Adivasi Voice Network

  • Home
  • Adivasi Voice Network

Adivasi Voice Network Save Natural resources and Save people, Adivasidom

https://youtu.be/Z74GMyFzmHg
07/03/2022

https://youtu.be/Z74GMyFzmHg

તા.૫ માર્ચ.૨૦૨૨ ના રોજ તાપી જિલ્લા ના મુખ્ય મથક વ્યારા ખાતે પાર તાપી નર્મદા લિંક યોજના વિરોધી રેલી દરમિયાન સરકાર ન.....

06/03/2022

Johar Vyara
Par tapi Narmada link project against Movement Vyara

06/03/2022

Par tapi Narmada link project against Movement Vyara,
Johar
Jai Adivasi

27/02/2022
31/01/2022

આમંત્રણ પત્રિકા
• ટ્રાયબલ ટીચિંગ એજ્યુકેશન ટ્રસ્ટ વાડવા સંચાલિત
એક દિવસીય નેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. એ સેમિનારમાં ભાગ લેવા માટે દરેક સમાજના આગેવાન ભાઈ-બહેનોને આમંત્રણ આપવામાં આવે છે. આવો સાથે મળીને “ભારતના બંધારણ”ની ચર્ચા કરીએ.
• કાર્યક્રમની રૂપરેખા:
• સવારે ૧૦:૦૦ વાગે મહેમાનોનું સ્વાગત
• સવારે ૧૧.૦૦ વાગે ટ્રાયબલ ટીચિંગ એજ્યુકેશન ટ્રસ્ટ નાહેતુઓ
• સવારે ૧૧.૩૦ વાગે થી ૧.૦૦ વાગે સુધી “ભારતના બંધારણ” વિશે વક્તવ્ય
• બપોરે ૧.૦૦ વાગે થી ૨.૦૦ વાગ્યા સુધી સામુહિક ભોજન
• ૩.૦૦ વાગ્યા થી ૪ વાગ્યા સુધી ભારતના બંધારણની ઓપન ચર્ચા.
• આભારવિધિ
• તારીખ: ૦૧ ફેબ્રુઆરી ૨૦૨૨
• સમય: સવારે ૧૦ થી ૪.૦૦ વાગ્યા સુધી.
• સ્થળ: માલજીપુરા તા. ઝઘડીયા જી. ભરૂચ. ગુજરાત.
• આયોજનકર્તા: ટ્રાયબલ ટીચિંગ એજ્યુકેશન ટ્રસ્ટ વાડવા,
ધારાસભ્યશ્રી છોટુભાઈ વસાવાની અધ્યક્ષતા સ્થાને સેમિનાર યોજવામાં
આવશે.
• સેમિનાર વિશે સંપર્ક ડૉ. અશ્વિન વસાવાનો કરવો. મો. ૯૦૨૩૭૬૭૮૩૧.
આભાર

https://youtu.be/PapoVNuAb9k
18/12/2021

https://youtu.be/PapoVNuAb9k

The Fifth Schedule designates adivasi majority areas in ten adivasi minority states within peninsular India including, Andhra Pradesh, Telangana, Gujarat, Jh...

 #244(1)     Constitution
10/12/2021

#244(1)

Constitution

30/11/2021


Chottu Vasava
life

Natural resources

  community  life
21/11/2021

community
life

Jaipalsingh Munda
21/11/2021

Jaipalsingh Munda

  Munda
21/11/2021

Munda

Tribal teaching education🎓
21/11/2021

Tribal teaching education🎓

21/11/2021

Road Corruption in Dediapada and Sagbara talukas

10/04/2021
07/04/2021

ગેર કાયદેસર ચાલતાં જૂગાર આંકડા નો ધંધો.
પોલિસ સાથે મીલીભગત થી ચાલતો ધંધો.

18/02/2021

નમસ્કાર દોસ્તો કોરોના મહામારી રોગચાળા બાદ આદિવાસી વિસ્તારોમાં લગ્ન પ્રસંગની તૈયારીઓ ખુબજ સારી રીતે થઈ રહી છે લગ્ન પ્રસંગમાં આદિવાસી સમાજના યુવાનો વડીલો અને મહિલાઓ સામૂહિક ભાગીદારી લઇ રહ્યા છે સામૂહિક નાચગાન કરી રહ્યા છે સામૂહિક ભોજન કરી રહ્યા છે એકદમ સાદી રીત રિવાજ પ્રમાણે અને પ્રકૃતિના મૂલ્ય આધારિત લગ્ન પ્રસંગો થઈ રહ્યા છે ખૂબ જ આનંદની વાત એ છે કે થોડા જ ખર્ચમાં આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગ ઉજવાય છે સવારથી સાંજ લઇને અને બીજા દિવસ ની સાંજ સુધી લગ્ન પ્રસંગ હોય છે લગ્ન પ્રસંગ માં અલગ અલગ રીવાજો હોવા છતાં પણ એ પણ ઓછા ખર્ચે છે વિધિગત લગ્ન થઈ રહ્યા છે પણ ખાસ કરીને અમુક જે થોડા નોકરિયાત , થોડા પૈસાદાર લોકો ના લીધે આદિવાસી સમાજમાં લગ્ન વ્યવસ્થા માં બદલાવ આવી રહ્યા છે એનું અનુકરણ ગ્રામ્ય વિસ્તારમાં પણ ખૂબ જ ઝડપી થઈ રહ્યું છે એ છે બેન્ટ પાર્ટી બેન્ડ પાર્ટી! 50 -60 હજારથી લઈને બે ત્રણ લાખ સુધીની બેન્ડ પાર્ટી આવે છે એ બેન્ડ પાર્ટીઓમાં આખા યુવાનો બ્રેક ડાન્સ ની સાથે તૂટી પડે છે .આનંદની સાથે સાથે એ લોકો ખુબ જ લાગણીથી લગ્નમાં ભાગીદાર હોય છે પણ કેટલાક અસામાજીક તત્વો ના લીધે અને નકલી બિયર કોટર અને નકલી દારૂ નો ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોય તેથી યુવાનો એ આલ્કોહોલ પીને ડાન્સ કરી રહ્યા હોય ત્યારે ઘણા ગામોમાં રાત્રિના સમયે લગ્ન પ્રસંગોમાં ખુબજ ઝઘડો ધમાલ થાય છે ગરીબ લોકો ખૂબ જ એક એક રૂપિયો મહેનત-મજૂરી કરીને પોતાના બાળકોનું લગ્ન પ્રસંગ કરી કરી રહ્યા છે ત્યારે અમુક અસામાજીક તત્વો અને નકલી વિદેશી દારૂના લીધે વ્યસનનું પ્રમાણ વધી રહ્યું છે ખાસ કરીને વિચારવા નુ એ છે કે નર્મદા જિલ્લામાં અને દેડિયાપાડા તાલુકામાં સાગબારા તાલુકા માં બેન્ડ પાર્ટી ઓ થી ગરીબ આદિવાસી અને જેની પાસે પૈસા નથી એવા લોકો બેન્ડ પાર્ટી કેવી રીતે લાવી શકે! જેથી આદિવાસી સમાજમાં ઢોલ થી લગ્ન થઈ રહ્યા છે એ જ વ્યવસ્થાઓ ચાલુ કરવામાં આવે અને ચાલુ જ છે તેને આપણે ટકાવી રાખીએ તો આપણા સમાજમાં જે પણ વ્યવસ્થા છે જે પણ સંસ્કૃતિ છે એ નાશ ન પામે! એ આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે ઘણા આગેવાનો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ એવો નિર્ણય આવી રહ્યા છે કે દેડિયાપાડા તાલુકામાં અને સાગબારા તાલુકા માં બેન્ડ પાર્ટી ઓના ગામોમાં બેન્ડ પાર્ટીઓને પ્રતિબંધ મુકવામાં આવે છે એવી આદિવાસી સમાજ ની સામૂહિક નિર્ણય લઇ રહ્યા છે જે ખાસ આપણે એ નિર્ણયનો અમલવારી કરવી જ પડશે જેથી આદિવાસી સંસ્કૃતિ બચી શકે આદિવાસી લોકો પોતાના રીતરિવાજ અને મૂલ્યો સાચવી શકશે .
Ashvin Vasava
Research Scholar

आदिवासी एरिया मे इलेक्शन केसे होता है?
16/02/2021

आदिवासी एरिया मे इलेक्शन केसे होता है?

આઝાદી ના પ્રથમ લડવ્યા તિલકા માંજી ને જન્મ જયતિ નિમિતે કોટી કોટી વંદન 🙏
11/02/2021

આઝાદી ના પ્રથમ લડવ્યા તિલકા માંજી ને જન્મ જયતિ નિમિતે કોટી કોટી વંદન 🙏

08/02/2021

દાદાગીરી / 'મારા માણસને કહીને પતાવી દઈશ' ભાજપના ધારાસભ્યએ ખાનગી ચેનલના પત્રકારાને આપી ધમકી
http://dhunt.in/cWBLs?s=a&ss=wsp
Source : "VTV News" via Dailyhunt

એપ્લિકેશન ડાઉનલોડ કરો
http://dhunt.in/DWND

https://gujaratexclusive.in/eklavya-model-day-school-bribe-case/જો તપાસ થશે તો તમામ એકલવ્ય સ્કૂલોમાં ચાલતા મોટા કૌભાંડ બ...
08/02/2021

https://gujaratexclusive.in/eklavya-model-day-school-bribe-case/
જો તપાસ થશે તો તમામ એકલવ્ય સ્કૂલોમાં ચાલતા મોટા કૌભાંડ બહાર આવશે

નર્મદા જિલ્લા પ્રયોજના વહીવટદાર હેઠળ ચાલતી એકલવ્ય મોડેલ સ્કૂલોમાં વિદ્યાર્થીઓના ભોજનથી લઈને અન્ય સમાન પૂરું પા...

08/02/2021

इंटरनेशनल हुमन राइट्स एसोसिएशन के प्रेसिडेंट और सोशल एक्टिविस्ट के. मोहन. आर्य. से आज खेडूत (Farmer's) आंदोलन के बारे मे चर्चा हुए।

Dediapada
26/01/2021

Dediapada

Johar
06/01/2021

Johar

28/12/2020

ખેડૂત જન આંદોલન દેડિયાપાડા

27/12/2020

ચાલો ડેડિયાપાડા.....ચાલો ડેડિયાપાડા....
ટેકા ના ભાવ મળે ખેડૂતોને...
ખેડૂત જન આંદોલન દેડિયાપાડા.
તા. ૨૮/૧૨/૨૦૨૦
સમય ૧૦.૦૦ વાગે સવારે
સ્થળ: મામલતદાર કચેરી દેડિયાપાડા ની સામે.
જય કિશાન.... જય ખેડૂત....

ડેડીયાપાડામાં ફૂડ એન્ડ ડ્રગ્સ ના લાઇસન્સ અપાવવા ના નામે વેપારીઓ પાસે થી પૈસા ઉઘરાવતી ઠગ ટોળકી ઝડપાઈ ..પોલીસ ની ઢીલી નીતિ...
25/12/2020

ડેડીયાપાડામાં ફૂડ એન્ડ ડ્રગ્સ ના લાઇસન્સ અપાવવા ના નામે વેપારીઓ પાસે થી પૈસા ઉઘરાવતી ઠગ ટોળકી ઝડપાઈ ..પોલીસ ની ઢીલી નીતિ ને કારણે વ્યાપારીઓ માં રોષ:
ભરતકુમાર વર્મા NMD ન્યુઝ સ્પેશિયલ રિપોર્ટ:-ડેડિયાપાડા માં ગઈ કાલે સાંજે દિજી કોપસ લીગલ કન્સલ્ટન્સી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ના બે વ્યક્તિઓ ને પોલીસ દ્વારા પકડેલ છતાં આજ સુધી કોઈ ફરિયાદ દાખલ ના થતા નગર ના વેપારીઓ માં પોલીસ પ્રત્યે આક્રોશ.પોલીસ નું સૂચક મૌન ….પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા બે ત્રણ દિવસ થી ડેડિયાપાડા માં દિજી કોપસ લીગલ કન્સલ્ટન્સી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ,આશ્રમ રોડ અમદાવાદ ના બે ઈસમો પોલીસ ને સાથે રાખી વેપારીઓ પાસે લાઇસન્સ ની માગણી કરી અને લાઇસન્સ કાઢી આપવા માં આવશે એવું જણાવી રૂપિયા ઉઘરાવતા હતા.તે દરમ્યાન કે.મોહન આર્ય આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર સંઘ ના કાર્યકારી અધ્યક્ષ(ભારત) અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી ના રાષ્ટ્રિય કન્વીનર ને આ બાબત ની એક વેપારી એ જાણ કરતા તેઓ એ સ્થાનિક પત્રકારો ને સાથે રાખી પોલીસ મથકે જઈ પોલીસ ને જાણ કરતા પોલીસ આ વિશે તપાસ આદરી આ પ્રાઇવેટ કંપની ના ઈસમો ને બોલાવી તપાસ કરતા એમની ગાડી પર national council of vocational skill assessment register nct of new delhi , government of India. લખેલ હતું.ગાડી નંબર GJ27 CM 2696 mahindra TUV કંપની ની હતી.પી.એસ.આઇ આઇ.આર.દેસાઈ એ ઉપરોક્ત કંપની ના ઈસમો પાસે ગુજરાત સરકાર નો કોઈ ઓથોરિટી લેટર માંગતા તેઓ પાસે મળી આવેલ ના હતો.એ કંપની ના માણસો ને પૂછતાછ માં એક નું નામ હાર્દિક રમેશ પટેલ,મનોજ રમેશ મિસ્ત્રી બંને રહે.આશ્રમ રોડ અમદાવાદ ,ધોરણ – ૯ પાસે જણાવેલ હતું.આ લોકો ડેડિયાપાડા નગર માં થી સાબરી ચિકન સેન્ટર,ફાયાજ ભાઈ કુરેશી પાસે થી લાઇસન્સ ના બહાને ૧૦,૦૦૦/- રોકડા અને ૫૫૦૦/- લાઇસન્સ આવ્યા બાદ, જેમાંની બ્રોથર્સ માં થી કારિયાણી ની દુકાન ના માલિક પાસે થી ૧૦,૦૦૦/- રોકડા અને ૧૦,૦૦૦/- નો ચેક લીધા હતા. પ્રિયા પ્રોવિઝન સ્ટોર માથી પણ રૂપિયા ૧૦,૦૦૦/- નો ચેક લીધેલ હતો. જય શ્રી કરિયાણા સ્ટોર માથી ૪૦૦૦/- રોકડા ,ચેતન કરિયાણા સ્ટોર માથી ૧૨,૫૦૦/- રોકડા , ડી.જી.ફૂડ એન કેક સ્ટોર માથી ૬૫૦૦/- રોકડા ઉઘરાવી છેતરપિંડી કરી હતી અને આ તમામ વેપારીઓ ને બિલ નંબર ,જી.એસ.ટી નંબર વગર નું સહી સિક્કા વગર નું બિલ આપી જેમાં કોઈ વિવરણ પર લખેલ ન હતું.એમને આ રીતે પૈસા ઉઘરાવવા નો અધિકાર કોને આપ્યો એ પૂછતા એમના પાસે જવાબ ના હતો.આ અધિકાર કોને આપ્યો એમને પૈસા ઉઘરાવવા નો પોલીસ તપાસ માં જાણવા મળેલ કે અંકલેશ્વર ,વાલીયા ,નેત્રંગ ,ડેડિયાપાડા જેવા અન્ય જગ્યા ઓ એ થી રોકડા રૂપિયા અને ચેક લીધેલ છે.મળતી માહિતી મુજબ ડેડીયાપાડા ના વેપારીઓ ને પૈસા પરત કરવા માં આવ્યા છે અને આ બંને ઠગ વિરૂદ્ધ ડેડિયાપાડા ના વેપારી મંડળ ના પ્રમુખ ધનંજય શાહ દ્વારા પોલીસ મથકે જઈ ગુનો નોંધવા જણાવેલ છે છતાં ગુનો નોધેલ નથી તો પોલીસ નું શા માટે સૂચક મૌન છે એ વેપારીઓ માં ચર્ચાય રહ્યું છે.વેપારીઓ ની એવી માંગ છે કે આ બંને વિરૂદ્ધ ડેડિયાપાડા પોલીસ સ્ટેશન માં ફરિયાદ દાખલ કરવા માં આવે તો ગુજરાત માં મોટું કોભાંડ બહાર આવે એમ છે. આ બાબતે પીએસઆઇ દેસાઈ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું આ બાબતની તપાસ કરી રહ્યા છે અને તપાસ કર્યા બાદ જો ગુનેગાર હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કર્યા તપાસ પુર્ણ કર્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.(NMD,૨૫/૧૨/૨૦૨૦)
#નર્મદા જીલ્લાના ડેડિયાપાડા તાલુકામાં વેપારીઓ પાસેથી રૂૃપીયા ઉઘરાણી કરતી ટુકડી ફરી રહી હતી ત્યારે પોલીસ તંત્ર શું આંખ આડા કાન કરીને કામગીરી કરી રહી હતી? નર્મદા જીલ્લાના ડેડિયાપાડા તાલુકામાં વેપારીઓ પાસેથી રૂપિયા ઉઘરાણી કરવાનું કામ ચાલતું હતું ત્યારે સ્થાનિક તંત્ર ભાનમાં ન હતું ?આજે ડેડીયાપાડા તાલુકામાં વેપારીઓ પાસે થી ઊઘરાણી થઈ રહી હતી ત્યારે પોલિસ વિભાગ શું કરી રહ્યું હતું? આજે ચા- નાસ્તાના દુકાને દુકાને આમ જનતા એવી ચર્ચા કરે છે કે પોલિસ ખાતું અને લૂંટારૂ ટોળકી સાથે મિલીભગતથી આ ઘટના બની છે. ધીરે ધીરે પોલીસો પર થી આમ જનતા નો વિશ્વાસ ઘટતો જાય છે. લોકો એવુ પણ કહેવા લાગ્યાં છે કે સ્થાનિક પોલીસો (ડેડિયાપાડા) નકલી દારૂ વેચનાર અને આંકડો જુગાર ચલાવનાર પાસે થી પણ રૂપિયા લૂંટી લાવે છે એવી ચર્ચા ડેડિયાપાડા ના નગર માં અને ગામો માં થવા લાગી છે.
# આજે ડેડિયાપાડા પોલિસ પીએસઆઈ સાથે ચર્ચા કરતાં જાણવા મળ્યું હતું કે જે કંપની ના લોકો આવ્યાં હતાં. તે કંપની ના લેટર પોલિસ વિભાગ ને આપવામાં આવ્યા હતાં. પીએસઆઇ ના જણાવ્યા મુજબ ઉપર થી SP,Dysp ના જાણ મુજબ કામ થયું છે.
અગર ખાનગી કંપની ને બધા લાયસન્સ બનાવવા માટે ની જવાબદારી શોપવા માં આવે તો સ્થાનિક મામતદારશ્રી અને કલેકટર શ્રી નું શું કામ? એવા સવાલો ઉભા થયા છે.
આમ જનતા જાણવા માગે છે કે સાચી હકિગત શું છે? અગર આરોપી સામે કાયદેસર ની કાર્યોવાહી ના થાય તો જન આંદોલન થશે.

21/12/2020

#ખેડૂત જન આંદોલન ડેડીયાપાડા
#ચાલો આપણા હકક અને અધિકાર ની લડત મા.
#ટેકા ના ભાવે આપણાં કપાસ, તુવેર, મકાઈનું વળતર લઇએ.

#જો ખરીદ વેચાણ નું સેન્ટર ખોલવામાં આવે તો ખેડુતો ને આર્થિક ફાયદો થાય.
સ્થળ: મામતદારશ્રી ની કચેરી ડેડીયાપાડા ની સામે
તારીખ: ૨૮/૧૨/૨૦૨૦ ના રોજ ૧૦.૦૦ કલાકે સવારે.

09/12/2020

બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે
ર્ડા.મધુકરભાઇ પાડવીની નિમણૂક કરતી રાજય સરકાર
-------
સૂરતઃગુરૂવારઃ- રાજય સરકારના આદિવાસી વિકાસ વિભાગ દ્વારા સંચાલિત નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે બિરસા મુંડા યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે એમ.ટી.બી. આર્ટસ કોલેજ, સુરતના આચાર્ય અને તાપી જિલ્લાના નિઝર તાલુકાના મેણપુર ગામના વતની ર્ડા.મધુકરભાઇ સુંદર્યાભાઇ પાડવીની પસંદગી માટે શ્રી ગણપતસિંહ વસાવા, માન.મંત્રી આદિજાતિ વિકાસ, શ્રી સી.આર.પાટીલ, માન.પ્રદેશ અધ્યક્ષ ગુજરાત પ્રદેશ ભાજપા તથા માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા નિઝર જેવા સંપુર્ણ આદિવાસી વિસ્તારમાંથી આવતા ર્ડા.મધુકરભાઇ પાડવીની કુલપતિ તરીકે પસંદગી કરીને રાજય સરકારે આદિવાસી સમાજની માંગણી સંતોષી છે.
ર્ડા. મધુકરભાઇ પાડવીનો જન્મ તા.૩-૩-૧૯૬૧ ના રોજ તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકાના મેણપુર ખાતે સામાન્ય આદિવાસી પરીવારમાં થયેલ છે. તેઓએ વીર નર્મદ યુનિવર્સિટી, સુરતમાં હિન્દી વિષય સાથે પ્રથમ વર્ગમાં યુનિ. પ્રથમ ક્રમે સ્નાતકની ડિગ્રી મેળવેલ છે. તેઓએ એમ.એ.*એમ.ફીલ અને પી.એચ.ડી, સુધીનો અભ્યાસ નર્મદ યુનિવર્સિટી, સુરત ખાતેથી કરેલ છે. તેઓ એમ.ટી.બી.આર્ટસ કોલેજ, સુરતમાં લેકચરર તરીકે તા.૦૧-૦૩-૧૯૮૬ થી હિંદીના વ્યાખયાતા તરીકે જોડાયા હતાં. તેઓ સતત આગળ વધતાં રહ્યા અને તેઓ ૧૯૯૭ થી હિંદી વિભાગના અધ્યક્ષ અને પી.જી.ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી તે સાથે જ નવે.૨૦૦૯માં એમ.ટી.બી. કોલેજ, સુરતના આચાર્ય તરીકેની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી રહ્યા છે. તે સાથે જ તેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના હિંદી અભયાસ સમિતિના અધ્યક્ષ તથા યુનિ. હિંદી વિષય રિસર્ચ સમિતિના કન્વીનર તેમજ યુનિ. ખાતે કાર્યરત તુલનાત્મક વિભાગના કન્વીનર તેમજ તુલનાત્મક સાહિત્ય વિભાગની અભયાસમિતિના એડહોક અધ્યક્ષ તરીકે પણ તેઓએ સેવા આપી છે.
ર્ડા. મધુકર પાડવીએ નિર્મલ વર્મા કી કહાનીઓ કા આલોચનાત્મક અધ્યન અને નિર્મલ વર્મા ઔર મધુરાય કી કહાનીયોં કા તુલનાત્મક અધ્યયન વિષય પર મહાશોધ પ્રબંધ લખીને પી.એચ.ડી.ની ડિગ્રી મેળવી છે. તે સાથે જ તેઓએ હિંદી તથા ગુજરાતી ભાષામાં પુસ્તકો પણ લખ્યા છે.
આમ, રાજય સરકારે નિઝર જેવા અંતરીયાળ આદિવાસી તાલુકાના વતની અને સુરતની સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એનપુજીસી દ્વારા એ ગ્રેડ તેમજ સી.પી.ઇ.પુરસ્કૃત એમ.ટી.બી. કોલેજના આચાર્યા તરીકે કાર્યરત અને આદિવાસી સમાજના ઉત્સાહી શિક્ષણધિંદની બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે નિમણૂક કરેલ છે. બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ઓકટોમ્બર-૨૦૧૭ થી વોકેશનલ ટ્રેનિગ સેન્ટરના મકાનમાં રાજપીપળા ખાતે કાર્યરત છે.
સ્નાતક કક્ષાની કોલેજ ઓફ સાયન્સ, સ્કુલ ઓફ કોમર્સ અને સ્કુલ ઓફ આર્ટસમાં ૪૬૯ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ૩૨૩ વિદ્યાર્થીઓ છાત્રાલયની સગવડ મેળવે છે.
યુનિવર્સિટીના કેમ્પસ માટે જીતનગર, રાજપીપળા ખાતે ૩૯.૦૦ એકર જમીનની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ૩૫૦ કરોડના ખર્ચે યુનિવર્સિટીના બાંધકામ માટેની પ્રક્રિયામાં છે. તેઓની નિમણૂકથી યુનિવર્સિટીના વિકાસના કાર્યોને અને શિક્ષણ ક્ષેત્રમાં તેઓના માર્ગદર્શનથી યુનિવર્સિટીના કાર્યોને વેગ મળશે તથા તેમનો ધણા લાંબા અનુભવનો લાભ યુનિવર્સિટી અને આદિવાસી સમાજને થશે. શૈક્ષણિક અને સામાજિક વિકાસ કરવા માટે તેઓનો મહત્વનો ફાળો રહેશે. તેઓની નિમણૂકને સમગ્ર આદિવાસી સમાજે હર્ષભેર વધાવી છે અને ર્ડા.પાડવીને અભિનંદન પાઠવ્યા છે.

भारतीय संविधान के शिल्पकार, भारत रत्न बाबा साहब डॉ भीम राव अम्बेडकर जी के महापरिनिर्वाण दिवस पर उन्हें कोटि कोटि नमन।
06/12/2020

भारतीय संविधान के शिल्पकार, भारत रत्न बाबा साहब डॉ भीम राव अम्बेडकर जी के महापरिनिर्वाण दिवस पर उन्हें कोटि कोटि नमन।

National Constitution Day
26/11/2020

National Constitution Day

Address


Telephone

+919904603626

Website

Alerts

Be the first to know and let us send you an email when Adivasi Voice Network posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Adivasi Voice Network:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share