Aarogyasudha

Aarogyasudha Health news

16/11/2024

Full Body checkup is Not Way

15/11/2024

*🤷🏻‍♀️પીરિયડ્સ દરમિયાન શું ખાવુ અને શું ન ખાવું?*

*👉પીરિયડ્સ દરમિયાન શું ખાવું?*

▪️પીરિયડ્સ દરમિયાન ખૂબ જ નબળાઈ આવે છે, આવી સ્થિતિમાં આ દિવસોમાં પાલક, દાળ પ્રોટીનયુક્ત ખોરાક લેવો જોઈએ.

▪️પીરિયડ્સ દરમિયાન તમારા આહારમાંદૂધ, દહીં ઈંડાનું સેવન કરવું જોઈએ.

▪️તમારે પીરિયડ્સ દરમિયાન પુષ્કળ પાણી પીવો. પાણી પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે.

*👉પીરિયડ્સ દરમિયાન શું ન ખાવું*

▪️પીરિયડ્સ દરમિયાન તેલયુક્ત અને મસાલેદાર ખોરાક ન લેવો જોઈએ.

▪️પીરિયડ્સ દરમિયાન લોટવાળો ખોરાક પણ ન ખાવો જોઈએ. તૈલી ખોરાક લેવાથી શરીરમાંએસ્ટ્રોજન વધે છે, જેનાથી ઘણો દુઃખાવો થાય છે. પીરિયડ્સ દરમિયાન હેલ્ધી ડાયટ લેવું જોઈએ.
───⊱◈✿◈⊰──
*🪀 આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં*

14/11/2024

રાજ્યમાં PMJAY–મા યોજના અંતર્ગત કરાતી કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસક્યુલર સર્જરીના વ્યવસ્થાપનના સુદ્રઢીકરણ માટેની SOP ટૂંક સમયમાં જાહેર કરાશે*

*અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટના બાદ સરકારનો નિર્ણય*...........................................
*ખ્યાતિ હોસ્પિટલને PMJAY–મા યોજનાની માર્ગદર્શિકા અનુસાર કાયમીપણે બ્લેક લિસ્ટ કરાઇ*......................
રાજકોટ*
***********************
હાઈલાઇટ્સ:
* ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયેલ ડૉક્ટર રાજ્યની અન્ય હોસ્પિટલમાં પણ કામ કરી શકશે નહીં
* હોસ્પિટલના માલિક અને એમ્પેન્લમેન્ટ ડૉક્ટર વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા(BNS) ની કલમ ૧૦૦, ૧૦૫, ૩૩૬, ૬૧ સહિતની અન્ય કલમો અંતર્ગત સરકાર દ્વારા પોલિસ ફરિયાદ કરાશે
* આ ઘટના સાથે સંકળાયેલા ડૉક્ટર વિરૂધ્ધ જરૂરી પગલાં લેવા માટે Gujarat Medical Council ને સુચના અપાશે. વઘુમાં હોસ્પિટલમાં અગાઉ થયેલ Cardiologyના કેસોની પણ ચકાસણી કરાશે.
* SAFU (સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ) દ્વારા એક વર્ષમાં રાજ્યની ૯૫ હોસ્પિટલની મુલાકાત કરાઇ : ગેરરિતી બદલ પાંચ હોસ્પિટલને સસ્પેન્ડ કરીને રૂ. ૨૦ કરોડથી વધુની રકમનો દંડ વસુલાયો
* Clinical Establishment Act અન્વયે ચોક્કસ Procedure માટે 'Informed Consent' અંગેની ચોક્કસ જોગવાઈઓ દાખલ કરવામાં આવશે
***********************
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના સંદર્ભે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદીએ દુ:ખ વ્યક્ત કરતા
જણાવ્યું હતું કે, આ ઘટનાની સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે. આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે મળેલી સમીક્ષા બેઠકમાં સમગ્ર ઘટનાની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીશ્રી દ્વારા આ ઘટનામાં જવાબદાર કોઈને પણ છોડવામાં આવે નહીં અને આ હોસ્પિટલના માલિક, સંચાલકો, તબીબો સહિતના લોકો વિરુદ્ધ રાજ્ય સરકાર દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી.
વધુ વિગતો આપતા શ્રી દ્વિવેદીએ ઉમેર્યુ હતું કે, તા. ૧૨ નવેમ્બરના રોજ આરોગ્ય વિભાગ દ્વારા યુ.એન.મહેતાના કાર્ડિયોલોજીસ્ટ, સોલા સિવિલ હોસ્પિટલના તજજ્ઞો તેમજ PMJAY-મા યોજના હેઠળની SAFU(સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ)ના તપાસ સમીતિની રચના કરાઇ હતી.
આ સમીતીએ ખ્યાતિ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ જે ક્ષતિઓ જણાઇ તે રીપોર્ટ આરોગ્ય વિભાગને રજૂ કર્યો હતો. જેમાં પ્રારંભિક તબક્કે જાણવા મળ્યું છે કે , ખ્યાતિ હોસ્પિટલની ટીમ દ્વારા મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બાલિસણા ગામે આરોગ્ય કેમ્પ કરીને ૧૯ જણાને અમદાવાદ સ્થિત હોસ્પિટલ ખાતે સર્જરી માટે લાવવામાં આવ્યા હતા. જેમાંથી ૧૯ દર્દીઓની એન્જીયોગ્રાફી અને તેમાંથી ૦૭ દર્દીઓની એન્જીયોપ્લાસ્ટી કરાઇ હતી. આ ૦૭ દર્દીઓ પૈકી ૦૨ દર્દીઓનું દુ:ખદ મૃત્યુ નિપજ્યું હતું.
આ સમગ્ર ઘટનામાં કમિટીને ગુનાહિત કૃત્ય અને મેડિકલ બેદરકારી જણાઇ આવતા રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા ખ્યાતિ હોસ્પિટલ સંદર્ભે ગેરરિતી બદલ મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.
અમદાવાદ સ્થિત ખ્યાતી હોસ્પિટલને પી.એમ.જે.વાય-મા યોજનાની માર્ગદર્શિકા અનુસાર કાયમીપણે બ્લેકલીસ્ટ કરવામાં આવી છે.
આ ઘટના સંદર્ભે ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયેલ ડૉક્ટર રાજ્યની અન્ય કોઈ પણ હોસ્પિટલમાં કામ કરી શકશે નહી.
હોસ્પિટલના માલિક, ટ્રસ્ટી અને અન્ય હોસ્પિટલ સાથે સંલગ્ન હશે તો તે હોસ્પિટલની પણ PMJAY માન્યતાની ચકાસણી કરી તેમના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે
હોસ્પિટલના માલિક અને એમ્પેન્લમેન્ટ ડૉક્ટર વિરૂધ્ધ ભારતીય ન્યાય સહિતા(BNS) ની કલમ ૧૦૦, ૧૦૫, ૩૩૬ અને ૬૧ સહિતની અન્ય કલમો અન્વયેની સરકાર તરફથી પોલિસ ફરિયાદ કરવામાં આવશે.
આ ઘટના સાથે સંકળાયેલા ડૉક્ટર વિરૂધ્ધ જરૂરી પગલાં લેવા માટે Gujarat Medical Councilને સુચના આપવામાં આવશે. વઘુમાં હોસ્પિટલમાં અગાઉ થયેલ Cardiologyના કેસોની પણ ચકાસણી કરાશે.
તેમણે વધુમાં ઉમેર્યુ કે, મંત્રીશ્રીની સૂચનાને પગલે પી.એમ.જે.એ.વાય.-મા યોજના અંતર્ગતની મુખ્ય પાંચ ઇમરજન્સી સર્જરીના વ્યવસ્થાગત મજબૂતીકરણ માટેની SOP(Standred Operating Procedure) તૈયાર કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.
જે મુજબ પ્રાથમિક તબક્કે કાર્ડિયોવાસ્યુકર સર્જરી સંદર્ભે PMJAY એમ્પેલન્ડ હોસ્પિટલમાં Cardiology અને Cardiovascular Surgery Speciality બન્ને હોય તો જ Cardiology Package માટે માન્યતા (સિવાય કે Heart Attackના કિસ્સામાં Primary Angioplasty કરવાની જરૂર હોય) આપવામાં આવશે.
Cardiology Speciality અંતર્ગત ડૉકટરે કામગીરી કરવા માટે ફુલ ટાઈમ Cardiologist જરૂરી છે વધુમાં ડોક્ટર Post DM/MCH ૨ વર્ષનો અનુભવ ફરજીયાત રહેશે.
Cardiology પેકેજ માટે કેથલેબ ઉપરાંત Cardiac OT ફરજીયાત રહેશે.
Visiting Cardiologist અથવા Cardiovascular Surgeonને PMJAY અંતર્ગત માન્યતા મળશે નહીં.
આ ઉપરાંત Clinical Establishment Act અન્વયે ચોક્કસ Procedure માટે 'Informed Consent' અંગેની ચોક્કસ જોગવાઈઓ દાખલ કરવામાં આવશે.
PMJAYના High Package વોલ્યુમના દાવાઓના મોનેટરીંગ માટે વધારાના સુપર સ્પેશ્યાલિસ્ટની સેવા લેવામાં આવશે.
આ SOP સંદર્ભેની માહિતી ટુંક સમયમાં આરોગ્ય વિભાગ દ્વારા પ્રસારિત કરવામાં આવશે.વધુમાં અન્ય ઇમરજન્સી પ્રોસિજરને લગતી SOP પણ બનાવીને રજૂ કરાશે.
શ્રી દ્વિવેદીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય મા – યોજના હેઠળની SAFU(સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ) દ્વારા કરવામાં આવેલ કામગીરી સંદર્ભે જણાવ્યું હતું કે, એક વર્ષમાં ૯૫ હોસ્પિટલની મુલાકાત કરવામાં આવી. જેમાંથી પાંચ હોસ્પિટલને સસ્પેન્ડ પણ કરાઇ. તેમજ રૂ.૨૦કરોડથી વધુની રકમની પેનલ્ટી પણ કરવામાં આવી છે. ૧૦૨૪ લાભાર્થીઓની રૂ. ૪૪ લાખ જેટલી રકમ પાછી આપવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.
#ખ્યાતિહોસ્પિટલ

08/11/2024

*🧠 માઈગ્રેન : અચૂક વાંચવા જેવી માહિતી :* 👌

*♀️ માઈગ્રેનથી બચવાના ઉપાયો*

1️⃣ સંતુલિત અને પૌષ્ટિક આહારનો ઉપયોગ કરો.
2️⃣ જમવાનો સમય નક્કી કરો અને સમય મુજબ ખાઓ.
3️⃣ કોઈપણ બાબતમાં તણાવ ન રાખો અને સકારાત્મક વિચારો જાળવી રાખો.
4️⃣ સંપૂર્ણ ઊંઘ લો.
5️⃣ થાક લાગે ત્યારે આરામ કરો.
6️⃣ તમારા માથાને હળવા હાથે મસાજ કરો.

*♀️ આયુર્વેદ અનુસાર માઈગ્રેનના દર્દીએ પોતાના આહારમાં નીચેની વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ.*

▪️ માત્ર સંતુલિત અને પૌષ્ટિક આહાર લો.
▪️ દેશી ઘી (ખાસ કરીને ગાયના ઘી)માંથી બનેલી વધુ વસ્તુઓ જેમ કે માલપુઆ, જલેબી, હલવો વગેરેનો ઉપયોગ કરો.
▪️ દેશી ઘી ને ખાંડ ભેળવીને ખાવાથી માઈગ્રેનમાં રાહત મળે છે.
▪️ માઈગ્રેનના કિસ્સામાં, ઘણા બધા તાજા ફળો અને લીલા શાકભાજીનું સેવન કરો.
▪️ પૌષ્ટિક તત્વો માટે દૂધ, દાળ અને ચીઝનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરો.
━────⊱◈✿◈─────━

ખોબો ભરી ને વહાલ મોક્લુ છુ..દોસ્તીના થોડા સવાલ મોક્લુ છુ.. ગમ બધા રહેવા દીધા છે મારી પાસેદરેક પળ તમને ખુશાલી મોક્લુ છુ.....
31/10/2024

ખોબો ભરી ને વહાલ મોક્લુ છુ..
દોસ્તીના થોડા સવાલ મોક્લુ છુ..
ગમ બધા રહેવા દીધા છે મારી પાસે
દરેક પળ તમને ખુશાલી મોક્લુ છુ..
ખુલી આંખોના સપના સાચા નથી હોતા..
બધા ચમકતા સિતારા નથી હોતા..
મળે જો પ્રેમ તો ભરી લો દિલમા..
જિંદગી ની શ્વાસના ભરોસા નથી હોતા..

દોસ્તી એવી કરજો કે જેમા
શબ્દો ઓછા ને સમજ વધારે હોય..
વિવાદ ઓછા ને સ્નેહ વધારે હોય..
શ્વાસ ઓછા ને વિશ્વાસ વધારે હોય..
પૂરાવા ઓછા ને પ્રેમ વધારે હોય..

સુધારી લેવા જેવી છે પોતાની ભુલ..
ભૂલી જવા જેવી છે બીજાની ભૂલ..
આટલુ માનવી કરે કબુલ તો હર રોજ
દિલ મા ઉગે સુખ ના ફૂલ..

નફરત હોય ના હોય
થોડો પ્રેમ રાખજો..
મળવાનુ થાય ના થાય
સબંધો બનાવી રાખજો..
દુ:ખ હોય ના હોય
દિલાસો દિલ થી આપજો..
કોલ થાય ના થાય
મેસેજ ચાલુ રાખજો..

વર્ષનું આ છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે મારા તરફથી વર્ષ દરમિયાન કોઈપણ ભૂલ થઈ હોય તો મને માફ કરશો. તમારી પ્રેમાળ મૈત્રીનો પ્રેમ આમ જ કાયમ વરસતો રહે.આપના પ્રેમ બદલ ખુબ ખુબ આભાર. તમારી આ મૈત્રીનો સંબંધ નિરંતર આમજ બની રહે તેવી શ્રદ્ધા સાથે..નવા વર્ષમાં નવી ઉમેદ થી પાછા આમ જ ઋણાનુબંધ સાચવી શકાય એવી પ્રભુ પાસે મારી અભ્યર્થના.🌹

12/10/2024
ભારત રાષ્ટ્રને એક ખુબ જ સારા ઉદ્યોગપતિ અને દાનવીર અને ઉદાર વ્યક્તિની સદાય ખોટ રહેશે 🌹🌹🌹🌹🌹🌹🌹🌹
10/10/2024

ભારત રાષ્ટ્રને એક ખુબ જ સારા ઉદ્યોગપતિ અને દાનવીર અને ઉદાર વ્યક્તિની સદાય ખોટ રહેશે 🌹🌹🌹🌹🌹🌹🌹🌹

10/10/2024

*💦ગરમ પાણી*🫧
*ક્યાં રોગમાં કેટલા દિવસમાં રિજલ્ટ મળે ?*

〰️ સવારે ભૂખ્યાં પેટે નવશેકુ પાણી (પી શકાય એવું નોર્મલ) પીવાથી ઘણાં ફાયદા થાય છે જેમાંથી અમુક નીચે આપ્યા છે.

🫧🫧સવારે વહેલા ભૂખ્યા પેટે 2 થી 4 ગ્લાસ ગરમ પાણી પીવું ત્યાર બાદ *45 મિનીટ સુધી કશું જ ખાવું પીવું નહિ.*

1. ડાયાબીટીસ - 30 દિવસ
2. હાઈ/લો બ્લડ પ્રેસર - 30 દિવસ
3. પેટના રોગ - 10 દીવસ
4. કેન્સર - 09 દિવસ
5. નસોનું રુકાવટ - 06 દિવસ
6. અપચો - 10 દિવસ
7. પેશાબને લગતા રોગ - 10 દિવસ
8. કાન, નાક, ગળું - 10 દિવસ
9. માસિકની તકલીફ - 15 દિવસ
10. હૃદય રોગ - 30 દિવસ
11. માથાનો દુખાવો માઇગ્રેન - ૩ દિવસ
12. કબજિયાત - બીજા જ દિવસે રાહત.

☝🏻માહિતી 5 ગ્રુપમાં મુકજો, કોઈ જરૂરતમંદને કામ લાગે, હોસ્પિટલના મોટા ખર્ચા બચી જાય. કોઈ દિન-દુ:ખીના આશીર્વાદ મળે, એક નાનકડું સ્તકર્મ પણ અપાર શાંતિનો અહેસાસ કરાવે છે.
➖➖➖➖➖➖➖➖
# Boilwater

27/09/2024

*બહેરાશ મટી શકે?*
*હા, હવે બહેરાશ જેવા* *અસાધ્ય રોગ મટી શકે છે!*
*🦻🏻 વગર મશીન, વગર ઓપરેશન 🦻🏻*

*🔴 અત્યાધુનિક સારવારથી બહેરાશ મટાડો 🔴*

👉🏼 બહેરાશ મટાડવાનો કેમ્પ
28 સપ્ટેમ્બર 2024
🗓️ સ્થાન: હોટેલ હાર્મની, લીમડા ચોક પાસે, રાજકોટ
📞 સંપર્ક: 88491 29363

*જરૂર છે કે તમારી સંભળાવવાની તકલીફ માટે રજીસ્ટ્રેશન કરાવો અને નિશ્ચિત દિવસ પર ઉપચાર મેળવો!*

✔️ કોઈપણ કારણસર આવેલી બહેરાશ માટે હોમયોપેથીક તેમજ આધુનિક સારવાર
✔️ રજીસ્ટ્રેશન અને ડોક્ટરની તપાસ ફ્રી..... છે
✔️દવા અને ટ્રીટમેન્ટ નોજ ચાર્જ લેવામાં આવછે
✔️ તમામ ઉમરના લોકો માટે અસરકારક ઉપચાર
✔️ નવી અને સતત ઉપચાર પદ્ધતિ વાપરી સારવાર આરોગ્ય મેળવો

*કેમ્પમાં રજીસ્ટ્રેશન ફરજીયાત છે! આજે જ કરો!*

09/09/2024

*🌿આમળાનો જ્યુસ પીવાના અનેક લાભ🌿 :*

▪️ આમળાનો જ્યુસ પીવાથી શરીરને અનેક લાભ થાય છે.

▪️ આમળામાં વિટામીન C ભરપૂર માત્રામાં હોવાથી *શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.*

▪️આમળાનો જ્યુસ *ડાયાબીટીસ અને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં* રાખવા માટે ખૂબ જ ઉપયોગી છે.

▪️ *ગેસ્ટ્રોલોઝોફેગલ રીફ્લક્સની* સમસ્યાથી પણ આમળાનો જ્યુસ છૂટકારો અપાવે છે.

▪️ઉપરાંત, *બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવા અને કાનના દુઃખાવાને કાબુમાં* રાખવા માટે પણ આમળા લાભદાયી છે.
➖➖➖➖➖➖➖⤵️

28/08/2024

*રાજ્યના કરાર આધારિત તજજ્ઞ તબીબોના હિતલક્ષી નિર્ણય*..............
*CHC, સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીસ્ટ હોસ્પિટલ ખાતે સેવારત કરાર આધારિત ખાનગી પ્રેક્ટિસ વગરના તજજ્ઞ તબીબોને મળતા વેતન રૂ. ૯૫,૦૦૦ થી વધારીને રૂ. ૧.૩૦ લાખ પ્રતિ માસ ચૂકવવાનો નિર્ણય*..............
*તજજ્ઞ તબીબોને પ્રતિ માસ મળતા વેતન ઉપરાંત માઇનોર અને મેજર સર્જરી માટે રૂ. ૩૦૦ થી લઇ રૂ. ૨૦૦૦ સુધીની પ્રોત્સાહક રકમ પ્રતિ સર્જરી અપાશે*..............
*કરાર આધારિત એનેસ્થેટીસ્ટ તબીબોને પ્રોત્સાહક રકમના ૫૦ ટકા પ્રતિ સર્જરી આપવામાં આવશે*................
*કરાર આધારિત તજજ્ઞ તબીબોને ખાનગી પ્રેક્ટિસની છૂટ સાથેની નિમણૂંક બંધ કરવામાં આવી છે*................
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગ રાજ્યના તમામ નાગરિકોને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવાઓ પ્રદાન કરાવવા કટિબધ્ધ છે.
*રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા CHC, સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીસ્ટ હોસ્પિટલ ખાતે સેવારત કરાર આધારિત તજજ્ઞ તબીબોના હિતલક્ષી એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.*
રાજ્યના કરાર આધારિત આધારિત તબીબોને ખાનગી પ્રેક્ટિસની છૂટ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. વધુ ખાનગી પ્રેક્ટિસ વગર કરાર આધારિત સેવા આપતા તજજ્ઞ તબીબોના પ્રતિ માસના વેતનમાં માતબર રકમનો વધારો કરાયો છે.
કરાર આધારિત તજજ્ઞોને ખાનગી પ્રેક્ટિસ વગર હાલ જે રૂ. ૯૫,૦૦૦ પ્રતિ માસ વેતન આપવામાં આવે છે તે વધારીને હવેથી પ્રતિ માસ રૂ. ૧,૩૦,૦૦૦ આપવાનું સરકારી ઠરાવ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે અંદાજીત ૩૭ % જેટલો વધારો કરવામાં આવ્યો છે.

વધુમાં સર્જરી સાથે સંકળાયેલા તજજ્ઞ તબીબોને પ્રતિ માસ મળતા વેતન ઉપરાંત મેજર અને માઇનોર સર્જરી માટે રૂ. ૩૦૦ થી રૂ. ૨૦૦૦ સુધીની પ્રોત્સાહક રકમ પ્રતિ સર્જરી આપવામાં આવશે.

વધુમાં કરાર આધારિત સેવારત એનેસ્થેટીસ્ટ તબીબોને પ્રોત્સાહક રકમના ૫૦ ટકા રકમ પ્રતિ સર્જરી આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

સર્જીકલ તજજ્ઞો સિવાયના અન્ય તજજ્ઞોને PMJAYના પ્રવર્તમાન ધારા-ધોરણો મુજબ જ ઇન્સ્ટેન્ટિવ મળવાપાત્ર બનશે.

રાજ્ય સરકારના ઠરાવ પ્રમાણે જનરલ સર્જરી, ઓર્થોપેડિક્સ, ગાયનેકોલોજીસ્ટ અને ઇ.એન.ટીને લગતી વિવિધ મેજર સર્જરી માટે રૂ. ૨૦૦૦ અને રૂ. ૧૨૫૦ તેમજ માઇનોર સર્જરી માટે રૂ. ૬૦૦ અને રૂ. ૩૦૦ પ્રતિ સર્જરી તબીબોને ચૂકવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સામાહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે તજજ્ઞ તબીબોની સેવા વધુ સુદ્રઢ બને તે માટે આ હિતકારી નિર્ણય લેવમાં આવ્યો છે. જે તજજ્ઞ તબીબોને સરકારી સેવાઓ સાથે જોડાવવા માટે પ્રોત્સાહન પુરૂ પાડશે.



................................

જય શ્રી કૃષ્ણ
26/08/2024

જય શ્રી કૃષ્ણ

06/08/2024

*40 ની ઉંમર પછી તંદુરસ્ત જીવન કેમ જીવવું❓*

*40 વર્ષની ઉંમર પછી તંદુરસ્ત જીવન જીવા માટે કેટલાક મહત્વના પગલાં ઉઠાવી શકાય છે:*

1. *સંતુલિત આહાર :* વધુ ફળો, શાકભાજી, પૂર્ણઅણ્ન (whole grains), અને પ્રોટીન આપતાં ખોરાકને તમારાં આહારમાં ઉમેરો. વધુ ચરબી અને શક્કર ટાળો.

2. *નિયમિત કસરત :* આવકમોડની કસરત (cardio), શક્તિ તાલીમ (strength training), અને લવચીકતા વધારવા માટે યોગ અથવા પેલેટ્સને આવકમોડમાં રાખો. અઠવાડિયામાં ઓછામાં ઓછા 150 મિનિટનું મધ્યમ સ્તરે શારીરિક પ્રવૃત્તિનું લક્ષ્ય રાખવું.

3. *પ્રબંધીત તણાવ*: મેડિટેશન, શ્વાસની વ્યાયામ, અથવા નિયમિત મુક્ત સમય એકલા રહેવું તણાવને નિયંત્રિત કરવામાં મદદરૂપ હોઈ શકે છે.

4. *સૌથી મહત્વપૂર્ણ: યોગ્ય નિંદ્રા*: દરરોજ 7-8 કલાકની ગુણવત્તાયુક્ત નિંદ્રા લો.

5. *સહાયક તપાસો*: નિયમિત રીતે ડોક્ટર સાથે ચેકઅપ કરો, ખાસ કરીને તમારા હાર્ટ, બ્લડ પ્રેશર, અને અન્ય આરોગ્યને લગતી સમસ્યાઓ માટે.

6. *હાઇડ્રેશન*: પૂરતી માત્રામાં પાણી પીવું, કૅફિન અને સુગરયુક્ત પીણાં ઓછા કરવું.

7. *એકલતા દૂર કરો* : હું એકલી થઇ ગઈ છું તેવું મન માંથી કાઢી સારા મિત્રો સાથે સંર્પક માં રહો એટલે માનસિક તાણ દૂર રહેશે અને જીવન જીવવા ની મજા આવશે.

આ દિશાનિર્દેશોને અનુસરીને તમે તમારા સ્વાસ્થ્ય અને તંદુરસ્ત જીવનને પ્રોત્સાહિત કરી શકો છો.
─────⊱◈✿◈⊰─────

23/07/2024

*🪰 ચાંદીપુરા વાયરસ* વિશે સંપૂર્ણ માહિતી, અને તેનાથી બચવા માટેના ઉપાયો 👌

〰️ તમારા દરેક ગ્રુપમાં ઈ માહિતી મોકલો 🙏 કોઈ બાળકનો જીવ બચી જશે 😇

➖ *ચાંદીપુરા વાયરસ શું છે ?*
* એક જીવલેણ વાયરસ છે
* જે ચાંદીપુરા વાયરલ રોગનું કારણ બને છે, જે એક દુર્લભ પરંતુ જીવલેણ વાયરલ હેમરેજિક તાવ છે.
વાયરસ અને રોગ વિશે કેટલીક મુખ્ય વિગતો :

*➖ વાઇરસ:*
- Rhabdoviridae કુટુંબનું છે
- 1965 માં ચાંદીપુરા ગામ, મહારાષ્ટ્ર, ભારતથી મલી આવેલ.
- વાયરલ જીનોમ સિંગલ-સ્ટ્રેન્ડેડ આરએનએ ધરાવે છે

*➖ રોગ થવાનું કારણ*
- ચાંદીપુરા વિષાણુ થી થતો રોગ
- સેવન સમયગાળો: 2-7 દિવસ
- મૃત્યુ દર: જો સારવાર ન કરવામાં આવે તો 50-80%

*➖ સંક્રમણ કંઈ રીતે ફેલાય*
- વેક્ટર: સેન્ડફ્લાય (ફ્લેબોટોમસ એસપીપી.)
- પશુ યજમાન: ચામાચીડિયા, ઉંદરો અને અન્ય નાના સસ્તન પ્રાણીઓ
- માનવ-થી-માનવ ટ્રાન્સમિશન: દુર્લભ, પરંતુ ચેપગ્રસ્ત શારીરિક પ્રવાહીના સંપર્ક દ્વારા શક્ય છે

*➖ લક્ષણો :*
- તાવ
- માથાનો દુખાવો
- સ્નાયુમાં દુખાવો
- સાંધાનો દુખાવો
- રક્તસ્રાવની વૃત્તિઓ (પેટેચીયા, એકીમોસિસ, હેમેટેમેસિસ)
- ન્યુરોલોજીકલ લક્ષણો (ગૂંચવણ, ઉશ્કેરાટ, ખેંચ)

*➖ નિદાન કંઈ રીતે કરવું*
- પીસીઆર (પોલિમરેઝ સાંકળ પ્રતિક્રિયા)
- ELISA (એન્ઝાઇમ-લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે)
- વાયરસ અલગતા

*➖ સારવાર:*
- સહાયક સંભાળ (પ્રવાહી રિપ્લેસમેન્ટ, ઓક્સિજન ઉપચાર)
- એન્ટિવાયરલ થેરાપી (?રિબાવિરિન)
- પ્રાયોગિક સારવાર (નસમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન)

*➖ નિવારણ:*
- વેક્ટર નિયંત્રણ (જંતુનાશકો, repellant)
- વ્યક્તિગત રક્ષણાત્મક સાધનો (માસ્ક, મોજા, મચ્છરદાની)
- ચેપગ્રસ્ત પ્રાણીઓ અથવા માણસો સાથે સંપર્ક ટાળવો

〰️ ચાંદીપુરા વાયરસ એ અત્યંત જીવલેણ વાયરસ છે, અને જો લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી ધ્યાન જરૂરી છે. નિવારણ અર્થે વેક્ટર નિયંત્રણ પગલાં બચાવ માટે નિર્ણાયક છે.

*સાવચેત રહો સલામત રહો*
➖➖➖

🪀 *આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં*

20/06/2024

😳શું *તમને સ્નાયુઓ ના ખેંચાણ છે? તો અપનાવો અને હેલ્થી Food તમારો સ્નાયુનો દુ:ખાવો મુળમાથી જતો રેસે*

*🍌બનાના:* બનાના પોટેશિયમ સમૃદ્ધ છે, ખનિજ કે જે તમારા શરીરમાં કાર્બન તોડી પાડે છે અને સ્નાયુનું નિર્માણ કરે છે. સ્નાયુઓ અને નર્વસ તંત્રના યોગ્ય કાર્ય માટે પોટેશિયમ આવશ્યક છે, અને જો તમારી ખામી હોય તો તમારા સ્નાયુઓ તંગ થઈ શકે છે. પોટેશિયમ ઉપરાંત, તેઓ તમને કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ આપે છે જે તમને સ્નાયુ ખેંચાણને સરળ બનાવવા માટે જરૂરી છે. કેળા જેવા પોટેશિયમ સમૃદ્ધ ખોરાકના દૈનિક સેવાથી પગની ખેંચાણ દૂર કરી શકાય છે અને તેના પુનરાવૃત્તિને અટકાવી શકાય છે.

*🥕શક્કરીયા:* કેળાની જેમ, શક્કરીયા પણ પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમથી સમૃદ્ધ છે. વાસ્તવમાં, તેઓ કેળા કરતાં છ ગણો વધુ કેલ્શિયમ ધરાવે છે. નિયમિત બટાકાની અને કોળામાં પણ આ પોષક તત્ત્વો હોય છે, અને તેમાં પાણીની ઘણી બધી સામગ્રી હોય છે, જેનાથી તમને હાઇડ્રેટેડ રહે છે. તેથી, જો નિર્જલીકરણ એ તમારા ખેંચાણનું કારણ છે જે ખૂબ કાળજી લેશે.

*🫘કઠોળ અને મસૂર:* બીજ અને દાળ મેગ્નેશિયમ સમૃદ્ધ છે. રાંધેલ મસૂરનો એક કપમાં 71 મિલિગ્રામ મેગ્નેશિયમનો સમાવેશ થાય છે, જ્યારે રાંધેલા કાળા કઠોળના કપમાં ડબલ (120 એમજી) મેગ્નેશિયમની માત્રા છે. તદુપરાંત, તેઓ ફાઈબર સાથે લોડ થાય છે જે માસિક ખેંચાણને સરળ બનાવવામાં મદદ કરી શકે છે.

*🍉તરબૂચ:* ઉચ્ચ પાણીની સામગ્રી અને થોડું સોડિયમ સિવાય પોલાશિયમ, મેગ્નેશિયમ અને કેલ્સિઅમ સાથે ટેલોડો ભરવામાં આવે છે. જ્યારે તમે તમારા કસરત સત્ર દરમિયાન પરસેવો કરો છો, ત્યારે તમારું શરીર સોડિયમ અને પાણી ગુમાવી શકે છે, જે નિર્જલીકરણ અને ખેંચાણ તરફ દોરી જાય છે. એક વર્કઆઉટ સત્ર પછી મદદની હોઇ શકે તે પછી તરબૂચ (ખાસ કરીને તડબૂચ) એક કપ ખાવું.

*🥬પાંદડાવાળા ગ્રીન્સ:* સ્પિનચ અને બ્રોકોલી જેવા પાંદડાવાળા ગ્રીન્સ કેલ્શિયમ અને મેગ્નેશિયમથી સમૃદ્ધ છે, અને તેમને તમારા ખોરાકમાં ઉમેરીને સ્નાયુની ખેંચાણ અટકાવવામાં મદદ કરશે. આ ઊગવું પણ માસિક ખેંચાણમાં મદદ કરે છે, કારણ કે કેટલાક અભ્યાસોએ સાબિત કર્યું છે કે કેલ્શિયમથી સમૃદ્ધ છે, તેઓ માસિક સ્રાવ અને દુખાવોમાંથી રાહત આપી શકે છે.
➖➖➖➖➖➖➖➖

કોઈ પણ ઘટના નિમિત્ત માત્ર છે, ઘટના બન્યા બાદ તંત્ર કે ઘટનાના જવાબદાર માલિકો નો અફસોસ રાંડ્યા પછી નું ડહાપણ હસે,સાચું તો ...
26/05/2024

કોઈ પણ ઘટના નિમિત્ત માત્ર છે, ઘટના બન્યા બાદ તંત્ર કે ઘટનાના જવાબદાર માલિકો નો અફસોસ રાંડ્યા પછી નું ડહાપણ હસે,
સાચું તો ઘરમાંથી ગુમાવેલ સ્વજન હસે એને વીતતી હસે, ક્યાંક ને ક્યાંક તંત્રની ભ્રષ્ટતા અને જે તે કાંડ નાં સ્થળ માલિક ની બેજવાબદારી જ છે,

ઈશ્વર દરેક મૃતક ના પરિવારને આવેલ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને ઇજા પામેલ સર્વે ને સારું આરોગ્ય થઇ જાય એવી ઈશ્વરને પ્રાર્થના....

જય હિન્દ
વંદે માતરમ્


#ગુજરાતરાજકોટઅગ્નિકાંડ

Address


Alerts

Be the first to know and let us send you an email when Aarogyasudha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Aarogyasudha:

Videos

Share

Category