SanatanCommunity

  • Home
  • SanatanCommunity

SanatanCommunity ||वसुधैवकुटुम्बकम्||

સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાरा

યण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण સ્વાमिનાराયण

सर्व अवतारी पूर्ण पुरुषोत्तमनारायण अनन्त कोटि ब्रह्मांडो के नियंता भक्तवत्सल करुणा निद्धि दिनवंधु अशरण शरण कृपानाथ भगवान...
14/12/2022

सर्व अवतारी पूर्ण पुरुषोत्तमनारायण अनन्त कोटि ब्रह्मांडो के नियंता भक्तवत्सल करुणा निद्धि दिनवंधु अशरण शरण कृपानाथ भगवान श्री स्वामिनारायण 🙏

pls Subscribe this Satsang channel 🙏🌹🌺
13/12/2022

pls Subscribe this Satsang channel 🙏🌹🌺


12/12/2022

(145) અમારી ભેળા રહે છે ને બીજે માલ માને છે તેને ઓળખાય નહિ ને આ દર્શન થાય છે તે તો બહુ જન્મને પુણ્યે થાય છે; નીકર દર્શન થાય નહિ ને આ તો જેમ છે તેમ જણાય તો આ ઘડીએ ગાંડા થાઓ ને ગાંડા નથી થાવાતું એ તો ભગવાનની ઇચ્છા છે ને આ દર્શન તો બહુ જ દુર્લભ છે, પણ વરસાદ વરસે ત્યારે તેનું માહાત્મ્ય ન જણાય, પણ ન વરસે ત્યારે ખબર પડે ને વરસાદ ન વરસે તેનું તો દેહને દુ:ખ થાય ને આ યોગ ન થાય તેનું તો જીવમાં દુ:ખ થાય ને આ યોગ નહિ થાય તેને તો પછી રોવું પડશે.

11/12/2022

(143) મોરે (પહેલાં) તો ભગવાનને મુમુક્ષુ ખોળતા ને આજ તો ભગવાન મુમુક્ષુને ખોળે છે.

10/12/2022

(142) આ જીવ તો વિષયમાંથી નોખો પડતો જ નથી, પણ આ ભજન કરાવીએ છીએ, તેણે કરીને જરાક પળ, બે પળ નોખો પડે, તો તેમાંથી નિર્ગુણભાવને પામી જાય. ને જીવને તો ‘વચનામૃત’માં લંબકર્ણ5 જેવો કહ્યો છે, પણ જે આ વર્તમાન પાળે છે, એ તો જીવ સારા હશે. ને બ્રહ્માંડમાં એવો કોઈ પુરુષ નથી જેને સ્ત્રી ન જોઈએ, ને એવી કોઈ સ્ત્રી નથી જેને પુરુષ ન જોઈએ. તેમાંથી નોખા પડવાનો તો મહારાજે એક જ શ્ર્લોક લખ્યો છે જે, નિજાત્માનં બ્રહ્મરૂપં । જેમ ગુજરાતની પૃથ્વીમાં પાતાળ સુધી ખોદીએ તો પણ પાણો ન મળે; તેમ બ્રહ્મરૂપ થવું તેમાં કોઈ દોષ જ ન મળે.

09/12/2022

(141) તપાસીને જોયું તો જીવને તો વિષયનો સંબંધ હોય ત્યારે જ પ્રભુ ભજાય; પણ તે વિના ભજાય નહિ, તે ખાધાનું-રહેવાનું આદિક સાનુકૂળ હોય તો ભજાય.

08/12/2022

(140) ભગવાનનો આશરો થયો છે, તે જેવી તો કોઈ વાત જ નથી, તેને તો સર્વે વાત થઈ રહી છે. કાંઈ કરવું બાકી રહ્યું નથી ને ભગવાન તો અધમોદ્ધારણ છે, પતિતપાવન છે ને શરણાગતવત્સલ છે ને

જાકો કોઈ નહિ આ જગમેં, તાકે હો તુમ નાથ સહાયે.
(કીર્તન મુક્તાવલિ : 27)

જેનું કોઈ નહિ તેના ભગવાન છે ને ભગવાન તો ગરીબના નિવાજ કહાવે છે ને

પ્રગટને ભજી ભજી પાર પામ્યાં ઘણાં, ગીધ ગુણિકા (ગણિકા) કપિવૃંદ કોટી;
વ્રજતણી નાર વ્યભિચાર ભાવે તરી, પ્રગટ ઉપાસના સૌથી મોટી...
(કીર્તન મુક્તાવલિ : 65)

માટે પ્રગટના જેવી તો કોઈ વાત નથી ને પ્રગટ સૂર્ય વડે અજવાળું થાય છે, માટે પ્રગટનો આશરો થયો તેનું બળ રાખવું.

07/12/2022

(139) સાધને કરીને કદાપિ નિર્વાસનિક થાવાશે, તો પણ શું પાક્યું? ને તેણે કરીને શું ફળ છે ? એ તો ઝાડવાં જેવો છે ને ભગવાનની નિષ્ઠા છે ને વાસના છે તો પણ તેની શી ફિકર છે ? ને તેનો શો ભાર છે ? ઇત્યાદિક બહુ બળની વાતું કરી.

Jai swaminarayan
06/12/2022

Jai swaminarayan

06/12/2022

(144) ભગવાન ભજીએ છીએ એમાંથી બહુ જ મોટો લાભ થાશે; તે એક બ્રહ્માંડ જેટલો ન કહેવાય ને સો બ્રહ્માંડ જેટલો પણ ન કહેવાય.

06/12/2022

(138) ઇન્દ્રિયું-અંત:કરણ તો મુંબઈ ને સૂરતનાં તળનાં માણસ જેવાં છે, તેને સત્સંગ થાય નહિ ને માંહીલો કજિયો તો બહુ ભારે છે, તે આડો આવે તે જાણે. એ તો મદ્રાસીના રંગની પેઠે માયાના પાસ લાગ્યા છે, તેથી વાત અડતી નથી.

05/12/2022

(137) આ વાતું તો જાદુ છે, તે સાંભળે તો ગાંડો થાય. તે ગાંડો તે શું ? જે, જગત ખોટું થઈ જાય, પછી તેને કોણ ડાહ્યો કહે ?

03/12/2022

(136) કદાપિ રાજી થઈને માથે બે હાથ મૂકીએ તો પણ જ્ઞાન કેમ થાય ? એ તો વાતે કરીને થાય ને રાજી થાય તો બુદ્ધિ આપે એટલે વાત સમજાય.

JAI SHRI SWAMINARAYAN
03/12/2022

JAI SHRI SWAMINARAYAN

03/12/2022

(135) વાસના ટળે તો પણ દેહનો ભાવ રહી જાય. તે ઋષભદેવ ભગવાનનો દેહ પડવાનો થયો, ત્યારે મુખમાં પાણાનો કોળિયો મૂક્યો. તે શાથી ? જે, ખાવાનો અભ્યાસ તે ટાળવા માટે, એમ વાત સમજવી.

03/12/2022

(134) જેણે મોટાને જીવ આપી દીધો હોય, તેને પણ વાસના રહે; તેને ટાળવાનું સાધન તો મહિમા ને આત્મનિષ્ઠા છે.

02/12/2022

(133) એક દિવસે રાજ્ય દેવાય પણ વિદ્યા ન દેવાય. ને રાજાનો કુંવર હોય તેને ગમે એટલું ખવરાવો તો પણ એક દિવસે મોટો ન થાય; એ તો ધીરે ધીરે મોટો થાય. તેમ જ્ઞાન પણ સંગે કરીને ધીરે ધીરે થાય છે.

01/12/2022

(132) સુકાઈ જાઓ, અન્ન મૂકી દો, વનમાં જાઓ કે ઘર મૂકી દો; તે કરતાં પણ આ સાધુની વાતું સાંભળવી તે અધિક છે. અને આ વાતું તો પુરુષોત્તમનાં વચન છે ને ગુણાતીત વાતું છે ને આ વાતુંમાંથી તો અક્ષરધામ દેખાય છે ને ભગવાન અક્ષરધામને ને મુક્તને લઈને એવા ને એવા જ આહીં આવ્યા છે; તેમાં ફેર ન સમજવો ને મહિમા સમજાતો નથી તેથી જીવ દૂબળો રહે છે.

30/11/2022

(131) દુર્લભમાં દુર્લભ સત્સંગ ને દુર્લભમાં દુર્લભ એકાંતિકપણું ને દુર્લભમાં દુર્લભ ભગવાન, એ ત્રણ વાત આપણને મળી રહી છે.

29/11/2022

(130) મહાપ્રલયના અગ્નિમાં પણ વાસના બળી નહિ; તે વાસના તો કારણ શરીરરૂપ જે માયા તે છે. તેને ટાળવાનું કારણ તો એ છે જે, એક તો ભગવાનની ઉપાસના ને બીજી આજ્ઞા. તે ‘શિક્ષાપત્રી’માં કહ્યું છે જે, ‘નિજાત્માનં બ્રહ્મરૂપં’ એમ માનવું, એ આજ્ઞા છે. તે એ વચનમાં મહારાજે સૌને એકાંતિક કરી મૂક્યા.

28/11/2022

(129) દુ:ખ કોઈ માનશો નહિ ને જે જોઈએ તે આપણને મળ્યું છે ને ઝાઝા રૂપિયા આપે તો પ્રભુ ભજાય નહિ તે સારુ આપતા નથી.
( વચ.ગ.પ્ર. 24 )

27/11/2022

(128) ભગવાનમાં ને સાધુમાં હેત રહેશે તો તેના ઉપર સૌ હેત કરશે ને એથી પ્રતિકૂળ રહેશે તેને તો સૌ પ્રતિકૂળ થાશે; એ વાત સમજી રાખવી, એમાં કાંઈ સંશય નથી.

26/11/2022

(127) ધર્મશાળાના કામમાં માણસે બહુ દાખડો કર્યો તે અમે રાજી થઈ ગયા, તે ભગવાન રાજી થઈ રહ્યા ને આવા સાધુનું દર્શન તો પંચમહાપાપને પણ બાળી નાખે એવું છે, પણ એવો મહિમા નથી; ને એવો મહિમા હોય તો અંતરમાંથી આનંદના ફુવારા છૂટે અને આ તે કાંઈ વાતું છે ! આ તો અક્ષરધામની વાતું છે; પણ સાંખ્ય વિના કસર રહી જાય છે ને સાંખ્યવાળાને તો આ લોક સર્વે નરક જેવું લાગે છે; પણ ક્યાંય માલ મનાય નહિ ને આ કારખાનું તો સર્વે ધૂડનું છે, માટે તેમાં માલ માનવો નહીં.

25/11/2022

(126) બાજરો ખાવો ને પ્રભુ ભજવા, બીજું કાંઈ કરવું નહિ ને રોટલા તો ભગવાનને દેવા છે, સાધુને દેવા છે, તે દેશે, દેશે ને દેશે.

Jai Swaminarayan
24/11/2022

Jai Swaminarayan

24/11/2022

(125) આ લોકમાં ડાહ્યો તો કોઈ પ્રભુ ભજતો નથી ને જે ગાંડો થાય તે ભજે છે.

23/11/2022

(124) શ્રીજીમહારાજે કહ્યું હતું જે, ''સ્ત્રીને છોકરાં થાય તે પછી પુરુષમાં હેત ઓછું થઈ જાય.'' તેમ ભગવાનની મૂર્તિ દેખાય તે પછી પ્રગટની તાણ ઝાઝી રહેતી નથી.

22/11/2022

(123) ભગવાનના સ્વરૂપની નિષ્ઠા થઈ તેને સાધન સર્વે થઈ રહ્યાં, બાકી કાંઈ કરવું રહ્યું નથી.

21/11/2022

(122) બીજા દોષને મહારાજ ગણતા નથી, પણ ચારના દ્રોહને ગણે છે. એક ભગવાન, બીજા આચાર્ય, ત્રીજા સાધુ ને ચોથા સત્સંગી; માટે એ ચારનો દ્રોહ ન કરવો.

20/11/2022

(121) કોટિ કલ્પે ભગવાનનું ધામ ન મળે, તે આવા સાધુને હાથ જોડે એટલામાં મળે છે.
( વચ.ગ.મ. 9 )

19/11/2022

(120) કેટલેક રૂપિયે આંખ, કાન આદિક ઇન્દ્રિયું મળે નહિ, તે ભગવાને આપ્યાં છે; પણ જીવ કેવળ કૃતઘ્ની છે.

18/11/2022

(119) કોટિ જન્મે કસર ટળવાની હોય તે આજ ટળી જાય ને બ્રહ્મરૂપ કરી મૂકે; જો ખરેખરા સાધુ મળે ને તે કહે તેમ કરે તો.

17/11/2022

(118) શ્રીજીમહારાજના સ્વરૂપમાં વળગી રહેવું ને ગૃહસ્થને અગિયાર નિયમ પાળવા ને ત્યાગીને ત્રણ ગ્રંથ પાળવા એટલું જ કરવાનું છે; બીજું કાંઈ કરવું નથી.

16/11/2022

(117) મોટા છે તે કોઈકને વધુ સુખ આપે છે ને કોઈકને થોડુંક સુખ આપે છે, તેનું કેમ સમજવું ? એ પ્રશ્ર્નનો ઉત્તર કર્યો જે, ‘મોટા તો સમુદ્ર જેવા છે, તે સમુદ્રમાં પાણીની ખોટ નથી; તેમ એ તો કોઈને ઓછું સુખ આપતા નથી; પણ પાત્રને લઈને એમ જણાય છે ને ઉપરથી તો મોટા માણસનું રાખવું પડે છે, એવું ગરીબનું ન રખાય, એ તો વહેવાર કહેવાય જે, પર્વતભાઈ જેવા વાંસે બેસે, ને મોટું માણસ હોય તે આગળ બેસે.’

15/11/2022

(116) ઇન્દ્રિયું-અંત:કરણનાં દુ:ખ આવતાં હોય તેનું કેમ કરવું ? એ પ્રશ્ર્નનો ઉત્તર કર્યો જે, ‘એ તો મોટા મોટાને પણ આવતાં; એ તો સ્વભાવ કહેવાય માટે તેનું સહન કરવું.’

14/11/2022

(115) હૈયામાં જ્ઞાન ભર્યું છે એ તો હજી બહાર કાઢ્યું જ નથી; કેમ જે, સાંભળનારા આગળ પાત્ર ન મળે ને એ જ્ઞાન તો બ્રહ્માની આયુષ્ય પર્યંત કરીએ તો પણ ખૂટે નહિ; પણ તે કહ્યાની તો નિવૃત્તિ આવતી નથી.

13/11/2022

(114) ભગવાન અને મોટા સાધુને આશરે કરીને તો વાદળ જેવાં દુ:ખ આવવાનાં હોય તે પણ ટળી જાય ને સાધન કરીને તો કૂટી કૂટીને મરી જાય તો પણ ન ટળે.

12/11/2022

(113) પ્રિયવ્રતને છોકરાં થયાં તો પણ,
ભાગવતા: આત્મારામા: | (સુભાષિત)
અર્થ : ભગવાનના ભક્તો આત્મામાં રમણ કરનારા હોય છે.
આત્મરામ કહેવાણા; કેમ જે, ભગવાનની કથા ને ભગવાનને વહાલા એવા જે સાધુ તેના સંગનો ત્યાગ ન કરતા હવા ને જનકે કહ્યું જે, ‘મિથિલા-નગરીમાં મારું કાંઈ બળતું નથી.’ પણ છોકરાં થયાં ને ગોવર્ધનભાઈને તો સાકર ને મીઠું એ બેય સરખાં તો પણ છોકરાં થયાં; માટે ભેળા રહે તો છોકરાં થાય.

Address


Telephone

+919217000011

Website

Alerts

Be the first to know and let us send you an email when SanatanCommunity posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to SanatanCommunity:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share