દેશ-સમાજને અજ્ઞાનના અંધકારથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. મંદિર શિક્ષણ અને સમાજ સુધારણાના કેન્દ્ર સમાન છે, એવું તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની મહામૂલી વિરાસતના જતન-સંવર્ધન અંગે જણાવ્યું હતું કે કોઈ પણ દેશની પ્રગતિ તેની વિરાસતના સંવર્ધનથી આગળ વધે છે. કેન્દ્ર સરકારે સાર્વત્રિક વિકાસ સાથે વિરાસતનું શ્રેષ્ઠ જતન સંવર્ધન કર્યું છે. અમારી સરકારે વિકાસ સાથે વિરાસતના જતન સંવર્ધનને પણ એટલું જ મહત્ત્વ આપ્યું છે. આજે સમગ્ર દેશ રામ મંદિરના નિર્માણથી ખુશ છે, એવું તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાનશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આપણી ઐતિહાસિક વિરાસતો માત્ર ઇતિહાસને સમજવાના પ્રતીક માત્ર નથી, પરંતુ ભાવિ પેઢીને ઇતિહાસ સમજવા, દેશની સંસ્કૃતિ સમજવાના પ્રેરણાસ્રોત સમાન છે. તેમણે ઉમેર્યું હતું કે વડનગરમાં 2800 વર્ષ જૂના માનવ વસ્તીના પ્રમાણો મળ્યા છે. ધોળાવીરામાં પ્રાચીન ભારતના દિવ્ય દર્શન થાય છે. આ વિરાસતો ભારતનું ગૌરવ છે અને આપણને આપણા સમૃદ્ધ વારસા પર ગર્વ છે, એવું તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાનશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે વિકસિત ભારતના નિર્માણનો અમારો આજનો પ્રયાસ ભાવિ પેઢી માટે રાષ્ટ્રની વિકાસ યાત્રાને સમજવા માટે વિરાસત રૂપ બની રહેશે. આધુનિક રસ્તા, રેલવે લાઇન, આધુનિક આંતર માળખાકીય સુવિધા વિકસિત ભારતનો ધોરીમાર્ગ બનશે.

દેશભરમાંથી ઉપસ્થિત રબારી સમાજના લોકોનું ગુજરાતની ધરા ઉપર સ્વાગત કરતા તેમણે ઉમેર્યું હતું કે, આજે વિકાસ સાથે જોડાયેલા રૂ.13,000 કરોડના વિવિધ વિકાસકામોનાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે. આ પ્રોજેક્ટમાં રેલવે, ટ્રાન્સપોર્ટ, રોડ, પાણી, રાષ્ટ્રીય સુરક્ષા, શહેરી વિકાસ, ટુરિઝમ જેવા અનેક મહત્ત્વનાં વિકાસ કામો જોડાયેલાં છે.

હું આ પવિત્ર ધરતી ઉપર એક દિવ્ય ઊર્જાનો અનુભવ કરી રહ્યો છું તેવું કહી તેમણે જણાવ્યું હતું કે, આ ઊર્જા આધ્યાત્મિક ચેતનાથી આપણને જોડે છે. જેના સંબંધ ભગવાન કૃષ્ણ અને ભગવાન મહાદેવજી સાથે પણ છે. તેમણે જણાવ્યું હતું કે આજે બલદેવગીરી બાપુનું સપનું સાકાર થઈ રહ્યુ છે.

આજે દેશ સૌનો સાથ, સૌના વિકાસના મંત્ર ઉપર ચાલી રહ્યો છે. સરકાર દેશમાં જીવનને સરળ બનાવવા માટે કામે લાગી છે, તેવું કહી જણાવ્યું હતું કે, મોદીની ગેરંટીનું લક્ષ સમાજના છેવાડાના માનવીનું જીવન બદલવાનું છે. એટલે જ એક તરફ દેવાલય બની રહ્યા છે અને બીજી બાજુ કરોડો ગરીબના પાકા ઘર પણ બની રહ્યાં છે. થોડા દિવસ પહેલાં જ ગુજરાતમાં સવા લાખ ગરીબ પરિવારના ઘરનાં ઘરનું સપનું સાકાર કરવાનો અવસર મળ્યો છે. આજે દેશમાં 80 કરોડ લોકોને રાશન આપવામાં આવી રહ્યુ છે. દેશના 10 કરોડ નવા પરિવારોને નળથી જળ મળવાની પણ શરૂઆત થઈ છે. આજે ડીસામાં નિર્માણ થયેલા રન-વેથી અહી સુરક્ષાનું બહુ મોટું કેન્દ્ર વિકસિત થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ પ્રોજેક્ટ માટે ભારત સરકારને અનેક પત્રો લખ્યા હતા પરંતુ તત્કાલીન સરકારે આ કામ કર્યું ન હતું.
પણ મોદી જે સંકલ્પ લે છે તે પૂરો કરે છે અને તે વાત આજે ડીસાના રન-વેનું લોકાર્પણ કરીને સાર્થક કરી છે. એટલે જ લોકોને મોદીની ગેરંટીમાં વિશ્વાસ આવે છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે, ઉત્તર ગુજરાતની ધરતી મહેસાણાના તરભ ખાતેથી આજે દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે 13,000 કરોડથી વધુ રકમનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વનેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તરભ ખાતે માલધારી સમાજના ભક્તિ, શક્તિ અને આસ્થાના પ્રતીક સમા 900 વર્ષ જૂના શિવાલયની પ્રાણપ્રતિષ્ઠા સાથે સાથે વિકાસોત્સવ ઊજવાઈ રહ્યો છે. આજે ગુજરાતના કોઈ પણ ખૂણે જાઓ વિકાસનાં કાર્યો અવિરત ચાલતાં જ હોય છે, એ જ આ સરકારની વિકાસની ગેરંટી છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિ ઊભી કરી છે. આપણી સરકારે નાણાંના અભાવે વિકાસના કાર્યો અટકવા દીધાં નથી, ગુજરાતમાં લોકોની અપેક્ષા પ્રમાણે ગુણવત્તાસભર કામો થઈ રહ્યા છે, એવું તેમણે ઉમેર્યું હતું.

આ સરકાર પર લોકોને પૂરો ભરોસો છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીક નાણી ખાતે એરસ્ટ્રીપનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેનાથી સરહદી સુરક્ષા વધુ મજબૂત બનશે.
વધુમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે અંબાજી ખાતે રીંછડીયા મહાદેવનું મંદિર, રેલવે, હાઇવે કનેક્ટિવિટી અને નેટ-વે કનેક્ટિવિટીથી જોડવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતમાં થયેલાં વિકાસ કામોથી વિકાસની પરિભાષા બદલાઈ છે.
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ તરભ ગામના વાળીનાથ ભગવાન દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી. વડાપ્રધાનશ્રીએ સભા મંડપમાં આવતા ખુલ્લી ગાડીમાં બેસીને માદરે વતનના નાગરિકોનું અભિવાદન પણ ઝલ્યું હતું. સર્વે નાગરિકોએ ઉત્સાહભેર વાળીનાથ ભગવાનની જયઘોષ કરી આવકાર આપ્યો હતો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે મહેસાણાના તરભ ખાતે વિવિધ વિભાગોના રૂ. ૧૩ હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ભારતનેટ ફેઝ-2 હેઠળ રૂ. ૨૦૪૨ કરોડના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું, જેનાથી રાજ્યની ૮,૦૩૦ ગ્રામ પંચાયતોને લાભ મળશે. રૂ. ૨૩૦૦ કરોડથી વધુના ખર્ચે રેલવે વિભાગના પાંચ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને રૂ. ૧૨૦૦ કરોડથી વધુના ખર્ચે જળ સંસાધન વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, માર્ગ અને મકાન વિભાગ હેઠળ રૂ. ૧૭૦૦ કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, દેશના ડિફેન્સ માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ રૂ. ૩૯૪ કરોડના ખર્ચે નિર્માણ થયેલા એરફોર્સ સ્ટેશન ડીસાના રનવેનું લોકાર્પણ કરાયું હતુ.
આ ઉપરાંત કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના રૂ. ૨૧૦૦ કરોડથી વધુના બે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત, હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ના રૂ. ૧૬૮૫ કરોડના ખર્ચે બે પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત તથા ઊર્જા મંત્રાલયના રૂ. ૬૧૨ કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ, રૂ. ૫૦૭ કરોડના ખર્ચે શહેરી વિકાસ વિભાગના ૯ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, રૂ. ૧૦૮ કરોડના ખર્ચે IMD- પ્રવાસન વિભાગનાં ૩ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને રૂ. ૩૬ કરોડના ખર્ચે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ સમરસ ગ્રામ પંચાયતનું લોકાર્પણના કામોનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે તરભ વાળીનાથ મંદિરના મહંતશ્રી જયરામગિરીજી, સાંસદશ્રી સી. આર. પાટીલ, મંત્રીશ્રીઓ સર્વશ્રી ઋષિકેશ પટેલ, શ્રી બલવંતસિંહ રાજપૂત, શ્રી કુંવરજીભાઈ બાવળીયા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, શ્રી ભીખુસિંહ પરમાર, સાંસદશ્રીઓ શ્રીમતી શારદાબેન પટેલ, શ્રી ભરતસિંહ ડાભી, શ્રી બાબુભાઇ દેસાઈ, શ્રી મયંકભાઈ નાયક, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સહિત ધારાસભ્યશ્રીઓ, સંતો-મહંતો, સમાજના અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ/તસવીર: માહિતી કચેરી, મહેસાણા.

#વાળીનાથ

સહકારથી સમૃદ્ધિ દ્વારા વિકસિત ભારતનું સપનું થશે સાકાર...ગુજરાતના પનોતા પુત્ર અને દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra...
22/02/2024

સહકારથી સમૃદ્ધિ દ્વારા વિકસિત ભારતનું સપનું થશે સાકાર...
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીની વિશેષ ઉપસ્થિતિમાં આજે અમદાવાદ ખાતે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન- GCMMF (અમૂલ)ની સુવર્ણ જયંતી નિમિત્તે ભવ્ય સમારોહ યોજાયો.
આ પ્રસંગે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ અમૂલ ડેરી, સાબર ડેરી, સરહદ ડેરી, દૂધધારા ડેરી અને ગોપાલ ડેરીના વિવિધ પ્લાન્ટ્સનું ઉદ્‌ઘાટન કર્યું હતું.
આ કાર્યક્રમમાં માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી, કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિત હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં પશુપાલકો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યાં.

19/02/2024

अनुष्का पाठक जी को मेरा नमस्कार।

शत् शत् नमन।छत्रपति शिवाजी महाराज की माता जीजाबाई जी का जन्म 12 जनवरी, 1598 ई. को महाराष्ट्र के बुलढाणा जिले के सिंदखेड़...
19/02/2024

शत् शत् नमन।
छत्रपति शिवाजी महाराज की माता जीजाबाई जी का जन्म 12 जनवरी, 1598 ई. को महाराष्ट्र के बुलढाणा जिले के सिंदखेड़ गाँव में हुआ। इनके पिता का नाम लखोजी जाधव तथा माता का नाम महालसा बाई था। जीजाबाई जी का विवाह शाहजी के साथ कम उम्र में ही हो गया था। उन्होंने सदैव अपने पति का राजनीतिक कार्यों में साथ दिया।

जीजाबाई जी शिवाजी महाराज की माता होने के साथ-साथ उनकी मार्गदर्शक और प्रेरणास्त्रोत भी थीं। उनका सारा जीवन साहस और त्याग से भरा हुआ था। उन्होंने जीवन भर कठिनाइयों और विपरीत परिस्थितियों को झेलते हुए भी धैर्य नहीं खोया। - नरेश नायक पत्रकार
#शिवाजी #इतिहास

16/02/2024

'अयोध्या दर्शन ' समग्र गुजरात में से भारत सरकार की आस्था स्पेशीयल ट्रेन में विश्व हिन्दू परिषद और राष्ट्रीय स्वयंसेवक संघ के कार्य कर्ताओं द्वारा अयोध्या में भगवान श्री राम के दर्शन हेतु प्रयोजन किया।
दिनांक: १०/०२/२०२४
भावनगर से अयोध्या।

16/02/2024

'अयोध्या दर्शन ' समग्र गुजरात में से भारत सरकार की आस्था स्पेशीयल ट्रेन में विश्व हिन्दू परिषद और राष्ट्रीय स्वयंसेवक संघ के कार्य कर्ताओं द्वारा अयोध्या में भगवान श्री राम के दर्शन हेतु प्रयोजन किया।

25/01/2024

જય શ્રી રામ..

14/01/2024

૧૪ જાન્યુઆરી ૨૦૨૪ દર વર્ષની જેમ આ વર્ષે પશુપાલન વિભાગ મહેસાણા અને સામાજિક વનીકરણ વિભાગ મહેસાણા તેમજ પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી(SPCA) મહેસાણા જિલ્લા ના સંયુક્ત ઉપક્રમે ઉતરાયણ પર્વ નિમિત્તે પશુ દવાખાનુ પરા તળાવ પાસે મહેસાણા ખાતે પક્ષી સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. આ સમયે પશુ પાલન વિભાગ ના ડોક્ટર ભુપેશ અમીન અને પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી મહેસાણા જિલ્લા ના વાઈસ પ્રેસિડેન્ટ/ ઓથોરાઈઝ પર્શન નરેશ નાયક અને પશુપાલન વિભાગ ના ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.

01/01/2024

આપણા ગુજરાતનું ગૌરવ સર્વ શ્રેષ્ઠ કલાકાર ગીતા બેન રબારી ની એક ઝલક...

*૨૦૨૪ના વર્ષના પ્રથમ દિવસે ગુજરાતે સર્જ્યો સામૂહિક સૂર્ય નમસ્કારનો વિશ્વ વિક્રમ**---------------**એક સાથે રાજયના ૧૦૮ સ્થ...
01/01/2024

*૨૦૨૪ના વર્ષના પ્રથમ દિવસે ગુજરાતે સર્જ્યો સામૂહિક સૂર્ય નમસ્કારનો વિશ્વ વિક્રમ*
*---------------*
*એક સાથે રાજયના ૧૦૮ સ્થળોએ કુલ ૫૦ હજારથી વધુ લોકો સામુહિક સૂર્ય નમસ્કારમાં જોડાયા:

ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં ગુજરાતની ૨૦૨૪ના વર્ષની પ્રથમ સિદ્ધિ*
*---------------*
*વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સદાય અગ્રેસર રહેવાની પરંપરાને ગુજરાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર દિશાદર્શનમાં ફરી એકવાર પ્રસ્થાપિત કરી*
*---------------*
*-: સૂર્યમંદિર મોઢેરાનું પરિસર ૨૦૨૪ના વર્ષના પ્રથમ સૂર્યોદયના કિરણની જ્યોત સાથે સામુહિક સૂર્ય નમસ્કારના વિશ્વ વિક્રમનું પણ સાક્ષી બન્યું :-*
*---------------*
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ-રમત ગમત રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવી રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં જોડાયા-
જિલ્લા મથકોએ મંત્રીશ્રીઓ અને પદાધિકારીઓએ ઉપસ્થિત રહી પ્રેરણા પૂરી પાડી*
*---------------*
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં વિકાસ સહિત રમત ગમત ક્ષેત્રે પણ અગ્રેસર રહેવાની પરંપરા ગુજરાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ૨૦૨૪ના વર્ષના પ્રથમ દિવસે ફરી એકવાર પ્રસ્થાપિત કરી છે.

ગુજરાતમાં એક સાથે ૧૦૮ સ્થળોએ કુલ ૫૦ હજારથી વધુ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર દ્વારા ૨૦૨૪ના વર્ષનો ભારતનો પ્રથમ રેકોર્ડ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવાની જ્વલંત સિદ્ધિ હાંસલ કરી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને રમત ગમત રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાના પ્રાચીન સૂર્યમંદિર મોઢેરાના પરિસરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સામુહિક સૂર્ય નમસ્કારના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.

રમત ગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધાઓ ગ્રામ્ય, તાલુકા, જિલ્લા અને નગર મહાનગર કક્ષાએ એક માસ સુધી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત યોજવામાં આવી હતી.

આ સ્પર્ધાઓના વિજેતા સાધકો દ્વારા મોઢેરા ખાતે સામૂહિક આયોજીત રાજ્યકક્ષાના સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પુરસ્કાર રાશિ અર્પણ કરીને સન્માન કર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત યોગ સાધકો-સૂર્ય નમસ્કાર કરનારા લોકોને પ્રેરણા આપતા સ્પષ્ટપણે જણાવ્યું કે, વિશ્વનેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનું ગૌરવગાન થયું છે.

તેમણે યોગની પ્રાચીન પરંપરાને વિશ્વસમક્ષ ઉજાગર કરીને ૨૧ મી જૂનને વિશ્વયોગ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરાવી અને યોગ સાધનાથી વિશ્વને જોડવાનું કાર્ય કર્યું છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે યોગ-પ્રાણાયામ- સૂર્ય નમસ્કાર જેવી પ્રાચીન સ્વાસ્થ્ય વર્ધક વ્યાયામ અને કસરત પરંપરા વ્યક્તિને આધ્યાત્મિકતા સાથે પણ જોડનારી આગવી સંસ્કૃતિ છે તેનું ગૌરવ કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, દિર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વદેશી સાથે સમગ્ર પૃથ્વીના હિતનો વિચાર કર્યો છે, તેના ફળ સ્વરૂપે દેશમાં યોજાયેલ જી-20 થી વસુધૈવ કુટુંબકમની ભાવના જાગૃત થઇ છે.

મુખ્યમંત્રીશ્રીએ સૂર્યની ઉપાસના અને આરાધના કરવાનો અનેરો અવસર સૂર્યમંદિર ખાતેથી પ્રાપ્ત થયો છે તે નવા વર્ષમાં નવી ઉર્જા અને ઉષ્મા સાથે દરેકના જીવનમાં આનંદ અને ઉન્માદ લાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આજે નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવી છે બીમારીના ઇલાજ કરતાં બીમારી આવે જ નહિ તેવી આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ, સૂર્ય નમસ્કાર જેવી ક્રિયાઓને લોકોએ નિયમતપણે અપનાવી છે.

મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ભારત@૨૦૪૭ના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈના સ્વપ્નને સાકાર કરવા યોગ-પ્રાણાયામ-સૂર્ય નમસ્કારને વધુ વ્યાપક બનાવીને અમૃતકાળમાં અમૃતમય ભવિષ્ય માટે સંકલ્પ લેવા આ તકે સૌને આહવાન કર્યું હતું.

રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દેશના ઇતિહાસમાં સામૂહિક સૂર્યનમસ્કારની પ્રથમ ઘટના મોઢેરા સહિત રાજ્યના ૧૦૮ સ્થળોએ નોંધાઇ છે.

આ સામુહિક સૂર્યનમસ્કાર દેશ અને દુનિયાને નવિન દિશા દર્શન આપશે. સમગ્ર રાજ્યમાં છેલ્લા એક માસમાં ૧૫ લાખથી વધુ નાગરિકો સૂર્યનમસ્કાર અભિયાનમાં જોડાયા છે જે સ્પર્ધા થકી આજે રાજ્ય કક્ષાના સન્માન સમારોહથી ઐતિહાસિક ઘટનાના આપણે સૌ સાક્ષી બન્યા છીએ તેમ તેમણે કહ્યું હતું.

શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ૨૦૨૪ના વર્ષના પ્રથમ દિવસે રાજ્યના વિવિધ ૫૧ સ્થળોએ વિશ્વ વિક્રમ નોંધાયૌ છે. સમગ્ર દેશમાં ૨૦૨૪ના પ્રથમ દિવસે સામૂહિક સૂર્ય નમસ્કારની ગુજરાતની સિદ્ધીની ઐતિહાસિક નોંધ લેવાઇ છે.

તેમણે જણાવ્યું હતું કે, ભારતની સંસ્કૃતિ ઓળખ યોગ છે. આજે ગુજરાત યોગમાં રોલ મોડેલ બન્યું છે. તેમણે નવા વર્ષમાં નવા સંકલ્પ સાથે સૂર્નમસ્કારને અપનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે ટેકનોલોજીની વ્યસ્તા વચ્ચે યોગને અપનાવી જીવનને સકારત્મકતા માટે પણ તેમણે ખાસ અપીલ કરી હતી.

આ પ્રસંગે રાજ્યકક્ષાની સ્પર્ધાના વિજેતા ત્રણ પુરૂષ અને ત્રણ સ્ત્રી સ્પર્ધકોનું સન્માન કરવામાં આવ્યું હતું. પુરૂષ સ્પર્ધકોમાં પ્રથમ ક્રમે સાબરકાંઠાના કલ્પેશભાઇ સવજીભાઇ, બીજા ક્રમે ગીર સોમનાથના અનીલકુમાર બાંભણીયા અને ત્રીજા ક્રમે છોટાઉદેપુરના રાઠવા કરશનભાઇને સન્માનીત કરવામાં આવ્યા હતા. રાજ્યકક્ષાની સ્પર્ધાના સ્ત્રી ઉમેદવારોમાં પ્રથમ ક્રમે બનાસકાંઠાના પટેલ યાના વિનોદકુમાર, બીજા ક્રમે રાજકોટના વખારીયા દષ્ટી ચેતનકુમાર અને ત્રીજા ક્રમે મહેસાણાના પટેલ પૂજા ઘનશ્યામભાઇને સન્માનીત કરવામાં આવ્યા હતા.

રાજ્યક્ષાના વિજેતાઓને અનુંક્રમે ૨.૫૦ લાખ, ૧.૭૫ લાખ અને ૧ લાખનુ્ં ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રમત ગમત વિભાગના અગ્રસચિવ અશ્વીનીકુમાર, યુવક સેવા અને સાંસ્કૃતિ પ્રવત્તિઓના કમિશ્નર આલોક કુમાર પાંડે, યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપુત, જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, ધારાસભ્ય સુખાજી ઠાકોર, અગ્રણી ગીરીશભાઇ રાજગોર, જિલ્લા કલેકટર એમ નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ તથા યોગ સાધકો, વિધાર્થીઓ ઉપસ્થતિ રહ્યા હતા.
તસવીરોઃ અહેવાલ: માહિતી કચેરી મહેસાણા.

તારીખ 17.12.2023 ને રવિવારના રોજ RSS દ્વારા  'સંકલ્પ 2023' કાર્યક્રમ મહેસાણા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોજાયો હતો. જેમાં ...
19/12/2023

તારીખ 17.12.2023 ને રવિવારના રોજ RSS દ્વારા 'સંકલ્પ 2023' કાર્યક્રમ મહેસાણા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોજાયો હતો. જેમાં સંસ્કાર ભારતી મહેસાણા દ્વારા ધ્વજદંડ અને પાંચ પ્રવેશદ્વારે પંચમહાભૂત તત્વો અગ્નિ, આકાશ, જળ, વાયુ અને પૃથ્વી ને ધ્યાનમાં રાખીને રંગોળી બનાવવામાં આવી હતી. આ ઉપરાંત અયોધ્યામાં નિર્માણાધીન ભગવાન શ્રીરામ મંદિરની પ્રતિકૃતિ સ્વરૂપે 320 ચોરસ ફૂટની વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી હતી. સંસ્કાર ભારતીના સદસ્યો અને 20 જેટલી બહેનોએ ભેગા મળીને આ રંગોળી 10 કલાકમાં તૈયાર કરી હતી જેમાં 70 કિલો વિવિધ રંગોળી કલરનો તથા 40 કિલો વિવિધ રંગના ફૂલોની પાંદડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સમગ્ર સુશોભન કાર્યને સંસ્કાર ભારતી અધ્યક્ષ મહેન્દ્રભાઈ તથા વસુધાબેનના નેતૃત્વ હેઠળ રિકેશ ગુર્જરના માર્ગદર્શનથી મનીષભાઈ અને RSS કાર્યકર્તાઓના સહયોગથી નિર્ધારિત સમયમાં સફળ બનાવવામાં આવ્યું હતું.

Address


Telephone

+919898290595

Website

Alerts

Be the first to know and let us send you an email when Mehsana Reporter posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share