ગાંધીનગર એલસીબીના મહિલા કોન્સ્ટેબલે મેદાન માર્યું #gujaratpolice
કચ્છ ધણિયાણી મા આશાપુરાના મુખારવિંદ સાથેની બેનમુન કલાકૃતિ કરેલા ગરબાની ધૂમ
•ગરબાની અન્ય બાજુમાં મોતી, રત્નો જડિત ડિઝાઇન આકર્ષણનું કેન્દ્ર
•કોરોના કાળ પછી નોરતાની તૈયારી, કચ્છના માર્ગો પર જય માતાજીના નાદ
ભુજ, શનિવાર : સંજય જાની
કોરોના કાળમાં પ્રભાવિત થયેલા જનજીવન બાદ વર્તમાન સમયમાં રાજ્ય સરકારે કોરોના ગાઈડ લાઈનમાં અમુક પ્રકારે થોડી છૂટછાટો આપી છે. નવરાત્રીની ઉજવણી કરવામાં પણ નીતિ નિયમો જાહેર કરાયા છે. જે અનુસંધાને હવે નોરતાંને માત્ર ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે ઉત્સવ મનાવવા માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. વેપારીઓને ત્યાં પણ ચણિયાચોળી સહિતના વેપારમાં ગ્રાહકોનો ધસારો વધતા વૃદ્ધિ જોવા મળી રહી છે. થોડા દિવસો પૂર્વે અંબાજી ધામે ભાદરવી પૂનમે જગતજનનીના દર્શન કરવા ભકતોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. હવે નવલાં નોરતાં નજીક
લ્યો કરો વાત!મહેસાણામાં ગટરની કુંડી સાફ કરતા લોખંડના મોટા કઠેડા નીકળ્યા!
અમદાવાદ: (સંજય જાની)
મહેસાણા શહેરના મોઢેરા ચોકડી પાસે આવેલા hubtown પાસે ગટર ચોકઅપ થયાની ફરિયાદો ઉઠી હતી. જે ફરિયાદના અનુસંધાને સરકારના સંબંધિત તંત્રએ ગટરની કુંડી સાફ કરવાની કામગીરી હાથ ધરતા કુંડીમાંથી અંદાજે પાંચ ફૂટ જેટલા લાંબા લોખંડના કઠેડા મળી આવતા સફાઈ કામદારો ચોંકી ઉઠયા હતા. ગટરની કુંડી સાફ કરતી વેળાએ મળેલા કઠેડાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં તંત્રની બેદરકારી કે પછી લોકોએ કરેલી ભૂલ અહીં ગટરના પાણીની આવન જાવનમાં અવરોધરૂપ બની હોવાની ચર્ચા ઊઠી હતી.