06/12/2021
છેતરપિંડી:સુરતમાં ઉત્પાદિત નહીં કરવામાં આવેલા વાહનો ઉપર 15.48 કરોડની લોન મેળવી છેતરપિંડી, 32 સામે ફરિયાદ
વાલક પાટિયાના પઠાણબંધુઓ આ સમગ્ર કેસમાં માસ્ટર માઈન્ડ હોવાનું બહાર આવ્યું
અશોક લેલન્ડ અને ટાટા કંપની દ્વારા જે વાહનોનું ઉત્પાદન જ કરવામાં નથી આવ્યું તેવા વાહનોને હયાત બતાવી ઠગ ટોળકીએ બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કરી બનાવટી રસી બુક બનાવી કરોડો રૂપિયાની લોન મેળવી છેતરપિંડી કરનાર 32 જણા સામે અડાજણની ઈન્ડોસ્ટાર કેપીટલ ફાઈનાન્સ લીમીટેડ કંપની એ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વાલક પાટિયાના પઠાણબંધુઓ આ સમગ્ર કેસમાં માસ્ટર માઈન્ડ હોવાનું બહાર આવતા પોલીસે તમામ આરોપીઓ સામે કુલ 15.48 કરોડની ઠગાઇનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અશોક લેલન્ડ અને ટાટા કંપનીના 74 જેટલા વાહનો ઉપર લોન લીધી હતી
અમદાવાદ બાપુનગર ગુ.હા.બોર્ડ ખાતે રહેતા ચિરાગકુમાર અશ્વિનભાઈ બારોટ (ઉ.વ.36)એ ગઈકાલે વાલક ગામ રહેમતનગર ખાતે રહેતા માસ્ટર માઈન્ડ ઈમરાન કાલુ પઠાણ, તેનો ભાઈ ઈર્શાદ કાલુ પઠાણ સહિત 32 જેટલા આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે અડાજણ સીટીસ્કેવર ડિગના પહેલા માલે બેન્ક ઓફ બરોડાની ઉપર આવેલ ઈન્ડોસ્ટાર કેપીટલ ફાઈનાન્સ લીમીટેડ કંપનીમાંથી આરોપીઓએ ગત તા ઓગસ્ટ 2016 થી માર્ચ 2019ના સમયગાળામાં અશોક લેલન્ડ અને ટાટા કંપનીના 74 જેટલા વાહનો ઉપર રૂપિયા 12,52,65,170 ની લોન લીધી હતી.
શરુઆતમાં હપ્તા ભર્યા બાદ હપ્તા ભરવાના પણ બંધ કરી દીધા
તપાસ દરમિયાન આરોપીઓએ જે વાહનો ઉપર લોન લીધી હતી તે વાહનો બંને કંપની દ્વારા મેન્યુફેકચર જ કરવામાં આવ્યા ન હતા. અને તેવા વાહનોને હયાત બનાવી તેની આર.સી.બુક સહિતના બોગસ ડોક્યુમેન્ટ ફાયનાન્સ કંપનીમાં રજૂ કર્યા હતા. આરોપીઓએ 74 જેટલા વાહનો ઉપર લોન લીધા બાદ શરુઆતમાં હપ્તા ભર્યા બાદ હપ્તા ભરવાના પણ બંધ કરી દીધા હતા. આરોપીઓ પાસેથી ૨કમ અને વ્યાજ સહિત કુલ રૂપિયા 15,48,76,711 ભરપાઈ ન કરી ફાયનાન્સ કંપની સાથે છેતરપિંડી કરી છે.
હયાતી વગરના વાહનો બતાવી છેતરપિંડી આચરી
પોલીસે ચિરાગભાઈની ફરિયાદ લઈ આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ઈન્ડોસ્ટાર કેપીટલ ફાઈનાન્સ લીમીટેડ કંપનીમાં હયાતી વગરના વાહનો બતાવી કુલ રૂપિયા 15.48 કરોડની લોન મેળવી છેતરપિંડ કરનાર ટોળકીમાં માસ્ટર માઈન્ડ તરીકે ઈમરાન કાલુ પઠાણ અને તેનો ભાઈ ઇશાર્ડ કાલુ પઠાણ (રહે, વાલક ગામ રહેમતનગર) હોવાનુ બહાર આવ્યું છે.
ટેક્સ ચોરી કરવા બાબતે પણ ગુના દાખલ થયા છે
આ બંને પઠાણ બંધુ અગાઉ પણ ટાટા અને અશોક લેલન્ડ કંપની દ્વારા મેન્યુફેકચર કરવામાં ન આવેલા વાહનોને હયાત બનાવી અન્ય બેન્ક ફાયનાન્સ કંપનીને પણ કરોડો રૂપીયાનો ચુનો ચોપડ્યો છે. આ ઉપરાંત એક પઠાણ (રહે, વાલક ગામ રહેમતનગર) હોવાનુ બહાર આવ્યું છે. આ બંને પઠાણ બંધુ અગાઉ પણ ટાટા અને અશોક લેલન્ડ કંપની દ્વારા મેન્યુફેકચર કરવામાં ન આવેલા વાહનોને હયાત બનાવી અન્ય બેન્ક ફાયનાન્સ કંપનીને પણ કરોડો રૂપીયાનો ચુનો ચોપડ્યો છે. આ ઉપરાંત એક ટેક્સ ચોરી કરવા બાબતે પણ તેઓ સામે ગુના દાખલ થયા છે.
ઠગબાજ આરોપીઓ
અજય નવરંગ ગામી (રહે, મેઘ મલ્હાર એપાર્ટમેન્ટ સીમાડા)
આશિષ બાલુકાકડીયા (રહે,રૂષિકેશ એપાર્ટમેન્ટસરથાણા)
ચંદ્રેશકુમાર દેવરાજ માંગુકીયા (રહે, રૂષિકેશ એપાર્ટમેન્ટ સરથાણા)
છગન કાનજી ચૌહાણ (રહે, બાલાજીનગર કતારગામ)
ઘનશ્યામ ગોવિંદ ચાલો ડીયા (રહે,સાગર સોસાયટી કાપોદ્રા)
ગોપાલ ઉકા ગોરસીયા (રહે,શીવપ્લાઝા સરથાણા)
હરેશ લાલજી ઢોલકીયા (રહે, સાગર સોસાયટી કાપોદ્રા)
હિતેશ મુળજી રાધવાની (રહે, સ્કિટલ હાઈટ્સ પાલનપુર ગામ)
હિતેશ વ્રજલાલ કાપડીયા (રહે, આખાખોલ કામરેજ)
હિતેશકુમાર બટુક બાવીસી (રહે,મનમતા પર્ક રેસીડેન્સી મોટા વરાછા)
ઈમરાન કાલુ પઠાણ (રહે, રહેમતનગર વાલક ગામ)
ઈર્શાદ કાલુ પઠાણ (રહે, રહેમતનગર રોડ વાલકગામ)
જગદીશ કનુ ગોડલીયા (રહે,શીવસાંઈ પાર્ક સોસાયટી વરાછા)
કલ્યાણ બોગીલાલ તેવથીયા (રહે, ગોકુલ પાર્કસોસાયટી કતારગામ)
કેતન પરોત્તમ કાપડીયા (રહે, ઈન્દ્રલોક રેસીડેન્સી સુદામા ચોક)
મહેશ ગોવિંદ ચાલોડીયા (રહે, સાગર સોસાયટી કાપોદ્રા)
મનોજનાનજી વિરડીયા (રહે,વાસ્તુ રેસીડેન્સી પુણાગામ)
બુધેશ બાબુ મેઘાણી (૨હે, જય રણછોડનગર સરથાણા)
મુકેશ વ્રજલાલ કાપડીયા (રહે,રીવેરા સોસાયટી વરાછા)
નિકુંજ રમેશ વેકરીયા (રહે, મેઘા ટાઉનશીપ ઓલપાડ)
પ્રવિણ ભીખુ વસોયા (રહે, મમતા પાર્ક સોસાયટી કાપોદ્રા)
૨ઈસ રીફક ભાટી (રહે, રહેમતનગર વાલક સરથાણા)
રીટા કપીલ કોઠીયા (રહે, સોના એપાર્ટમેન્ટ મોટા વરાછા)
તુપેશ રમેશ ભુવા (રહે, કુષ્ણા પાર્ક સોસાયટી સરથાણા)
વિપુલ બાબુ વઘાસીયા (રહે, પુનીતધામ સોસાયટી મોટા વરાછા)
વિજય મનુસખ ઠુમર (રહે,આનંદધારા સોસાયટી મોટા વરાછા)
વિજય મંકોડ ઢોલીયા (રહે, રેસીડેન્સી સરથાણા જકાતનાકા)
વિનોદ પરસોત્તમ દુધાત (રહે, કવિતા રો હાઉસ સરથાણા જકાતનાકા)
હિરેન ભરત કાકલોતર (રહે, મણીબા નગ૨ રંગ દર્શન સોસાયટી કતારગામ)