મહીસાગર જિલ્લામાં આવેલ વીરપુર તાલુકાની રાજેણા પ્રાથમિક શાળાના શિક્ષકની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો. તાલુકા વિકાસ અધિકારી વીરપુરને વારંવાર રાજેણા પ્રાથમિક શાળાના શિક્ષણના ભેદ અંગેની ટેલિફોનિક રજૂઆત કરેલી છતાં શિક્ષણમાં કોઈ સુધારો જોવા ન મળતા મીડિયા કર્મીઓ તાલુકા પંચાયત પ્રાથમિક શિક્ષણ ઓફિસરને રજૂઆત કરવા માટે ગયેલા તે અરસામાં અચાનક જ રાજેણા પ્રાથમિક શાળાના આચાર્ય ભવાનસિંહ ખાંટ તેમજ રણજીતપુરા પ્રાથમિક શાળામાં નોકરી કરતા તેમના ભાઈ રણજીતસિંહ ખાંટ શિક્ષણ ઓફિસે આવી પહોંચેલા. શિક્ષણ ઓફિસે આવી પહોંચી ચાલુ રજૂઆતમાં તાલુકા પ્રાથમિક ઓફિસરની હાજરીમાં બંને ભાઈ ઉશ્કેરાઈ જઈ મીડિયાકર્મીને મારી નાખવાની અને જોઈ લેવાની ધમકી આપી હતી એટલું જ નહીં પણ સાથે સાથે વાહિયાત પાયાવિહોણા આક્ષેપો પણ કરતાં હોય એવુ સાફ જોવાં મળ્યું.નાના ભૂલકાઓને પાયાનું શિક્ષણ આપનાર
સ્થળ :- બાલાસિનોર થી ફાગવેલ બાજુ જતાં ખડગોધરાની નજીક ભવાનપૂરા ચોકડી પર કે જ્યા પોલીસ સ્ટેશન બાલાસિનોર, ઠાસરા અને કપડવંજ ત્રણેય પોલીસ સ્ટેશનની હદ લાગતી હોય ત્યાં ક્યાં વિભાગની કઈ પોલીસ છે એ પણ જાણવું મુશ્કેલ છે.
સવારે આશરે 06:40 થી 7:10 ની વચ્ચે માણસો નોકરી કે ધંધા પર જતા હોય છે એ સમયે એક પોલીસ કર્મી દ્વારા ગાડીને રોકવામાં આવે છે અને પૂછપરછ કરવામાં આવે છે. જાગૃત નાગરિક પોતાની ભૂલ સ્વીકારી દંડ ભરવા તૈયાર છે છતાં પણ પોલીસ અધિકારી દ્વારા વધારે પૈસાની માંગણી કરતા જાગૃત નાગરિકે ના પાડી.જાગૃત નાગરિકના ના પાડવાથી પોલીસ અધિકારી ઉશકેરાઈ જઈ ગાડીની ચાવી લઈ લીધી તેમજ બીભત્સ શબ્દોનો પ્રયોગ કરી લડવાનો પ્રયાસ કર્યો. જ્યારે જાગૃત નાગરિક દ્વારા પોતાના સ્વ બચાવ માટે ફોનનો કેમેરો ચાલુ કરવામાં આવે છે તો પોલીસ કર્મી અને તેમની સાથે ઉભેલા બિન વર્ધીમાં જે લોકો હતા તેમના દ્વારા ફોન ઝ
આખરે ચંદ્રિકાબેનનો હત્યારો મળી ગયો.
છેલ્લાં 14 દીવસ જેટલો સમય વીત્યા બાદ પણ આરોપી પોલીસ પકડ થી દુર હતો.
મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની અટકાયત કરવામાં આવી.
મૂળ મધ્ય પ્રદેશના જીતેન્દ્ર ઉર્ફે જીતુ નામક આરોપીની અટકાયત કરવામાં આવી.
રિપોર્ટર :- ભૌમિક પટેલ
મહીસાગર જિલ્લામાં આવેલ કારંટા ઉર્ષના મેળામાં એક એવી ઘટના બની છે જે જાણીને આપ આશ્ચર્યચકિત થઈ જશો. નાના ખાનપુરના ચમાર ફળિયામાં રહેતી યુવતી ચંદ્રિકાબેન જેવો ગત સપ્તાહે કારંટા ઉર્ષના મેળામાં ગયા હતા. ઊર્ષના મેળામાં ગયા બાદ તેઓ પરત ન ફરતા ઘરના લોકો ચિંતામાં પડી ગયા. અંતે ચંદ્રિકાબેન ના ગુમ થયાની જાણ બાકોર પોલીસને થતા બાકોર પોલીસે શોધખોળ ચાલુ કરી. શોધખોળના ભાગરૂપે ગતરોજ કારંટા પાણી પુરવઠાની ટાંકી પાસે મહીસાગર નદીમાં તણાઈને આવેલ તેમજ શેવાળમાં ભરાયેલો એક કોથળો મળી આવ્યો. જ્યારે આ કોથળામાં મૃતદેહ છે તેવી પોલીસને જાણ થતાં તાબડ તોબ પોલીસ ઘટના સ્થળે દોડી આવી તેમજ તલાશ કરતા જાણવા મળ્યું કે આ કોથળામાં અગાઉ ગુમ થયેલા ચંદ્રિકાબેન નો મૃતદેહ છે. આ ઘટના અંગે ગામ અને પરિવારમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે આ વાતને લઈ સમગ્ર પંથક શોકની લાગણીમાં છવાઈ ગયું છે.એક તરફ એવી પણ આ
વિરપુરમાં નવીનમાર્ગ બનવાની કામગીરી શરૂ
ગુજરાતના રાજમાં દારૂ બંધ હોવા છતા પીધેલી હાલતમાં યુવાન મળી આવ્યો | વડોદરા #વડોદરા #vadodara #BreakingNews #news #baroda
જ્યારે લાલ કૃષ્ણ અડવાણી રામાપીરના ટેકરા પર આવ્યા અને કહ્યું, "વાહ યા જમીન તો બહોત અચ્છી હૈ" સાંભળો, પુરીબેનના મોઢે એ ઘટનાની રજૂઆત.
#ગુજરાત શિક્ષણ પરિષદ
દેવ ચોકડી પર ગટરલાઈનથી નાગરિક હેરાન
મહીસાગર જિલ્લાના દેવ ચોકડી પાસે બનાવેલ ગટરલાઇનથી સ્થાનિકો પરેશાન....
દેવ ચોકડી ના 3 કિલોમીટરના ગાળામાં ધારાસભ્ય તેમજ સાંસદ રહે છે...
યુવાવર્ગને સાથે રાખી ચાલતા સરપંચ
બાલાસિનોર તાલુકાના જેઠોલી ગામના સરપંચ દિપક પંચાલે ગામમાં યોજાયેલ ડે નાઈટ વોલીબોલ ટુર્નામેન્ટના આયોજનનું ઉદ્ઘાટન કર્યું હતું. ગામના સરપંચ દીપક પંચાલે ટુર્નામેન્ટ માટે લાઈટિંગ તેમજ જરૂરી સમાન માટે ₹51000ની ખાસ સહાય પણ કરી હતી.
રિપોર્ટર:- ભૌમિક પટેલ
બાલાસિનોરમાં MGVCL એકશનમાં...
બાલાસિનોર નગરપાલિકામાં એમજીવીસીએલ એકશનમાં આવી હોય એમ જણાય રહ્યું છે. એમજીવીસીએલ દ્વારા બાલાસિનોર નગરપાલિકા વિસ્તારોમાં જેમના દ્વારા વિવિધ વપરાશ બિલ ભરવામાં આવ્યું નથી તેવા જોડાણ કાપવામાં આવ્યા હતા.
રિપોર્ટર:-BHAUMIK PATEL
ડખરીયા પ્રાથમિક શાળાએ સ્થાપના દિવસ ઉજવ્યો
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ડખરીયા પ્રાથમિક શાળાના 65માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સ્થાપના દિવસની ઉજવણી મુખ્ય મહેમાનોને ફૂલહાર પહેરાવીને કરવામાં આવી હતી. સ્થાપના દિવસની ઉજવણી નિવૃત્ત આચાર્ય કાલિદાસ પટેલ તેમજ નિવૃત્ત શિક્ષક હીરાભાઈ વણકર તેમજ ગામના સરપંચ વાળંદ વિષ્ણુભાઈ ના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું.
બાલકુવેર પરમગુરુ પ્રાગટય સાર્ધદ્ધીશતાબ્દી મંગલ મહોત્સવ
પરમગુરુ પ્રાગટય સત્સંગ..