22/11/2021
વિદ્યાર્થીઓને પણ 13 દિવસના બદલે 21 દિવસનું દિવાળી વેકેશન મળશે.:શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી
October 27, 2021 shixnsudha
કોરોનાની મહામારી વચ્ચે હાલ રાજ્યમાં ધોરણ 6થી 12 અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ છે. ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓની શાળા શરૂ કરવા બાબતે રાજ્ય સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. એટલે હવે ચર્ચાઓ ચાલી રહી છે કે, દિવાળી બાદ રાજ્ય સરકાર ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરવા બાબતે નિર્ણય લઈ શકે છે.
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ તેમની ટવીટમાં ઉલ્લેખ કર્યો હતો કે, દિવાળીનો તહેવાર હિન્દુ ધર્મ માટે સૌથી મોટો પારિવારિક તહેવાર હોવાથી 21 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવેલુ છે. ઉચ્ચ શિક્ષણના વિવિધ મંડળો દ્વારા કરવામાં આવેલી રજૂઆતના કારણે 2 વર્ષથી દિવાળીનું વેકેશન 13 દિવસનું હતું અને તેમાં હવે તેમાં 8 દિવસનો વધારો કરીને આ દિવાળી વેકેશન 21 દિવસનું કરવામાં આવ્યું છે.
મહત્ત્વની વાત છે કે, કોલેજોમાં સરકાર દ્વારા અગાઉ 13 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું. પણ અધ્યાપક મંડળ દ્વારા વેકેશન લંબાવવાની રજૂઆત કરવામાં આવી હતું. અધ્યાપક મંડળની રજૂઆત સામે સરકાર ઝુકી હતી અને ત્યારબાદ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કોલેજોના વિદ્યાર્થીઓને પણ 21 દિવસનું દિવાળી વેકેશન આપવાનો નિર્ણય કર્યો હતો. કોરોનાની મહામારીના કારણે કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા મોડી શરૂ થતા શિક્ષણના દિવસો ઓછા હોવાના કારણે 13 દિવસના વેકેશનનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ ગુજરાત બોર્ડની સાથે સંકડાયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દિવાળી વેકેશનની તારીખો જાહેર કરવામાં આવી હતી. રાજ્ય સરકારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી એટલે કે 21 દિવસના દિવાળી વેકેશનની જાહેરાત કરી હતી એટલે હવે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સાથે-સાથે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ 13 દિવસના બદલે 21 દિવસનું દિવાળી વેકેશન મળશે.