ખંભાળિયાના ટ્રાફિકથી વ્યસ્ત વિસ્તારોમાં ઉભરાતી ગટરથી નગરજનો ત્રસ્ત
ખંભાળિયા શહેરના પોસ કોમર્શિયલ વિસ્તાર જોધપુર ગેઈટથી નગર ગેઈટ સુધીના માર્ગ પર છેલ્લા ઘણા સમયથી નિયમિત રીતે ગટર છલકાવાના બનાવો સામાન્ય બની ગયા છે. આ માર્ગ પર અનેક મોટી દુકાનો, મેડિકલ સ્ટોર, શોરૂમ વિગેરે આવેલા છે. ત્યારે નગરપાલિકાની દેખીતી બેદરકારી વચ્ચે અહીં કાયમી ઉભરાતી ગટરોથી વાહનચાલકોને તથા
રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સવારના પહોરમાં માર્ગ પર ગટરના વહેતા પાણી પર ચાલવા કે વાહનો ચલાવવાના આ કાયમી પ્રશ્નથી આ વિસ્તારમાં અવર-જવર કરતા રાહદારીઓ તથા દુકાનદારોમાં પાલિકા તંત્ર સામે રોષની લાગણી જોવા મળી રહી છે.
જામનગરમાં શ્રી જલારામ જયતી મહોત્સવ સમિતિ દ્વારા રજત જયંતી વર્ષની ઉજવણી કરવામાં આવશે
આવતીકાલે પ્રદર્શન ગ્રાઉન્ડમાં ઓસમાણ મીર નો ભવ્ય લોક ડાયરો યોજાશે, વડીલો અને સ્વયંસેવકોનું સન્માન કરવામાં આવશે, જલારામ જયંતીના દિવસે બ્રહ્મ ભોજન અને સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન, સાંજે જલારામ મંદિર હાપા અને સાધના કોલોની ખાતે મહાઆરતી અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવશે
જામનગરમાં શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા 24 વર્ષથી જલારામ જયંતીની કરવામાં આવે છે ઉજવણી જેમાં આવતીકાલે આશરે 20 થી 25 હજાર લોકો સમૂહ ભોજન લેશે
કાલાવડ શહેરમાં આવેલ ખડેશ્વર ગણપતિ મંદિર ખાતે અન્નકોટ ધરાવામાં આવ્યો, અન્નકોટમાં 108 થી વધુ વસ્તુ ધરવામાં આવી.
ગણપતિ મંદિર ખાતે દર વર્ષે કારતક સુદ ચોથ ના દિવસે અન્નકોટ ધરાવામાં આવે છે, અન્નકોટમાં 108 થી વધુ વસ્તુ ધરવામાં આવી, મંદિરના સેવકગણ દ્વારા અન્નકોટ બનાવવામાં આવ્યો, અન્નકોટના દર્શન કરવામાં શહેરના મોટી સંખ્યામાં લોકો આવે છે, મંદિરના મહંત મહેશગીરી બાપુએ મંદિરે આવતા દર્શનાથીઓને નવા વરસની શુભેચ્છા પાઠવી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રસ્તે રઝડતા પશુઓ અને શ્વાનનો આતંક યથાવત.
જામ ખંભાળીયા તાલુકામાં હડકાયા શ્રવાને ખેડૂત પુત્ર પર હુમલો કર્યો, સોનારડી ગામના રામસંગ જાડેજા, પોતાના ખેતરમાં કામ કરતા સમયે શ્વાને અચાનક જ હુમલો કર્યો.
હડકાયા શ્વાને ખેડૂત ઉપર હુમલો કરી હાથના ભાગે બે થી ત્રણ બચકા ભરતા ઇજાઓ પહોંચી હતી, તેઓને તાત્કાલિક સારવાર માટે જામ ખંભાળિયાની સરકારી જનરલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા જ્યાં હોસ્પિટલમાં હડકવાના રસી ઇન્જેક્શન સહિતની સારવાર અપાઇ.
જામનગર નજીક મોટી બાણુગાર પાસે અકસ્માતમાં BMW ગાડી ચલાવનારની અટકાયત.
જામનગર નજીક મોટી બાણુગાર પાસે અકસ્માતમાં BMW ગાડી ચલાવનારની અટકાયત.
જામનગર નજીક મોટી બાણુગાર નજીક થયેલા અકસ્માતમાં અકસ્માત સર્જનાર BMW ગાડી સલીમ નામે રજીસ્ટર.
જામનગર નજીક નાની બાણુગરના પાટિયા પાસે ફોરવ્હીલર તથા બાઈક વચ્ચે અકસ્માતમાં પતિ - પત્ની ઈજાગ્રસ્ત થયા હતા જેમાંથી દિનેશભાઈ દેવરાજભાઈ મકવાણા ( પતિ )નું મૃત્યુ નીપજ્યું તથા અનિતાબેન દિનેશભાઈ મકવાણા ( પત્ની )ને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર જી.જી હોસ્પિટલમાં અપાઈ રહી છે.
જામનગર નજીક મોટી બાણુગાર નજીક થયેલા અકસ્માતમાં અકસ્માત સર્જનાર BMW ગાડી સલીમ નામે રજીસ્ટર.
જામનગર નજીક નાની બાણુગરના પાટિયા પાસે ફોરવ્હીલર તથા બાઈક વચ્ચે અકસ્માતમાં પતિ - પત્ની ઈજાગ્રસ્ત થયા હતા જેમાંથી દિનેશભાઈ દેવરાજભાઈ મકવાણા ( પતિ )નું મૃત્યુ નીપજ્યું તથા અનિતાબેન દિનેશભાઈ મકવાણા ( પત્ની )ને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર જી.જી હોસ્પિટલમાં અપાઈ રહી છે.
જામનગર શહેરમાં ગઈકાલે સાંજે 7 થી આજરોજ સવારે 7 વાગ્યા સુધી 33 જગ્યાએ આગ લાગી હતી, ફાયર ટીમ દ્વારા ખડેપગે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી.
દ્વારકાની નામાંકીત હોટેલની બનાવટી વેબસાઇટ આધારે દર્શનાર્થીઓ સાથે છેતરપીંડી કરનાર શખ્સ ઝડપાયો
દ્વારકાની નામાંકીત હોટેલની બનાવટી વેબસાઇટ આધારે દર્શનાર્થી/પ્રવાસીઓ સાથે છેતરપીંડી કરનાર શખ્સને લખનઉ ખાતેથી પકડી પાડતી દેવભુમી દ્વારકા સાયબર ક્રાઇમ સેલ
મુખ્ય સુત્રધારને ધરપકડ કરવા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય સાહેબનાઓએ સાયબર ક્રાઇમ સેલના પોલીસ ઇન્સ્પેકટર, એ. વાય. બલોચને જરૂરી સુચના-માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા લખનઉ ખાતેથી, ટેકનીકલ એનાલીસીસ અને હ્યુમન સોર્સ આધારે વર્ક આઉટ કરી, બનાવટી/ફેક વેબસાઇટ અને ગુગલ એડ્સ બનાવનાર મુખ્ય સુત્રધારને શોધી, પકડી પાડવામાં સફળતા મળી
ધરપકડ કરેલ આરોપી
(૧) નિરજ તિવારી S/o સદાનંદ તિવારી, ઉ.વ.૩૪, ધંધો-ડીજીટલ માર્કેટીંગ, રહે. સેક્ટર ૧૧(બી)/૯૯, વ્રુદાવન યોજના, લખનઉ, ઉતર પ્રદેશ. મુળ રહે. કેસરૂઆ ગામ, તા.ઝખનીયા, જી.ગાઝીપુર. રાજ્ય ઉતર પ્રદેશ.
કાલાવડ નજીક ગાડી અને બાઈક વચ્ચે અકસ્માતમાં એક વ્યકિતનું મોત
કાલાવડ રાજકોટ હાઈવે સેફરોન વિધાલય પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો, રાજકોટ તરફથી આવી રહેલ ગાડીએ કાલાવડ તરફથી આવી રહેલ બાઈક ચાલક ને જોરદાર ટક્કર મારતાં બાઈકનો બુકડો થઈ ગયો અને ગાડી પલટી મારી ગઈ.
બનાવની જાણ તથા જસાપર ગામના સરપંચ સહિત ગામ લોકો ઘટના સ્થળે દોડી ગયા
જામનગરના બર્ધન ચોકમાં નશામાં ધૂત આધેડને લોકોએ હેન્ડપંપ સાથે બાંધીને ચખાડ્યો મેથીપાક, બાદમાં આધેડને પોલીસ હવાલે કર્યો, વિડિયો થયો વાયરલ.
#જામનગર #jamnagar #Gujarat #swarajsamaynews
કલ્યાણપુર તાલુકામાં વાતાવરણમાં ઓચિંતા પલટા બાદ ઝાપટા પડ્યા.
કેનેડી,ખાખેડા,પટેલકા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા વરસ્યા, કમોસમી ઝાપટા થી ખેડૂતોમાં ચિંતામાં વધારો, હાલ ખેડૂતોનો મગફળી સહિતનો પાક ખેતરમાં પડ્યો હોય ત્યારે જ કમોસમી ઝાપટું થતા મગફળીના પાકમાં નુકસાન થવાની ભીતિ
જામનગરના ગોકુલનગર પાસે કારચાલકે એક યુવાનને કિલોમીટર સુધી કારના બોનેટ ઉપર બેસાડી ગાડી ચલાવી.
સમગ્ર બનાવ અંગે અન્ય વાહન ચાલકોએ કાર ચાલકને રોકી ગાડી ઉભી રખાવી, અન્ય બાઈક ચાલક દ્વારા સમગ્ર ઘટનાનો VIDEO ઉતારી લેતા શોશિયલ મીડીયામાં થયો વાયરલ.
#accident #car #જામનગર #jamnagar #Gujarat #swarajsamaynews
પ્રેમ લગ્ન મંજૂર ન હોવાથી પિતાએ જીવતી દીકરીનું બેસણું રાખ્યું.
વાઘોડિયાના લીલોર ગામમાં દીકરીએ ગામના જ યુવક સાથે પ્રેમ લગ્ન કરતાં પિતાએ જીવતી દીકરીનું બેસણું રાખ્યું
સમાજના લોકોને બોલાવી જીવતી દીકરીનું બેસણું રાખ્યું
ઉદ્દઘાટનના બે કલાક બાદ જોડિયાના તારાણા ટોલનાકે બબાલ, ફિલ્મી દ્રશ્યો સર્જાયા.
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તારાણા ગામે ગઈ કાલે 8 વાગ્યે ટોલનાકાનું થયું ઉદઘાટન, 10 વાગ્યે પિતા-પુત્રો કાર લઈ પસાર થયા, રસ્તાનું કામ પૂર્ણ નથી થયું તો ટેક્સ શેનો ભરવાનો ? તેવું કહી બબાલ કરી, ટેક્સ ભરી દીધા બાદ પણ બબાલ કરી કાર પુર ઝડપે ચલાવી બેરીકેટ તોડી નાખ્યું, ટોલકર્મી સાથે જીભાજોડી કરી ધમકી આપી, ફરિયાદ નોંધાઇ.
કાલાવડમાં વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ દ્વારા શ્રી સરસ્વતી શિશુવાટિકા "રંગ tvમંચ" 2023 કાર્યકમ યોજાય ગયો.
કાર્યક્રમના મુખ્ય મહેમાન વિદ્યાભારતી ગુજરાત પ્રદેશનાં શિશુવાટિકાના પ્રમુખ રીનાબેન દવે , પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ જયશ્રીબેન વૈષ્ણવ તેમજ અતિથિ વિશેષ કાલાવડ ગ્રામ્યના p.s.i એચ.વી.પટેલ તેમજ કાલાવડ ગ્રામ્ય અને ટાઉન કક્ષાના પોલીસ કર્મચારી બહેનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો શરૂઆત દીપ પ્રાગટય તેમજ સરસ્વતી વંદના અને સ્વાગત પરિચય દ્વારા કરવામાં આવી ત્યારબાદ રીનાબેન દવે દ્વારા (nep) નવી શિક્ષણનીતિનું અમલીકરણ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ અને તેના શિશુ વટિકામાં કેવી રીતે અભ્યાસમાં લાવી રહ્યા છે તેમજ શિશુવાટિકામાં વિવિધ ક્રિયાકલાપો દ્વારા બાળકનો સર્વાંગીણ વિકાસ કરી રહ્યા છે તેની વિગતે વાત કરી. ત્યાર બાદ કાલાવડ ગ્રામ્ય વિસ્તારના p.s.i એચ.વી પટેલ તેમજ કાલ
જામનગરના લાખાબાવળ ગામે અક્ષરપ્રીત કોલેજમાં 12 વિદ્યાર્થી દ્વારા પરીક્ષામાં ચોરી તથા એકજ સંકુલમાં ચાલતી અલગ અલગ કોલેજ મામલે NSUI દ્વારા વિરોધ.
#NSUI #જામનગર #jamnagar #Gujarat #swarajsamaynews
જામનગરના લાખાબાવળ ગામે અક્ષરપ્રીત કોલેજમાં 12 વિદ્યાર્થી દ્વારા પરીક્ષામાં ચોરી મામલે ABVP દ્વારા વિરોધ.
#ABVP #જામનગર #jamnagar #Gujarat #swarajsamaynews
ખંભાળિયા મામલતદાર કચેરીની બાજુમાં એડવોકેટ બિલ્ડીંગમાં ઓફિસમાં આગ લાગી, સામાન બળીને ખાખ થયો હતો ફાયર ટીમ દ્વારા આગ કાબૂમાં લેવાઈ.
ભાટીયા ગામમાં કૃષ્ણનગર સોસાયટીમાં પિતા - પુત્રને હડકાયા શ્રવાને બચકા ભર્યા.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકામાં હડકાયા શ્વાનનો આતંક.
ભાટીયા ગામના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ કૃષ્ણનગર સોસાયટીમાં પિતા - પુત્રને હડકાયા શ્રવાને બચકા ભર્યા, માસુમ બાળકને શ્રવાને હુમલો કરતા બચાવવા જતા પીતા ઉપર પણ શ્રવાને હુમલો કર્યો, 49 વર્ષના બાબુભાઇ ગોરૈયા તેમજ તેમના 8 વષૅના પુત્ર હેમાંક્ષ ગોરૈયા પર હડકાયા શ્રવાનને હુમલો કર્યો.
માસુમ બાળક સહિત પીતા પુત્ર બંને ને ઇજાઓ પહોંચતા જામખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં પીતા પુત્રને ઇંજેક્શન સહિતની સારવાર અપાઇ.
દ્વારકાના ભથાણ ચોકમાં વિસ્તારમાં ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા 25 વર્ષીય મહિલાનું મોત
દેવુબેન હાથીયા નામના 25 વર્ષિય મહિલા ટ્રક ની ઠોકર મારતા મોત નિપજ્યું.
ભથાણ ચોકમાં વિસ્તારમાં રિક્ષા સાઇડ માં ઉભી હતી ત્યારે ટ્રકે રિક્ષાને ઠોકર મારી અકસ્માત સર્જ્યો, રીક્ષામાં બેઠેલા દેવુબેન હાથીયા નામના મહિલા ગંભીર રીતે ઘવાયા હતા જે બાદ ઇજાગ્રસ્ત મહિલા ને તાત્કાલિક સારવાર અર્થે દ્વારકા હોસ્પિટલ ખાતે ખસેડાયા.
વધુ સારવાર અર્થે મહિલાને તાત્કાલિક જામખંભાળિયા ખસેડાયા હતા જ્યાં ગંભીર ઘવાયેલ મહિલાને સારવાર મળે તે પહેલા જ રસ્તામાં મોતને ભેટ્યા, દેવુબેનનું મુત્યુ નિપજતા પરીવારમાં શોક નો માહોલ છવાયો.
ખંભાળીયા તાલુકાના ભંડારીયા ગામે બની રહેલી પ્રાથમિક શાળાને તોડી પાડવાનો આદેશ કરતા શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનસુરીયા.
જામખંભાળીયા તાલુકાના ભંડારીયા ગામે નવ નિર્માણ પામી રહેલ શિક્ષણ ભવનના કામની ઓચિંતી મુલાકાત લીધી
ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનસેરીયા દ્રારા સપ્રાઇઝ વિઝીટ કરાઇ હતી જેમાં ભંડારીયા ગામે શિક્ષણ ભવનનું નવ નિર્માણ કામમાં છતી હોવાનું જણાતા શિક્ષણ મંત્રી લાલઘુમ થયા હતા તથા કોન્ટ્રાક્ટરને ખખડાવ્યા હતા નવ નિર્માણ શિક્ષણ ભવનને તાત્કાલિક ડિમોલિશન કરવા મટે કડક સુચના અપાઇ.
#ખંભાળિયા #khambhaliya #જામનગર #jamnagar #Gujarat #swarajsamaynews
ખંભાળીયા - દ્વારકા હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો
ખંભાળીયા નજીક હંસ્થલ ગામના પાટીયા પાસે ટ્રકના ટાયર સાથે ધડાકાભેર કાર અથડાઇ, અકસ્માત સર્જાતા ફોર વ્હીલ કાર ડીવાઈડર પર ચડી ગઇ, કારમાં સવાર મુસાફરો ને ઇજાઓ પહોંચી હતી પરંતુ સદનસીબે કોઇ જાનહાની થઈ નથી
#khambhaliya #Dwarka #દ્વારકા #જામનગર #jamnagar #Gujarat #swarajsamaynews
જામનગરના બેડી નાકા જાહેર રસ્તા ઉપર એક દારૂડિયાએ જાહેર રોડ ઉપર કર્યા નાટક, રાહદારી લોકોમાં ફેલાઈ ફફડાટ, વિડિયો થયો વાયરલ.
જામ ખંભાળીયામાં આખલાઓની લડાઇમાં 85 વર્ષીય વૃદ્ધ મહિલા ઇજાગ્રસ્ત.
દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળીયાના બજાણા રોડ પર બે આખલાની લડાઇમાં વીરૂબેન કણજારીયા નામના વૃદ્ધ મહિલાને ઇજાઓ પહોંચી, ભગવતી મેરેજ હોલ નજીક બે આખલાઓ ની લડાઈ ચાલી રહી હતી ત્યારે 85, વષૅના વીરૂબેન નામના વૃદ્ધ મહિલા પસાર થતા આખલાએ હડફેટે લીધા,ઈજાગ્રસ્ત વૃદ્ધ મહિલાને તાત્કાલિક સારવાર અર્થે સરકારી જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા
કાલાવડ શહેરમાં સરદાર પટેલ ની 148 ની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી
કાલાવડ શહેરમાં શ્રી સરદાર પટેલ યુવા સંગઠન ગ્રુપ દ્વારા ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું, હિરપરા કન્યા વિધાલય થી સરદારબાગ સુધી બાઈક રેલીની શરૂઆત કરવામાં આવી, શહેરમાં મુખ્ય માર્ગો પર થી બાઈક રેલી પસાર થઈ જ્યાં અલગ અલગ જગ્યાએ વિવિધ સમાજ ના લોકો રેલીનું સ્વાગત કર્યું
ગુજરાત રાજ્યના પૃવ કૃષિમંત્રી આર.સી.ફળદુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં તાલુકાના લેઉવા પટેલ સમાજના લોકો જોડાયા.
ગુજરાતના ભુતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ની પુણ્યતિથિ નિમિત્તે શ્રી કાલાવડ તાલુકા લેઉવા પટેલ સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
આજરોજ ગુજરાતના ભુતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ની પુણ્યતિથિ નિમિત્તે શ્રી કાલાવડ તાલુકા લેઉવા પટેલ સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેશુભાઈ ના પુત્રવધુ મંજુબેન અને તેમના પૌત્ર નિલભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
જામખંભાળીયા નગરપાલિકા તંત્રની વધું એક બેદરકારી સામે આવી
નગરગેઇટ થી જોધપુર ગેઇટ તરફના માર્ગ પર ગંદી ગરટો ઉભરાઇ, શહેરના જાહેર રોડ રસ્તાઓ પર ગટરોના પાણી ફરી વળતા લોકોમાં ભારે કચવાટ જોવા મળ્યો, સતત ટ્રાફિક થી ધમધમતા માર્ગ પર પાલિકા ની ગટરો ઉભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો પસાર થવા મજબુર બન્યા છે, શહેરમાં અવાર નવાર ઉભરાતી ગટરો ના કારણે નગરજનો ભારે પરેશાન.
ખંભાળિયા નજીક ગાડીમાં લાગી આગ
મોડી રાત્રે ખંભાળિયા નજીક હાઈવે રોડ ઉપર કંચનપુર ગામ નજીક યોજાયેલ રઘુવંશી સમાજના રાશોત્સવના પાર્કિંગમાં પડેલી કારમાં આગ લાગી હતી,ખંભાળિયા ફાયર વિભાગ ટીમે આગ પર કાબુ મેળવ્યો.
ભાણવડ પંથકમાંથી દેશી દારૂના જથ્થા સાથે છકડો રિક્ષા પકડી પાડતી દેવભૂમિ દ્વારકા જિલ્લા LCB
ભાણવડ પંથકના ફિલ્ટર નેશ થી કપુરડી પાટીયા તરફના રસ્તે મઢુલી ના પાછળના ભાગેથી 400, લીટર દેશીના દારૂના જથ્થા સાથે છકડો રિક્ષા ઝડપી પાડ્યો, LCB પોલીસ ને મળેલ ચોક્ક્સ બાતમીના આધારે રેઇડ કરતા રૂપિયા 48000નો મુદ્દામાલ કબજે કર્યો.
પોલીસને જોઇને આરોપી થયો રફુચક્કર આરોપી ને પકડી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા
કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ.
કલ્યાણપુર દેવળીયા ચાચલાણા ટંકારીયા. સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો, ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસતા રોડ રસ્તા પર પાણી વહેતા થયા, ખેડૂતો ના ખેતરોમાં રહેલા ખેત પેદાશોમાં નુકસાન જવાની ભારે ભીતી, કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ના મોઢે આવેલ કોળિયો છીનવાઇ જાય તેવી પરિસ્થિતિ સર્જાઇ.