D 18 News

D 18 News We are ready to provide all information around you. We are coming with Daily News, Crime Series, Pol

*સોજીત્રા નગરપાલિકાના ભાજપના છ સભ્યોને પક્ષ માંથી તાત્કાલિક બરતરફ કરવામાં આવ્યા.*
14/09/2023

*સોજીત્રા નગરપાલિકાના ભાજપના છ સભ્યોને પક્ષ માંથી તાત્કાલિક બરતરફ કરવામાં આવ્યા.*

સોજીત્રા નગરપાલિકાના ભાજપના છ સભ્યોને પક્ષ માંથી તાત્કાલિક બરતરફ કરવામાં આવ્યા. સોજીત્રા પાલિકાની ગુરુવારે યોજ...

12/09/2023
03/06/2023

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વડોદરાના મહેમાન બન્યા.. પત્રકાર પરિષદ સંબોધી..

08/03/2023

Harsh Patel

पीएम नरेंद्र मोदी के माता जी हीराबा का सुबह 3.30 मिनिट पर अहमदाबाद के यू एन मेहता अस्पताल में हुआ निधन।😞
30/12/2022

पीएम नरेंद्र मोदी के माता जी हीराबा का सुबह 3.30 मिनिट पर अहमदाबाद के यू एन मेहता अस्पताल में हुआ निधन।😞

02/12/2022

🔴સોજીત્રા ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિજય સંકલ્પ સંમેલન

27/11/2022

કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગસિંહ ઠાકુરની પત્રકાર પરિષદ | Press Conference

14/08/2022

સરદાર સાહેબની કર્મભૂમિ દેશ ભક્તિના રંગે રંગાઈ
**
બાવીસ ગામ વિદ્યાલયના વિદ્યાર્થીઓની ભારત માતાની તસવીર સાથે વિરાટ તિરંગા રેલી યોજાઈ
***
વિદ્યાર્થીઓએ દેશના વિવિધ રાજ્યોના લોકોના પરિવેશમાં વિવિધતામાં એકતાના દર્શન કરાવ્યા
***
વિદ્યાર્થીઓએ નાટકના માધ્યમથી આપની શાન, બાન અને ગૌરવના પ્રતિક એવા તિરંગાને માન સન્માન સાથે લહેરાવ્યા બાદ ઉતારવાનો અનોખો સંદેશ નાગરિકોમાં ફેલાવ્યો
***
આઝાદી ના અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અભિયાનને આણંદ જિલ્લામાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.સરદાર સાહેબની કર્મભૂમિ દેશ ભક્તિના રંગે રંગાઈ છે.
આઝાદીના અમૃત પર્વે વલ્લભ વિદ્યાનગર સ્થિત બાવીસ ગામ વિદ્યાલયના વિદ્યાર્થીઓની ભારત માતાની તસવીર સાથે વિરાટ તિરંગા રેલી યોજાઈ હતી.વિદ્યાર્થીઓએ દેશના વિવિધ રાજ્યોના લોકોના પરિવેશમાં વિવિધતામાં એકતાના અનોખા દર્શન કરાવ્યા હતા. આ તિરંગા યાત્રામાં શાળાના ૩૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ જોડાયા હતા.
વિદ્યાર્થીઓએ નાટકના માધ્યમથી આપની શાન, બાન અને ગૌરવના પ્રતિક એવા તિરંગા ને માન સન્માન સાથે લહેરાવ્યા બાદ ઉતારવાનો અનોખો સંદેશ નાગરિકોમાં ફેલાવ્યો હતો.
આ તિરંગા યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી સરદાર સાહેબની પ્રતિમા પાસે સમાપન થયું હતું.

14/08/2022

તેનપુર થી બાયડ 25 કિલોમીટર સુધી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા .
મોટરસાયકલ ટ્રેકટર જીપ , નાના ટેમ્પો ના વાહનોમાં તિરંગો લહેરાવી ને પ્રસ્થાન કરાવ્યું .
આ રેલીને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી રમેશભાઈ પટેલ કિસાન મોરચાના ઉપ પ્રમુખ શંકર ભાઈ પટેલ સાથે હજારો ની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી પ્રસ્થાન કરાવ્યું .
આ રેલી તેનપુર થી આંબલીયારા જીતપુર , ડાભા રામોસ ચોઈલા થઈ બાયડ પહોંચી હતી .
રસ્તામાં આવતા ગામોમાં સ્વાગત કરી અનેક યુવાનો વાહનો સાથે જોડાયા હતા.

14/08/2022

આઝાદી ના અમૃત મહોત્સવે વિશેષ વ્યકિતત્વ નારી સન્માન કાર્યક્રમ યોજાયો શ્રવણ સુખધામ સંસ્થા અને કે.ડી ફાઉન્ડેશન મોડાસા દ્રારા કુમારી અસ્મિતા પ્રજાપતિ ને સન્માન પત્ર એનાયત કયૉ ઇન્દુ પ્રજાપતિ એ સાબરકાંઠા ની શાન પાઘડી ચાકડા નું પ્રતિક અપૅણ કરી સન્માન કર્યું કે.ડી ફાઉન્ડેશન નાં ફાઉન્ડર કલ્પેશ પ્રજાપતિ રહીયોલી એ સન્માન પત્ર અપૅણ કરી કુમારી અસ્મિતા પ્રજાપતિ ને શુભેચ્છાઓ પાઠવી

14/08/2022

નડિયાદના ઈપ્કોવાલા હોલ ખાતે નડિયાદ નગરપાલિકા દ્વારા આયોજીત ૧૪ ઓગસ્ટ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસે પ્રદર્શન ખુલ્લુ મુકાયુ. ખેડાના સાંસદ અને ભારત સરકારના રાજ્ય સંચાર મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ અને નડિયાદના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક શ્રી પંકજભાઈ દેસાઈએ આ પ્રદર્શન ખુલ્લુ મુક્યુ હતુ. આ કાર્યક્રમમા નડિયાદ
નગરપાલિકાના પ્રમુખ રંજનબેન વાઘેલા સહિત સાથી કાઉન્સિલરો અને મોટી સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

14/08/2022

જીલ્લા ભાજપ મહિલા પ્રમુખએ પોતાના નિવાસ સ્થાને ત્રીરંગો લગાવી સલામી આપી

સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજવણી ચાલી રહી છે. જે અંતર્ગત તારીખ ૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ આયોજન હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ ભાજપના હોદેદારો સહિત સામાજીક સંસ્થાઓ અને શહેરીજનો પોતાના નિવાસ સ્થાન અને ઓફિસ પર ત્રિરંગા લગાવી દેશભક્તિના રંગમાં રંગાઈ સ્વતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ હેતલબેન જાની એ પોતાના નિવાસ સ્થાન પર ત્રિરંગા લહેરાવી દેશભક્તિનો સંદેશો પાઠવ્યો હતો અને ત્રિરંગાને સલામી આપી હતી. આ તકે હેતલબેન જાનીએ ત્રિરંગાને કોડ મુજબ જાતે જ ફરકાવી રાષ્ટ્રભક્તિ પણ દાખવી હતી અને ત્રિરંગા ફરકાવ્યા બાદ દરેક દેશવાસીઓને સ્વતંત્ર પર્વની શુભકામનાઓ પાઠવી હતી તેમજ પોતે એક મહિલા હોવાથી દરેક મહિલાઓ પણ દેશભક્તિનું મહત્વ સમજે અને સ્વતંત્ર પર્વમાં પોતાનું યોગદાન આપે તેવું પણ આહવાન કર્યું હતું.

બાઈટ - ૧ : હેતલબેન જાની - પ્રમુખ, જીલ્લા ભાજપ મહિલા પ્રમુખ, સુરેન્દ્રનગર.

વિરેન ડાંગરેચા
સુરેન્દ્રનગર

13/08/2022

કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ધામાથી આઝાદી પદયાત્રા કાઢવામાં આવી હતી...

આઝાદીના 75 માં વર્ષ નિમિત્તે કોંગ્રેસ દ્વારા પદયાત્રા કાઢવામાં આવી....

આ પદયાત્રા ધામા શક્તિ માતાના મંદિરેથી નીકળી બીજા દિવસે સાંજે પાટડી શક્તિ માતાના મંદિરે સમાપન થશે...

આઝાદીના 75 માં વષે દસાડા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય નવસાદ ભાઈ સોલંકી ની અધ્યક્ષતામાં તિરંગા પદયાત્રા કાઢવામાં આવી હતી. આ પદયાત્રા ધામા માતાજીના મંદિરે આરતી કરીને નીકળી હતી. જે પદયાત્રાન ઝીંઝુવાડા, નગવાડા, વિસાવડી, જૈનાબાદ જેવા ગામોમાં થઈને ચાલતા ચાલતા બીજા દિવસે સાંજે પાટડી શક્તિ માતાજીના મંદિરે પૂર્ણ થશે. ત્યારે આ પદયાત્રામાં કોંગ્રેસ સમિતિના ધારાસભ્યો, સી જે ચાવડા, લલિત કથગરા, ગુજરાત મહિલા કોંગ્રેસ અધ્યક્ષ જેનીબેન ઠુંમર અને તાલુકા ભરમાથી અને આગેવાનો સાથે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ યાત્રા દરમિયાન નવસાદભાઈ સોલંકી જણાવ્યું હતું કે ભારત દેશ ને અંગ્રેજો નાં શાસનથી તો આઝાદી મળી પરંતુ હાલમાં ગુજરાતની પ્રજાને આઝાદી જોઈએ છીએ બેરોજગારીથી, મોઘવારીથી, લઠ્ઠા કાંડથી, ડ્રગ્સ માફિયાઓથી, અને તાનાશાહીથી આજે પ્રજા જ્યારે ત્રાહિમામ પોકારે છે ત્યારે કોંગ્રેસ સમિતિ દ્વારા તિરંગા પદયાત્રા યોજી તિરંગા ના સન્માન સાથે લોકોને સાચા અર્થમાં આઝાદી મળે તે હેતુથી આ પદયાત્રા કરવામાં આવી રહી છે. જ્યારે કોંગ્રેસ સમિતિના દંડક સીજે ચાવડાએ જણાવ્યું હતું કે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ બેરોજગારી, મોંઘવારી, ખેડૂતોના દેવા માંફી, સસ્તી વીજળી, એવા અનેક મુદ્દાઓ લઈને ચૂંટણી લડી રહી છે ત્યારે વર્તમાન સરકારથી ત્રાહિમામ પોકારી પ્રજા ચોક્કસ કોંગ્રેસને જીતાશે તેવી આશા વ્યક્ત કરી હતી.
બાઈટ.....
1-સી જે ચાવડા, દંડક ,કોંગ્રેસ સમિતિ..
2-નવસાદ ભાઈ સોલંકી, ધારાસભ્ય ,દસાડા લખતર.
3-જેનીબેન ઠુમ્મર, ગુજરાત મહિલા કોંગ્રેસ અધ્યક્ષ.

રિપોર્ટર,લક્ષ્મીકાંત સોલંકી,,, પાટડી...

13/08/2022

આઝાદી કા અમૂત મહોત્સવ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા પોલીસ પરેડ તેમજ હથિયાર પ્રદર્શન લીંબડી ખાતે કરવામાં આવ્યો...

પોલીસ પરેડ તેમજ હથિયાર પ્રદર્શન માં સુરેન્દ્રનગર જિલ્લા પોલિસ વડા હરેશ દુધાત ઉપસ્થિત રહેલ..

વિઓ :-
સ્વતંત્ર ભારતના આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતાં હોય જે અંગે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંગે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા લીંબડી ટાઉન ખાતે ટાવર બંગલા થી ગ્રીનચોક સુધી પોલીસ પરેડ તેમજ હથિયાર પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યુ હતું આ પરેડ માં જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત તેમજ લીંબડી ડી.વાય.એસ.પી. ચેતન મૂંધવા, લીંબડી સી.પી.આઈ. એચ.જે. ગોરી, લીંબડી પી.એસ.આઈ. વી.એન.ચૌધરી, પાણશીણા પી.એસ.આઈ. રાજદીપસિંહ જાડેજા, થાનગઢ પી.એસ.આઈ. આઈ. વલ્વી, ઉપસ્થિત રહ્યા હતા અને પરેડને નિહાળી હતી. તેમજ પોલીસ પરેડ બાદ વિવિધ અલગ અલગ શસ્ત્ર (હથિયાર) નું પ્રદર્શન કરવામાં આવેલ આ હથિયાર માં લીંબડી ના શહેરીજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નિહાળેલ હતું..

બાઈટ
હરેશ દુધાત
જિલ્લા પોલીસ વડા, સુરેન્દ્રનગર

રિપોર્ટર
દીપકસિંહ વાઘેલા
લીંબડી
જી. સુરેન્દ્રનગર

13/08/2022

દયામય માતા સ્કૂલના દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર તિરંગા યાત્રા યોજાઈ

સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ ત્રિરંગા યાત્રા સહિત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરની દયામય માતા સ્કુલ દ્વારા પણ ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્કૂલના પટાંગણમાં થી ત્રિરંગા યાત્રાનું સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. આ ત્રિરંગા યાત્રામાં સ્કૂલના બેન્ડ, આઝાદીના લડવૈયા એવા સ્વાતંત્ર સેનાનીઓની વેશભૂષા પહેરેલ વિદ્યાર્થીઓ સહિત અંદાજે ૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ત્રિરંગા સાથે જોડાયા હતા. દેશભક્તિના અનોખા રંગ સાથે વિધાર્થીઓએ લોકોને આન બાન અને શાન સાથે ત્રિરંગા લહેરાવવા આહવાન કર્યુ હતુ. તેમજ આ ત્રિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ સાથે સ્કૂલના પ્રિન્સિપાલ ફાધર સેબા અને શિક્ષકો પણ જોડાયા હતા. જ્યારે શહેરના મુખ્ય માર્ગો પર ફરી ત્રિરંગા યાત્રા સ્કુલ ખાતે પરત આવી હતી. જ્યાં ફાધર સેબાસટીયનએ વિદ્યાર્થીઓ સહિત દેશવાસીઓને સ્વતંત્ર દિનની શુભકામનાઓ પાઠવી હતી.

બાઈટ - ૧ : ફાધર સેબાસટીયન - પ્રિન્સિપાલ, દયામય માતા સ્કુલ

બાઈટ - ૨ : હર્ષવર્ધન - વિદ્યાર્થી, દયામય માતા સ્કુલ

વિરેન ડાંગરેચા
સુરેન્દ્રનગર.

13/08/2022

*ભાવનગર ખાતે 'આઝાદીનો અમૃત મહોત્સવ' નિમિત્તે ફોટો પ્રદર્શનનું થયું ઉદ્ધાટન"
---------
સ્વતંત્રતા સંગ્રામ અને સ્વાતંત્ર્ય સેનાનીઓની જાણકારી સાથેના દુર્લભ ફોટોગ્રાફ્સનું પ્રદર્શન
--------
આઝાદીની ગાથાને વર્ણવતું ચિત્ર પ્રદર્શન બાળકો અને યુવાપેઢીમાં રાષ્ટ્રપ્રેમનું સિંચન કરશે- જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ
------++
આઝાદીના અમૃત મહોત્સવ અને 'હર ઘર તિરંગા અભિયાન'ની ઉજવણીના ભાગરૂપે લોકોમાં સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળની ઝાંખી કરાવતું અને સ્વાતંત્ર્ય સેનાનીઓની સચિત્ર જાણકારી આપતું ફોટો પ્રદર્શનનું ભાવનગર ખાતે આજે ઉદ્ઘાટિત કરવામાં આવ્યું છે.

જે ખરેખર આનંદની વાત છે અને પ્રદર્શનનું આયોજન એ અભિનંદનને પાત્ર છે. કેમ કે, આઝાદીની લડાઇ અને એ લડાઇને લડનારા સ્વાતંત્ર્યવીરોના બલિદાનને યાદ રાખવા અને આવનાર પેઢીને પણ તેની જાણકારી મળતી રહે તે આપણાં સૌની ફરજ છે.

ભાવનગર ખાતે આઝાદીનો અમૃત મહોત્સવ નિમિત્તે આયોજીત ફોટો પ્રદર્શનના ઉદધાટન સમારોહમાં ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભરતસિંહ ગોહિલે આ વાત કહી હતી.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢ અને ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ભાવનગર શહેરના ઝવેરચંદ મેઘાણી મીની ઓડિટોરિયમ પ્રદર્શન હોલ ખાતે આયોજીત ફોટો પ્રદર્શનને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શિશિર ત્રિવેદીના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

ઉદઘાટન સમારોહમાં નગર પ્રાથમિક શિક્ષણના શાશનાધિકારીશ્રી યોગેશભાઈ ભટ્ટ, શિક્ષણ વિભાગનો વરિષ્ઠ અધિકારીગણ તેમજ પદાધિકારીશ્રીઓ, વિભિન્ન સંસ્થાના ચેરમેનશ્રી તેમજ અગ્રણીઓ અને સામાજીક આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
આઝાદીની સંઘર્ષ ગાથાને વર્ણવતાં દુર્લભ ફોટોગ્રાફ્સ નિહાળવાની આ તક ભાવનગરને મળી છે ત્યારે શાળાના અને કોલેજના વિદ્યાર્થીઓ તો આ પ્રદર્શનની અચૂક મુલાકાત લેશે. પરંતુ ભાવનગરના નગરજનો પણ બહોળી સંખ્યામાં આ પ્રદર્શનની મુલાકાત લે તેવી અપીલ ચેરમેનશ્રીએ કરી હતી.

આ તકે કાર્યક્રમના ભાગરુપે આયોજિત કરેલ ચિત્ર સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધામાં વિજેતા થયેલાં વિદ્યાર્થીઓને ઇનામો આપી પુરસ્કૃત કરાયા હતાં.

આ પ્રસંગે ભાવનગર શહેરની કોર્પોરેશન સંચાલિત સરકારી શાળામાં અભ્યાસ કરતાં ૭૫ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

રમતગમત, કલા અને અભ્યાસના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિશિષ્ટ પ્રતિભાશાળી ૭૫ વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી પુરસ્કૃત કરવામાં આવ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે, ઝવેરચંદ મેઘાણી મીની ઓડિટોરિયમ પ્રદર્શન હોલમાં આયોજીત આ ફોટો પ્રદર્શન આજે અને આવતીકાલે એમ બે દિવસ સુધી સવારે:૯-૩૦ થી સાંજના ૭-૩૦ કલાક સુધી જાહેર જનતા માટે વિનામૂલ્યે ખૂલ્લું રાખવામાં આવશે.
----------

13/08/2022

જીવન સંજીવની પુરવાર થયેલા ૧૦૮ દ્વારા ફરી એકવાર પ્રસંશનીય કાર્ય....
-------
૧૦૮ ની ટીમ દ્વારા ગુજરાતના સમગ્ર અરબી સમુદ્રના કિનારે દરિયાની વચ્ચે તિરંગો લહેરાવવામાં આવ્યો
-------
દરિયાની અંદર જઈને રાષ્ટ્રના પ્રતિકને લહેરાવવામાં આવ્યો
--------
ભારતની આન, બાન શાનનો પ્રતિક એવો તિરંગો હવે અરબી સમુદ્ર સાથે વાતો કરી રહ્યો છે
----------
'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત આજથી શરૂ થયેલાં 'હર ઘર તિરંગા' અભિયાન અન્વયે સમગ્ર રાષ્ટ્રમાં તેની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે.

ભારતભૂમિનો એક પણ ખંડ 'તિરંગા' વગર ન રહે તેવાં લોકોના સ્વયંભૂ અભૂતપૂર્વ પ્રયાસો થકી ભારતની ધન્ય ધરા આજે તિરંગામય બની છે.

ભારતની નદી, સરોવર, ડેમ, પહાડ, રણભૂમિ, વેરાન પ્રદેશ એમ તમામ જગ્યાએ ભારત દેશનું સ્વાભિમાન તિરંગાના લહેરાવવા સાથે છલકાઈ રહ્યું છે.

તે ઉપક્રમમાં ગુજરાતમાં સંજીવની બનીને અનેક લોકોના જીવ બચાવનાર ૧૦૮ ની ટીમ દ્વારા એક સાહસભર્યું અને પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું છે.

૧૦૮ ની ટીમ દ્વારા ગુજરાતના સૌરાષ્ટ્ર કિનારે આવેલાં તમામ જિલ્લાઓના અરબી સમુદ્રના કિનારે ભારતની આન,બાન અને શાનના પ્રતિક એવાં તિરંગાને લહરાવીને ભારતમાતાનું સર વધુ ઉન્નત કર્યું છે.

ભાવનગરના ઘોઘા, કોળિયાક, સરતાનપર, મહુવા, અલંગ સહિતની જગ્યાઓ સાથે અમરેલી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર થી છેક પોરબંદર સુધીના અરબી સમુદ્રની અંદર નૌકા અને સ્પીડ બોટ દ્વારા જઈને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે.

આમ, ગુજરાતના પગ પખાળતાં અરબી સમુદ્રની મધ્યે, દરિયાની ઉછળતી છોળો વચ્ચે ભારતનો તિરંગો જ્યારે અરબી સમુદ્ર સાથે વાતો કરી રહ્યો હોય તેમ શાનથી ફરકી રહ્યો છે.
---------

13/08/2022

અરવલ્લી જિલ્લાના ધનસુરા ગ્રામ પંચાયત દ્વારા ધનસુરા શહેર મા તિરંગા પદયાત્રા યોજાઇ હતી.
આ યાત્રામાં ધનસુરા ગ્રામ પંચાયતના સરપંચ પટેલ હેમલતા બેન તથા ડેપ્યુટી સરપંચ કાર્તિકભાઈ પટેલ તથા તમામ ગ્રામ પંચાયત સદસ્યો તથા નીતિનભાઈ પ્રિયદર્શી તલાટી કમ મંત્રી તથા તાલુકા વિકાસ અધિકારી રાકેશભાઈ અને મોલવી મુસ્લિમ બિરાદરો પણ આ તિરંગા
પદયાત્રામાં સાથે જોડાયા હતા .
જેથી ભાઈચારા અને એકતાનું પ્રતિક પૂરું પાડ્યું હતું.
મોટી સંખ્યા મા લોકો , મહંતો તથા સ્કૂલના વિદ્યાર્થીઓ બાળકો જોડાયા હતા. આ સુંદર તિરંગા પદયાત્રાનું તમામ આયોજન ધનસુરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું.REP0TAR. BABARBHAI..PATEL

13/08/2022

સેલવાસ દાદરા દિવ દમણ થી નીકળેલા હરિઓમ ઓમકાર પાંડે નું સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આવકાર

મોડાસા નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસારે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું

પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તેમજ તેમના કાર્યકરો દ્વારા સાવગત કરી મીઠાઈ ખવડાવી સ્વાગત કર્યુ.

વિશ્વ હિન્દુ પરિસદ પ્રમુખ સંજયભાઇ ભાવસારે દ્વારા સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું

ભગવાન રામ સેના ના કાર્યકરો દ્વારા ભોલેનાથ જયકારા સાથે સ્વાગત કરવામાં આવ્યું

હરિઓમ પાંડે આશરે 600 કિલોમીટર પદયાત્રા કરી મોડાસા પહોંચ્યા

1200 કિલોમીટર જેટલું અંતર કાપી કેદારનાથ મહાદેવ ના દર્શન કરશે

કાલે સાંજ સુધી માં શામળાજી પહોંચશે હરિઓમ પાંડે

સંજય શર્મા અરવલ્લી

13/08/2022

લોકેશન લીંબડી

હર ઘર તિરંગા યાત્રા ઉત્સવ ની ઉજવણી ને લઈ લીંબડી શહેરમાં ત્રિરંગા યાત્રા યોજાઇ...

લીંબડી ની જી. કે મંડળ હાઇસ્કુલ તેમજ લીંબડી સખીદા આર્ટ્સ એન્ડ કોમર્સ કોએજ ના 600 થી વધુ વિધાર્થીઓ તેમજ શિક્ષકો, પ્રોફેસરો, સહિત મોટી સંખ્યામાં ત્રિરંગા યાત્રામાં જોડાયા હતા...

સમગ્ર દેશમાં હાલ માં 13 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા યાત્રા ઉજવણી ભાગ રૂપે આજે લીંબડીની જી.કે કેળવણી મંડળ હાઈસ્કૂલ તેમજ સખીદા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિધાર્થીઓ, શિક્ષકો, પ્રોફેસરો સાહિતે હાથ માં તિરંગા લઈ તેમના પટાગણ માં પ્રસ્થાન કરીને લીંબડી તપસ્વીચોક, ગ્રીનચોક, રાજકવિ ચોક, આઝાદ ચોક આંબેડકર ચોક સહીતના શહેરના મુખ્ય માર્ગ ઉપર ફરીને વંદે માતરમ તેમજ ભારત માતા કી જય ના દેશભક્તિના નારા સાથે ત્રિરંગા યાત્રા યોજાતા સમગ્ર શહેરમાં દેશભક્તિનું વાતાવરણ સર્જાયું હતું...

બાઈટ
પુરોહિત સાહેબ
પ્રિન્સિપાલ
સખીદા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી
જી. સુરેન્દ્રનગર

13/08/2022

'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત 'હર ઘર ત્રિરંગા' કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે, ત્યારે સમગ્ર ભાવનગર જિલ્લા સાથે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ એવાં કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પોલીસ વડાની કચેરીઓ પણ તિરંગાને રંગે રંગાઈ છે.

આ ઉજવણીમાં ભાવનગરના લોકો માનભેર પોતાના ઘરે ત્રિરંગો લગાવી રહ્યાં છે ત્યારે સરકારી કચેરીઓમાં પણ ત્રિરંગો લગાવીને 'હર ઘર ત્રિરંગા' અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે.

તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી યોજનારા "હર ઘર ત્રિરંગા" અભિયાન અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના તમામ નાગરિકોને પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવવાના કરેલા આહવાનને પગલે ભાવનગર શહેરના તમામ વિસ્તારો ત્રિરંગામય બન્યાં છે.

ભાવનગરમાં કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત કચેરી, કોર્પોરેશન ઓફિસો, પોલીસ અધિક્ષકની કચેરી, રેન્જ આઈ. જી. કચેરી સહિતની સરકારી કચેરીઓમાં માન--સન્માનપૂર્વક ફરકાવવામાં આવેલો તિરંગો ફરકી રહ્યો છે.
------

13/08/2022

સમગ્ર દેશમાં ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ હેતલબેન જાનીએ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા અને મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણને રાખડી બાંધી બન્નેના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી તેમજ જીલ્લા ભાજપ અને યુવા સંગઠન બન્નેના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વધુ મજબુત અને સંગઠિત થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રક્ષાબંધનએ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે અને દરેક બહેન પોતાના ભાઈને રાખડી બાંધી લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે તેમજ ભાઈ પણ બહેનની રક્ષા કરવાની નેમ લે છે ત્યારે જીલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ હેતલબેન જાનીએ ભાજપના હોદેદારોને રાખડી બાંધી ઉજવણી કરી હતી. આ તકે સ્મિતાબેન વોરા, હંસાબેન ઉદેશા, લીલાબેન પાટડિયા, મીતાબેન કડ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિરેન ડાંગરેચા
સુરેન્દ્રનગર

13/08/2022

અરવલ્લી જિલ્લામાં રાજ્ય કક્ષાના 75માં સ્વાતંત્ર પર્વની ઉજવણીના ભાગ રૂપે રાજ્યના પોલીસ વડાના હસ્તે મોડાસા ખાતે આજથી 15 ઓગસ્ટ સુધી શસ્ત્ર પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું આ પ્રસંગે રેન્જ આઇજી એસપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 76 મા રાજ્ય કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે યોજાનાર છે ત્યારે આ ઉજવણીના ભાગ રૂપે રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાના હસ્તે શસ્ત્ર પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું . આજથી 15 ઓગસ્ટ સુધી ચાલનારા આ શસ્ત્ર પ્રદર્શનમાં પોલીસ વિભાગમાં વપરાતા જુદા જુદા શસ્ત્રો મુકવામાં આવ્યા છે.ખાસ કરીને આ શસ્ત્રોમાં અત્યાધુનિક એસોર્ટ વેપન , લેસર ઘન , બૉમ્બ ડિસ્પોઝલ માટેના સાધનો ઉપરાંત એનડીઆરએફ માં રેસ્ક્યુ માટે વપરાતા આધુનિક સાધનો, નેત્રમ શાખા દ્વારા કેમેરા અને સાયબર ક્રાઇમ લોક જાગૃતિના વિવિધ સ્ટોલ પ્રદર્શનમાં મુકવામાં આવ્યા હતા.ગુજરાત પોલીસ વિભાગ દ્વારા આજથી ખુલ્લું મુકવામાં આવેલા પ્રદર્શન જોવા મોટી સંખ્યામાં નગરજનો સહીત શાળાના બાળકો ઉમટયા હતા

બાઈટ: આશિષ ભાટિયા ( ડીજીપી,ગુજરાત)

સંજય શમૉ.અરવલ્લી

Address


Alerts

Be the first to know and let us send you an email when D 18 News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to D 18 News:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share