27/03/2023
BCCIના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં જાડેજા-હાર્દિકનું પ્રમોશન, ભૂવિ સહિત 7 ખેલાડીઓની છુટ્ટી
સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ખેલાડી (ઓકટોબર 2022-સપ્ટેમ્બર 2023 સુધી)
ગ્રેડ A+ (વાર્ષિક 7 કરોડ રૂપિયા): રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમારહ, રવીન્દ્ર જાડેજા.
ગ્રેડ A (વાર્ષિક 5 કરોડ રૂપિયા): હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ઋષભ પંત, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ.
ગ્રેડ B (વાર્ષિક 3 કરોડ રૂપિયા): ચેતેશ્વર પૂજારા, કે.એલ. રાહુલ, શ્રેયસ ઐય્યર, મોહમ્મદ સિરાજ, સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ.
ગ્રેડ C (વાર્ષિક 1 કરોડ રૂપિય): ઉમેશ યાદવ, શિખર ધવન, શાર્દૂલ ઠાકુર, ઇશાન કિશન, દીપક હુડ્ડા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વૉશિંગટન સુંદર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, કેએસ ભરત.
આ ખેલાડીઓની કોન્ટ્રાક્ટમાંથી થઈ છુટ્ટી:
ફાસ્ટ બોલર ઈશાંત શર્મા અને દિગ્ગજ બેટ્સમેન અજિંક્ય રહાણે હવે કોન્ટ્રાક્ટ લિસ્ટનો હિસ્સો નથી રહ્યા. અજિંક્ય રહાણે અને ઈશાંત શર્માને ગત સીઝનમાં ગ્રેડ B કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. વિકેટકીપર બેટ્સમેન ઋદ્ધિમાન સાહા, ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર, મિડલ ઓર્ડર બેટ્સમેન હનુમા વિહારી, ઑપનર બેટ્સમેન મયંક અગ્રવાલ અને ઓલરાઉન્ડર દીપક ચાહરની પણ છુટ્ટી થઈ ગઈ છે.