Ulama-E-Lajpore

Ulama-E-Lajpore ILAMI SAWALAT SE HAMARE ILAM MAI JIYADATI HOGI INSHALLAH

06/10/2024

MOLNA KA LAJPORE MAI AAKHARI BAYAN THA ALLAH HAJRAT KA SAFAR ASAN KARE AUR UK WASIYON KO IN KE BAYANAT SE MALA MAL KARE

28/09/2024

This channel is dedicated to highlighting and documenting lectures of all Lajpore Ulama throughout the world. We, the people of Lajpore, are very fortunate to have such an abundance of qualified Ulama providing guidance, Islamic education, and Tarbiyyat throughout the world. Please subscribe and lis...

28/09/2024

HADEES

18/09/2024
02/09/2024

all about lajpore aalim news and information

23/08/2024
લાજપોર ન આલિમો નુ મુખ્તસર પરિચય
23/08/2024

લાજપોર ન આલિમો નુ મુખ્તસર પરિચય

22/08/2024

સાલેહજી પીર (રહ.) લાજપુરનાં એક સીધા-સાદા બુઝુર્ગ હતાં. અલ્લાહપાકે આપને વિલાયત અતા ફરમાવી હતી એ વાત વર્ષો સુધી કોઈની જાણમાં આવી નહીં. આપ મજઝૂબ હતાં એ કારણે આપ આ ભેદ છૂપાવી શક્યાં હતાં. પરંતુ પાછળથી આપની કેટલીક કરામતો જાહેર થઈ જવાથી લોકોને આ વાતની જાણ થઈ

એકવાર નવાબ સાહેબનો હાથી કાદવમાં ખૂંપી બેસી ગયો. નવાબ સાહેબે ઘણાં લોકોની મદદ વડે તેને ઊઠાડવા અને બહાર કાઢવા અનેક પ્રયત્નો કર્યાં. પરંતુ હાથી ટસથી મસ થયો નહીં. છેવટે સાલેહજી પીરને શોધી મંગાવ્યાં, નવાબ સાહેબનાં ઘણાં જ આગ્રહ કરવાથી સાલેહજી પીર હાથી પાસે આવ્યાં અને હાથીને સંબોધી કહ્યું:ભાઈ! હાથી ઊઠ ને ! શા માટે નવાબ સાહેબને પરેશાન કરે છે ? આ શબ્દો સાંભળતાની સાથે જ હાથી આપ મેળે ઊભો થઈ ગયો. અને ઘર તરફ ચાલવા લાગ્યો.

એકવાર સાલેહજી પીર કોઈ એક જગ્યાએથી પોતાનાં કામકાજથી ફારિંગ થઈ લાજપુર આવી રહ્યાં હતાં. રસ્તામાં નદી આવતી હતી. જેમાં ભરતી હોવાનાં કારણે પુષ્કળ પાણી હતું. જેથી ઉતરી શકાય તેમ ન હતું. હોડીવાળાએ પણ ઈન્કાર કર્યો કે હોડી સામે પાર જઈ શકે તેમ નથી. તો આપ પોતાનો રૂમાલ પાણી પર બિછાવી તેના પર બેસી ગયાં. અને સામે પાર જતાં રહ્યાં. હોડીવાળો તો જોતો જ રહી ગયો. ત્યાર બાદ હોડીવાળાને હિમ્મત આઆવતાં જો હંકારી તો વચ્ચે આવી ઉંધી વળી ગઈ અને તે ડુબી ગયો.

ઇસ્માઇલજી પીર ( રહ )

ઈસ્માઈલજી પીર પણ લાજપૂરનાં એક પ્રખ્યાત વલી થઈ ગયાં છે. આપનો મઝાર લાજપૂરમાં તળાવ કિનારે આવેલો છે. જે વિસ્તાર આજે તકિયાના નામે ઓળખાય છે. આપની પણ અનેક કરામતો મશહૂર છે. એકવાર આપ વરીઆવ (જી. સુરત) તશરીફ લઈ ગયાં હતાં. ત્યાં કોઈ મોલવી ઓહલા મસ્જિદમાં તકરીર ફરમાવી રહ્યાં હતાં. આપ પણ તે મજલિસમાં જઈ સાથે ગયા. થોડીવારે અચાનક ઊભા થઈ મસ્જિદની બહાર દોડી ગયાં. અને બહાર જઈ અંદર બેઠેલાં લોકોને । બૂમ પાડી કહ્યું કે ઉતાવળે મસ્જિદ ખાલી કરો. સૌ લોકો એકદમ ઉઠીને ભાગ્યાં. અને મસ્જિદની બહાર આવી ગયાં..આપે આવી હરકત શામાટે કરી ? એમ લોકો હજી પૂછે તે પહેલાં જ બધાંની અજાયબી વચ્ચે મસ્જિદનું મકાન કકડભૂસ થઈ જમીન પર તૂટી પડ્યું. અને સૌ બચી ગયાં.

એ જ ઈસ્માઈલજી પીર એકવાર એક મજલિસમાં (એક બાદશાહનું નામ લઈ) અચાનક બોલી ઉઠ્યાં કે આજે દિલ્હીમાં તેનો ઈન્તિકાલ થઈ ગયો. આ વાત જોતજોતામાં બધે ફેલાઈ ગઈ. એક માણસે એ વિષે નવાબ સાહેબને જાણ કરી તો નવાબ સાહેબે આપને બોલાવી મંગાવ્યાં. અને આવી રીતે એક બાદશાહ વિષે વજૂદ વગરની વાત કરવા માટે આપને કેદમાં પૂરી દીધાં. બે-ચાર દિવસ થયાં કે આપે જે બાદશાહ વિષે ખબર આપી હતી તે જ બાદશાહની વફાતનાં સમાયાર આવી પહોંચ્યા. જેમાં બાદશાહનાં મરણ વિષે તે જ દિવસ અને સમયનો ઉલ્લેખ હતો જે દિવસે અને સમયે આપે તેનાં ઈન્તિકાલની ખબર આપી હતી. ખબર આવતાં જ નવાબ સાહેબે આપને છોડી મૂક્યાં.

ખમ્સા પીર ( રહ )
લાજપૂરનાં વલીઓનો ઈતિહાસ જાણતી વખતે લાજપૂરનાં જૂનાં કબ્રસ્તાનમાં આવેલી ખમ્સા પીરનાં નામે એળખાતી કબરોની હકીકત જાણી લેવી જરૂર રસપ્રદ લેખાશે.

કહેવાય છે કે નવસારીમાં એકવાર મુસ્લિમો અને ગેરમઝહબી લોકો વચ્ચે ઝઘડો થયો. વાત મારામારી સુધી પહોંચી ગઈ. મુસલમાનો એમાં ખૂબ પીટાયા. અલ્લાહનાં એક નેક બંદાએ દુઆ માંગી કે, યા અલ્લાહ ! અમારી મદદ ફરમાવ. રાત્રે તે દુઆ કરનારને ખ્વાબમાં રસૂલે પાક (સલ.) ના દીદાર નસીબ થયાં. અને ચૌદ (૧૪) માણસોનાં નામ બતાવી આપ (સલ.) એ ફરમાવ્યું કે તમે તમારી જમાઅતમાં આ યૌદ બુઝુર્ગોને શામિલ કરો તો તમારી જીત નક્કી જ છે. સવારે એ ચૌદ બુઝુર્ગોને શોધી જમાઅતમાં શામિલ કરવામાં આવ્યાં. એમનાં શામિલ થવાથી અલ્લાહપાકનાં ફઝલો કરમથી મુસલમાનો ફતેહયાબ થયાં. પરંતુ આ લડાઈમાં આ ચૌદ બુઝુર્ગો શહીદ થઈ ગયાં. તેમની ગરદનો તેમનાં ઘડથી કપાઈને છૂટી પડી ગઈ. પણ લોકોની અજાયબી વચ્ચે આ બુઝુર્ગોનાં ઘડો ચાલવા લાગ્યાં. જેમાંનાં પાંચ ઘડો ચાલતાં ચાલતાં લાજપુર આવ્યાં અને થોભી ગયાં. જે લાજપુરનાં કબસ્તાનમાં દફન કરવામાં આવ્યાં. અને આજે તે કબરો ખમ્સા પીરના નામે ઓળખાય છે. જ્યારે બાકીનાં નવ ઘડો ચાલતાં ચાલતાં સૂરત પહોંચી ગયાં. જે સૂરતમાં દફન થયાં અને આજે તે જગ્યા 'નવ શહીદ'નાં નામે ઓળખાય છે

હજરત મીર ફકીરુલ્લાહ (રહ )
આપ એક જય્યિદ આલિમ અને પરહેઝગાર નેક બુઝુર્ગ હતાં. સચીન સ્ટેટનાં કાઝિયુલ કૂઝાત (ચીફ જજ) અને નવાબ સાહેબનાં દામાદ પણ હતાં. આપ લાજપુરનાં મહાન બુઝુર્ગ હઝરત શાહ સુલેમાન સૂફી સાહેબ (રહ.) તથા સૈયદ તાહા (રહ.) ના ઉસ્તાદ પણ થાય છે. આપની વફાતની તારીખ અને ઝિન્દગી. મુબારકના બીજાં હાલાત મળી શક્યાં નથી

Address

1185 Lajpore
Surat
394235

Alerts

Be the first to know and let us send you an email when Ulama-E-Lajpore posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ulama-E-Lajpore:

Videos

Share