Porbandar Times

Porbandar Times News, culture, highlights of Porbandar the birthplace of Mahatma Gandhi, the land of Sudama
(1)

15/01/2025
15/01/2025

ઉપ રાષ્ટ્રપતિ ના નિવાસસ્થાને પોરબંદર ના નિલેશભાઈ પરમાર ની આગેવાની માં પોરબંદર ના ગ્રુપ દ્વારા મણિયારા ની રમઝટ..વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અભિનેતા ચિરંજીવી પણ મણિયારો નિહાળી બન્યા મંત્રમુગ્ધ

*રાણાવાવ માં “ હઝરત ખ્વાજા અચબલશા પીર ” ના ઉર્ષશરીફ ની આજથી શરૂઆત*  *ચાર દિવસ સુધી અનેક નુરાની કાર્યક્રમો*  *તા. ૧૫ બુધવ...
15/01/2025

*રાણાવાવ માં “ હઝરત ખ્વાજા અચબલશા પીર ” ના ઉર્ષશરીફ ની આજથી શરૂઆત*
*ચાર દિવસ સુધી અનેક નુરાની કાર્યક્રમો*
*તા. ૧૫ બુધવાર થી તા. ૧૮ શનીવાર સુધી ચાર દિવસ વિવિધ કાર્યક્રમો*
*સંદલશરીફ, મીલાદશરીફ, ગુસલશરીફ, ન્યાઝ નાં કાર્યક્રમો.*
*સુન્ની મુસ્લીમ સમાજ માં ભારે ઉત્સાહ*
પોરબંદર જીલ્લાનાં રાણાવાવ માં ચીશ્તીયા સીલસીલા નાં ઔલીયા એ કિરામ "હઝરત ખ્વાજા અચબલશા પીર રદીઅલ્લાહોઅન્હો ” નો ઉર્ષશરીફ તા. ૧૫-૧-૨૦૨૫ બુધવાર થી તા. ૧૮-૧-૨૦૨૫ શનીવાર સુધી ચાર દિવસ દરમિયાન અનેક નુરાની અને મુબારક કાર્યક્રમો નાં આયોજન હેઠળ શાનદાર રીતે ઉજવવામાં આવશે. નુરાની ઉર્ષ શરીફ ચાર દિવસ સુધી યોજાનાર હોય સમગ્ર સુન્ની સમાજમાં ભારે ઉત્સાહ ની લાગણી ફેલાઈ છે.
તા. ૧૫ બુધવારે સુલ્તાને હિન્દ હઝરત ખ્વાજા ગરીબ નવાઝ રદીઅલ્લાહો અન્હો નાં ચોમે વિલાદત નાં મુબારક દિવસ નીમીત્તે “ વિલાદતે ગરીબ નવાઝ ” નાં કાર્યક્રમથી રાત્રે ૧૦ વાગ્યે ઉર્ષ શરીફ નો પ્રારંભ થશે ત્યારબાદ ન્યાઝ શરીફ
વિતરણ કરવામાં આવશે તા. ૧૬ ગુરૂવારે સાંજે અસરની નમાઝ પછી દરગાહ શરીફ નાં ખાદીમ નુરૂલઅમીન બાપુ નાં નિવાસ સ્થાન સૈયદ ફળીયા થી દરગાહ શરીફ સુધી સંદલશરીફ દરગાહ શરીફ પર ચઢાવવામાં આવશે તેમજ રાત્રે ૧૦:૩૦ વાગ્યે દરગાહ શરીફ પર ગુસલ શરીફ દેવામાં આવશે ત્યાર બાદ ન્યાઝ વિતરણ કરવામાં આવશે. તા. ૧૭ શુક્રવારે સાંજે અસરની નમાઝ પછી ન્યાઝ વિતરણ કરવામાં આવશે અને રાત્રે દરગાહ શરીફ મીલાદ શરીફ અને વાએઝનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં વિવિધ નાઅતખ્વાહ મીલાદ શરીફ સુરીલી આવાઝ માં રજુ કરશે અને ત્યારબાદ આલીમેં દિન તકરીર (ઉદૃબોધન) રજૂ કરશે
તા. ૧૮ શનીવારે બપોરે આમ ન્યાઝ નું ખાણુ ખવડાવવામાં આવશે અને સાંજે અસર ની નમાઝ પછી દરગાહ શરીફ પર મીલાદ શરીફ, દુઆ અને ન્યાઝ વિતરણ પછી ઉર્ષ શરીફ પૂર્ણ થશે.
નુરાની ચાર દિવસ ના ઉર્ષ શરીફમાં હાજરી આપવા દરગાહ શરીફ ના ખાદીમ નુરૂલ અમીનબાપુ એ નિમંત્રણ પાઠવેલ છે તેવી યાદી " આરીફ ડી. સુર્યા ” એ પાઠવી છે.

🙏પોરબંદર નાં 117વર્ષ જૂનાં શ્રી સ્વામિનારાયણ મંદિર માં ઘણાં વર્ષોથી પ્રતિ વર્ષ ધનુર્માસ નિમિત્તે વહેલી સવારે મંગલ પ્રભાત...
15/01/2025

🙏પોરબંદર નાં 117વર્ષ જૂનાં શ્રી સ્વામિનારાયણ મંદિર માં ઘણાં વર્ષોથી પ્રતિ વર્ષ ધનુર્માસ નિમિત્તે વહેલી સવારે મંગલ પ્રભાત નાં આહલાદ ક વાતાવરણ માં વિશેષ સત્સંગ અને ભજન-ભક્તિ કરવાનાં ઉદ્દેશ થી ધૂન, કિર્તન, સંકિર્તન, નંદ સંતો રચિત પ્રભાતિયાં -પદો, અને કીર્તનો અને સ્તુતિ- ગીતો ની સંગીતમય રજૂઆત કીર્તનિયા હરિભક્તો દ્વારા કરવામાં આવે છે. પ. પૂ. દેવુભગત નાં પ્રીતિ પાત્ર અશ્વિનભાઇ મકવાણા, સતિષભાઈ મકવાણા, મિહિરભાઈ રાઠોડ, દેવાંગ ભાઈ મકવાણા, તથા પૂજારી હરજીભાઇ મહેતા, નરેન્દ્રભાઈ મામતોરા, ચેતનસિંહ પરમાર, હરિભાઈ રાઠોડ, આશિષભાઇ જોષી, રમેશભાઈ મહેતા, નંદલાલભાઈ દવે, રાજુભાઈ ભરડવા, રાજ દવે, કનુભાઈ ધોળકિયા, વગેરે એ કિર્તન ભક્તિ કરી હતી.
🌹શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય નાં તપોમૂર્તિ, બ્રહ્મ નિષ્ઠ, મુર્ધન્ય સંત, ગાદી સ્થાન તીર્થંધામ, જેતપુર નાં મહંત સદગુરુ પ. પૂ. શ્રી નિલકંઠ ચરણ દાસજી (શ્રી ગુરુજી )તથા પૂજનીય સંતોની પ્રેરણા અને આજ્ઞા થી શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર, પોરબંદર નાં ઉપક્રમે સૌ હરિ ભક્તો નાં પૂર્ણ સહયોગ થી "ભવ્ય શાકોત્સવ ","દિવ્ય સત્સંગ સભા "અને "કિર્તન ભક્તિ "નું આયોજન "શ્રી માંગલ્ય હૉલ "નાં વિશાલ સભા ખંડ માં થયું હતું. "સત્સંગ -સભા" ની શુભ શરૂઆત માં જેતપુર થી પધારેલા અનુરાગ ભાઈ ઠાકર અને તેનાં સાજિંદા ની ટીમે નંદ સંતોના ઉત્તમ કીર્તનો, પદો અને સંકીર્તન ની સંગીતમય રજુઆત કરી શ્રોતા ગણને ભક્તિ સાગર માં રસતરબોળ કર્યાં હતાં.
👍🏻મંદિર નાં મેનેજીંગ ટ્રસ્ટી, મૂક સેવક અને નિર્માની શેઠ ધીરેનભાઈ કામદાર,ડૉ. પરબતભાઈ ઓડેદરા, મયંકભાઇ કામદાર, કિરીટભાઈ દવે, પરેશભાઈ દવે, રાજનભાઈ રાઠોડ,વિજયભાઈ લાખાણી, સંદીપભાઈ ગુંસાણી, અ. નિ. રમેશભાઈ જોષી, રવજીભાઈ પોપટ, આશિષભાઇ જોષી, વગેરે મુખ્ય સહયોગી દાતાઓ એ પ. પૂ. શ્રી ગુરુજી નું પુષ્પ હાર થી સન્માન કરી આશિર્વાદ મેળવ્યા હતાં.
🌺"દિવ્ય સત્સંગ સભા "માં સદગુરુ પ. પૂ. શ્રી નિલકંઠ ચરણ દાસજીએ પોતાની આગવી છટાથી રસાલ શૈલી માં માર્મિક વાણી થી સત્સંગ નો મહિમા, શ્રીજી મહારાજ નાં દિવ્ય પરચાં,સંતો ની ઉગ્ર તપસ્યા, સમર્પિત હરિ ભક્તો,સ્ત્રી ભક્તો નાં ચરિત્ર થી સંપ્રદાય નાં વિશેષ યોગદાન ની રસાળ રજૂઆત કરી હતી.સંતો, મંદિરો, સતશાસ્ત્ર, સત્સંગી, અને ઉત્સવ સમૈયા, અને ચૂસ્ત નીતિ નિયમ નાં પાલન અને ભાવનાત્મક એકતા થી જ સંસ્કારી સમાજ અને રાષ્ટ્ર નું નિર્માણ થશે.લક્ષ્મી નો સદુપયોગ જ ભાવી પેઢી નો ઉદ્ધાર કરશે. ધર્મ અર્થે વપરાયેલ સંપત્તિ જ સુખ, શાંતિ, અને સંતોષ આપશે. અને અનેક ગણી થઈ પરત પણ ફરશે.
💐નંદ સંતો રચિત સુપ્રસિદ્ધ કિર્તન" ભજી લે ભગવાન ---મારે સ્વામિનારાયણ ભજવા ---અને જે સ્વામિનારાયણ નામ લેશે --ની તાલબદ્ધ,મધુર સંગીત મય રજૂઆત ની સાથે મર્મા ળી વાણી માં કીર્તનો નું રહસ્ય, મર્મ, અને તત્વાર્થ દર્શન કરાવી સૌ હરિભક્ત શ્રોતા ગણ ને ધન્ય કર્યાં હતાં. સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે નીઉત્તમ શિક્ષણ,ઉત્તમ સંસ્કાર અને નિઃ સ્વાર્થભાવે ઉત્તમ સેવા અંગે ની પ્રતિબદ્ધતા જ સ્વામિનારાયણ સંપ્રદાય ની આગવી વિશેષતા રહી છે. માટે જ વિશ્વ ભરમાં નામ ગુંજતું થયું છે.
🌹"સત્સંગ સભા નાં અંતે પધારેલા તમામ ધર્મપ્રેમી હરિ ભક્તો એ સહ પરિવાર "ભવ્ય શાકોત્સવ "નો મહા પ્રસાદ લઈશ્રીજી મહારાજ નાં બુલંદ જયજય કાર સાથે સૌ વિખરાયાં હતાં.સમગ્ર આયોજન ને સુપેરે સફળ બનાવવા પૂજારી હરજીભાઇ મહેતા, મયંકભાઇ કામદાર, વનરાજ સિંહ જાડેજા, તુષારભાઈ જોષી, રાજેન્દ્ર ભાઈ સોલંકી, પ્રકાશ ભાઈ રાઠોડ, રાજુભાઈ ભરડવા, પિયુષ ભાઈ ખૂંટી, નરેન્દ્ર ભાઈ મહેતા, રમેશભાઈ મહેતા, હિતેષભાઇ રાઠોડ, આશિષભાઇ જોષી, કનુભાઈ ધોળકિયા વગેરે હરિ ભક્ત ભાઈ -બહેનોએ સેવા ભક્તિ કરી હતી.
લિ. ટ્રસ્ટી ગણ
શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર, પોરબંદર. 💐🌺👌🏻👍🏻🙏🏻🌹🙏🏻👌🏻🌹

ટ્રાફિક જાગૃતિ માટે ચોપાટી ખાતે પ્રદર્શન ખુલ્લું મુકાયું◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆પોલિસ અને JCI દ્વારા  માર્ગ સલામતી માસની ઉજવણી◆◆◆◆◆...
15/01/2025

ટ્રાફિક જાગૃતિ માટે ચોપાટી ખાતે પ્રદર્શન ખુલ્લું મુકાયું
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
પોલિસ અને JCI દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
અઠવાડિયા સુધી પ્રદર્શન નિહાળવા જાહેર જનતાને અપીલ

પોરબંદર પોલીસ અને જેસીઆઇ સંસ્થા દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે ચોપાટી ખાતે પોલિસ અધિક્ષકશ્રી બી.યુ.જાડેજાના હસ્તે માર્ગ સલામતી માટે તસ્વીર પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

સડકની જાળ એ દેશની પ્રગતિનું મહત્વનું અંગ છે, પરંતુ અત્યારે આ સડકો ઉપર થઇ રહેલા માર્ગ અકસ્માતો એટલો જ ચિંતાનો વિષય બની ગયા છે. આથી આ માર્ગ અકસ્માતો નિવારવા માટે લોક જાગૃતિ લાવવા એક મહિના સુધી સમગ્ર રાજ્યની સાથે પોરબંદર પોલીસ અને જેસીઆઈ પોરબંદર દ્વારા માર્ગ સલામતી માસ નિમિત્તે વિવિધ સંસ્થાઓ સાથે મળીને લોક જાગૃતિના જુદા જુદા કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે.
જાણીતા લેખક અને ટ્રેનર ડો. અજયસિંહ જાડેજાએ રોડ સેફટી બાબતે જુદી જુદી જગ્યાએ થયેલા માર્ગ અકસ્માતોના ફોટોગ્રાફનું કલેક્શન કરીને લોક જાગૃતિ લાવવા મુહિમ ચલાવી રહ્યા છે. તેમણે લીધેલા માર્ગ અકસ્માતના તમામ ફોટોગ્રાફનું ચોપાટી ખાતે તા. 15 થી 21 જાન્યુઆરી સુધી ચિત્ર પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું છે. સવારથી સાંજ સુધી આ પ્રદર્શન નિહાળવા માટે જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવી છે.

આ ચિત્ર પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજા, રોડ સેફટી ટ્રેનર ડો. અજયસિંહ જાડેજા, જેસીઆઈ પોરબંદરના પ્રમુખ રાધેશ દાસાણી, ટ્રાફિક પીએસઆઇ કે.બી. ચૌહાણ અને જુદી જુદી સંસ્થાઓના હોદેદારો તથા ટ્રાફિક પોલીસના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન બિરાજ કોટેચાએ કર્યું હતું.

15/01/2025

પોરબંદર માં ધારાસભ્ય એ કાર્યકરો સાથે પતંગ ચગાવી લીધો પેચ*

15/01/2025

પોરબંદર માં મકરસંક્રાંતિ એ દાન કરી પુણ્ય નું ભાથું બાંધતા લોકો:શુ કહ્યું એડવોકેટે*

15/01/2025

પોરબંદર માં મકરસંક્રાંતિ એ પતંગ ના દોરા ના કારણે 90 થી વધુ પક્ષીને ઇજા:અનેક ના મોત*

15/01/2025

પોરબંદર માં ઝેરી મધમાખી એ ડંખ મારતા દંપતી ને ઇજા*

🏛 Darshan University - Rajkot🏛🖥 BBA/B.Com. Placement🎓 Exciting Opportunities Await After 12th Commerce/Arts! 🎓🌟 Explore ...
15/01/2025

🏛 Darshan University - Rajkot🏛
🖥 BBA/B.Com. Placement
🎓 Exciting Opportunities Await After 12th Commerce/Arts! 🎓
🌟 Explore the best Education possibilities with Darshan University’s Cutting-Edge 21st Century ! 🌟
✅ BBA (Hons.) Digital Marketing
✅ BBA
✅ B.Com. (Hons.) with CA Preparation
✅ B.Com.

Join Darshan University to elevate your with top-notch and opportunities.
📚💼

For Admission Inquiry, contact us at +91 7096979973 or visit www.darshan.ac.in


*******************************************

તા.12=1=2025=ને રવીવાર ના માધુપુર ધેડ વાંઝા દરજી સમાજ ટ્રસ્ટ ની મિટિંગ નુ આયોજન કરેલ હતું તેમાં આજ રોજ સવૅ ની સંમતિ થી વ...
15/01/2025

તા.12=1=2025=ને રવીવાર ના માધુપુર ધેડ વાંઝા દરજી સમાજ ટ્રસ્ટ ની મિટિંગ નુ આયોજન કરેલ હતું તેમાં આજ રોજ સવૅ ની સંમતિ થી વાડીના જીર્ણોધ્ધારનો નીણયૅ લવાયો છે તા 15.1.2025 ને બુધવારના દિવસે વાડી ને ડીમોલીસન નુ કામ સરૂ કરવામાં આવશે
તેમા પધારેલ મહા અનુભવો ની યાદી
સમસ્ત અખિલ વાંઝા દરજી સમાજ ના ઉપ પ્રમુખ શ્રી મોહન ભાઈ ધેરવડા વેરાવળ
શ્રી વાંઝા દરજી સમાજ ગીર સોમનાથ જિલ્લા ના પ્રમુખ શ્રી રાજુ ભાઈ ચુડાસમા કોડીનાર
પોરબંદર ના પ્રમુખ શ્રી મોહન ભાઈ વાઢેર
વેરાવળ ના પ્રમુખ શ્રી કીશોર ભાઈ ચાવડા વેરાવળ ના ઉપ પ્રમુખ શ્રી હસમુખ ભાઈ વઢવાણા
માંગરોળ ના પ્રમુખ શ્રી ભાવેશ ભાઈ ચાવડા
માધુપુર ધેડ ના પ્રમુખ શ્રી કીરીટ ભાઈ માવદયા
તેમજ બહાર ગામ થી પધારેલ મહા અનૉભવો
કેતન ભાઈ ચાવડા પ્રવીણ ભાઈ વઢવાણા દીપક ભાઈ ચાવડા અરવિંદ ભાઈ વીશાવડયા અરવિંદ ભાઈ વઢવાણા તેમજ માધુપુર ધેડ ના કમિટી મેમ્બર કે
આ મિટિંગ નુ ખુબ સરસ
આયોજન માધુપુર ધેડ ના પ્રમુખ શ્રી કીરીટ ભાઈ મહાવદયા તેમજ કમિટી મેમ્બર તરફથી કરવામાં આવેલા હતુ
પ્રમુખ શ્રી કીરીટ ભાઈ મહાવદયા
ઉપ પ્રમુખ શ્રી રણજીત ભાઈ હાથલયા
મહેન્દ્ર ભાઈ સોનીગ્રા
ભીમજી ભાઈ ભુડંયા.
મનસુખ ભાઈ માંડલિયા
મહેશ ભાઈ વાઢેર
મહેશ ભાઈ ના નેતૃત્વ મા સરસ આયોજન કરવામાં આવ્યું હતું

👉સ્પેશિયલ સન ગ્લાસીસ એન્ડ ફ્રેમ્સ👉બ્રાન્ડેડ તથા નોન બ્રાન્ડેડ ની વિશાળ રેન્જ.... 🕶️નંબર વાળા સન ગ્લાસીસ પણ મળી જશે 👉સ્પે...
15/01/2025

👉સ્પેશિયલ સન ગ્લાસીસ એન્ડ ફ્રેમ્સ
👉બ્રાન્ડેડ તથા નોન બ્રાન્ડેડ ની વિશાળ રેન્જ....
🕶️નંબર વાળા સન ગ્લાસીસ પણ મળી જશે 👉સ્પેશિયલ એનઆરઆઈ કલેક્શન
👉સ્પેશિયાલિસ્ટ પ્રોગ્રેસિવ બાઈફોકલ્સ એન્ડ સિંગલવિઝન ગ્લાસિસ..
📍..કેદાર ઓપ્ટિકલ્સ એસ વી પી રોડ ઓજસ આઈ હોસ્પિટલ સામે પોરબંદર 📌
📱હેમાંગ છેલાવડા
મો..9974694193. glasses opticals glasses # Branded frame

Address

Porbandar

Alerts

Be the first to know and let us send you an email when Porbandar Times posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Porbandar Times:

Videos

Share

પોરબંદર ટાઈમ્સ ન્યુઝ પોર્ટલ :પોરબંદરવાસીઓ નો પોતાનો અવાજ

આજનો સમય આધુનિક ટેકનોલોજી નો સમય છે..આજના સતત ભાગદોડ વચ્ચેની જિંદગીમાં લોકો દરેક કામ પોતાની આંગળી ના ટેરવે જ પુરા કરવા માંગે છે..આંગળી ના ટેરવે જ સમગ્ર દુનિયાની ચહલપહલ પોતાના મોબાઈલમાં લોકો જોવા માંગેછે… જેમાં પળેપળની ઘટનાઓ અને સમાચારો, શહેર ની વિવિધ હલચલ નો પણ સમાવેશ થાય છે…ત્યારે આધુનિક ટેકનોલોજીનો ભાગ બની ચુકેલ સોશિયલ મીડિયા ના માધ્યમને ધ્યાને રાખી પોરબંદર ની સંસ્કૃતિ ,પોરબંદરી મિજાજ, કળા ,ને ઉજાગર કરવા એક વેબ પોર્ટલ શરુ કરવાનો અમને ગર્વ છે આ માત્ર એક ન્યુઝ માટે નું પોર્ટલ નથી આહી માત્ર સમાચાર જ નહી પણ દરેક ખબર ની અંદર ની ખબર પણ મળશે ઉપરાંત વોટ્સેપ ના માધ્યમ થી આ વેબ પોર્ટલ પર મુકાતા તમામ સમાચારો અને સ્ટોરી સહીત ના આર્ટીકલ તમારા સ્માર્ટફોન માં મેળવી શકો છો જેના માટે ફક્ત એક રજીસ્ટ્રેશન ની આવશ્યકતા રહેશે

પોરબંદર,રાણાવાવ .કુતિયાણા , બરડા , ઘેડ વિસ્તાર ના સમાચારો ગુજરાત ના મહત્વના સમાચારો અને ઘટનાઓ ,વિવિધ સેવાકીય અને સામાજિક સંસ્થા ના કાર્યક્રમો ,આપના સુધી પહોચાડવાનો અમારો પ્રયાસ અવિરત ચાલતો રહેશે અને અમને એ પણ વિશ્વાસ છે કે પોરબંદર જીલ્લા સહીત રાજયના લોકો તથા મૂળ પોરબંદર ના અને હાલ વિવિધ દેશો માં વસવાટ કરતા એન આર આઈ ની પ્રથમ પંસદ www.Porbandartimes.com વેબપોર્ટલ બની રહેશે.આપના કોમ્પ્યુટર કે પછી સ્માર્ટફોનમાં www.Porbandartimes .com લોગઇન કરતાની સાથે આપ સમગ્ર પોરબંદર સાથે જ રાજ્યના તમામ સમાચારો થી વાકેફ થઇ જશો..અમારા પોર્ટલ પર આપને સચિત્ર ઘટનાઓ વિશ્લેષ્ણ સાથે મળશે…અમારો અભિગમ રહેશે કે પ્રજાની સ્પર્શતી દરેક વાતો,સમસ્યાઓ,ઘટનાઓ અને રાજકીય ઉથલપાથલ પળેપળનું અપડેટ આપને અમારા વેબપોર્ટલ સાથે જોડાઈ જવાથી મળશે પોરબંદર ની કળા સંસ્કૃતિ ને ઉજાગર કરતું આ પહેલું વેબપોર્ટલ છે..જેમાં પોરબંદર થી માંડીને સમગ્ર ગુજરાતના સમાચારો આપવાનો અમારો પ્રયાસ રહેશે…પોરબંદર નો મત્સ્યોદ્યોગ દેશભરમાં પ્રચલિત છે..તો અનેક પ્રવાસન સ્થળો પણ પોરબંદર પંથક માં આવેલા છે એક તરફ બરડો ડુંગર તો બીજી તરફ અફાટ અરબી સમુદ્ર ઘૂઘવી રહ્યો છે ચાર ધામો માં નું એક યાત્રાધામ સુદામાપુરી પણ આ જ જીલ્લામાં છે..તો સમગ્ર વિશ્વ માં જેમના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે એવા વિશ્વ વિભૂતિ મહામાનવ એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નું જન્મસ્થળ પણ પોરબંદર જ છે

ફેસબુકમાં અમારું FB page PorbandartimeS ઉપરાંત સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ જેવા કે વોટ્સઅપ,ટ્વીટર,ઇન્સ્ટગ્રામ, સહિતના સોશિયલ મીડિયા પર પણ આપને અમારા સૌથી ઝડપી અને સૌથી સચોટ અને સૌથી વિશ્વસનીય સમાચારો મળી શકશે….પોરબંદર થી વેબપોર્ટલ શરૂ કરવાનો અમારો લક્ષ્યાંક લોકોની સમસ્યાઓને વધુ ને વધુ ઉજાગર કરવાનો છે..પ્રજાને કનડતા પ્રશ્નોને www.Porbandartimes.com ના માધ્યમ થી શક્ય વાચા આપી અને તંત્ર સુધી લોકો નો અવાજ પહોચે તેના માટે www.Porbandartimes.com ની ટીમ હમેશા કટીબદ્ધ હશે…પત્રકારીત્વ ક્ષેત્રે વર્ષોનો બહોળો અનુભવ ધરાવતા નામાંકિત પત્રકારોની ટીમ સાથે www.Porbandartimes.com લોકો સુધી નીડર અને નિષ્પક્ષ પત્રકારીત્વધર્મ બજાવવાનું કાર્ય કરશે.

પોરબંદર એ …માત્ર ગુજરાત કે ભારત જ નહીં પરંતુ પૂરા વિશ્વનું સૌથી મહત્વ નું પ્રવાસન સ્થળ છે. લોકલથી ગ્લોબલ વિસ્તરેલા અહીંના પ્રવાસન સ્થળો,વેપાર અને વ્યક્તિઓની જાણકારી ભાગ્યે જ કોઈને નહીં હોય. આ જિંદાદિલ નગરની ખમીરી, ખુમારી અને નગરજનોની ખંત, ખાનદાનીનો પરચો છેલ્લી એક સદી દરમિયાન અવારનવાર કુદરતી હોનારતો દરમિયાન પણ મળતો આવ્યો છે. આજે પોરબંદર પોતાની આગવી ઓળખ અને ઐતિહાસિક છબી થકી દુનિયાની નજરોમાં જાણીતું અને માનીતું બન્યું છે એ સમયે આ જિલ્લાની તમામ સ્થાનિક ખબરો, પ્રજાકીય પ્રશ્નો અને છેવાડાની સમસ્યાઓ કે કોઈપણ નાનીમોટી ઘટના, પ્રસંગ કે અકસ્માતોની નાનામાં નાની જાણકારી પણ પોરબંદર જિલ્લાનાં પ્રત્યેક નાગરિકથી લઈ દુનિયાભરમાં વસતા ગુજરાતીઓને મળી રહે તે હેતુસર સતત સ્થાનિક કક્ષાએ નિષ્પક્ષ અને નીડરતાથી કાર્યરત થશે.