ગોધરાના નગરપાલિકા કોમ્પ્લેક્સ ખાતે પુજા ડીજીટલ સ્ટુડીઓમાં પોલીસની રેડ.
ગોધરાના બસસ્ટેન્ડ રોડ બગીચા પાસે આવેલ નગરપાલીકા કોમ્પ્લેક્ક્ષમાં પુજા ડીજીટલ સ્ટુડીઓ ખાતે ફરિયાદી ચીરાગ પટેલની બાતમીના આધારે છાપો મારવામાં આવ્યો હતો. જ્યાં ટી-સીરીઝની પરવાનગી વગર પ્રી-વેડિંગ તથા લગ્ન પ્રસંગના વિડીયો શુટીંગના વિડીયો ડેટામાં ટી-સીરીઝના ગીતોનો વેપાર અર્થે ઉપયોગ કરાઇ રહ્યો હતો. જેથી ટી-સીરીઝ કંપનીના કમૅચારીઓ તથા ગોધરા ટાઉન એ ડીવીઝન પોલીસ દ્વારા છાપો મારતા હિમાંશુ રતીલાલ મેવાડા, ઇન્દ્રપ્રસ્થ ડુપ્લેક્ષ, પંચાલ હોસ્પિટલ પાસે, બાંગરોલી રોડ, ગોધરાનાઓની ધરપકડ કરેલ અને આ ગીતોના કંપનીના લાઇસન્સની પૂછપરછ કરતા તેઓની પાસે નહી હોવાનું જાણાવતા પોલીસે મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
12 ઓક્ટોબરના રોજ આણંદ જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ. તથા ઉમરેઠ તાલુકા પંચાયત આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા "કિશોરી મેળા"નું આયોજન ઉમરેઠ તાલુકાના થામણા ગામે કે. સી. પટેલ હાઇસ્કુલમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કિશોરીઓનું આરોગ્ય, શિક્ષણ અને કાનૂની સેવા અંગેનું માર્ગદર્શન આપવામાં આવેલ. આ પ્રસંગે ગુજરાત ભાજપ મહિલા મોરચાના મંત્રી અને નવેદિતા ફાઉન્ડેશનના ચેર પર્સન શ્રીમતી નીપાબેન પટેલ, ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતાપભાઇ સોલંકી, ઉમરેઠ તાલુકા ભાજપ પ્રમુખ વિમલભાઈ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ સૂર્યાબેન ઝાલા, થામણાના સરપંચ ચંદ્રકાંતભાઇ (મુખી), તાલુકા હેલ્થ ઓફિસર, આચાર્ય ગૌરાંગભાઈ પટેલ, સમાજ કલ્યાણ અધિકારી, આઇ.સી.ડી.એસ. ઘટક ઉમરેઠ-૧ ના સી.ડી.પી.ઓ. શ્રીમતી માલતીબેન એમ.પઢીયાર, બ્લોક કો-ઓર્ડીનેટર જીગર શાહ, મિત્તલ રોહિત તથા ઘટકનો તમામ સ્ટાફ, આંગણવાડી કાર્યકરો તથા મોટ
સુરતના કતારગામ ખાતે સ્માઈલ ફિલ્મ્સમાં કરાઈ રેડ.
સુરતના કતારગામ વિસ્તારના સુમુલ ડેરી રોડ ઉપર આવેલ આઇકોન કોમ્પ્લેક્સના ચોથા માળે દુકાન નંબર 429 તથા 430 ખાતે આવેલ સ્માઈલ ફિલ્મ્સમાં ટી સીરીઝના જગદીશભાઈ હીરાભાઈ દેસાઈ, સ્ટાફ તથા સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો. જ્યાં સ્માઈલ ફિલ્મ્સના માલિક યોગેશભાઈ ભરતભાઈ નાકરાણી પાસેથી ટી-સીરીઝ કંપનીના મ્યુઝિક તથા ઓડિયો ગીતો બિનઅધિકૃત રીતે મળી આવ્યાં હતાં. મળી આવેલ આ ગીતોનો કંપનીના લાઇસન્સ તેમજ પરવાનગી વગર પ્રી-વેડિંગ તથા લગ્ન પ્રસંગના વિડીયો શુટીંગના વિડીયો ડેટામાં ઉપયોગ કરી વેપાર અર્થે ઉપયોગ કરાઇ રહ્યો હતો. જેથી ટી-સીરીઝ કંપનીના કમૅચારીઓ તથા C.I.D.પોલીસ ગાંધીનગર દ્વારા છાપો મારતા યોગેશભાઈ નાકરાણી પોતાની સ્માઈલ ફિલ્મ્સ નામની દુકાનમાં 5 થી 6 સ્ટાફ સાથે મ્યુઝિક તથા ઓડીયોનો ઉપયોગ કરી રહ્યા હતા. જેથી તેઓની પૂ
પાલિકાની ગાડીના ભથ્થાબીલ અંગેની માહિતી ન આપવા બદલ ચીફ ઓફિસરને 5,000નો દંડ કરાયો.
ઉમરેઠ નગરપાલિકાના કામો અંગે ભાડે કરેલ ગાડી તેમજ પાલિકાની ગાડીના પાંચ વર્ષના બધા બિલોની અરજદાર વિજય ઉપાધ્યાય દ્વારા આર.ટી.આઈ. હેઠળ વિગતો માંગવામાં આવી હતી. પરંતુ ચીફ ઓફિસર દ્વારા માહિતી આપવામાં ન આવતા પ્રથમ અપીલમાં અરજદારે માંગેલ માહિતી આપવા આદેશ કરાયો હતો. છતાંય માહિતી ન મળતા અરજદારે બીજી અપીલ કરી હતી. જેમાં રાજ્ય માહિતી કમિશનર દ્વારા ઉમરેઠ પાલિકાના ચીફ ઓફિસરની બેદરકારીની નોંધ સાથે રૂપિયા 5,000નો દંડ કર્યો હતો. વધુમાં ચીફ ઓફિસર સમય મર્યાદામાં દંડ ભરપાઈ ન કરે તો તેમના પગાર ભથ્થામાંથી કપાત કરવાનો આદેશ કરાયો હતો.
ઉમરેઠ નગરપાલિકામાં પતિદેવો ભવ:
આજરોજ સોશિયલ મીડિયામાં પ્રમુખના પતિ દ્વારા કરવામાં આવતા વહીવટમાં કૌભાંડ.....
કદાચ નગરપાલિકા 31 ડિસેમ્બર ઉજવવા માટે વહેલી બંધ કરાઈ.
ઉમરેઠ વિધાનસભામાં છેલ્લા પાંચ વર્ષમાં ધારાસભ્યએ કેટલો વિકાસ કર્યો આવો તેના વિશે ચર્ચા કરીએ.
111 ઉમરેઠ વિધાનસભામાં છેલ્લા પાંચ વર્ષમાં ધારાસભ્યએ ઉમરેઠ શહેર તથા ઉમરેઠ તાલુકામાં શિક્ષણ, આરોગ્ય, મોંઘવારી તથા રોજગારી બાબતે ક્યાં અને કેટલો વિકાસ કર્યો છે પાંચ વર્ષમાં પ્રજાના કેટલા મુદ્દાઓ હલ કર્યા છે તથા આપેલા વચનો કેટલા પાળ્યા છે આવો તેના વિશે ઉમરેઠ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અમરભાઈ જોશી સાથે વિસ્તૃતમાં ચર્ચા કરીએ.
પણસોરાના અપક્ષ ઉમેદવાર ૧૧૧- વિધાનસભા બેઠક પર ઉમેદવારીપત્ર ભરેલ.
ઉમરેઠ ૧૧૧-વિધાનસભાના પણસોરાના રહેવાસી સદરૂમિયા ઉસ્માનમીયા બેલીમ કે જેઓ ભૂતપૂર્વ સૈનિક છે અને છેલ્લા દસ વર્ષથી પણસોરા ગ્રામ પંચાયતના સભ્ય પણ છે તથા સેવાકીય રૂપે તેઓ પત્રકાર સ્વરૂપે સેવા આપી રહ્યા છે. પણસોરા ખાતે ધર્મગુરુ સૈયદઅલી ઐયુબ બાપુના આશીર્વાદ લઇ તેમનાં સમર્થકો સાથેની ભવ્ય રેલી લઈને મામલતદાર કચેરી પહોંચ્યાં હતાં. ઉમરેઠ ચૂંટણી અધિકારી સમક્ષ વિજય મૂહૂર્તમાં ઉમેદવારી નોંધાવતું ફોર્મ ભરી અપક્ષ તરીકેની ઉમેદવારી નોંધાવી હતી.
મોરબી દુર્ઘટના અંગે શહેરના સામાજિક કાર્યકરની પ્રતિક્રિયા
#મોરબી_ખાતે_નવનિર્મિત_ઝુલતો_પુલ_તૂટી_જતા_અંદાજે_150_વ્યક્તિઓના_મોત#
મોરબી ખાતે હાલ 26-10-2022 એટલે કે બેસતા વર્ષના દિવસે જ ઝૂલતા પુલનો શુભારંભ કરી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવેલ હતો. મચ્છુ નદી પર આ બ્રિજ 1880માં 3:30 લાખના ખર્ચે તૈયાર કરાયો હતો. જે હાલ અંદાજે બે કરોડના ખર્ચે રીનોવેશન કરાયું હતું. આ પુલની લંબાઈ 765 ફૂટની હતી. પુલના રીનોવેશન માટે છ મહિના સુધી બંધ રાખવામાં આવેલ હતો. પુલ પર જવા માટે ઓરેવા કંપની દ્વારા 17 રૂપિયા તથા બાળકો માટે 12 રૂપીયા ફી વસુલવામાં આવતી હતી. અંદાજે સાંજના 6:30 કલાકે ઝુલતો પુલ તૂટ્યો તથા ઘટના સમયે પુલ પર લગભગ 400 વ્યક્તિઓ હાજર હતા. પુલની કેપેસિટી કરતાં પણ વધારે લોકોને ટિકિટ આપવામાં આવી હતી. પાલિકાના ચીફ ઓફિસર દ્વારા પુલનું ફિટનેસ સર્ટીફીકેટ પણ આપવામાં આવેલ ન હતું. હાલ 25 બાળકો સહિત અંદાજે 100 વ્યક્તિઓના મોત તથા હજુ મોતનો આંક વધી શકે તેવી શક્યતાઓ.
ઉમરેઠ તાલુકા પંચાયત પ્રમુખ રંજનબેન પરમાર દ્વારા તાલુકાના દરેક નાગરિકોને નૂતન વર્ષાભિનંદન
ઉમરેઠ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા નુતન વર્ષાભિનંદન
ઉમરેઠ તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકોને નુતન વર્ષાભિનંદન
પંથકમાં ગણેશ મહોત્સવની તડામાર તૈયારીઓ, U.F.C ગ્રુપની સૌથી મોટી મૂર્તિનો આવતાં માનવ મહેરામણ ઉમટી પડ્યું.
હાલ થોડાક દિવસોમાં ગણેશ મહોત્સવનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ઉમરેઠ શહેરમાં આજરોજ યુનાઇટેડ ફ્રેન્ડ્સ ક્લબ લાલ દરવાજા દ્વારા શહેરની સૌથી મોટી મૂર્તિનું આગમન થતાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતું. 12.50 ફુટ લાંબી તથા અંદાજે રૂપિયા 50,000 ની મૂર્તિ લાવવામાં આવેલ છે. આગમન યાત્રા શહેરના ગિરિરાજધામ થી શરૂ થઈ ઓડબજાર, પંચવટી, ડાકોરવગા, શીલીવગા થઈ લાલ દરવાજે પૂર્ણ થઈ હતી. એ.પી.એમ.સી.ના ચેરમેન પ્રકાશભાઈ પટેલના હસ્તે આગમન યાત્રાની શરૂઆત કરાઈ હતી. આગમન યાત્રાની શરૂઆતમાં નગરપાલિકા કારોબારી ચેરમેન ઇશ્વરભાઇ પટેલ, કનુભાઈ પટેલ તથા અન્ય કાઉન્સિલરો ઉપસ્થિત રહેલા હતા. પંચવટી ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ બિંદલભાઈ લખારા ઉર્ફે ચૌહાણ દ્વારા ફૂ
ઉમરેઠ G.E.B. ના કર્મચારીઓ ઉપર ધુળેટા ખાતે હુમલો કરાયો.