Navli Express

Navli Express Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Navli Express, News & Media Website, mahuvaroad, Savarkundla.

झांसी के मेडिकल कॉलेज के शिशु वार्ड में लगी आग
15/11/2024

झांसी के मेडिकल कॉलेज के शिशु वार्ड में लगी आग

14/11/2024

જાફરાબાદના દરિયાકાંઠે ઝૂંપડાઓ બળી ને ખાખ....
સોટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાનું અનુમાન...
ઘર વકરી, બોટમાં વપરાતું ડીઝલ, અને દરિયાઈ સૂકો માલ બળી ને ખાખ..
સીંટેક્ષ અને નર્મદા કંપનીના ફાયર ફાઇટર દ્વારા આગ કાબુમાં લેવામાં આવી....

13/11/2024

સાવરકુંડલા ગોંદરા વિસ્તારમાં નળ સે જળ યોજનામાં ભ્રષ્ટાચાર થી જાનહાનિનું જોખમ

સાવરકુંડલા પાલિકાએ કામની તપાસ કર્યા પહેલાજ કરોડો રૂપિયાના બિલો ચૂકવી આપ્યા....

સાવરકુંડલાના ગોંદરા વિસ્તારમાં નળ સે જળ યોજના હેઠળ બનાવવામાં આવેલા પાણીના ટાંકામાં ભ્રષ્ટાચારની ઘટના સામે આવી છે. લોકોમાટે બનાવવામાં આવેલ પાણીના ટાંકાનો ઉપયોગ કરવાનું તો દૂર પણ હજુ પાલિકા ને સોંપ્યા પહેલાજ ટાંકમાંથી પાણી લીક થવાની શરૂઆત થઈ હતી અને હાલમાં તો ટાંકાનો ઉપરનો ભાગ જ તૂટી ગયો છે સરકારશ્રી એ પાણીની વ્યવસ્થા માટે કરેલ કરોડો રૂપિયાનો ખર્ચ ભ્રષ્ટ તંત્ર અને ભ્રષ્ટાચારીઓ ના લીધે કરોડો રૂપિયા પાણીમાં ગયા છે.
આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારના રહેવાસીઓના જીવનને ગંભીર જોખમ સર્જાયું છે. આ ટાંકો જો કોઈ દિવસ ધરાશાયી થાય તો મોટી જાનહાનિ થવાની સંભાવના છે.

આ ઘટનામાં નબળી કામગીરી અને ભ્રષ્ટાચાર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આવા પ્રકારની બેદરકારી અને જોખમી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આ મામલે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.
દોષિત કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.અને આ જોખમી પરિસ્થિતિને દૂર કરવા તાત્કાલિક પગલાં લેવામાં આવે.
આસપાસના વિસ્તારના રહેવાસીઓની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવી જરૂરી બની છે.

સાવરકુંડલા શહેરમાં પાલિકા તંત્ર ના પાપે જ્યાં જુઓ ત્યાં ગંદકી...શહેરના હાર્દસમાં વિસ્તારોમાં ખુલી ગટરો, કચરાના ઢગલા, પાણ...
12/11/2024

સાવરકુંડલા શહેરમાં પાલિકા તંત્ર ના પાપે જ્યાં જુઓ ત્યાં ગંદકી...

શહેરના હાર્દસમાં વિસ્તારોમાં ખુલી ગટરો, કચરાના ઢગલા, પાણી ના ખાબોચિયા ભરેલા..

ઘોર નિંદ્રામાં સુતેલા નગરસેવકો અને પાલિકાના પદાધિકારીઓ ક્યારે જાગશે? શહેરીજનો નો સવાલ....

સ્વચ્છ ભારત મિશનની લાખો રૂપિયાની ગ્રાન્ટો આવવા છતાં શહેરની આ હાલતથી લોકોમાં રોષ....

23/08/2024

રાજકોટ લોકમેળા સંદર્ભે રાજકોટ કલેકટર દ્વારા
મિડિયા કોન્ફરન્સ કરવામાં આવી. ગાઈડ લાઈનનું સંપૂર્ણ પાલન થશે ત્યારબાદ જ રાજકોટ ખાતે લોકમેળાં ચાલુ કરવામાં આવશે. આ બાબત પરથી અન્ય લોકમેળા સંદર્ભે કોઈ બોધપાઠ લેવામાં આવશે? સાવરકુંડલા ખાતે લોકમેળાની મંજૂરી એ પ્રશાસન માટે કસોટીનો સમય..
------------------------------------- રાજકોટ લોકમેળામાં સંપૂર્ણ ગાઈડ લાઇન પાલન થશે ત્યાર બાદ લોકમેળો ચાલુ કરવામાં આવશે: રાજકોટ કલેક્ટર દ્વારા મીડિયા કોન્સફરન્સ કરવામાં આવી....
--------------------------------------- સાવરકુંડલામાં લોકમેળામાં કોઈ પણ ગાઈડલાઈનનું પાલન કર્યા વગર લોકમેળાની રાઈડ્સ ઉભી કરવામાં આવી હોય આ લોક મેળાને મંજૂરી મળશે કે કેમ?
સાવરકુંડલા લોકમેળાની મંજૂરી મળ્યા પહેલાંથી જ લાકડાના ઢાંચા પર ઉંચી રાઈડ ઉભી કરવામાં આવતા તંત્ર તપાસ અધિકારી મંજૂરી આપશે તો લોકોની સેફટીનું શુ?
લોકમેળામાં લોકોની સેફટીનું વિચાર્યા વગર અધિકારીઓ દ્વારા પોઝિટવ અભિપ્રાય આપવામાં આવશે કે કેમ ? અધિકારીઓ પર રાજકીય દબાણ છે કે પછી અધિકારીઓ સાથે કોઈ પણ પ્રકારે સંચાલકો દ્વારા કોઈ અન્ય વ્યવસ્થા કરવામાં આવી હશે? તેવી લોક ચર્ચા આજે ટોક ઓફ ધ ટાઉન છે. પરિસ્થિતિની ગંભીરતા આવા જાહેર મેળામાં હશે ખરી? લોક મેળામાં જાહેર રોડ પર જ ગેઇટ રાખવામાં આવ્યો છે તો કોઈ દુર્ઘટના બનશે તો ઇમરજન્સી ગેઇટ માટેની વ્યવસ્થા ન મુકવામાં આવતા ગાઈડ લાઈનનું પાલન કેવી રીતે થશે? રાજકોટ ગેઇમ ઝોન બનાવ બાદ પેટ્રોલપંપ પરથી ઈમરજન્સીમાં પણ એક બોટલ પેટ્રોલ જો ન મળી શકતું હોય તો આ લોકમેળામાં કેટલા લીટર ડીઝલ પેટ્રોલનો ઉપયોગ થશે? એ બાબત તંત્રને આ નજરમાં કેમ નથી આવી રહી હોય તેવી ચર્ચા કુંડલા શહેરના લોકો કરી રહ્યા છે.... લોકોની સેફટી એ ખૂબજ મહત્વની બાબત છે. જાન હૈ તો જહાન હૈ એ કહેવતને લક્ષમાં રાખીને જ ગાઈડ લાઈનનુ સંપૂર્ણ પાલન થાય એ ખૂબ જરૂરી છે

સાવરકુંડલા શહેરના નેસડી રોડ પર ગેસ લાઇન તૂટતા મચી અફરાતફરી મોટી જાનહાની ટળી...ગેસ લાઇન 1.65 મીટરનું ખોદાણ કરી નાખવાની બદ...
09/04/2024

સાવરકુંડલા શહેરના નેસડી રોડ પર ગેસ લાઇન તૂટતા મચી અફરાતફરી મોટી જાનહાની ટળી...

ગેસ લાઇન 1.65 મીટરનું ખોદાણ કરી નાખવાની બદલે 2 થઈ 3 ફૂટ જ ખોદાણ કરી લાઈનો નાખવામાં આવી હોવાનું કૌભાંડ આવ્યું બહાર....

સાવરકુંડલા નગરપાલિકાના જવાબદાર અધિકારી અને પદાધિકારીઓની મીઠી નજરથી થયુ કૌભાંડ..

આ ગેસ લાઈનોના કારણે સાવરકુંડલા શહેરમાં રીપેરીંગ માટે કે જમીનનું ખોદાણ કામ કરવું બની ગયું જાનનું જોખમ ....

28/03/2024

સાવરકુંડલા શહેરીજનો ને પ્રશ્ન શુ આપના વિસ્તારમાં રેગ્યુલર પાલિકા દ્વારા સફાઈ કરવામાં આવે છે? કોમેન્ટ માં આપનું મંતવ્ય જણાવો....

27/03/2024

સાવરકુંડલા જુનાબસ સ્ટેન્ડ વિસ્તારમાં પાલિકાના પાપે અંધાર પટ્ટ ..
પાલિકા તંત્ર ના લાઈટ વિભાગના અધિકારી ની બેદરકારી આવી સામે....
પાલિકામાં ભલામણ પ્રથા થી મળતા હોદ્દાઓનો ભોગ બની રહ્યા છે શહેરીજનો...
જુના બસસ્ટેન્ડ માં સવારે અભ્યાસ કરતા બાળકો તેમજ મુસાફરો ને પડી રહી છે હાલાકી....

23/08/2023

14/08/2023

સાવરકુંડલા શહેરના જાહેર શૌચાલ્યો બન્યા ગંદકીનું સામ્રાજ્ય...

13/08/2023
11/08/2023





07/08/2023


29/07/2023

ત્યાગ, બલિદાન અને સત્ય પર પોતાની તેમજ 72 સાથી ઓનો જીવ ન્યોછાવર કરનાર ઇમામે હુસેનની યાદમાં મહોરમનો તહેવાર ઉજવાયો......

સાવરકુંડલા શહેર માં સાત થી આઠ વિસ્તારો માં તાજીયા અને ઝુલુસ કાઢવામાં આવ્યું.....

તાજીયામાં શહીદ ઇમામે હુશેન ને યાદ કરી યા હુશેનના નારા સાથે ચોકારો, તેમજ ઢોલ નગારા સાથે ઝુલુસ કાઢવામાં આવ્યું હતું...

તાજીયામાં વર્ષોની પરંપરાગત મુજબ શહેરના મુખ્ય વિસ્તારો તાજીયા ફર્યા હતા અને હિન્દૂ- મુસ્લિમો એ રાખેલી માનતાઓ તેમજ દીદાર કરાયા હતા.....

રિપોર્ટ- સોહીલ શેખ સાવરકુંડલા

Address

Mahuvaroad
Savarkundla
364515

Website

Alerts

Be the first to know and let us send you an email when Navli Express posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share