ITV Gujarati News

  • Home
  • ITV Gujarati News

ITV Gujarati News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ITV Gujarati News, Media/News Company, .

16/11/2023

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર માં ધીરજસન્સ ની સામે આવેલ એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા દોઢ લાખના સોનાના ઘરેણાં ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. વિરામ ગામ થી દર્શન કરી પરત ફરતાં ઘરમાં ચોરી થઇ હોવાનું માલુમ પડતા જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 1.50 લાખના માલ-મત્તા નો ચોરી નો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી

16/11/2023

અંકલેશ્વર જીતાલી ગામ ની નવી નગરીમાં ખુલ્લામાં જુગાર રમતા ત્રણ જુગારીઓને LCB પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી કુલ 47 હજારનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

16/11/2023

અંકલેશ્વર તાલુકા ના નવા સરફુદ્દીન ગામ ની કૈલાસ ટેકરી વિસ્તાર માં મહિલા ના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 7.29 લાખ ના સોના ના દાગીના ની ચોરી કરી ફરાર થઇ જતા શહેર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે .

16/11/2023

અંકલેશ્વર ના સોય ફળીયા માં બંધ મકાન ને નિશાન બનાવી તસ્કરો 40 હજાર ઉપરાંતનો મત્તા પર હાથફેરો કરી ફરાર થઇ ગયા હતા. મકાન માલિક ઘર બંધ કરી બહારગામ જતા જ તસ્કરો ધાપ મારી હતી. ઘટના અંગે શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી હતી.

16/11/2023

અંકલેશ્વર શહેર ના દેસાઈ ફળીયા માં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદાજે 60 હજાર નો સોના ચાંદી ના દાગીના ની ચોરી કરી ફરાર થઇ જતા શહેર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે .

13/11/2023

અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ પાસે ફટાકડા ને લઇ કચરા ના ટેમ્પા માં આગ ભભૂકી હતી પાલિકા નો ટેમ્પો કચરો ઉઠાવી રહ્યો હતો તે દરમિયાન જ ફટાકડા તણખા પડતા આગ ભભૂકી હતી. ત્વરિત અસર હાઇડ્રોલિક ટેમ્પા માંથી કચરો ઠાલવી આગ બુઝાવી હતી.

13/11/2023

ઝાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે 1100થી વધુ વાનગીનો ભવ્ય અન્નકૂટ ભગવાન સ્વામિનારાયણ ને અર્પણ કરાયો હતો. અન્નકૂટ એટલે ભગવાન પ્રત્યે નો ભક્તોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લા ભાજપ તેમજ ભરૂચ અને વાગરા ના ધારાસભ્ય એ વિશેષ હાજરી આપી હતી.

13/11/2023

ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભાગોળ કાગજી તળાવમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. ગુજરાત ગેસ કંપની નજીક ના તળાવમાં ફટાકડા ના તણખલાં એ ખુલ્લા વિશાલ મેદાન માં આગ ફેલાવી હતી.નગરપાલિકા ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. દોઢ થી 2 કલાક આગ કાબૂમાં આવી હતી.

13/11/2023

અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસી નહેર પાસે રોકેટ પડતા કાચા ઝુંપડા સહીત મેદાનના કચરા માં આગ ભભૂકી ઉઠી હતી. આગે ઝુંપડા અને આજુબાજુ વિસ્તાર ફેલાતા આગ વિકરાળ બની હતી. સ્થાનિક લોકો દોડી આવી આગ પાનોલી ફાયર ને જાણ કરતા ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો. ઝુંપડા માં કોઈ રહેતું ના હોવાથી હાશકારો લોકો અનુભવ્યો હતો.

13/11/2023

અંકલેશ્વર ના ખરોડ ચોકડી નિર્માણાધીન બ્રિજ ના સર્વિસ રોડ પર આઇસર ટેમ્પો રોડ સાઈડ ખાબક્યો હતો. સદનસીબે કોઈ જાનહાની ના સર્જાય : સુરત થી અંકલેશ્વર ખરોડ બ્રીજ વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. ક્રેનની મદદ થી આઇસર ટેમ્પા ને બહાર કાઢવામાં આવ્યો હતો

13/11/2023

અંકલેશ્વર ના ભાદી ગામ ખાતે ભાદી પ્રિમિયર લીગ સીઝન 2 નો પ્રારંભ કરાયો હતો. ઝેડ એ સ્પોર્ટ્સ એકેડમી સંચાલિત ભાદી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગામ આગેવાન તેમજ ક્રિકેટ રસિકો ની હાજરી માં કરવામાં આવ્યો હતો. વડીયા ઇલેવન અને કારભારી ટીમ વચ્ચે ઉદ્દધાટન મેચ યોજાઈ હતી

13/11/2023

અંકલેશ્વર ના ભાદી -બાકરોલ રોડ પર ક્રિકેટ ગ્રાઉન્ડ પાછળ પાણીની ટાંકી પાસે માં પત્તા- પાનાનો જુગાર રમતા 6 ખેલી ઝડપી પાડ્યા હતા. પોલીસે ભાદી ગામ ના 6 જુગારીઓને ઝડપી પાડી રોકડ રૂપિયા 11.900 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ આરંભી હતી.

13/11/2023

અંકલેશ્વર નવી દીવી ગામ ખાતે 11 મોં મહા અન્નકૂટ મહોત્સવ યોજાશે. નૂતન વર્ષ નિમિત્તે નવી દીવી શ્રી ભાથીજી મંદિર પરિવાર દ્વારા પ્રતિ વર્ષ યોજાતા મહા અન્નકૂટ ના દર્શન નું આકર્ષણ અનેરું હોય છે. ચાલુ વર્ષે ગોવર્ધન દર્શન , એકાદશ રુદ્ર અવતાર દર્શન, આદિયોગી દર્શન નું આયોજન કરાયું છે.

12/11/2023

અંકલેશ્વર

આજ રોજ રાત્રિ દરમિયાન અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ નજીક અંકલેશ્વર નગરપાલિકા ના કચરા ભરેલા ટેમ્પો માં આગ લાગતાં અફરા તફરી સર્જાય હતી

આગ નાં પગલે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે આગ પર કાબૂ મેળવવા પાણી નો છંટકાવ કરવામાં આવ્યો

ઉલેખનીય છે. કે સમય સર પગલાં ભરવામાં આવ્યા તેથી મોટી દુર્ઘટના ધટના બચી ..

12/11/2023

અંકલેશ્વર ના આલુજ - પાનોલી ઓવર બ્રિજ પર શરૂ થયો સમજી બાઈક ચાલાક બ્રિજ લઇ ચઢી જતા આગળ સિમેન્ટ બ્લોક આવતા બચવાના ના ચક્કર માં બાઈક સ્લીપ થતા ચાલાક પટકાયો હતો.બાઈક ચાલક ગંભીર ઇજા સાથે સારવાર હેઠળ ખસેડાયો હતો.

12/11/2023

પ્રકાશના પર્વ થકી જરૂરીયાત મંદ બાળકના જીવનમાં પ્રકાશ પાથરવાના પ્રયાસ કરવાના હેતુ થી ભારતીય જનતા પાર્ટી અને યુવા ભાજપ દ્વારા ભરૂચ પાલિકા વિસ્તારની અયોધ્યા નગર ની સેવા વસ્તીમાં હેપીનેસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

12/11/2023

ભરૂચ શહેરમાં નર્મદા મૈયા બ્રીજ નીચે ફૂલ બજાર દિવાળીમાં ખરીદી માટે ઉભરાતું હોય છે. પરંતુ એક દિવસ પડતર આવ્યો હોવાથી દિવાળીના દિવસે પણ ફૂલ બજારમાં છૂટક ઘરાકી જોવા મળી રહી છે.પરંતુ પડતર દિવસ બાદ નવું વર્ષ હોય વેપારીઓને.ઘરાકી આશા છે.

12/11/2023

અંકલેશ્વર ના જૂના બોરભાઠા ગામ ખાતે ઘર આંગણે પાર્ક કરેલ ઇકો કાર માંથી તસ્કરો સાઇલેન્સર કાઢી લઇ ગયા હતા. 60 હજાર રૂપિયા ની કિંમત નું સાઇલેન્સર કાઢી જતા ઇકો કાર ચાલકે શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી હતી.

12/11/2023

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 ઓસ્કાર હોટલ પાસે બાઈક ચાલક ને અજાણ્યા વાહનની અડફેટે લેતા સ્થળ પર મોત નીપજ્યું હતું. બાઈક ચાલાક મૂળ તાપી ના કમલાપોર નો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

12/11/2023

અંકલેશ્વર ના સારંગપુર લક્ષ્મણ નગર ખાતે જુગાર રમતા 4 ખેલી ઝડપી પાડ્યા હતા. સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા 4 જુગારીઓ પાસેથી પોલીસે જુગાર રમવાના સાધનો અને 28.280 રોકડ જપ્ત કરી હતી.

12/11/2023

અંકલેશ્વર માં દિવાળી પર્વ ની ભવ્ય ઉજવણી કરાઈ હતી. દિવાળી પર્વ ની ઉજવણી ના રંગે અંકલેશ્વર રંગાયું હતું. આકાશ માં આતશબાજી સાથે પ્રકાશ ના પર્વ ની અંકલેશ્વર માં દબદબાભેર ઉજવણી કરાઈ હતી. નિહાળો દિવાળી પર્વ નો આકાશી નજારો.

12/11/2023

જહાંગીર પઠાણ :- વિરોધ પક્ષ નેતા અંકલેશ્વર નગર પાલિકા

12/11/2023

ગણેશ અગ્રવાલ :- અંકલેશ્વર પાલિકા શિક્ષણ સમિતિ ચેરમેન

12/11/2023

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ

12/11/2023

નિલેશ પટેલ :- કારોબારી ચેરમેન અંકલેશ્વર નગર પાલિકા

12/11/2023

સુધીર ગુપ્તા ગુંજ સોસીયલ ગ્રુપ પ્રમુખ

12/11/2023

પુષ્પાબેન પટેલ મુખ્ય તાલુકા પંચાયત

12/11/2023

લલિતાબેન રાજપુરોહિત પ્રમુખ નગરપાલિકા

12/11/2023

જશુભાઈ ચૌધરી :- પ્રમુખ A.I.A

12/11/2023

એસ.આર.પાટીલ પ્રમુખ શિવસેના

12/11/2023

તાલુકા પંચાયતના સદસ્ય અરવિંદ પટેલ

"દીયાનો પ્રકાશ તમને વિકાસ અને સમૃદ્ધિના માર્ગ પર લઈ જાય. હેપ્પી દિવાળી!”દિવાળી એ પ્રકાશનો તહેવાર છે જે અનિષ્ટ પર સારાની ...
12/11/2023

"દીયાનો પ્રકાશ તમને વિકાસ અને સમૃદ્ધિના માર્ગ પર લઈ જાય. હેપ્પી દિવાળી!”

દિવાળી એ પ્રકાશનો તહેવાર છે જે અનિષ્ટ પર સારાની જીતની ઉજવણી કરે છે.

" HAPPY DEEPWALI "

11/11/2023

અંકલેશ્વર ના માંડવા - મુલદ ટોલ બુથ પર જિલ્લા ની ગાડી ના ટોલ ના મુદ્દે આંદોલન કોંગ્રેસ કર્યું અને મુક્તિ જાહેરાત ભાજપે કરી હતી. ભરૂચ મુલત ટોલ પ્લાઝા ખાતે સ્થાનિક વાહનોને મુક્તિ ની જાહેરાત ઝગડીયા કોંગ્રેસ સમિતિ ટોલ બુથ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.કોંગ્રેસ આંદોલન કરતા ભાજપ સરકારે ભરૂચ પાર્સીગ ની ગાડી માટે ટોલ ટેક્ષ પરત ખેંચવા પડ્યો હતો

11/11/2023

ભરૂચ જિલ્લા સબ જેલ ખાતે થી દિવાળી સમયે 21 વર્ષની સજા ભોગવનાર કેદીઓને રિહા કરવામાં આવ્યો હતો. ઇકબાલ અબ્દુલ સામીયા મલેકના નામના કેદીને કરવા મુક્ત કરતા પરિવારજનો જેલ બહાર સ્વાગત કરી ખુશી વ્યક્ત કરી હતી.

11/11/2023

ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા શહેરીજનોને દિવાળીએ નવું નજરાણું આપ્યું હતું. ભરૂચ નું નવું આકર્ષણ બન્યું મનમોહક માતરીયા તળાવ.: બૌડા દ્વારા ₹4 કરોડના ખર્ચે નવનિર્મિત માતરિયા લેક ગાર્ડનનું કલેકટરની ઉપસ્થિતિમાં ધારાસભ્યના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું.

11/11/2023

ગુજરાતમાં એક માત્ર અંકલેશ્વર તપોભૂમિ અને સિદ્ધ ટેકરી પર બિરાજમાન માંડવેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તો દ્વારા ભગવાન શિવ લિંગ ને ભાત ના પીંડ થી ઢાકી પૂજન અર્ચન કરતા હોય છે. કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ બાદ માત્ર અંકલેશ્વર ખાતે આ વિધિ કરવામાં આવે છે. જેનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

11/11/2023

પાનોલી બાકરોલ બ્રિજ નીચે ઇકો ગાડી માં લઇ જવાતો શંકાસ્પદ ભંગાર ઝડપાયો હતો. એસ.એસ. વાલ્વ ભંગારના ને ઇકો કાર મળી 3.07 લાખ રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પોલીસે 3 ઈસમની ધરપકડ કરી વધુ પૂછપરછ આરંભી હતી.

11/11/2023

મુંબઈ બાંદ્રા ટોલ પ્લાઝા પાસે કાર અકસ્માત માં અંકલેશ્વર ના 3ના મોત નિપજ્યા હતા. 2 મહિલા સહીત 3 વ્યક્તિ ઇનોવા કાર માં મુંબઈ પરત અંકલેશ્વર આવતી વેળા ઘટના બની હતી. કેનેડા થી પરત આવતા અને ખરોડ ખાતે રહેતા રહેલા સાસુમા ને લેવા માટે મુંબઈ ગયા હતા. પરિજનો દ્વારા ભારે આક્રંદ વચ્ચે તેમના માદરે વતન જુના દિવા અને ખરોડ ખાતે અંતિમ વિધિ કરાઈ હતી. અકસમાત માં 6 કાર ટકરાઈ હતી અને 9 થી વધુ ને ઇજા પહોંચી હતી.

10/11/2023

અંકલેશ્વર ની વાલિયા ચોકડી પાસે ભારે ટ્રાફિક જામ વચ્ચે વાહન ચાલકો અટવાયા હતા. ચારે તરફ વાહનોની લાંબી લાઈનો લાગી હતી. તહેવાર ટાણે જ ટ્રાફિક સમસ્યા ગંભીર બની છે. ગડખોલ ટી બ્રિજ પણ વાહનો કતાર જોવા મળી હતી છેલ્લા 3 દિવસ થી અંકલેશ્વર માં માર્ગો પર ટ્રાફિક સમસ્યા વકરી રહી છે.

Address


Alerts

Be the first to know and let us send you an email when ITV Gujarati News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to ITV Gujarati News:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share