02/11/2023
( ઢાળ : પગ મને ધોવા દયો રઘુરાય )
આવી છે આહિરની અમીરાત , વિરલા રાખે જે બોલ્યા વાત
ફરે શારડીયુ ભોજાને ફણે , વેણ નો બદલે વાત
કહે ખરુ રતન કોઈ , મુખથી સુંઘી લોહી માત
એ હાલ્યો ભૂવડ દેવા એંધાણી , શૂરો યશપાલ સાથ
રેવા દીધો સમજી રાજને , રીતુ રાખી કાળી રાત
બલિદાન દિધા ઉગા બાળના , જુઓ નવઘણ હોમાય જાત
મરદો હાલ્યા ભેળા મળીને , રંગે હાથે દિધા રાજપાટ
ડાંગર બત્રીસો ગાયુ વાંહે દોડે , દંભીનો વાળવા દાટ
ચડે ઈંડા પછી શિખરે , હોય નિર્મળ જેના હાથ
જોયો દાનવીર આ જગતમા , પેલો બકુતરો ભણ્યો પાઠ
આવે માંગવા ઈસર આંગણે , ફટ આભરણ દયે બાંધી ફાટ
મેપા મોભે બેની જીભની માની , ભેળા ખવરાવ્યા ભાત
અભો થયો એકદી આઘો , મોંઘો વાઘો આપ્યો તેં માત
ભૂપત કહે આ ભૂષણ ભોમનુ , કદી નો લાગે એને કાટ
જગદંબા કાયમ જાગતી જેને , ડેલિયે વસે દિનોનાથ