10/12/2024
રાજકોટ :- શહેરનાં આજીડેમ સર્કલ પાસે રહેતા યુવકની સોમવારે રાત્રે લાશ મળી આવ્યા બાદ પોલીસે તપાસ કરતા પત્નીના આડાસંબંધના કારણે યુવકની હત્યા નિપજાવી દેવાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે..
પોલીસે પત્નીના પ્રેમી અને તેના મિત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.મૂળ જેતપુરના પેઢલા ગામના વતની અને હાલ આજીડેમ સર્કલ પાસે રહેતાં મુકેશ ગુજરાતીની તેની પત્નીના પ્રેમીએ જ પત્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે.